Matthew 16

માથ્થી 16 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

ખમીર

લોકો ઈશ્વર વિશે જે રીતે વિચારતા હતા તે રીત વિશે વાત કરતા ઈસુ કહે છે જાણે કે તે રીત એક રોટલી હોય, અને લોકોને ઈશ્વર વિશે જે શિક્ષણ આપવામાં આવતું હતું તે વિશે વાત કરતા ઈસુ કહે છે જાણે કે તે શિક્ષણ થોડું ખમીર હોય જે રોટલીના લોયને મોટો બનાવે છે અને શેકેલી રોટલીને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. ઈસુ નથી ઇચ્છતા કે તેમના અનુયાયીઓ ફરોશીઓ અને સદૂકીઓ જે શીખવે છે તે સાંભળે. આ તે કારણથી છે કે જો તેઓ સાંભળે, તો તેઓ સમજી શકશે નહીં કે ઈશ્વર કોણ છે અને ઈશ્વરના લોકો કેવી રીતે જીવન જીવે તે સબંધી ઈશ્વરની ઈચ્છાને પણ તેઓ સમજી શકશે નહીં. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

રૂપક

ઈસુએ તેમના લોકોને તેમના આદેશોનું પાલન કરવા કહ્યું. અને તેમણે તેઓને અનુસરણ કરવા કહ્યું. એ જાણે કે ઈસુ આગળ ચાલે અને લોકો પાછળ એવી વાત છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

પૃષ્ઠભૂમિકાની માહિતી

માથ્થી આ અધ્યાયમાં 15:1-20 માંથી લખાણ જારી રાખે છે. આ વર્ણન કલમ 21 માં અટકે છે કે જેથી માથ્થી તેના વાચકોને કહી શકે કે ઈસુ વારંવાર તેમના શિષ્યોને જણાવવા લાગ્યા હતા કે યરૂશાલેમ પહોંચ્યા પછી લોકો ઈસુને મારી નાખશે. ત્યારબાદ તે વર્ણન 22-27 કલમોમાં જારી રહે છે અને જણાવે છે કે જ્યારે ઈસુએ પ્રથમવાર તેમના શિષ્યોને પોતાના મૃત્યુ વિશે વાત કરી ત્યારે શું બન્યું.

વિરોધાભાસ

વિરોધાભાસ એ સાચું નિવેદન છે જે કંઈક અશક્યનું વર્ણન કરવા માટે છે. જ્યારે ઈસુ વિરોધાભાસનો ઉપયોગ કરીને કહે છે કે, જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે છે તે તેને ગુમાવશે, અને જે કોઈ મારા માટે પોતાનો જીવ ખોશે તે તેને મેળવશે. ([માથ્થી 16:25] (../../mat/16/25.md)).

Matthew 16:1

General Information:

અહીં ઈસુ, સદૂકીઓ અને ફરોશીઓના વાર્તાલાપનો ઉલ્લેખ કરે છે.

tested him

અહીં પરીક્ષા કરવી” એ નકારાત્મક અર્થમાં છે તેથી ગુજરાતી બાઈબલ અનુવાદમાં “પરીક્ષણ શબ્દનો જ ઉપયોગ કરાયો છે. વૈકલ્પિક ભાષાંતર: તેમને પડકાર આપ્યો અથવા ""તેમને ફસાવવા માંગતા હતા

Matthew 16:4

An evil and adulterous generation seeks for a sign ... given to it

ઈસુ તેમની વર્તમાન પેઢી સાથે વાત કરી રહ્યા છે. વૈકલ્પિક ભાષાંતર: તમે દુષ્ટ અને વ્યભિચારી પેઢી છો જે મારી પાસે નિશાની માંગે છે ... તે નિશાની તમને આપવામાં આવી છે જુઓ કે તમે આનો અનુવાદ [માથ્થી 12:39] (../12/39.md)માં કેવી રીતે કર્યો છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

An evil and adulterous generation

અહીં વ્યભિચારી એવા લોકો માટે એક રૂપક છે જે ઈશ્વરને વિશ્વાસુ નથી. જુઓ [માથ્થી 12:39] (../12/39.md) માં તમે આનું અનુવાદ કેવી રીતે કર્યું. વૈકલ્પિક ભાષાંતર: એક અવિશ્વાસી પેઢી અથવા ઈશ્વર વિહોણા લોકો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

a sign will not be given to it

ઈસુએ તેઓને નિશાની આપી ન હતી કારણ કે, તેમણે પહેલેથી જ ઘણા ચમત્કારો કર્યા હોવા છતાં, તેઓએ તેમના પર વિશ્વાસ કર્યો નહીં. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. જુઓ [માથ્થી 12:39] (../12/39.md) માં તમે આનો અનુવાદ કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: હું તેઓને કોઈ નિશાની આપીશ નહીં અથવા ઈશ્વર તેમને કોઈ નિશાની આપશે નહીં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

except the sign of Jonah

યૂના સિવાય કોઈ નિશાની આપવામાં આવશે નહીં. જુઓ તમે [માથ્થી 12:39] (../12/39.md) માં આનો અનુવાદ કેવી રીતે કર્યો છે.

Matthew 16:5

Connecting Statement:

અહીં ઘટના પાછળના સમય તરફ ફરે છે. સદૂકીઓ અને ફરોશીઓ વિશે શિષ્યોને ચેતવવા માટે ઈસુ એક તકનો ઉપયોગ કરે છે.

the other side

તમે સમજાયેલી માહિતીને સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: કિનારાની બીજી બાજુ અથવા ગાલીલ સમુદ્રના બીજે કિનારે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Matthew 16:6

the yeast of the Pharisees and Sadducees

અહીં ખમીર રૂપક છે જે દુષ્ટ વિચારો અને ખોટા ઉપદેશોને સૂચવે છે. અહીં ખમીર તરીકે અનુવાદ કરો અને તમારા અનુવાદમાં તેનો અર્થ સમજાવશો નહીં. તેનો અર્થ 16:12 માં સ્પષ્ટ કરવામાં આવશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Matthew 16:7

reasoned among themselves

આ વિશે એકબીજાની સાથે વાતચીત કરો અથવા “આ વિશે વિચાર કરો

Matthew 16:8

You of little faith

તમે અલ્પવિશ્વાસીઓ. ઈસુ તેમના શિષ્યોને આ રીતે સંબોધે છે કારણ કે રોટલી લાવવાની તેમની ચિંતા બતાવે છે કે ઈસુમાં તેઓના વિશ્વાસની કમી જાહેર થાય છે. જુઓ કે તમે આનો અનુવાદ [માથ્થી 6:30] (../06/30.md) માં કેવી રીત કર્યો છે.

why do you reason ... you have no bread?

ઈસુએ હમણાં જ જે કહ્યું તે શિષ્યો સમજ્યા નથી તેથી તેમને ઠપકો આપવા માટે ઈસુ એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: હું નિરાશ છું કે તમે એવું વિચારો છો કે, તમે રોટલી લાવવાનું ભૂલી ગયા તે કારણથી મેં તમને ફરોશીઓ અને સદૂકીઓના ખમીર વિશે સાવધ રહેવાનું કહ્યું. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Matthew 16:9

Connecting Statement:

ઈસુ સતત તેમના શિષ્યોને સદૂકીઓ અને ફરોશીઓ વિશે સાવધ કરે છે.

Do you not yet perceive or remember ... you gathered up?

ઈસુ શિષ્યોને ઠપકો આપવા માટે પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: તમે સ્મરણ કરો ... તમે કેટલી ટોપલીઓ ભેગી કરી હતી! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

the five thousand

5,000 (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-numbers)

Matthew 16:10

the four thousand

4,000 (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-numbers)

Or the seven loaves ... you took up?

શું તમને સાત રોટલીઓનું પણ સ્મરણ નથી? ઈસુ તેમના શિષ્યોને ઠપકો આપવા માટે પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: તમને સાત રોટલીઓનું સ્મરણ નથી .... કે તમે કેટલી ટોપલીઓ ઉઠાવી હતી! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Matthew 16:11

Connecting Statement:

ઈસુ સતત શિષ્યોને સદૂકીઓ અને ફરોશીઓ વિશે ચેતવે છે.

How is it that you do not understand that I was not speaking to you about bread?

ઈસુ શિષ્યોને ઠપકો આપવા પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: તમે કેમ સમજતા નથી કે હું રોટલી વિશે કહેતો નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

the yeast of the Pharisees and Sadducees

અહીં ખમીર દુષ્ટ વિચારો અને ખોટા ઉપદેશને રજૂ કરે છે. ખમીર તરીકે અનુવાદ કરો અને તમારા અનુવાદનો અર્થ સમજાવશો નહીં. 16:12 માં શિષ્યો સમક્ષ આ અર્થ સ્પસ્ટ થાય છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Matthew 16:12

they understood

આ શિષ્યોનું વર્ણન કરે છે.

Matthew 16:13

Connecting Statement:

અહીં દ્રશ્ય હવે પછીના સમય તરફ ફરે છે. ઈસુ તેમના શિષ્યોને પુછે છે કે ઈસુ કોણ છે તે વિશે લોકો શું માને છે?

Now

સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા અથવા નવા વ્યક્તિને રજૂ કરવા માટે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીં માથ્થી વૃતાંતના નવા ભાગને રજુ કરે છે.

the Son of Man

ઈસુ પોતાના વિશે કહે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

Matthew 16:16

the Son of the living God

ઈસુ માટે આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર સાથેના તેમના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

the living God

અહીં જીવંત શબ્દ ઇઝરાએલના ઈશ્વર અને લોકો જેમને ભજે છે તેવા જુઠા દેવો અને મુર્તીઓ વચ્ચેનો ભેદ દર્શાવે છે. માત્ર ઇઝરાએલના ઈશ્વર જ જીવંત છે અને તેમની પાસે કાર્ય કરવાનું સામર્થ્ય છે.

Matthew 16:17

Simon Bar Jonah

સિમોન યૂના પુત્ર (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

flesh and blood have not revealed

અહીં “માસ અને રક્ત” એ માનવ દેહનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “મનુષ્યએ પ્રગટ કર્યું નથી” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

to you

અહીંયા શબ્દ એ પિતરનું નિવેદન કે, ઈસુ ખ્રિસ્ત છે અને જીવતા ઈશ્વરના દીકરા છે, તેનું વર્ણન કરે છે.

but my Father who is in heaven

સમજાયેલી માહિતી સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: આકાશમાંના મારા બાપે તને એ જણાવ્યું છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

my Father

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર પિતા અને ઈસુના સબંધનું વર્ણન કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

Matthew 16:18

I also say to you

હવે ઈસુ જે કહેવાના છે તેના પર આ ભાર મૂકે છે.

you are Peter

પિતરના નામનો આર્થ “પથ્થર” થાય છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

upon this rock I will build my church

જે લોકો સમુદાય તરીકે ઈસુમાં વિશ્વાસ કરે છે તેઓમાં એકતા માટેનું એક રૂપક અહીં મારી મંડળી બાંધવી છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) પથ્થર પિતરને દર્શાવે છે, અથવા 2) ખડક એ સત્યને રજૂ કરે છે જે પિતરે હમણાં જ [માથ્થી 16:16] (../16/16md) માં કહ્યું. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

The gates of Hades will not prevail against it

અહીં હાદેસ શબ્દ એવા શહેર માટે વપરાય છે કે જે દિવાલોથી ઘેરાયેલ મોટા દરવાજા છે જેમાં મૃત્યુ પામેલા લોકો અંદર અને બીજા લોકો બહાર રહે છે. અહીં “હાદેસ"" મૃત્યુને દર્શાવે છે, અને તેના દરવાજા તેનું સામર્થ્ય પ્રગટ કરે છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) “મારી મંડળી વિરુદ્ધ મૃત્યુની સત્તાઓનું જોર ચાલશે નહીં"" અથવા 2) જેમ સૈન્ય શહેરને તોડી પાડે છે તેમ મારી મંડળી મૃત્યુની સત્તાને તોડી નાખશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Matthew 16:19

I will give to you

અહીં “તું” એકવચન છે અને તે પિતરનો ઉલ્લેખ કરે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

the keys of the kingdom of heaven

ચાવીઓ પદાર્થો છે જેઓનો ઉપયોગ તાળા ખોલવા અને બંધ કરવા થાય છે. અહીં તે અધિકારનું પ્રતિનિધિત્વ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

the kingdom of heaven

અહીં આકાશનું રાજ્ય ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. આકાશનું રાજ્ય શબ્દસમૂહ ફક્ત માથ્થીની સુવાર્તામાં દ્રશ્યમાન થાય છે. જો શક્ય હોય તો, તમારા અનુવાદમાં ""આકાશ” રાખો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Whatever you shall bind on earth shall be bound in heaven, and whatever you shall loose on earth shall be loosed in heaven

અહીં બાધવું એ રૂપક છે જે કંઈક પ્રતિબંધિત કરે છે, અને છૂટક એ રૂપક છે જેનો અર્થ કંઈક કરવાની મંજૂરી છે. પણ, આકાશમાં એ ઉપનામ છે જે ઈશ્વરનું વર્ણન કરે છે. વૈકલ્પિક ભાષાંતર: તમે પૃથ્વી પર જે બાંધશો અને છોડશો તે સર્વને ઈશ્વર આકાશમાં મંજૂર કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Matthew 16:21

Connecting Statement:

ઈસુ પ્રથમ વાર શિષ્યોને કહે છે કે ઈસુ ટૂંક સમયમાં મૃત્યુ પામશે.

suffer many things at the hand of the elders and chief priests and scribes

અહીં હાથ એ સામર્થ્યનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: જ્યાં વડીલો, મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ તેમને પીડા આપશે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

scribes, be killed, and be raised back to life on the third day

અહીં ‘ફરી જીવંત કરવું’ એ રૂઢીપ્રયોગ છે કે જેનો ઉપયોગ મૃત્યું પામેલા મનુષ્યને ફરી જીવંત કરવાના અર્થમાં છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વડીલો અને મુખ્ય યાજકો ઈસુ પર આરોપ મૂકશે અને અન્ય લોકો ઈસુને મારી નાખશે. વૈકલ્પિક ભાષાંતર: શાસ્ત્રીઓ. ત્યારબાદ લોકો તેમને મારી નાખશે, અને ઈશ્વર ત્રીજા દિવસે તેમને ફરીથી જીવંત કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

the third day

“ત્રીજું એ ત્રણનું રૂપ છે” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-ordinal)

Matthew 16:22

Then Peter took him aside

ઈસુએ તેઓને પ્રથમવાર કહ્યું કે ઈસુ ટૂંક સમયમાં મૃત્યુ પામશે (કલમ 21). તેમણે પહેલીવાર આમ કહ્યા પછી આ બાબત શિષ્યોને ઘણીવાર કહી. અહીં પ્રથમવાર પિતર ઈસુને એક બાજુએ લઈ જાય છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

Peter took him aside

કોઈ સાંભળે નહીં તે રીતે પિતરે ઈસુને કહ્યું.

May this be far from you

આ એક રૂઢીપ્રયોગ છે એવું તમને કદી ન થાઓ. વૈકલ્પિક ભાષાંતર: ના અથવા કદી નહીં અથવા ઈશ્વર એમ થવા ન દો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Matthew 16:23

Get behind me, Satan! You are a stumbling block to me

ઈસુનો અર્થ એ છે કે પિતર શેતાનની જેમ વર્તન કરી રહ્યો છે કારણ કે જે હેતુ માટે ઈશ્વરે તેમને મોકલ્યા છે તે પૂર્ણ કરવાથી ઈસુને અટકાવવા માટે પિતર પ્રયત્ન કરે છે. વૈકલ્પિક ભાષાંતર: મારી પાછવાડે જા, શેતાન! તું મને ઠોકર રૂપ છે અથવા "" શેતાન મારી પછવાડે જા! હું તને શેતાન કહું છું કારણ કે તું મને ઠોકરરૂપ છે” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Get behind me

મારાથી દુર જા

Matthew 16:24

to follow me

તેમની પાછળ ચાલવું એટલે કે તેમના એક શિષ્ય થવાને રજુ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “મારા શિષ્ય બનો” અથવા “મારા શિષ્ય થાઓ” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

must deny himself

પોતાની ઇચ્છા પ્રમાણે ચાલવું નહીં અથવા “પોતાની ઈચ્છાઓનો નકાર કરવો”

take up his cross, and follow me

તેનો વધસ્તંભ ઉચકી મારી પાછળ ચાલવું. વધસ્તંભ પીડા અને મૃત્યુ દર્શાવે છે. વધસ્તંભ ઉચકવો તે દર્શાવે છે કે વ્યક્તિ પીડા અને મૃત્યુ સહન કરવા તૈયાર છે. વૈકલ્પિક ભાષાંતર: ""દુઃખ અને મૃત્યુની સીમા સુધી મારી પાછળ ચાલો” અથવા પીડા અને મૃત્યુ સુધી પણ મને અનુસરવું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

and follow me

ઈસુની પાછળ ચાલવું એટલે કે તેમનું અનુકરણ કરવું. વૈકલ્પિક ભાષાંતર: “મારી પાછળ ચાલો” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Matthew 16:25

For whoever wants

જે કોઈ મારી પાછળ આવવા ચાહે છે

will lose it

આનો અર્થ એ નથી કે વ્યક્તિ આવશ્યકપણે મૃત્યુ પામશે. તે એક રૂપક છે જેનો અર્થ એ છે કે વ્યક્તિ પોતાના કરતા ઈસુને તેના જીવનમાં વધારે મહત્ત્વ આપવું. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

for my sake

કારણ કે તે મારા પર વિશ્વાસ રાખે છે અથવા “મારા માટે” અથવા “મારે લીધે”

will find it

આ રૂપકનો અર્થ એ છે કે વ્યક્તિ ઈશ્વર સાથે આત્મિક અનુભવમાં આવશે. વૈકલ્પિક ભાષાંતર: “સત્ય જીવન પ્રાપ્ત કરશે” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Matthew 16:26

For what does it profit a person ... his life?

ઈસુ પોતાના શિષ્યોને શીક્ષણ આપવા માટે પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: તે વ્યક્તિને ... તેના જીવનને લાભ નથી કરતું. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

if he gains the whole world

આખું જગત"" શબ્દ એ અદ્યતન સંપત્તિ દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: જે તે ઇચ્છે છે તે બધું પ્રાપ્ત કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hyperbole)

but forfeits his life

પણ તે તેનો જીવ ખોશે

What can a person give in exchange for his life?

ઈસુ પોતાના શિષ્યોને શીક્ષણ આપવા માટે પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ફરી જીવન પ્રાપ્ત કરવા માટે વ્યક્તિ પાસે એવું કશું જ નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Matthew 16:27

the Son of Man ... his Father ... Then he will reward

અહીં ઈસુ પોતાને ત્રીજા વ્યક્તિના રૂપમાં દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: હું, માણસનો દીકરો ... મારા પિતા ... અને હું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

is going to come in the glory of his Father

પિતાના માહિમમાં પાછા આવશે

with his angels

અને દૂતો તેમની સાથે હશે. જો તમે પ્રથમ વ્યક્તિમાં ઈસુ બોલતા હોય તે રીતે વાક્યના પ્રથમ ભાગનો અનુવાદ કરેલ છે તો તમે આ રીતે અનુવાદ કરી શકો છો અને મારા પિતાન દૂતો મારી સાથે હશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

his Father

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર પિતા અને માનવ પુત્ર ઈસુના સબંધનું વર્ણન કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

according to his actions

દરેક વ્યક્તિને તેના કામ પ્રમાણે બદલો મળશે

Matthew 16:28

Truly I say to you

હું તમને સત્ય કહું છું. ઈસુ હવે શું કહેવાના છે તે પર આ શબ્દસમૂહ ભાર મૂકે છે.

to you

જગતની બધી જ બાબતો બહુવચનમાં છે અને તે શિષ્યોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

will certainly not taste death

અહીંયા સ્વાદ એટલે કે અનુભવ. વૈકલ્પિક ભાષાંતર: મૃત્યુનો અનુભવ થશે નહીં અથવા મૃત્યુ પામશે નહીં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

until they see the Son of Man coming in his kingdom

અહીંયા તેમનું રાજ્ય તેમને રાજા તરીકે રજુ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: જ્યાં સુધી તેઓ માણસના દીકરાને રાજા તરીકે આવતો જુએ નહીં અથવા માણસનો દીકરો રાજા છે તે લોકો જ્યાં સુધી જુએ નહીં ત્યાં સુધી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)