Matthew 21

માથ્થી 21 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક ભાષાંતર વાંચનને સરળ બનાવવા માટે કવિતાની દરેક પંક્તિને બાકીના લખાણથી અલગ જમણી તરફ ગોઠવે છે. યુએલટી આ 21: 5,16 અને 42 માંની કવિતાના સંદર્ભમાં કરે છે, કે જેના શબ્દો જૂના કરારમાંથી લેવામાં આવ્યા છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

ગધેડું અને ગધેડીનું બચ્ચું

. ઈસુ યરૂશાલેમમાં પ્રાણી પર સવારી કરીને આવે છે. આ રીતે તે એક રાજા જેવા હતા કે જે એક મહત્વપૂર્ણ યુદ્ધ જીત્યા પછી શહેરમાં આવ્યા હતા. વળી, જૂના કરારમાં ઇઝરાએલના રાજાઓ ગધેડાઓ પર સવારી કરતા હતાં. અન્ય રાજાઓ ઘોડાઓ પર સવારી કરતા હતાં. તેથી ઈસુ દર્શાવવા માંગતા હતા કે તે ઇઝરાએલના રાજા છે અને તે અન્ય રાજાઓના જેવા ન હતાં.

માથ્થી, માર્ક, લૂક અને યોહાન સર્વ આ ઘટના વિશે લખે છે. માથ્થી અને માર્ક લખે છે કે શિષ્યો ઈસુને માટે ગધેડું લાવ્યા. યોહાન લખે છે કે ઈસુને ગધેડું મળ્યું. લૂક લખે છે કે તેઓ તેમને માટે એક ગધેડીનું બચ્ચું લાવ્યા. ફક્ત માથ્થીએ લખ્યું છે કે એક ગધેડા પાસે ગધેડીનું બચ્ચું હતું. કોઈ ચોક્કસપણે જાણતું નથી કે ઈસુએ ગધેડા પર કે ગધેડીના બચ્ચા પર સવારી કરી. આ દરેક સુવાર્તાના વૃતાંત ચોક્કસપણે એકસમાન વાત કહે તેમ દર્શાવવાનો પ્રયત્ન કરવા કરતાં આ દરેક વૃતાંતો જેમ યુએલટીમાં દ્રશ્યમાન થાય છે તે રીતે જ તેમનું ભાષાંતર કરવું યોગ્ય છે. (જુઓ: માથ્થી 21:1-7 અને માર્ક 11:1-7 અને લૂક 19:29-36 અને યોહાન 12:14-15)

હોસાન્ના

લોકોએ ઈસુને યરૂશાલેમમાં આવકારવા માટે આ પ્રમાણે પોકાર કર્યો. આ શબ્દનો અર્થ અમને બચાવો થાય છે, પરંતુ લોકોએ તેનો ઉપયોગ ઈશ્વરની સ્તુતિ કરવા માટે કર્યો.

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

ઈશ્વરનું રાજ્ય તમારી પાસેથી લઈ લેવામાં આવશે

ચોક્કસપણે કોઈપણ જાણતું નથી કે આ શબ્દસમૂહનો અર્થ શું છે. કોઈ જાણતું નથી કે ઈસુનો કહેવાનો અર્થ એ હતો કે કોઈક દિવસ ઈશ્વર આકાશનું રાજ્ય પાછું આપશે કે નહીં.

Matthew 21:1

Connecting Statement:

યરૂશાલેમમાં ઈસુના પ્રવેશની ઘટનાના વૃતાંતની આ શરૂઆત છે. અહીં ઈસુ, તેમના શિષ્યોએ શું કરવું તે વિશેની સૂચનાઓ આપે છે.

Bethphage

આ યરૂશાલેમ નજીકનું એક ગામ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

Matthew 21:2

a donkey tied up there

તમે આને સક્રિય સ્વરૂપમાં કહી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: એક ગધેડું જેને કોઈકે બાંધેલું હશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

tied up there

ગધેડું બાંધેલું છે તે તમે સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ત્યાં કોઈ જગ્યાએ બાંધેલું હશે અથવા "" ત્યાં એક વૃક્ષે બાંધેલું હશે"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

a colt

જુવાન નર ગધેડું

Matthew 21:4

General Information:

અહીં લેખક ઝખાર્યા પ્રબોધકનો ઉલ્લેખ કરી દર્શાવે છે કે યરુશાલેમમાં ગધેડા પર સવારી કરી પ્રવેશ કરવાની ભવિષ્યવાણીને ઈસુ પૂર્ણ કરે છે.

Now

અહીં આ શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીં માથ્થી સમજાવે છે કે કેવી રીતે ઈસુના કામો શાસ્ત્રની વાતો પૂર્ણ કરે છે.

this came about that what was spoken through the prophet might be fulfilled

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: આ એ માટે થયું કે જેથી ઈશ્વરે ઘણા વર્ષો અગાઉ પ્રબોધકો મારફતે જે કહ્યું હતું તે પૂર્ણ થાય (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

through the prophet

ત્યાં ઘણા પ્રબોધકો હતા. માથ્થી ઝખાર્યાની વાત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ઝખાર્યા પ્રબોધક (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Matthew 21:5

the daughter of Zion

શહેરની દીકરી એટલે શહેરના લોકો. વૈકલ્પિક ભાષાંતર: સિયોનના લોકો અથવા ""સિયોનમાં રહેનારા લોકો

Zion

યરૂશાલેમ માટે આ એક બીજું નામ છે.

on a donkey—on a colt, the foal of a donkey

શબ્દસમૂહ ""ગધેડા પર, હા ગધેડીના વછેરા પર” એ સમજાવે છે કે તે ગધેડું એક યુવાન ગધેડું છે. વૈકલ્પિક ભાષાંતર: ""એક યુવાન ગધેડા પર સવાર થઈને આવે છે

Matthew 21:7

cloaks

બહારનું પહેરણ એટલે કે લાંબા ઝભ્ભા કે વસ્ત્રો

Matthew 21:8

crowd spread their cloaks on the road, and others cut branches from the trees and spread them in the road

ઈસુ યરૂશાલેમમાં પ્રવેશ કરે છે ત્યારે તેમના પ્રત્યે સન્માન દર્શાવવાની આ રીતો છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit અને /WA-Catalog/gu_tm?section=translate#translate-symaction)

Matthew 21:9

Hosanna

આનો અર્થ “અમને બચાવો” અને “ઈશ્વરની સ્તુતિ થાઓ!”

the son of David

ઈસુ દાઉદના પ્રત્યક્ષ પુત્ર ન હતા, તેથી તેનો અનુવાદ દાઉદના વંશજ તરીકે થઈ શકે છે. જો કે, દાઉદનો દીકરો મસીહ માટે શીર્ષક છે, અને લોકોનું ટોળું ઈસુને કદાચ આ શીર્ષકથી સંબોધી રહ્યું હતું.

in the name of the Lord

અહીં તે નામમાં એટલે સામર્થ્યમાં અથવા પ્રતિનિધિ તરીકે. વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વરના સામર્થ્યમાં અથવા ઈશ્વરના પ્રતિનિધિ તરીકે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Hosanna in the highest

અહીં પરમ ઊંચામાં એ આકાશમાંથી રાજ કરતા ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વરની સ્તુતિ હો જે પરમ ઊંચામાં છે અથવા ઈશ્વરની સ્તુતિ હો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Matthew 21:10

all the city was stirred

અહીં શહેર એ ત્યાં રહેતા લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: સમગ્ર શહેરભરના ઘણા લોકો ખળભળી ઉઠ્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

stirred

લોકો આશ્ચર્યચકિત થયા

Matthew 21:12

General Information:

કલમ 13 માં, ઈસુએ યશાયા પ્રબોધકની વાતનો ઉલ્લેખ કરી નાણાંવટીઓને અને વેપારીઓને ઠપકો આપ્યો.

Connecting Statement:

ઈસુ પ્રાર્થનાઘરમાં પ્રવેશ કરે છે, આ તેનો ઉલ્લેખ છે.

Jesus entered into the temple

ઈસુ ખરેખર રીતે મંદિરમાં પ્રવેશ્યા ન હતા. તેઓએ મંદિરના આસપાસના આંગણામાં પ્રવેશ કર્યો હતો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

those who bought and sold

મંદિરમાં યોગ્ય અર્પણ ચડાવવા માટે મુસાફરોએ ખરીદવા પડે તેવા પ્રાણીઓ અને અન્ય વસ્તુઓનું વેચાણ વેપારીઓ કરતા હતા.

Matthew 21:13

He said to them

ઈસુએ તે સર્વ નાણાંવટીઓને અને વેપારીઓને કહ્યું.

It is written

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: પ્રબોધકોએ અગાઉ લખ્યું હતું અથવા ઈશ્વરે પહેલા કહ્યું હતું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

My house will be called

આને સક્રિય રૂપમાં દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

My house

અહીં “મારું” એ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે અને “ઘર” એ મંદિરનો ઉલ્લેખ કરે છે.

a house of prayer

આ રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક ભાષાંતર: “તે સ્થાન જ્યાં લોકો પ્રાર્થના કરે છે” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

a den of robbers

એક રૂપકના ઉપયોગ દ્વારા મંદિરમાં વસ્તુઓ ખરીદતા અને વેચતા લોકોને ઈસુ ઠપકો આપે છે. વૈકલ્પિક ભાષાંતર: લૂંટારાઓના કોતર જેવું કર્યું છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Matthew 21:14

the blind and the lame

આ નામાંકિત વિશેષણોને વિશેષણો તરીકે વર્ણવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: જેઓ આંખે અંધ અને પગે અપંગ હતા તેઓને (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-nominaladj)

lame

જે લોકોને પગમાં ચાલવા માટે તકલીફ હોય અને ઈજા પામેલા હોય એવા લોકો.

Matthew 21:15

General Information:

16 મી કલમમાં, ઈસુ લોકોને સમજાવવા માટે અને યોગ્ય જવાબ આપવા માટે ગીતશાસ્ત્રમાંથી કલમ ટાંકે છે.

the marvelous things

અદભુત વસ્તુઓ અથવા ચમત્કારો. આંખે અંધ અને પગે અપંગ લોકોને ઈસુ સાજા કરે છે, આ તેનો ઉલ્લેખ કરે છે [માથ્થી 21:14] (../21/14.md).

Hosanna

અમને બચાવો"" આ શબ્દનો અર્થ છે અને “ઈશ્વરની સ્તુતિ કરો!"" તેમ પણ અર્થ થાય છે. જુઓ કે તમે આનો અનુવાદ [માથ્થી 21: 9] (../21/09.md)માં કેવી રીતે કર્યો છે.

the Son of David

ઈસુ દાઉદના પ્રત્યક્ષ પુત્ર ન હતા, તેથી તેનો અનુવાદ દાઉદના વંશજ તરીકે થઈ શકે છે. જો કે, દાઉદનો દીકરો મસીહ માટે શીર્ષક છે, અને બાળકો ઈસુને કદાચ આ શીર્ષકથી સંબોધી રહ્યા હતા. જુઓ કે તમે આનો અનુવાદ [માથ્થી 21: 9] (../21/09.md)માં કેવી રીતે કર્યો છે.

they became very angry

તે સૂચવે છે કે તેઓ ગુસ્સે થયા હતા કારણ કે તેઓ માનતા નહોતા કે ઈસુ જ ખ્રિસ્ત છે અને તેઓ ઇચ્છતા નથી કે અન્ય લોકો તેમની સ્તુતિ કરે. વૈકલ્પિક ભાષાંતર: તેઓ ખૂબ ગુસ્સે થયા કારણ કે લોકો ઈસુની સ્તુતિ કરતા હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Matthew 21:16

Do you hear what they are saying?

મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓએ આ પ્રશ્નનો ઉપયોગ ઈસુને ઠપકો આપવા માટે કર્યો કારણ કે તેઓ તેમના પર ગુસ્સે થયા હતા. વૈકલ્પિક ભાષાંતર: તમારે તેઓને તમારા વિશે આ રીતે પોકારવાની પરવાનગી આપવી જોઈએ નહીં! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

But have you never read ... praise'?

આ પ્રશ્ન મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓને કરી ઈસુ તેઓને યાદ કરાવવા માંગે છે કે શાસ્ત્રોમાંથી તેઓ શું શીખ્યા છે. વૈકલ્પિક ભાષાંતર: હા, હું તેમને સાંભળું છું, પરંતુ શું તમે શાસ્ત્રમાં વાંચ્યું નથી કે ..... ઈશ્વરે સ્તુતિ પૂર્ણ કરાવી છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Out of the mouths of little children and nursing infants you have prepared praise

મુખથી"" શબ્દ, બોલવાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: બાળકો તથા ધાવણઓના મોંથી ઈશ્વરે સ્તુતિ સંપૂર્ણ કરાવી છે તે શું તમે કદી વાંચ્યું નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Matthew 21:17

Then he left them

ઈસુ મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓને મુકીને ચાલ્યા જાય છે.

Matthew 21:18

Connecting Statement:

ઈસુ અંજીરીના ઝાડનો ઉપયોગ કરી શિષ્યોને પ્રાર્થના અને વિશ્વાસનું શિક્ષણ આપે છે.

Now

અહીં આ શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીં માથ્થી સમજાવે છે કે ઈસુ ભૂખ્યા છે અને એટલા માટે તે અંજીરના ઝાડ પાસે આવી થંભે છે.

Matthew 21:19

withered

તે સુકું હતું અને મરેલું ઝાડ હતું

Matthew 21:20

How did the fig tree immediately wither away?

કેટલીહદે શિષ્યો આશ્ચર્ય પામ્યા હતા તે દર્શાવવા શિષ્યો પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: અમે આશ્ચર્યચકિત છીએ કે અંજીરનું ઝાડ તરત જ સૂકાઈ ગયું! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

wither away

સુકું થઈ ગયું અને મરેલું થયું

Matthew 21:21

Truly I say to you

હું તમને સત્ય કહું છું. ઈસુ હવે જે કહેવાના છે તેના પર આ ભાર મૂકે છે.

if you have faith and do not doubt

વિશ્વાસ ફરજીયાતપણે યથાર્થ હોવો જોઈએ તે સત્ય પર ભાર મૂકવા માટે ઈસુ આ વિચારને હકારાત્મક અને નકારાત્મક રીતે વ્યક્ત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: જો તમે ખરેખર વિશ્વાસ કરો છો તો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-doublet)

you will even say to this mountain, 'Be taken up and thrown into the sea,'

તમે આ પ્રત્યક્ષ અવતરણનો અનુવાદ પરોક્ષ અવતરણ તરીકે કરી શકો છો. આને સક્રિય સ્વરૂપમાં પણ કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: તમે આ પહાડને પણ કહી શકશો કે તે ઉખેડાઇને પોતાને સમુદ્રમાં નાંખે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

it will be done

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: તો તેમ થશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 21:23

Connecting Statement:

ધાર્મિક આગેવાનો ઈસુને તેમના અધિકાર વિશે પ્રશ્ન કરે છે તે વિશેના વૃતાંતની આ શરુઆત છે.

When he had come into the temple

તે સૂચિત છે કે ઈસુએ ખરેખર મંદિરમાં પ્રવેશ કર્યો નથી. તેમણે મંદિરની આસપાસના આંગણામાં પ્રવેશ કર્યો હતો.(જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

these things

ઈસુ મંદિરમાં શિક્ષણ અને સાજાપણું આપે છે તે સબંધી તેમના અધિકારનો તથા અગાઉના દિવસે ખરીદદારો અને વેચાણકર્તાઓને ઈસુએ બહાર કાઢ્યા હતા તેનો પણ સંભવતઃ અહીં ઉલ્લેખ છે.

Matthew 21:25

Connecting Statement:

ધાર્મિક આગેવાનોને પ્રત્યુત્તર આપવાનું ઈસુ જારી રાખે છે.

from where did it come?

આમ કરવાનો અધિકાર તેણે ક્યાંથી પ્રાપ્ત કર્યો?

If we say, 'From heaven,' he will say to us, 'Why then did you not believe him?

આમાં અવતરણની અંદર અવતરણ છે. તમે પ્રત્યક્ષ અવતરણને પરોક્ષ અવતરણ તરીકે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: જો આપણે એમ માનીએ છીએ કે યોહાનને આકાશમાંથી અધિકાર પ્રાપ્ત થયો, તો પછી ઈસુ આપણને પૂછશે કે તમે યોહાન પર કેમ વિશ્વાસ કર્યો નહીં. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-quotesinquotes અને /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations)

From heaven

અહીં “આકાશ” ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “આકાશમાંથી ઈશ્વરે” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Why then did you not believe him?

ધાર્મિક આગેવાનો જાણે છે કે ઈસુ આ અલંકારિક પ્રશ્ન મારફતે તેમને ઠપકો આપી શકે છે. વૈકલ્પિક ભાષાંતર: તો પછી તમે યોહાન બાપ્તિસ્ત પર વિશ્વાસ કેમ કર્યો નહીં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Matthew 21:26

But if we say, 'From men,'

અહીં અવતરણની અંદર અવતરણ છે. તમે આ અવતરણને પ્રત્યક્ષ અને પરોક્ષ અવતરણ તરીકે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: પરંતુ જો આપણે કહીએ કે અમે માનીએ છીએ કે યોહાનને લોકો તરફથી અધિકાર પ્રાપ્ત થયો છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-quotesinquotes અને /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations)

we fear the crowd

ટોળું આપણા વિશે શું વિચારશે અથવા ટોળું આપણને શું કરશે, તેવી બીક આપણે અનુભવીએ છીએ.

they all regard John as a prophet

કારણ કે તેઓ યોહાનને પ્રબોધક માનતા હતા.

Matthew 21:28

Connecting Statement:

ધાર્મિક આગેવાનોને ઠપકો આપવા અને તેમના અવિશ્વાસને સચિત્ર સમજાવવા માટે ઈસુ બે પુત્રો વિશેનું દ્રષ્ટાંત કહે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)

But what do you think?

ધાર્મિક આગેવાનોને પડકાર આપવા માટે ઈસુ પ્રશ્નનો ઉપયોગ કરે છે કે જેથી તેઓ દ્રષ્ટાંત વિશે ઊંડાણથી વિચાર કરે. વૈકલ્પિક ભાષાંતર: તમે મને કહો કે હું તમને જે કહેવાનો છું તે વિશે તમે શું વિચારો છો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Matthew 21:29

he changed his mind

આનો અર્થ એ છે કે પુત્ર તેના વિચારો પર ફરીથી ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેણે જે કહ્યું છે તેનાથી અલગ વર્તન કરવાનું નક્કી કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Matthew 21:31

They said

મુખ્ય યાજકો અને વડીલોએ કહ્યું

Jesus said to them

ઈસુએ મુખ્ય યાજકોને અને વડીલોને કહ્યું

Truly I say to you

હું તમને સત્ય કહું છું. હવે પછી ઈસુ જે કહેવાના છે તે પર આ શબ્દસમૂહ ભાર મૂકે છે.

the tax collectors and the prostitutes will enter into the kingdom of God before you

અહીંયા ઈશ્વરનું રાજ્ય ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: જ્યારે ઈશ્વર પૃથ્વી પર તેમના રાજ્યને સ્થાપિત કરશે, ત્યારે તમારી અગાઉ દાણીઓ અને કસબણોને મૂકીને તેઓને પ્રથમ આશીર્વાદ આપવા માટે ઈશ્વર સમંત હશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

will enter ... before you

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) યહૂદી ધાર્મિક આગેવાનો કરતા ઈશ્વર પહેલાં દાણીઓને અને કસબણોનો રાજ્યમાં સ્વીકાર કરશે અથવા 2) યહૂદી ધાર્મિક આગેવાનોને બદલે ઈશ્વર દાણીઓને અને કસબણોનો સ્વીકાર કરશે.

Matthew 21:32

John came to you

અહીં તમે શબ્દ બહુવચન છે અને ફક્ત ધાર્મિક આગેવાનોને જ નહીં પરંતુ સર્વ ઇઝરાએલના લોકોનો પણ ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: યોહાન ઇઝરાએલના લોકો પાસે આવ્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

in the way of righteousness

આ એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે યોહાને લોકોને જીવનનો સાચો માર્ગ બતાવ્યો. વૈકલ્પિક ભાષાંતર: અને ઈશ્વર ઈચ્છે છે તેમ જીવન જીવવા યોહાને તમને જણાવ્યું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

you did not believe him

અહિયા “તમે” બહુવચન છે જે ધાર્મિક આગેવાનોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

Matthew 21:33

Connecting Statement:

ધાર્મિક આગેવાનોને ઠપકો આપવા અને તેમના અવિશ્વાસને સચિત્ર સમજાવવા માટે ઈસુ એક બળવાખોર સેવકનું દ્રષ્ટાંત કહે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)

a landowner

એક માણસ જે એક જમીનનો માલિક હતો

a hedge

દીવાલ અથવા “વાડ બાંધી”

dug a winepress in it

દ્રાક્ષાવાડીમાં ખોદાણ કરાવ્યું અને તેમાં દ્રાક્ષા રોપી

rented it out to vine growers

માલિક હજુ પણ દ્રાક્ષાવાડીનું માલિકીપણું ધરાવતો હતો, પણ તેણે દ્રાક્ષ ઉગવનારાઓને તે વાડી સંભાળ માટે આપી. જ્યારે વાડીની દ્રાક્ષ પાકીને તૈયાર થઇ જાય ત્યારે આ દ્રાક્ષ ઉગવનારાઓએ અમુક દ્રાક્ષ માલિકને આપી બીજી દ્રાક્ષ પોતાના માટે રાખવાની હતી.

vine growers

આ એ લોકો છે કે જેઓ દ્રાક્ષાવાડીની સંભાળ લે છે અને તેની કાળજી રાખે છે.

Matthew 21:35

Connecting Statement:

ઈસુ દ્રષ્ટાંત કહેવાનું જારી રાખે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)

his servants

ઘરધણીના ચાકરો

Matthew 21:38

Connecting Statement:

ઈસુ દ્રષ્ટાંત કહેવાનું જારી રાખે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)

Matthew 21:40

Now

અત્યારે"" શબ્દનો અર્થ આ ક્ષણે નથી, પરંતુ અગત્યની માહિતી પર ધ્યાન કેન્દ્રિત કરવા તેનો ઉપયોગ થયો છે.

Matthew 21:41

They said to him

માથ્થી સ્પષ્ટ નથી કરતો કે ઈસુને જવાબ કોણે આપ્યો. જો તમારે જવાબ આપનારને દર્શાવવા હોય તો તમે લોકોએ ઈસુને કહ્યું એ રીતે અનુવાદ કરી શકો છો.

Matthew 21:42

General Information:

ઈસુ યશાયા પ્રબોધકની વાતમાંથી બતાવે છે કે જેને ધાર્મિક આગેવાનોએ નકારી કાઢ્યો છે તેને ઈશ્વર સન્માન આપશે.

Connecting Statement:

અહીં ઈસુ બળવાખોર ચાકરનું દ્રષ્ટાંત સમજાવવાનું શરુ કરે છે.

Jesus said to them

હવે પછીનો પ્રશ્ન ઈસુ કોને પૂછે છે તે અસ્પષ્ટ છે. ઈસુ જેઓને પ્રશ્ન પૂછે છે તેઓને દર્શાવવાની જરૂર જો હોય તો તમે જેમ [માથ્થી 21:41] (../21/41.md)માં દર્શાવ્યું તે પ્રમાણે દર્શાવો.

Did you never read ... our eyes'?

આ શાસ્ત્રનો અર્થ વિશે તેમના સાંભળનારાઓ ગહન રીતે વિચારે તે માટે ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: તમે જે વાંચ્યું છે તે વિશે વિચાર કરો ... આંખો.’ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

The stone which the builders rejected has been made the cornerstone

ઈસુ ગીતશાસ્ત્રમાંથી અવતરણ ટાંકે છે. આ એક રૂપક છે જેનો અર્થ છે ધાર્મિક આગેવાનો, બાંધનારાઓની જેમ, ઈસુનો નકાર કરશે, પણ ઈશ્વર તેમને તેમના રાજ્યમાં સૌથી મહત્વના બનાવશે, ઈમારતમાં ખુણાના મુખ્ય પથ્થરના જેવા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

has become the cornerstone

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ખૂણાનો મુખ્ય પથ્થર બની ગયો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

This was from the Lord

ઈશ્વરે આ મહાન બદલાવ આણ્યો છે.

it is marvelous in our eyes

અહીંયા આપણી આંખોમાં જોવું દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: જોવું તે અદભુત છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Matthew 21:43

I say to you

ઈસુ હવે પછી જે કહેવાના છે તેના પર આ ભાર મૂકે છે.

to you

અહીંયા તમે બહુવચન છે. ઈસુ ધાર્મિક આગેવાનોની સાથે વાત કરી રહ્યા છે જેઓએ તેમનો નકાર કર્યો હતો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

the kingdom of God will be taken away from you and will be given to a nation

અહીં ઈશ્વરનું રાજ્ય ઈશ્વર રાજા તરીકે રાજ કરશે તેમ સૂચવે છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તમારી પાસેથી રાજ્ય લઈ લેશે અને તે અન્ય પ્રજાને આપશે” અથવા ઈશ્વર તમારો નકાર કરશે અને તે અન્ય દેશોના લોકો પર રાજા તરીકે રાજ કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

that produces its fruits

અહીંયા ફળ એ પરિણામો અથવા પરિણામ માટે રૂપક છે. ""વૈકલ્પિક ભાષાંતર:જે સારા પરિણામો આપે છે(જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Matthew 21:44

Whoever falls on this stone will be broken to pieces

અહીંયા, આ પથ્થર એ જ પથ્થર છે જેનો ઉલ્લેખ[માથ્થી 21:42] (../21/42.md)માં છે. આ રૂપક છે જેનો અર્થ છે કે જે લોકો ખ્રિસ્તની વિરૂદ્ધ પડશે તેઓનો નાશ ઈશ્વર કરશે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે કોઈ આ પથ્થર પર પડશે તેના ટુકડેટુકડા થઈ જશે” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

But anyone on whom it falls, it will crush him.

આનો અર્થ પાછલા વાક્યની જેમ જ સમાન છે. તે રૂપક છે જેનો અર્થ છે કે ખ્રિસ્ત અંતિમ ન્યાય કરશે અને જેઓ તેમની વિરુદ્ધ બળવો કરશે તે દરેકનો તેઓ નાશ કરશે.(જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parallelism અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Matthew 21:45

Connecting Statement:

ઈસુએ જે દ્રષ્ટાંત કહ્યું તે પ્રત્યે ધાર્મિક આગેવાનોએ પ્રત્યુત્તર આપ્યો.

his parables

ઈસુના દ્રષ્ટાંતો