Matthew 24

માથ્થી 24 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

આ અધ્યાયમાં, જ્યાં સુધી તેઓ(ઈસુ) સ્વયં રાજા તરીકે પાછા ન ફરે તે ભવિષ્યના સમયની ભવિષ્યવાણી કરવાની શરૂઆત ખ્રિસ્ત ઈસુ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#prophet)

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

યુગનો અંત

આ અધ્યાયમાં, જ્યારે ઈસુના શિષ્યો ઈસુને પૂછે છે કે ઈસુના પાછા આવવા વિશેના સમયની જાણ તેઓને કેવી રીતે થશે ત્યારે ઈસુ તેમના શિષ્યોને જવાબ આપે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-apocalypticwriting)

નૂહનું ઉદાહરણ

નૂહના સમયમાં, ઈશ્વરે લોકોના પાપોની શિક્ષા માટે જળપ્રલય મોકલ્યો હતો. તેમણે આ આવનાર જળપ્રલય વિશે લોકોને ઘણી વખત ચેતવણી આપી હતી, પરંતુ ખરેખર તે અચાનક જ બન્યું હતું. આ અધ્યાયમાં, ઈસુ જળપ્રલય અને અંતિમ દિવસો વચ્ચેના સમયની સરખામણી કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#sin)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

તેમ વર્તવું

યુએલટી આ શબ્દસમૂહનો ઉપયોગ ઈસુના કેટલાક આદેશોની શરૂઆત તરીકે કરે છે, જેમ કે જેઓ યહૂદીયામાં છે તેઓએ પહાડોમાં નાસી જવું (24:16), “જે ઘરના ધાબા પર છે તે ઘરમાંથી કંઇ લેવા માટે નીચે ન આવે"" (24:17), અને “જે કોઈ ખેતરમાં છે તે તેના વસ્ત્રો લેવા પાછો ન આવે"" (24:18). આદેશ દર્શાવવાની ઘણી જુદી જુદી રીતો હોય છે. અનુવાદકોએ તેમની પોતાની ભાષામાં સૌથી વધુ પ્રાકૃતિક રીતને પસંદ કરી તેનો ઉપયોગ કરવો જોઈએ.

Matthew 24:1

Connecting Statement:

ઈસુ ફરીથી આવનાર છે તે પહેલાં જે ઘટનાઓ બનશે તેનું વર્ણન કરવાની શરૂઆત ઈસુ કરે છે.

from the temple

તે સૂચવે છે કે ઈસુ મંદિરમાં ગયા ન હતા. તે મંદિરની આસપાસના આંગણામાં હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Matthew 24:2

Do you not see all these things?

ઈસુ શિષ્યોને હવે જે કહેવાના છે તે વિશે શિષ્યો ગહન વિચાર કરે તે માટે ઈસુ એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: આ બધી ઇમારતો વિશે મને તમને કંઈક કહેવા દો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Truly I say to you

હું તમને સત્ય કહું છું. ઈસુ હવે પછી જે કહેવાના છે તેના પર આ ભાર મૂકે છે.

certainly one stone will not be left on another here, that will not be torn down

તે સૂચવે છે કે દુશ્મનના સૈનિકો પત્થરો તોડી નાખશે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: જ્યારે દુશ્મન સૈનિકો આવશે, ત્યારે તેઓ આ ઇમારતોમાંના દરેક પથ્થરને તોડી નાખશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 24:3

What will be the sign of your coming and of the end of the age?

અહીં તમારું આવવું એનો અર્થ છે કે જ્યારે ઈસુ સામર્થ્યમાં પાછા આવશે અને પૃથ્વી પર તેમના રાજ્યની સ્થાપના કરશે અને આ યુગનો અંત આણશે. વૈકલ્પિક ભાષાંતર: તમારી આવવાની નિશાની કઈ છે અને જગતના અંતની નિશાની કઈ છે તે અમને કહો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Matthew 24:4

Be careful that no one leads you astray

અહીં તમને ગેરમાર્ગે દોરે છે એ એક એવું રૂપક છે જેનો અર્થ છે કે જે સત્ય નથી તે પર વિશ્વાસ કરાવવા માટે કોઈકની પાછળ પડી જવું. વૈકલ્પિક ભાષાંતર: સાવચેત રહો કે તમને કોઈ ભુલાવે નહીં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Matthew 24:5

many will come in my name

અહીં નામઅધિકાર અથવા કોઈના પ્રતિનિધિ તરીકે રજુ થાય છે. વૈકલ્પિક ભાષાંતર: ઘણાં લોકો દાવો કરશે કે હું તે છું. અથવા ઘણા લોકો મારે નામેં આવશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

will lead many astray

અહીં તમને ભુલાવશે એ એક એવું રૂપક છે જેનો અર્થ છે કે જે સત્ય નથી તે પર વિશ્વાસ કરાવવા માટે કોઈકની પાછળ પડી જવું. વૈકલ્પિક ભાષાંતર: તેઓ ઘણાને ભુલાવશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Matthew 24:6

See that you are not troubled

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: આ બીનાઓથી તમે ગભરાશો નહીં. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 24:7

For nation will rise against nation, and kingdom against kingdom

આ બંનેનો અર્થ એ જ છે. ઈસુ ભાર મૂકે છે કે દરેક જગ્યાએ લોકો એકબીજા સાથે લડશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parallelism અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Matthew 24:8

the beginning of birth pains

બાળકને જન્મ આપતા પહેલા મહિલાને જે દુખાવો થાય છે તેનો ઉલ્લેખ આ કરે છે. આ રૂપકનો અર્થ એ છે કે યુદ્ધ, દુકાળ અને ધરતીકંપો જેવી ઘટનાઓ શરૂઆત માત્ર છે જે આ યુગને અંત તરફ દોરી લઈ જશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Matthew 24:9

they will deliver you up to tribulation and kill you

લોકો તમને અધિકારીઓના હવાલે કરશે, જેઓ તમને પીડા આપશે અને તમને મારી નાખશે.

You will be hated by all the nations

અહીં રાષ્ટ્રો એ ઉપનામ છે, જે દેશના લોકોનો ઉલ્લેખ કરે છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: દરેક દેશના લોકો તમને ધિક્કારશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

for my name's sake

અહીં નામ એ સંપૂર્ણ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: કારણ કે તમે મારામાં વિશ્વાસ કરો છો(જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Matthew 24:11

will rise up

ઉભા થવું એ અહીં રૂઢીપ્રયોગ છે જે “સ્થાપિત થવાને” દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: “આવશે” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

and lead many astray

અહીં ""ભુલામણમાં ... નાખશે” એવું કોઈ રૂપક છે જેનો અર્થ છે કે જે સત્ય નથી તે પર વિશ્વાસ કરાવવા માટે કોઈકની પાછળ પડી જવું. વૈકલ્પિક ભાષાંતર: અને ઘણા લોકોને છેતરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Matthew 24:12

lawlessness will increase

અમૂર્ત સંજ્ઞા નિયમ વિનાનું શબ્દનો અનુવાદ નિયમની અવગણના કરવી શબ્દ થઈ શકે છે. વૈકલ્પિક ભાષાંતર: નિયમની અવગણનામાં વધારો થશે અથવા લોકો ઈશ્વરના નિયમનો વધુને વધુ અનાદર કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-abstractnouns)

the love of many will grow cold

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) આ કારણે ઘણા લોકોનો પ્રેમ ઠંડો થઈ જશે અથવા 2) ઘણા લોકોનો ઈશ્વર પ્રત્યેનો પ્રેમ ઠંડો થઈ જશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Matthew 24:13

the one who endures to the end, he will be saved

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વર તેનું જ તારણ કરશે જે અંત સુધી ટકશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

the ... who endures

જે વ્યક્તિ વિશ્વાસુ રહે છે.

to the end

શબ્દ “અંત”ના ઉલ્લેખનો અર્થ સ્પસ્ટ નથી. શું કોઈ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે અંત? અથવા શું સતાવણી સમાપ્ત થાય ત્યારે અંત? અથવા શું ઈશ્વર પોતાને રાજા તરીકે પ્રગટ કરશે અને તે યુગ સમાપ્ત થાય ત્યારે અંત? મુખ્ય બાબત એ છે કે જ્યાં સુધી જરૂરી છે ત્યાં સુધી તેઓએ દુઃખ સહન કરવું.

the end

જગતનો અંત અથવા ""યુગનો અંત

Matthew 24:14

This good news of the kingdom will be preached

અહીં રાજ્ય એ ઈશ્વરને રાજા તરીકે રાજ કરતા સૂચવે છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: લોકો સુવાર્તા પ્રગટ કરશે કે ઈશ્વર રાજ કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

all the nations

અહીં, પ્રજાઓ/રાષ્ટ્રો લોકો માટે વપરાય છે. વૈકલ્પિક ભાષાંતર: સર્વ સ્થળોના સર્વ લોકોને (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Matthew 24:15

the abomination of desolation, which was spoken of by Daniel the prophet

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""અમંગળપણાની નિશાની જે ઈશ્વરની વસ્તુઓને અશુદ્ધ કરે છે, જેના વિશે દાનિયેલ પ્રબોધકે લખ્યું છે” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

let the reader understand

આ વાક્ય ઈસુ બોલતા નથી. આ વાક્યનો ઉમેરો કરી માથ્થી વાંચકોને ચેતવણી આપે છે કે ઈસુ જે શબ્દો બોલી રહ્યા હતા તેના વિશે તેઓ વિચારે અને અર્થઘટન કરે.

Matthew 24:17

let him who is on the housetop

ઈસુએ જ્યાં જીવન ગુજાર્યું તે વિસ્તારોના ધાબાં, લોકો તેના પર ઉભા રહી શકે તેવા સપાટ હતા.

Matthew 24:19

those who are with child

આ વીનમ્રપણે કહેવાની રીતે છે “ગર્ભવતી સ્ત્રીઓ.” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-euphemism)

in those days

તે સમયે

Matthew 24:20

that your flight will not occur

તમારું નાસવું ન થાય અથવા “તમારે નાસવાનું ન થાય”

the winter

શિયાળાની ઋતુમાં

Matthew 24:22

Unless those days are shortened, no flesh would be saved

આને હકારાત્મક અને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જો ઈશ્વરે દુઃખના દિવસો ઓછા ન કર્યા હોત તો સર્વનો નાશ થાત.” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-doublenegatives)

flesh

લોકો. અહીં “દેહ” એ સર્વ લોકોને કાવ્યત્મક રીતે રજૂ કરવાની રીત છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

those days will be shortened

આને સક્રિય રૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરે પીડાના દિવસો ટૂંકા કર્યા.” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 24:23

Connecting Statement:

શિષ્યો સાથે વાત કરવાનું ઈસુ જારી રાખે છે.

do not believe it

તેઓએ તમને જે જુઠી વાતો કહી છે તે પર વિશ્વાસ ન કરતા

Matthew 24:24

so as to lead astray, if possible, even the elect

અહીં જુદા માર્ગે દોરી જવા/ભુલાવવા એવું એક રૂપક છે જેનો અર્થ છે કે જે સત્ય નથી તે પર વિશ્વાસ કરાવવા માટે કોઈકની પાછળ પડી જવું. આનો અનુવાદ બે વાક્યો તરીકે કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: શક્ય હોય તો તેઓ પસંદ કરેલાને પણ ભુલાવશે અથવા ""તેથી શક્ય હશે તો તેઓ પસંદ કરેલાઓને પણ ભુલાવશે અને છેતરશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Matthew 24:26

if they say to you, 'Look, he is in the wilderness,' do not

આ પરોક્ષ અવતરણ તરીકે કહી શકાય. વૈકલ્પિક ભાષાંતર: જો કોઈ તમને કહે કે ખ્રિસ્ત રાનમાં છે તો જતા નહીં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations)

Or, 'See, he is in the inner rooms,'

આ પરોક્ષ અવતરણ તરીકે કહી શકાય. વૈકલ્પિક ભાષાંતર: અથવા, જો કોઈ તમને કહે કે ખ્રિસ્ત ઓરડામાં છે તો માનતા નહીં, (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations)

in the inner rooms

અંગત ઓરડામાં અથવા “ગુપ્ત સ્થાનમાં”

Matthew 24:27

as the lightning shines out ... so will be the coming

આનો અર્થ એ થાય કે માણસનો દીકરો ખૂબ ઝડપથી આવશે અને તે નિહાળવાનું સરળ બનશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-simile)

the Son of Man

ઈસુ પોતાના વિશે ત્રીજા પુરુષમાં કહે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

Matthew 24:28

Wherever a dead animal is, there the vultures will gather

આ કદાચ એક કહેવત છે કે ઈસુના સમયના લોકો સમજી ગયા. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) જ્યારે માણસનો દીકરો આવશે, ત્યારે દરેક વ્યક્તિ જાણશે અને જોશે કે તે આવ્યો છે, અથવા 2) જ્યાં આત્મિક રીતે મૃત્યુ પામેલા લોકો છે ત્યાં જુઠા પ્રબોધકો પણ હશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-proverbs)

the vultures

ગીધો આવીને તેઓના મુડદા ખાશે

Matthew 24:29

immediately after the tribulation of those days the sun

તે દહાડાઓની વીપત્તી પછી સુરજ અંધકારરૂપ થઈ જશે

the tribulation of those days

દુ:ખના સમયો

the sun will be darkened

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વર સૂર્યને અંધકારરૂપ કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

the powers of the heavens will be shaken

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વર આકાશ અને આકાશના ઉપરના પરાક્રમોને હલાવશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 24:30

the Son of Man

ઈસુ પોતાના વિશે ત્રીજા પુરુષમાં વાત કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

all the tribes

અહીં કુળો લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: સર્વ કુળના લોકો અથવા સર્વ લોકો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Matthew 24:31

He will send his angels with a great sound of a trumpet

તેમના હાથમાંના એક રણશિંગડાનો મોટો અવાજ સંભળાશે અને તેઓ તેમના દૂતોને મોકલશે અથવા ""રણશિંગડાના મોટા અવાજ સહીત તેઓ(ઈસુ) પોતાના દૂતોને મોકલશે

He will send ... his

ઈસુ પોતાના વિશે ત્રીજા પુરુષમાં વાત કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

they will gather together

તેમના દૂતો એકઠા કરશે

his elect

આ એ લોકો છે જેઓને માણસના દીકરાએ પસંદ કર્યા છે

from the four winds, from one end of the sky to the other end of it

આ બંનેનો અર્થ એ જ છે. આ રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે દરેક જગ્યાએથી. વૈકલ્પિક ભાષાંતર: સમગ્ર વિશ્વમાંથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parallelism અને /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Matthew 24:33

he is near

ઈસુ પોતાના વિશે ત્રીજા પુરુષમાં વાત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “મારો આવવાનો સમય પાસે છે” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

at the very gates

દરવાજા પાસે જ છું. રાજા અથવા મુખ્ય અધિકારીનું દરવાજા પાસે આવવું અથવા દિવાલવાળા શહેરના દરવાજાઓ પાસે આવવાની આ કાલ્પનિક છબીનો ઉપયોગ ઈસુ કરે છે. તે એક રૂપક છે જેનો અર્થ એ થયો કે ઈસુના આવવાનો સમય પાસે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Matthew 24:34

Truly I say to you

હું તમને સત્ય કહું છું. ઈસુ હવે પછી જે કહેવાના છે તેના પર આ ભાર મૂકે છે.

this generation will certainly not pass away

અહીં પસાર થવુંમૃત્યુ પામવું કહેવાની નમ્ર રીત છે. વૈકલ્પિક ભાષાંતર: આ પેઢી મૃત્યુ પામશે નહીં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-euphemism)

this generation

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) આજે જીવિત સર્વ લોકો, જ્યારે ઈસુ બોલી રહ્યા હતા ત્યારે જીવિત સર્વ લોકોનો ઉલ્લેખ આ કરે છે, અથવા 2) મેં આ બધી બાબતો તમને કહી છે તે જ્યારે બનશે ત્યારે જીવિત સર્વ લોકો. એ રીતે અનુવાદ કરવાનો પ્રયાસ કરો કે જેથી બંને અર્થઘટન શક્ય બને.

until all of these things will have happened

જ્યાં સુધી ઈશ્વર આ બાબતોને પૂર્ણ કરે

will ... pass away

અદ્રશ્ય અથવા “દિવસો પુરા નહીં થાય ત્યાં સુધી”

Matthew 24:35

Heaven and the earth will pass away

આકાશ"" અને પૃથ્વી શબ્દો એ બંને શબ્દો એકસાથે છે જેમાં ઈશ્વર દ્વારા બનાવેલી દરેક વસ્તુઓ શામેલ છે, ખાસ કરીને તે વસ્તુઓ જે કાયમી લાગે છે. ઈસુ કહે છે કે આ વસ્તુઓથી વિપરીત તેમના વચનો કાયમ રહેશે. વૈકલ્પિક ભાષાંતર: સ્વર્ગ અને પૃથ્વી પણ જતા રહેશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

my words will never pass away

અહીંયા શબ્દો ઈસુએ જે કહ્યું છે તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: હું જે કહું છું તે હંમેશા સાચું રહેશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Matthew 24:36

that day and hour

અહીં દિવસ અને કલાક એ સમયનો ઉલ્લેખ કરે છે કે જયારે માણસનો દીકરો પાછો આવશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

nor the Son

દીકરો પણ જાણતો નથી

Son

ઈશ્વરનો પુત્ર, શીર્ષક ઈસુ માટે મહત્વનું છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

Father

ઈશ્વરને માટે આ શીર્ષક મહત્વનું છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

Matthew 24:37

For as the days of Noah were, so will be the coming of the Son of Man

જે સમયે માણસનો દીકરો આવશે ત્યારે નૂહના સમયમાં જે થયું હતું તેવું થશે.

the Son of Man

ઈસુ પોતાના વિશે ત્રીજા પુરુષમાં વાત કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

Matthew 24:39

and they knew nothing

આ અલગ વાક્ય તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે ઘટના થઈ રહી તે વિશે લોકોને ખબર જ ન પડી કે શું થઈ રહ્યું છે

took them all away—so will be the coming of the Son of Man

આ અલગ વાક્ય તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""દૂર. જ્યારે માણસનો દીકરો આવે ત્યારે આવું જ થશે

Matthew 24:40

Connecting Statement:

ઈસુએ તેમના શિષ્યોને તેમના પાછા આવવા વિશે અને તૈયાર રહેવા કહે છે.

Then

આ ત્યારે થશે જ્યારે માણસનો દીકરો આવશે.

one will be taken, and one will be left

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) માણસનો દીકરો એકને આકાશમાં લઈ જશે અને બીજાને શિક્ષા ભોગવવા માટે પૃથ્વી પર રહેવા દેશે અથવા 2) દૂતો શિક્ષા માટે એકને દૂર કરશે અને બીજાને આશીર્વાદ માટે છોડી દેશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 24:42

Therefore

કારણ કે મેં જે કહ્યું છે તે સત્ય છે

be on your guard

તે પર ધ્યાન આપો

Matthew 24:43

that if the master of the house ... his house to be broken into

ઈસુ તેમના શિષ્યોને, જયારે તેઓ(ઈસુ) પાછા આવશે તે માટે તૈયાર રહેવાનું સમજાવવા માટે એક ઘરધણી અને ચાકરનું દ્રષ્ટાંત કહે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)

the thief

તમે ધારતા નથી તે ઘડીએ માણસનો દીકરો આવશે, જેમ ચોર આવે છે તેમ તેનું આવવું થશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

he would have been on guard

તે તેના ઘરમાં ચોરી થવા ન દેત.

would not have allowed his house to be broken into

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: કોઈ પણ વ્યક્તિને તેના ઘરમાં ચોરી કરવા માટે મંજૂરી ન મળત (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 24:44

the Son of Man

ઈસુ પોતાના વિશે ત્રીજા પુરુષમાં વાત કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

Matthew 24:45

Connecting Statement:

ઈસુ તેમના શિષ્યોને, જયારે તેઓ(ઈસુ) પાછા આવશે તે માટે તૈયાર રહેવાનું સમજાવવા માટે એક ઘરધણી અને ચાકરનું દ્રષ્ટાંત કહેવાનું જારી રાખે છે. (જુઓ: @)

So who is the faithful and wise servant whom ... at the right time?

તેમના શિષ્યોને વિચારતા કરવા માટે ઈસુ એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકર કોણ છે? તે એક છે જેને તેના માલિકે ... વખતસરનો કારભારી ઠરાવ્યો છે. અથવા ""વિશ્વાસુ અને બુદ્ધિમાન નોકર જેવા બનો, જેને તેના માલિકે કારભારી ઠરાવ્યો.” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

to give them their food

તેના માલિકના ઘરમાંના લોકોને ભોજન આપવા

Matthew 24:47

Truly I say to you

હું તમને સત્ય કહું છું. ઈસુ હવે પછી જે કહેવાના છે તેના પર આ ભાર મૂકે છે.

Matthew 24:48

Connecting Statement:

જયારે તેઓ(ઈસુ) પાછા આવશે ત્યારે તેમના શિષ્યોએ તૈયાર રહેવું તેમ સમજાવવા ઈસુએ જે દ્રષ્ટાંત, ઘરધણી અને ચાકરનું, શરુ કર્યું હતું તેનું તેઓ(ઈસુ) સમાપન કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-proverbs)

says in his heart

અહીં “હૃદય” એ મન નો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “તેના મનમાં વિચારે છે” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

My master has been delayed

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: મારા માલિકને આવતા વાર લાગે છે અથવા મારા માલિકને આવતા વાર લાગશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 24:50

on a day that the servant does not expect and at an hour that he does not know

આ બંને નિવેદનો એક જ બાબત રજુ કરે છે. તેઓ જણાવે છે કે જ્યારે નોકરે અપેક્ષા રાખી નહીં હોય તેવે સમયે તેનો માલિક આવશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parallelism)

Matthew 24:51

He will cut him in pieces

આ એક રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે કે વ્યક્તિ ભયંકર પીડા ભોગવશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

assign his place with the hypocrites

તેને એ ઢોંગીઓની સાથે નાખી દો અથવા “જ્યાં દંભીઓને નાખવામાં આવ્યા છે ત્યાં તેઓને નાખો.”

there will be weeping and grinding of teeth

અહીંયા દાંત પીસવું એક પ્રતીકાત્મક ક્રિયા છે, જે ભારે પીડાનું પ્રતિનિધિત્વ કરે છે. જુઓ કે તમે આનો અનુવાદ [માથ્થી 8:12] (../ 08/12.md)માં કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: લોકો પોતાની થતી વેદનાને લીધે રડશે અને દાંત પીસસે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-symaction)