Luke 20

લૂક 20 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક અનુવાદો કવિતાની દરેક પંક્તિને બીજા લખાણથી દૂર જમણી બાજુએ સુયોજિત કરે છે જેથી તે વાંચવામાં સરળતા રહે. યુએલટી આ પ્રમાણે 20:17, 42-43 માંની કવિતાઓમાં કરે છે જે જૂના કરારના શબ્દો છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

લોકોને ફસાવવા માટે પ્રશ્નોનો ઉપયોગ કરવો

જ્યારે ઈસુએ ફરોશીઓને પૂછ્યું કે યોહાનને બાપ્તિસ્મા કરવાનો અધિકાર કોણે આપ્યો (લૂક 20:4), ત્યારે તેઓ જવાબ આપી શક્યા નહિ કારણ કે તેઓ જે પણ જવાબ આપે તે કોઈકને એ કહેવાનું કારણ આપશે કે તેઓ ખોટા હતા (લૂક 20:5-6). જ્યારે તેઓએ તેમને પૂછ્યું શું લોકોએ કૈસરને કર આપવો જોઈએ ત્યારે તેઓએ વિચાર્યું કે તેઓ કહેવા સક્ષમ થશે કે ઈસુ ખોટા હતા (લૂક 20:22), પરંતુ ઈસુએ તેઓને એવો જવાબ આપ્યો કે જે વિશે તેઓએ વિચાર્યું પણ ન હતું.

આ અધ્યાયમાં અનુવાદને લગતી અન્ય સંભવિત મુશ્કેલીઓ

વિરોધાભાસ

વિરોધાભાસ એ એક સાચું નિવેદન છે જે કંઈક અશક્યને વર્ણવતું દેખાય છે. આ અધ્યાયમાં, ઈસુ ગીતશાસ્ત્રને ટાંકે છે જે જણાવે છે દાઉદ તેના પુત્રને પ્રભુ, એટલે કે, માલિક કહે છે. જોકે યહૂદીઓ માટે, પૂર્વજો તેમના વંશજો કરતાં મહાન હતા. આ ફકરામાં, ઈસુ તેમના સાંભળનારાઓને સાચી સમજણ તરફ દોરી જવા પ્રયાસ કરી રહ્યા છે કે મસીહા પોતે જ ઈશ્વરીય છે, અને તે પોતે જ મસીહા છે. (લૂક 20:41-44).

Luke 20:1

Connecting Statement:

મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને વડીલો ઈસુને ભક્તિસ્થાનમાં પ્રશ્ન પૂછે છે.

Now it happend that

વાર્તાના નવા ભાગની શરૂઆતને ચિહ્નિત કરવા માટે આ શબ્દસમૂહનો ઉપયોગ અહીં કરવામાં આવ્યો છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-newevent)

in the temple

ભક્તિસ્થાનના આંગણામાં અથવા ""ભક્તિસ્થાનમાં

Luke 20:3

General Information:

ઈસુ મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને વડીલોને જવાબ આપે છે.

So he answered and said to them

ઈસુએ જવાબ આપ્યો

I will also ask you a question, and you tell me

હું તમને ... એક પ્રશ્ન પૂછીશ"" શબ્દો એક નિવેદન છે. તમે મને કહો શબ્દો એ આદેશ છે.

Luke 20:4

was it from heaven or from men

ઈસુ જાણે છે કે યોહાનનો અધિકાર સ્વર્ગમાંથી આવે છે, તેથી તેઓ માહિતી માટે પૂછી રહ્યા નથી. તે પ્રશ્ન પૂછે છે જેથી યહૂદી આગેવાનોએ તેઓ શું વિચારે છે તે જેઓ સાંભળી રહ્યા છે તે સર્વને કહેવું પડશે. આ પ્રશ્ન અલંકારિક છે, પરંતુ તમારે સંભવિત રીતે તેને એક પ્રશ્ન તરીકે અનુવાદ કરવું પડશે. વૈકલ્પિક અનુવાદ: તમને શું લાગે છે કે લોકોને બાપ્તિસ્મા આપવાનો યોહાનનો અધિકાર સ્વર્ગમાંથી હતો કે માણસો તરફથી અથવા શું એ ઈશ્વર હતા જેમણે યોહાનને લોકોનું બાપ્તિસ્મા કરવાનું કહ્યું હતું, કે લોકોએ તેને તેમ કરવાનું કહ્યું હતું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

from heaven

ઈશ્વર તરફથી. યહૂદી લોકો ઈશ્વરને તેમના નામ યહોવાહ થી સંબોધવાનું ટાળતા હતા. ઘણીવાર તેઓ તેમનો ઉલ્લેખ કરવા માટે સ્વર્ગ શબ્દનો ઉપયોગ કરતાં હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Luke 20:5

they reasoned

તેઓએ ચર્ચા કરી અથવા ""તેઓએ તેમના જવાબ પર વિચારણા કરી

among themselves

તેમની વચ્ચે અથવા ""એકબીજા સાથે

If we say, 'From heaven,' he will say

કેટલીક ભાષાઓ પરોક્ષ અવતરણ પસંદ કરી શકે છે. વૈકલ્પિક અનુવાદ: જો આપણે કહીએ કે યોહાનનો અધિકાર સ્વર્ગમાંથી છે, તો તે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations)

From heaven

ઈશ્વર તરફથી. યહૂદી લોકો ઈશ્વરને તેમના નામ યહોવાહ થી સંબોધવાનું ટાળતા હતા. ઘણીવાર તેઓ તેમનો ઉલ્લેખ કરવા માટે સ્વર્ગ શબ્દનો ઉપયોગ કરતાં હતા. લૂક 20:4 માં આ શબ્દોનું અનુવાદ કેવી રીતે થયું છે તે જુઓ . (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

he will say

ઈસુ કહેશે

Luke 20:6

if we say, 'From men,'

કેટલીક ભાષાઓ પરોક્ષ અવતરણ પસંદ કરી શકે છે. વૈકલ્પિક અનુવાદ: જો આપણે કહીએ કે યોહાનનો અધિકાર માણસો તરફથી છે, (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations)

will stone us

આપણા પર પથ્થરો ફેંકીને આપણને મારી નાખશે. ઈશ્વરનો નિયમ આદેશ આપતો હતો કે તેમના લોકોએ તે લોકોને પથ્થરે મારવા જોઈએ જેઓએ તેમની અથવા તેમના પ્રબોધકોની મજાક ઉડાવી હોય. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 20:7

So they answered that

તેથી મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને વડીલોએ જવાબ આપ્યો. તેથી શબ્દ તે ઘટનાને ચિહ્નિત કરે છે જે તે પહેલા બનેલી કોઈક બાબતને કારણે બની છે. આ કિસ્સામાં, તેઓએ અંદરોઅંદર દલીલ કરી (લૂક 20:5-6), અને તેઓ જે જવાબ કહેવા માગતા હતા એ તેઓ પાસે ન હતો.

they answered that they did not know where it was from.

આ પ્રત્યક્ષ અવતરણ તરીકે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તેઓએ કહ્યું, 'અમને ખબર નથી કે તે ક્યાંથી આવ્યો.' (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations)

where it was from

યોહાનનું બાપ્તિસ્મા ક્યાંથી આવ્યું. વૈકલ્પિક અનુવાદ: બાપ્તિસ્મા આપવાનો યોહાનનો અધિકાર ક્યાંથી આવ્યો અથવા ""લોકોને બાપ્તિસ્મા આપવાનો અધિકાર યોહાનને કોણે આપ્યો

Luke 20:8

Neither will I tell you

અને હું તમને કહીશ નહિ. ઈસુ જાણતા હતા કે તેઓ તેમને જવાબ જણાવવા તૈયાર નથી, તેથી તેમણે પણ એ જ રીતે જવાબ આપ્યો. વૈકલ્પિક અનુવાદ: ""જેમ તમે મને નહિ કહો, તેમ હું પણ તમને કહીશ નહિ

Luke 20:9

General Information:

ઈસુ ભક્તિસ્થાનમાં લોકોને એક દ્રષ્ટાંત કહેવાની શરૂઆત કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)

rented it out to vine growers

કેટલાક ખેડૂતોને ચુકવણીના બદલામાં તેનો ઉપયોગ કરવા માટે મંજૂરી આપી અથવા અમુક ખેડૂતોને તેનો ઉપયોગ કરવા અને પછીથી ચુકવણી કરવા મંજૂરી આપી. ચુકવણી નાણાંના રૂપમાં અથવા લણણીના ભાગમાં હોઈ શકે છે.

vine growers

આ એવા લોકો છે કે જેઓ દ્રાક્ષનો વેલો કરે છે અને દ્રાક્ષ ઉગાડે છે. વૈકલ્પિક અનુવાદ: ""દ્રાક્ષના ખેડુતો

Luke 20:10

the appointed time

તેઓ તેને ચૂકવવા સંમત થયા હતા તે સમય. આ લણણીનો સમય હોઈ શકે છે.

of the fruit of the vineyard

કેટલીક દ્રાક્ષ અથવા તેઓએ દ્રાક્ષાવાડીમાં જે ઉત્પાદન કર્યું હતું તેમાંથી કેટલાક. તે દ્રાક્ષમાંથી બનાવેલી વસ્તુઓ અથવા દ્રાક્ષ વેચીને મેળવેલા નાણાંનો પણ ઉલ્લેખ કરી શકે છે.

sent him away empty-handed

ખાલી હાથ એ કંઈ નથી એ માટેનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: તેને ચૂકવણી કર્યા વિના મોકલી દીધો અથવા દ્રાક્ષ વિના તેને મોકલી દીધો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Luke 20:11

also beat that one

તે ચાકરને માર્યો

treating him shamefully

તેને અપમાનિત કર્યો

sent him away empty-handed

ખાલી હાથ એ કંઈપણ ન હોવાનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: તેને ચૂકવણી કર્યા વિના મોકલી દીધો અથવા તેને કોઈપણ દ્રાક્ષ વિના મોકલી દીધો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Luke 20:12

a third

ત્રીજો ચાકર પણ અથવા હજુ બીજો ચાકર. હજુ શબ્દ એ હકીકત તરફ ઇશારો કરે છે કે જમીનના માલિકે બીજા ચાકરને મોકલવો જોઈતો ન હતો, પરંતુ તે તેનાથી આગળ ગયો અને ત્રીજા ચાકરને મોકલ્યો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-ordinal)

wounded that one

તે ચાકરને ઘાયલ કર્યો

threw him out

તેને દ્રાક્ષાવાડીની બહાર ફેંકી દીધો

Luke 20:13

What should I do?

આ પ્રશ્ન ભારપૂર્વક જણાવે છે કે દ્રાક્ષાવાડીના માલિકે તે શું કરવા જઈ રહ્યો છે તે વિશે કાળજીપૂર્વક વિચાર્યું. વૈકલ્પિક અનુવાદ: હું શું કરીશ તે આ રહ્યું: (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Luke 20:14

when the vine growers saw him

જ્યારે ખેડૂતોએ માલિકના પુત્રને જોયો

Let us kill him

તેઓ પરવાનગી માગી રહ્યા ન હતા. વારસદારની હત્યા કરવા માટે તેઓએ એકબીજાને પ્રોત્સાહન આપતા આ કહ્યું.

Luke 20:15

Connecting Statement:

ઈસુ પોતાનું દ્રષ્ટાંત ટોળાને કહેવાનું પૂર્ણ કરે છે.

they threw him out of the vineyard

ખેડૂતોએ પુત્રને દ્રાક્ષાવાડીની બહાર કાઢી મૂક્યો

What then will the lord of the vineyard do to them?

દ્રાક્ષાવાડીનો માલિક શું કરશે તે પર તેમના સાંભળનારાઓ ધ્યાન આપે માટે ઈસુ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: તો હવે, દ્રાક્ષાવાડીનો માલિક તેઓનું શું કરશે તે સાંભળો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Luke 20:16

May it never be!

તે ક્યારેય ન બને

Luke 20:17

Connecting Statement:

ઈસુ ટોળાને શીખવવાનું ચાલુ રાખે છે.

But Jesus looked at them

પરંતુ ઈસુએ તેમની સામે જોયું અથવા ""પણ તેમણે સીધુ તેઓ તરફ જોયું. ""તેઓ જે કહી રહ્યા હતા તે સમજવા તેઓને જવાબદાર ગણવા તેમણ આ કર્યું.

What then is this that is written: 'The stone ... the cornerstone'?

ઈસુ ટોળાને શીખવવા માટે એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: તમે જે લખ્યું છે તે સમજવા માટે સમર્થ હોવા જોઈએ: 'પથ્થર ... પાયાનો પથ્થર.' (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

this that is written

આ શાસ્ત્ર

The stone that the builders rejected has become the cornerstone

ગીતશાસ્ત્રના પુસ્તકની પ્રબોધવાણીમાંથી આ ત્રણ રૂપકોમાંનું પ્રથમ રૂપક છે. તે મસીહાનો એવી રીતે ઉલ્લેખ કરે છે જાણે તેઓ એક પથ્થર હોય જેને બાંધનારાઓએ ઉપયોગ ન કરવા પસંદ કર્યો હોય, પરંતુ તેને ઈશ્વરે સૌથી મહત્વપૂર્ણ પથ્થર બનાવ્યો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

The stone that the builders rejected

બાંધનારાઓએ જણાવ્યું હતું કે પથ્થર ઇમારત માટે વાપરવો એટલો સારો નથી. તે દિવસોમાં લોકો ઘરો અને અન્ય ઇમારતોની દિવાલો બાંધવા માટે પથ્થરોનો ઉપયોગ કરતાં હતા.

the builders

આ એવા ધાર્મિક શાસકોનો ઉલ્લેખ કરે છે જેઓ ઈસુને મસીહા તરીકે નકારી રહ્યા છે.

the cornerstone

ઇમારતનો મુખ્ય પથ્થર અથવા ""ઇમારતનો સૌથી મહત્વપૂર્ણ પથ્થર

Luke 20:18

Every one who falls ... broken to pieces

આ બીજુ રૂપક એવા લોકોની વાત કરે છે જેઓ મસીહાને નકારે છે જાણે કે તેઓ કોઈ પથ્થર ઉપર પડ્યા હોય અને ઘાયલ થયા હોય. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

will be broken to pieces

આ પથ્થર પર પડવાનું પરિણામ છે. તેને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તોડીને ટુકડા કરી દેશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

But on whomever it falls

પણ જેના પર તે પથ્થર પડે છે. આ ત્રીજુ રૂપક મસીહા, જેઓ તેમનો નકારે છે, તેઓના ન્યાય કરવા વિશે એવી રીતે જણાવે છે જાણે તેઓ કોઈ મોટો પથ્થર હોય જે તેમને કચડી નાખનાર હોય. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Luke 20:19

sought to lay hands on him

આ કલમમાં, કોઈ પર હાથ નાખવો એટલે તે વ્યક્તિની ધરપકડ કરવી. વૈકલ્પિક અનુવાદ: ઈસુને ધરપકડ કરવાનો માર્ગ શોધ્યો હતો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

in that very hour

તરત જ

they were afraid of the people

આ જ કારણ છે કે તેઓએ તરત જ ઈસુની ધરપકડ કરી નહિ. લોકો ઈસુનો આદર કરતાં હતા, અને ધાર્મિક આગેવાનો ડરતા હતા કે જો તેઓ તેમની ધરપકડ કરશે તો લોકો શું કરશે. વૈકલ્પિક અનુવાદ: તેઓએ તેમની ધરપકડ કરી નહિ કારણ કે તેઓ લોકોથી ડરતા હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 20:20

they sent out spies

શાસ્ત્રીઓ અને મુખ્ય યાજકોએ ઈસુ પર નજર રાખવા માટે જાસૂસો મોકલ્યા

so that they might find fault with his speech

કારણ કે તેઓ ઈસુ પર કંઈક ખરાબ કહેવાનો આરોપ મૂકવા માગતા હતા

to the rule and to the authority of the governor

નિયમ અને અધિકાર એ કહેવાની બે રીતો છે કે તેઓ ઇચ્છે કે રાજ્યપાલ ઈસુનો ન્યાય કરે. તેને અનુવાદ એક અથવા બંને અભિવ્યક્તિઓ સાથે કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: જેથી રાજ્યપાલ ઈસુને શિક્ષા કરે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 20:21

Connecting Statement:

વાર્તાના આ ભાગમાં આગામી ઘટનાની આ શરૂઆત છે. ઈસુને ભક્તિસ્થાનમાં મુખ્ય યાજકોઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી તેનો કેટલોક સમય વીતી ગયો. હવે જાસૂસો ઈસુની પૂછપરછ કરે છે.

they asked him

જાસૂસોએ ઈસુને પૂછ્યું

Teacher, we know ... you teach the way of God in truth

જાસૂસો ઈસુને છેતરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેઓ ઈસુ વિશેની આ વાતો પર વિશ્વાસ કરતાં ન હતા.

we know

અમે ફક્ત જાસૂસોનો જ ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-exclusive)

do not show partiality

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) મહત્વપૂર્ણ લોકોને તે નાપસંદ હોય તો પણ તમે સત્ય કહો છો અથવા 2) તમે એક વ્યક્તિ ઉપર બીજાની તરફેણ કરતાં નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

but you teach the truth about the way of God

જાસૂસો જે કહી રહ્યા હતા તેનો આ એક ભાગ છે જે તેઓ ઈસુ વિશે જાણતા હતા.

Luke 20:22

Is it lawful ... or not?

તેઓને આશા હતી કે ઈસુ હા અથવા ના કહેશે. જો તેઓ હા કહે, તો યહૂદી લોકો તેમને વિદેશી સરકારને કર ચૂકવવાનું કહેવા માટે તેમના પર ગુસ્સે થશે. જો તેઓ ના કહે, તો પછી ધાર્મિક આગેવાનો રોમનોને કહી શકશે કે ઈસુ લોકોને રોમન નિયમો તોડવાનું શીખવતા હતા.

Is it lawful

તેઓ ઈશ્વરના નિયમ વિશે પૂછી રહ્યા હતા, કૈસરના કાયદા વિશે નહિ. વૈકલ્પિક અનુવાદ: ""શું આપણો કાયદો મંજૂરી આપે છે

Caesar

કારણ કે કૈસર રોમન સરકારનો શાસક હતો, તેથી તેઓ કૈસરના નામથી રોમન સરકારનો ઉલ્લેખ કરી શકતા હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Luke 20:23

But he understood their craftiness

પરંતુ ઈસુ સમજી ગયા કે તેઓ કેટલા કપટી હતા અથવા પરંતુ ઈસુએ જોયું કે તેઓ તેમને ફસાવવા પ્રયાસ કરી રહ્યા હતા. તેમના શબ્દ જાસૂસોનો ઉલ્લેખ કરે છે.

Luke 20:24

a denarius

આ એક રોમન ચાંદીનો સિક્કો છે જે એક દિવસની મજૂરી જેટલો છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-bmoney)

Whose image and inscription does it have?

ઈસુએ તે લોકો જેઓ તેમને ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેઓને જવાબ આપવા માટે એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

image and inscription

ચિત્ર અને નામ

Luke 20:25

Connecting Statement:

આ જાસૂસો વિશેની આ ઘટનાનો અને વાર્તાના આ ભાગનો અંત છે જે લૂક 20:1 માં શરૂ થયો હતો.

Then he said to them

પછી ઈસુએ તેઓને કહ્યું

to Caesar

અહીં કૈસર એ રોમન સરકારનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

to God

આપો"" શબ્દ એ અગાઉના શબ્દસમૂહ પરથી સમજાય છે. તે અહીં પુનરાવર્તિત થયું છે. વૈકલ્પિક અનુવાદ: અને ઈશ્વરને આપો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Luke 20:26

So they were not able to trap him in what he said

જાસૂસો તેમણે જે કહ્યું તેમાં કશું જ ખોટું શોધી શક્યા નહિ

but marveling at his answer, they were silent

પરંતુ તેઓ તેમના જવાબથી આચરત થયા અને કંઈપણ બોલ્યા નહિ

Luke 20:27

General Information:

અમને ખબર નથી કે એ આ ક્યાં બને છે, જો કે તે કદાચ ભક્તિસ્થાનના આંગણામાં બન્યું હોઈ શકે. ઈસુ કેટલાક સદૂકીઓ સાથે વાત કરી રહ્યા છે.

the ones who say that there is no resurrection

આ શબ્દસમૂહ સદૂકીઓને યહૂદીઓના જૂથ તરીકે ઓળખાવે છે જેઓ કહે છે કે કોઈપણ વ્યક્તિ મૃત્યુમાંથી ઉઠશે નહિ. તેનો અર્થ એ નથી કે કેટલાક સદૂકીઓ માનતા હતા કે પુનરુત્થાન છે અને કેટલાક માનતા નહોતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-distinguish)

Luke 20:28

if anyone's brother dies having a wife, and he is childless

જો કોઈ વ્યક્તિનો ભાઈ તેને પત્ની હોય અને મૃત્યુ પામે છે પણ તેને સંતાન ન હોય તો

that his brother should take his wife

માણસે તેના મૃત ભાઈની વિધવા સાથે લગ્ન કરવા જોઈએ

raise up offspring for his brother

યહૂદીઓ માનતા હતા કે મહિલાને જે પ્રથમ પુત્ર જન્મે છે જે તેને તેના મૃત પતિના ભાઈ સાથે લગ્ન કર્યાથી થાય છે તે જાણે કે તે સ્ત્રીના પહેલા પતિનો પુત્ર હોય. આ પુત્રને તેની માતાના પહેલા પતિની મિલકત વારસામાં મળે છે અને તેનું નામ આગળ વધારે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 20:29

General Information:

સદૂકીઓએ ઈસુને 29-22 કલમોમાં એક ટૂંકી વાર્તા કહે છે. આ એક વાર્તા છે જેને તેઓએ ઉદાહરણ તરીકે બનાવે છે. 33 કલમમાં, તેઓ ઈસુને તેઓને કહેલી વાર્તા વિશે પ્રશ્ન પૂછે છે.

Connecting Statement:

સદૂકીઓએ ઈસુને તેમનો પ્રશ્ન પૂછવાનું પૂર્ણ કર્યું.

there were seven brothers

આ બન્યું હોઈ શકે, પરંતુ તે કદાચ એક વાર્તા હોઈ શકે જેને તેઓએ ઈસુનું પરીક્ષણ કરવા માટે બનાવી હોય.

the first

પ્રથમ ભાઈ અથવા સૌથી મોટો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-ordinal)

died childless

કોઈ સંતાન વિના મૃત્યુ પામ્યો અથવા ""મૃત્યુ પામ્યો, પરંતુ કોઈ સંતાન ન હતું

Luke 20:30

and the second

ઈસુએ ઘણી વિગતોનું પુનરાવર્તન કર્યા વિના વાર્તાને ટૂંકી કરી દીધી. વૈકલ્પિક અનુવાદ: બીજાએ તેની સાથે લગ્ન કર્યા અને તેવું જ બન્યું અથવા બીજા ભાઈએ તેની સાથે લગ્ન કર્યા અને સંતાન વગર જ મૃત્યુ પામ્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

the second

બીજો ભાઈ અથવા સૌથી મોટો ભાઈ જે હજી જીવતો હતો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-ordinal)

Luke 20:31

the third took her

ત્રીજાએ તેની સાથે લગ્ન કર્યાં

the third

ત્રીજો ભાઈ અથવા સૌથી મોટો ભાઈ જે હજી જીવતો હતો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-ordinal)

likewise the seven also left no children, and died

વાર્તાને ટૂંકી રાખવા માટે તેઓએ ઘણી વિગતોનું પુનરાવર્તન કર્યું નહિ. વૈકલ્પિક અનુવાદ: એ જ રીતે બાકીના સાત ભાઈઓએ તેની સાથે લગ્ન કર્યા અને કોઈને સંતાન ન થયું અને મૃત્યુ પામ્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

the seven

બધા સાત ભાઈઓ અથવા ""સાત ભાઈઓમાંનો દરેક

Luke 20:33

In the resurrection

જ્યારે લોકો મૃત્યુમાંથી ઊઠે છે અથવા જ્યારે મૃત લોકો ફરીથી સજીવન થશે. કેટલીક ભાષાઓમાં એ બતાવવાની રીત હોય છે કે સદૂકીઓ માનતા ન હતા કે પુનરુત્થાન થશે, જેમ કે માનવામાં આવેલા પુનરુત્થાનમાં અથવા ""જ્યારે મૃત લોકોને ધાર્યા પ્રમાણે ઉઠાડવામાં આવે છે.

Luke 20:34

Connecting Statement:

ઈસુએ સદૂકીઓને જવાબ આપવાની શરૂઆત કરી.

The sons of this age

આ જગતના લોકો અથવા આ સમયના લોકો. આ સ્વર્ગમાંના લોકો અથવા પુનરુત્થાન પછી જીવતા લોકોની સાથે વિરોધાભાસી છે.

marry and are given in marriage

તે સંસ્કૃતિમાં તેઓ પુરુષો સ્ત્રીઓ સાથે લગ્ન કરી રહ્યા છે અને લગ્નમાં સ્ત્રીઓઓને તેમના પતિને આપવામાં આવતી હતી એમ બોલતા હતા. આ સક્રિય સ્વરૂપમાં પણ દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: લગ્ન કરો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 20:35

those who are regarded as worthy to obtain that age

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તે યુગમાંના લોકો કે જેઓને ઈશ્વર યોગ્ય ગણશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

of the resurrection which is from the dead

મૃત્યુમાંથી ઉઠાડવામાં આવ્યા અથવા ""મૃત્યુમાંથી ઉઠવું

from the dead

મૃત્યુ પામેલા સર્વ લોકો મધ્યેથી. આ અભિવ્યક્તિ અધોલોકમાંના સર્વ મૃત લોકોનું એકસાથે વર્ણન કરે છે. તેમની મધ્યેથી પુનરુત્થાન પ્રાપ્ત કરવું એટલે ફરીથી સજીવન થવું.

will neither marry nor be given in marriage

તે સંસ્કૃતિમાં, તેઓ પુરુષો સ્ત્રીઓ સાથે લગ્ન કરી રહ્યા છે એમ બોલતા અને લગ્નમાં સ્ત્રીઓઓને તેમના પતિને આપવામાં આવતી. આ સક્રિય સ્વરૂપમાં પણ દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: લગ્ન કરશે નહિ અથવા લગ્ન નહિ કરે. આ પુનરુત્થાન પછીની વાત છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 20:36

neither are they able to die anymore

આ પુનરુત્થાન પછીની વાત છે. વૈકલ્પિક અનુવાદ: તેઓ હવે મૃત્યુ પામી શકશે નહિ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

they are sons of God, being sons of the resurrection

ઈશ્વરના બાળકો છે કારણ કે તેઓ તેમને મરણમાંથી પાછા લાવ્યા છે

Luke 20:37

Connecting Statement:

ઈસુ સદૂકીઓને જવાબ આપવાનું પૂર્ણ કરે છે.

But that the dead are raised, even Moses showed

પણ"" શબ્દ અહીં છે કારણ કે સદ્દૂકીઓને આશ્ચર્ય થયું ન હતું કે કેટલાક શાસ્ત્રો કહે છે કે મૃત્યુ પામેલા લોકો જીવતા થયા છે, પરંતુ તેઓએ અપેક્ષા રાખી ન હતી કે મૂસાએ એવું કંઇક લખ્યું હશે. વૈકલ્પિક અનુવાદ: પરંતુ મૂસાએ પણ બતાવ્યું છે કે મૃત લોકો મૃત્યુમાંથી ઉઠ્યા છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

the dead are raised

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વર મૃત્યુ પામેલાઓને ફરી જીવંત બનાવે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

at the bush

શાસ્ત્રના તે ભાગમાં જ્યાં તેઓએ બળતા ઝાડવા વિશે લખ્યું અથવા શાસ્ત્રમાં બળતા ઝાડવા વિશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

where he calls the Lord

જ્યાં મૂસાએ પ્રભુને પોકાર્યા

the God of Abraham, and the God of Isaac, and the God of Jaco

ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબના ઈશ્વર. તેઓ બધાએ એક જ ઈશ્વરની ભક્તિ કરી.

Luke 20:38

Now

આ શબ્દ અહીં મુખ્ય શિક્ષણમાં વિરામ ચિહ્નિત કરવા માટે વપરાયો છે. અહીં ઈસુ સમજાવે છે કે આ વાર્તા કેવી રીતે સાબિત કરે છે કે લોકો મૃત્યુમાંથી ઊઠે છે.

he is not the God of the dead, but of the living

આ બે વાક્યો સમાન અર્થ ધરાવે છે પણ ભારપૂર્વક જણાવવા માટે બે વાર કહેવાયું છે. કેટલીક ભાષાઓમાં ભાર દર્શાવવાની વિવિધ રીતો હોઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: પ્રભુ એ ફક્ત જીવંત લોકોના ઈશ્વર છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parallelism)

but of the living

પરંતુ જીવંત લોકોનો ઈશ્વર. આ લોકો શારીરિક રીતે મૃત્યુ પામ્યા હોવાથી, તેઓ હજુ પણ આત્મિક રીતે જીવંત હોવા જોઈએ. વૈકલ્પિક અનુવાદ: પરંતુ એવા લોકો જેમના શરીર મૃત્યુ પામ્યા છે તેમ છતાં જેમના આત્માઓ જીવંત છે, તેમના ઈશ્વર (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

because all live to him

કેમ કે ઈશ્વરની દ્રષ્ટિમાં તે સઘળાં હજુ જીવંત છે અથવા ""કેમ કે તેમના આત્માઓ ઈશ્વરની હાજરીમાં જીવંત છે

Luke 20:39

some of the scribes answered

કેટલાક શાસ્ત્રીઓએ ઈસુને કહ્યું. જ્યારે સદૂકીઓ ઈસુને પ્રશ્નો કરી રહ્યા હતા ત્યારે ત્યાં શાસ્ત્રીઓ ત્યાં હાજર હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 20:40

For they did not dare

તે સ્પષ્ટ નથી કે આ શાસ્ત્રીઓનો કે સદૂકીઓ કે બંનેનો ઉલ્લેખ કરે છે. નિવેદન સામાન્ય રાખવું શ્રેષ્ઠ છે.

they did not dare ask him anything

તેઓ પૂછતા ગભરાતા હતા... પ્રશ્નો અથવા તેઓએ પૂછવાનું જોખમ ન લીધું ... પ્રશ્નો. તેઓ સમજી ગયા કે તેઓ ઈસુ જેટલું જાણતા નથી, પરંતુ તેઓ તે કહેવા માંગતા ન હતા. આ સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તેઓએ તેમને વધુ મુશ્કેલ પ્રશ્નો ન પૂછ્યા કારણ કે તેઓને ડર હતો કે તેમના જ્ઞાની જવાબો તેમને ફરીથી મૂર્ખ બતાવશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 20:41

General Information:

ઈસુ શાસ્ત્રીઓને એક પ્રશ્ન પૂછે છે.

How do they say ... David's son?

તેઓ શા માટે કહે છે ... પુત્ર? મસીહા કોણ છે તે વિશે શાસ્ત્રીઓ વિચારે માટે ઈસુ એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ચાલો તેમના વિશે એમ કહેતા વિચારીએ ... પુત્ર. અથવા હું તેમના વિશે એમ કહીશ ... પુત્ર (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

they say

પ્રબોધકો, ધાર્મિક શાસકો અને સામાન્ય રીતે યહૂદી લોકો જાણતા હતા કે મસીહા દાઉદના પુત્ર હતા. વૈકલ્પિક અનુવાદ: દરેક કહે છે અથવા લોકો કહે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

David's son

દાઉદ રાજાના વંશજ. વંશજના સંદર્ભ માટે અહીં પુત્ર શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કિસ્સામાં તે એકનો ઉલ્લેખ કરે છે જે ઈશ્વરના રાજ્ય પર રાજ કરશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

Luke 20:42

The Lord said to my Lord

આ ગીતશાસ્ત્રના પુસ્તકનું એક અવતરણ છે જે કહે છે યહોવાહે મારા પ્રભુને કહ્યું. પરંતુ યહૂદીઓએ યહોવાહ કહેવાનું બંધ કરીને તેના બદલે ઘણીવાર પ્રભુ કહેતા હતા. વૈકલ્પિક અનુવાદ: પ્રભુ ઈશ્વરે મારા પ્રભુને કહ્યું અથવા ""ઈશ્વરે મારા પ્રભુને કહ્યું

my Lord

દાઉદ ખ્રિસ્તનો ઉલ્લેખ મારા પ્રભુ તરીકે કરી રહ્યો હતો.

Sit at my right hand

ઈશ્વરના જમણા હાથે” બેસવું એ ઈશ્વર તરફથી મહાન સન્માન અને અધિકાર પ્રાપ્ત કરવાની એક પ્રતિકાત્મક ક્રિયા છે. વૈકલ્પિક અનુવાદ: મારી બાજુમાં સન્માનની જગ્યાએ બેસ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-symaction)

Luke 20:43

until I make your enemies a footstool for your feet

મસીહાના શત્રુઓ વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે કે જાણે કે તેઓ રાચરચીલું હોય જેના પર તેઓ તેમના પગને મૂકશે. આ આધીનતાની એક છબી હતી. વૈકલ્પિક અનુવાદ: જ્યાં સુધી હું તારા શત્રુઓને તારા માટે પાયાસનની જેમ ન બનાવું અથવા જ્યાં સુધી હું તારા માટે તારા શત્રુઓને જીતી ન લઉં ત્યાં સુધી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Luke 20:44

David therefore calls him 'Lord'

તે સમયની સંસ્કૃતિમાં, પુત્ર કરતાં પિતાનું માન વધુ હતું. દાઉદ ખ્રિસ્ત માટે 'પ્રભુ' શીર્ષકનો ઉપયોગ કરે છે જે સૂચવે છે કે તેઓ દાઉદ કરતાં મોટા હતો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

so how is he his son?

તો ખ્રિસ્ત દાઉદના પુત્ર કેવી રીતે બની શકે? આ એક નિવેદન હોઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: આ દર્શાવે છે કે ખ્રિસ્ત ફક્ત દાઉદના વંશજ જ નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Luke 20:45

Connecting Statement:

ઈસુ હવે તેના શિષ્યો તરફ પોતાનું ધ્યાન દોરે છે અને મુખ્યત્વે તેઓની સાથે બોલે છે.

Luke 20:46

Beware of

ની સામે સાવચેત રહો

who desire to walk in long robes

લાંબા ઝભ્ભો દર્શાવશે કે તેઓ મહત્વપૂર્ણ છે. વૈકલ્પિક અનુવાદ: જેઓને તેમના મહત્વપૂર્ણ ઝભ્ભાઓ પહેરીને ફરવું ગમે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 20:47

They devour the houses of widows

તેઓ વિધવાના ઘરો પણ ખાઈ જાય છે. શાસ્ત્રીઓ વિશે એવી રીતે કહેવામાં આવે છે જાણે તેઓ ભૂખ્યા પ્રાણીઓ હોય જેઓ વિધવાના ઘરો ખાતા હોય. ઘરો શબ્દ એ જ્યાં વિધવા રહે છે અને તેણીએ તેના મકાનમાં રાખેલ સર્વ સંપત્તિ બંને માટે એક અતિશયોક્તિ છે. વૈકલ્પિક અનુવાદ: તેઓ વિધવાઓ પાસેથી તેમની સર્વ સંપત્તિ પણ લઈ જાય છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor અને /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

for a show they pray at length

તેઓ ન્યાયી હોવાનો ઢોંગ કરે છે અને લાંબી પ્રાર્થનાઓ કરે છે અથવા ""તેઓ લાંબી પ્રાર્થનાઓ કરે છે કે જેથી લોકો તેમને જુએ

These will receive greater condemnation

તેઓનો વધુ ભારે ન્યાય કરવામાં આવશે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વર ચોક્કસપણે તેઓને ખૂબ સખત સજા કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)