Luke 19

લૂક 19 સામાન્યનોંધો

માળખું અને બંધારણ

જાખ્ખી નામના વ્યક્તિને ઈસુએ પાપનો પસ્તાવો કરવા મદદ કર્યા બાદ (લૂક 19:1-10), તેમણે તેમના અનુયાયીઓને શીખવ્યું કે જ્યારે તેઓ રાજા તરીકે રાજ કરશે ત્યારે તેઓએ તેમને જે બાબતો સંભાળવા માટે આપી હતી એ દ્વારા શું કર્યું તે તેમને કહેવું પડશે (લૂક 19:11-27). તેમણે દ્રષ્ટાંત કહીને આમ કર્યું. ત્યારબાદ, તેઓ વછેરા પર યરૂશાલેમમાં પ્રવેશ્યા (લૂક 19:28-48). (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#kingdomofgod અને /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

પાપી

ફરોશીઓ લોકોના જૂથને પાપીઓ તરીકે સંબોધે છે. યહૂદી આગેવાનો માનતા હતા કે આ લોકો પાપી છે, પરંતુ વાસ્તવિકતામાં આગેવાનો પણ પાપી હતા. તેને એક વક્રોક્તિ તરીકે લઈ શકાય છે. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#sin અને /WA-Catalog/gu_tm?section=translate#figs-irony)

ચાકરો

ઈશ્વર અપેક્ષા રાખે છે કે તેમના લોકો યાદ રાખે કે જગતમાં જે કાંઈ છે તે સર્વ તેમનું છે. ઈશ્વર તેમના લોકોને એ બાબતો આપે છે કે જેથી તેઓ તેમની સેવા કરી શકે. તેઓ ઇચ્છે છે કે તેમણે તેઓને જે સઘળું આપ્યું છે તે વડે તેઓ જે ઇચ્છે છે તે કરીને તેઓ તેમને પ્રસન્ન કરે. એક દિવસ ઈસુ તેમના ચાકરોને પૂછશે તેમણે તેઓને જે ઉપયોગ કરવા આપ્યું હતું તે સઘળાં દ્વારા તેઓએ શું કર્યું. જેઓએ તેમની ઇચ્છા પ્રમાણે કર્યું હશે તે તેઓને બદલો આપશે, અને જેઓએ એ પ્રમાણે કર્યું નહિ હોય તે તેઓને શિક્ષા કરશે.

ગધેડું અને વછેરું

ઈસુએ પ્રાણી પર સવારી કરીને યરૂશાલેમમાં પ્રવેશ કર્યો. તે રીતે તેઓ એક રાજા તરીકે હતા જેઓ મહત્વની લડત જીતીને શહેરમાં આવ્યા. જૂના કરારમાંના ઇઝરાએલના રાજાઓએ પણ ગધેડા પર સવારી કરતાં હતા. બીજા રાજાઓએ ઘોડા પર સવારી કરતાં હતા. તેથી ઈસુ દર્શાવી રહ્યા હતા કે તેઓ ઇઝરાએલના રાજા હતા અને તેઓ બીજા રાજાઓ જેવાં ન હતા.

માથ્થી, માર્ક, લૂક, અને યોહાન સર્વએ આ ઘટના વિશે લખ્યું છે. માથ્થી અને માર્કે લખ્યું કે શિષ્યો ઈસુની પાસે ગધેડું લાવ્યા. યોહાને લખ્યું કે ઈસુને ગધેડું મળ્યું. લૂકે લખ્યું કે તેઓ તેમની પાસે વછેરું લાવ્યા. કેવળ માથ્થી એ જ લખ્યું કે ત્યાં ગધેડું અને વછેરું બંને હતા. કોઈ ચોક્કસપણે જાણતું નથી કે ઈસુએ ગધેડા પર સવારી કરી કે વછેરા પર. સર્વ એકસમાન જ જણાવે છે તેનો પ્રયાસ કર્યા વિના જેમ યુએલટીમાં છે તે પ્રમાણે આ સર્વ બાબતોનું અનુવાદ કરવું શ્રેષ્ઠ છે. (જુઓ: માથ્થી 21:1-7 અને માર્ક 11:1-7 અને લૂક 19:29-36 અને યોહાન 12:14-15)

વસ્ત્રો અને ડાળીઓ ફેલાવવા

જ્યારે રાજાઓ જ્યાં રાજ કરતાં હોય તે શહેરોમાં પ્રવેશતા, લોકો વૃક્ષો પરથી ડાળીઓ કાપતા અને હૂંફાળા રહેવા માટે પોતે પહેરેલા વસ્ત્રો ઉતારતા અને તે સઘળું રસ્તા પર પાથરતા કે જેથી રાજા તેની ઉપરથી સવારી કરે. તેઓ આ રીતે રાજાને માન આપવા કરતાં અને એ દર્શાવવા કરતાં કે તેઓ તેને પ્રેમ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#honor અને /WA-Catalog/gu_tm?section=translate#translate-symaction)

ભક્તિસ્થાનમાંના વેપારીઓ

ભક્તિસ્થાનમાં જેઓ પ્રાણીઓનું વેચાણ કરતાં હતા તે લોકોને જગ્યા છોડવા માટે ઈસુએ દબાણ કર્યું. તેમણે આ તે દર્શાવવા માટે કર્યું કે તેમને ભક્તિસ્થાન પર આધિકાર હતો અને એ દર્શાવવા કે કેવળ જેઓ ન્યાયી છે, જેઓ ઈશ્વર જે કહે છે તે કરે છે, તેઓ સારા છે અને તેમાં પ્રવેશી શકશે. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#righteous)

Luke 19:1

General Information:

કલમ 1-2 હવે પછીની ઘટનાઓ માટે પૃષ્ઠભૂમિની માહિતી આપવાની શરૂઆત કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

Luke 19:2

Now, there was a man

જુઓ"" શબ્દ વાર્તામાંના નવા વ્યક્તિ માટે આપણને ચેતવે છે. તમારી ભાષામાં આમ કરવાની રીત હોઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ત્યાં એક વ્યક્તિ હતો જે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-participants)

he was a chief tax collector, and he was rich

આ જાખ્ખી વિશે પૃષ્ઠભૂમિની માહિતી છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

Luke 19:3

General Information:

કલમ 3 એ હવે પછીની ઘટનાઓ માટે લૂક 19:1-2 માં શરૂ થયેલ પૃષ્ઠભૂમિની માહિતીને પૂર્ણ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

He was trying

જાખ્ખી પ્રયાસ કરી રહ્યો હતો

because he was small in height

કારણ કે તે ઠીંગણો હતા

Luke 19:4

So he ran

લેખકે ઘટનાની પૃષ્ઠભૂમિ આપવાનું પૂર્ણ કર્યું અને હવે તે ઘટનાનું વર્ણન કરવાની શરૂઆત કરે છે.

a sycamore tree

એક ગુલ્લર વૃક્ષ. તે આજુબાજુમાં 2.5 સેન્ટિમીટર જેટલા નાના ગોળાકાર ફળ આપે છે. વૈકલ્પિક અનુવાદ: અંજીરનું વૃક્ષ અથવા ""વૃક્ષ

Luke 19:5

the place

તે વૃક્ષ અથવા ""જ્યાં જાખ્ખી હતો

Luke 19:6

So he hurried

તેથી જાખ્ખીએ ઉતાવળ કરી

Luke 19:7

they all complained

યહૂદીઓ દાણીઓને ધિક્કારતા હતા અને કોઈ સારા વ્યક્તિએ તેમની સાથે જોડાવું જોઈએ નહિ એમ તેઓ વિચારતા હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

He has gone in to visit with a sinful man

ઈસુ પાપીના ઘરે તેની મુલાકાત લેવા જાય છે

a sinful man

એક દેખીતો પાપી અથવા ""ખરેખર પાપી

Luke 19:8

the Lord

આ ઈસુનો ઉલ્લેખ કરે છે.

I will restore four times the amount

મેં તેમની પાસેથી જેટલું લીધું છે તેનાથી ચાર ગણું તેઓને પાછું આપીશ

Luke 19:9

salvation has come to this house

તે સમજાયું હતું કે તારણ ઈશ્વર તરફથી આવે છે. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વરે આ ઘરને બચાવ્યું છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-abstractnouns અને /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

this house

અહીં ઘર શબ્દ તે ઘરમાં રહેતા લોકો અથવા પરિવારનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

he too

આ માણસ પણ અથવા ""જાખ્ખી પણ

a son of Abraham

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ઇબ્રાહિમનો વંશજ અને 2) ""ઇબ્રાહિમની જેમ વિશ્વાસ ધરાવનાર વ્યક્તિ.

Luke 19:10

the Son of Man came

ઈસુ પોતાના વિશે બોલી રહ્યા છે. વૈકલ્પિક અનુવાદ: ""હું મનુષ્ય પુત્ર, આવ્યો

those who are lost

જે લોકો ઈશ્વરથી ભટકી ગયા છે અથવા ""લોકો કે જેઓ પાપ કરીને ઈશ્વરથી ભટકી ગયા છે

Luke 19:11

General Information:

ઈસુ ટોળાને એક દ્રષ્ટાંત કહેવાની શરૂઆત કરે છે. કલમ 11 ઈસુએ આ દ્રષ્ટાંત કેમ કહ્યું તે વિશે પૃષ્ઠભૂમિની માહિતી આપે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables અને /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

that the kingdom of God was about to appear immediately

યહૂદીઓ માનતા હતા કે મસીહા યરૂશાલેમ આવતાની સાથે જ રાજ્ય સ્થાપન કરશે. વૈકલ્પિક અનુવાદ: કે ઈસુ તરત જ ઈશ્વરના રાજ્ય પર શાસન કરવાની શરૂઆત કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 19:12

A certain man of noble birth

એક ચોક્કસ માણસ જે શાસક વર્ગનો સભ્ય હતો અથવા ""મહત્વપૂર્ણ કુટુંબનો ચોક્કસ માણસ

to receive for himself a kingdom

નાનો રાજા મહાન રાજા પાસે જાય છે આ તેની પ્રતિમા છે. મહાન રાજા નાના રાજાને તેના પોતાના દેશ પર શાસન કરવાનો હક્ક અને અધિકાર આપશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 19:13

Connecting Statement:

ઈસુએ જે દ્રષ્ટાંત તેમણે લૂક 19:11 માં શરૂ કર્યું હતું તે કહેવાનું ચાલુ રાખે છે.

he called

કુલીન માણસે બોલાવ્યો. તે જણાવવું મદદરૂપ થઈ શકે કે તે વ્યક્તિ પોતાનું રાજ્ય પ્રાપ્ત કરવા જાય તે પહેલાં તેણે આ કર્યું. વૈકલ્પિક અનુવાદ: ""તેના જતા પહેલા, તેણે બોલાવ્યો

gave them ten minas

તેઓ દરેકને એક એક મહોર આપ્યા

ten minas

એક મહોર 600 ગ્રામ, કદાચ ચાંદીની હતી. દરેક મહોર 100 દિવસના વેતન બરાબર હતા, જે લોકોને લગભગ ચાર મહિનાના કામ માટે ચૂકવવામાં આવતું હતું, તેથી દસ મહોર લગભગ ત્રણ વર્ષનું વેતન થાય. વૈકલ્પિક અનુવાદ: દસ કિંમતી સિક્કા અથવા નાણાંની મોટી રકમ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-bweight અને /WA-Catalog/gu_tm?section=translate#translate-numbers)

Conduct business

આ નાણાં સાથે વેપાર કરો અથવા ""વધુ કમાવવા માટે આ નાણાંનો ઉપયોગ કરો

Luke 19:14

his citizens

તેના દેશના લોકો

a delegation

લોકોનું જૂથ તેમનું પ્રતિનિધિત્વ કરવા માટે અથવા ""ઘણા સંદેશવાહકો

Luke 19:15

Now it happened that

વાર્તાના મહત્વપૂર્ણ ઘટનાને ચિહ્નિત કરવા માટે આ અહીં શબ્દસમૂહ વપરાયો છે. જો તમારી ભાષામાં આમ કરવાની કોઈ રીત હોય, તો તમે તેનો ઉપયોગ અહીં કરી શકો છો.

having received the kingdom

તે રાજા બન્યો પછી

be called to him

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તેની પાસે આવવા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

what profit they had made

તેઓએ કેટલી કમાણી કરી હતી

Luke 19:16

Connecting Statement:

ઈસુએ જે દ્રષ્ટાંત કહેવાનું લૂક 19:11 માં શરૂ કર્યુ હતું તે કહેવાનું ચાલુ રાખે છે.

the first

પ્રથમ ચાકર (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-ordinal)

came before him

કુલિન વ્યક્તિ સમક્ષ આવ્યો

your mina has made ten minas more

તે ગર્ભિત છે કે ચાકર એ જ હતો જેણે નફો કર્યો હતો. વૈકલ્પિક અનુવાદ: મેં તમારા મહોરનો ઉપયોગ વધુ દસ મહોર કમાવા માટે કર્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

mina

એક મહોર 600 ગ્રામ, કદાચ ચાંદીની હતી. દરેક મહોર 100 દિવસના વેતન બરાબર હતા, જે લોકોને લગભગ ચાર મહિનાના કામ માટે ચૂકવવામાં આવતું હતું. તમે લૂક 19:13 માં તેનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-bweight)

Luke 19:17

Well done

તેં સારું કર્યું છે. તમારી ભાષામાં એક શબ્દસમૂહ હોઈ શકે છે જેનો ઉપયોગ નિયોજક મંજૂરી બતાવવા માટે કરતાં હોઈ શકે, જેમ કે સારું કાર્ય.

very little

આ તે એક મહોરનો ઉલ્લેખ કરે છે, જેને કુલિન વ્યક્તિ દેખીતી રીતે ઘણા નાણાં ગણતો ન હતો.

Luke 19:18

Connecting Statement:

ઈસુએ જે દ્રષ્ટાંત કહેવાનું લૂક 19:11 માં શરૂ કર્યું હતું તે કહેવાનું ચાલુ રાખે છે.

The second

બીજો ચાકર (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-ordinal)

Your mina, master, has made five minas

તે ગર્ભિત છે કે આ એ જ ચાકર હતો જેણે નફો કર્યો હતો. વૈકલ્પિક અનુવાદ: પ્રભુ, મેં તમારા મહોરનો ઉપયોગ બીજા પાંચ વધુ મહોર કમાવા માટે કર્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

mina

એક મહોર 600 ગ્રામ, કદાચ ચાંદીની હતી. દરેક મહોર 100 દિવસના વેતન બરાબર હતા, જે લોકોને લગભગ ચાર મહિનાના કામ માટે ચૂકવવામાં આવતું હતું. તમે લૂક 19:13 માં તેનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-bweight)

Luke 19:19

you will be over five cities

પાંચ શહેરો ઉપર તારો અધિકાર રહેશે

Luke 19:20

Connecting Statement:

ઈસુએ જે દ્રષ્ટાંત કહેવાનું લૂક 19:11 માં શરૂ કર્યું હતું તે કહેવાનું ચાલુ રાખે છે.

the other came

બીજો નોકર આવ્યો

mina

એક મહોર 600 ગ્રામ, કદાચ ચાંદીની હતી. દરેક મહોર 100 દિવસના વેતન બરાબર હતા, જે લોકોને લગભગ ચાર મહિનાના કામ માટે ચૂકવવામાં આવતું હતું. તમે લૂક 19:13 માં તેનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-bweight)

I kept put away in a cloth

વસ્ત્રમાં લપેટેલું અને સંગ્રહ કરેલું

Luke 19:21

a demanding man

એક કઠોર માણસ અથવા ""એક વ્યક્તિ જે પોતાના ચાકરો પાસેથી ઘણી અપેક્ષા રાખે છે

You take up what you did not put down

આ કદાચ એક કહેવત હતી. એવી વ્યક્તિ કે જે વખાર અથવા બેંકમાંથી વસ્તુઓ લે છે જે તેણે મૂકી નથી, તે એવી વ્યક્તિનું રૂપક છે જે અન્ય લોકોની મહેનતથી ફાયદો કરે છે. વૈકલ્પિક અનુવાદ: તેં જે મૂક્યું ન હતું તે તું બહાર કાઢે છે અથવા તું એક એવી વ્યક્તિ છે જે અન્ય લોકો જે મૂકે છે તે કાઢી લે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

you reap what you did not sow

આ કદાચ એક કહેવત હતી. વ્યક્તિ જે કોઈ બીજાએ રોપેલો ખોરાકની કાપણી કરતો હોય તે એવી વ્યક્તિનું રૂપક છે જે અન્ય લોકોની મહેનતથી લાભ મેળવે છે. વૈકલ્પિક અનુવાદ: તું એવી વ્યક્તિ જેવો છે જે બીજા લોકોએ જે વાવ્યું તેનું ફળ લે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Luke 19:22

Connecting Statement:

ઈસુએ જે દ્રષ્ટાંત કહેવાનું લૂક 19:11 માં શરૂ કર્યું હતું તે કહેવાનું ચાલુ રાખે છે.

By your mouth

તેના શબ્દો તેણે જે કહ્યું તે સર્વનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: તેં જે કહ્યું છે તેના આધારે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Did you know that I am a demanding man

કુલિન વ્યક્તિ તેના વિશે જે કહેતો હતો તેનું એ પુનરાવર્તન કરી રહ્યો હતો. તે એમ નથી કહેતો કે તે સાચું છે. વૈકલ્પિક અનુવાદ: ""તું કહે છે કે હું માંગણી કરનાર વ્યક્તિ છું

Luke 19:23

why did you not put the money ... I would have collected it with interest?

કુલિન વ્યક્તિ દુષ્ટ ચાકરને ઠપકો આપવા માટે પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: તારે મારા નાણાં મૂકવા જોઈતા હતા ... વ્યાજ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

put the money in a bank

મારા નાણાં બેંકમાં ઉધાર આપ્યા હોત. સંસ્કૃતિઓ કે જ્યાં બેન્કો નથી તો તે કદાચ કોઈને મારા નાણાં ઉધાર લેવા દો તરીકે અનુવાદ કરી શકાય છે.

a bank

બેંક એ એક વ્યવસાય છે જે લોકો માટે સુરક્ષિતરૂપે નાણાં રાખે છે. બેંક નફા માટે બીજા લોકોને તે નાણાં આપે છે. તેથી તે જે લોકો જેઓ તેમના નાણાં બેંકમાં રાખે છે તેમને વધારાની રકમ અથવા વ્યાજ ચૂકવે છે.

I would have collected it with interest

હું તે રકમ ઉપરાંત પ્રાપ્ત કરેલું વ્યાજ એકત્રિત કરી શક્યો હોત અથવા ""મને તેમાંથી નફો મળ્યો હોત.

interest

વ્યાજ એ નાણાં છે જે બેંક જેમણે તેમના નાણાં બેંકમાં મૂક્યા છે તેઓને ચૂકવે છે.

Luke 19:24

Connecting Statement:

ઈસુએ જે દ્રષ્ટાંત કહેવાનું લૂક 19:11 માં શરૂ કર્યું હતું તે કહેવાનું ચાલુ રાખે છે.

he said

કુલિન વ્યક્તિ રાજા બની ગયો હતો. તમે લૂક 19:12 માં તેનું કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ.

to those who were standing by

જે લોકો તેમની પાસે ઊભા હતા

the mina

એક મહોર 600 ગ્રામ, કદાચ ચાંદીની હતી. દરેક મહોર 100 દિવસના વેતન બરાબર હતા, જે લોકોને લગભગ ચાર મહિનાના કામ માટે ચૂકવવામાં આવતું હતું. તમે લૂક 19:13 માં તેનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-bweight)

Luke 19:25

he has ten minas.

તેની પાસે પહેલાથી જ દસ મહોર છે!

Luke 19:26

Connecting Statement:

ઈસુએ જે દ્રષ્ટાંત કહેવાનું લૂક 19:11 માં શરૂ કર્યું હતું તે કહેવાનું ચાલુ રાખે છે.

I say to you

આ રાજા બોલી રહ્યો હતો. કેટલાક અનુવાદકો આ કલમની શરૂઆત આ પ્રમાણે કરવા ઇચ્છતા હોય: અને રાજાએ જવાબ આપ્યો, 'હું તમને કહું છું' અથવા ""પરંતુ રાજાએ કહ્યું કે 'હું તમને આ કહું છું.'

everyone who has will be given more

તે ગર્ભિત છે કે તેની પાસે જે છે એ મહોરનો વિશ્વાસપૂર્વક ઉપયોગ કરીને કમાયેલા નાણાં છે. તેને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: દરેક વ્યક્તિ જે તેને આપવામાં આવ્યું છે તેનો સારી રીતે ઉપયોગ કરે છે, તેને હું વધુ આપીશ અથવા જેને મેં જે આપ્યું છે તેનો જે સારી રીતે ઉપયોગ કરે છે તેને હું વધુ આપીશ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

from the one who does not have

તે ગર્ભિત છે કે તેની પાસે નાણાં ન હોવાનું કારણ એ છે કે તેણે તેના મહોરનો વિશ્વાસપૂર્વક ઉપયોગ કર્યો ન હતો. વૈકલ્પિક અનુવાદ: જે વ્યક્તિને મેં જે આપ્યું છે તે વ્યક્તિ સારી રીતે ઉપયોગ કરતો નથી તેની પાસેથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

will be taken away

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: હું તેની પાસેથી લઈ લઈશ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 19:27

these enemies of mine

શત્રુઓ ત્યાં ઠીક ન હોવાને કારણે, કેટલીક ભાષાઓ તે મારા શત્રુઓ એમ જણાવશે.

Luke 19:28

Connecting Statement:

આ જાખ્ખી વિશેની વાર્તાના ભાગનો અંત છે. આ કલમ આપણને કહે છે કે વાર્તાના આ ભાગ પછી ઈસુ શું કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-endofstory)

When he had said these things

જ્યારે ઈસુએ આ વાતો કહી

going up to Jerusalem

યરૂશાલેમ યરીખો કરતાં ઊંચું હતું, તેથી ઇઝરાએલીઓ માટે ઉપર યરૂશાલેમ જવાનું બોલવું સામાન્ય હતું.

Luke 19:29

General Information:

ઈસુ યરૂશાલેમ તરફ જાય છે.

Now it happened that

આ શબ્દસમૂહનો ઉપયોગ અહીં નવી ઘટનાની શરૂઆતને ચિહ્નિત કરવા માટે થયો છે. જો તમારી ભાષામાં આમ કરવાની કોઈ રીત હોય, તો તમે તેનો ઉપયોગ અહીં કરી શકો છો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-newevent)

when he came near

તે"" શબ્દ ઈસુનો ઉલ્લેખ કરે છે. તેમના શિષ્યો પણ તેમની સાથે મુસાફરી કરી રહ્યા હતા.

Bethphage

બેથફગે એ જૈતૂન પર્વત પરનું એક ગામ હતું (અને આજે પણ છે), જે યરૂશાલેમથી કિદ્રોન ખીણની આસપાસ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

the hill that is called Olivet

ટેકરી જેને જૈતૂનનો પર્વત કહેવાય છે અથવા ""ટેકરી જે 'જૈતૂન વૃક્ષ પર્વત' કહેવાય છે'

Luke 19:30

a colt

એક યુવાન ગધેડું અથવા ""એક યુવાન સવારી માટેનું પ્રાણી”

on which no man has ever sat

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: જેની પર કોઈ ક્યારેય સવાર થયું નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 19:31

If anyone asks you ... has need of it

ઈસુ શિષ્યોને પૂછે છે કે હજી સુધી ન પૂછાયેલા પ્રશ્નનો જવાબ કેવી રીતે આપવો. જો કે, ગામના લોકો જલદીથી આ પ્રશ્ન પૂછશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hypo)

If anyone asks you, 'Why are you untying it?' you will say thus

આંતરિક અવતરણને પણ પરોક્ષ અવતરણ તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: જો કોઈ તમને પૂછે છે કે તમે તેને કેમ છોડી રહ્યા છો, તો કહો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-quotesinquotes અને /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations)

Luke 19:32

those who were sent

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ઈસુએ મોકલેલા બે શિષ્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 19:33

the owners

વછેરાના માલિકો

Luke 19:35

they threw their cloaks upon the colt

તેમના વસ્ત્રો યુવાન ગધેડા પર મૂક્યા. ડગલાઓ એ બાહ્ય ઝભ્ભાઓ છે.

they put Jesus on it

ઈસુને વછેરા પર ચઢવા અને સવારી કરવા મદદ કરી

Luke 19:36

they were spreading their cloaks

લોકોએ તેમના વસ્ત્રો બિછાવ્યા. તે કોઈને સન્માન આપવાનું ચિહ્ન છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-symaction)

Luke 19:37

Then as he was already coming near

જેમ ઈસુ પાસે જઈ રહ્યા હતા. ઈસુના શિષ્યો તેમની સાથે મુસાફરી કરી રહ્યા હતા.

to the descent of the Mount of Olives

જ્યાં જૈતૂન પર્વત પરથી રસ્તો નીચે જાય છે

mighty works which they had seen

તેઓએ ઈસુને મહાન બાબતો કરતાં જોયા હતા

Luke 19:38

Blessed is the king

તેઓ ઈસુ વિશે આ કહી રહ્યા હતા.

in the name of the Lord

અહીં નામ એ પરાક્રમ અને અધિકારનો ઉલ્લેખ કરે છે. ઉપરાંત, પ્રભુ એ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Peace in heaven

સ્વર્ગમાં શાંતિ થાઓ અથવા ""અમે સ્વર્ગમાં શાંતિ જોવા માંગીએ છીએ

glory in the highest

પરમ ઊંચામાં મહિમા થાઓ અથવા અમે પરમ ઊંચામાં મહિમા જોવા માંગીએ છીએ. પરમ ઊંચામાં શબ્દો સ્વર્ગનો ઉલ્લેખ કરે છે, જે સ્વર્ગમાં રહેનાર ઈશ્વર માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: દરેક વ્યક્તિ પરમ ઊંચા સ્વર્ગમાંના ઈશ્વરને મહિમા આપો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Luke 19:39

from the crowd

મોટી સંખ્યામાં

rebuke your disciples

તમારા શિષ્યોને કહો કે આ બાબતો કરવાનું બંધ કરે

Luke 19:40

I tell you

ઈસુ હવે પછી જે કહેવાના હતા તે પર ભાર મૂકવા આ કહ્યું.

if these were silent, the stones would cry out

આ એક કાલ્પનિક પરિસ્થિતિ છે. કેટલાક અનુવાદકોએ તે સ્પષ્ટ કરવાની જરૂર પડી શકે કે જ્યારે ઈસુએ આ કહ્યું ત્યારે તેનો શો અર્થ હતો: ના, હું તેમને ઠપકો આપીશ નહિ, કેમ કે જો આ લોકો ચૂપ થશે ... પોકારશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hypo અને /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

the stones would cry out

પથ્થરો સ્તુતિ કરશે

Luke 19:41

the city

આ યરૂશાલેમનો ઉલ્લેખ કરે છે.

he wept over it

તે"" શબ્દ યરૂશાલેમ શહેરનો ઉલ્લેખ કરે છે, પરંતુ તે એ શહેરમાં રહેતા લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Luke 19:42

If only you had known ... the things which bring peace

ઈસુએ પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું કે યરૂશાલેમના લોકોએ ઈશ્વર સાથે શાંતિ સ્થાપન કરવાની તક ગુમાવી દીધી હતી.

you had known

તમે"" શબ્દ એકવચનમાં છે કારણ કે ઈસુ શહેર સાથે બોલી રહ્યા છે. પરંતુ જો આ તમારી ભાષામાં અવાસ્તવિક હોય, તો તમે શહેરના લોકોનો ઉલ્લેખ કરવા માટે તમે ના બહુવચનના રૂપનો ઉપયોગ કરી શકો છો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

they are hidden from your eyes

તમારી આંખો જોવાની ક્ષમતાનો ઉલ્લેખ કરે છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તમે હવે તેમને જોઈ શકશો નહિ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 19:43

Connecting Statement:

ઈસુ બોલવાનું ચાલુ રાખે છે.

For

હવે જે આવે છે તે ઈસુની ઉદાસીનું કારણ છે.

the days will come upon you when indeed your enemies will build

આ સૂચવે છે કે તેઓ મુશ્કેલ સમયનો અનુભવ કરશે. કેટલીક ભાષાઓ આવનાર સમય વિશે જણાવતી નથી. વૈકલ્પિક અનુવાદ: ભવિષ્યમાં આ બાબતો તમારી સાથે બનશે: તમારા શત્રુઓ અથવા ""ટૂંક સમયમાં તમે મુશ્કેલીઓનો સમય સહન કરશો. તમારા શત્રુઓ

you ... your

તમે"" શબ્દ એકવચન છે કારણ કે ઈસુ શહેરની સાથે જેમ તેઓ સ્ત્રીની સાથે વાત કરતાં હોય તેમ વાત કરી રહ્યા હતા. પરંતુ જો તમારી ભાષામાં આ અવાસ્તવિક હોય, તો તમે શહેરના લોકોનો ઉલ્લેખ કરવા માટે તમે ના બહુવચનના સ્વરૂપનો ઉપયોગ કરી શકો છો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you અને /WA-Catalog/gu_tm?section=translate#figs-apostrophe)

a barricade

આ લોકોને શહેરની બહાર ન આવવા માટે દિવાલનો ઉલ્લેખ કરે છે.

Luke 19:44

They will strike you down to the ground and your children with you

ઈસુ શહેરના લોકો સાથે એવી રીતે બોલી રહ્યા છે જાણે તેઓ કોઈ સ્ત્રી સાથે વાત કરતાં હોય તેમ તેઓ શહેરની સાથે જ બોલી રહ્યા છે. તે શહેરમાં રહેતા લોકોની વાત તેઓ એવી રીતે કરે છે જાણે તેઓ તે સ્ત્રીના સંતાનો હોય અને એ રીતે તે શહેરના સંતાનો છે. કોઈ શહેર પર ત્રાટકવું એટલે તેની દિવાલો અને મકાનોનો નાશ કરવો અને તેના બાળકો પર ત્રાટકવું એટલે તેમાં રહેતા લોકોની હત્યા કરવી. વૈકલ્પિક અનુવાદ: તેઓ તમારો સંપૂર્ણપણે નાશ કરશે અને તમારામાં રહેતા સર્વને મારી નાખશે અથવા તેઓ તમારા શહેરનો સંપૂર્ણપણે નાશ કરશે અને તમને સર્વને મારી નાખશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-apostrophe)

They will not leave one stone upon another

તેઓ એકપણ પથ્થરોને તેની જગ્યાએ રહેવા દેશે નહિ. આ વ્યક્ત કરવા માટેની એક અતિશયોક્તિ છે કે દુશ્મનો પથ્થરોથી બનેલા શહેરનો સંપૂર્ણપણે નાશ કરશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hyperbole)

you did not recognize

તમે સ્વીકાર્યું નથી

Luke 19:45

Connecting Statement:

આ વાર્તાના આ ભાગમાંની આગામી ઘટના છે. ઈસુ યરૂશાલેમના ભક્તિસ્થાનમાં પ્રવેશ કરે છે.

Then entering into the temple

તમારે સ્પષ્ટતા કરવાની જરૂર પડી શકે કે તેઓ પ્રથમ યરૂશાલેમમાં, જ્યાં ભક્તિસ્થાન સ્થિત હતું, ત્યાં પ્રવેશ કર્યો. વૈકલ્પિક અનુવાદ: ઈસુએ યરૂશાલેમમાં પ્રવેશ કર્યો અને પછી ભક્તિસ્થાનના આંગણામાં ગયા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

entered the temple

ભક્તિસ્થાનની ઇમારતમાં ફક્ત યાજકોને જ પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી. વૈકલ્પિક અનુવાદ: ભક્તિસ્થાનના આંગણામાં ગયા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

to cast out

બહાર ફેંકી દો અથવા ""બળપૂર્વક બહાર કાઢો

Luke 19:46

It is written

આ યશાયાનું એક અવતરણ છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: શાસ્ત્રો કહે છે અથવા પ્રબોધકે શાસ્ત્રોમાં આ શબ્દો લખ્યા હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

My house

મારા"" શબ્દ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે અને ઘર ભક્તિસ્થાનનો ઉલ્લેખ કરે છે.

a house of prayer

એક સ્થાન જ્યાં લોકો મને પ્રાર્થના કરે છે

a den of robbers

ઈસુ ભક્તિસ્થાન વિશે એવી રીતે બોલે છે જાણે તે એક એવી જગ્યા હોય જ્યાં ચોરો સાથે મળીને આવતા થાય. વૈકલ્પિક અનુવાદ: તે સ્થાન જ્યાં ચોરો છુપાય છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Luke 19:47

Connecting Statement:

આ વાર્તાના આ ભાગનો અંત છે. આ કલમો વાર્તાનો મુખ્ય ભાગ સમાપ્ત થયા પછી ચાલુ રહેલી ક્રિયા વિશે જણાવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-endofstory)

in the temple

ભક્તિસ્થાનના આંગણામાં અથવા ""ભક્તિસ્થાનમાં

Luke 19:48

were listening, hanging on to his words

ઈસુ જે કહી રહ્યા હતા તે પર વધુ ધ્યાન આપી રહ્યા હતા