Matthew 28

માથ્થી 28 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

કબર

જે કબરમાં ઈસુને દફનાવવામાં આવ્યા હતાં (માથ્થી 28:1) તે કબર એ પ્રકારની કબર હતી જેમાં ધનવાન યહૂદી પરિવારો તેમના મૃતકોને દફનાવતા હતાં. તે ખડકમાં કોતરેલો એક ઓરડો હતો. તેલ અને સુગંધી પદાર્થ લગાડયા પછી મૃત શરીરને વસ્ત્રોમાં લપેટીને મૂકી શકે તે માટે તેમાં એક બાજુએ એક સપાટ જગ્યા હતી. ત્યારપછી તે કબરની આગળ એક મોટો ગોળ પથ્થર ગબડાવી દેતા જેથી કોઈ અંદર જોઈ શકે નહીં કે પ્રવેશ કરી શકે નહીં.

શિષ્યો બનાવો

છેલ્લી બે કલમો (માથ્થી 28: 19-20) સામાન્ય રીતે મહાન આદેશ તરીકે ઓળખાય છે કારણ કે તે સર્વ ખ્રિસ્તીઓને આપવામાં આવતો ખૂબ જ મહત્વપૂર્ણ આદેશ છે. ખ્રિસ્તીઓએ સુવાર્તા પ્રચાર કરીને “શિષ્યો બનાવવાના” છે અને લોકો સાથે સુવાર્તા પ્રચારીને તેમને ખ્રિસ્તી તરીકે જીવન જીવવા માટે તાલીમ આપવી.

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

પ્રભુનો દૂત

માથ્થી, માર્ક, લૂક અને યોહાન સર્વએ ઈસુના કબર આગળ સ્ત્રીઓ સાથે સફેદ વસ્ત્રોમાં દૂતો પ્રગટ થયા તે વિશે લખ્યું છે. બે લેખકો તેઓને માણસો કહે છે, કારણ કે તે દૂતો મનુષ્ય જેવા લાગતાં હતાં. પરંતુ અન્ય બે લેખકોએ તે બે દૂતોમાંથી ફક્ત એકના જ વિશે લખ્યું છે. બધા ફકરાઓ એકસમાન વાત કહે છે તેમ કહેવાનો પ્રયત્ન કરવા કરતાં આ સર્વ ભાગોનો અનુવાદ યુએલટી અનુસાર કરવો ઉત્તમ છે. (જુઓ: માથ્થી 28:1-2 અને માર્ક 16:5 અને લૂક 24:4 અને યોહાન 20:12)

Matthew 28:1

Connecting Statement:

ઈસુના મૂએલામાંથી પુનરુત્થાન થવાના વૃતાંતની આ શરૂઆત છે.

Now late on the Sabbath, as it began to dawn toward the first day of the week

સાબ્બાથ પૂરો થયા પછી, જેમ રવિવારની સવારે સૂર્ય ઉપર આવ્યો

Now

અહીં આ શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીંયા માથ્થી સુવાર્તાના નવા વિભાગનું વર્ણન કરવાની શરૂઆત કરે છે.

the other Mary

મરિયમ નામની બીજી સ્ત્રી. આ મરિયમ યાકૂબ અને યૂસફની મા છે (માથ્થી 27:56).

Matthew 28:2

Behold

અહીં જુઓ શબ્દ આવનાર આશ્ચર્યજનક માહિતી પર ધ્યાન આપવા ચેતવણી આપે છે. તમારી ભાષામાં આ સૂચિત કરવાની કોઈ અલગ રીત હોઈ શકે છે.

there was a great earthquake, for an angel of the Lord descended ... rolled away the stone

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ધરતીકંપ થયો કારણ કે દૂતે નીચે આવીને પથ્થરને ગબડાવ્યો અથવા 2) આ સર્વ ઘટનાઓ એક જ સમયે થાય છે.

earthquake

અચાનક અને ખૂબ ધ્રુજારી સાથે જમીન કાંપી ગઈ

Matthew 28:3

His appearance

દૂતનો દેખાવ

was like lightning

આ એક સમાનતા છે જે દૂતના દેખાતા તેજસ્વી પ્રકાશ પર ભાર મૂકે છે. વૈકલ્પિક ભાષાંતર: વીજળી જેવો તેજસ્વી હતો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-simile)

his clothing as white as snow

આ એક સમાનતા છે જે દૂતના વસ્ત્રો કેવા તેજસ્વી અને શ્વેત હતા તેના ઉપર ભાર મૂકે છે. અગાઉના વાક્યમાંથી હતો ક્રિયાપદ પુનરાવર્તિત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: તેના વસ્ત્રો ખૂબ તેજસ્વી બરફના જેવા શ્વેત હતા, (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-simile અને /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Matthew 28:4

became like dead men

આ એક સમાનતા છે જેનો અર્થ એ છે કે સિપાઈઓ પડી ગયા અને ઉભા થઈ શક્યા નહીં. વૈકલ્પિક ભાષાંતર: તેઓ ધ્રુજી ગયા અને મરણતોલ થઈ ગયા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-simile)

Matthew 28:5

the women

માગ્દલાની મરિયમ અને મરિયમ નામની અન્ય સ્ત્રી

who has been crucified

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: જેમને લોકોએ અને સિપાઈઓએ વધસ્તંભે જડ્યા હતા અથવા જેઓને તેઓએ વધસ્તંભ પર જડ્યા હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 28:7

tell his disciples, 'He has risen from the dead. See, he is going ahead of you to Galilee. There you will see him.'

આ અવતરણની અંદર અવતરણ છે. તે પરોક્ષ અવતરણ તરીકે કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: તેમના શિષ્યોને કહો કે તેઓ(ઈસુ) મૂએલામાંથી ઉઠ્યા છે અને તે ઈસુ તમારી આગળ ગાલીલ ગયા છે જ્યાં તમે તેમને જોશો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-quotesinquotes અને /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations)

He has risen

તે ફરીથી જીવિત થયા છે

from the dead

જેઓ મૃત્યુ પામ્યા છે તેઓ સર્વમાંથી. મૃત્યું પામેલા સર્વ લોકો જેઓ અધોલોકમાં છે તેઓનું વર્ણન આ અભિવ્યક્ત કરે છે. તેઓમાંથી ઉઠવું એટલે ફરીથી જીવંત થવું.

going ahead of you ... you will see him

અહીંયા તમે બહુવચન છે. તે સ્ત્રીઓ અને શિષ્યોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

I have told you

અહીંયા તમે બહુવચન છે અને સ્ત્રીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

Matthew 28:8

They left

મરિયમ માગ્દાલાની અને મરિયમ નામની અન્ય સ્ત્રી

Matthew 28:9

Behold

અહીંયા જુઓ શબ્દ આવનાર આશ્ચર્યજનક માહિતી પર ધ્યાન આપવા ચેતવણી આપે છે. તમારી ભાષામાં આ સૂચિત કરવાની કોઈ અલગ રીત હોઈ શકે છે.

Greetings

આ એક સામાન્ય અભિવાદન છે, જે અંગ્રેજીમાં હેલો જેવું છે.

took hold of his feet

તેઓએ તેમના પગે પડીને તેમનું ભજન કર્યું

Matthew 28:10

my brothers

આ ઈસુના શિષ્યોનો ઉલ્લેખ કરે છે

Matthew 28:11

Connecting Statement:

ઈસુના પુનરુત્થાન વિશે યહૂદી આગેવાનોએ જ્યારે સાંભળ્યું ત્યારે તેઓનો પ્રતિસાદ વિશેના વૃતાંતની આ શરુઆત છે.

Now

અહીં આ શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીં માથ્થી સુવાર્તાના નવા ભાગને કહેવાનું શરૂ કરે છે.

They

અહીંયા મરિયમ માગ્દાલાની અને અન્ય મરિયમનો ઉલ્લેખ કરે છે.

behold

અહીં સુવાર્તામાં મોટી ઘટનામાં/વિસ્તૃત વૃતાંતમાં બીજી નાની ઘટનાની/વૃતાંતની શરૂઆત છે. તેમાં કદાચને અગાઉની ઘટના કરતા ભિન્ન લોકોનો સમાવેશ હોઈ શકે છે. તમારી ભાષામાં આ સૂચિત કરવાની કોઈ અલગ રીત હોઈ શકે છે.

Matthew 28:12

discussed the matter with them

તેઓની મધ્યે યોજના નક્કી થઈ. યાજકો અને વડીલોએ સિપાઈઓને પૈસા આપવાનું નક્કી કર્યું.

Matthew 28:13

Say, 'His disciples came ... while we were sleeping.'

જો તમારી ભાષા અવતરણચિહ્નોમાં અવતરણની મંજૂરી આપતી નથી, તો તમે આને એક જ અવતરણ તરીકે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: ""લોકોને કહો કે અમે જ્યારે ઉંઘતા હતા ત્યારે ... ઈસુના શિષ્યો આવીને તેનું શબ લઈ ગયા.” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-quotations અને /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations)

Matthew 28:14

If this report reaches the governor

જ્યારે અમે ઊંઘતા હતા ત્યારે ઈસુના શિષ્યો આવીને તેનું શબ લઈ ગયા તે વિશે જો હાકેમને જાણ થાય

the governor

પિલાત (માથ્થી 27:2)

we will persuade him and keep you out of trouble

તેની ચિંતા કરશો નહીં. અમે હાકેમ સાથે વાત કરીશું જેથી તે તમને શિક્ષા કરશે નહીં.

Matthew 28:15

did as they had been instructed

આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: યાજકોએ તેમને જે કરવા કહ્યું હતું તે પ્રમાણે તેઓએ કર્યું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

This report spread widely among the Jews and continues even today

ઘણા યહૂદીઓએ આ વાત સાંભળી અને બીજાઓને કહી અને આજદિન સુધી આજ વાત તેઓમાં ચાલી રહી છે.

even until today

આ પુસ્તક માથ્થીએ કયા સમયે લખ્યું તેનો ઉલ્લેખ કરે છે.

Matthew 28:16

Connecting Statement:

ઈસુ તેમના પુનરુત્થાન પછી તેમના શિષ્યોને પ્રગટ થયા તેનો ઉલ્લેખ કરે છે.

Matthew 28:17

they worshiped him, but some doubted

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) તેઓ સર્વએ ઈસુની સ્તુતિ કરી, તેમ છતાં તેમાંના કેટલાકે સંદેહ કર્યો, અથવા 2) તેમનામાંના કેટલાકે ઈસુની સ્તુતિ કરી, પણ બીજાઓએ તેમની સ્તુતિ કરી નહીં કારણ કે તેઓ સંદેહ રાખતા હતા.

but some doubted

શિષ્યોએ કયો સંદેહ રાખ્યો તે સ્પષ્ટપણે કહી શકાય. વૈકલ્પિક ભાષાંતર: કેટલાકને સંદેહ હતો કે તેઓ(ઈસુ) ખરેખર ઈસુ હતા અને તેઓ(ઈસુ) ફરીથી જીવંત થયા છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Matthew 28:18

All authority has been given to me

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: મારા પિતાએ મને બધો અધિકાર આપ્યો છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

in heaven and on earth

અહીં આકાશ અને પૃથ્વી નો ઉપયોગ એ આકાશ અને પૃથ્વી પરના દરેક અને દરેક વસ્તુ દર્શાવવા માટે થાય છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-merism)

Matthew 28:19

of all the nations

અહીં ""દેશો” લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: દરેક દેશના સર્વ લોકોને (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

into the name

અહીં નામ એ અધિકારને ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: અધિકાર દ્વારા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

the Father ... the Son

આ મહત્વપૂર્ણ શિર્ષકો છે જે ઈશ્વર અને ઈસુ વચ્ચેના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

Matthew 28:20

See

જુઓ અથવા સાંભળો અથવા ""હું તમને જે કહેવાનું છું તેના પર ધ્યાન આપો

even to the end of the age

આ યુગના અંત સુધી અથવા ""જગતના અંત સુધી