Mark 11

માર્ક11સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક અનુવાદો કવિતાઓની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં વધુ જમણી બાજુએ સુયોજિત કરે છે જેથી તેને વાંચવું સરળ બને. યુએલટી11:9-10,17ની કવિતા સાથે આમ કરે છે, જે જૂના કરારના શબ્દો છે.

આ અધ્યાયના વિશિષ્ટખ્યાલો

ગધેડો અને વછેરો. ઈસુ પ્રાણી પર સવારી કરીને યરૂશાલેમમાં ગયા. આ રીતે તે એક રાજા જેવો હતો જે એક અગત્યનું યુદ્ધ જીત્યા પછી એક શહેરમાં આવ્યો. જૂના કરારમાં પણ ઇઝરાએલના રાજાઓ ગધેડા પર સવારીકરતાંહતાં. અન્ય રાજાઓ ઘોડાઓ પર સવારી કરતા હતા. તેથી ઈસુ બતાવી રહ્યા હતા કે તે ઇઝરાએલનારાજા છે અને તે અન્યરાજાઓ જેવા નથી.

માથ્થી, માર્ક, લૂક અને યોહાન સર્વએ આ ઘટના વિષે લખ્યુંછે. માથ્થી અને માર્કે લખ્યું કે શિષ્યો ઈસુને માટે એક ગધેડો લાવ્યા. યોહાને લખ્યું કે ઈસુને એક ગધેડો મળ્યો. લૂકે લખ્યું કે તેઓ તેની પાસે એક વછેરો લાવ્યા. ફક્ત માથ્થીએ લખ્યું છે કે ત્યાં ગધેડું અને વછેરું બંને હતાં. ઈસુગધેડા પર કે વછેરા પર સવાર થયા હતા તે વિશે કોઈને ચોક્ક્સ ખબર નથી.સર્વ એક જ બાબત કહે છે તેવું કહેવાનો પ્રયાસ કર્યા વિના યુએલટીમાં દ્રશ્યમાન થાય છે તેમ આ દરેક પાસાંઓનું અનુવાદ કરવું શ્રેષ્ઠ છે,. (જુઓ: માથ્થી 21:1-7) અને માર્ક 11:1-7 અને લૂક19:29-36 અને યોહાન12:14-15)

Mark 11:1

Now as they came to Jerusalem ... Bethphage and Bethany, at the Mount of Olives

જ્યારે ઈસુ અને તેમના શિષ્યો યરૂશાલેમની નજીક,જૈતુન પહાડ આગળ બેથફગે તથા બેથનિયા પાસેઆવ્યા. તેઓ યરૂશાલેમની નજીકમાં બેથફગે અને બેથનિયા આવ્યા.

Bethphage

આ એક ગામનું નામ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

Mark 11:2

opposite us

અમારી આગળ

a colt

આ એક ગધેડાના વછેરાનો ઉલ્લેખ કરે છે જે માણસનું વજન ઊંચકી શકે એવો મોટો છે.

on which no one has yet sat

આને સક્રિય સ્વરૂપમાં લખી શકાય છે. બીજું અનુવાદ: જેના પર કદી કોઈએ સવારીકરીનથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Mark 11:3

Why are you doing this

આ"" શબ્દનો ઉલ્લેખ શેની માટે કરવામાં આવ્યો છેતે સ્પષ્ટ રીતે લખી શકાય છે કે. બીજું અનુવાદ: શા માટે તમે વછેરાનેછોડીને લઈ જાવ છો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

has need of it

તેની જરૂર છે

they will immediately send it back here

જ્યારે ઈસુ તેનો ઉપયોગ કરી લેશે ત્યારે તરત જ તેને પાછો મોકલી આપશે. બીજું અનુવાદ: જ્યારે તેમને જરૂર નહી હોય ત્યારે તરત જ તેને પાછો મોકલી આપશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 11:4

They went away

બંને શિષ્યો ગયા

a colt

આ એક ગધેડાના વછેરાનો ઉલ્લેખ કરે છે જે માણસનું વજન ઊંચકી શકે એવો મોટો છે. માર્ક 11:2 માં તમે આ કેવી રીતે અનુવાદિત કર્યું છે તે જુઓ.

Mark 11:6

They spoke

તેઓએ જવાબ આપ્યો

as Jesus had told them

ઈસુએ તેમને જવાબ આપવા કહ્યું હતું તેમ.વછેરો લેતી વખતે લોકોના પ્રશ્નોનો કેવી રીતે જવાબ આપવો તે વિશે ઈસુએ તેઓને જે કહ્યું હતુ તેનો ઉલ્લેખ કરે છે.

they gave them permission

આનો અર્થ એ કે તેઓએ તેમને જે કરી રહ્યા હતા તે કરવા દીધું. બીજું અનુવાદ: તેઓનેગધેડાને તેમની સાથે લઈ જવા દો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Mark 11:7

threw their cloaks on it, and Jesus sat on it

તેમના કપડા તેની પીઠ પર મૂક્યા જેથી ઈસુ તેના પર સવારી કરી શકે. જ્યારે કોઈ ધાબળો અથવા તેના જેવું કશું તેની પીઠ પર હોય ત્યારે વછેરા અથવા ઘોડા પર સવારી કરવી સહેલી છે. આ પ્રસંગમાં, શિષ્યોએ તેના પર પોતાનાં વસ્ત્રો નાખ્યા.

cloaks

કોટ અથવા ""ઝભ્ભાઓ

Mark 11:8

Many people spread their garments on the road

મહત્વના લોકોનું સન્માન કરવા માટે રસ્તા પર કપડા પાથરવાની પરંપરા હતી. આ સ્પષ્ટ કરી શકાય છે. બીજું અનુવાદ: ઘણા લોકોએ તેમનું સન્માન કરવા માટે પોતાનાવસ્ત્રો રસ્તા પર ફેલાવ્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

and others spread branches they had cut from the fields

મહત્વના લોકોનું સન્માન કરવા માટે માટે રસ્તા પર ખજૂરની ડાળીઓ પાથરવાની પરંપરા હતી. બીજું અનુવાદ: અન્યોએ ખેતરોમાંથી જે ડાળીઓ કાપી હતી તે રસ્તાઓ પર પાથરી,તેમનું સન્માન કરવા માટે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 11:9

those who followed

પાછળ ચાલનારાઓ

Hosanna

આ શબ્દનો અર્થ છે અમને બચાવો, પરંતુ લોકો ઈશ્વરની સ્તુતિ કરવા માંગતા હતા ત્યારે તેઓ પણ આનંદથી બૂમો પાડતા હતા. તેનો ઉપયોગ કેવી રીતે થયો તે મુજબ તમે તેનો અનુવાદ કરી શકો છો અથવા તમારી ભાષામાંમુજ્બ શબ્દની જોડણીનો ઉપયોગ કરીને તમે હોસાન્ના લખી શકો છો. બીજું અનુવાદ: ઈશ્વરની સ્તુતિ થાઓ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-transliterate)

Blessed is the one who comes

આ ઈસુનો ઉલ્લેખ કરે છે. આ સ્પષ્ટ રીતે કહી શકાયછે. બીજું અનુવાદ: તે આશીર્વાદિત છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

in the name of the Lord

પ્રભુના અધિકારમાટે આ એક ઉપનામછે. બીજું અનુવાદ: પ્રભુનો અધિકાર (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Blessed is

તેને ધન્ય

Mark 11:10

Blessed is the coming kingdom of our father David

આપણા પિતા દાઉદનું રાજ્ય જે આવે છે તે ધન્ય છે. આ ઈસુના આગમન અને રાજા તરીકે શાસન કરવાનો ઉલ્લેખ કરે છે. આશીર્વાદિત શબ્દનો સક્રિય ક્રિયાપદ તરીકે અનુવાદ કરી શકાય છે. બીજું અનુવાદ: તમારા રાજ્યનું આગમન આશીર્વાદિતથાય અથવા તમે તમારા રાજ્ય પર શાસન કરો ત્યારે ઈશ્વર તમને આશીર્વાદ આપે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

of our father David

અહીં દાઉદનો વંશજ જે શાસન કરશે તે દાઉદનેદર્શાવે છે. બીજું અનુવાદ: અમારા પિતા દાઉદના સૌથી મહાનવંશજમાંથી અથવા દાઉદનો સૌથી મહાન વંશજ શાસન કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Hosanna in the highest

શક્ય અર્થો આ પ્રમાણે છે1) સ્વર્ગમાં જે છે તે ઈશ્વરની સ્તુતિથાઓ અથવા 2) ""સ્વર્ગમાં જે છે તેઓ'હોસાન્ના' પોકારો.

the highest

અહીં સ્વર્ગને સર્વોચ્ચ તરીકે બોલાવવામાં આવે છે. બીજું અનુવાદ: સર્વોચ્ચ સ્વર્ગ અથવા સ્વર્ગ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Mark 11:11

The hour was already late

કારણ કે તે સાંજનો સમય હતો

he went out to Bethany with the twelve

તે અને તેમના બાર શિષ્યો યરૂશાલેમ છોડીને બેથનિયા ગયા

Mark 11:12

when they returned from Bethany

જ્યારે તેઓ બેથનિયાથી પાછા યરૂશાલેમ જઈ રહ્યા હતા

Mark 11:13

Connecting Statement:

જયારે ઈસુ અને તેમના શિષ્યો યરૂશાલેમ તરફ જઇ રહ્યાહતા ત્યારે આ બન્યું.

if he could find any fruit on it

જો તેના પર કોઈ ફળ હોત તો

he found nothing but leaves

આનો અર્થ એ થયો કે તેમને એકપણ અંજીર મળ્યુ નહી. બીજું અનુવાદ: તેમને ઝાડ પર ફક્ત પાંદડા મળ્યા અને અંજીર મળ્યાં નહી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit અને /WA-Catalog/gu_tm?section=translate#figs-litotes)

the season

ઋતુ

Mark 11:14

spoke to it, ""No one will ever eat fruit from you again

ઈસુ અંજીરના ઝાડ સાથે બોલે છે અને શાપ આપે છે. તે તેની સાથે બોલે છે જેથી તેમના શિષ્યો તેમને સાંભળેછે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-apostrophe)

spoke to it

તેમણે ઝાડ સાથે વાત કરી

his disciples heard it

તે"" શબ્દનો અર્થ ઈસુ અંજીરના ઝાડ સાથે બોલે છે તેનો ઉલ્લેખ કરે છે.

Mark 11:15

They came

ઈસુ અને તેમના શિષ્યો આવ્યા

began to cast out those who were selling and those who were buying in the temple

ઈસુ આ લોકોને મંદિરની બહાર કાઢી રહ્યા છે. આ સ્પષ્ટ લખી શકાય છે. બીજું અનુવાદ: વેચનારાઓને અને ખરીદનારોને મંદિરનીબહાર કાઢવાનું શરૂ કર્યું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

those who were selling and those who were buying

ખરીદનારાઓ અને વેચનારાઓ

Mark 11:17

General Information:

ઈશ્વરેયશાયા પ્રબોધક દ્વારા અગાઉ કહ્યું હતું કે મારું ઘર સર્વ દેશનાઓને સારું પ્રાર્થનાનું ઘર કહેવાશે.

Is it not written, 'My house will be called ... the nations'?

ઈસુએ સભાસ્થાનના દુરૂપયોગ માટે યહૂદી આગેવાનોને ઠપકો આપ્યો. આ નિવેદન તરીકે લખી શકાય છે. બીજું અનુવાદ: શાસ્ત્રમાં એવું લખ્યું છે કે ઈશ્વરે કહ્યું, 'હું ઇચ્છું છું કે મારા ઘરને એવું ઘર કહેવામાં આવે, જ્યાં તમામ દેશોના લોકો પ્રાર્થના કરી શકે.' (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

But you have made it a den of robbers

ઈસુ લોકોને લૂંટારાઓ અને મંદિરનેલૂંટારાઓનું કોતર સાથે સરખાવે છે. બીજું અનુવાદ: પરંતુ તમે લૂંટારા જેવા છો જેમણે મારું ઘર લૂંટારાઓનું કોતરબનાવ્યું છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

a den of robbers

એક ગુફા જ્યાં લૂંટારાઓ છુપાય છે

Mark 11:18

they looked for a way

તેઓ કોઈ રસ્તો શોધી રહ્યા હતા

Mark 11:19

When evening came

સાંજે

they departed from the city

ઈસુ અને તેમના શિષ્યો શહેર છોડીને ગયા

Mark 11:20

Connecting Statement:

ઈસુએ અંજીરના ઝાડના ઉદાહરણનો ઉપયોગ કરીને શિષ્યોને ઈશ્વરમાં વિશ્વાસ રાખવાની યાદ અપાવી.

As they walked by

રસ્તાની કોરે ચાલતા હતા

the fig tree withered away to its roots

આ નિવેદનનો અનુવાદ કરીને સ્પષ્ટ કરો કે ઝાડ મરી ગયું. બીજું અનુવાદ: અંજીરનું ઝાડ તેના મૂળિયા સુધી સુકાઈ ગયું અને મરી ગયું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

withered away

સુકાઈ ગઇ

Mark 11:21

Peter remembered

પિતરને જે યાદ આવ્યું તે જણાવવામાં મદદરૂપ થઈ શકે. બીજું અનુવાદ: ઈસુએ અંજીરના છોડને જે કહ્યું હતું તે પિતરને યાદ આવ્યું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 11:22

Jesus answered and said to them

ઈસુએ તેમના શિષ્યોને જવાબ આપ્યો

Mark 11:23

Truly I say to you

હું તમને સત્ય કહું છું. આ શબ્દસમૂહ ઈસુ આગળ શું કહે છે તેના પર ભાર મૂકે છે.

whoever says

જો કોઈ કહે

does not doubt in his heart but believes

અહીં હૃદય એ કોઈ વ્યક્તિના મન અથવા આંતરિક મનુષ્ય માટેનું એક રૂપક છે. બીજું અનુવાદ: જો તે ખરેખર તેના હૃદયમાં વિશ્વાસ કરે છે અથવા જો તે સંદેહ ન લાવતા વિશ્વાસ કરે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

it will be done

ઈશ્વર તેકરશે

Mark 11:24

Therefore I say to you

તેથી હું તમને કહું છું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-connectingwords)

it will be yours

તે સમજી શકાય છે કે આવું થશે કારણ કે તમે જે માંગશો તે ઈશ્વરઆપશે. આ સ્પષ્ટ રીતે કહી શકાય. બીજું અનુવાદ: ઈશ્વર તમને તે આપશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 11:25

When you stand and pray

ઈશ્વરને પ્રાર્થના કરતી વખતે ઉભા રહેવું એ હિબ્રૂ સંસ્કૃતિમાં સામાન્ય છે.. બીજું અનુવાદ: ""જ્યારે તમે પ્રાર્થના કરો

whatever you have against anyone

કોઈની પણ વિરુદ્ધ તમને કંઇ દ્વેષભાવ છે. અહીં "" કંઈપણ"" શબ્દ તમારી વિરુધ્ધમાં પાપ કરવા માટે કોઇની પણ વિરુદ્ધમાંતમે દ્વેષભાવ રાખો છો અથવા કોઇની પણ વિરુદ્ધતમનેગુસ્સો છે તેને દર્શાવે છે.

Mark 11:27

Connecting Statement:

બીજા દિવસે જ્યારે ઈસુ મંદિરમાં આવે છે, ત્યારે તે મંદિરમાંથી નાણાંવટીઓને કાઢી નાખવા અંગે મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને વડીલોએ જે પ્રશ્ન કર્યો હતો તેના ઉત્તરમાં બીજો પ્રશ્ન પૂછે છે, જેનો જવાબ તેઓ આપવા તૈયાર ન હતા.

they came to

ઈસુ અને તેમના શિષ્યો આવ્યા

Jesus was walking in the temple

આનો અર્થ એ છે કે ઈસુ મંદિરમાં બહારના ભાગમાં ફરતા હતા; તે મંદિરમાં ફરતા ચાલતા ન હતા

Mark 11:28

They said to him

તેઓ"" શબ્દ મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને વડીલોનો ઉલ્લેખ કરે છે.

By what authority do you do these things, and who gave you the authority to do them?

શક્ય અર્થો આ પ્રમાણે છે: 1) આ બંને પ્રશ્નોનો સમાન અર્થ છે અને ઈસુના અધિકાર વિશે ભારપૂર્વક પ્રશ્ન કરવા માટે એકસાથે પૂછવામાં આવે છે અને તેથી સંયુક્ત થઈ શકે. બીજું અનુવાદ: તમને આ કામો કરવાનો અધિકાર કોણે આપ્યો? 2) તે બે અલગ પ્રશ્નો છે, પ્રથમ અધિકારના પ્રકાર વિષે પૂછવાનું અને બીજું તેને કોણે અધિકાર આપ્યો તે વિષે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parallelism)

you do these things

આ કામો"" શબ્દો ઈસુએ સભાસ્થાનમાં વેપારીઓના બાજઠ ઊંધાં વાળ્યા તેને તેમજ મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓના શિક્ષણ વિરુદ્ધ બોલે છે તેનેદર્શાવે છે. બીજું અનુવાદ:""ગઈકાલે તમે અહીં જે કામો કર્યા તેવા”(જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 11:29

Answer me

મને જવાબ આપો

Mark 11:30

The baptism of John

યોહાન દ્વારા કરવામાં આવેલ બાપ્તિસ્મા

was it from heaven or from men

તે આકાશથી અધિકૃત હતી કે માણસોથી

from heaven

અહીં આકાશ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: ઈશ્વર તરફથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

from men

લોકો તરફથી

Mark 11:31

If we say, 'From heaven,'

આ યોહાન બાપ્તિસ્માના સ્રોતનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: જો આપણે કહીએ કે,'તે આકાશથી હતું,' (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

From heaven

અહીં આકાશ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. તમે [માર્ક 11:30](../ 11 /30.md)માં આ અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. બીજું અનુવાદ: ઈશ્વર તરફથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

you did not believe him

તેના"" શબ્દનો અર્થ યોહાન બાપ્તિસ્તનો ઉલ્લેખ કરે છે.

Mark 11:32

But if we say, 'From men,'

આ યોહાન બાપ્તિસ્તના સ્રોતનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: પરંતુ જો આપણે કહીએ કે, 'તે માણસોથી હતુ,' (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

From men

લોકો તરફથી

But if we say, 'From men,' ... .

ધાર્મિક આગેવાનો સૂચિત કરે છે કે જો તેઓ કહે કે માણસોથી તો લોકો તેઓને મારશે. બીજું અનુવાદ: પરંતુ જો આપણે કહીએ કે, 'માણસો તરફથી', તો તે સારું નહીં હોય. અથવા પરંતુ અમે એવું કહેવા માંગતા નથી કે તે માણસો તરફથી હતુ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit અને /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

They were afraid of the people

લેખક, માર્ક સમજાવે છે કે ધાર્મિક આગેવાનો કેમ કહેવા માંગતા ન હતા કે યોહાનનુ બાપ્તિસ્મા માણસો તરફથી હતું. આ સ્પષ્ટ રીતે કહી શકાય. તેઓએ આ વાત એકબીજાને કહી કારણ કે તેઓ લોકોથી ડરતા હતા અથવા તેઓ કહેવા માંગતા ન હતા કે યોહાનનું બાપ્તિસ્મા માણસોથી હતું કારણ કે તેઓ લોકોથી ડરતા હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 11:33

We do not know

આ યોહાન બાપ્તિસ્તનો ઉલ્લેખ કરે છે. આ સમજેલી માહિતી પૂરી પાડવામાં આવી શકે છે. બીજું અનુવાદ: આપણે જાણતા નથી કે યોહાનનુ બાપ્તિસ્મા ક્યાંથી આવ્યુ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)