Luke 24

લૂક 24 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

કબર

કબર કે જેમાં ઈસુને દફન કરવામાં આવ્યા હતા (લૂક 24:1) તે એવા પ્રકારની કબર હતી જેમાં ધનિક યહૂદી કુટુંબીજનો તેમના મૃતકને દફનાવતા હતા. એ તો ખડકમાં ખોદી કાઢવામાં આવેલો એક વાસ્તવિક ઓરડો હતો. તેની એક બાજુએ સપાટ સ્થાન હતું જ્યાં તેઓ દેહને વસ્ત્રમાં લપેટીને તેના પર તેલ અને સુગંધીદ્રવ્યો લગાવીને રાખતા હતા. ત્યારબાદ તેઓ એક મોટો પથ્થર કબર આગળ મૂકતાં હતા કે જેથી કોઈ અંદર જોઈ શકે નહિ કે જઈ શકે નહિ.

સ્ત્રીઓનો વિશ્વાસ

મોટા ભાગના લૂકના મૂળ વાચકો સ્ત્રીઓને પુરુષો કરતાં ઓછા મહત્વના માનતા હતા, પરંતુ લૂક કાળજીપૂર્વક દર્શાવે છે કે કેટલીક સ્ત્રીઓ ઈસુને ખૂબ જ પ્રેમ કરતી હતી અને બાર શિષ્યોને હતો તે કરતાં પણ વધારે વિશ્વાસ કરતી હતી.

પુનરુત્થાન

લૂક ઇચ્છે છે કે તેના વાચકો સમજે કે ઈસુ ફરીથી શારીરિક શરીરમાં સજીવન થયા (લૂક 24:38-43).

આ અધ્યાયમાં અનુવાદને લગતી અન્ય સંભવિત મુશ્કેલીઓ

મનુષ્ય પુત્ર

ઈસુ મનુષ્ય પુત્ર તરીકે આ અધ્યાયમાં પોતાનો ઉલ્લેખ કરે છે (લૂક 24:7). તમરી ભાષા કદાચ લોકોને પોતા વિશે જેમ તેઓ બીજા કોઈક માટે બોલતા હોય એ રીતે બોલવાની પરવાનગી ન આપતી હોય. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#sonofman અને /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

ત્રીજા દિવસે

ઈસુએ તેમના અનુયાયીઓને કહ્યું હતું કે તેઓ ફરીથી ત્રીજા દિવસે સજીવન થશે (લૂક 18:33). તેઓ શુક્રવારની સાંજે (સૂર્યાસ્ત પહેલા) મૃત્યુ પામ્યા અને રવિવારે જીવંત થયા, તેથી તેઓ ફરીથી ત્રીજા દિવસે જીવંત થયા કેમ કે યહૂદીઓ કહેતા હતા કે દિવસ સૂર્યાસ્ત સમયે શરૂ થતો અને પૂર્ણ થતો હતો, અને તેઓ દિવસના કોઈપણ ભાગને એક દિવસ તરીકે જ ગણતા હતા. શુક્રવાર પ્રથમ દિવસ હતો, શનિવાર બીજો દિવસ હતો, અને રવિવાર ત્રીજો દિવસ હતો.

ચળકતા વસ્ત્રો પહેરેલા બે માણસો

માથ્થી, માર્ક, લૂક, અને યોહાન સર્વએ ઈસુની કબર આગળ સ્ત્રીઓ સાથે સફેદ વસ્ત્રમાંના દૂતો વિશે લખ્યું છે. બે લેખકો તેઓને માણસો કહે છે, પરંતુ તે એટલા માટે કેમ કે દૂતો માનવીના સ્વરૂપમાં હતા. બે લેખકોએ દૂતો વિશે લખ્યું, પરંતુ બીજા બે લેખકોએ તેઓમાંના એક વિશે લખ્યું. આ દરેક ફકરાનું અનુવાદ દરેક ફકરો સમાન બાબત કહે છે તે દર્શાવવાનો પ્રયાસ કર્યા વિના યુએલટી પ્રમાણે કરવું શ્રેષ્ઠ રહેશે. (જુઓ: માથ્થી 28:1-2 અને માર્ક 16:5 અને લૂક 24:4 અને યોહાન 20:12)

Luke 24:1

General Information:

સ્ત્રીઓ (લૂક 23:55) ઈસુના શરીર પર સુગંધીદ્રવ્યો મૂકવા કબર પર પાછી આવે છે.

Now at early dawn on the first day of the week

રવિવારના સૂર્યોદય પહેલા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-ordinal)

they came to the tomb

સ્ત્રીઓ કબર પર આવી પહોંચી. આ લૂક 23:55 માં જણાવવામાં આવેલી સ્ત્રીઓ હતી.

the tomb

આ કબર એક પથ્થરના ખડકમાં ખોદવામાં આવી હતી.

bringing the spices

આ તે જ સુગંધીદ્રવ્યો હતા જે તેઓએ લૂક 23:56 માં તૈયાર કર્યા હતા.

Luke 24:2

They found the stone

તેઓએ જોયું કે પથ્થર

the stone rolled away

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: કે કોઈએ પથ્થર ખસેડ્યો હતો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

the stone

આ કબરના પ્રવેશદ્વારને સંપૂર્ણપણે બંધ રાખવા માટે પૂરતો મોટો, કાપેલો, ગોળાકાર પથ્થર હતો. તેને ખસેડવા માટે ઘણા માણસોની જરૂર હતી.

Luke 24:3

they did not find the body of the Lord Jesus

તમે સ્પષ્ટ રીતે દર્શાવી શકો કે તેમને તે મળ્યું નહિ કેમ કે તે ત્યાં ન હતું. વૈકલ્પિક અનુવાદ: પ્રભુ ઈસુનું શબ ત્યાં હતું નહિ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 24:4

General Information:

બે દૂતો દેખાયા અને સ્ત્રીઓ સાથે વાત કરવાની શરૂઆત કરે છે.

It happened that

વાર્તાની મહત્વપૂર્ણ ઘટનાને ચિહ્નિત કરવા માટે આ શબ્દસમૂહનો ઉપયોગ અહીં કરવામાં આવ્યો છે. જો તમારી ભાષામાં આમ કરવાની કોઈ રીત હોય, તો તમે તેનો ઉપયોગ અહીં કરી શકો છો.

Luke 24:5

they became terrified

ભયભીત થઈ ગઈ

bowed down their faces to the earth

જમીન સુધી નીચે નમીને. આ ક્રિયા પુરુષો સમક્ષ તેમની નમ્રતા અને આધીનતાને રજૂ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-symaction)

Why do you seek the living among the dead?

એક સજીવ વ્યક્તિને કબરમાં શોધવા માટે પુરુષો સ્ત્રીઓની નમ્રતાપૂર્વક ટીકા કરવા એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: તમે મૃત લોકોમાં જીવંત વ્યક્તિની શોધ કરી રહ્યા છો! અથવા તમારે જીવંત વ્યક્તિની શોધ જ્યાં તેઓ મૃત લોકોને દફન કરે છે ત્યાં કરવી જોઈએ નહિ! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Why do you seek

અહીં તમે બહુવચન છે, જે આવેલી સ્ત્રીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

Luke 24:6

Connecting Statement:

દૂતો સ્ત્રીઓ સાથે વાત કરવાનું પૂર્ણ કરે છે.

but has been raised

પરંતુ તેમને ફરીથી જીવંત બનાવવામાં આવ્યા છે. અહીં ઉઠાડવુંફરી જીવંત થવાનું કારણ માટેનો રૂઢિપ્રયોગ છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: કારણ કે ઈશ્વરે તેમને ફરીથી જીવંત બનાવ્યા છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive અને /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Remember how

યાદ રાખો જે

to you

તમે"" શબ્દ બહુવચનમાં છે. તે સ્ત્રીઓ અને લગભગ અન્ય શિષ્યોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

Luke 24:7

that the Son of Man

આ પરોક્ષ અવતરણની શરૂઆત છે. તેને યુએસટીની જેમ સીધા અવતરણ સાથે પણ અનુવાદ કરી શકાય છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations)

the Son of Man must be delivered up into the hands of sinful men and be crucified

અવશ્યનું"" શબ્દસમૂહનો અર્થ એ છે કે તે એવું કંઈક છે જે ચોક્કસપણે બનશે કેમ કે ઈશ્વરે પહેલેથી જ નક્કી કર્યું હતું કે તે બનશે. તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તે જરૂરી હતું કે તેઓ મનુષ્ય પુત્રને પાપી માણસોને સોંપી દે જેઓ તેમને વધસ્તંભ પર જડાવે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

into the hands

અહીં હાથ એ સામર્થ્ય અથવા નિયંત્રણનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

on the third day

યહૂદીઓ દિવસના કોઈપણ ભાગને દિવસ તરીકે ગણતા હતા. તેથી, જે દિવસે ઈસુ ઉઠ્યા તે ત્રીજો દિવસ હતો, કેમ કે તે તેમના દફન અને વિશ્રામવાર પછીનો દિવસ હતો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-ordinal)

Luke 24:8

Connecting Statement:

સ્ત્રીઓએ કબર પર શું જોયું તે વિશે તેઓ પ્રેરિતોને કહેવા જાય છે.

they remembered his words

અહીં શબ્દો એ ઈસુએ કરેલા નિવેદનોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ઈસુએ જે કહ્યું તે યાદ આવ્યું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Luke 24:9

to the eleven and to all the rest

અગિયાર પ્રેરિતો અને તેમની સાથેના બાકીના બધા શિષ્યો જેઓ તેમની સાથે હતા

the eleven

અગિયાર જણ વિશેનો આ લૂકનો પ્રથમ ઉલ્લેખ છે, કારણ કે યહૂદાએ બાર જણને છોડી દીધા હતા અને ઈસુને દગો આપ્યો હતો.

Luke 24:10

Now

આ શબ્દનો ઉપયોગ અહીં મુખ્ય વાર્તામાં વિરામ ચિહ્નિત કરવા માટે થયો છે. અહીં લૂક કેટલીક સ્ત્રીઓના નામ આપે છે જેઓ કબર પરથી આવી હતી અને પ્રેરિતોને ત્યાં જે બન્યું હતું તે કહ્યું હતું.

Luke 24:11

But these words seemed like idle talk to the apostles

પરંતુ પ્રેરિતોએ વિચાર્યું કે સ્ત્રીઓએ જે કહ્યું તે મૂર્ખ વાતો છે

Luke 24:12

Peter, however

આ શબ્દસમૂહ પિતરને બીજા પ્રેરિતોથી અલગ પાડે છે. તેણે સ્ત્રીઓના કહેવાને નકારી દીધું નહિ, પરંતુ પોતે જોવા માટે કબર તરફ દોડી ગયો.

rose up

આ એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ કાર્ય કરવાનું શરૂ કર્યું થાય છે. પિતર બેઠો હતો કે ઉભો હતો તેણે ક્યારે કાર્ય કરવાનું નક્કી કર્યું તે મહત્વનું ન હતું. વૈકલ્પિક અનુવાદ: બહાર જવાનું શરૂ કરવું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

stooping down

કબરની અંદર જોવા માટે પિતરને વળવું પડ્યું કેમ કે નક્કર પથ્થરમાં ખોદવામાં આવેલી કબરો ખૂબ નીચી હતી. વૈકલ્પિક અનુવાદ: ""પોતાને કમરેથી વાળે છે

only the linen cloths

માત્ર શણના વસ્ત્રો. આ તે વસ્ત્રોનો ઉલ્લેખ કરે છે જે ઈસુના શબને જ્યારે દફનાવવામાં આવ્યા હતા ત્યારે તેમને લપેટવામાં આવ્યા હતા લૂક 23:53. તે ગર્ભિત છે કે ઈસુનું શબ ત્યાં ન હતું. વૈકલ્પિક અનુવાદ: શણના વસ્ત્રો જેમાં ઈસુના શબને લપેટવામાં આવ્યા હતા, પરંતુ ઈસુ ત્યાં ન હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

went away to his home

તેના ઘરે ચાલ્યો ગયો

Luke 24:13

General Information:

બે શિષ્યો એમ્મોસ જઈ રહ્યા હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-newevent)

behold

નવી ઘટનાની શરૂઆતને ચિહ્નિત કરવા માટે લેખક આ શબ્દનો ઉપયોગ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-newevent)

two of them

શિષ્યોમાંના બે

on that same day

તે જ દિવસે. આ તે દિવસનો ઉલ્લેખ કરે છે જ્યારે સ્ત્રીઓને કબર ખાલી મળી હતી.

Emmaus

આ એક નગરનું નામ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

sixty stadia

અગિયાર કિલોમીટર. એક સ્ટેડિયમ 185 મીટરનું હતું. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-bdistance)

Luke 24:15

It happened that

ક્રિયા ક્યાં શરૂ થાય છે તે ચિહ્નિત કરવા અહીં આ શબ્દસમૂહનો ઉપયોગ થયો છે. તે ઈસુ તેમની પાસે આવવાથી શરૂ થાય છે. જો તમારી ભાષામાં આમ કરવાની કોઈ રીત હોય, તો તમે તેનો ઉપયોગ અહીં કરી શકો છો.

Jesus himself

પોતે"" શબ્દ એ હકીકત પર ભાર મૂકે છે કે તેઓ જે ઈસુ વિશે વાત કરી રહ્યા હતા તે ખરેખર તેઓને દેખાયા. અત્યાર સુધી સ્ત્રીઓએ દૂતોને જોયા હતા, પરંતુ કોઈએ ઈસુને જોયા ન હતા.

Luke 24:16

their eyes were prevented from recognizing him

તેમની આંખો ઈસુને ઓળખતા અટકાવવામાં આવી હતી. ઈસુને ઓળખવાની માણસોની ક્ષમતા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે તેમને ઓળખવાની તેમની આંખોની ક્ષમતા હોય. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. સંભવ છે કે તે ઈશ્વર જ હતા જેમણે તેઓને ઈસુને ઓળખતા અટકાવ્યાં હતા. વૈકલ્પિક અનુવાદ: તેમને કંઈક થયું જેથી તેઓ તેમને ઓળખી શક્યા નહિ અથવા ઈશ્વરે તેઓને ઓળખતા અટકાવ્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 24:17

he said to them

ઈસુએ બે માણસોને કહ્યું

Luke 24:18

Cleopas

આ એક માણસનું નામ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

Are you alone visiting ... in it in these days?

કલિયોપાસે આ પ્રશ્નનો ઉપયોગ તેનું આશ્ચર્ય દર્શાવવા કર્યો કે આ માણસ જ યરૂશાલેમમાં બનેલી બિનાઓ વિશે જાણતો નથી. વૈકલ્પિક અનુવાદ: તું જ એક માત્ર હોવો જોઈએ ... દિવસો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

e you

અહીં તું એકવચનમાં છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

Luke 24:19

What things?

કઈ બિનાઓ બની છે? અથવા ""કઈ બાબતો થઈ છે?

a prophet, mighty in deed and word before God and all the people

તેનો અર્થ એ છે કે ઈશ્વરે ઈસુને શક્તિશાળી બનાવ્યા અને લોકોએ જોયું કે તેઓ શક્તિશાળી હતા. વૈકલ્પિક અનુવાદ: ""એક પ્રબોધક કે જેમને ઈશ્વરે મહાન કામો કરવા અને મહાન બાબતો જે સર્વ લોકોને માટે આશ્ચર્યજનક હતી તે શીખવવા સામર્થ્ય આપ્યું હતું

Luke 24:20

delivered him up

તેને આપ્યો

to be condemned to death and crucified him

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: રાજ્યપાલ ઈસુને વધસ્તંભે જડાવીને મારી નાખે માટે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 24:21

Connecting Statement:

બંને માણસો ઈસુને જવાબ આપવાનું ચાલુ રાખે છે.

the one who was going to redeem Israel

રોમનોએ યહૂદીઓ પર રાજ કર્યું. વૈકલ્પિક અનુવાદ: જે ઇઝરાએલીઓને આપણા રોમન શત્રુઓથી મુક્ત કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

But in addition to all these things

આ બીજું કારણ રજૂ કરે છે કે કેમ તેઓ માને છે કે ઈસુ ઇઝરાએલને મુક્ત કરશે નહિ. વૈકલ્પિક અનુવાદ: ""હવે તે શક્ય લાગતું નથી કારણ કે

the third day

યહૂદીઓ દિવસના કોઈપણ ભાગને દિવસ તરીકે ગણતા હતા. તેથી, જે દિવસ ઈસુને ઉઠાડવામાં આવ્યા તે ત્રીજો દિવસ હતો, કેમ કે તે તેમના દફન અને વિશ્રામવાર પછીનો દિવસ હતો. તમે લૂક 24:7 માં તેનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-ordinal)

since all these things happened

ઈસુને મૃત્યુ સુધી દોરી જવાની ઘણી બધી ક્રિયાઓ થઈ હોવાથી

Luke 24:22

Connecting Statement:

બે માણસોએ ઈસુને જવાબ આપવાનું પૂર્ણ કર્યું.

But also

ઈસુ વિશે શું થઈ રહ્યું હતું એ તે પુરુષો કેમ સમજી શક્યા નહિ તે માટેનું બીજું એક કારણ તે અહીં રજૂ કરે છે.

among us

અમારા જૂથમાં

having been at the tomb

સ્ત્રીઓ હતી જેઓ કબર પાસે હતી.

Luke 24:23

a vision of angels

એક દર્શનમાં દૂતો

Luke 24:24

But they did not see him

તેઓએ ઈસુને જોયા નહિ

Luke 24:25

Jesus said to them

ઈસુ બે શિષ્યો સાથે વાત કરી રહ્યા છે.

slow of heart to believe

અહીં હૃદય એ વ્યક્તિના મન માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: તમારા મનો વિશ્વાસ કરવા માટે ધીમા છે અથવા તમે વિશ્વાસ કરવામાં ધીમા છો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Luke 24:26

Was it not necessary ... his glory?

પ્રબોધકોએ શું કહ્યું તે શિષ્યોને યાદ કરાવવા માટે ઈસુ એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: તે જરૂરી હતું ... મહિમા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

to enter into his glory

તે ઈસુએ રાજ કરવાનું શરૂ કર્યું અને માન અને મહિમા પ્રાપ્ત કરવાનો ઉલ્લેખ કરે છે.

Luke 24:27

beginning from Moses

મૂસાએ બાઈબલના પ્રથમ પુસ્તકો લખ્યા. વૈકલ્પિક અનુવાદ: મૂસાના લખાણોથી પ્રારંભ કરીને (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

he interpreted to them

ઈસુએ તેઓને સમજાવ્યું

Luke 24:28

he acted as though he were going further

બંને માણસો તેમની ક્રિયાઓથી સમજી ગયા કે તેઓ બીજા મુકામ તરફ જઈ રહ્યા હતા. જ્યારે તેઓ ગામમાં પ્રવેશવાના દરવાજા પાસે હતા ત્યારે તેમણે રસ્તા પર ચાલવાનું જારી રાખ્યું. ઈસુએ તેમને શબ્દોથી છેતર્યા હોય તેવો કોઈ સંકેત નથી.

Luke 24:29

they compelled him

તેઓએ તેમને જે કરવાની ફરજ પાડી તે સ્પષ્ટ કરવાની તમને જરૂર પડી શકે છે. એ દર્શાવવા માટે કદાચ તે અતિશયોક્તિ છે કે તે તેમનો વિચાર બદલી શકે તે પહેલાં તેઓએ તેમની સાથે લાંબો સમય વાત કરવાની જરૂર હતી. ફરજ પાડવી શબ્દનો અર્થ શારીરિક શક્તિનો ઉપયોગ કરવો થાય છે, પરંતુ એવું લાગે છે કે તેઓએ ફક્ત શબ્દોનો ઉપયોગ કરીને તેમને સમજાવ્યા. વૈકલ્પિક અનુવાદ: તેઓ તેમને રહેવા માટે સમજાવવા સક્ષમ હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hyperbole)

it is toward evening and the day is almost over

યહૂદી દિવસ સૂર્યાસ્તે પૂર્ણ થયો.

he went in

ઈસુ ઘરમાં પ્રવેશ્યા

stay with them

બે શિષ્યો સાથે રહેવા

Luke 24:30

It happened that

વાર્તામાંની મહત્વપૂર્ણ ઘટનાને ચિહ્નિત કરવા માટે આ શબ્દસમૂહનો ઉપયોગ અહીં કરવામાં આવ્યો છે. જો તમારી ભાષામાં આમ કરવાની કોઈ રીત હોય, તો તમે અહીં તેનો ઉપયોગ કરવાનું વિચારી શકો છો.

the bread

આ ખમીર વગર બનાવેલી રોટલીનો ઉલ્લેખ કરે છે. તે સામાન્ય રીતે ખોરાકનો ઉલ્લેખ કરતું નથી.

blessed it

તેના માટે આભાર માન્યો અથવા ""તેના માટે ઈશ્વરનો આભાર માન્યો

Luke 24:31

Then their eyes were opened

તેમની આંખો તેમની સમજણને રજૂ કરે છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: પછી તેઓ સમજ્યા અથવા પછી તેઓને ભાન થયું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

they recognized him

તેઓએ તેમને ઓળખી લીધા. આ શિષ્યો તેમને તેમના મૃત્યુ પહેલાથી ઓળખતા હતા.

he vanished from their sight

આનો અર્થ એ છે કે અચાનક તે હવે ત્યાં ન હતા. તેનો અર્થ એ નથી કે તે અદૃશ્ય થઈ ગયા.

Luke 24:32

Was not our heart burning ... the scriptures?

તેઓ ઈસુ સાથેની તેમની મુલાકાત વિશે કેટલા આશ્ચર્યમાં હતા તે પર ભાર મૂકવા માટે તેમણે પ્રશ્નનો ઉપયોગ કર્યો. તેઓએ ઈસુ સાથે વાત કરતી વખતે જે તીવ્ર લાગણી અનુભવી હતી તે વિશે એ રીતે કહેવામાં આવ્યું છે જાણે તેમની અંદર આગ સળગતી હોય. વૈકલ્પિક અનુવાદ: અમારા હૃદયો સળગી રહ્યા હતા ... શાસ્ત્રો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor અને /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

while he opened to us the scriptures

ઈસુએ કોઈ પુસ્તક અથવા ઓળિયું ખોલ્યું ન હતું. ખોલ્યુ એ તેમની સમજણનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: જ્યાર તેમણે અમને શાસ્ત્ર સમજાવ્યું અથવા ""જ્યારે તેમણે અમને શાસ્ત્ર સમજવા માટે સક્ષમ કર્યા

Luke 24:33

Connecting Statement:

બે વ્યક્તિઓ અગિયાર શિષ્યોને ઈસુ વિશે કહેવા માટે યરૂશાલેમ જાય છે.

So they rose up

તેઓ બે વ્યક્તિઓનો ઉલ્લેખ કરે છે.

they rose up

ઉઠ્યા અથવા ""ઊભા થયા

the eleven

આ ઈસુના પ્રેરિતોનો ઉલ્લેખ કરે છે. યહૂદા હવે તેમની સાથે શામેલ હતો નહિ.

Luke 24:34

saying

અને તે લોકોએ બે વ્યક્તિઓને કહ્યું

Luke 24:35

Then they told

તેથી બંને વ્યક્તિઓએ તેમને કહ્યું

the things that happened on the way

આ તેઓ એમ્મોસ ગામ તરફ જતા હતા ત્યારે ઈસુ તેઓને દેખાયા તેનો ઉલ્લેખ કરે છે.

how Jesus was made known to them

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તેઓએ કેવી રીતે ઈસુને ઓળખ્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

in the breaking of the bread

જ્યારે ઈસુએ રોટલી તોડી અથવા ""જ્યારે ઈસુએ રોટલી ભાંગી

Luke 24:36

General Information:

ઈસુ શિષ્યોને દેખાય છે. જ્યારે તે બે વ્યક્તિઓ અગાઉ જ્યાં અગિયાર જણ હતા તે ઘરે પહોંચ્યા, ત્યારે ઈસુ તેમની સાથે નહોતા.

Jesus himself

પોતે"" શબ્દ ઈસુ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને ઈસુનું આશ્ચર્ય ખરેખર તેમને દેખાય છે. તેમના પુનરુત્થાન પછી મોટાભાગના લોકોએ તેમને જોયા ન હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rpronouns)

in the midst of them

તેમની મધ્યે

Peace be to you

તમને શાંતિ થાઓ કે ઈશ્વર તમને શાંતિ આપો! તમે શબ્દ બહુવચન છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

Luke 24:37

But they were terrified

પરંતુ પ્રબળ તફાવત સૂચવે છે. ઈસુએ તેઓને શાંતિમાં રહેવાનું કહ્યું, પરંતુ તેને બદલે તેઓ ખૂબ ભયભીત થયા.

they were terrified, and became very afraid

ગભરાયેલા અને ભયભીત. આ બે શબ્દસમૂહોનો અર્થ સમાન થાય છે અને તેનો ઉપયોગ તેમના ડર પર ભાર મૂકવા માટે થયો છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-doublet)

thinking that they saw a spirit

વિચાર્યું કે તેઓ કોઈ ભૂતને જોઈ રહ્યા છે. તેઓ હજી સુધી ખરેખર સમજી શક્યા ન હતા કે ઈસુ ખરેખર જીવંત હતા.

a spirit

અહીં તે મૃત વ્યક્તિના આત્માનો ઉલ્લેખ કરે છે.

Luke 24:38

Why are you troubled?

ઈસુ તેમને દિલાસો આપવા માટે એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ગભરાશો નહિ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Why do doubts arise in your heart?

ઈસુ નમ્રતાપૂર્વક તેમને ઠપકો આપવા માટે એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. ઈસુ તેઓને કહી રહ્યા હતા કે તે જીવંત હતા તેના પર સંદેહ ન કરે. હૃદય શબ્દ એ વ્યક્તિના મન માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: તમારા મનમાં સંદેહ ન કરો! અથવા સંદેહ કરવાનું બંધ કરો! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Luke 24:39

Touch me and see ... you see me having

ઈસુ તેમને સ્પર્શ દ્વારા પુષ્ટિ કરવા કહે છે કે તેઓ ભૂત નથી. આ બે વાક્યોને જોડવા અને ફરીથી ગોઠવવા મદદરૂપ થઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""મને સ્પર્શ કરો અને અનુભવો કે મને માંસ અને હાડકાં છે કે જે ભૂતને હોતા નથી

flesh and bones

આ ભૌતિક શરીરનો ઉલ્લેખ કરવાનો એક માર્ગ છે.

Luke 24:40

his hands and his feet

તે સમજાયું છે કે તેમના હાથ અને પગમાં તેમના વધસ્તંભ પરના ખીલાનાં નિશાન છે જે સાબિત કરશે કે તે ખરેખર ઈસુ હતા. આ સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમના હાથ અને પગના જખમ

Luke 24:41

Now when they still could not believe it because of the joy

તેઓ ખુબ આનંદથી ભરપૂર હતા કે તેઓ હજી પણ વિશ્વાસ કરી શકતા ન હતા કે તે ખરેખર સાચું હતું

Luke 24:43

ate it before them

ઈસુએ સાબિત કરવા માટે આ કર્યું કે તેમની પાસે ભૌતિક શરીર હતું. આત્માઓ ખોરાક ખાઈ શકે નહિ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

before them

તેમની સામે અથવા ""જ્યારે તેઓ જોઈ રહ્યા હતા

Luke 24:44

while I was still with you

જ્યારે હું અગાઉ તમારી સાથે હતો

all that was written ... the Psalms must be fulfilled

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: જે બધુ લખાયું હતું તેને ઈશ્વર પૂરું કરશે ... ગીતશાસ્ત્ર અથવા જે બધુ લખાયું હતું તે બધું ઈશ્વર અમલમાં લાવશે ... ગીતશાસ્ત્ર બનવા માટે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

all that was written in the law of Moses and the Prophets and the Psalms

મૂસાનો નિયમ,"" પ્રબોધકો અને ગીતશાસ્ત્ર શબ્દો હિબ્રૂ બાઈબલના ભાગો માટેના યોગ્ય નામો છે. આ સક્રિય સ્વરૂપમાં અને સામાન્ય નામોનો ઉપયોગ કરીને દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: મૂસાએ નિયમશાસ્ત્રમાં જે સર્વ લખ્યું તે, પ્રબોધકોએ જે સર્વ લખ્યું તે, અને ગીતશાસ્ત્રના લેખકોએ મારા વિશે જે સર્વ લખ્યું તે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 24:45

Then he opened their minds to understand the scriptures

મન ખોલવું"" એ એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ કોઈને સમજવા માટે સક્ષમ બનાવવું થાય છે. વૈકલ્પિક અનુવાદ: પછી તેમણે તેઓને શાસ્ત્રો સમજવા સક્ષમ બનાવ્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Luke 24:46

Thus it has been written

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ઘણા લાંબા સમય અગાઉ લોકોએ આ લખ્યું છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

rise again from the dead

આ કલમમાં, ઊઠવું એટલે ફરીથી સજીવન થવું. મૂએલામાંથી શબ્દો પાતાળમાંના સર્વ મૃત લોકોની વાત કરે છે.

the third day

યહૂદીઓ દિવસના કોઈપણ ભાગને દિવસ તરીકે ગણતા હતા. તેથી, જે દિવસે ઈસુ ઉઠ્યા તે ત્રીજો દિવસ હતો, કેમ કે તે તેમના દફન અને વિશ્રામવાર પછીનો દિવસ હતો. તમે લૂક 24:7 માં કેવી રીતે તેનું અનુવાદ કર્યું છે તે જુઓ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-ordinal)

Luke 24:47

repentance for forgiveness of sins would be proclaimed in his name to all the nations

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ખ્રિસ્તના અનુયાયીઓએ તમામ રાષ્ટ્રોમાંના લોકોને પ્રગટ કરવું જોઈએ કે તેઓએ પસ્તાવો કરવાની જરૂર છે અને ઈશ્વર તેઓને તેમના પાપો ઈસુ દ્વારા ક્ષમા કરે તેની જરૂર છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

in his name

અહીં તેમનું નામ તેમના અધિકારનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ખ્રિસ્તના અધિકાર દ્વારા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

all the nations

સર્વ વંશીય સમુદાયો અથવા ""સર્વ લોક જૂથો

beginning from Jerusalem

યરૂશાલેમથી શરૂ કરીને

Luke 24:48

Connecting Statement:

ઈસુ શિષ્યો સાથે વાત કરવાનું ચાલુ રાખે છે.

You are witnesses

તમે મારા વિશે જે જોયું તે સાચું છે તે તમારે બીજાઓને કહેવાનું છે. શિષ્યોએ ઈસુના જીવન, મૃત્યુ અને પુનરુત્થાનનું અવલોકન કર્યું હતું, અને તેમણે જે કર્યું તે બીજા લોકોને વર્ણવી શકે છે.

Luke 24:49

I am sending upon you the promise of my Father

મારા પિતાએ તમને જે આપવાનું વચન આપ્યું હતું તે હું તમને આપીશ. ઈશ્વરે પવિત્ર આત્મા આપવાનું વચન આપ્યું હતું. યુએસટી તેને સ્પષ્ટ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Father

આ ઈશ્વર માટેનું એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

you are clothed with power

જે રીતે વસ્ત્રો વ્યક્તિને ઢાંકી દે છે તે જ રીતે ઈશ્વરનું સામર્થ્ય તેમને ઢાંકી દેશે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તમે સામર્થ્ય પ્રાપ્ત કરો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

from on high

ઉપરથી અથવા ""ઈશ્વર તરફથી

Luke 24:50

he led them out

ઈસુ શિષ્યોને શહેરની બહાર લઈ ગયા

lifting up his hands

આ તે ક્રિયા હતી કે યાજકો જ્યારે લોકોને આશીર્વાદ આપતા હતા ત્યારે તેઓ કરતાં હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-symaction)

Luke 24:51

Now it happened that

તે વિશે આવી. આ વાર્તામાં નવી ઘટનાનો પરિચય કરાવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-newevent)

while he was blessing them

જ્યારે ઈસુ ઈશ્વરને તેમનું સારું કરવા કહી રહ્યા હતા ત્યારે

was carried up

કેમ કે લૂકે સ્પષ્ટ કર્યું નથી કે ઈસુને ઉપર કોણ લઈ ગયું, આપણે જાણતા નથી કે તે ઈશ્વર પોતે હતા અથવા એક કે વધુ દૂતો હતા. જો તમારી ભાષામાં સ્પષ્ટ કરવું હોય કે ઉપર કોણ લઈ ગયું, તો યુએસટી કરે છે તેના બદલે ગયા નો ઉપયોગ કરવો વધુ સારું રહેશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 24:52

General Information:

આ વાર્તા પૂરી થતાં જ આ કલમો શિષ્યોની ચાલુ રહેતી ક્રિયાઓ વિશે જણાવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-endofstory)

they worshiped him

શિષ્યોએ ઈસુની આરાધના કરી

and returned

અને પછી પાછા ફર્યા

Luke 24:53

continually in the temple

આ એ વ્યક્ત કરવા માટેની અતિશયોક્તિ છે કે તેઓ દરરોજ ભક્તિસ્થાનના આંગણામાં જતા હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hyperbole)

in the temple

ભક્તિસ્થાનની ઇમારતમાં કેવળ યાજકોને જ મંજૂરી હતી. વૈકલ્પિક અનુવાદ: ભક્તિસ્થાનના આંગણામાં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

blessing God

ઈશ્વરની સ્તુતિ કરતાં