Luke 23

લૂક 23 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

યુએલટી આ અધ્યાયની છેલ્લી પંક્તિને અલગ મૂકે છે કારણ કે તે વિશેષ કરીને અધ્યાય 23 કરતાં અધ્યાય 24 સાથે વધુ જોડાયેલ છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

દોષારોપણ

પ્રમુખ યાજકો અને શાસ્ત્રીઓ દુષ્ટતા કરવાને લીધે ઈસુ પર દોષારોપણ કરે છે કારણ કે તેઓ ઇચ્છતા હતા કે પિલાત ઈસુને મારી નાખે. પરંતુ તેઓ ખોટી રીતે તેમના પર દોષારોપણ કરતાં હતા, કારણ કે ઈસુએ ક્યારેય તેઓ જે દોષ મૂકતાં હતા તે કર્યું ન હતું.

ભક્તિસ્થાનનો પડદો બે ભાગમાં ચિરાઈ ગયો

ભક્તિસ્થાનમાંનો પડદો મહત્વનું પ્રતિક હતો જે દર્શાવતો હતો કે લોકોને કોઈ તેમના માટે ઈશ્વર સાથે વાત કરે તેની જરૂર હતી. તેઓ પ્રત્યક્ષ રીતે ઈશ્વર સાથે બોલી શકતા ન હતા કારણ કે સર્વ લોકો પાપી છે અને ઈશ્વર પાપને ધિક્કારે છે. ઈશ્વરે પડદાને એ દર્શાવવા ચીરી નાખ્યો કે ઈસુના લોકો ઈશ્વર સાથે હવે પ્રત્યક્ષ રીતે વાત કરી શકે છે કારણ કે ઈસુએ તેઓના પાપોની ચુકવણી કરી દીધી છે.

કબર

કબર કે જેમાં ઈસુને દફન કરવામાં આવ્યા હતા (લૂક 23:53) તે એવા પ્રકારની કબર હતી જેમાં ધનિક યહૂદી કુટુંબીજનો તેમના મૃતને દફનાવતા હતા. એ તો ખડકમાં ખોદી કાઢવામાં આવેલો વાસ્તવિક ઓરડો હતો. તેની એક બાજુએ સપાટ સ્થાન હતું જ્યાં તેઓ દેહને વસ્ત્રમાં લપેટીને તેના પર તેલ અને સુગંધીદ્રવ્યો લગાવીને રાખતા હતા. ત્યારબાદ તેઓ એક મોટો પથ્થર કબર આગળ મૂકતાં હતા કે જેથી કોઈ અંદર જોઈ શકે નહિ કે જઈ શકે નહિ.

આ અધ્યાયમાં અનુવાદને લગતી અન્ય સંભવિત મુશ્કેલીઓ

મને આ વ્યક્તિમાં કોઈ ગુનો માલૂમ પડતો નથી

પિલાત એમ કહી રહ્યો હતો કે તેણે ઈસુને શા માટે શિક્ષા કરવી જોઈએ તેનું કોઈ કારણ તે જાણતો નથી કારણ કે ઈસુએ કોઈપણ નિયમ તોડ્યો ન હતો. પિલાત એમ નહોતો કહી રહ્યો કે ઈસુ સંપૂર્ણ હતા.

Luke 23:1

General Information:

ઈસુને પિલાત સમક્ષ લાવવામાં આવે છે.

The whole company of them

સર્વ યહૂદી આગેવાનો અથવા ""સભાના સર્વ સભ્યો

rose up

ઊભા રહ્યા અથવા ""તેમના પગ પાસે ઊભા રહ્યા

before Pilate

કોઈની સમક્ષ હાજર થવું એટલે તેમના અધિકારમાં પ્રવેશ કરવો. વૈકલ્પિક અનુવાદ: પિલાત દ્વારા ન્યાય કરાવવા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Luke 23:2

We found

અમે ફક્ત સભાના સભ્યોનો જ ઉલ્લેખ કરે છે, અને પિલાત કે નજીકના કોઈપણ અન્ય લોકોનો નહિ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-exclusive)

perverting our nation

અમારા લોકોને એવા કામો કરવા પ્રેરે છે કે જે યોગ્ય નથી અથવા અમારા લોકોને ખોટુ કહીને મુશ્કેલી લાવે છે.

forbidding to give tribute

તેમને કર નહિ ભરવાનું કહે છે

to Caesar

કૈસર રોમના સમ્રાટનું પ્રતિનિધિત્વ કરે છે. વૈકલ્પિક અનુવાદ: સમ્રાટને (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Luke 23:3

So Pilate questioned him

પિલાતે ઈસુને પૂછ્યું

You say so

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) આ કહેવા દ્વારા, ઈસુએ સૂચવ્યું કે તે યહૂદીઓનો રાજા છે. વૈકલ્પિક અનુવાદ: હા, તમે કહ્યું તે પ્રમાણે, હું છું અથવા હા. તમે કહ્યું તે પ્રમાણે જ તે છે અથવા 2) આ કહેવા દ્વારા, ઈસુ કહેતા હતા કે પિલાત, ઈસુ નહિ, તે જ તેમને યહૂદીઓનો રાજા કહેતો હતો. વૈકલ્પિક અનુવાદ: તમે જાતે જ એ પ્રમાણે કહ્યું છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 23:4

the crowds

લોકોના મોટા જૂથો

I find no fault in this man

મને આ માણસમાં કંઈપણ દોષ દેખાતો નથી

Luke 23:5

He stirs up

ની મધ્યે મુશ્કેલીનું કારણ બને

all Judea, and beginning from Galilee, even to this place

આ નવા વાક્ય તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""આખું યહૂદીયા. તેમણે ગાલીલમાં મુશ્કેલી ઉભી કરવાનું શરૂ કર્યું અને હવે અહીં મુશ્કેલી ઉભી કરી રહ્યા છે.

Luke 23:6

when heard this

સાંભળ્યું કે ઈસુએ ગાલીલમાં શિક્ષણ આપવાનું શરૂ કર્યું હતું

he asked whether the man was a Galilean

પિલાત એ જાણવાની ઇચ્છા રાખતો હતો કે ઈસુ કયા વિસ્તારમાંથી આવ્યા છે કારણ કે નીચલા ક્રમના સરકારી અધિકારી ઈસુનો ન્યાય કરે એમ તે ઇચ્છતો હતો. જો ઈસુ ગાલીલથી હતા, તો પિલાત ઇચ્છતો હતો કે હેરોદ ઈસુનો ન્યાય કરે કારણ કે હેરોદને ગાલીલ પર અધિકાર હતો.

the man

આ ઈસુનો ઉલ્લેખ કરે છે.

Luke 23:7

When he discovered

પિલાતે શોધી કાઢ્યું

he was under Herod's authority

આ ફકરો ગર્ભિત હકીકત દર્શાવતો નથી કે હેરોદ ગાલીલનો શાસક હતો. વૈકલ્પિક અનુવાદ: ઈસુ હેરોદના અધિકાર હેઠળ હતા કારણ કે હેરોદે ગાલીલ પર શાસન કરતો હતો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

he sent

પિલાતે મોકલ્યા

who was himself

આ હેરોદનો ઉલ્લેખ કરે છે.

in those days

તે સમયે

Luke 23:8

he was very glad

હેરોદ ખૂબ આનંદિત થયો હતો

he had wanted to see him

હેરોદ ઈસુને જોવા માંગતો હતો

he had heard about him

હેરોદે ઈસુ વિશે સાંભળ્યું હતું

he was hoping

હેરોદે આશા રાખી

to see some sign done by him

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તેમને કોઈ પ્રકારના ચમત્કાર કરતાં જોવા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 23:9

So he questioned him in many words

હેરોદે ઈસુને ઘણા પ્રશ્નો પૂછ્યા

answered him nothing

જવાબ આપ્યો નહિ અથવા ""હેરોદને જવાબ આપ્યો નહિ

Luke 23:10

the scribes stood

શાસ્ત્રીઓ ત્યાં ઊભા હતા

violently accusing him

ઈસુ પર ગંભીર આરોપ મૂકી રહ્યા હતા અથવા ""તેમના પર સર્વ પ્રકારના ગુનાઓના આરોપ મૂકી રહ્યા હતા

Luke 23:11

Herod and his soldiers

હેરોદ અને તેના સૈનિકો

Dressing him in elegant clothes

તેમને સુંદર વસ્ત્રો પહેરાવો. અનુવાદ એ સૂચવતું ન હોવું જોઈએ કે આ ઈસુના સન્માન અથવા કાળજી માટે કરવામાં આવ્યું હતું. તેઓએ ઈસુની મશ્કરી કરવા અને તેમની મજાક ઉડાવવા માટે આમ કર્યું.

Luke 23:12

both Herod and Pilate had become friends with each other that day

ગર્ભિત માહિતી એ છે કે તેઓ મિત્રો બન્યા કેમ કે હેરોદે પિલાતની કદર કરી કે તેણે ઈસુનો ન્યાય કરવાની તેને પરવાનગી આપી. વૈકલ્પિક અનુવાદ: હેરોદ અને પિલાત તે જ દિવસે એકબીજાના મિત્રો બન્યા કારણ કે પિલાતે ઈસુને ચુકાદા માટે હેરોદ પાસે મોકલ્યા હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

for previously there had been hostility between them

આ પૃષ્ઠભૂમિની માહિતી છે એ બતાવવા માટે આ માહિતીને કૌંસમાં છે. તમારા શ્રોતાજનો સમજી શકે તેવા બંધારણનો ઉપયોગ કરો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

Luke 23:13

called together the chief priests and the rulers and the crowd of people

મુખ્ય યાજકો અને શાસકો અને લોકોના ટોળાને એકઠા થવા માટે બોલાવ્યા

the people

એવી શક્યતા નથી કે પિલાતે ટોળાને આવવાનું કહ્યું હોય. ઈસુનું શું થશે તે જોવા માટે કદાચ ટોળું ત્યાં રાહ જોઈ રહ્યું હતું. વૈકલ્પિક અનુવાદ: ટોળું જે હજુ સુધી ત્યાં હતું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 23:14

this man

આ ઈસુનો ઉલ્લેખ કરે છે.

as perverting

એમ કહીને તેણે

having questioned him before you

મેં તમારી હાજરીમાં ઈસુની પૂછપરછ કરી છે, અને. તે ગર્ભિત છે કે તેઓ કાર્યવાહીના સાક્ષી હતા. વૈકલ્પિક અનુવાદ: મેં અહીં સાક્ષી તરીકે તમારી સામે ઈસુની પૂછપરછ કરી છે, અને (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

I find no fault in this man

નથી વિચારતો કે તે દોષિત છે

Luke 23:15

Connecting Statement:

પિલાત યહૂદી આગેવાનો અને ટોળા સાથે બોલવાનું ચાલુ રાખે છે.

But neither did Herod

ટૂંકા વાક્યમાં શામેલ ન હોય તેવી માહિતી ઉમેરવી એ મદદરૂપ થઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: હેરોદ પણ માનતો નથી કે તે દોષિત છે અથવા હેરોદ પણ માને છે કે તે નિર્દોષ છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

neither did Herod, for

ન તો હેરોદ, કારણ કે અથવા ""ન તો હેરોદ. અમે આ જાણીએ છીએ કારણ કે

he sent him back to us

હેરોદે ઈસુને અમારી પાસે પાછો મોકલ્યો છે. અમારી શબ્દ પિલાત, તેના સૈનિકો અને યાજકો તથા શાસ્ત્રીઓનો ઉલ્લેખ કરે છે, પરંતુ જેઓ પિલાતની વાત સાંભળી રહ્યા હતા તેઓનો નહિ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-exclusive)

nothing that is worthy of death has been done by him

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તેમણે મૃત્યુદંડની સજા થાય એવું કંઇ કર્યું નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 23:16

I will therefore punish him

પિલાતને ઈસુમાં કોઈ દોષ દેખાયો હતો માટે તેણે તેમને શિક્ષા કર્યા વિના મુક્ત કરી દેવા જોઈએ. આ વાક્યને અનુવાદમાં તાર્કિક રીતે યોગ્ય બનાવવાનો પ્રયાસ કરવો જરૂરી નથી. પિલાતે ઈસુને શિક્ષા કરી, જેને તે નિર્દોષ હોવાનું જાણતો હતો, માત્ર એટલે કારણ કે તે ટોળાથી ડરતો હતો.

Luke 23:18

General Information:

કલમ 19 આપણને બરબ્બાસ કોણ છે તેની પૃષ્ઠભૂમિની માહિતી જણાવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

they cried out all together

ટોળાના સર્વ લોકોએ બૂમ પાડી

Away with this man, but release

આ વ્યક્તિને લઈ જાઓ! મુક્ત કરો. તેઓ તેને કહી રહ્યા હતા કે તેના સૈનિકો ઈસુને મારી નાખે. વૈકલ્પિક અનુવાદ: આ વ્યક્તિને દૂર લઈ જા અને તેને મારી નાખો! મુક્ત કરો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

release to us

અમારે ફક્ત ટોળાનો ઉલ્લેખ કરે છે, અને પિલાત અને તેના સૈનિકોનો ઉલ્લેખ કરતો નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-exclusive)

Luke 23:19

He was put into prison ... for murder

બરબ્બાસ કોણ હતો તેની પૃષ્ઠભૂમિની માહિતી લૂક આપે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

He was put into prison

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: જેમને રોમનોએ જેલમાં પૂર્યા હતાં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

a certain rebellion that happened in the city

શહેરના લોકોને રોમન સરકાર સામે બળવો કરવા સમજાવવાનો પ્રયાસ કરતો હતો

Luke 23:20

again addressed them

તેમની સાથે ફરીથી બોલ્યો અથવા ""ફરીથી ટોળામાંના લોકો અને ધાર્મિક શાસકો સાથે વાત કરી

desiring to release Jesus

કારણ કે તે ઈસુને મુક્ત કરવા માંગતો હતો

Luke 23:22

Then he said to them a third time

પિલાતે ત્રીજી વખત, ફરીથી ટોળાને કહ્યું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-ordinal)

what evil has this man done?

ઈસુ નિર્દોષ છે તે ટોળાના લોકો સમજે માટે પિલાત આ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: આ માણસે કશું ખોટું કર્યું નથી! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

I have found no fault deserving death in him

તેમણે મરણદંડને યોગ્ય કંઈપણ કર્યું નથી

after punishing him, I will release him

લૂક 23:16 પ્રમાણે, પિલાતે ઈસુને સજા કર્યા વગર મુક્ત કરવા જોઈતા હતા, કારણ કે તેઓ નિર્દોષ હતા. જો કે, તેણે ટોળાને શાંત કરવા ઈસુને શિક્ષા કરવાની જાહેરાત કરી.

I will release him

હું તેને મુક્ત કરીશ

Luke 23:23

they were insistent

ટોળાએ આગ્રહ કર્યો

with loud voices

ચીસો સાથે

for him to be crucified

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: પિલાત માટે કે તેના સૈનિકો ઈસુને વધસ્તંભ પર જડાવે"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

their voices prevailed

જ્યાં સુધી તેઓએ પિલાતને મનાવી ન લીધો ત્યાં સુધી ટોળાએ બૂમ પાડવાણી ચાલુ રાખી

Luke 23:24

to grant their demand

ટોળાએ જે વિનંતી કરી તે કરવા માટે

Luke 23:25

He released the one whom they asked for

પિલાતે બરબ્બાસને જેલમાંથી મુક્ત કર્યો. વૈકલ્પિક અનુવાદ: ""પિલાતે બરબ્બાસને મુક્ત કર્યો, જેને ટોળાએ મુક્ત કરવાની માગણી કરી હતી

who had been put in prison for rioting and murder

આ બરાબ્બાસ તે સમયે ક્યાં હતો તે વિશેની પૃષ્ઠભૂમિ માહિતી છે. તેને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: જેને રોમનોએ જેલમાં પૂર્યો હતો ... ખૂન (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

but he handed over Jesus to their will

પિલાતે સૈનિકોને આદેશ આપ્યો કે ઈસુને તેમની પાસે લાવી ટોળું જે કરવા માંગતું હોય તે કરવામાં આવે

Luke 23:26

As they led him away

જ્યારે સૈનિકો ઈસુને પિલાત જ્યાં હતો ત્યાંથી દૂર લઈ જતાં હતા ત્યારે

they seized

લોકો પોતાનો ભાર ઊંચકે માટે તેઓને ફરજ પાડવાનો રોમન સૈનિકોને અધિકાર હતો. તેનું અનુવાદ એવી રીતે ન કરો કે જે સૂચવે કે સિમોનની ધરપકડ કરવામાં આવી હતી અથવા તેણે કંઈપણ ખોટું કર્યું હતું.

a certain Simon of Cyrene

સિમોન નામનો એક વ્યક્તિ, કુરેની શહેરનો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

coming from the country

જે ગામડામાંથી યરૂશાલેમમાં આવી રહ્યો હતો

putting the cross on him

તેના ખભા પર વધસ્તંભ મૂક્યો

behind Jesus

અને તે ઈસુની પાછળ ગયો

Luke 23:27

A great crowd

એક મોટું ટોળું

a great crowd of the people, and of women

સ્ત્રીઓ મોટા ટોળાનો ભાગ હતી, અને કોઈ અલગ ટોળાનો નહિ.

mourned for him

ઈસુ માટે શોક કર્યો

were following him

તેનો અર્થ એ નથી કે તેઓ ઈસુના શિષ્યો હતા. તેનો સરળ અર્થ એ છે કે તેઓ તેમની પાછળ ચાલતા હતા.

Luke 23:28

turning to them

આ સૂચવે છે કે ઈસુએ સ્ત્રીઓ તરફ મુખ ફેરવ્યું અને તેમને પ્રત્યક્ષ રીતે સંબોધન કર્યું.

Daughters of Jerusalem

શહેરની પુત્રી એટલે કે શહેરની સ્ત્રીઓ. આ અવિવેકી ન હતું. તે એક સ્થાનની સ્ત્રી જૂથને સંબોધન કરવાનો એક સામાન્ય પ્રકાર હતો. વૈકલ્પિક અનુવાદ: ""સ્ત્રીઓ તમે જેઓ યરૂશાલેમના છો

do not weep for me, but weep for yourselves and for your children

વ્યક્તિને જે થાય છે તે વ્યક્તિ માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: મારી સાથે જે ખરાબ બાબતો થવાની છે તેના વિશે રડશો નહિ. તેના બદલે, જે ખરાબ બાબતો તમારી અને તમારા બાળકો સાથે થવાની છે તે માટે રડો અથવા તમે રડી રહ્યા છો કેમ કે ખરાબ બાબતો મારી સાથે બની રહી છે, પરંતુ તમે આનાથી પણ વધારે રડશો જ્યારે તમારી અને તમારા બાળકો સાથે વધુ ખરાબ બાબતો બનશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Luke 23:29

Connecting Statement:

ઈસુ ટોળા સાથે બોલવાનું પૂર્ણ કરે છે.

For see

આ યરૂશાલેમની સ્ત્રીઓએ પોતાને માટે કેમ રડવું જોઈએ તેનું કારણ રજૂ કરે છે.

days are coming

થોડા વખતમાં જ એ સમય આવશે

in which they will say

જ્યારે લોકો કહેશે

the barren

સ્ત્રીઓ જેમણે બાળકોને જન્મ આપ્યો નથી

the wombs that did not bear, and the breasts that did not nurse

વાંઝણી"" નું વધુ સંપૂર્ણ વર્ણન કરવા માટે આ કલમોનો ઉપયોગ થયો છે. તે સ્ત્રીઓએ ન તો જન્મ આપ્યો ન તો બાળકોને પોષ્યા. તેને વાંઝણી સાથે જોડવું મદદરૂપ થઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""સ્ત્રીઓ કે જેઓએ ક્યારેય બાળકોને જન્મ આપ્યો નથી કે બાળકોનું પોષણ કર્યું નથી

they will say

આ રોમનો અથવા યહૂદી આગેવાનો ઉલ્લેખ કરી શકે છે, અથવા ખાસ કરીને કોઈનો પણ નહિ.

Luke 23:30

Then

તે સમયે

to the hills

શબ્દસમૂહને ટૂંકું રાખવા માટે શબ્દોને છોડી દેવામાં આવ્યા છે. વૈકલ્પિક અનુવાદ: તેઓ ટેકરીઓને કહેશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Luke 23:31

For if they do these things while the tree is green, what will happen when it is dry?

ઈસુએ એક પ્રશ્નનો ઉપયોગ કરીને લોકોને સમજવામાં મદદ કરી કે લોકો સારા સમયમાં અત્યારે ખરાબ કાર્યો કરે છે, તેથી તેઓ ભવિષ્યમાં ખરાબ સમયમાં ખરાબ કાર્યો ચોક્કસપણે કરશે. વૈકલ્પિક અનુવાદ: તમે જોઈ શકો છો કે જ્યારે વૃક્ષ લીલું છે ત્યારે તેઓ આ ખરાબ કાર્યો કરી રહ્યા છે, જેથી તમે ચોક્કસ થઈ શકો કે જ્યારે વૃક્ષ સૂકું હશે ત્યારે તેઓ વધુ ખરાબ કાર્યો કરશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

the tree is green

લીલું વૃક્ષ એ કોઈ સારી વસ્તુ માટેનું રૂપક છે. જો તમારી ભાષામાં આવું સમાન રૂપક હોય, તો તમારે તેનો ઉપયોગ અહીં કરવો જોઈએ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

it is dry

સૂકું લાકડું એ કંઈક એવા માટે રૂપક છે જે ફક્ત સળગાવવા માટે જ ઉપયોગી થશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Luke 23:32

Now two other criminals, were also being led away with him to be put to death

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: સૈનિકોએ બે ગુનેગારોને પણ મારી નાખવા સારું ઈસુની સાથે લઈ ગયા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

two other criminals

બીજા બે માણસો કે જેઓ ગુનેગારો હતા અથવા બે ગુનેગારો. લૂક અન્ય ગુનેગારો કહેવાનું ટાળે છે કારણ કે ઈસુ નિર્દોષ હતા, તેમ છતાં તેમની સાથે ગુનેગાર તરીકેનો વ્યવહાર કરવામાં આવ્યો હતો. લૂક બીજા બે માણસોને ગુનેગારો કહે છે, પણ ઈસુને કહેતો નથી.

Luke 23:33

When they came

તેઓ"" શબ્દ સૈનિકો, ગુનેગારો અને ઈસુનો સમાવેશ કરે છે.

they crucified him

રોમન સૈનિકોએ ઈસુને વધસ્તંભ પર ચઢાવ્યા

one on his right and one on his left

તેઓએ એક ગુનેગારને ઈસુની જમણી બાજુ અને બીજા ગુનેગારને ઈસુની ડાબી બાજુએ વધસ્તંભ પર જડ્યા

Luke 23:34

they cast lots

સૈનિકોએ એક પ્રકારના જુગારમાં ભાગ લીધો. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ જુગાર રમ્યા

dividing up his garments, they cast lots

સૈનિકોમાંથી કોણ ઈસુના વસ્ત્રોના દરેક ભાગ ઘરે લઈ જશે તે નક્કી કરવા માટે ચિઠ્ઠીઓ નાખી

Luke 23:35

The people stood by

લોકો ત્યાં ઊભા હતા

Let him save

આ ઈસુનો ઉલ્લેખ કરે છે.

He saved others. Let him save himself

લૂક શાસકોના વ્યંગાત્મક શબ્દોને નોંધે છે. ઈસુ બીજાઓને બચાવી શકે તેનો એકમાત્ર રસ્તો પોતાને બચાવવાને બદલે મૃત્યુ પામવું જ હતો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-irony)

Let him save himself

ઈસુ પોતાને બચાવવા માટે સમર્થ હોવા જોઈએ. તેઓએ ઈસુની મજાક ઉડાવવા આમ કહ્યું. તેઓ વિશ્વાસ કર્યો નહિ કે તે પોતાને બચાવી શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""વધસ્તંભથી પોતાને બચાવીને તે કોણ છે તે સાબિત કરે એ અમે જોવા ઇચ્છીએ છીએ

the chosen one

એક જેને ઈશ્વરે પસંદ કર્યો

Luke 23:36

him

ઈસુ

coming up

ઈસુની નજીક આવતા

offering him vinegar

પીવા માટે ઈસુને સરકો આપે છે. સરકો એક સસ્તુ પીણું છે જે સામાન્ય લોકો પીવે છે. જે રાજા હોવાનો દાવો કરે છે તેને સસ્તુ પીણું આપીને સૈનિકો ઈસુની મજાક ઉડાવતા હતા.

Luke 23:37

If you are the King of the Jews, save yourself

સૈનિકો ઈસુની મજાક ઉડાવી રહ્યા હતા. વૈકલ્પિક અનુવાદ: અમે નથી માનતા કે તમે યહૂદીઓના રાજા છો, પરંતુ જો તમે છો, તો પોતાને બચાવીને અમને ખોટા સાબિત કરો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 23:38

an inscription over him

ઈસુના વધસ્તંભની ટોચ પર એક લેખ જે દર્શાવતો હતો

This is the King of the Jews

જે લોકોએ ઈસુની ઉપર આ નિશાની મુકી હતી તે લોકો તેમની મજાક ઉડાવતા હતા. તેઓ ખરેખર માનતા ન હતા કે તે રાજા હતા.

Luke 23:39

insulted him

ઈસુનું અપમાન કર્યું

Are you not the Christ? Save yourself

ગુનેગાર ઈસુની મજાક કરવા માટે એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: તમે ખ્રિસ્ત હોવાનો દાવો કરો છો. પોતાને બચાવ અથવા જો તમે ખરેખર ખ્રિસ્ત હોવ, તો તમે પોતાને બચાવી લેશો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Save yourself and us

ગુનેગાર ખરેખર વિચારતો ન હતો કે ઈસુ તેઓને વધસ્તંભથી બચાવી શકે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-irony)

Luke 23:40

the other rebuked him

બીજા ગુનેગારે તેને ઠપકો આપ્યો

Do you not even fear God, since you are under the same condemnation?

ગુનેગાર બીજા ગુનેગારને ઠપકો આપવા માટે પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: તારે ઈશ્વરનો ડર રાખવો જોઈએ, કારણ કે તેઓ જે રીતે તને શિક્ષા કરી રહ્યા છે તે જ રીતે તેઓ તેમને શિક્ષા કરી રહ્યા છે અથવા તને ઈશ્વરનો ડર નથી, જે રીતે તું વધસ્તંભ પર છે તે રીતે તે પણ વધસ્તંભ પર છે તોપણ તું તેમની મજાક કરે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Luke 23:41

We indeed ... we are receiving ... we did

આપણે"" નો આ ઉપયોગ ફક્ત બે ગુનેગારોનો જ ઉલ્લેખ કરે છે, અને ઈસુ અથવા બીજા લોકોનો ઉલ્લેખ કરતો નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

we indeed rightly

ખરેખર આપણે આ સજાને પાત્ર છીએ

this man

આ ઈસુનો ઉલ્લેખ કરે છે.

Luke 23:42

Then he said

ગુનેગારે પણ કહ્યું

remember me

મારા વિશે વિચાર કરજો અને મારી સાથે સારો વ્યવહાર કરજો

when you come into your kingdom

રાજ્ય માં આવવું એટલે શાસન કરવાનું શરૂ કરવું. વૈકલ્પિક અનુવાદ: રાજા તરીકે શાસન કરવાનું શરૂ કરવું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Luke 23:43

Truly I say to you, today

ખચિત એ ઈસુ જે કહે છે તેના પર ભાર મૂકે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું ઇચ્છું છું કે તું જાણે કે આજે

paradise

આ તે સ્થાન છે જ્યાં ન્યાયી લોકો મૃત્યુ પછી જાય છે. ઈસુ તે વ્યક્તિને ખાતરી આપી રહ્યા હતા કે તે ઈશ્વરની સાથે રહેશે અને ઈશ્વર તેનો સ્વીકાર કરશે. વૈકલ્પિક અનુવાદ: તે સ્થાન કે જ્યાં ન્યાયી લોકો રહે છે અથવા ""તે સ્થાન જ્યાં લોકો સારી રીતે રહે છે

Luke 23:44

about the sixth hour

લગભગ બપોર. આ ગણતરીના કલાકોનો સમય વહેલી સવારે 6 વાગ્યેથી દિવસની શરૂ થતા ગણવાનો રિવાજ દર્શાવે છે.

darkness came over the whole land

સમગ્ર ભૂમિમાં અંધકાર થઈ ગયો

until the ninth hour

બપોરના 3 વાગ્યા સુધી. આ ગણતરીના કલાકોનો સમય વહેલી સવારે 6 વાગ્યેથી દિવસની શરૂ થતા ગણવાનો રિવાજ દર્શાવે છે.

Luke 23:45

The sun was darkened

આ સૂર્ય આથમવાનો ઉલ્લેખ કરતું નથી. તેને બદલે, દિવસની મધ્યમાં સૂર્યનો પ્રકાશ અંધકારમય બન્યો. સૂર્ય આથમ્યો તે કરતાં સૂર્ય અંધકારમય બન્યો એમ વર્ણવવા કોઈ શબ્દનો ઉપયોગ કરો.

the curtain of the temple

ભક્તિસ્થાનની અંદર પડદો. આ તે પડદો હતો જે બાકીના ભક્તિસ્થાનને પરમ પવિત્ર સ્થાનથી અલગ પાડતું હતું.

the curtain of the temple was torn in two

ભક્તિસ્થાનના પડદો બે ટુકડામાં ચિરાઈ ગયો. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વરે ભક્તિસ્થાનના પડદાને ઉપરથી નીચે સુધી બે ભાગોમાં ચીરી નાખ્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 23:46

crying out with a loud voice

મોટેથી ચીસો પાડવી. તે કઈ રીતે અગાઉની કલમોમાંની ઘટનાઓ સાથે સંબંધિત છે તે બતાવવું મદદરૂપ થઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે તે બન્યું, ઈસુએ જોરથી બૂમ પાડી

Father

આ ઈશ્વર માટેનું એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

into your hands I commit my spirit

“તમારા હાથમાં” શબ્દસમૂહ ઈશ્વરની સંભાળનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ:"" હું મારો આત્મા તમારી સંભાળમાં સોંપું છું"" અથવા ""હું મારો આત્મા તમને એ જાણીને આપું છું, કે તમે તેની સંભાળ લેશો ""(જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Now having said this

ઈસુએ આ કહ્યું પછી

he breathed his last

ઈસુ મૃત્યુ પામ્યા

Luke 23:47

the centurion

આ રોમન અધિકારી માટેનું શીર્ષક હતું જે બીજા રોમન સૈનિકોનો પ્રભારી હતો. તેણે વધસ્તંભનું નિરીક્ષણ કર્યું.

what happened

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: જે સઘળી બાબતો બની તે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

this man was righteous

આ માણસે કશું ખોટું કર્યું ન હતું અથવા ""આ માણસ કશું ખોટું કર્યું નહોતું

Luke 23:48

crowds

લોકોના મોટા જૂથો

who had come together

જેઓ એકત્ર થયા હતા

for this spectacle

આ ઘટના જુઓ અથવા ""જે બન્યું હતું તેનું નિરીક્ષણ કરો

the things that had happened

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: જે બન્યું હતું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

returned beating

પોતાની છાતી કૂટતા પોતાના ઘરે પાછા ગયા

beating their breasts

આ દુ:ખ અને અફસોસનું પ્રતીક હતું. વૈકલ્પિક અનુવાદ: તેઓ દુ:ખી હતા તે દર્શાવવા માટે તેઓ પોતાની છાતી કૂટતા હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-symaction)

Luke 23:49

who followed him

ઈસુ સાથે મુસાફરી કરી

at a distance

ઈસુથી થોડે દૂર

these things

શું થયું

Luke 23:50

General Information:

યૂસફ પિલાતની પાસે જઈને ઈસુનો દેહ માગે છે. આ કલમો આપણને યૂસફ કોણ છે તેની પૃષ્ઠભૂમિની માહિતી આપે છે. યુએસટીની જેમ આ કેટલીક માહિતીને કલમના સેતુથી ફરીથી ગોઠવવું મદદરૂપ થઈ શકે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background અને /WA-Catalog/gu_tm?section=translate#translate-versebridge)

Now there was a man

જુઓ"" શબ્દ વાર્તાના નવા વ્યક્તિ માટે આપણને ચેતવે છે. તમારી ભાષામાં આમ કરવાની રીત હોઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ત્યાં એક માણસ હતો કે જે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-participants)

a council member

યહૂદી મહાસભા

Luke 23:51

He did not agree with the council and their action

નિર્ણય શું હતો તે સ્પષ્ટ રીતે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: કાં તો ઈસુને મારી નાખવાના મહાસભાના નિર્ણય સાથે અથવા તેમની હત્યા કરવાની તેમની કાર્યવાહી સાથે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

He was from Arimathea

અહીં યહૂદીઓનું શહેર નો અર્થ એ છે કે તે યહૂદિયામાં સ્થિત હતું. વૈકલ્પિક અનુવાદ: જે યહૂદિયામાં હતું તે નગરને અરિમથાઈ કહેવાતું હતું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

Luke 23:52

He approached Pilate, asking for the body of Jesus

આ માણસ પિલાત પાસે ગયો અને ઈસુના શબને દફનાવવા વિનંતી કરી.

Luke 23:53

he took it down

યૂસફે ઈસુના શબને વધસ્તંભથી લીધું

wrapped it in a linen cloth

શણના વસ્ત્રોમાં શબને લપેટ્યું. આ સમયે દફન કરવાનો આ સામાન્ય રિવાજ હતો.

that was cut in the rock

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: જેને કોઈએ ખડકમાં ખોદી હતી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

in which no one had yet been laid

આ નવા વાક્ય તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તે કબરમાં પહેલાં કોઈએ મૃતદેહ મૂક્યો ન હતો

Luke 23:54

the Day of the Preparation

જે દિવસે લોકો યહૂદીઓના વિશ્રામના દિવસ માટે તૈયાર થતા, જેને વિશ્રામવાર કહેવાતો હતો

the Sabbath was about to begin

યહૂદીઓ માટે, દિવસનો પ્રારંભ સૂર્યાસ્ત સમયે થતો હતો. વૈકલ્પિક અનુવાદ: ટૂંક સમયમાં સૂર્યાસ્ત થવાનો હતો, વિશ્રામવારની શરૂઆત (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Luke 23:55

who had come with Jesus out of Galilee

જેઓએ ગાલીલના પ્રદેશથી ઈસુની સાથે મુસાફરી કરી હતી

followed and saw the tomb and how his body was laid

આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: યૂસફ અને તેની સાથેના માણસોની પાછળ ચાલ્યા; સ્ત્રીઓએ કબર જોઈ અને તે પુરુષોએ કેવી રીતે ઈસુના શબને કબરની અંદર મૂક્યો તે જોયું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 23:56

They returned

તે સ્ત્રીઓ જ્યાં રહેતી હતી તે ઘરોમાં ગઈ

prepared spices and ointments

કારણ કે ઈસુ મૃત્યુ પામ્યા તે દિવસે સુગંધીદ્રવ્યો અને અત્તર લગાવીને ઈસુને માન આપવા માટે તેમની પાસે કોઈ સમય ન હતો, માટે તેઓ અઠવાડિયાના પહેલા દિવસે સવારે તે કરવા જઈ રહ્યા હતા. વૈકલ્પિક અનુવાદ: ઈસુના શરીર પર મૂકવા માટે સુગંધીદ્રવ્યો અને અત્તર તૈયાર કર્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

they rested

સ્ત્રીઓએ કોઈ કામ કર્યું ન હતું

according to the commandment

યહૂદી નિયમ અનુસાર અથવા યહૂદી નિયમની આવશ્યકતા મુજબ. નિયમ અનુસાર વિશ્રામવારે તેમના શબને તૈયાર કરવાની મંજૂરી તેઓને ન હતી.