Luke 22

લૂક 22 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

શરીર અને રક્તને ખાવું

લૂક 22:19-20 તેમના અનુયાયીઓ સાથે ઈસુના છેલ્લા ભોજનને વર્ણવે છે. આ સમયે, ઈસુએ તેઓને કહ્યું કે તેઓ જે ખાઈ અને પી રહ્યા છે એ તેમનું શરીર અને તેમનું રક્ત છે. લગભગ સર્વ ખ્રિસ્તી મંડળીઓ આ ભોજનને યાદ કરવા માટે પ્રભુ ભોજન, “ધાર્મિક વિધિ"", અથવા પવિત્ર સંસ્કાર ઉજવે છે.

નવો કરાર

કેટલાક લોકો માને છે કે ઈસુએ આ ભોજન વખતે નવો કરાર સ્થાપ્યો. બીજાઓ માને છે કે તેઓ સ્વર્ગમાં ગયા પછી તેમણે તે સ્થાપ્યો. બીજાઓ માને છે કે તે ઈસુ પાછા નહિ આવે ત્યાં સુધી તે સ્થાપિત થશે નહિ. તમારું અનુવાદ યુએલટી કરતાં વિશેષ કહેતું હોવું જોઈએ નહિ. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#covenant)

આ અધ્યાયમાં અનુવાદને લગતી અન્ય સંભવિત મુશ્કેલીઓ

મનુષ્ય પુત્ર

ઈસુ આ અધ્યાયમાં મનુષ્ય પુત્ર તરીકે પોતાનો ઉલ્લેખ કરે છે (લૂક 22:22). તમારી ભાષા લોકોને પોતાના વિશે જેમ બોલતા હોય તેમ બીજા કોઈ માટે બોલવાની પરવાનગી આપતું ન હોઈ શકે. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#sonofman અને /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

Luke 22:1

General Information:

યહૂદા ઈસુને દગો આપવા સંમત થાય છે. આ કલમો આ ઘટના વિશે પૃષ્ઠભૂમિની માહિતી આપે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

Now

આ શબ્દનો ઉપયોગ અહીં એક નવી ઘટનાને રજૂ કરવા માટે કરવામાં આવ્યો છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-newevent)

the Festival of Unleavened Bread

તે પર્વને આ નામથી ઓળખવામાં આવતો હતો કારણ કે આ પર્વ દરમિયાન યહૂદીઓ ખમીરથી બનેલી રોટલી ખાતા નહોતા. વૈકલ્પિક અનુવાદ: પર્વ જ્યારે તેઓ બેખમીર રોટલી ખાતા હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

was approaching

શરૂ થવાની તૈયારી જ હતી

Luke 22:2

how they might put him to death

યાજકો અને શાસ્ત્રીઓની પોતાની પાસે ઈસુને મારી નાખવાનો અધિકાર ન હતો, પરંતુ તેઓને આશા હતી કે બીજા લોકો તેમને મારી નાખશે. વૈકલ્પિક અનુવાદ: તેઓ કેવી રીતે ઈસુને મોતને ઘાટ ઉતારી શકે છે અથવા તેઓ કેવી રીતે કોઈને ઈસુને મારી નાખવાનું કારણ બનાવી શકે છે.

they were afraid of the people

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) લોકો શું કરી શકે તેનાથી ડર્યા અથવા 2) ""લોકો ઈસુને રાજા બનાવશે તેથી ડર્યા.

Luke 22:3

General Information:

આ વાર્તાના ભાગમાં આ ક્રિયાની શરૂઆત છે.

Satan entered into Judas ... Iscariot

આ લગભગ અશુદ્ધ આત્મા ગ્રસ્ત હોવા જેવું જ હતું.

Luke 22:4

the chief priests

યાજકોના આગેવાનો

captains

ભક્તિસ્થાનના રક્ષકોના અધિકારીઓ

about how he might betray Jesus to them

ઈસુની ધરપકડ કરવામાં તે કેવી રીતે તેમની મદદ કરશે

Luke 22:5

They were glad

મુખ્ય યાજકો અને સરદારો ખુશ હતા

to give him money

યહૂદાને નાણાં આપવા

Luke 22:6

he agreed

તે સંમત થયો

began seeking an opportunity to deliver him to them away from the crowd

આ એક ચાલુ ક્રિયા છે જે વાર્તાનો આ ભાગ સમાપ્ત થયા પછી પણ ચાલુ રહે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-endofstory)

to betray him

તેમને લઈ લો

away from the crowd

ખાનગી રીતે અથવા ""જ્યારે તેમની આસપાસ કોઈ ટોળું ન હોય ત્યારે

Luke 22:7

General Information:

ઈસુએ પિતર અને યોહાનને પાસ્ખાના ભોજનની તૈયારી કરવા માટે મોકલ્યા. કલમ 7 ઘટના વિશે પૃષ્ઠભૂમિની માહિતી આપે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

the day of unleavened bread

બેખમીર રોટલીનો દિવસ. આ દિવસ હતો જ્યારે યહૂદીઓ ખમીરથી બનેલી સર્વ રોટલીને તેમના ઘરની બહાર કાઢી દેતા હતા. ત્યારબાદ તેઓ સાત દિવસ સુધી બેખમીર રોટલીનું પર્વ ઉજવતા હતા.

it was necessary to sacrifice the Passover lamb

દરેક કુટુંબ અથવા લોકોના જૂથ એક હલવાનને મારી અને તેને એક સાથે ભોજન કરતાં, ઘણા હલવાનોની હત્યા કરવામાં આવતી હતી. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: લોકોએ તેમના પાસ્ખાના ભોજન માટે એક હલવાનને મારી નાખવું પડતું હતું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 22:8

prepare

આ એક સામાન્ય શબ્દ છે જેનો અર્થ છે તૈયાર કરો. જરૂરી નહોતું કે ઈસુ પિતર અને યોહાનને સઘળી રસોઈ કરવાનું કહી રહ્યા ન હતા.

so that we may eat it

જ્યારે ઈસુએ કહ્યું અમે ત્યારે તેમણે પિતર અને યોહાનનો સમાવેશ કર્યો હતો. પિતર અને યોહાન તે શિષ્યોના જૂથનો ભાગ હશે જે ભોજન ખાવાના હશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-inclusive)

Luke 22:9

you want us to make preparations

અમે"" શબ્દ ઈસુનો સમાવેશ કરતો નથી. ઈસુ ભોજન તૈયાર કરનાર જૂથનો ભાગ હશે નહિ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-exclusive)

to make preparations

ભોજનની તૈયારી કરો અથવા ""ભોજન તૈયાર કરો

Luke 22:10

He answered them

ઈસુએ પિતર અને યોહાનને જવાબ આપ્યો

Look

ઈસુએ આ શબ્દનો ઉપયોગ તેઓ ધ્યાન આપે અને તેમણે જે કહ્યું બરાબર તે પ્રમાણે કરવા માટે કર્યો.

a man bearing a pitcher of water will meet you

તમે પાણીનો ઘડો લઈ જતા એક માણસને જોશો

bearing a pitcher of water

પાણી ભરેલો ઘડો ઊંચકીને. તેણે કદાચ તેના ખભા પર ઘડો ઊંચક્યો હશે.

Follow him into the house

તેને અનુસરો, અને ઘરમાં જાઓ

Luke 22:11

The Teacher says to you, ""Where is the guest room, where I will eat the Passover with my disciples?

મહેમાન ખંડ ક્યાં છે"" સાથે આ અવતરણ શરૂ થાય છે, જે શિક્ષક ઇસુ, તે ઘરના માલિકને શું કહેવા માગે છે તેનું પ્રત્યક્ષ અવતરણ છે. તેને પરોક્ષ અવતરણ તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: અમારા ઉપદેશક પૂછે છે કે મહેમાન ખંડ ક્યાં છે જ્યાં તેઓ તેમના શિષ્યો સાથે પાસ્ખા ખાશે. અથવા અમારા ઉપદેશક કહે છે અમને મહેમાન ખંડ બતાવો જ્યાં તેઓ અમારી સાથે અને તેમના બાકીના શિષ્યો સાથે પાસ્ખા ખાશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations)

The Teacher

આ ઈસુનો ઉલ્લેખ કરે છે.

I will eat the Passover

પાસ્ખાનું ભોજન ખાવું

Luke 22:12

Connecting Statement:

ઈસુ પિતર અને યોહાનને સૂચનાઓ આપવાનું ચાલુ રાખે છે.

He will show you

ઘરનો માલિક તમને બતાવશે

upper room

ઉપરનો ખંડ. જો તમારા સમુદાયમાં બીજા ઓરડાઓ ઉપર ઓરડાઓ ન હોય, તો તમારે શહેરમાંની ઇમારતોનું વર્ણન કેવી રીતે કરવું તે ધ્યાનમાં લેવાની જરૂર પડી શકે છે.

Luke 22:13

So they went

તેથી પિતર અને યોહાન ગયા

Luke 22:14

Connecting Statement:

આ પાસ્ખા વિશેની વાર્તાના ભાગની આગામી ઘટના છે. ઈસુ અને તેમના શિષ્યો પાસ્ખાનું ભોજન કરવા બેઠા છે.

Now when the hour came

જ્યારે ભોજનનો સમય હતો ત્યારે

he reclined at table

ઈસુ નીચે બેસી ગયા

Luke 22:15

I have greatly desired

હું ખૂબ ઇચ્છતો હતો

before I suffer

ઈસુ આગળ તેમના મૃત્યુનો ઉલ્લેખ કરી રહ્યા છે. અહીં સહેવું શબ્દનો અર્થ અસામાન્ય રીતે મુશ્કેલ અથવા પીડાદાયક અનુભવમાંથી પસાર થવું થાય છે.

Luke 22:16

For I say to you

ઈસુ આ શબ્દસમૂહનો ઉપયોગ આગળ જે તેઓ કહેશે તેના મહત્વ પર ભાર મૂકવા કરે છે.

until when it is fulfilled

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) જ્યાં સુધી પાસ્ખાપર્વનો હેતુ પૂર્ણ ન થાય ત્યાં સુધી. વૈકલ્પિક અનુવાદ: જ્યાં સુધી ઈશ્વર પરિપૂર્ણ ન કરે ત્યાં સુધી અથવા જ્યાં સુધી ઈશ્વર પાસ્ખાપર્વનો હેતુ પૂર્ણ ન કરે ત્યાં સુધી અથવા 2) જ્યાં સુધી આપણે અંતિમ પાસ્ખાપર્વ ઉજવીએ નહિ ત્યાં સુધી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 22:17

he took a cup

દ્રાક્ષારસનો એક પ્યાલો ઉપાડ્યો

when he had given thanks

જ્યારે તેમણે ઈશ્વરનો આભાર માન્યો

he said

તેમણે તેમના પ્રેરિતોને કહ્યું

divide it among yourselves

તેઓએ જાતે પ્યાલાને જ નહિ, પરંતુ પ્યાલાની સામગ્રીને વહેંચવાની હતી. વૈકલ્પિક અનુવાદ: પ્યાલામાનો દ્રાક્ષારસ તમારી મધ્યે વહેંચો અથવા તમારામાંનો દરેક પ્યાલામાંથી કેટલોક દ્રાક્ષારસ પીઓ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Luke 22:18

For I say to you

ઈસુએ આ શબ્દસમૂહનો ઉપયોગ આગળ જે તેઓ કહેશે તેના મહત્વ પર ભાર મૂકવા માટે કર્યો.

the fruit of the vine

આ દ્રાક્ષાવેલામાંથી ઉગેલી દ્રાક્ષમાંથી નીકળેલા રસનો ઉલ્લેખ કરે છે. દ્રાક્ષારસ આથો આવેલ દ્રાક્ષના રસમાંથી બનાવવામાં આવે છે.

until the kingdom of God comes

જ્યાં સુધી ઈશ્વર તેમના રાજ્યની સ્થાપના ન કરે ત્યાં સુધી અથવા ""જ્યાં સુધી ઈશ્વર તેમના રાજ્યમાં રાજ ન કરે ત્યાં સુધી

Luke 22:19

bread

આ રોટલીમાં ખમીર નથી, તેથી તે ચપટી હતી.

he broke it

તેમણે તે તોડી અથવા તેમણે તે ભાંગી. તેમણે કદાચ તેને ઘણા બધા ટુકડામાં વહેંચી દીધી અથવા તેમણે તેને બે ટુકડામાં વહેંચી અને તે પ્રેરિતોને તેઓ વચ્ચે વહેંચવા આપી હોય. જો શક્ય હોય તો, બંને પરિસ્થિતિઓને લાગુ પડતી હોય એવી અભિવ્યક્તિનો ઉપયોગ કરો.

This is my body

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) આ રોટલી મારું શરીર છે અને 2) ""આ રોટલી મારા શરીરને રજૂ કરે છે.

my body which is given for you

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: મારું શરીર, જે હું તમારા માટે આપીશ અથવા મારું શરીર, જે હું તમારા માટે બલિદાન આપીશ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Do this

આ રોટલી ખાઓ

in remembrance of me

મને યાદ કરવા માટે

Luke 22:20

This cup

પ્યાલો"" શબ્દ પ્યાલામાંના દ્રાક્ષારસનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: આ પ્યાલોમાંનો રસ અથવા “દ્રાક્ષારસનો આ પ્યાલો"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

the new covenant in my blood

જ્યારે તેમનું રક્ત વહેશે ત્યારથી જ આ નવો કરાર અમલમાં આવશે. વૈકલ્પિક અનુવાદ: ""નવો કરાર જે મારા રક્ત દ્વારા માન્ય થશે

which is poured out for you

ઈસુએ તેમના રક્ત વહેવડાવવામાં આવશે તેનો ઉલ્લેખ કરીને તેમના મૃત્યુની વાત કરે છે. વૈકલ્પિક અનુવાદ: જે તમારા માટે મૃત્યુમાં રેડવામાં આવે છે અથવા એ તમારા માટે જ્યારે હું મરણ પામીશ ત્યારે મારા ઘામાંથી નીકળી આવશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Luke 22:21

Connecting Statement:

ઈસુ પોતાના પ્રેરિતો સાથે બોલવાનું ચાલુ રાખે છે.

The one who betrays me

એક કે જે મારી સાથે દગો કરશે

Luke 22:22

For the Son of Man indeed goes

માટે, ખરેખર, મનુષ્ય પુત્ર જશે અથવા ""માટે મનુષ્ય પુત્ર મૃત્યુ પામશે

the Son of Man indeed goes

ઈસુ ત્રીજા વચનમાં પોતાના વિશે બોલી રહ્યા છે. વૈકલ્પિક અનુવાદ: હું, મનુષ્ય પુત્ર, ખરેખર જાઉં છું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

as it has been determined

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: જેમ ઈશ્વરે નક્કી કર્યું છે તે પ્રમાણે અથવા જેમ ઈશ્વરે યોજના કરી છે તે પ્રમાણે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

But woe to that man through whom he is betrayed

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: પરંતુ મનુષ્ય પુત્રને દગો દેનાર માણસને અફસોસ અથવા પરંતુ મનુષ્ય પુત્રને દગો દેનાર માણસ માટે તે કેટલું ભયંકર હશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 22:24

Then there arose also a quarrel among them

પછી પ્રેરિતોએ એકબીજા સાથે દલીલ કરવાનું શરૂ કર્યું

was considered to be greatest

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: સૌથી મહત્વપૂર્ણ હતો અથવા લોકો માનશે કે સૌથી મહત્વપૂર્ણ હતો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 22:25

So he said to them

ઈસુએ પ્રેરિતોને કહ્યું

are masters over themlord it over them

વિદેશીઓ પર બળજબરીપૂર્વક શાસન કરે છે

are referred to as

લોકોએ એવા શાસકો વિશે વિચાર્યું નહિ હોય જે લોકો તેમના લોકોની ભલાઈ કરતાં હોય. વૈકલ્પિક અનુવાદ: બોલાવવા માંગતા હોય અથવા ""પોતાને બોલાવો

Luke 22:26

Connecting Statement:

ઈસુ પોતાના પ્રેરિતોને શિક્ષણ આપવાનું ચાલુ રાખે છે.

it must not be like this with you

તમારે તે રીતે કાર્ય કરવું ન જોઈએ

the youngest

તે સંસ્કૃતિમાં વૃદ્ધ લોકોનો આદર કરવામાં આવતો હતો. આગેવાનો સામાન્ય રીતે વૃદ્ધ લોકો હતા અને તેમને વડીલો કહેવાતા હતા. સૌથી નાની વયની વ્યક્તિ ઓછામાં ઓછી આગેવાની લેશે, અને ઓછામાં ઓછી મહત્વપૂર્ણ હશે. વૈકલ્પિક અનુવાદ: ઓછામાં ઓછી મહત્વપૂર્ણ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

the one who serves

એક ચાકર

Luke 22:27

For

તે કલમ 26 માંના ઈસુના આદેશોને 27 મી આખી કલમ સાથે જોડે છે. તેનો અર્થ એ છે કે સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિએ સેવા કરવી જોઈએ કારણ કે ઈસુ સેવક છે.

For who is greater ... the one who serves?

માટે કોણ વધુ મહત્વપૂર્ણ છે ... સેવા કરે છે? ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ કોણ ખરેખર મહાન છે એ પ્રેરિતોને સમજાવવા શરૂ કરવા માટે કરે છે. વૈકલ્પિક અનુવાદ: હું ઇચ્છું છું કે તમે કોણ મોટું છે એ વિશે વિચારો ... સેવા કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

the one who reclines at table

એક કે જે જમે છે

Is it not the one who reclines at table?

ઈસુ શિષ્યોને શીખવવા માટે બીજા પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: અલબત્ત જે મેજ પર બેસે છે તે ચાકર કરતાં વધુ મહત્વપૂર્ણ છે! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Yet I am among you as one who serves

પરંતુ હું ચાકર બનવા માટે તમારી સાથે છું અથવા પણ ચાકર કેવું વર્તન કરે છે તે બતાવવા માટે હું તમારી સાથે છું. અહીં હજુ સુધી શબ્દ છે કેમ કે ઈસુ કોના જેવા હશે તે માટે લોકો જે અપેક્ષા રાખતા હતા અને તેઓ ખરેખર જેવા હતા તે બંને વચ્ચે વિરોધાભાસ છે.

Luke 22:28

the ones who have continued with me in my temptations

મારા સંઘર્ષો દરમિયાન મારી સાથે રહ્યા

Luke 22:29

I grant to you, just as my Father has granted to me, a kingdom

કેટલીક ભાષાઓએ ક્રમમાં ફેરફાર કરવાની જરૂર પડી શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""જેમ મારા પિતાએ મને રાજ્ય આપ્યું છે, તેમ હું તમને રાજ્ય આપું છું.

I grant to you a kingdom

હું તમને ઈશ્વરના રાજ્યમાંના શાસક બનાવું છું અથવા હું તમને રાજ્યમાં શાસન કરવાનો અધિકાર આપું છું અથવા હું તમને રાજાઓ બનાવીશ.

just as my Father has granted to me

જેમ મારા પિતાએ મને તેમના રાજ્યમાં રાજા તરીકે શાસન કરવાનો અધિકાર આપ્યો છે તેમ

Luke 22:30

you will sit on thrones

રાજાઓ સિંહાસન પર બેસે છે. સિંહાસન પર બેસવું એ શાસન કરવાનું પ્રતીક છે. વૈકલ્પિક અનુવાદ: તમે રાજાઓ તરીકે કામ કરશો અથવા તમે રાજાઓનું કાર્ય કરશો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Luke 22:31

General Information:

ઈસુ સિમોન સાથે પ્રત્યક્ષ રીતે બોલે છે.

Simon, Simon

ઈસુએ બે વાર તેનું નામ એ બતાવવા માટે લીધું કે તેઓ હવે તેને જે કહેવાના હતા એ ખૂબ જ મહત્વપૂર્ણ હતું.

you

તમે"" શબ્દ સર્વ પ્રેરિતોનો ઉલ્લેખ કરે છે. ભાષાઓ જેઓ પાસે તમે ના વિવિધ સ્વરૂપો હોય તો તેમણે બહુવચનનો ઉપયોગ કરવો જોઈએ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

to sift you as wheat

તેનો અર્થ એ છે કે શેતાન કંઈક ખોટું શોધવા શિષ્યોનું પરીક્ષણ કરવા માંગતો હતો. વૈકલ્પિક અનુવાદ: જેમ કોઈ ચાળણી દ્વારા અનાજ ચાળે છે તેમ તમારી પરીક્ષા કરે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Luke 22:32

But I have prayed for you

અહીં તમે શબ્દ ખાસ કરીને સિમોનનો ઉલ્લેખ કરે છે. ભાષાઓ કે જેમાં તમે ના વિવિધ સ્વરૂપો હોય તો તેમણે એકવચનના સ્વરૂપનો ઉપયોગ કરવો જોઈએ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

so that your faith may not fail

આ હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: કે તમે વિશ્વાસ કરવાનું ચાલુ રાખશો અથવા ""કે તમે મારા પર વિશ્વાસ કરવાનું ચાલુ રાખશો

when you have turned back

અહીં ફરી પાછું ફરવું એ કોઈકમાં ફરીથી વિશ્વાસ કરવાનું શરૂ કરવા માટેનું એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: તું ફરીથી મારામાં વિશ્વાસ કરવાનું શરૂ કરે ત્યાર પછી અથવા તું ફરીથી મારી સેવા કરવાનું શરૂ કરે ત્યાર પછી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

strengthen your brothers

તારા ભાઈઓને તેમના વિશ્વાસમાં મજબૂત થવા ઉત્તેજન આપ અથવા ""તારા ભાઈઓને મારામાં વિશ્વાસ કરવા મદદ કરજે

your brothers

આ બીજા શિષ્યોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: તારા સાથી વિશ્વાસીઓ અથવા ""બીજા શિષ્યો

Luke 22:34

the rooster will not crow today, before you deny three times that you know me

કલમના ભાગોના ક્રમને ઉલટાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""આ દિવસે મરઘો બોલે તે અગાઉ તું મને ઓળખતો નથી એમ કહેતા તું મારો ત્રણ વાર નકાર કરીશ

the rooster will not crow today, before you deny

આ હકારાત્મક રીતે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તું મારો નકાર કરીશ ત્યાર પછી જ આ દિવસે મરઘો બોલશે અથવા ""આજે મરઘો બોલે તે પહેલાં, તું નકાર કરીશ

the rooster will not crow

અહીં, મરઘાંનું બોલવું એ દિવસના ચોક્કસ સમયનો ઉલ્લેખ કરે છે. મરઘો ઘણીવાર સવારે સૂર્ય દેખાતા પહેલાં બોલે છે. તેથી, એ પરોઢિયાંનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

rooster

એક પક્ષી કે જે સૂર્ય ઉપર આવે તે સમયની આસપાસ મોટેથી બોલે છે

today

યહૂદી દિવસની શરૂઆત સૂર્યાસ્ત સમયે થાય છે. ઈસુ સૂર્યાસ્ત પછી બોલી રહ્યા હતા. મરઘો સવાર થતાં પહેલા બોલે છે. સવાર એ આ દિવસ નો ભાગ હતો. વૈકલ્પિક અનુવાદ: આજે રાતે અથવા સવારમાં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 22:35

Connecting Statement:

ઈસુએ તેમનું ધ્યાન પાછું તેમના સર્વ શિષ્યો તરફ ફેરવ્યું.

Then he said to them, When ... did you lack anything? They answered, ""Nothing.

ઈસુએ એક પ્રશ્નનો ઉપયોગ પ્રેરિતોને યાદ રાખવા મદદ કરી કે લોકોએ તેઓની મુસાફરી દરમિયાન કેટલી સારી વ્યવસ્થા કરી. જો કે તે અલંકારિક પ્રશ્ન છે અને ઈસુ માહિતી માગી રહ્યા નથી, તોપણ તમારે તેને એક પ્રશ્ન તરીકે અનુવાદ કરવું જોઈએ સિવાય કે કોઈ નિવેદનમાં શિષ્યો જવાબ આપે કે તેઓને કશી ખોટ પડી નહિ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

When I sent you out

ઈસુ પોતાના પ્રેરિતો સાથે વાત કરી રહ્યા હતા. તેથી ભાષાઓ કે જેમાં તમે ના વિવિધ સ્વરૂપો હોય તો તેમણે બહુવચનના સ્વરૂપનો ઉપયોગ કરવો જોઈએ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

purse

પર્સ એ નાણાં રાખવા માટેની થેલી છે. અહીં તેનો ઉપયોગ નાણાં માટે થાય છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

a bag of provisions

મૂસાફરોની થેલી અથવા ""ખોરાકની થેલી

Nothing

વાતચીત વિશે વધુ શામેલ કરવું તે કેટલાક શ્રોતાજનો માટે મદદરૂપ થઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: અમને કશાની ખોટ પડી નહિ અથવા અમને જે જોઈતું હતું તે સઘળું હતું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Luke 22:36

The one who does not have a sword should sell his cloak

ઈસુ કોઈ ખાસ વ્યક્તિનો ઉલ્લેખ કરી રહ્યા ન હતા જેની પાસે તલવાર નહોતી. વૈકલ્પિક અનુવાદ: ""જો કોઈની પાસે તલવાર ન હોય, તો તેણે પોતાનો ડગલો વેચી દેવો જોઈએ”

cloak

ડગલો અથવા ""બાહ્ય વસ્ત્રો

Luke 22:37

Connecting Statement:

ઈસુ તેમના શિષ્યો સાથે બોલવાનું પૂર્ણ કરે છે.

this which is written

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: શાસ્ત્રોમાં પ્રબોધકે મારા વિશે શું લખ્યું છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

must be fulfilled

પ્રેરિતો સમજી શક્યા હોત કે ઈશ્વર શાસ્ત્રોમાં લખેલી દરેક બાબતોને બનવા કારણ પૂરું પાડશે. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વર પરિપૂર્ણ કરશે અથવા ઈશ્વર થવાનું કારણ બનાવશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

He was counted with the lawless ones

અહીં ઈસુ શાસ્ત્રોને ટાંકી રહ્યા છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: લોકોએ તેમને નિયમ વિહોણા જૂથના સભ્ય તરીકે ગણ્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

the lawless ones

જેઓ નિયમ તોડે છે અથવા ""ગુનેગારો

For indeed the things concerning me are being fulfilled

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) માટે કે જે પ્રબોધકે મારા વિશે આગાહી કરી છે તે પ્રમાણે થવાનું છે અથવા 2) માટે મારા જીવનનો અંત આવી રહ્યો છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 22:38

they said

આ ઈસુના ઓછામાં ઓછા બે પ્રેરિતોનો ઉલ્લેખ કરે છે.

It is enough

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) તેમની પાસે પૂરતી તલવારો છે. હવે આપણી પાસે પૂરતી તલવારો છે. અથવા 2) ઈસુ ઇચ્છે છે કે તેઓ તલવારો રાખવાની વાત બંધ કરે. તલવારો વિશે આ વાત વધુ નહિ. જ્યારે ઈસુએ કહ્યું કે તેઓએ તલવારો ખરીદવી જોઈએ, ત્યારે તેઓ મુખ્યત્વે તેઓને તેઓ બધા જે જોખમોનો સામનો કરવો પડશે તે વિશે જણાવી રહ્યા હતા. તેઓ ખરેખર તલવારો ખરીદે અને લડે એવી તે ઇચ્છા રાખતા ન હતા.

Luke 22:39

General Information:

ઈસુ જૈતૂન પર્વત પર પ્રાર્થના કરવા જાય છે.

Luke 22:40

Pray that you do not enter into temptation

કે તમે પરીક્ષણમાં ન પડો અથવા ""કશું જ તમને લલચાવે કે પાપમાં પાડે નહિ

Luke 22:41

about a stone's throw

કોઈ પથ્થર ફેંકી શકે એટલા અંતરે. વૈકલ્પિક અનુવાદ: ટૂંકું અંતર અથવા ""આશરે ત્રીસ મીટર” જેટલું અંદાજિત માપ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Luke 22:42

Father, if you are willing

ઈસુ વધસ્તંભ પર દરેક વ્યક્તિના પાપના દોષ સહન કરશે. બીજો કોઈ રસ્તો છે કે નહિ તે પૂછતાં તેઓ તેમના પિતાને પ્રાર્થના કરે છે.

Father

ઈશ્વર માટે આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

remove this cup from me

ઈસુ તેઓ જલદી જે અનુભવશે તેનો ઉલ્લેખ એવી રીતે કરે છે જાણે તે એક કડવો પ્રવાહીનો પ્યાલો હોય જે તેમણે પીવાનો હોય. વૈકલ્પિક અનુવાદ: મને આ પ્યાલામાંથી ન પીવાની મંજૂરી આપો અથવા જે બનવાનું છે તે ન અનુભવવાની મને મંજૂરી આપો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Nevertheless not my will, but yours be done

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: જો કે, મારી ઇચ્છા અનુસાર જે છે તેના કરતાં તમારી ઇચ્છા પ્રમાણે કરો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 22:45

When he rose up from his prayer, he came

જ્યારે ઈસુ પ્રાર્થના કરીને ઊભા થયા, ત્યારે તે અથવા ""પ્રાર્થના કર્યા પછી, ઈસુ ઊભા થયા અને તે

found them sleeping because of their sorrow

જોયું કે તેઓ ઊંઘી રહ્યા છે કારણ કે તેઓ તેમની ઉદાસીથી કંટાળી ગયા હતા

Luke 22:46

Why are you sleeping?

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) મને આશ્ચર્ય છે કે તમે અત્યારે ઊંઘી રહ્યા છો. અથવા 2) તમારે અત્યારે ઊંઘવું ન જોઈએ! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

so that you may not enter into temptation

જેથી તમે પરીક્ષણમાં ન પડો અથવા ""જેથી કંઇપણ તમને પરીક્ષણમાં ન પાડે અને તમને પાપ ન કરાવે

Luke 22:47

behold, a crowd appeared

જુઓ"" શબ્દ વાર્તાના નવા જૂથ માટે આપણને ચેતવણી આપે છે. તમારી ભાષામાં આમ કરવાની કોઈ રીત હોઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ત્યાં એક ટોળું હતું કે જે દેખાયું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-participants)

was leading them

યહૂદા લોકોને બતાવી રહ્યો હતો જ્યાં ઈસુ હતા. તે ટોળાને શું કરવું તે કહી રહ્યો ન હતો. વૈકલ્પિક અનુવાદ: ""તેમને ઈસુ તરફ દોરી ગયો

to kiss him

એક ચુંબન વડે તેમને સલામ કરી અથવા તેમને ચુંબન દ્વારા સલામ કરી. જ્યારે માણસો કુટુંબ અથવા મિત્રો એવા અન્ય માણસોને મળે ત્યારે શુભેચ્છા પાઠવવા તેઓ તેમને એક ગાલ પર અથવા બંને ગાલ પર ચુંબન કરતાં હતા. જો તમારા વાચકોને એવું કહેવામાં શરમ લાગતી હોય કે કોઈ માણસ બીજા માણસને ચુંબન કરે છે, તો તમે તેનું વધુ સામાન્ય રીતે અનુવાદ કરી શકો છો: તેનું મૈત્રીપૂર્ણ અભિવાદન કરવું. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-unknown)

Luke 22:48

are you betraying the Son of Man with a kiss?

ઈસુ યહૂદાને ચુંબન વડે દગો કરવા બદલ ઠપકો આપવા માટે એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. સામાન્ય રીતે ચુંબન એ પ્રેમની નિશાની છે. વૈકલ્પિક અનુવાદ: મનુષ્ય પુત્રને દગો આપવા માટે તું જેનો ઉપયોગ કરી રહ્યો છે તે એક ચુંબન છે! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

the Son of Man

ઈસુ આ શબ્દનો ઉપયોગ પોતાનો ઉલ્લેખ કરવા માટે કરે છે. વૈકલ્પિક અનુવાદ: હું, મનુષ્ય પુત્ર, સાથે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

Luke 22:49

those who were around Jesus

આ ઈસુના શિષ્યોનો ઉલ્લેખ કરે છે.

what was going to happen

આ ઈસુની ધરપકડ કરવા આવનારા યાજકો અને સૈનિકોનો ઉલ્લેખ કરે છે.

should we strike with the sword?

પ્રશ્ન લડાઈના પ્રકાર વિશે છે જેમાં તેઓએ ઊતરવું જોઈએ (તલવારની લડાઈ), તેઓએ કયુ હથિયાર વાપરવું જોઈએ કે નહિ (તેઓ જે તલવારો લાવ્યા હતા, લૂક 22:38), પરંતુ તમારા અનુવાદે તેઓ જે હથિયારો લાવ્યા હતા એ કહેવું જોઈએ. વૈકલ્પિક અનુવાદ: અમે લાવ્યા હતા તે તલવારોથી તેમની વિરુદ્ધ લડીએ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 22:50

a certain one of them

શિષ્યમાંનો એક

struck the servant of the high priest

પ્રમુખ યાજકના સેવક પર તલવારથી હુમલો કર્યો

Luke 22:51

No more of this!

તે કરતાં વિશેષ કશું કરશો નહિ

touching his ear

જ્યાં ચાકરનો કાન કપાયો હતો ત્યાં તેને સ્પર્શ કર્યો

Luke 22:52

Do you come out as against a robber, with swords and clubs?

શું તમે તલવારો અને સોટા લઈને આવો છો કારણ કે તમને લાગે છે કે હું લૂંટારો છું? ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ યહૂદી આગેવાનોને ઠપકો આપવા માટે કરે છે. વૈકલ્પિક અનુવાદ: તમે જાણો છો કે હું લૂંટારો નથી, તેમ છતાં તમે તલવારો અને સોટા લઈને મારી પાસે આવ્યા છો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Luke 22:53

When I was daily with you

હું દરરોજ તમારી વચ્ચે હતો

in the temple

ફક્ત યાજકો જ ભક્તિસ્થાનમાં પ્રવેશી શકતા હતા. વૈકલ્પિક અનુવાદ: ભક્તિસ્થાનના આંગણામાં અથવા ""ભક્તિસ્થાનમાં

you did not lay your hands on me

આ કલમમાં, કોઈના પર હાથ નાખવો એટલે તે વ્યક્તિની ધરપકડ કરવી થાય છે. વૈકલ્પિક અનુવાદ: મારી ધરપકડ કરો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

this is your hour

તમે ઇચ્છો તે કરવા માટે આ સમય છે

the authority of the darkness

સમયના સંદર્ભનું પુનરાવર્તન કરવું એ મદદરૂપ થઈ શકે છે. અંધકાર એ શેતાન માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: અંધકારની સત્તાનો સમય અથવા સમય જ્યારે ઈશ્વર શેતાનને જે ઇચ્છે તે કરવા દે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Luke 22:54

they led him away

જ્યાં તેઓએ વાડીમાંથી ઈસુની ધરપકડ કરી હતી ત્યાંથી તેઓને દૂર લઈ ગયા

into the house of the high priest

પ્રમુખ યાજકના ઘરના આંગણામાં

Luke 22:55

they had kindled a fire

કેટલાક લોકોએ અગ્નિ સળગાવી હતી. અગ્નિ ઠંડી રાત્રિ દરમિયાન લોકોને ગરમ રાખવા માટે હતી. વૈકલ્પિક અનુવાદ: ""કેટલાક લોકોએ ગરમ રહેવા માટે અગ્નિ સળગાવી હતી

the middle of the courtyard

આ મુખ્ય યાજકના ઘરનું આંગણ હતું. તેની આસપાસ દિવાલો હતી, પણ છત હતી નહિ.

in the midst of them

તેમની સાથે

Luke 22:56

as he sat in the light of the fire

તે અગ્નિની નજીક બેઠો હતો અને તેનો પ્રકાશ તેના પર ચમકી રહ્યો હતો.

and looking straight at him, said

અને તેણે સીધું પિતર તરફ જોયું અને આંગણામાંના અન્ય લોકોને કહ્યું

This man also was with him

તે સ્ત્રી લોકોને પિતર ઈસુની સાથે હોવા વિશે જણાવી રહી હતી. તે કદાચ પિતરનું નામ જાણતી ન હતી.

Luke 22:57

But Peter denied it

પરંતુ પિતરે કહ્યું કે તે સાચું નથી

Woman, I do not know him

પિતર તે સ્ત્રીનું નામ જાણતો ન હતો. તેણીને સ્ત્રી કહીને તે તેનું અપમાન કરી રહ્યો ન હતો. જો લોકો વિચારે કે તે તેણીનું અપમાન કરી રહ્યો હતો, તો તમે કોઈ પુરુષ જો તે એ સ્ત્રીને જાણતો નથી તો તેને સંબોધવા માટે સાંસ્કૃતિક રૂપે સ્વીકૃત રીતનો ઉપયોગ કરી શકો છો, અથવા તમે આ શબ્દ છોડી શકો છો.

Luke 22:58

You are also one of them

તું પણ તેઓમાંનો એક છે જેઓ ઈસુ સાથે હતા

Man, I am not

પિતર તે માણસનું નામ જાણતો ન હતો. તે તેને ભાઈ કહીને તેનું અપમાન કરી રહ્યો નથી. જો લોકો વિચારે કે તે તેનું અપમાન કરી રહ્યો હતો, તો તમે કોઈ પુરુષ જો તે એ પુરુષને જાણતો નથી તો તેને સંબોધવા માટે સાંસ્કૃતિક રૂપે સ્વીકૃત રીતનો ઉપયોગ કરી શકો છો, અથવા તમે આ શબ્દ છોડી શકો છો.

Luke 22:59

insisted, saying

આગ્રહપૂર્વક કહ્યું અથવા ""મોટેથી કહ્યું

In truth, this one

અહીં આ માણસ પિતરનો ઉલ્લેખ કરે છે. બોલનાર કદાચ પિતરનું નામ જાણતો નથી.

he is a Galilean

જે રીતે પિતર વાત કરી રહ્યો હતો તે પ્રમાણે બીજો કહી શક્યો કે તે ગાલીલથી હતો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 22:60

Man

પિતર તે માણસનું નામ જાણતો ન હતો. પિતર તે માણસનું નામ જાણતો ન હતો. તે તેને ભાઈ કહીને તેનું અપમાન કરી રહ્યો નથી. જો લોકો વિચારે કે તે તેનું અપમાન કરી રહ્યો હતો, તો તમે કોઈ પુરુષ જો તે એ પુરુષને જાણતો નથી તો તેને સંબોધવા માટે સાંસ્કૃતિક રૂપે સ્વીકૃત રીતનો ઉપયોગ કરી શકો છો, અથવા તમે આ શબ્દ છોડી શકો છો. તમે લૂક 22:58 માં તેનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

I do not know what you are saying

હું જાણતો નથી કે તમે શેના વિશે વાત કરી રહ્યા છો. આ અભિવ્યક્તિનો અર્થ એ છે કે પિતર માણસ સાથે સંપૂર્ણ રીતે અસંમત છે. વૈકલ્પિક અનુવાદ: તમે જે કહ્યું તે બિલકુલ સાચું નથી અથવા તમે જે કહ્યું તે સંપૂર્ણપણે ખોટું છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

while he was still speaking

જ્યારે પિતર બોલતો હતો

a rooster crowed

મરઘો ઘણીવાર સવારે સૂર્ય દેખાય તે પહેલાં બોલે છે. તમે લૂક 22:34 માં આ સમાન શબ્દસમૂહનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

Luke 22:61

turning, the Lord looked at Peter

પ્રભુએ વળીને પિતર તરફ જોયું

the word of the Lord

ઈસુએ જે કહ્યું હતું જ્યારે ઈસુએ કહ્યું હતું કે પિતર ઈસુનો નકાર કરશે

a rooster crows

મરઘો ઘણીવાર સવારે સૂર્ય દેખાય તે પહેલાં બોલે છે. તમે લૂક 22:34 માં આ સમાન શબ્દસમૂહનું અનુવાદ કેવી રીતે કર્યું હતું તે જુઓ.

today

યહૂદી દિવસ સૂર્યાસ્તથી શરૂ થતો અને પછીની સાંજ સુધી ચાલુ રહેતો. પરોઢ થતાં પહેલા અથવા પરોઢીએ શું થશે એ ઈસુએ પાછલી સાંજે કહ્યું હતું. વૈકલ્પિક અનુવાદ: આજે રાત્રે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

deny me three times

તું મને જાણતો નથી એમ કહેતા ત્રણવાર મારો નકાર કરીશ

Luke 22:62

he went outside

પિતર આંગણાની બહાર ગયો

Luke 22:64

They put a cover over him

તેઓએ તેની આંખો ઢાંકી દીધી જેથી તે જોઈ ન શકે

Prophesy! Who is the one who hit you?

ચોકીદારો માનતા ન હતા કે ઈસુ એક પ્રબોધક હતા. તેને બદલે, તેઓ માનતા હતા કે એક ખરો પ્રબોધક જોયા વિના પણ જાણી શકે છે કે કોણ તેને મારે છે. તેઓએ ઈસુને પ્રબોધક કહ્યા, પરંતુ તેઓ તેમની મશ્કરી કરી રહ્યા હતા અને તેમને બતાવી રહ્યા હતા કે તેઓ કેમ નથી માનતા કે તે એક પ્રબોધક હતા. વૈકલ્પિક અનુવાદ: સાબિત કરો કે તમે પ્રબોધક છો. અમને કહો કે તમને કોણે માર્યું! અથવા હે પ્રબોધક, તમને કોણે માર્યું? (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-irony)

Prophesy!

ઈશ્વર તરફથી શબ્દો બોલો! ગર્ભિત માહિતી એ છે કે ઈશ્વરે ઈસુને કહેવું પડશે કે ઈસુને કોણે માર્યું કારણ કે ઈસુને આંખે પાટો બાંધેલો હતો અને તે જોઈ શકતા ન હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 22:66

General Information:

હવે તે બીજો દિવસ છે અને ઈસુને સભાની સમક્ષ લાવવામાં આવે છે.

Now when it was day

બીજે દિવસે સવારે પરોઢિયે

They led him into their council

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) વડીલો સમક્ષ ઈસુને સભામાં લાવવામાં આવ્યા હતા અથવા 2) ચોકીદારો ઈસુને વડીલોની સભામાં દોરી લાવ્યા હતા. કેટલીક ભાષાઓ તેમને કોણ દોરી લાવ્યું એ કહેવાનું ટાળવા સર્વનામ તેઓ નો ઉપયોગ કરે છે અથવા નિષ્ક્રિય ક્રિયાપદનો ઉપયોગ કરીને આ પ્રમાણે જણાવે છે: ઈસુને સભામાં દોરી લાવવામાં આવ્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 22:67

saying

અહીં એક નવું વાક્ય શરૂ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""વડીલોએ ઈસુને કહ્યું

If you are the Christ, tell us

જો તમે ખ્રિસ્ત છો તો અમને કહો

If I tell you, you will certainly not believe

ઈસુ દ્વારા આપવામાં આવેલા બે કાલ્પનિક નિવેદનોમાંનું આ પ્રથમ નિવેદન છે. ઈસુ દુર્ભાષણ કરવા બદલ દોષિત છે એમ કહેવાનું તેઓને કારણ આપ્યા વિના જવાબ આપવાનો ઈસુ માટે આ એક જ માર્ગ હતો. તમારી ભાષામાં એ સૂચવવાનો એક માર્ગ હોઈ શકે કે ક્રિયા ખરેખર થઈ નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hypo)

Luke 22:68

if I ask you, you will certainly not answer

આ બીજું કાલ્પનિક નિવેદન છે. તેઓ દોષિત છે એમ કહેવાનું કારણ આપ્યા વિના તેમને ઠપકો આપવાનો આ ઈસુનો એક માર્ગ હતો. આ શબ્દો, જો હું તમને કહું, તો તમે માનશો નહિ (કલમ 67), બતાવે છે કે ઈસુ વિશ્વાસ કરતાં ન હતા કે સભા ખરેખર સત્યની શોધ કરી રહી છે. તમારી ભાષામાં એ સૂચવવાનો એક માર્ગ હોઈ શકે છે કે ક્રિયા ખરેખર થઈ નથી. ઈસુ કહી રહ્યા છે કે તેઓ બોલે કે તેમને બોલવાનું કહે, તેઓ ખરી રીતે જવાબ આપશે નહિ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hypo)

Luke 22:69

Connecting Statement:

ઈસુ સભા સમક્ષ બોલવાનું ચાલુ રાખે છે.

from now on

આ દિવસથી અથવા ""આજથી શરૂ કરીને

the Son of Man will be

ઈસુ આ શબ્દસમૂહનો ઉપયોગ પોતાનો ઉલ્લેખ કરવા માટે કરે છે. વૈકલ્પિક અનુવાદ: હું, મનુષ્ય પુત્ર, બેસીશ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

seated at the right hand of the power of God

ઈશ્વરના જમણા હાથે” બેસવું એ ઈશ્વર તરફથી મહાન સન્માન અને અધિકાર પ્રાપ્ત કરવાની એક પ્રતિકાત્મક ક્રિયા છે. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વરના પરાક્રમની બાજુમાં સન્માનના સ્થાને બેઠો છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-symaction)

the power of God

સર્વ શક્તિમાન ઈશ્વર. અહીં સામર્થ્ય તેમના સર્વોચ્ચ અધિકારનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Luke 22:70

Then you are the Son of God?

સભાએ આ પ્રશ્ન પૂછ્યો કારણ કે તેઓ ઇચ્છતા હતા કે ઈસુ તેમની સમજણની સ્પષ્ટપણે પુષ્ટિ કરે કે તેઓ કહી રહ્યા છે કે તેઓ ઈશ્વરના પુત્ર છે. વૈકલ્પિક અનુવાદ: તેથી જ્યારે તમે એવું કહ્યું, ત્યારે શું તમે એવું કહેવા માગો છો કે તમે ઈશ્વરના પુત્ર છો? (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Son of God

આ ઈસુ માટેનું એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

You are saying that I am

હા, તે તમે કહો છો તેવું જ છે

Luke 22:71

What further need do we have of a witness?

તેઓ ભાર દર્શાવવા માટે એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: આપણને હવે વધુ સાક્ષીઓની જરૂર નથી! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

we have heard from his own mouth

તેમના પોતાના મુખે"" શબ્દસમૂહ તેમની વાણીનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: તેમણે એમ કહેતા સાંભળ્યું કે તે માને છે કે તે ઈશ્વરના પુત્ર છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)