Luke 21

લૂક 21 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

ઈસુ તેમના શિષ્યોને કહે છે કે તેઓ જ્યારે પરત આવશે તે પહેલા શું થશે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

કેમ કે મારે નામે, એમ કહેતા ઘણા લોકો આવશે કે, 'હું તે છું,'

ઈસુએ શીખવ્યું કે તેમના પરત આવતા પહેલા ઘણા લોકો ખોટી રીતે દાવો કરશે કે તેઓ એ જ છે જેઓ આવનારા હતા. તે એવો સમય પણ આવશે જ્યારે ઘણા લોકો ઈસુના અનુયાયીઓને ધિકકારશે અને તેઓની હત્યા કરવાની પણ ઇચ્છા રાખશે.

જ્યાં સુધી વિદેશીઓનો સમય પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી

જ્યારે બાબીલોનના લોકો યહૂદીઓના પૂર્વજોને બળજબરીપૂર્વક બાબીલોન લઈ ગયા અને જે સમયે મસીહા આવનાર છે તે બંને વચ્ચેના સમયને યહૂદીઓ વિદેશીઓનો સમય, એ સમય જ્યારે વિદેશીઓ યહૂદીઓ પર રાજ કરશે, તરીકે ઓળખતા હતા.

આ અધ્યાયમાં અનુવાદને લગતી અન્ય સંભવિત મુશ્કેલીઓ

મનુષ્ય પુત્ર

ઈસુ પોતાને આ અધ્યાયમાં મનુષ્ય પુત્ર તરીકે ઉલ્લેખ કરે છે (લૂક 21:27). તમારી ભાષા કદાચ લોકોને પોતા વિશે એવી રીતે બોલવાની પરવાનગી ન આપતી હોય જેમ તેઓ બીજાને માટે બોલતા હોય. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#sonofman અને /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

Luke 21:1

Connecting Statement:

આ વાર્તામાંની આગામી ઘટના છે. ઈસુએ પોતાના શિષ્યોને શિખવવાની શરૂઆત કરી, કાંતો તે જ દિવસે જ્યારે સદૂકીઓએ ઈસુને પ્રશ્ન પૂછ્યો હતો (લૂક 20:27) અથવા બીજા દિવસે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

gifts

તમારે સ્પષ્ટ કરવાની જરૂર પડી શકે છે કે દાન શું હતું. વૈકલ્પિક અનુવાદ: નાણાંનું દાન (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

the treasury

ભક્તિસ્થાનના આંગણામાંનો એક ભંડાર જ્યાં લોકો ઈશ્વરને માટે દાન તરીકે નાણાં મૂકતા હતા

Luke 21:2

a certain poor widow

વાર્તામાં નવા પાત્રને રજૂ કરવાનો આ એક માર્ગ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-participants)

two mites

બે નાના સિક્કા અથવા બે નાના તાંબાના સિક્કા. એ તે સમયે લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા સિક્કાઓમાંના સૌથી ઓછા મૂલ્યવાન સિક્કાઓ હતા. વૈકલ્પિક અનુવાદ: બે દમડી અથવા ઓછા મૂલ્યના બે નાના સિક્કા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-bmoney)

Luke 21:3

Truly I say to you

તેનો અર્થ એ છે કે ઈસુ હવે જે કહેવાના હતા તે ખૂબ જ મહત્વપૂર્ણ હતું.

I say to you

ઈસુ તેમના શિષ્યો સાથે વાત કરી રહ્યા હતા. તમે શબ્દ બહુવચનમાં છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

this poor widow put in more than all of them

પુરુષોએ આપેલી મોટી નાણાંની રકમની સરખામણીએ ઈશ્વર તેણીનું દાન, નાની નાણાંની રકમને ધ્યાનમાં લે છે. વૈકલ્પિક અનુવાદ: ધનિક માણસોના મોટા દાન કરતાં આ વિધવા સ્ત્રીની થોડું દાન વધુ કિંમતી છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hyperbole)

Luke 21:4

put in the gifts out of their abundance

ઘણા નાણાં છે પરંતુ તેમાંથી થોડો ભાગ આપ્યો છે

out of her poverty

જેની પાસે બહુ ઓછા નાણાં છે

Luke 21:5

Connecting Statement:

ઈસુ વિધવા વિશે વાત કરવાથી લઈને ભક્તિસ્થાન વિશે શિક્ષણ આપવા તરફ જાય છે.

offerings

વસ્તુઓ જે લોકો ઈશ્વરને આપતા હતા

Luke 21:6

these things that you see

આ સુંદર ભક્તિસ્થાન અને તેની સજાવટનો ઉલ્લેખ કરે છે.

the days will come in which

એક સમય એવો આવશે જ્યારે અથવા ""કોઈ દિવસ

will be left on another which will not be torn down

અહીં એક નવું વાક્ય શરૂ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: બીજા પર છોડી દેવું. તેઓ સર્વ તૂટી જશે અથવા બીજા પર પડી જશે. શત્રુઓ દરેક પથ્થરને તોડી નાખશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

not one stone will be left ... not be torn down

આ હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""દરેક પત્થર તેના સ્થાનેથી દૂર કરવામાં આવશે અને તે બધા કાઢી નાખવામાં આવશે

left on another which will not be torn down

અહીં એક નવું વાક્ય શરૂ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: બીજા પર છોડી દેવું. તેઓ બધા તૂટી જશે અથવા બીજા પર પડી જશે. દુશ્મનો દરેક પથ્થરને કાઢી નાખશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 21:7

they asked him

શિષ્યોએ ઈસુને પૂછ્યું અથવા ""ઈસુના શિષ્યોએ તેમને પૂછ્યું

these things

તે ભક્તિસ્થાનને નષ્ટ કરનારા દુશ્મનો વિશે ઈસુએ જે કહ્યું હતું તેનો ઉલ્લેખ કરે છે.

Luke 21:8

you are not deceived

ઈસુ તેમના શિષ્યો સાથે વાત કરી રહ્યા હતા. તમે શબ્દ બહુવચનમાં છે. વૈકલ્પિક અનુવાદ: કે તમે અસત્ય પર વિશ્વાસ કરતાં નહિ અથવા કે કોઈ તમને છેતરે નહિ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

in my name

તેમના નામે આવતા લોકો તેમનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરે છે. વૈકલ્પિક અનુવાદ: હું હોવાનો દાવો કરે છે અથવા મારો અધિકાર હોવાનો દાવો કરે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

I am he

હું ખ્રિસ્ત છું અથવા ""હું મસીહા છું

Do not go after them

તેમના પર વિશ્વાસ ન કરો અથવા ""તેમના શિષ્યો ન બનો

Luke 21:9

wars and riots

અહીં યુદ્ધો લગભગ દેશો વચ્ચેની લડાઈનો ઉલ્લેખ કરે છે, અને હુલ્લડો લગભગ તેમના પોતાના આગેવાનો સામે અથવા તેમના દેશના અન્ય લોકો સામે લડવાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: યુદ્ધો અને બળવાઓ અથવા ""યુદ્ધો અને ક્રાંતિ

do not be terrified

આ બાબતો તમને ભયભીત ન કરે અથવા ""ડરશો નહિ

it will not immediately be the end

આ અંતિમ ન્યાયનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: જગતનો અંત યુદ્ધો અને હુલ્લડો પછી તરત જ થશે નહિ અથવા તે બાબતો બન્યા પછી તરત જ જગતનો અંત થશે નહિ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

the end

દરેક વસ્તુનો અંત અથવા ""યુગનો અંત

Luke 21:10

Then he said to them

પછી ઈસુએ તેમના શિષ્યોને કહ્યું. ઈસુએ આ અગાઉની કલમમાંથી બોલવાનું ચાલુ રાખ્યું હોવાથી, કેટલીક ભાષાઓ તે ન કહેવાનું પસંદ કરી શકે છે ""પછી તેમણે તેઓને કહ્યું.

Nation will rise against nation

અહીં રાષ્ટ્ર એ રાષ્ટ્રના લોકો માટેનું એક ઉપનામ છે, અને ની વિરુદ્ધ ઊભા થવું એ હુમલો કરવા માટેનું એક ઉપનામ છે. રાષ્ટ્ર શબ્દ કોઈ એક રાષ્ટ્રને નહિ પણ સામાન્ય રીતે રાષ્ટ્રોની રજૂઆત કરે છે. વૈકલ્પિક અનુવાદ: એક રાષ્ટ્રના લોકો બીજા રાષ્ટ્રના લોકો પર હુમલો કરશે અથવા કેટલાક રાષ્ટ્રોના લોકો બીજા રાષ્ટ્રોના લોકો પર હુમલો કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-genericnoun)

Nation

આ દેશોને બદલે લોકોના વંશીય જૂથોનો ઉલ્લેખ કરે છે.

kingdom against kingdom

ઉદય થશે"" શબ્દો અગાઉના શબ્દસમૂહ અને હુમલાના અર્થ પરથી સમજાય છે. વૈકલ્પિક અનુવાદ: રાજ્ય રાજ્યની સામે ઉઠશે અથવા કેટલાક રાજ્યોના લોકો બીજા રાજ્યના લોકો પર હુમલો કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-genericnoun)

Luke 21:11

famines and plagues in various places

ત્યાં હશે"" શબ્દો અગાઉના શબ્દસમૂહ પરથી સમજી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ઘણી જગ્યાએ દુકાળ અને મરકીઓ થશે અથવા ભૂખ અને રોગોનો સમય વિવિધ સ્થળોએ થશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

terrifying events

લોકોને ભયભીત કરે તેવી ઘટનાઓ અથવા ""એવી ઘટનાઓ કે જેનાથી લોકો ખૂબ ડરાવે

Luke 21:12

these things

આ ઈસુએ કહી તે ભયંકર બાબતોનો ઉલ્લેખ કરે છે જે બનશે.

they will lay their hands on you

તેઓ તમને પકડશે. આ અભિવ્યક્તિ શિષ્યો પર અધિકારનો ઉપયોગ કરતાં લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ તમારી ધરપકડ કરશે "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

they will lay

લોકો કરશે અથવા ""શત્રુઓ કરશે

you

ઈસુ તેમના શિષ્યો સાથે વાત કરી રહ્યા હતા. તમે શબ્દ બહુવચનમાં છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

delivering you over to the synagogues

સભાસ્થાનો"" શબ્દ એ સભાસ્થાનોમાંના લોકો માટે, વિશેષ કરીને આગેવાનો માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: તમને સભાસ્થાનોના આગેવાનોને સોંપી દેવામાં આવશે અથવા તમને સભાસ્થાનોમાં લઈ જશે જેથી ત્યાંના લોકો તમને જે કરવા ઇચ્છે છે તેઓ તે કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

and prisons

અને તમને જેલ સુધી પહોંચાડશે અથવા ""અને તમને જેલમાં પૂરશે

because of my name

અહીં 'નામ' શબ્દનો ઉલ્લેખ ઈસુ પોતાના ઉપયોગ માટે કરે છે. વૈકલ્પિક અનુવાદ: મારા કારણે અથવા તમે મને અનુસરો છો માટે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Luke 21:13

for a testimony

મારા વિશે તમારી સાક્ષી તેઓને જણાવવા માટે

Luke 21:14

Therefore

આ કારણે, એ લૂક 21:10 થી શરૂ કરીને, ઈસુએ જે કહ્યું છે તે સર્વનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-connectingwords)

resolve in your hearts

અહીં હ્રદયો એ લોકોના મન માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: તમારા મનમાં નિશ્ચય કરો અથવા નિશ્ચિતપણે નક્કી કરો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

not to prepare your defense ahead of time

તેમના આરોપો સામે પોતાનો બચાવ કરવા માટે તમે શું કહેશો તેની આગળથી તૈયારી ન કરશો

Luke 21:15

wisdom that all your adversaries will not be able to resist or contradict

ડહાપણ કે જેનો તમારા વિરોધીઓમાંનો કોઈપણ પ્રતિકાર અથવા વિરોધાભાસ કરી શકશે નહિ

I will give you speech and wisdom

કંઈ સમજદાર વાતો કહેવી એ હું તમને કહીશ

speech and wisdom

આ એક શબ્દસમૂહમાં જોડી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ડહાપણના શબ્દો અથવા જ્ઞાની શબ્દો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hendiadys)

Luke 21:16

you will also be delivered up by parents, brothers, relatives, and friends

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તમારા માતાપિતા, ભાઈઓ, સંબંધીઓ અને મિત્રો પણ તમને અધિકારીઓના હવાલે કરી દેશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

they will put some of you to death

તેઓ તમારામાંના કેટલાકને મારી નાખશે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) અધિકારીઓ તમારામાંથી કેટલાકને મારી નાખશે અથવા 2) જે લોકો તમને સોંપી દેશે તે તમારામાંથી કેટલાકને મારી નાખશે. પ્રથમ અર્થ વધુ સંભવિત છે.

Luke 21:17

You will be hated by everyone

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. દરેક જણ શબ્દ પર ભાર મૂકે છે કે કેટલા લોકો શિષ્યોને ધિક્કારશે, કાંતો 1) અતિશયોક્તિ વૈકલ્પિક અનુવાદ: એવું લાગશે કે તમે દરેક વ્યક્તિ દ્વારા ધિક્કારવામાં આવેલા છો અથવા એવું લાગશે કે દરેક જણ તમને નફરત કરે છે અથવા 2) સામાન્યીકરણ. વૈકલ્પિક અનુવાદ: તમને મોટાભાગના લોકો દ્વારા ધિક્કારશે અથવા મોટા ભાગના લોકો તમને ધિક્કારશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hyperbole)

because of my name

અહીં મારું નામ એ ઈસુનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: મારા કારણે અથવા કારણ કે તમે મને અનુસરો છો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Luke 21:18

But not a hair of your head will perish

ઈસુ વ્યક્તિના સૌથી નાના ભાગોમાંના એક ભાગ વિશે બોલે છે. તે ભારપૂર્વક જણાવી રહ્યા છે કે સંપૂર્ણ વ્યક્તિ નાશ પામશે નહિ. ઈસુએ પહેલેથી જ કહ્યું હતું કે તેમાંથી કેટલાકને મોતને ઘાટ ઉતારવામાં આવશે, તેથી કેટલાક તેનો અર્થ એમ સમજ્યા કે તેઓને આત્મિક રીતે નુકસાન પહોંચાડવામાં આવશે નહિ. વૈકલ્પિક અનુવાદ: પરંતુ આ બાબતો ખરેખર તમને નુકસાન પહોંચાડી શકશે નહિ અથવા તમારા માથાના દરેક વાળ પણ સુરક્ષિત રહેશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

Luke 21:19

By your endurance

સ્થિર પકડી રાખવા દ્વારા. આ વિપરીત રીતે દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જો તમે પડતું ન મૂકો તો

you will gain your souls

આત્મા"" એ વ્યક્તિના શાશ્વત ભાગને રજૂ કરવા માટે સમજી શકાયું હતું. વૈકલ્પિક અનુવાદ: તમે જીવન પ્રાપ્ત કરશો અથવા ""તમે પોતાને બચાવશો

Luke 21:20

Jerusalem surrounded by armies

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: યરૂશાલેમની આસપાસના સૈન્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

that its desolation is near

કે તે ટૂંક સમયમાં નાશ પામશે અથવા ""તેઓ જલદીથી તેનો નાશ કરશે

Luke 21:21

let flee

ભયથી નાસી જાઓ

out in the country

આ યરૂશાલેમની બહારના ગ્રામીણ વિસ્તારોનો ઉલ્લેખ કરે છે, રાષ્ટ્રનો નહિ. વૈકલ્પિક અનુવાદ: ""શહેરની બહાર

enter into it

યરૂશાલેમ પ્રવેશ

Luke 21:22

these are days of vengeance

આ સજાના દિવસો છે અથવા ""આ તે સમય હશે જ્યારે ઈશ્વર આ શહેરને સજા કરશે

all the things that have been written

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: પ્રબોધકોએ શાસ્ત્રોમાં ઘણા સમય પહેલા લખેલી સર્વ બાબતો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

to fulfill

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: થશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 21:23

to those who are nursing

માતાઓ જે તેમના બાળકોને ધવડાવતી હોય

there will be great distress upon the land

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) દેશના લોકો દુ:ખી થશે અથવા 2) દેશમાં શારીરિક આપત્તિઓ આવશે.

wrath to this people

ત્યાં તે સમયે લોકોને માટે કોપ હશે. ઈશ્વર આ કોપ લાવશે. વૈકલ્પિક અનુવાદ: આ લોકો ઈશ્વરના કોપનો અનુભવ કરશે અથવા ઈશ્વર ખૂબ ગુસ્સે થશે અને આ લોકોને સજા કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 21:24

They will fall by the edge of the sword

તેઓ તલવારની ધારથી માર્યા જશે. અહીં તલવારની ધારથી પડવું એ શત્રુ સૈનિકો દ્વારા માર્યા જવાને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: શત્રુ સૈનિકો તેમને મારી નાખશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

they will be led captive into all the nations

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તેમના શત્રુઓ તેમને પકડશે અને તેમને બીજા દેશોમાં લઈ જશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

into all the nations

સર્વ"" શબ્દ એ બાબત પર ભાર મૂકવા માટે અતિશયોક્તિ છે કે તેઓને ઘણા દેશોમાં દોરી જવાશે. વૈકલ્પિક અનુવાદ: બીજા ઘણા દેશોમાં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hyperbole)

Jerusalem will be trampled by the Gentiles

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) વિદેશી લોકો યરૂશાલેમ પર વિજય મેળવશે અને તેનો કબજો કરશે અથવા 2) વિદેશીઓ યરૂશાલેમના શહેરનો નાશ કરશે અથવા 3) વિદેશીઓ યરૂશાલેમના લોકોનો નાશ કરશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

trampled by the Gentiles

આ રૂપક યરૂશાલેમ વિશે એવી રીતે જણાવે છે જાણે કે બીજા રાષ્ટ્રોના લોકો તેના પર ચાલતા હોય અને તેને તેમના પગથી કચડી નાખતા હોય. આ વર્ચસ્વનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: વિદેશીઓ દ્વારા જીતી લેવાયેલુ અથવા બીજા રાષ્ટ્રો દ્વારા નાશ કરવામાં આવેલું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

the times of the Gentiles are fulfilled

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: વિદેશીઓનો સમય પૂરો થવા આવ્યો છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 21:25

the nations will be distressed

અહીં રાષ્ટ્રો તેમાંના લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""રાષ્ટ્રોના લોકો દુ:ખી થશે

will be distressed and anxious at the roaring and tossing of the sea

દુ:ખી કારણ કે તેઓ સમુદ્રની ગર્જના અને તેના મોજાઓથી ચિંતાતૂર થશે અથવા દુ:ખી, અને સમુદ્રનો મોટો અવાજ અને તેની તોફાની હિલચાલ તેમને ડરાવશે. આ અસામાન્ય તોફાનો અથવા સમુદ્રને લગતી આપત્તિઓનો ઉલ્લેખ કરતું દેખાય છે.

Luke 21:26

the things which are coming upon the world

બાબતો જે જગતમાં બનશે અથવા ""બાબતો જે જગત સાથે બનશે

the powers of the heavens will be shaken

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) કે ઈશ્વર સૂર્ય ચંદ્ર અને તારાઓને હલાવશે જેથી તેઓ તેમની સામાન્ય રીત પ્રમાણે આગળ વધે નહિ અથવા 2) ઈશ્વર આકાશમાંના શક્તિશાળી આત્માઓને મુશ્કેલી પહોંચાડશે. પ્રથમની ભલામણ કરવામાં આવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 21:27

the Son of Man coming

ઈસુ પોતાનો ઉલ્લેખ કરી રહ્યા છે. વૈકલ્પિક અનુવાદ: હું, મનુષ્ય પુત્ર, આવી રહ્યો છું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

coming in a cloud

વાદળમાં નીચે આવી રહ્યો છું

with power and great glory

અહીં પરાક્રમ લગભગ જગતનો ન્યાય કરવા માટે તેમના અધિકારનો ઉલ્લેખ કરે છે. અહીં મહિમા એ તેજસ્વી પ્રકાશનો ઉલ્લેખ કરી શકે છે. ઈશ્વર કેટલીક વાર તેની મહાનતા ખૂબ તેજસ્વી પ્રકાશ વડે દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: પરાક્રમી અને મહિમાવંત અથવા ""અને તેઓ પરાક્રમી અને ખૂબ જ મહિમાવંત હશે

Luke 21:28

stand up

કેટલીકવાર જ્યારે લોકો ડરતા હોય છે, ત્યારે તેઓ જોવા અથવા ઇજાને ટાળવા માટે નીચે નમે છે. જ્યારે તેઓ ડરતા નથી, ત્યારે તેઓ ઊભા થાય છે. વૈકલ્પિક અનુવાદ: ""આત્મવિશ્વાસ સાથે ઊભા રહો

lift up your heads

માથું ઊંચું કરવું એ ઊંચું જોવા માટેનું એક ઉપનામ છે. જ્યારે તેઓ તેમના માથા ઉપર કરે, ત્યારે તેઓ તેમના બચાવનારને તેમની પાસે આવતા જોઈ શકશે. વૈકલ્પિક અનુવાદ: ઉપર જુઓ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

because your deliverance is coming near

ઈશ્વર, જે છોડવે છે, તેમના વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તેઓ છુટકારો હોય. છુટકારો શબ્દ એ એક અમૂર્ત નામ છે જેનું ક્રિયાપદ તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: કારણ કે ઈશ્વર જલદીથી તમને છોડાવશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-abstractnouns)

Luke 21:29

Connecting Statement:

ઈસુ પોતાના શિષ્યોને શીખવવાનું ચાલુ રાખે છે, અને તેઓ તેમને એક દ્રષ્ટાંત કહે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)

Luke 21:30

When they sprout buds

જ્યારે નવા પાંદડા વૃદ્ધિ પામવા માંડે છે

summer is already near

ઉનાળો શરૂ થવાનો છે. ઇઝરાએલમાં ઉનાળો અંજીર વૃક્ષના પાંદડા ઉગાડે છે અને તે સમય છે જ્યારે અંજીર પાકે છે. વૈકલ્પિક અનુવાદ: લણણીનો સમય શરૂ થવાની તૈયારી છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 21:31

So also, when you see these things happening

જેમ અંજીરના વૃક્ષના પાંદડાઓનો દેખાવ ઉનાળાના આગમનનો સંકેત આપે છે તેમ ઈસુએ હમણાં જ વર્ણવેલ સંકેતોનો દેખાવ ઈશ્વરના રાજ્યના આગમનનો સંકેત આપે છે.

the kingdom of God is near

ઈશ્વર જલદીથી તેમનું રાજ્ય સ્થાપશે. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વર જલદીથી રાજા તરીકે શાસન કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Luke 21:32

Connecting Statement:

ઈસુએ તેમના શિષ્યોને શિક્ષણ આપવાનું ચાલુ રાખ્યું.

Truly I say to you

આ અભિવ્યક્તિ ઈસુ જે કહેવાના છે તેના મહત્વ પર ભાર મૂકે છે.

this generation

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ઈસુ જે બોલે છે તેના પ્રથમ ચિહ્નો જે પેઢી જોશે અથવા 2) ઈસુ જે પેઢી સાથે બોલી રહ્યા છે. પ્રથમ વધુ સંભવિત છે.

will not pass away until

આ હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""હજુ પણ જીવંત હશે જ્યારે

Luke 21:33

Heaven and earth will pass away

સ્વર્ગ અને પૃથ્વીનું અસ્તિત્વ જતું રહેશે. અહીં સ્વર્ગ શબ્દ આકાશ અને તેનાથી આગળના બ્રહ્માંડનો ઉલ્લેખ કરે છે.

my words will never pass away

મારા શબ્દો કદી જતાં રહેશે નહિ અથવા મારા શબ્દો ક્યારેય નિષ્ફળ જશે નહિ. ઈસુએ જે કહે છે તે સર્વનો ઉલ્લેખ કરવા માટે અહીં તેમણે શબ્દો નો ઉપયોગ કર્યો છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

will never pass away

આ હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""કાયમ રહેશે

Luke 21:34

so that your hearts are not burdened

અહીં હૃદય એ વ્યક્તિના મન અને વિચારોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: જેથી તમે ભરાઈ ન જાઓ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

so that ... are not burdened

ઈસુ અહીં નીચેના પાપોની વાત એવી રીતે કરે છે જાણે તેઓ કોઈ શારીરિક વજન હોય જેને કોઈ વ્યક્તિએ વહન કરવાનું હતું. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

the effects of drinking

ખૂબ વધુ દારૂ પીવો તે તમને શું કરશે અથવા ""નશો

the worries of life

આ જીવન વિશે ખૂબ ચિંતા કરવી

that day will close on you suddenly

જેમ પ્રાણી તેની અપેક્ષા ન રાખતું હોય ત્યારે તેના પર છટકું બંધ થાય, તેમ જ્યારે લોકો તે દિવસની અપેક્ષા રાખતા નહિ હોય ત્યારે થશે. વૈકલ્પિક અનુવાદ: જેમ અચાનક પ્રાણી પર ફાંસો બંધ થઈ જાય છે, તેમ તમે તે દિવસની અપેક્ષા રાખતા નહિ હોય ત્યારે બનશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-simile)

that day will close on you suddenly

તે દિવસનું આવવું એ જેઓ તૈયાર નથી અને તેની રાહ જોઈ રહ્યા નથી તેઓ માટે અચાનક અને અણધાર્યો હશે. વૈકલ્પિક અનુવાદ: જીવન. જો તમે સાવધ ન રહો, તો તે દિવસ અચાનક તમારા પર આવી પડશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

that day

આ તે દિવસનો ઉલ્લેખ કરે છે જ્યારે મસીહા પાછા આવશે. વૈકલ્પિક અનુવાદ: ""મનુષ્ય પુત્ર આવશે તે દિવસ

Luke 21:35

it will come upon everyone

તે દરેકને અસર કરશે અથવા ""તે દિવસની ઘટનાઓ દરેકને અસર કરશે

on the face of the whole earth

પૃથ્વીની સપાટી વિશે એવું બોલવામાં આવ્યું છે જાણે કે તે વ્યક્તિના ચહેરાનો બાહ્ય ભાગ હોય. વૈકલ્પિક અનુવાદ: સમગ્ર પૃથ્વીની સપાટી પર અથવા સમગ્ર પૃથ્વી પર (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Luke 21:36

Connecting Statement:

ઈસુ તેમના શિષ્યોને શિક્ષણ આપવાનું પૂર્ણ કરે છે.

be alert

મારા આવવા માટે તૈયાર રહો

you may be strong enough to escape all these things

શક્ય અર્થો આ પ્રમાણે છે1) આ બાબતોને સહન કરવા માટે પૂરતા પ્રબળ અથવા 2) ""આ વસ્તુઓને ટાળવા માટે સક્ષમ.

all these things that are about to take place

આ વસ્તુઓ જે બનશે. ઈસુએ તેઓને હમણાં જ ભયંકર બિનાઓ વિશે કહ્યું છે, જેમ કે સતાવણી, યુદ્ધ અને ગુલામી.

to stand before the Son of Man

માણસનો દીકરા સમક્ષ આત્મવિશ્વાસ સાથે ઊભા રહેવું. તે કદાચ જ્યારે મનુષ્ય પુત્ર દરેકનો ન્યાય કરશે તેનો ઉલ્લેખ કરે છે. જે વ્યક્તિ તૈયાર નથી તે મનુષ્ય પુત્રથી ડરશે અને આત્મવિશ્વાસ સાથે ઉભો રહી શકશે નહિ.

Luke 21:37

Connecting Statement:

આ વાર્તાના ભાગનો અંત છે કે જે લૂક 20:1 માં શરૂ થયો હતો. આ કલમો વાર્તાનો મુખ્ય ભાગ સમાપ્ત થયા પછી ચાલુ રહેલી ક્રિયા વિશે જણાવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-endofstory)

during the days he was teaching

દિવસ દરમિયાન તેઓ શિક્ષણ આપતા અથવા તેઓ દરેક દિવસ શીખવતા હતા. નીચે આપેલા કલમો એવી બાબતો વિશે જણાવે છે કે જે ઈસુએ અને લોકોએ તેમના મૃત્યુ પહેલાં અઠવાડિયા દરમિયાન દરરોજ કરી હતી.

in the temple

ભક્તિસ્થાનમાં ફક્ત યાજકોને જ જવાની પરવાનગી હતી. વૈકલ્પિક અનુવાદ: ભક્તિસ્થાનમાં અથવા ભક્તિસ્થાનના આંગણામાં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

at night he went out

રાત્રે તેઓ શહેરની બહાર જતા હતા અથવા ""તેઓ દરેક રાત્રે બહાર જતા હતા

Luke 21:38

all of the people

સર્વ"" શબ્દ એ બાબત પર ભાર મૂકવા માટેની કદાચ અતિશયોક્તિ છે કે ટોળું ખૂબ મોટુ હતું. વૈકલ્પિક અનુવાદ: શહેરમાંના ખૂબ મોટી સંખ્યામાં લોકો અથવા લગભગ શહેરના દરેક વ્યક્તિ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hyperbole)

were coming early in the morning

દરરોજ વહેલી સવારે આવતા

to hear him

તેમનું શિક્ષણ સાંભળવા