Matthew 22

માથ્થી 22 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક અનુવાદ વાંચનને સરળ બનાવવા માટે કવિતાની દરેક પંક્તિને બાકીના લખાણથી જમણી તરફ ગોઠવે છે. યુએલટી આ પ્રમાણે કલમ 44 માંની કવિતા સબંધી કરે છે, જેના શબ્દો જૂના કરારમાંથી લેવામાં આવ્યા છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

લગ્ન જમણ

લગ્ન જમણના દ્રષ્ટાંતમાં (માથ્થી 22:1-14), ઈસુએ શીખવ્યું કે જ્યારે ઈશ્વર વ્યક્તિને બચવાની તક આપે છે, ત્યારે તે વ્યક્તિએ તે તકનો સ્વીકાર કરવો જોઈએ. ઈસુએ ઈશ્વર સાથે જીવનની વાત કરી હતી, જેમાં એક રાજા તેના પુત્ર માટે મિજબાનીનું આયોજન કરે છે, જેનું હમણાં જ લગ્ન થયું છે. વધુમાં, ઈસુ એ વાત પર ભાર મૂકે છે કે ઈશ્વરે જેઓને મિજબાનીમાં આમંત્રણ આપ્યું છે તેઓમાંના દરેક યોગ્ય રીતે તૈયાર થઇ મિજબાનીમાં આવશે તેવું બનશે નહીં. અને મિજબાનીમાં અયોગ્ય રીતે તૈયાર થઇને આવેલાઓને ઈશ્વર બહાર ફેંકી દેશે.

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

સ્પષ્ટ માહિતી

ઉપદેશક સામાન્ય રીતે એવી બાબતો કહેતા નથી કે જે તેઓ માને છે કે તેમના સાંભળનારાઓ પહેલેથી જ સમજતા હોય. જ્યારે દ્રષ્ટાંતમાં રાજાએ કહ્યું, મારા બળદો અને પુષ્ટ વાછરડાઓને કાપવામાં આવ્યાં છે (માથ્થી 22:4), તે ધારી લે છે કે ત્યારે સાંભળનારાઓએ સમજી લીધું કે જેમણે પ્રાણીઓને કાપ્યા છે તેઓએ તેમને રાંધ્યા પણ છે.

વિરોધાભાસ

વિરોધાભાસ એ સાચું નિવેદન છે જે કંઈક અશક્યનું વર્ણન કરવા ઉપયોગમાં આવે છે. યહૂદીઓ માટે, તેમના પૂર્વજો, વંશજોના માલિકો હતા, પરંતુ એક ગીતમાં દાઉદ તેના વંશજોમાંથી એકને પ્રભુ તરીકે સંબોધે છે. ઈસુ યહૂદી આગેવાનોને કહે છે કે આ વિરોધાભાસ છે, એમ કહીને, ""જો દાઉદ ખ્રિસ્તને 'પ્રભુ' કહે છે તો ખ્રિસ્ત દાઉદનો દીકરો કેવી રીતે છે? ([માથ્થી 22:45] (../../mat/22/45.md)).

Matthew 22:1

Connecting Statement:

ધાર્મિક આગેવાનોને ઠપકો આપવા અને તેમના અવિશ્વાસને સચિત્ર સમજાવવા માટે ઈસુ લગ્ન જમણનું દ્રષ્ટાંત કહે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)

to them

લોકોને

Matthew 22:2

The kingdom of heaven is like

અહિયાં દ્રષ્ટાંતની શરૂઆત થાય છે. જુઓ કે તમે આનો અનુવાદમાથ્થી 13:24માં કેવી રીતે કર્યો છે.

Matthew 22:3

those who had been invited

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: રાજાએ જે લોકોને આમંત્રણ આપ્યું હતું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 22:4

Connecting Statement:

ઈસુ દ્રષ્ટાંત કહેવાનું જારી રાખે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)

servants, saying, 'Tell them who are invited

આ પ્રત્યક્ષ અવતરણ પરોક્ષ અવતરણ તરીકે અનુવાદ કરી શકાય છે. આને સક્રિય રૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “જેઓને તેમણે આમંત્રણ આપ્યું છે તેઓને બોલાવવા માટે ચાકરો તમને આદેશ આપવામાં આવે છે” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

See

જુઓ અથવા “સાંભળો” અથવા “હું જે કહેવાને જઈ રહ્યો છું તે પર ધ્યાન આપો.”

My oxen and fattened calves have been killed

તે સૂચિત છે કે જાનવરોને કાપીને રાંધવામાં આવ્યા છે અને જમણ તૈયાર છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""મારા ચાકરોએ બળદો અને પુષ્ટ વાછરડાઓ કાપ્યા છે” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

My oxen and fattened calves

જમણ માટે મારા ઉત્તમ બળદો અને પુષ્ટ વાછરડાઓ

Matthew 22:5

Connecting Statement:

ઈસુ દ્રષ્ટાંત કહેવાનું જારી રાખે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)

But they paid no attention

પણ રાજાએ જેઓને નોતર્યા હતા તેઓએ આમંત્રણને નકારી કાઢ્યું.

Matthew 22:7

killed those murderers

તે સૂચિત છે કે રાજાના સૈનિકોએ તે ખુનીઓનો નાશ કર્યો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Matthew 22:8

Connecting Statement:

ઈસુ દ્રષ્ટાંત કહેવાનું જારી રાખે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)

those who were invited

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: જેઓને મેં આમંત્રિત કર્યા છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 22:9

the highway crossings

જ્યાં શહેરના મુખ્ય રસ્તાઓ એકબીજા વચ્ચેથી પસાર થાય છે. જ્યાં વધારે લોકો મળી શકે તેવી સંભાવના છે તેવા સ્થળે રાજા તેના સેવકોને મોકલી રહ્યા છે.

Matthew 22:10

both bad and good

ભલા લોકો અને ભૂંડા લોકો એમ બંને

So the wedding hall was filled with guests

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: તેથી મહેમાનોથી લગ્ન રૂમ ભરાઈ ગયો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

the wedding hall

મોટી રૂમ

Matthew 22:11

Connecting Statement:

ઈસુ દ્રષ્ટાંત કહેવાનું જારી રાખે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)

Matthew 22:12

how did you come in here without wedding clothes?

રાજા પ્રશ્ન મારફતે એક મહેમાનને ઠપકો આપે છે. વૈકલ્પિક ભાષાંતર: “તમે લગ્નનો પોષક પહેર્યા વિના આવ્યા છો. અને તમે અહીં હોવા જોઈએ નહીં."" (જુઓ:/WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

the man was speechless

તે વ્યક્તિ કાંઈ બોલી શક્યો નહીં

Matthew 22:13

Connecting Statement:

ઈસુ લગ્ન જમણનું દ્રષ્ટાંતનું સમાપન કરે છે.

Bind this man hand and foot

તેના હાથ પગ બાંધીને તેને બહાર ફેંકી દો.

the outer darkness

અહીં બાહ્ય અંધકાર એ રૂપક છે કે ઈશ્વર જેને નકારે છે તેઓએ તે સ્થાને મોકલવામાં આવશે. આ તે સ્થાન છે કે જે ઈશ્વરથી સંપૂર્ણપણે સદાકાળ માટે અલગ થઈ ગયેલું છે. જુઓ કે તમે આનો અનુવાદ[માથ્થી 8:12] (../ 08/12.md)માં કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વરથી સદાકાળ દુર એક અંધકારનું સ્થળ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

weeping and the grinding of teeth

દાંત પીસવું એ પ્રતીકાત્મક ક્રિયા છે, જે અત્યંત ઉદાસીનતા અને પીડાને રજૂ કરે છે. જુઓ કે તમે આનો અનુવાદ[માથ્થી 8:12] (../ 08/12.md)માં કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ત્યાં તેમના અસહ્ય દુઃખને રડવા દ્વારા વ્યક્ત કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-symaction)

Matthew 22:14

For many people are called, but few are chosen

આ વાકય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: કેમ કે ઈશ્વર આમંત્રણ ઘણાં લોકોને આપે છે, પરંતુ પસંદ ફક્ત થોડાઓને જ કરે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

For

આ એક સંક્રમણ ચિહ્ન છે. ઈસુએ દ્રષ્ટાંત સમાપન કર્યું છે અને હવે દ્રષ્ટાંતનો અર્થ સમજાવે છે.

Matthew 22:15

Connecting Statement:

આથી કેટલાક અઘરા પ્રશ્નોથી ઈસુને ફસાવવા માટે ધાર્મિક આગેવાનો ષડયંત્ર રચે છે. અહીં ફરોશીઓ તેને કાઈસારને કર ચૂકવવા વિશે પૂછે છે.

how they might entrap him in his own words

કેવી રીતે તેઓ ઈસુને કંઈક ખોટું બોલવાને મજબૂર કરે જેથી તેઓ ઈસુની ધરપકડ કરી શકે

Matthew 22:16

their disciples ... the Herodians

ફક્ત યહૂદી અધિકારીઓને જ કર ચૂકવવાની તરફેણ ફરોશીઓના શિષ્યો કરતા હતા. રોમન અધિકારીઓને કર ચૂકવવાની તરફેણ હેરોદીઓ કરતા હતા. તેથી અહીં સૂચિત છે કે ફરોશીઓએ ધાર્યું કે ઈસુ કોઈપણ જવાબ આપે, તે જવાબ ઉપરોક્ત બંનેમાંથી એક જૂથની વિરુદ્ધ હશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Herodians

આ યહૂદી રાજા હેરોદના અધિકારીઓ અને અનુયાયીઓ હતા. અને હેરોદ રોમન અધિકારીઓનો મિત્ર હતો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

for you do not look at the appearance of people

તમે કોઈ પ્રત્યે ભેદભાવયુક્ત વિશેષ સન્માન દર્શાવતા નથી અથવા “તમે કોઈ એકને બીજા અન્યો કરતાં વધારે માનપાત્ર માનતા નથી

Matthew 22:17

to pay taxes to Caesar

લોકો પ્રત્યક્ષપણે કાઈસારને નહીં પરંતુ કાઈસાર દ્વારા નિયુક્ત એક કર ઉઘરાવનારને કર ચૂકવતા હતા. વૈકલ્પિક ભાષાંતર: ""કાઈસારનું છે તે કાઈસારને આપો.” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Matthew 22:18

Why are you testing me, you hypocrites?

જે લોકો તેમને ફસાવવા માંગતા હતા તેઓને ઈસુ પ્રશ્નથી ઠપકો આપે છે. વૈકલ્પિક ભાષાંતર: ઢોંગીઓ તમે મારું પરીક્ષણ કેમ કરો છો! અથવા હું જાણું છું કે તમે ઢોંગીઓ મારું પરીક્ષણ કરવા ચાહો છો! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Matthew 22:19

a denarius

આ રોમન નાણાંનો એક સિક્કો હતો જે એક દિવસની મજુરી બરાબર હતો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-bmoney)

Matthew 22:20

to them

અહીં “તેઓને” એ હેરોદીઓને અને ફરોશીઓના શિષ્યોનો ઉલ્લેખ કરે છે.

Whose image and name are these?

ઈસુ જે કહી રહ્યા છે તે વિશે તેમના સાંભળનારાઓ ગહન રીતે વિચારે તે માટે ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: મને કહો કે સિક્કા પર ચિત્ર તથા લખાણ કોના છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Matthew 22:21

Caesar's

તમે તેમની પ્રતિક્રિયામાં સમજાયેલી માહિતીને સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: સિક્કામાં કાઈસારનું ચિત્ર અને નામ છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

the things that are Caesar's

જે કાઈસારનું છે તે કાઈસારને

the things that are God's

જે ઈશ્વરનું છે તે ઈશ્વરને

Matthew 22:23

Connecting Statement:

લગ્ન અને પુનરુત્થાન વિશે અઘરો પ્રશ્ન કરીને સદૂકીઓ ઈસુને ફસાવવાનો પ્રયત્ન કરે છે.

Matthew 22:24

Teacher, Moses said, 'If someone dies

ધાર્મિક આગેવાનો ઈસુને શાસ્ત્રમાં મૂસાએ શું લખ્યું છે તે વિશે પ્રશ્ન કરે છે. જો તમારી ભાષા અવતરણચિહ્નની અંતર્ગત અવતરણની મંજૂરી આપતી નથી, તો તમે પરોક્ષ અવતરણ તરીકે દર્શાવી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ઉપદેશક, મૂસાએ કહ્યું કે જો કોઈ માણસ મરી જાય (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-quotesinquotes અને /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations)

his brother ... his wife ... to is brother

અહીં તેને” એ મૃત્યુ પામેલ વ્યક્તિનો ઉલ્લેખ છે.

Matthew 22:25

Connecting Statement:

સદૂકીઓ ઈસુને પ્રશ્ન કરે છે.

The first

સૌથી મોટો ભાઈ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-ordinal)

Matthew 22:26

the second ... the third ... the seventh

પછી તેનાથી નાનો ... તેનાથી નાનો ... સૌથી નાનો અથવા તેનો સૌથી નાનો ભાઈ ... તે ભાઈનો સૌથી નાનો ભાઈ ... સૌથી નાનો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-ordinal)

Matthew 22:27

After them all

દરેક ભાઈ મૃત્યુ પામ્યા પછી

Matthew 22:28

Now

અહીં સદૂકીઓ સાત ભાઈઓ વિશેની વાર્તામાંથી તેમના ભારદર્શક પ્રશ્ન તરફ આવે છે.

in the resurrection

જ્યારે મૃત્યુ પામેલ લોકો ફરી જીવંત થાય છે

Matthew 22:29

You are mistaken

એ સૂચિત છે કે ઈસુ કહેવા માંગે છે કે સદૂકી લોકો પુનરુત્થાન વિશે જે વિચારે છે તે ભૂલભરેલું છે. વૈકલ્પિક ભાષાંતર: તમે પુનરુત્થાન વિશે ભૂલ કરો છો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

the power of God

ઈશ્વર શું કરવા સમર્થ છે

Matthew 22:30

in the resurrection

જ્યારે મુએલાઓને ફરી જીવન મળે છે

they neither marry

પુનરુત્થાનમાં પરણતા નથી કે પરણાવતા નથી

nor are given in marriage

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: "" ત્યાં લોકો પરણતા નથી કે પરણાવતા નથી"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 22:31

Connecting Statement:

ઈસુ પ્રશ્ન પૂછવાનું શરૂ કરે છે કે જે લોકો મૃત્યુ પામ્યા છે તેઓ ફરી જીવીત થશે.

have you not read ... God, saying,

ઈસુએ સદૂકીઓને એક પ્રશ્ન પૂછીને ઠપકો આપ્યો. ઈસુ તે પ્રશ્નનો જવાબ શોધી રહ્યા નથી. વૈકલ્પિક ભાષાંતર: ""મને ખબર છે કે તમે વાંચ્યું છે...ઈશ્વર. તમે જાણો છો કે ઈશ્વરે શું કહ્યું છે,” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

what was spoken to you by God

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વર તમને શું કહ્યું હતું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 22:32

Connecting Statement:

31મી કલમમાં ઈસુએ જે પ્રશ્નની શરૂઆત કરી હતી તેનું અહીં ઈસુ સમાપન કરે છે.

'I am the God ... Jacob'?

“શું તમે વાંચ્યું નથી” આ પ્રશ્નનો અંત છે જે 31 થી કલમમાં તે શબ્દોથી શરૂ થયો હતો. ઈસુ આ પ્રશ્ન પૂછીને ધાર્મિક આગેવાનોને એ યાદ કરાવવા માગે છે કે શાસ્ત્રોમાં શું લખ્યું છે. હું જાણું છું કે તમે વાંચ્યું છે, પરંતુ તમે સમજી શકતા નથી કે ...હું યાકૂબનો ઈશ્વર છું. તમે આ પ્રત્યક્ષ અવતરણને પરોક્ષ અવતરણ તરીકે અનુવાદ કરી શકો છો. ઈશ્વર, જેમણે મૂસાને કહ્યું કે તે ઇબ્રાહિમનો ઈશ્વર, ઈસ્હાકનો ઈશ્વર અને યાકૂબનો ઈશ્વર છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations અને /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

of the dead, but of the living

આ નામાંકિત વિશેષણોને વિશેષણો તરીકે વર્ણવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: મુએલાંઓના ઈશ્વર નથી પણ જીવંત લોકોના ઈશ્વર છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-nominaladj)

Matthew 22:34

Connecting Statement:

એક ફરોશી જે નિયમનો નિષ્ણાત હતો તેણે ઈસુને સૌથી મોટી આજ્ઞા કઈ છે તે વિશે મુશ્કેલ પ્રશ્ન પૂછી તેમને ફસાવાનો પ્રયન્ત કરે છે.

Matthew 22:35

a lawyer

નિયમના નિષ્ણાત. આ એક ફરોશી છે, જે મૂસાના નિયમ વિશે કુશળતાથી સમજણ ધરાવે છે.

Matthew 22:37

General Information:

ઈસુ પુર્નનિયમમાંથી એક કલમનો ઉલ્લેખ સૌથી મોટી આજ્ઞા તરીકે કરે છે.

with all your heart, with all your soul, and with all your mind

સંપૂર્ણપણે"" અથવા ખંતપૂર્વક અર્થ દર્શાવવા માટે આ ત્રણેય શબ્દસમૂહોને ઉપયોગ એકસાથે કરવામાં આવ્યો છે. અહીં હૃદય અને આત્મા વ્યક્તિના આંતરિકત્વના ઉપનામ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-doublet)

Matthew 22:38

the great and first commandment

અહીં મહાન અને પ્રથમ સમાન જ છે. તે શબ્દો વર્ણવે છે કે આ સૌથી મહત્વપૂર્ણ આજ્ઞા છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-doublet)

Matthew 22:39

General Information:

ઈસુ લેવીઓના પુસ્તકમાંથી બીજી મોટી આજ્ઞા જણાવે છે.

your neighbor

અહીંયા પાડોશી એટલે કે નજીકના લોકો કરતા વધુ વિશેષ. ઈસુ કહે છે કે વ્યક્તિએ સર્વ લોકોને પ્રેમ કરવો.

Matthew 22:40

On these two commandments depend the whole law and the prophets

અહીંયા શબ્દસમૂહ સંપૂર્ણ નિયમ અને પ્રબોધકો સઘળા શાસ્ત્રવચનોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: શાસ્ત્રમાં જે બધું લખવામાં આવ્યું છે અને મૂસા તથા પ્રબોધકોએ જે લખ્યું છે તે સર્વનો પાયો આ બે આજ્ઞાઓ છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Matthew 22:41

Connecting Statement:

ઈસુને ફસાવવાના પ્રયત્નોથી ફરોશીઓને અટકાવવા માટે ઈસુ ફરોશીઓને એક જટિલ પ્રશ્ન પૂછે છે.

Now

અહીં આ શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. ઈસુ જ્યારે ધાર્મિક આગેવાનોને પ્રશ્ન પૂછે છે ત્યારે અહીં માથ્થી સુવાર્તાના નવા ભાગને શરૂ કરે છે.

Matthew 22:42

son ... the son of David

અહીં બંનેમાં “પુત્ર”નો અર્થ “વંશજ”

Matthew 22:43

General Information:

ઈસુએ ગીતશાસ્ત્રમાંથી ટાંક્યું છે કે ખ્રિસ્ત દાઉદના દીકરા હોવા સાથે દાઉદના દિકરાથી પણ અતિ વિશેષ છે.

How then does David in the Spirit call him Lord

જે ગીતશાસ્ત્રનો ઉલ્લેખ ઈસુ હવે કરવાના છે તે વિશે ધાર્મિક આગેવાનો ગહન રીતે વિચારે તે માટે ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: તો મને કહો કે આત્મા વડે દાઉદ તેમને પ્રભુ કેમ કહે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

David in the Spirit

દાઉદ, જેને પવિત્ર આત્મા પ્રેરણા આપે છે. આનો અર્થ એ છે કે પવિત્ર આત્મા જે પ્રેરણા આપે છે તે દાઉદ બોલે છે.

call him

અહીં “તેને/તેમને” તે ઈસુનો ઉલ્લેખ કરે છે કે તેઓ(ઈસુ) પણ દાઉદના વંશજ છે.

Matthew 22:44

The Lord said

અહીં “પ્રભુ” એ ઈશ્વર પિતાનો ઉલ્લેખ છે.

to my Lord

અહીં ઈશ્વર ખ્રિસ્તને નિર્દેશ કરે છે. પણ, મારું દાઉદનો ઉલ્લેખ કરે છે. આનો અર્થ છે કે ખ્રિસ્ત દાઉદથી શ્રેષ્ઠ છે.

Sit at my right hand

ઈશ્વરના જમણા હાથ"" પર બેસવું તે ઈશ્વર તરફથી મહાન સન્માન અને અધિકાર પ્રાપ્ત કરવાની પ્રતીકાત્મક ક્રિયા છે. વૈકલ્પિક ભાષાંતર: સન્માનના સ્થાને મારી પાસે બેસો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-symaction)

until I put your enemies under your footstool

આ એક રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક ભાષાંતર: તારા શત્રુઓ પર હું વિજય ન પામું ત્યાં સુધી અથવા "" તારા શત્રુઓને તારી સમક્ષ હું નમાવી દઉં નહીં ત્યાં સુધી"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Matthew 22:45

General Information:

[માથ્થી 19: 1] (../19/01.md)માં શરૂ થયેલ વૃતાંતનો આ અંત છે, જે ઈસુની યહૂદીયામાંની સેવાઓ વિશે જણાવે છે.

Connecting Statement:

ઘણા મુશ્કેલ પ્રશ્નો સાથે ઈસુને ફસાવવાનો પ્રયાસ કરતા ધાર્મિક આગેવાનો વિશેના વૃતાંતનું આ સમાપન છે.

If David then calls the Christ 'Lord,' how is he David's son?

ઈસુએ જે કહી રહ્યા છે તેના વિશે ધાર્મિક આગેવાનો ગહન રીતે વિચારે તે માટે ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: દાઉદ તેમને 'પ્રભુ' કહે છે, તેથી ખ્રિસ્ત ફક્ત દાઉદના વંશજ કરતા પણ વિશેષ હોવા જોઈએ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

If David then calls the Christ

દાઉદ ઈસુને પ્રભુ તરીકે ઓળખાવે છે, કેમ કે ઈસુ માત્ર દાઉદના વંશજ જ ન હતા, પરંતુ દાઉદ કરતાં પણ તેઓ(ઈસુ) સર્વોચ્ચ હતા.

Matthew 22:46

to answer him a word

અહીંયા શબ્દ એ લોકો શું કહે છે તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: તેમને કોઈ જવાબ આપવા અથવા તેમને જવાબ આપવા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

to question him any longer

તે સૂચિત છે કે ત્યારબાદ કોઈએ પણ ઈસુને એવા કોઈ પ્રશ્નો પૂછવાની હિંમત કરી નહીં, જેનો હેતુ એમ હોય કે ઈસુ તે પ્રશ્નોનો જવાબ ખોટો આપે અને ધાર્મિક આગેવાનો તેમની ધરપકડ કરી શકે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)