Matthew 27

માથ્થી 27 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

તેમને પિલાત હાકેમને સોંપવામાં આવ્યા

યહૂદી આગેવાનોએ ઈસુને મારી નાખતા પહેલા રોમના હાકેમ પોન્તિયસ પિલાત પાસેથી પરવાનગી મેળવવી જરૂરી હતી. કેમ કે રોમનો કાયદો તેઓને ઈસુને મારી નાખવાની પરવાનગી આપતો ન હતો. પિલાત ઈસુને મુક્ત કરવા માંગતા હતા, પરંતુ તેઓ ખૂબ જ દુષ્ટ કેદી બરબ્બાસને મુક્ત કરાવવાની ઈચ્છા રાખતા હતા.

કબર

જે કબરમાં ઈસુને દફનાવવામાં આવ્યા હતાં (માથ્થી 27:60) તે કબર એ પ્રકારની કબર હતી જેમાં ધનવાન યહૂદી પરિવારો તેમના મૃતકોને દફનાવતા હતાં. તે ખડકમાં કોતરેલો એક ઓરડો હતો. તેલ અને સુગંધી પદાર્થ લગાડયા પછી મૃત શરીરને વસ્ત્રોમાં લપેટીને મૂકી શકે તે માટે તેમાં એક બાજુએ એક સપાટ જગ્યા હતી. ત્યારપછી તે કબરની આગળ એક મોટો ગોળ પથ્થર ગબડાવી દેતા જેથી કોઈ અંદર જોઈ શકે નહીં કે પ્રવેશ કરી શકે નહીં.

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

કટાક્ષ

સૈનિકો, જય હો, યહૂદીઓના રાજાને!([માથ્થી 27:29] (../../mat/27/29.md)) ઈસુની મજાક કરવા માટે કહે છે. તેઓ માનતા નહોતા કે ઈસુ ખરેખર યહૂદીઓના રાજા છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-irony)

Matthew 27:1

Connecting Statement:

પિલાતની સમક્ષ ઈસુ પર અદાલતી કાર્યવાહીના વૃતાંતની શરૂઆત અહીં થાય છે.

Now

અહીં આ શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીં માથ્થી સુવાર્તાના નવા ભાગને કહેવાનું શરૂ કરે છે.

plotted against Jesus to put him to death

યહૂદી આગેવાનો રોમન અધિકારીઓને ઈસુની હત્યા કરવા માટે સમજાવી રહ્યા છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Matthew 27:3

General Information:

આ ઘટના યહૂદી ધાર્મિક આગેવાનોની સભા સમક્ષ ઈસુ પરની કાર્યવાહી પછી થાય છે, પરંતુ આપણે જાણતા નથી કે આ ઘટના પિલાત સમક્ષ ઈસુનું પરીક્ષણ થયા પહેલાં બની કે કેમ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-events)

Connecting Statement:

ઈસુ પર અદાલતી કાર્યવાહીના વૃતાંતને લેખક અટકાવે છે જેથી યહૂદાએ પોતાને મારી નાખ્યો તેના વૃતાંતનું વર્ણન લેખક કરી શકે.

Then when Judas saw

કોઈ નવી વાર્તાની શરૂઆત કરવાની રીત જો તમારી ભાષામાં છે તો તેનો ઉપયોગમાં તમે અહીં કરી શકો છો.

that Jesus had been condemned

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: યહૂદી આગેવાનોએ ઈસુને દોષી ઠેરવ્યા હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

the thirty pieces of silver

મુખ્ય યાજકોએ ઈસુને પરસ્વાધીન કરવા યહૂદાને પૈસા આપ્યા હતા. જુઓ કે તમે આનો અનુવાદ માથ્થી 26:15માં કેવી રીતે કર્યો છે.

Matthew 27:4

innocent blood

આ રૂઢીપ્રયોગ છે જે નિર્દોષ વ્યક્તિના મૃત્યુનો નિર્દેશ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: જે વ્યક્તિ મૃત્યુને યોગ્ય ન હોય (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

What is that to us?

આ પ્રશ્ન દ્વારા યહૂદી આગેવાનો એ બાબત પર ભાર મૂકે છે કે યહૂદાએ જે કહ્યું તેની તેઓને પરવાહ હતી નહીં. વૈકલ્પિક ભાષાંતર: તે અમારી સમસ્યા નથી! અથવા તે તારી સમસ્યા છે! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Matthew 27:5

he threw down the pieces of silver in the temple

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) તે મંદિરના આંગણામાં ચાંદીના સિક્કાઓ નાખીને ચાલ્યો ગયો અથવા 2) તે મંદિરના આંગણામાં ઊભો હતો, અને તેણે ચાંદીના સિક્કાઓ મંદિરમાં ફેંકી દીધા.

Matthew 27:6

It is not lawful to put this

આપણો નિયમ આને ભંડારમાં મૂકવાની રજા આપતો નથી

to put this

ચાંદીના સિક્કાઓને મૂકવાની

the treasury

આ સ્થળે તેઓ નાણાં મૂકતા હતા જે નાણાંમાંથી તેઓ મંદિર અને યાજકો માટે જરૂરી વસ્તુઓ ખરીદતા હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

the price of blood

આ રૂઢીપ્રયોગ છે જેનો અર્થ એવો થાય છે કે કોઈ વ્યક્તિની હત્યા કરવા પૈસા ચૂકવવામાં આવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""વ્યક્તિનું ખૂન કરવા માટે આપવામાં આવેલા પૈસા” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Matthew 27:7

the potter's field

આ એ ખેતર હતું જ્યાં યરૂશાલેમમાં મરણ પામેલા અજાણ્યા લોકોના મૃતદેહોને દફનાવામાં આવતા હતા.

Matthew 27:8

that field has been called

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: લોકો તે ખેતરને રક્તનું ખેતર કહે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

to this day

આનો અર્થ એ છે કે તે સમય જ્યારે માથ્થી આ પુસ્તક લખે છે.

Matthew 27:9

General Information:

લેખક જૂના કરારની ભવિષ્યવાણીની પરિપૂર્ણતા દર્શાવવા માટે જૂના કરારના શાસ્ત્ર વચનને ટાંકે છે.

Then that which had been spoken by Jeremiah the prophet was fulfilled

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: આ યમિર્યા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થયું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

the price set on him by the sons of Israel

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ઇઝરાએલીઓએ તેનું મૂલ્ય ઠરાવી આપ્યું છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

the sons of Israel

આ ઇઝરાએલના એ લોકોનો ઉલ્લેખ કરે છે જેઓએ ઈસુને મારી નાખવા માટે ચુકવણી કરી હતી. વૈકલ્પિક ભાષાંતર: ઇઝરાએલના કેટલાક લોકો અથવા ઇઝરાએલના આગેવાનો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Matthew 27:10

had directed me

અહીં “મને” યર્મિયા પ્રબોધકનો ઉલ્લેખ કરે છે

Matthew 27:11

Connecting Statement:

પિલાતની સમક્ષ ઈસુ પરની કાયદાકીય કાર્યવાહીનો વૃતાંત, જે માથ્થી 27:2માં શરૂ થયો હતો તેને અહીંથી આગળ ધપાવવામાં આવે છે.

Now

જો તમારી ભાષામાં મુખ્ય વાર્તામાં તફાવત દર્શાવવા વિરામ ચિહ્ન લગાવી પછી વાત જારી રાખવાની રીત હોય તો અહીં તેનો ઉપયોગ કરી શકો છો.

the governor

પિલાત

It is as you say

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) આમ કહેવા દ્વારા, ઈસુએ સૂચિત કર્યું કે તેઓ યહૂદીઓના રાજા છે. વૈકલ્પિક ભાષાંતર: હા, તું જેમ કહે છે તેમ હું છું અથવા હા, જેમ તે કહ્યું તેમ છે અથવા 2) આમ કહેવા દ્વારા, ઈસુ કહી રહ્યા હતા કે તેઓ સ્વયં નહીં પરંતુ પિલાત જ ઈસુને યહૂદીઓના રાજા કહે છે. વૈકલ્પિક ભાષાંતર: તે પોતે જ તે કહ્યું છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Matthew 27:12

But when he was accused by the chief priests and elders

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: પરંતુ જ્યારે મુખ્ય યાજકોએ અને વડીલોએ તેમના પર આરોપ મૂક્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 27:13

Do you not hear all the charges against you?

પિલાતે આ પ્રશ્ન પૂછ્યો કારણ કે તે આશ્ચર્ય પામે છે કે ઈસુ કેમ શાંત રહે છે. વૈકલ્પિક ભાષાંતર: મને આશ્ચર્ય થયું છે કે તમે આ લોકોનો જવાબ આપતા નથી કે જે તમારા પર જુઠા આરોપ લગાવે છે! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Matthew 27:14

did not answer him even one charge, so that the governor was greatly amazed

એક શબ્દ પણ ના બોલ્યા; હાકેમ ખૂબ આશ્ચર્ય પામ્યા. આ કહેવાનો અર્થ એ છે કે ઈસુ સંપૂર્ણપણે શાંત રહ્યા.

Matthew 27:15

Now

અહીં જે શબ્દનો ઉપયોગ થયો છે તે મુખ્ય સુવાર્તામાં વિભાગ પાડવા ચિહ્નનો ઉપયોગ કરે છે તેથી માથ્થી વાંચકને શરુઆતની માહિતી સમજવા માટે મદદ કરે છે માથ્થી 27:17. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

the feast

આ પાસ્ખા પર્વનો ઉત્સવ છે.

to the crowd one prisoner whom they chose

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: બંદીવાનને જેને લોકો પસંદ કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 27:16

they had a notorious prisoner

ત્યાં એક નામચીન બંદીવાન હતો

notorious

કંઈક દુષ્ટતા કરવામાં જાણીતો હતો

Matthew 27:17

when they were gathered together

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ટોળું ભેગુ થયું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Jesus who is called Christ

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “જેને કેટલાક લોકો ખ્રિસ્ત કહે છે” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 27:18

they had handed Jesus over to him

યહૂદી આગેવાનો ઈસુને પિલાતની પાસે લાવ્યા હતા. તેઓએ આમ કર્યુ હતું જેથી પિલાત ઈસુનો ન્યાય કરે.

Matthew 27:19

But while he was sitting

પિલાત બેઠો હતો ત્યારે

was sitting on the judgment seat

ન્યાયાધીશની બેઠક પર બેઠો હતો. આ તે બેઠક છે જ્યાં બેસીને ન્યાયાધીશ નિર્ણય કરે છે.

sent word

સંદેશો મોકલ્યો

I have suffered much today

મને આજે તેને લીધે ઘણું દુઃખ થયું

Matthew 27:20

Now ... but have Jesus killed

અહીંયા “હવે” શબ્દનો ઉપયોગ કરીને મુખ્ય સુવાર્તામાં વિભાગ કરીને ચિહ્ન કરવામાં આવે છે. માથ્થી પૂર્વભૂમિકાની માહિતી આપી જણાવે છે કે લોકોએ કેમ બરબ્બાસને પસંદ કર્યો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

but have Jesus killed

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""રોમન સિપાઈઓ દ્વારા ઈસુને મારી નંખાવે” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 27:21

said to them

લોકોના ટોળાને પૂછ્યું

Matthew 27:22

who is called Christ

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 27:23

has he done

ઈસુએ શું કર્યુ છે

they cried out

લોકોના ટોળાએ બુમ પાડી

Matthew 27:24

washed his hands in front of the crowd

પિલાતે કહ્યું કે આ ન્યાયી ઈસુના રક્ત માટે હું જવાબદાર નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-symaction)

the blood

અહિયા “રક્ત” વ્યક્તિના મૃત્યુને દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: “મૃત્યુ” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

See to it yourselves

એ તમારી જવાબદારી છે

Matthew 27:25

May his blood be on us and our children

અહીંયા રક્ત એ વ્યક્તિના મૃત્યુ માટે ઉપનામ છે. વાક્ય અમને અને અમારા બાળકોના માથે એ રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે કે જે થઈ રહ્યું છે તેની જવાબદારી તેઓ સ્વીકારે છે. વૈકલ્પિક ભાષાંતર: હા! તેનું રક્ત અમારા માથે અને અમારા વંશજોને માથે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Matthew 27:26

Then he released Barabbas to them

પિલાત લોકોને માટે બરબ્બાસને છોડી દે છે

but he scourged Jesus and handed him over to be crucified

તે સૂચવે છે કે ઈસુને વધસ્તંભે જડાવા માટે પિલાતે તેમને સિપાઈઓને સોંપ્યા. ઈસુને વધસ્તંભે જડવા સોંપી દેવા તે એક રૂપક છે જેનો અર્થ છે ઈસુને વધસ્તંભે જડી દેવા માટે તેના સિપાઈઓને હુકમ કરવો. વૈકલ્પિક ભાષાંતર: તેણે તેના સિપાઈઓને ઈસુને વધસ્તંભે જડવા સારું આદેશ આપ્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

he scourged Jesus

ઈસુને કોરડાથી મારે છે અથવા “ઈસુને કોરડા માર્યા”

Matthew 27:27

Connecting Statement:

આ માહિતી ઈસુનું વધસ્તંભ જડાવું અને તેમના મૃત્યુના વૃતાંતની શરૂઆત કરે છે.

the company of soldiers

સિપાઈઓનું ટોળું

Matthew 27:28

They stripped him

તેમના વસ્ત્રો ઉતારીને

scarlet

લાલ રંગનો ઝભ્ભો પહેરાવ્યો

Matthew 27:29

a crown of thorns

કાંટાવાળી ડાળીઓથી બનાવેલો કાંટાનો તાજ અથવા ""એક મુગટ જેને કાંટાની ડાળીઓથી બનાવેલો હોય છે

a staff in his right hand

રાજા જે રાજદંડ હાથમાં ધારણ કરે છે તેના પ્રતિનિધિત્વ રૂપે તેઓએ ઈસુને જમણા હાથમાં સોટી આપી. તેઓએ ઈસુની મજાક કરવા આમ કર્યું.

Hail, King of the Jews

તેઓ ઈસુની મજાક કરવા આમ કહેતા હતા. તેઓ ઈસુને યહૂદીઓનો રાજા કહેતા હતા, પરંતુ તેઓ ખરેખર માનતા નહોતા કે ઈસુ રાજા છે. અને તેમ છતાં તેઓ જે કહેતા હતા તે સાચું હતું. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-irony)

Hail

અમે તમને માન આપીએ છીએ અથવા “તમે લાંબા સમય જીવિત રહો”

Matthew 27:30

They spat on him

તેમના થૂંકનો ઉપયોગ કરીને, સિપાઈઓ ઈસુ પર થૂંકયા

Matthew 27:32

As they came out

આનો અર્થ ઈસુ અને સૈનિકો શહેરમાંથી બહાર આવ્યા. વૈકલ્પિક ભાષાંતર: તેઓ યરૂશાલેમથી બહાર આવ્યા ત્યારે(જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

they found a man

સિપાઈઓએ એક માણસને જોયો

whom they forced to go with them so that he might carry his cross

સૈનિકોએ તેની સાથે બળજબરી પૂર્વક ઈસુનો વધસ્તંભ ઉચકાવ્યો

Matthew 27:33

a place called Golgotha

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: સ્થળ જેને લોકો ગલગથા કહે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 27:34

him wine to drink mixed with gall

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: પીવાને સરકો, તેમણે પિત્ત સાથે મિશ્ર કર્યો હતો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

gall

કડવો, પીળો પ્રવાહી જે શરીરમાં પાચન માટે વપરાય છે

Matthew 27:35

his garments

આ એ વસ્ત્રો છે જે ઈસુએ પહેર્યા હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Matthew 27:37

the charge against him

તેમને કેમ વધસ્તંભ પર જડી દેવામાં આવ્યા હતા તેનું લેખિત સ્પસ્ટીકરણ

Matthew 27:38

Then two robbers were crucified with him

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: સિપાઈઓએ ઈસુ સાથે બે ચોરોને વધસ્તંભે જડ્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 27:39

shaking their heads

ઈસુની મશ્કરી કરવા તેઓએ આમ કર્યું. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-symaction)

Matthew 27:40

If you are the Son of God, come down from the cross

તેઓ માનતા ન હતા કે ઈસુ ઈશ્વરના દીકરા છે, તેથી તેઓ ઇચ્છે છે કે જો તે છે તો તેમ સાબિત કરે. વૈકલ્પિક ભાષાંતર: જો તમે ઈશ્વરનો દીકરા છો, તો તમે વધસ્તંભથી નીચે ઉતરી આવો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

the Son of God

ખ્રિસ્ત માટે આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર સાથેના તેમના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

Matthew 27:42

He saved others, but he cannot save himself

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) યહૂદી આગેવાનો માનતા નહોતા કે ઈસુએ બીજાઓને બચાવ્યા હતા અથવા હવે તેઓ(ઈસુ) પોતાને બચાવી શકે છે, અથવા 2) તેઓ ઈસુ પર હસે છે કેમ કે તેઓ માને છે કે ઈસુએ બીજાઓને બચાવ્યા પરંતુ હવે તેઓ પોતાને બચાવી શકતા નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-irony)

He is the King of Israel!

આગેવાનો ઈસુની મશ્કરી કરે છે. તેઓ તેમને ઇઝરાએલનો રાજા કહે છે, પરંતુ તેઓ ખરેખર માનતા નથી કે ઈસુ રાજા છે. વૈકલ્પિક ભાષાંતર: ઈસુ કહે છે કે તેઓ(ઈસુ) સ્વયં ઇઝરાએલના રાજા છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-irony)

Matthew 27:43

Connecting Statement:

યહૂદી આગેવાનો ઈસુની મશ્કરી કરવાનું ચાલુ રાખે છે.

For he said, 'I am the Son of God.'

અહીં અવતરણની અંદર અવતરણ છે. તેને પરોક્ષ અવતરણ તરીકે લખી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: કેમ કે સ્વયં ઈસુએ કહ્યું કે તેઓ(ઈસુ) પોતે ઈશ્વરના દીકરા છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-quotesinquotes અને /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations)

the Son of God

ઈસુને માટે આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર સાથેનો તેમનો સબંધ દર્શાવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

Matthew 27:44

the robbers who were crucified with him

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ચોરો કે જેઓને સિપાઈઓએ ઈસુ સાથે વધસ્તંભ પર જડ્યા હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 27:45

Now

અહીં આ શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીંયા માથ્થી સુવાર્તાના નવા ભાગને કહે છે.

from the sixth hour ... until the ninth hour

લગભગ બપોર પછી ... ત્રણ કલાક અથવા ""બપોરે લગભગ બાર વાગ્યાથી ... લગભગ બપોરના ત્રણ વાગ્યા સુધી

darkness came over the whole land

અંધકાર"" શબ્દ એ અમૂર્ત નામ છે. વૈકલ્પિક ભાષાંતર: તે સમગ્ર પ્રદેશ પર અંધકાર છવાઈ ગયો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-abstractnouns)

Matthew 27:46

Jesus cried out

ઈસુએ મોટેથી બુમ પાડી અથવા “ઈસુએ બુમ પાડી”

Eli, Eli, lama sabachthani

ઈસુએ પોતાની ભાષામાં બૂમ પાડી તેના આ શબ્દો છે. અનુવાદકો સામાન્ય રીતે આ શબ્દોને તેના મૂળસ્વરૂપમાં છોડી દે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-transliterate)

Matthew 27:48

one of them

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) સિપાઈઓમાંના એક અથવા 2) તેઓમાંનો એક જે ત્યાં ઊભો હતો અને જોતો હતો.

a sponge

આ એક સમુદ્રી પ્રાણી છે જેનો ઉછેર કરવામાં આવે છે અને જેનો ઉપયોગ પ્રવાહીને સમાવવા અને જાળવી રાખવા માટે થાય છે. પાછળથી પ્રવાહીને નીચોવી નાંખી બહાર કાઢી મૂકાય છે.

gave it to him to drink

ઈસુને આપ્યું

Matthew 27:50

gave up his spirit

જે વ્યક્તિને જીવન આપે છે તેનો ઉલ્લેખ અહીં આત્મા કરે છે. ઈસુ મૃત્યુ પામ્યા તેમ આ શબ્દસમૂહ દ્વારા કહેવાયું છે. વૈકલ્પિક ભાષાંતર: ઈસુએ તેમનો આત્મા ઈશ્વરના હાથ સોપી દીધો અને પ્રાણ છોડ્યો અથવા તેમણે અંતિમ શ્વાસ લીધો(જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-euphemism)

Matthew 27:51

Connecting Statement:

આ ઈસુના મરણ પછી બનતી ઘટનાઓનું વૃતાંત શરૂ કરે છે.

Behold

અહીં જોવું શબ્દ એ આવનારી આશ્ચર્યજનક માહિતી પર ધ્યાન આપવા માટે ચેતવણી આપે છે.

the curtain of the temple was split in two

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: મંદિરનો પડદો ફાટીને બે ભાગ થઈ ગયા અથવા ઈશ્વરે મંદિરના પડદાને બે ભાગમાં ફાડી નાખ્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 27:52

The tombs were opened, and the bodies of the saints who had fallen asleep were raised

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે કબરો ખોલી નાખી અને મૃત્યુ પામેલા ઘણા ઈશ્વરપરાયણ લોકોના મૃતદેહોને જીવંત કર્યા” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

the bodies of the saints who had fallen asleep were raised

અહીંયા ઉઠાડવું એ એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે કે કોઈક જે મૃત્યુ પામ્યું છે તે ફરી જીવંત થાય છે. આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ઊંઘી ગયેલા ઘણા ધર્મી લોકોના મૃતદેહોમાં ઈશ્વર પાછું જીવન મૂકે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

who had fallen asleep

મૃત્યુ વિશે કહેવાની આ એક વિનમ્ર રીત છે. વૈકલ્પિક ભાષાંતર: મૃત્યુ પામ્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-euphemism)

Matthew 27:53

They came out ... appeared to many

ઘટનાનો ક્રમ જેનું વર્ણન માથ્થી કરે છે (કલમ 52 માં ""કબરો ઉઘડી ગઈ” શબ્દોથી શરૂઆત કરીને) જે અસ્પષ્ટ છે. ઈસુના મૃત્યુ પછી ભૂકંપ થયો અને કબરો ઉઘડી ગઈ. 1) પવિત્ર લોકો જીવનમાં પાછા આવ્યા, અને ઈસુના જીવિત થયા પછી આ પવિત્ર લોકો યરૂશાલેમમાં પ્રવેશ્યા, જ્યાં ઘણા લોકોએ તેમને જોયા, અથવા 2) ઈસુ પાછા સજીવન થયા, અને પછી પવિત્ર લોકો જીવનમાં પાછા આવ્યા અને શહેરમાં પ્રવેશ્યા, જ્યાં ઘણા લોકોએ તેમને જોયા.

Matthew 27:54

Now

અહીં આ શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીંયા માથ્થી સુવાર્તાના નવા ભાગને કહેવાનું શરૂ કરે છે.

those who were watching Jesus

જે લોકો ઈસુની સંભાળ રાખતા હતા. આ બીજા સિપાઈઓ છે જેઓ સુબેદાર સાથે ઈસુની કબર આગળ ચોકીપહેરો ભરી રહ્યા હતા. વૈકલ્પિક ભાષાંતર: તેની સાથેના બીજા સિપાઈઓ જેઓ ઈસુની સંભાળ રાખી રહ્યા હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

the Son of God

ઈસુ માટે આ એક મહત્ત્વનું શીર્ષક છે જે ઈશ્વર સાથેના તેમના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

Matthew 27:56

the mother of the sons of Zebedee

યાકૂબ અને યોહાનની મા અથવા “ઝબદીની પત્ની”

Matthew 27:57

Connecting Statement:

ઈસુના દફનના વૃતાંતની અહીં શરૂઆત થાય છે.

Arimathea

આ ઇઝરાએલમાંના એક શહેરનું નામ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

Matthew 27:58

Then Pilate ordered it to be given to him

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: પછી પિલાતે સિપાઈઓને ઈસુના શબને યૂસફને આપવાનો આદેશ આપ્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 27:59

a linen cloth

શણના, કિંમતી વસ્ત્ર

Matthew 27:60

that he had cut into the rock

તે સૂચવે છે કે યૂસફ પાસે એવા કામદારો હતા કે જેઓ પથ્થરમાંથી કબરો બનાવતા હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Then he rolled a large stone

મોટા ભાગે યૂસફ પાસે ત્યાં પથ્થરને ખસેડવા માટે અન્ય લોકો હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Matthew 27:61

opposite the tomb

કબરમાંથી બીજી બાજુ

Matthew 27:62

the Preparation

આ તે દિવસ છે કે લોકોએ સાબ્બાથને માટે બધી તૈયારી કરી હોય

were gathered together with Pilate

પિલાતને મળ્યો

Matthew 27:63

when that deceiver was alive

જ્યારે ઈસુ, તે છેતરનાર, જીવિત હતા

he said, 'After three days will I rise again.'

આ અવતરણમાં અવતરણ છે. તે પરોક્ષ અવતરણ તરીકે કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: તેમણે કહ્યું હતું કે ત્રણ દિવસ પછી તેઓ(ઈસુ) ફરી પાછા ઊઠશે. અથવા તેમણે કહ્યું હતું કે ત્રણ દિવસ પછી તેઓ(ઈસુ) ફરી પાછા ઊઠશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-quotesinquotes અને /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations)

Matthew 27:64

command that the tomb be made secure

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: તમારા સિપાઈઓને કબરનો ચોકીપહેરો કરવા માટે આદેશ આપો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

the third day

(જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-ordinal)

his disciples may come and steal him

તેમના શિષ્યો કદાચ આવે અને તેમના દેહને ચોરી જાય

his disciples may come ... say to the people, 'He has risen from the dead,' and

આ અવતરણની અંદર અવતરણ છે. તે પરોક્ષ અવતરણ તરીકે કહી શકાય. વૈકલ્પિક ભાષાંતર: તેના શિષ્યો કદાચ... લોકોને કહે કે ઈસુ મૂએલામાંથી ઉઠ્યા છે, અને (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-quotesinquotes અને /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations)

from the dead

જેઓ સર્વ મૃત્યુ પામ્યા છે તેઓમાંથી. આ અભિવ્યક્તિ સર્વ મૃત્યુ પામેલા લોકો જેઓ અધોલોકમાં છે તેઓને વર્ણવે છે. તેઓમાંથી ઉઠવું એટલે ફરીથી જીવિત થવું.

and the last deception will be worse than the first

સમજાયેલી માહિતી સ્પષ્ટ રીતે જણાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: અને જો તેઓ લોકોને એમ કહીને છેતરે તો તે છેતરામણી અગાઉના કરતાં ભૂંડી હશે જ્યારે તેમણે એમ કહીને લોકોને છેતર્યા હતા કે તેઓ(ઈસુ) ખ્રિસ્ત છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Matthew 27:65

a guard

આ ચાર થી સોળ રોમના સિપાઈઓનો સમાવેશ કરે છે.

Matthew 27:66

sealing the stone

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) તેઓએ કબરના મુખ પ્રદેશ તરફ એટલે કે પ્રવેશદ્વારની બંને બાજુએ પથ્થરની દિવાલ જોડી છે અથવા 2) તેઓએ પથ્થર અને દિવાલ વચ્ચે મહોર મારી છે.

placing the guard

સિપાઈઓને ત્યાં ઊભા રહેવાનુ કહ્યું કે જ્યાંથી લોકોને કબર સાથે ચેડાં કરતાં અટકાવી શકાય.