Matthew 26

માથ્થી 26 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક ભાષાંતર વાંચનને સરળ બનાવવા માટે કવિતાની પ્રત્યેક પંક્તિને આવૃત્તિના અન્ય લખાણથી અલગ જમણી તરફ ગોઠવે છે. 26:31 માંની કવિતાની ગોઠવણ યુએલટી આ પ્રમાણે કરે છે, જેના શબ્દો જૂના કરારમાંથી લેવાયેલા છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

ઘેટાં

ઘેટાં શાસ્ત્રમાં વપરાયેલી એક સામાન્ય છબી છે જેનો ઉલ્લેખ ઇઝરાએલના લોકો માટે થયો છે. માથ્થી 26:31, જો કે, ઈસુએ તેમના શિષ્યોનો ઉલ્લેખ કરવા માટે ઘેટાં શબ્દનો ઉપયોગ કર્યો અને કહ્યું કે જ્યારે તેમની ધરપકડ થશે ત્યારે તેમના શિષ્યો ભાગી જશે.

પાસ્ખા પર્વ

જ્યારે ઈશ્વરે મિસરીઓના પ્રથમ જન્મેલા નર બાળકોનો નાશ કર્યો પરંતુ ઇઝરાએલીઓ “પરથી પસાર” થઈ તેઓના પ્રથમજનિતોને જીવંત રાખ્યા તે દિવસ યાદમાં પાસ્ખા પર્વના તહેવારની ઉજવણી કરાય છે.

શરીર અને રક્તને ખાવા

માથ્થી 26:26-28 ઈસુના તેમના અનુયાયીઓ સાથેના છેલ્લા ભોજનનું વર્ણન કરે છે. આ સમયે, ઈસુએ તેઓને કહ્યું કે તેઓ(શિષ્યો) જે ખાતા અને પીતા હતા તે તેમનું શરીર અને તેમનું રક્ત હતું. લગભગ સર્વ ખ્રિસ્તી મંડળીઓ છેલ્લું ભોજન, ધાર્મિક સંસ્કાર, અથવા પવિત્ર મેજની સંગત ની ઉજવણી કરે છે.

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

ઈસુ માટે યહૂદાનું ચુંબન

માથ્થી 26:49 વર્ણવે છે કે યહૂદાએ ઈસુને ચુંબન કર્યું કે જેથી સૈનિકો જાણી શકે કે તેઓએ કોની ધરપકડ કરવાની છે. યહૂદીઓ એકબીજાને અભિવાદન કરતી વખતે એકબીજાને ચુંબન કરે છે.

હું ઈશ્વરના ભક્તિસ્થાનનો/મંદિરનો નાશ કરવા સમર્થ છું

બે માણસોએ ઈસુ પર આરોપ મૂક્યો કે યરૂશાલેમના મંદિરનો નાશ કરી પછી તેને ત્રણ દિવસમાં ફરીથી ઉભું કરવાનો દાવો ઈસુ કરતા હતા"" (માથ્થી 26:61). તેઓએ તેમના પર ઈશ્વરનું અપમાન કરવાનો આરોપ મૂકી કહ્યું કે ઈસુ કહે છે કે ઈશ્વરે ઈસુને મંદિરનો નાશ કરવાનો અને ફરીથી તેને બાંધવાનું સામર્થ્ય અને અધિકાર આપ્યો છે. ઈસુએ જે ખરેખર કહ્યું તે એ હતું કે જો યહૂદી અધિકારીઓ આ મંદિરનો નાશ કરવા માંગતા હોય, તો તેઓ(ઈસુ) ચોક્કસપણે તેને ત્રણ દિવસમાં ઊભું કરશે ([યોહાન 2:19] (../../jhn/02/19.md))

Matthew 26:1

General Information:

અહીં સુવાર્તાના નવા ભાગની શરૂઆત થાય છે, જે ઈસુના વધસ્તંભ, મૃત્યુ અને પુનરુત્થાન વિશે જણાવે છે. ઈસુ તેમના શિષ્યોને કહે છે કે ઈસુ કેવી રીતે દુઃખ સહેશે અને મૃત્યુ પામશે.

It came about that when

પછી અથવા “પછી, ત્યારપછી."" આ શબ્દસમૂહ ઈસુના શિક્ષણ પછી જે બન્યું તે તરફ વૃતાંતને આગળ લઈ જાય છે.

all these words

આ ઈસુએ માથ્થી 24:3 માં શરૂ કરેલી સર્વ બાબતોનો ઉલ્લેખ કરે છે.

Matthew 26:2

the Son of Man will be delivered up to be crucified

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: કેટલાક માણસો માણસના દીકરાને વધસ્તંભે ચડાવવા માટે અન્ય લોકો પાસે લઈ જશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

the Son of Man

ઈસુ પોતાના વિશે ત્રીજા પુરુષના રૂપમાં કહે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

Matthew 26:3

Connecting Statement:

યહૂદી આગેવાનોએ ઈસુની ધરપકડ કરવા અને તેમને મારવા માટે જે યુક્તિઓ રચી હતી તેની પૃષ્ઠભૂમિકાની માહિતી આ કલમો આપે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

were gathered together

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: એકસાથે આવ્યા અથવા એકસાથે મળ્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 26:4

Jesus stealthily

ઈસુએ ગુપ્તમાં

Matthew 26:5

Not during the feast

આ તહેવાર દરમિયાન આગેવાનો શું કરવા માંગતા ન હતા તે સ્પષ્ટ રીતે વર્ણવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: તહેવાર દરમિયાન ઈસુને મારી નાખવો નહીં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

the feast

આ વાર્ષિક પાસ્ખા પર્વનો તહેવાર છે.

Matthew 26:6

Connecting Statement:

હવે ઈસુના મૃત્યુ પહેલા એક સ્ત્રી અતિ મૂલ્યવાન અત્તર લઈને ઈસુ ઉપર રેડે છે તેનો વૃત્તાંત શરુ થાય છે.

Now

અહીં આ શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીંયા માથ્થી સુવાર્તાના નવા ભાગને કહેવાનું શરૂ કરે છે.

Simon the leper

આ સૂચિત છે કે આ એ માણસ છે જેનો કોઢ ઈસુએ મટાડ્યો હતો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Matthew 26:7

he was reclining at table

ઈસુ તેમની જગ્યાએ બેઠા હતા. લોકો જયારે જમવા બેઠા હોય ત્યારે તેઓની શારીરિક મુદ્રા માટેના તમારી ભાષાના શબ્દનો ઉપયોગ તમે કરી શકો છો.

a woman came to him

તે સ્ત્રી ઈસુ પાસે આવી

an alabaster jar

આ એક મૂલ્યવાન અત્તર છે જેનો સંગ્રહ વર્ષો સુધી કરાયોછે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-unknown)

ointment

તેલ કે જેની સુંગધ પ્રશંસનીય છે

she poured it upon his head

સ્ત્રી ઈસુને માન આપવા માટે આ કરે છે.

Matthew 26:8

What is the reason for this waste?

સ્ત્રીના કૃત્યો પ્રત્યે તેમનો ગુસ્સો વ્યક્ત કરવા માટે શિષ્યો આ પ્રશ્ન પૂછે છે. વૈકલ્પિક ભાષાંતર: આ મૂલ્યવાન અત્તરનો બગાડ કરી આ સ્ત્રીએ દુષ્ટ કામ કર્યું છે! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Matthew 26:9

This could have been sold for a large amount and given

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: આ અત્તરને મોટી કિંમતે વેચી તેણી તેના નાણાં ગરીબોને આપી શકી હોત (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

to the poor

અહીંયા ગરીબ વિશેષણ તરીકે વર્ણવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ગરીબ લોકો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-nominaladj)

Matthew 26:10

Why are you causing trouble for this woman?

ઈસુ શિષ્યોને ઠપકો આપવા પ્રશ્ન પૂછે છે. વૈકલ્પિક ભાષાંતર: તમેં આ સ્ત્રીને કેમ પરેશાન કરો છો! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

are you causing

“તમે”ના સર્વ શબ્દો બહુવચન છે જે શિષ્યોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

Matthew 26:11

the poor

આને એક વિશેષણ તરીકે દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ગરીબ લોકો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-nominaladj)

Matthew 26:12

ointment

આ તેલ છે જેની સુંગધ પ્રશંસનીય છે. જુઓ કે તમે આનો અનુવાદ [માથ્થી 26: 7] (../26/07.md)માં કેવી રીતે કર્યો છે.

Matthew 26:13

Truly I say to you

હું તમને સત્ય કહું છું. ઈસુ હવે પછી જે કહેવાના છે તેના પર આ ભાર મૂકે છે.

wherever this good news is preached

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: જે કોઈ સ્થળે લોકો આ સુવાર્તા પ્રગટ કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

what this woman has done will also be spoken of in memory of her

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: આ સ્ત્રીએ જે કર્યું છે તેને યાદ કરીને તેઓ અન્યોને તેણી વિશે જણાવશે અથવા આ મહિલાએ જે કર્યું છે તે લોકો યાદ કરશે અને તેના વિશે અન્ય લોકોને જણાવશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 26:14

Connecting Statement:

યહૂદી આગેવાનો સાથે ઈસુને મારી નાખવા માટે યહૂદા ઈશ્કારીયોત સહમત થાય છે.

Matthew 26:15

if I betray him to you

ઈસુને તમારી પાસે લાવું

thirty pieces of silver

જેમ જૂના કરારની ભવિષ્યવાણીમાં છે તેમ જ આ શબ્દો છે, તેથી આ રૂપને આધુનિક નાણાંમાં બદલવાને બદલે તેનું તે જ રાખો.

thirty pieces of silver

30 નંગ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-numbers)

Matthew 26:16

to betray him

ઈસુને તેઓને હવાલે કરવા માટે

Matthew 26:17

Connecting Statement:

ઈસુના તેમના શિષ્યો સાથે પાસ્ખા પર્વ ઉજવે છે તે ઘટનાના વૃતાંતની શરુઆત અહીં થાય છે.

Now

અહીં આ શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીં માથ્થી સુવાર્તાના નવા ભાગને કહેવાનું શરૂ કરે છે.

Matthew 26:18

He said, ""Go into the city to a certain man and say to him, 'The Teacher says, My time is at hand. I will keep the Passover at your house with my disciples.'

અહીં અવતરણમાં અવતરણ છે. તમે પ્રત્યક્ષ અવતરણોને પરોક્ષ અવતરણ તરીકે નિર્દેશિત કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: તેમણે તેમના શિષ્યોને શહેરમાં કોઈ ચોક્કસ માણસ પાસે જવા કહ્યું અને કહ્યું કે શિક્ષક કહે છે કે, 'મારો સમય પાસે આવ્યો છે. હું મારા શિષ્યો સાથે તમારા ઘરે પાસ્ખાપર્વ પાળવાનો છું.' અથવા "" તેમણે તેમના શિષ્યોને શહેરમાં ચોક્કસ માણસ પાસે જવા કહ્યું અને કહ્યું કે શિક્ષકનો સમય નજીક છે અને તેઓ(ઈસુ) તેમના શિષ્યો સાથે તે માણસના ઘરે પાસ્ખાપર્વ પાળશે."" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-quotesinquotes અને /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations)

My time

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) મેં તમને જે સમય આપ્યો હતો તે અથવા 2) ""ઈશ્વરે જે સમય મારા માટે ગોઠવ્યો છે તે.

is near

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) “સમય પાસે છે” અથવા 2) “સમય આવ્યો છે” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

I will keep the Passover

પાસ્ખાપર્વ ભોજન ખાય અથવા ""વિશિષ્ઠ ભોજન લઈને પાસ્ખા પર્વ ઉજવો

Matthew 26:20

he reclined to eat

તમારી સંસ્કૃતિમાં લોકો જે રીતે જમવા બેસતા હોય તે સ્થિતિ માટેના શબ્દનો ઉપયોગ કરો.

Matthew 26:21

Truly I say to you

હું તમને સત્ય કહું છું. ઈસુ હવે પછી જે કહેવાના છે તેના પર આ ભાર મૂકે છે.

Matthew 26:22

Surely not I, Lord?

ચોક્કસપણે હું તે નથી, શું પ્રભુ હું તે છું? શક્ય અર્થો આ પ્રમાણે છે 1) આ અલંકારિક પ્રશ્ન છે કારણ કે પ્રેરિતોને ખાતરી છે કે તેઓ ઈસુને દગો દેશે નહીં. વૈકલ્પિક ભાષાંતર: પ્રભુ, હું ક્યારેય તમને દગો દઈશ નહીં! અથવા 2) આ એક પ્રમાણિક પ્રશ્ન હતો કારણ કે ઈસુના નિવેદનથી તેઓ તકલીફ અનુભવતા હતા અને ગુંચવાયા હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Matthew 26:24

The Son of Man

ઈસુ પોતાના વિશે ત્રીજા પુરુષના રૂપમાં વાત કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

will go

અહીંયા જવું એ મૃત્યુનો ઉલ્લેખ કરવા માટે એક વિનમ્ર રીત છે. વૈકલ્પિક ભાષાંતર: તેમના મૃત્યુ તરફ જશે અથવા મૃત્યું પામશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-euphemism)

just as it is written about him

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: જેમ શાસ્ત્રમાં પ્રબોધકોએ તેમના વિશે લખ્યું છે તેમ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

that man by whom the Son of Man is betrayed

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: વ્યક્તિ જે માણસના દીકરાને પરસ્વાધીન કરે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 26:25

Surely it is not I, Rabbi?

રાબ્બી, શું હું તે છું જે તને દગો દેશે? યહૂદા એ અલંકારિક પ્રશ્નનો ઉપયોગ કરીને પૂછે છે કે શું તે પોતે છે કે જે ઈસુને દગો દેશે. વૈકલ્પિક ભાષાંતર: રાબ્બી, નિશ્ચિતપણે હું તને દગો દેનાર નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

You have said it yourself

આ એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે કે ઈસુ જે કહી રહ્યા છે તે સબંધી સંપૂર્ણપણે સ્પસ્ટતા યહૂદાને દર્શાવ્યા વિના “હા” કહી રહ્યા છે. વૈકલ્પિક ભાષાંતર: તું તે કહી રહ્યો છે અથવા તું તેનો સ્વીકાર કરી રહ્યો છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Matthew 26:26

Connecting Statement:

ઈસુ તેમના શિષ્યો સાથે પાસ્ખા પર્વ ઉજવે છે ત્યારે પ્રભુ ભોજનની વિધિની સ્થાપના કરે છે.

took ... blessed ... broke

જુઓ કે તમે આ શબ્દોનો અનુવાદ [માથ્થી 14:19] (../14/19.md)માં કેવી રીતે કર્યો.

Matthew 26:27

He took

[માથ્થી 14:19] (../14/19.md)માં જેમ અનુવાદ કર્યો તેમ અહીં અનુવાદ કરો. તેમણે હાથમાં પ્યાલો લીધો.

a cup

અહીં પ્યાલો એ પ્યાલા અને પ્યાલામાંના દ્રાક્ષારસનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

gave it to them

શિષ્યોને આપ્યું

Drink from it

આ પ્યાલામાંથી દ્રાક્ષારસ પીવો

Matthew 26:28

For this is my blood

કેમ કે આ દ્રાક્ષારસ એ મારું રક્ત છે

blood of the covenant

રક્ત દર્શાવે છે કે કરાર અસરકારક છે અથવા ""રક્ત જે કરારને શક્ય બનાવે છે

is poured out

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: મારા શરીરમાંથી વહી જશે અથવા જ્યારે હું મૃત્યુ પામીશ ત્યારે મારા ઘામાંથી બહાર વહી જશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 26:29

I say to you

ઈસુ હવે પછી જે કહેવાના છે તેના પર આ ભાર મૂકે છે.

the fruit of the vine

આ રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક ભાષાંતર: “દ્રાક્ષારસ”. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

in my Father's kingdom

અહીંયા રાજ્ય એ ઈશ્વરને રાજા તરીકે રાજ કરતા સૂચવે છે. વૈકલ્પિક ભાષાંતર: જ્યારે મારા પિતા પૃથ્વી પર તેમના રાજ્યની સ્થાપના કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

my Father's

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર પિતા અને ઈસુના સબંધનું વર્ણન કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

Matthew 26:30

General Information:

31 મી કલમમાં, ઈસુ ઝખાર્યા પ્રબોધકનો ઉલ્લેખ કરી દર્શાવે છે કે ભવિષ્યવાણીની પરિપૂર્ણતાના સંદર્ભમાં તેમના સર્વ શિષ્યો તેમને છોડી દેશે.

Connecting Statement:

ઈસુ અને તેમના શિષ્યો જ્યારે જૈતુન પર્વત તરફ જાય છે ત્યારે પણ ઈસુ તેઓને શિક્ષણ આપવાનું જારી રાખે છે.

When they had sung a hymn

ઈશ્વરની સ્તુતિનું એક ગીત

Matthew 26:31

will fall away

મને ત્યજી દેશો

for it is written

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ઝખાર્યા પ્રબોધકે વર્ષો પહેલા શાસ્ત્રમાં લખ્યું હતું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

I will strike

અહીં “હું” ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. તે સૂચિત છે કે ઈશ્વર લોકોને કારણ બનાવશે અથવા લોકોને સમંતિ આપશે કે તેઓ ઈસુને નુકસાન પહોંચાડી તેમને મારી નાંખે.(જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

the shepherd ... the sheep of the flock

આ રૂપકો છે જે ઈસુ અને શિષ્યોનું વર્ણન કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

the sheep of the flock will be scattered

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: તેઓ ઘેટાંના ટોળાને વિખેરી નાંખશે અથવા ઘેટાંના ટોળાઓ બીજી દિશામાં વિખેરાઈ જશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 26:32

after I am raised up

જેઓ મૃત્યુ પામેલા છે તેઓને ફરીથી જીવિત કરવા માટેનો રૂઢીપ્રયોગ અહીં ‘ઉઠાડવું’ છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વર મને પાછો ઉઠાડશે તે પછી અથવા ઈશ્વર મને જીવનમાં પાછા લાવશે તે પછી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive અને /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Matthew 26:33

fall away

જુઓ કે તમે [માથ્થી 26:31] (../26/31.md)માં આનો અનુવાદ કેવો કર્યો છે.

Matthew 26:34

Truly I say to you

હું તમને સત્ય કહું છું. ઈસુ હવે પછી જે કહેવાના છે તેના પર આ ભાર મૂકે છે.

before the rooster crows

સવારના સમયે સૂર્ય ઉગવાના સમયે જ મરઘો બોલે છે તેથી સાંભળનારાઓ આ શબ્દોને સૂર્યોદય માટેના એક રૂપક તરીકે સમજી શકે. જો કે, પાછળથી વૃતાંતમાં ખરેખર મરઘાનું બોલવું ભારદર્શક રીતે એક મહત્વપૂર્ણ ભાગ બને છે, તેથી અનુવાદમાં મરઘો શબ્દ રાખો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

rooster

નર મરઘો, જે પક્ષી સૂર્યોદય સમયે ઊંચા અવાજે પોકારે છે

crows

અગ્રેજીનો આ એક સામાન્ય શબ્દ છે જે દર્શાવે છે કે પોતાનો અવાજ ઉંચો કરવા માટે મરઘો શું કરે છે.

you will deny me three times

મરઘો બોલ્યા અગાઉ તું મારો ત્રણ વાર નકાર કરીશ

Matthew 26:36

Connecting Statement:

ઈસુની ગેથસેમાનેની વાડીમાં પ્રાર્થના કરે છે, તે વૃતાંતની આ શરૂઆત છે

Matthew 26:37

began to become sorrowful

ઈસુ ખૂબ ઉદાસ થયા

Matthew 26:38

My soul is deeply sorrowful

અહીંયા આત્મા એ સંપૂર્ણ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: હું શોકાતુર થયો છું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

even to death

આ રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક ભાષાંતર: “મારો જીવ મરવા જેવો શોકાતુર થયો છે” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Matthew 26:39

fell on his face

ઈસુ હેતુપૂર્વક જમીન સુધી મુખ નમાવીને પ્રાર્થના કરતા હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

My Father

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર પિતા અને ઈસુના સબંધનું વર્ણન કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

let this cup pass from me

ઈસુએ જે કામ કરવાનું જ છે, વધસ્તંભ પરના મરણના સમાવેશ સાથે, તે વિશે ઈસુ વાત એ રીતે કરે છે જાણે કે તે એક કડવું પ્રવાહી હોય જેને પ્યાલામાંથી પીવા માટે ઈસુને ઈશ્વરે આજ્ઞા કરી હોય. નવા કરારમાં પ્યાલો શબ્દ મહત્વનો શબ્દ છે, તેથી તમારા અનુવાદમાં તેના માટે સમાન શબ્દનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

this cup

અહીંયા પ્યાલો એ ઉપનામ છે જે પ્યાલો અને તેમાં રહેલા પદાર્થ માટે વપરાયો છે. પ્યાલો એ ઈસુએ જે દુઃખ સહન કરવાનું છે તેના રૂપક તરીકે દર્શાવાયો છે. ઈસુ પિતાને પૂછી રહ્યા છે કે જો શક્ય છે તો આ પ્યાલો કે જેમાં મૃત્યુ અને વેદના છે, જે ટૂંક સમયમાં બનનાર છે તેનો અનુભવ ઈસુએ કરવો પડે નહીં. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Yet, not as I will, but as you will

આ સંપૂર્ણ વાક્ય તરીકે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: પરંતુ મારી ઇચ્છા અહીં પરંતુ તમારી ઇચ્છા પૂર્ણ થાઓ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Matthew 26:40

he said to Peter, ""So, could you not watch

ઈસુ પિતર સાથે વાત કરી રહ્યા છે, પરંતુ તમે સર્વનામ બહુવચન છે, જે પિતર, યાકૂબ અને યોહાનનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

So, could you not watch with me for one hour?

પિતર, યાકૂબ અને યોહાનને ઠપકો આપવા માટે ઈસુ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: હું નિરાશ છું કે તમે એક ઘડીભર પણ મારી સાથે જાગતા રહી શકતા નથી! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Matthew 26:41

you do not enter into temptation

અહીં અમૂર્ત નામ ""પરીક્ષણ""ને ક્રિયાપદ તરીકે વર્ણવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: કોઈ તમને પાપ કરવા માટે પરીક્ષણમાં ન લાવે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-abstractnouns)

The spirit indeed is willing, but the flesh is weak

અહીંયા આત્મા એ એક ઉપનામ છે જે વ્યક્તિની સારી ઇચ્છાઓ માટે વપરાય છે. શરીર વ્યક્તિના શરીરની જરૂરિયાતો અને ઇચ્છાઓ માટે વપરાય છે. ઈસુનો અર્થ એ કે શિષ્યો પાસે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરવા માટેની ઇચ્છા હોઈ શકે છે, પણ શરીર અબળ છે તેથી ઘણી વાર તેઓ નિષ્ફળ જાય છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

Matthew 26:42

He went away

ઈસુ દૂર ગયા

a second time

માથ્થી 26:39માં આનું વર્ણન પ્રથમ વખત થયું છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-ordinal)

My Father

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર પિતા અને ઈસુના સબંધનું વર્ણન કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

if this cannot pass away unless I drink it

હું આ પ્યાલો પીઉં તો જ તે પ્યાલો દૂર થાય તેમ એકમાત્ર માર્ગ હોય તો. ઈસુએ જે કામ કરવાનું છે તેના વિશે ઈસુ વાત એ રીતે કરે છે જાણે કે તે એક કડવું પીણું હોય જેને પીવાની આજ્ઞા ઈશ્વરે તેમને આપી છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

if this

અહીંયા તે પ્યાલા અને તેમાંના પદાર્થનો ઉલ્લેખ કરે છે, જે વેદના માટે એક રૂપક છે, જેમ કે [માથ્થી 26:39] (../26/39.md)). (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

unless I drink it

હું તેમાંથી પીવું તે સિવાય અથવા જ્યાં સુધી હું આ વેદનાનો પ્યાલો પીવું નહીં. અહીંયા તે પ્યાલો અને તેમાંના પદાર્થનો ઉલ્લેખ કરે છે, જે પીડા માટે એક રૂપક છે, જેમ કે [માથ્થી 26:39] (../26/39.md)). (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

your will be done

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: તમે જે ઈચ્છો છો તે પ્રમાણે થાઓ અથવા તમારી ઇચ્છા પૂર્ણ થાઓ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 26:43

their eyes were heavy

આ એક રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક ભાષાંતર: “તેઓ ભર નિદ્રામાં હતા.” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Matthew 26:44

a third time

આનું વર્ણન માથ્થી 26:39માં પ્રથમ વખત થયું છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-ordinal)

Matthew 26:45

Are you still sleeping and taking your rest?

ઈસુ શિષ્યોને ઊંઘતા જોઇને પ્રશ્નનો ઉપયોગ કરીને તેઓને ઠપકો આપે છે. વૈકલ્પિક ભાષાંતર: હું નિરાશ છું કારણ કે તમે હજી ઊંઘો છો અને આરામ કરો છો! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

the hour is approaching

આ એક રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક ભાષાંતર: “તે સમય આવી પહોંચ્યો છે” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

the Son of Man is being betrayed

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: કોઈક માણસના દીકરાને પરસ્વાધીન કરી રહ્યું છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

the Son of Man

ઈસુ પોતાના વિશે ત્રીજા પુરુષના રૂપમાં વાત કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

is being betrayed into the hands of sinners

અહીંયા હાથો એ સામર્થ્યનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: પાપીઓના હાથમાં પરસ્વાધીન કરાય છે અથવા પરસ્વાધીન કરાય છે જેથી પાપીઓ તેના પર અધિકાર ચલાવી શકે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Look

હું તમને જે કહેવાને જઈ રહ્યો છું તે પર ધ્યાન આપો.

Matthew 26:47

Connecting Statement:

અહીં યહૂદા ઇશ્કારીયોત ઈસુને પરસ્વાધીન કરે છે અને ધાર્મિક આગેવાનોએ તેમની ધરપકડ કરી તેનું વર્ણન છે.

While he was still speaking

ઈસુ હજી વાત કરી રહ્યા છે તે દરમિયાન

clubs

યહૂદા અને વડીલો મારવાને માટે લાકડીઓ લઈને આવ્યા

Matthew 26:48

Now ... Seize him

અહીં “હવે” શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીં માથ્થી યહૂદા અને તેણે ઈસુને દગો દેવા માટે નક્કી કરેલ ચિહ્નની પૂર્વભૂમિકા વિશે વાત કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

saying, ""Whomever I kiss, he is the one. Seize him.

આ પ્રત્યક્ષ અવતરણને પરોક્ષ અવતરણ તરીકે દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: તેણે કહ્યું કે હું જેને ચુંબન કરીશ તે જ તે છે તેને પકડી લેજો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations)

Whomever I kiss

હું જેને ચુંબન કરું અથવા “જે માણસને હું ચુંબન કરું”

I kiss

રાબ્બીને આ રીતે શુભેછા પાઠવવાની આ એક સન્માનિત રીત છે

Matthew 26:49

he came up to Jesus

યહૂદા ઈસુ પાસે આવ્યો

he kissed him

તેણે ઈસુને ચુંબન કર્યું. સારા મિત્રો એકબીજાના ગાલ પર ચુંબન કરશે, પરંતુ શિષ્ય શિક્ષકને આદર આપવા માટે તેમના હાથ પર ચુંબન કરશે. કોઈપણ જાણતું નથી કે યહૂદાએ ઈસુને ચુંબન કેવી રીતે કર્યુ.

Matthew 26:50

Then they came

અહીંયા તેઓ યહૂદા અને ધાર્મિક આગેવાનો સાથે ભાલા અને તલવારો લઈને આવ્યા તેમનો ઉલ્લેખ કરે છે.

laid hands on Jesus, and seized him

ઈસુ પર હાથ નાખીને પકડી લીધા

Matthew 26:51

Behold

અહીંયા જુઓ શબ્દ એ આવનાર આશ્ચર્યજનક માહિતી પર ધ્યાન આપવા ચેતવણી આપે છે.

Matthew 26:52

those who take up the sword

શબ્દ “તલવાર” એ કોઈને તલવારથી મારી નાખવો એનું રૂપક છે. અસ્પષ્ટ માહિતી સ્પષ્ટપણે દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: બીજાને મારી નાખવા માટે જે કોઈ તલવાર ઉઠાવે છે અથવા જે બીજા વ્યક્તિઓને મારી નાંખવા માંગે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

the sword will perish by the sword

જેટલા તલવાર પકડે છે એટલા તલવારથી નાશ પામશે અથવા ""તલવાર--કોઈક તેમને તલવારથી જ મારી નાંખશે

Matthew 26:53

Or do you think that I could not call upon ... angels?

તલવાર ઉઠાવેલ વ્યક્તિને ઈસુ પ્રશ્ન દ્વારા યાદ કરાવવા માંગે છે કે જેઓ તેમની ધરપકડ કરી રહ્યા છે તેઓને ઈસુ અટકાવી શકે છે. વૈકલ્પિક ભાષાંતર: ચોક્કસપણે તમે જાણો છો કે ,,,, હું દૂતોની ફોજ બોલાવી શકું છું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

do you think

અહીંયા તમે એકવચન છે અને તે તલવારવાળા વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

my Father

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર પિતા અને ઈસુના સબંધનું વર્ણન કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

more than twelve legions of angels

ફોજ"" લશ્કરી શબ્દ છે જે આશરે 6,000 સૈનિકોના સમૂહનો ઉલ્લેખ કરે છે. ઈસુ કહે છે કે તેમને ધરપકડ કરનારાઓને રોકવા માટે ઈશ્વર દૂતોની ફોજ મોકલી શકે છે. દૂતોની ચોક્કસ સંખ્યા મહત્વપૂર્ણ નથી. વૈકલ્પિક ભાષાંતર: 12 કરતાં વધારે દૂતોની ફોજ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-numbers)

Matthew 26:54

But how then would the scriptures be fulfilled, that this must happen?

ઈસુ પ્રશ્નનો ઉપયોગ કરી વર્ણન કરે છે કે શા માટે તેઓ(ઈસુ) આ લોકોને તેમની ધરપકડ કરવા દે છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""પરંતુ જો હું તે કરું, તો શાસ્ત્રમાં ઈશ્વરે જે થવા સબંધી કહ્યું છે તે હું પૂર્ણ કરી શકીશ નહીં.” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 26:55

Have you come out with swords and clubs to seize me, as against a robber?

ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ તેમની ધરપકડ કરનારાઓના ખોટા કૃત્યોને દર્શાવવા માટે કરે છે. વૈકલ્પિક ભાષાંતર: તમે જાણો છો કે હું ચોર નથી, તેથી મને પકડવા માટે તલવારો અને ભાલાઓ લઈને આવવું ખોટું છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

clubs

લોકોને મારવા માટે લાકડીના જાડા અને લાંબા ટુકડાઓ

in the temple

તે સૂચવે છે કે ઈસુ ખરેખર મંદિરમાં ન હતા. તે મંદિરની આસપાસના આંગણામાં હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Matthew 26:56

the writings of the prophets might be fulfilled

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: શાસ્ત્રમાં પ્રબોધકોએ જે જે લખ્યું છે તે બધું હું પૂર્ણ કરીશ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

left him

જો તમારી ભાષામાં કોઈ શબ્દ હોય કે જેનો અર્થ થાય કે, જ્યારે તેઓએ તેમની સાથે રહેવું જોઈતું હતું ત્યારે તેઓએ તેમને છોડી દીધા, તો તે શબ્દનો ઉપયોગ અહીં કરો.

Matthew 26:57

Connecting Statement:

અહીં યહૂદી ધાર્મિક આગેવાનો અને ન્યાયસભાની સમક્ષ ઈસુના પરીક્ષણની ઘટના શરુ થાય છે.

Matthew 26:58

But Peter followed him

પિતર ઈસુની પાછળ ગયો

the courtyard of the high priest

પ્રમુખ યાજકના ઘરની બહાર ખુલ્લી જગ્યાએ

He went inside

પિતર ત્યાં અંદર ગયો

Matthew 26:59

Now

અહીં આ શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીંયા માથ્થી ઘટનાના નવા ભાગને રજુ કરે છે.

they might put him to death

અહીં “તેઓ” તે મુખ્ય યાજકો અને સભાનો ઉલ્લેખ કરે છે.

they might put him to death

કદાચ તેમને મારી નાખવાનું કારણ મળી શકે

Matthew 26:60

two came forward

બે માણસો આવ્યા અથવા “બે શાહેદીઓ આગળ આવ્યા”

Matthew 26:61

This man said, 'I am able to destroy ... rebuild it in three days.'

જો તમારી ભાષા અવતરણચિહ્નોમાં અવતરણની મંજૂરી આપતી નથી, તો તમે તેને એક અવતરણ તરીકે ફરીથી લખી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: આ માણસે કહ્યું કે હું મંદિરને તોડી પાડી તેને .... દિવસોમાં. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-quotations અને /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations)

This man said

આ માણસ, ઈસુએ કહ્યું

in three days

ત્રણ દિવસની અંદર, સૂર્ય ત્રણ વખત અસ્ત થાય તે પહેલા, નહીં કે ત્રણ દિવસ પછી, સૂર્ય ત્રીજી વખત અસ્ત થાય પછી.

Matthew 26:62

What is it that they are testifying against you?

સાક્ષીઓએ જે માહિતી આપી છે તે વિશે મુખ્ય યાજક ઈસુને પૂછતા નથી. સાક્ષીઓએ જે કહ્યું તે ખોટું છે તે સાબિત કરવા યાજક ઈસુને પૂછે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે શાહેદીઓ તારી વિરુદ્ધ આરોપ મુકે છે ત્યારે તારો પ્રતિસાદ શું છે?

Matthew 26:63

the Son of God

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર પિતા અને ઈસુના સબંધનું વર્ણન કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

the living God

અહીં જીવંત શબ્દ ઇઝરાએલના ઈશ્વર અને લોકો જેમને ભજે છે તેવા જુઠા દેવો અને મુર્તીઓ વચ્ચેનો ભેદ દર્શાવે છે. માત્ર ઇઝરાએલના ઈશ્વર જ જીવંત છે અને તેમની પાસે કાર્ય કરવાનું સામર્થ્ય છે. જુઓ કે તમે આનો અનુવાદ માથ્થી 16:16માં કેવી રીતે કર્યો છે.

Matthew 26:64

You have said it yourself

આ એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે કે ઈસુ સંપૂર્ણ સ્પષ્ટતા કાર્ય વિના હા નો જવાબ આપે છે. વૈકલ્પિક ભાષાંતર: તું તે કહે છે અથવા તેં પોતે જ તે કબૂલ કર્યું છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

But I tell you, from now on you will see

અહીં તમે બહુવચન છે. ઈસુ પ્રમુખ યાજક અને બીજા અન્ય લોકો સાથે વાત કરી રહ્યા છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

from now on you will see the Son of Man

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) હવે પછી શબ્દસમૂહ એક રૂપક છે જેનો અર્થ છે કે માણસના દીકરાને તેના પરાક્રમમાં ભવિષ્યના કોઈક સમયે તેઓ જોશે અથવા 2) હવેથી શબ્દસમૂહનો અર્થ છે કે ઈસુના પરીક્ષણના સમય અને ત્યારપછીથી, ઈસુ પોતાને સામર્થ્યવાન અને વિજયવંત મસીહ તરીકે રજૂ કરશે.

the Son of Man

ઈસુ ત્રીજા વ્યક્તિના રૂપમાં પોતાના વિશે કહે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

sitting at the right hand of the Power

અહીં સામર્થ્ય એ ઉપનામ છે જે ઈશ્વરને રજૂ કરે છે. ઈશ્વરના જમણા હાથ પર બેસવું એ ઈશ્વર તરફથી મહાન સન્માન અને અધિકાર પ્રાપ્ત કરવાની પ્રતીકાત્મક ક્રિયા છે. વૈકલ્પિક ભાષાંતર: સર્વશક્તિમાન ઈશ્વરની બાજુમાં સન્માનના સ્થાને બેસવું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#translate-symaction)

coming on the clouds of heaven

આકાશમાં મેઘ પર આવતો જોશો

Matthew 26:65

the high priest tore his clothes

વસ્ત્રો ફાડવા એ ક્રોધ અને ઉદાસીનતાની નિશાની હતી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-symaction)

He has spoken blasphemy

મુખ્ય યાજકોએ ઈસુના નિવેદનને દુર્ભાષણ ગણ્યું કારણ કે તેઓએ કદાચ ઈસુના શબ્દોને [માથ્થી 26:64] (../26/64.md) પ્રમાણે ઈશ્વર સમાન દાવો કરનાર તરીકે સમજ્યા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Why do we still need witnesses?

પ્રમુખ યાજક પ્રશ્નનો ઉપયોગ કરે છે અને કહે છે કે હવે આપણે બીજા કોઈ વધુ સાક્ષીઓ સાંભળવાની જરૂર રહેતી નથી. વૈકલ્પિક ભાષાંતર: આપણે હવે કોઈ વધુ સાક્ષીઓ સાંભળવાની જરૂર નથી! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

now you have heard

અહીં “તમે” શબ્દ બહુવચન છે જે સભાના સભ્યોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

Matthew 26:67

Then they spit

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) “પછી કેટલાક માણસો” અથવા 2) “પછી સૈનિકો”.

they spit in his face

આ અપમાન કરવા માટે કરવામાં આવ્યું હતું.

Matthew 26:68

Prophesy to us

અહીં તે આપણાને કહી સંભળાવશે નો અર્થ કહેવું એટલે ઈશ્વરના સામર્થ્ય દ્વારા જણાવવું. અહીં ભવિષ્યમાં શું થશે તેમ કહેવાનો અર્થ નથી.

Christ

જે લોકો ઈસુને મુક્કીઓ મારતા હતા તેઓ ખરેખર માનતા નહોતા કે ઈસુ તે ખ્રિસ્ત છે. તેઓ તેમના ઠઠ્ઠા અને મશ્કરી કરવા માટે તેમને આ રીતે બોલાવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-irony)

Matthew 26:69

General Information:

આ ઘટનાઓ તે જ સમયે બને છે જ્યારે ધાર્મિક આગેવાનો સમક્ષ ઈસુ પર કાર્યવાહી ચાલી રહી હતી.

Connecting Statement:

જેમ ઈસુએ કહ્યું હતું કે પિતર તેમનો નકાર કરશે, તે જ રીતે પિતર ઈસુનો ત્રણ વખત નકાર કરે છે, તે વૃતાંતની અહીં શરૂઆત થાય છે.

Now

અહીં આ શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીંયા માથ્થી સુવાર્તાના નવા ભાગને કહેવાનું શરૂ કરે છે.

Matthew 26:70

I do not know what you are talking about

દાસી જે કહી રહી હતી તેને પિતર સમજતો હતો. તેણે આ શબ્દો દ્વારા તે ઈસુ સાથે હતો તે વાતનો નકાર કર્યો.

Matthew 26:71

When he went out

જ્યારે પિતર બહાર ગયો.

the gateway

જ્યારે તે પરસાળમાં બહાર ગયો

said to those there

ત્યાં બેઠેલા લોકોને કહ્યું

Matthew 26:72

He again denied it with an oath, ""I do not know the man!

તેણે ફરીથી સમ ખાઈને નકાર કર્યો, 'હું તે માણસને ઓળખતો નથી!'

Matthew 26:73

one of them

તું પણ તેઓમાંનો એક છે

for your speech gives you away

આનો અનુવાદ નવા વાક્ય તરીકે કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તું પણ ગાલીલથી છે તે અમે કહી શકીએ છીએ કારણ કે તું ગાલીલના લોકોની જેમ વાત કરે છે

Matthew 26:74

to curse

તે પોતાના પર શાપ લાવવા લાગ્યો

a rooster crowed

મરઘો એક પક્ષી છે જે સૂર્યોદયના સમયે ઊંચા અવાજથી પોકારે છે. મરઘો જે અવાજ કરે છે તેને “કુકડેકુક” કહેવાય છે. જુઓ કે તમે આનો અનુવાદ [માથ્થી 26:34] (../26/34.md)માં કેવી રીતે કર્યો છે.

Matthew 26:75

Then Peter remembered the words that Jesus had said, ""Before the rooster crows you will deny me three times.

આ પ્રત્યક્ષ અવતરણને પરોક્ષ અવતરણ તરીકે કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: પિતરને યાદ આવે છે કે ઈસુએ તેને કહ્યું હતું કે મરઘો બોલ્યા અગાઉ તું મારો નકાર ત્રણ વાર કરીશ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations)