Matthew 25

માથ્થી 25 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

આ અધ્યાયમાં અગાઉના અધ્યાયનું શિક્ષણ ચાલુ છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

દસ કુમારિકાઓનું દ્રષ્ટાંત

તેમના અનુયાયીઓ તેમના પાછા આવવાના સમયે તૈયાર રહે તે માટે ઈસુ દસ કુમારિકાઓનું દ્રષ્ટાંત (માથ્થી 25: 1-13)માં કહે છે. તેમના સાંભળનારાઓ યહૂદી લગ્ન રિવાજોને જાણતા હતા તેથી તેઓ આ દ્રષ્ટાંતને સમજી શક્યા.

જ્યારે યહૂદીઓ લગ્ન નક્કી કરે ત્યારે, તેઓ લગ્નની યોજના કરશે લગ્ન અઠવાડિયા કે મહિનાઓ પછી આયોજિત થશે. યોગ્ય સમયે, યુવા પુરુષ તેની કન્યાના ઘરે જશે, જ્યાં તેણી તેની રાહ જોતી હશે. લગ્ન સમારંભ યોજાશે, અને પછી વર તેની કન્યા સાથે પોતાના ઘરે જશે, જ્યાં મિજબાની હશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-apocalypticwriting)

Matthew 25:1

Connecting Statement:

તેમના બીજા આગમન વિશે તેમના શિષ્યોએ તૈયાર રહેવું જ જોઈએ તે સચિત્ર રીતે દર્શાવવા બુદ્ધિમાન અને મૂર્ખ કુમારિકાઓ વિશેનું દ્રષ્ટાંત ઈસુ કહે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)

the kingdom of heaven will be like

અહીં આકાશનું રાજ્ય ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. આ શબ્દસમૂહ ફક્ત માથ્થીની સુવાર્તામાં દ્રશ્યમાન થાય છે. જો શક્ય હોય તો, તમારા અનુવાદમાં ""આકાશ” રાખો. જુઓ કે તમે આનો અનુવાદ માથ્થી 13:24માં કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: જ્યારે આકાશમાંના આપણા ઈશ્વર પોતાને રાજા તરીકે પ્રગટ કરશે તેના જેવું તે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

lamps

આ કદાચ 1) દીવાઓ અથવા 2) લાકડીના અંતે આજુબાજુ કાપડ મૂકીને કાપડને તેલથી ભીના કરીને બનાવેલ મશાલો, હોઈ શકે છે.

Matthew 25:2

Five of them

પાંચ કુમારિકાઓ

Matthew 25:3

did not take any oil with them

તેમની પાસે જ તેમની મશાલોમાં તેલ હતું

Matthew 25:5

Now

અહીં આ શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીં ઈસુ નવી વાત કહેવાનું શરૂ કરે છે.

while the bridegroom was delayed

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: જયારે વરરાજાને આવતા વાર લાગી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

they all got sleepy

સર્વ દશ કુમારિકાઓને ઊંઘ આવી ગઈ

Matthew 25:6

there was a cry

કોઈએ પોકાર કર્યો

Matthew 25:7

Connecting Statement:

ઈસુ દ્રષ્ટાંત કહેવાનું જારી રાખે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)

trimmed their lamps

તેઓએ પોતાની મશાલોઓ તૈયાર કરી કે મશાલો સારી રીતે અજવાળું આપે

Matthew 25:8

The foolish said to the wise

આ નામાંકિત વિશેષણોને વિશેષણો તરીકે કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: મૂર્ખ કુમારિકાઓએ બુદ્ધિમાન કુમારિકાઓને કહ્યું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-nominaladj)

our lamps are going out

આ રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક ભાષાંતર: “અમારી મશાલો હોલવાઈ જઈ રહી છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Matthew 25:10

Connecting Statement:

દસ કુમારિકાઓના દ્રષ્ટાંતનું સમાપન ઈસુ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)

While they went away

પાંચ મુર્ખ કુમારિકાઓ બહાર નીકળી

to buy

સમજાયેલ માહિતીને સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “વધુ તેલ ખરીદવાને” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

those who were ready

આ એ કુમારિકાઓ છે જેઓની પાસે વધારાનું તેલ હતું.

the door was shut

આને સક્રિય રૂપમાં દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “ચાકરોએ દરવાજો બંધ કરી દીધો” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 25:11

open for us

આ ગર્ભિત માહિતીને સ્પષ્ટપણે જણાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: અમારા માટે દરવાજો ખોલો જેથી અમે અંદર આવી શકીએ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Matthew 25:12

Truly I say to you

હું તમને સત્ય કહું છું. ઈસુ હવે શું કહેવાના છે તે રજુ કરે છે.

I do not know you

તમે કોણ છો તે હું જાણતો નથી. આહિયા દ્રષ્ટાંતનો અંત છે.

Matthew 25:13

you do not know the day or the hour

અહીંયા દિવસ અને ઘડી ચોક્કસ સમયનો ઉલ્લેખ કરે છે. આ ગર્ભિત માહિતીને સ્પષ્ટપણે જણાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""માણસનો દીકરો ક્યારે પાછો આવશે તે વિશેનો ચોક્કસ સમય તમે જાણતા નથી” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Matthew 25:14

Connecting Statement:

તેમની ગેરહાજરીમાં તેમના શિષ્યોએ વિશ્વાસુ રહી તેમના આગમન માટે તૈયાર રહેવું જોઈએ તે બાબતને સચિત્ર સમજાવવા માટે, વિશ્વાસુ અને અવિશ્વાસુ ચાકરોનું દ્રષ્ટાંત ઈસુ કહે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)

it is like

અહીંયા તે શબ્દ આકાશના રાજ્યનો ઉલ્લેખ કરે છે ([માથ્થી 13:24] (../13/24.md)).

going on a journey

જવાને તૈયાર અથવા “જલ્દી જવાને તૈયાર”

gave them his wealth

તેને સઘળો કારભાર ઠરાવો.

his wealth

તેની સર્વ સંપતિનો

Matthew 25:15

five talents

પાંચ તાલંત સોનું. આધુનિક નાણાંમાં આનો અનુવાદ કરવાનું ટાળવું. સોનાનું તાલંત વીસ વર્ષના વેતન સમાન હતું. પાંચ, બે અને એકની સંબંધિત કિમંત સાથે દ્રષ્ટાંતમાં દર્શાવેલ કિમંત વિરોધાભાસ દર્શાવે છે, સાથે સાથે અહીં ખૂબ વિપુલ સંપત્તિનો ઉલ્લેખ છે. વૈકલ્પિક ભાષાંતર: સોનાથી ભરેલ પાંચ બેગ અથવા સોનાની પાંચ બેગ, દરેકમાં 20 વર્ષની મજુરી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-bmoney)

to another he gave two ... he gave one talent

શબ્દ તાલંતો અગાઉના શબ્દ દ્વારા સમજી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: બીજાને તેણે બે તાલંત સોનું આપ્યુ ... અને એક તાલંત સોનું આપ્યું અથવા ""બીજાને તેણે સોનાની બે બેગ આપી ... અને સોનાની એક થેલી આપી” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

according to his own ability

ગર્ભિત માહિતીને સ્પષ્ટપણે જણાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: દરેકને પોતાપોતાની શક્તિ પ્રમાણે આપ્યું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Matthew 25:16

made another five talents

જેને પાંચ તાલંત મળ્યા હતા તે વેપાર કરીને બીજા પાંચ કમાયો

Matthew 25:17

Connecting Statement:

ચાકરો અને તાલંતો વિશેનું દ્રષ્ટાંત કહેવાનું ઈસુ જારી રાખે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables અને /WA-Catalog/gu_tm?section=translate#translate-bmoney)

gained another two

બીજા બે તાલંત કમાયો

Matthew 25:19

Connecting Statement:

ચાકરો અને તાલંતો વિશેનું દ્રષ્ટાંત કહેવાનું ઈસુ જારી રાખે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables અને /WA-Catalog/gu_tm?section=translate#translate-bmoney)

Now

અહીં આ શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીંયા ઈસુ સુવાર્તાના નવા ભાગને કહેવાનું શરૂ કરે છે.

Matthew 25:20

I have made five talents more

હું બીજા પાંચ કમાયો છું

talents

એક તાલંત વીસ વર્ષનાં વેતનની કિંમત બરાબર હતું. આ નાણાંનો અનુવાદ આધુનિક નાણાંમાં કરવાનું ટાળો. જુઓ કે તમે આનો અનુવાદ [માથ્થી 25:15] (../25/15.md)માં કેવી રીતે કર્યો છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-bmoney)

Matthew 25:21

Well done

તેં ઘણું સારું કર્યું છે અથવા તેં સારું કર્યું છે. તમારી સંસ્કૃતિમાં એવી અભિવ્યક્તિ હોઈ શકે છે જેનો ઉપયોગ માલિક (અથવા અધિકારમાં જે હોય તે) કરે એમ દર્શાવવા કે તેના સેવકે (અથવા તેના તાબેના કોઈ વ્યક્તિએ) જે કર્યું છે તેને તે મંજૂર કરે છે.

Enter into the joy of your master

શબ્દસમૂહ આનંદમાં પ્રવેશ કર એ એક રૂઢીપ્રયોગ છે. વધુમાં, માલિક અહીં પોતાને ત્રીજા વ્યક્તિના રૂપમાં દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: આવ અને મારી સાથે આનંદિત થા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom અને /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

Matthew 25:22

Connecting Statement:

ચાકરો અને તાલંતો વિશેનું દ્રષ્ટાંત કહેવાનું ઈસુ જારી રાખે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables અને /WA-Catalog/gu_tm?section=translate#translate-bmoney)

I have made two more talents

હું બીજા બે તાલંત કમાયો છું

Matthew 25:23

Well done

તેં ઘણું સારું કર્યું છે અથવા તેં સારું કર્યું છે. તમારી સંસ્કૃતિમાં એવી અભિવ્યક્તિ હોઈ શકે છે જેનો ઉપયોગ માલિક (અથવા અધિકારમાં જે હોય તે) કરે એમ દર્શાવવા કે તેના સેવકે (અથવા તેના તાબેના કોઈ વ્યક્તિએ) જે કર્યું છે તેને તે મંજૂર કરે છે. જુઓ કે તમે આનો અનુવાદ માથ્થી25:21માં કેવી રીતે કર્યો છે.

Enter into the joy of your master

શબ્દસમૂહ આનંદમાં પ્રવેશ કર એ એક રૂઢીપ્રયોગ છે. વધુમાં, માલિક અહીં પોતાને ત્રીજા વ્યક્તિના રૂપમાં દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: આવ અને મારી સાથે આનંદિત થા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom અને /WA-Catalog/gu_tm?section=translate#figs-123person) જુઓ તમે આનો અનુવાદ માથ્થી25:21માં કેવી રીતે કર્યો છે.

Matthew 25:24

Connecting Statement:

ચાકરો અને તાલંતો વિશેનું દ્રષ્ટાંત કહેવાનું ઈસુ જારી રાખે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables અને /WA-Catalog/gu_tm?section=translate#translate-bmoney)

You reap where you did not sow, and you harvest where you did not scatter

જ્યાં તમે વાવ્યું નથી ત્યાંથી તમે કાપો છો"" અને જ્યાં તમે નથી વેર્યું ત્યાંથી તમે એકઠું કરો છો શબ્દસમૂહોનો અર્થ એક જ છે. આ શબ્દસમૂહો એવા ખેડૂતનો ઉલ્લેખ કરે છે જેણે અન્ય લોકોની કાપણીને એકઠી કરી છે. નોકર આ રૂપકનો ઉપયોગ કરી તેના માલિક પર આરોપ મૂકે છે કે બીજાઓની ન્યાયપૂર્વકની કમાણી તેના માલિક છીનવી લે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parallelism અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

scatter

વેરાયેલા દાણા. મુઠ્ઠીભર દાણાઓને હળવાશથી જમીન પર વેરવા કે ફેંકવા તેમ, આ વાવણીનો ઉલ્લેખ કરે છે.

Matthew 25:25

See, you have here what belongs to you

જો, જે તારું હતું તે આ છે.

Matthew 25:26

Connecting Statement:

ચાકરો અને તાલંતો વિશેનું દ્રષ્ટાંત કહેવાનું ઈસુ જારી રાખે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables અને @)

You wicked and lazy servant, you knew

તું ભૂંડો તથા આળસુ ચાકર છે જે કામ કરવાની ઇચ્છા ધરાવતો નથી. તું જાણતો હતો કે

I reap where I have not sowed and harvest where I have not scattered

જ્યાં તમે વાવ્યું નથી ત્યાંથી તમે કાપો છો"" અને જ્યાં તમે નથી વેર્યું ત્યાંથી તમે એકઠું કરો છો શબ્દસમૂહોનો અર્થ એક જ છે. આ શબ્દસમૂહો એવા ખેડૂતનો ઉલ્લેખ કરે છે જેણે અન્ય લોકોની કાપણીને એકઠી કરી છે. જુઓ કે તમે આનો અનુવાદ [માથ્થી 25:24] (../25/24.md)માં કેવી રીત કર્યો છે, જ્યાં ચાકર તેના માલિક પર આરોપ મૂકવા માટે આ શબ્દોનો ઉપયોગ કરે છે. વાચકોએ સમજવું જોઈએ કે ખેડૂત સ્વીકારે છે કે તે ખરેખર બીજાંઓએ જે વાવેતર કર્યું છે તેને ભેગું કરે છે પણ તે કહે છે કે તેને એ પ્રમાણે કરવાનો અધિકાર છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parallelism અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Matthew 25:27

would have received back my money

સમજાયેલ માહિતીને સ્પસ્ટ રીતે રજૂ કરવી. વૈકલ્પિક ભાષાંતર: “મારું નાણું મને પાછું મળત” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

interest

શાહુકારો તરફથી, જેઓએ માલિકના નાણાંનો ઉપયોગ થોડા સમય માટે કર્યો હોત.

Matthew 25:28

Connecting Statement:

ચાકરો અને તાલંતોના દ્રષ્ટાંતનું સમાપન ઈસુ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables અને /WA-Catalog/gu_tm?section=translate#translate-bmoney)

take away the talent

માલિક બીજા ચાકરો સાથે વાત કરે છે.

the talent

એક તાલંત વીસ વર્ષનાં વેતનની કિંમત બરાબર હતું. આ નાણાંનો અનુવાદ આધુનિક નાણાંમાં કરવાનું ટાળો. જુઓ કે તમે આનો અનુવાદ [માથ્થી 25:15] (../25/15.md)માં કેવી રીતે કર્યો છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-bmoney)

Matthew 25:29

to everyone who possesses

તે સૂચવે છે કે તે વ્યક્તિ તેની પાસે જે કંઈક છે તેનો પણ તે કુશળતાપૂર્વક ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: તેની પાસે જે છે તેનો તે સારી રીતે ઉપયોગ કરે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

even more abundantly

તે કરતા પણ વધારે

from anyone who does not possess anything

તે સૂચવે છે કે તે વ્યક્તિ તેની પાસે જે કંઈક છે તેનો પણ તે કુશળતાપૂર્વક ઉપયોગ કરતો નથી. વૈકલ્પિક ભાષાંતર: તેની પાસે જે છે તેનો તે સારી રીતે ઉપયોગ કરતો નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

will be taken away

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વર સર્વ લઈ લેશે અથવા હું તે લઈ લઈશ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 25:30

the outer darkness

અહીં બાહ્ય અંધકાર એટલે ઈશ્વર જેઓનો નકાર કરી તેઓને ત્યાં મોકલે છે તેનું રૂપક છે. આ તે સ્થાન છે જેને સંપૂર્ણપણે ઈશ્વરથી સદાકાળ માટે અલગ કરવામાં આવ્યું છે. જુઓ કે તમે આનો અનુવાદ [માથ્થી 8:12] (../ 08/12.md)માં કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વરની હાજરીથી દૂર અંધકારમય સ્થળ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

weeping and grinding of teeth

અહીં દાંત પીસવું એક પ્રતીકાત્મક ક્રિયા છે, જે અત્યંત ઉદાસીનતા અને પીડાને રજૂ કરે છે. જુઓ કે તમે આનો અનુવાદ [માથ્થી 8:12] (../ 08/12.md)માં કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: રડવું અને દાંત પીસવું તેઓની અત્યંત પીડાને દર્શાવે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-symaction)

Matthew 25:31

Connecting Statement:

ઈસુ પોતાના શિષ્યોને કહે છે કે જ્યારે અંતનો સમય આવે છે ત્યારે તેઓ(ઈસુ) લોકોનો ન્યાય કેવી રીતે કરશે.

the Son of Man

ઈસુ ત્રીજા વ્યક્તિના રૂપમાં પોતાના વિશે વાત કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

Matthew 25:32

Before him will be gathered all the nations

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વર તેમની સમક્ષ સર્વ દેશજાતીઓને એકઠી કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Before him

તેમની સમક્ષ/ઈસુની સમક્ષ

all the nations

અહીં ""દેશજાતી” લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: દરેક દેશમાંથી સર્વ લોકો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

as a shepherd separates the sheep from the goats

ઈસુ સમાનતાનો ઉપયોગ કરી વર્ણન કરે છે કે તેઓ(ઈસુ) કેવી રીતે લોકોને જુદા પાડશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-simile)

Matthew 25:33

He will place the sheep on his right hand, but the goats on his left

આ એક રૂપક છે જેનો અર્થ છે માણસનો પુત્ર સર્વ લોકોને અલગ કરશે. તેઓ(ઈસુ) ન્યાયી લોકોને તેમની જમણી બાજુ પર મૂકશે, અને તેઓ(ઈસુ) પાપીઓને તેમની ડાબી તરફ મુકશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Matthew 25:34

the King ... his right hand

અહીંયા, રાજા એ માણસના દીકરા માટે બીજું શીર્ષક છે. ઈસુ પોતાને ત્રીજા વ્યક્તિના રૂપમાં ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: હું, રાજા, ... મારા જમણા હાથે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

Come, you who have been blessed by my Father

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: આવો, મારા પિતાના આશીર્વાદીતો આવો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

my Father

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર અને ઈસુ વચ્ચેના સંબંધને રજુ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

inherit the kingdom prepared for you

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વરે આકાશના રાજ્યમાં તમારા માટે તૈયાર કરેલો વરસો પ્રાપ્ત કરો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

inherit the kingdom prepared for you

અહીં રાજ્ય એ ઈશ્વરને રાજા તરીકે રાજ કરતા સૂચવે છે. વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વરના રાજ્યના આશીર્વાદો પ્રાપ્ત કરો કે જેને તેમણે તમને આપવા સારું આયોજિત કર્યા છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

from the foundation of the world

જગતના મંડાણ અગાઉ

Matthew 25:37

the righteous

આ એક વિશેષણ તરીકે કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ન્યાયી લોકો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-nominaladj)

Or thirsty

સમજાયેલી માહિતી સ્પષ્ટ રીતે વર્ણવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: અથવા ક્યારે અમે તને તરસ્યો જોયો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Matthew 25:38

Or naked

અહીં પ્રશ્નોની શ્રુંખલા પૂર્ણ થાય છે જે કલમ 37 થી શરુ થઈ હતી. સમજાયેલી માહિતી સ્પષ્ટ રીતે વર્ણવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: અથવા અમે ક્યારે તને નિવસ્ત્ર જોયો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Matthew 25:40

the King

માણસના દીકરા માટે આ એક બીજું શીર્ષક છે. ઈસુ ત્રીજા વ્યક્તિના રૂપમાં પોતાના વિશે વાત કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

say to them

તેમની જમણી તરફ બેઠેલાઓને કહેશે

Truly I say to you

હું તમને સત્ય કહું છું. ઈસુ હવે જે કહેવાના છે તે પર આ ભાર મૂકે છે.

one of the least

નાનાંઓમાંના એકને/ઓછા મહત્વપૂર્ણઓમાંના એકને

these brothers of mine

અહીં ભાઈઓ એ કોઈપણ પુરુષ અથવા સ્ત્રીનો ઉલ્લેખ કરે છે, જે રાજાને આધીન છે. વૈકલ્પિક ભાષાંતર: અહીં મારા ભાઈઓ અને બહેનો અથવા જેઓ મારા ભાઈઓ અને બહેનો જેવા છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-gendernotations)

you did it for me

તે મને કર્યા બરાબર છે તેમ હું માનીશ

Matthew 25:41

Then he will say

પછી રાજા કહેશે. ઈસુ ત્રીજા વ્યક્તિના રૂપમાં પોતાના વિશે વાત કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

you cursed

તમે કે જેઓને ઈશ્વરે શાપિત કર્યા છે

the eternal fire that has been prepared

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: સર્વકાલિક અગ્નિ જે ઈશ્વરે તૈયાર કરેલી છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

his angels

તેના સહાયકારીઓ

Matthew 25:43

naked, but you did not clothe me

“નિવસ્ત્ર” શબ્દ પહેલાંના શબ્દો હું હતો સમજી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: હું નિવસ્ત્ર હતો, પણ તમે મને વસ્ત્ર પહેરાવ્યા નહીં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

sick and in prison

“બીમાર” શબ્દ પહેલાંના શબ્દો હું હતો સમજી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: હું બીમાર હતો અને જેલમાં હતો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Matthew 25:44

General Information:

[માથ્થી 23: 1] (../23/01.md) માં શરૂ થયેલ વૃતાંતનું અહીં સમાપન છે, જ્યાં ઈસુ ઉદ્ધાર અને આખરી ન્યાયકાળ વિશે શિક્ષણ આપે છે.

Connecting Statement:

અંતના સમયે ઈસુ જ્યારે પાછા આવશે ત્યારે તેઓ(ઈસુ) કેવી રીતે લોકોનો ન્યાય કરશે તે વિશે પોતાના શિષ્યોને કહેવાનું ઈસુ પૂર્ણ કરે છે.

they will also answer

તેમની ડાબી તરફના લોકો પણ ઉત્તર દેશે

Matthew 25:45

for one of the least of these

મારા નાનાંઓમાંના એકને તમે કર્યું એટલે તે મને કર્યા બરાબર છે

you did not do for me

હું માનું છું કે તમે મારા માટે તે કર્યું નથી અથવા ""હું તે જ હતો જેને તમે મદદ કરી ન હતી

Matthew 25:46

These will go away into eternal punishment

રાજા તેઓને એવા સ્થળે મોકલશે જ્યાં તેઓને શિક્ષા થશે અને તે શિક્ષાનો અંત ક્યારેય આવશે નહીં

but the righteous into eternal life

સમજાયેલી માહિતી સ્પષ્ટ રીતે વર્ણવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: પરંતુ રાજા ન્યાયીને તે સ્થળે મોકલશે જ્યાં તેઓ સર્વકાલિક જીવનમાં ઈશ્વર સાથે રહેશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

the righteous

આ નામાંકિત વિશિષ્ટતાને વિશેષણો તરીકે વર્ણવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ન્યાયી લોકો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-nominaladj)