Matthew 15

માથ્થી 15 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક ભાષાંતરો, વાંચનને સરળ બનાવવા માટે કવિતાની પ્રત્યેક પંક્તિને બાકીના લખાણ કરતાં જમણી બાજુ ગોઠવે છે. કલમ 15: 8 -9 માંની કવિતા કે જેના શબ્દો જૂના કરારમાંથી લેવામાં આવ્યા છે, તેના સબંધી યુએલટી આ પ્રમાણે ગોઠવણ કરે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

વડીલોની પરંપરા

વડીલોની પરંપરા એટલે યહૂદી ધાર્મિક આગેવાનોએ વિકસાવેલા મૌખિક નિયમો, જેના દ્વારા લોકો મૂસાના નિયમનું પાલન કરે તે સબંધી ખાતરીબદ્ધ થવા તેઓ ઈચ્છતા હતા. જો કે, તેઓ મૂસાના નિયમો કરતાં આ મૌખિક નિયમોને અનુસરવા માટે વધારે પ્રયત્ન કરતા હતા. ઈસુએ આ કારણે ધાર્મિક આગેવાનોને ઠપકો આપ્યો, અને તેના પરિણામે તે ધાર્મિક આગેવાનો ગુસ્સે થયા. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#lawofmoses)

યહૂદીઓ અને વિદેશીઓ

ઈસુના સમયના યહૂદીઓ એવું વિચારતા હતા કે ફક્ત યહૂદીઓ જ તેમની જીવનશૈલી મારફતે ઈશ્વરને પ્રસન્ન કરી શકે છે. યહૂદીઓ અને વિદેશીઓને એમ બંનેને તેમના લોકો તરીકે ઈસુ સ્વીકારશે તે તેમના અનુયાયીઓને બતાવવા માટે ઈસુએ કનાની વિદેશી સ્ત્રીની પુત્રીને સાજી કરી.

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

ઘેટું

બાઈબલ ઘણીવાર લોકોનો ઉલ્લેખ ઘેટાં તરીકે કરે છે કારણ કે ઘેટાંને તેમની સંભાળ લેવા માટે કોઈની જરૂર પડે છે. આ એટલા માટે છે કારણ કે તેઓ સારી રીતે જોઈ શકતા નથી અને તેઓ ઘણીવાર ત્યાં જાય છે જ્યાં જંગલી પ્રાણીઓ તેમને મારી નાખી શકતા હોય છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Matthew 15:1

General Information:

અગાઉના અધ્યાયની ઘટનાઓના થોડા સમય પછી જે ઘટનાઓ બની તે તરફ આ દ્રશ્ય ધ્યાન કેન્દ્રિત કરે છે. અહીં ઈસુ ફરોશીઓની ટીકાઓનો જવાબ આપે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-newevent)

Matthew 15:2

Why do your disciples violate the traditions of the elders?

અહીં ફરોશીઓ અને શાસ્ત્રીઓ ઈસુ અને તેના શિષ્યોને પ્રશ્ન કરીને ટીકા કરે છે. વૈકલ્પિક ભાષાંતર: તારા શિષ્યો આપણા વડીલોના સાંપ્રદાયનું ઉલ્લંઘન કેમ કરે છે અને નિયમોનું પાલન કેમ કરતા નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

the traditions of the elders

મૂસાના નિયમની જેમ આ નિયમો નથી. મૂસા પછીના ધાર્મિક આગેવાનો દ્વારા નિયમશાસ્ત્રના અર્થઘટન અને શિક્ષણનો આ ઉલ્લેખ કરે છે.

they do not wash their hands

હાથ ધોવા એ માત્ર હાથ સાફ કરવાની વાત નથી. આ વડીલોની સાંપ્રદાયની પ્રાસંગિક હાથ ધોવાની વાત છે. વૈકલ્પિક ભાષાંતર: તેઓ તેમના હાથ યોગ્ય રીતે ધોતા નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Matthew 15:3

Then why do you violate the commandment of God for the sake of your traditions?

ધાર્મિક આગેવાનોની ટીકા કરવા માટે ઈસુ પ્રશ્નનો જવાબ આપે છે. વૈકલ્પિક ભાષાંતર: અને હું જોઉં છું કે તમે ઈશ્વરના નિયમોનું પાલન કરવાનો નકાર કરો છો અને તમારા પૂર્વજોએ તમને જે શીખવ્યું તે અનુસરો છો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Matthew 15:4

General Information:

કલમ 4, ઈસુએ નિર્ગમનના પુસ્તકમાંથી બે વખત જણાવ્યું કે ઈશ્વર ઈચ્છે છે કે લોકો તેમના પિતાનું સન્માન કરે.

Connecting Statement:

ઈસુ ફરોશીઓને પ્રત્યુત્તર આપવાનું જારી રાખે છે.

will surely die

લોકો તેને ચોક્કસપણે મારી નાંખશે

Matthew 15:5

But you say

અહીં “તમે” એ બહુવચન છે અને ફરોશીઓ અને શાસ્ત્રીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

Matthew 15:6

Connecting Statement:

ઈસુ સતત ફરોશીઓને ઠપકો આપવાનું જારી રાખે છે.

he does not need to honor his father

પણ તમે કહો છો"" (કલમ 5) થી શરૂ થતા શબ્દોમાં અવતરણમાં અવતરણ છે. જો શક્ય હોય તો તમે તેને ગૌણ રીતે અનુવાદ કરી શકો છો. પરંતુ તમે શીખવો છો કે કોઈ વ્યક્તિ જો તેના માતા-પિતાને કહે કે તમને લાભદાયી વાનાં, જે મારે તમને આપવાના થાય તે મેં ભેટ તરીકે ઈશ્વરને અપર્ણ કરી દીધાં છે તો ત્યારબાદ તે વ્યક્તિએ તેના માતા-પિતાનું સન્માન કરવાની જરૂર નથી.. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-quotesinquotes અને /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations)

he does not need to honor his father

તે સૂચિત છે કે તેના પિતા એટલે તેના માતા-પિતા થાય છે. આનો અર્થ એ થયો કે ધાર્મિક આગેવાનો શીખવે છે કે કોઈ વ્યક્તિએ માતા-પિતા પ્રત્યે માન બતાવવાની જરૂર નથી અને સંભાળ લેવાની જરુર નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

you have made void the word of God

અહીં ઈશ્વરનું વચન ખાસ કરીને તેના નિયમોનો ઉલ્લેખ કરે છે. AT: તમે ઈશ્વરના વચનને નહીં સમાન ગણ્યું છે અથવા ""તમે ઈશ્વરના નિયમોની અવગણના કરી છે

for the sake of your traditions

કારણ કે તમારે તમારા સંપ્રદાયો ચલાવવા છે

Matthew 15:7

General Information:

કલમ 8 અને 9માં, ઈસુ યશાયા પ્રબોધકની વાત રજુ કરી ફરોશીઓ અને શાસ્ત્રીઓને ઠપકો આપે છે.

Connecting Statement:

ઈસુ ફરોશીઓ અને શાસ્ત્રીઓ સાથેનો વાર્તાલાપ પૂર્ણ કરે છે.

Well did Isaiah prophesy about you

યશાયાએ તમારા વિશે ઠીક જ કહ્યું છે

saying

એ દર્શાવે છે કે, ઈશ્વરે તેને જે કહ્યું તે યશાયાએ જણાવ્યું. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરે તેને જે કહ્યું તે તેણે જણાવ્યું ત્યારે.” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Matthew 15:8

This people honors me with their lips

અહીં હોઠ એ બોલવાની ક્રિયા રજુ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: આ લોકો મારા વિશે સારું સારું બોલે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

me

આ શબ્દની સર્વ ઘટનાઓ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે

but their heart is far from me

અહીંયા હૃદય એ વ્યક્તિના વિચારો અથવા લાગણીઓનો ઉલ્લેખ કરે છે. આ શબ્દ રજુ કરે છે કે લોકો ખરેખર ઈશ્વરને સમર્પિત નથી. વૈકલ્પિક ભાષાંતર: પરંતુ તેઓ ખરેખર મને પ્રેમ કરતા નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Matthew 15:9

They worship me in vain

તેઓ ફોકટ મારી ભક્તિ કરે છે અથવા “તેઓ ભક્તિનો ઢોંગ કરે છે”

the commandments of people

માણસોની આજ્ઞાઓ શીખવે છે

Matthew 15:10

Connecting Statement:

ઈસુ ટોળાને અને તેમના શિષ્યોને શીખવે છે કે કઈ બાબત વ્યક્તિને અશુદ્ધ કરે છે અને શા માટે ફરોશીઓ અને શાસ્ત્રીઓ તેની ટીકા કરવા સબંધી ખોટા હતા.

Matthew 15:11

enters into the mouth ... comes out of the mouth

વ્યક્તિ શું ખાય છે અને વ્યક્તિ શું કહે છે તે વચ્ચેના તફાવતને ઈસુ દર્શાવે છે. ઈસુનો અર્થ છે કે વ્યક્તિ જે ખાય છે તેના કરતાં વ્યક્તિ જે કહે છે તે ઈશ્વર માટે વધુ મહત્વનું છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Matthew 15:12

the Pharisees were offended when they heard this statement

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: આ નિવેદન ફરોશીઓને ક્રોધિત કરે છે અથવા આ નિવેદન ફરોશીઓને નાખુશ કરે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 15:13

Every plant that my heavenly Father has not planted will be rooted up

આ એક રૂપક છે. ઈસુનો અર્થ એ છે કે ફરોશીઓ ખરેખર ઈશ્વરના નથી, તેથી ઈશ્વર તેમને દૂર કરશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

my heavenly Father

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર પિતા અને ઈસુના સબંધનું વર્ણન કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

will be rooted up

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: મારા પિતા તેને ઉખેડી કાઢશે અથવા ઈશ્વર તેને જમીનદોસ્ત કરશે અથવા ઈશ્વર તેઓનો નાશ કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 15:14

Let them alone

શબ્દ “તેઓને” એ ફરોશીઓનો ઉલ્લેખ કરે છે.

they are blind guides ... both will fall into a pit

ફરોશીઓનું વર્ણન કરવા ઈસુ બીજા એક રૂપકનો ઉપયોગ કરે છે. ઈસુનો કહેવાનો અર્થ એ છે કે ફરોશીઓ ઈશ્વરના નિયમો અને તેમને કેવી રીતે પ્રસન્ન કરવા તે સમજતા નથી. તેથી, તેઓ ઈશ્વરને પ્રસન્ન કરવા વિશે તેઓ બીજાઓને પણ શીખવી શકે નહીં. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Matthew 15:15

Connecting Statement:

માથ્થી. 15:13-14 મા ઈસુએ જે દ્રષ્ટાંત કહ્યું તેનો મર્મ સમજાવા માટે પિતર ઈસુને કહે છે.

to us

તમો શિષ્યોને

Matthew 15:16

Connecting Statement:

માથ્થી. 15:13-14 માં ઈસુએ જે દ્રષ્ટાંત કહ્યું હતું તેનો અર્થ ઈસુ સમજાવે છે.

Are you also still without understanding?

દ્રષ્ટાંતનો અર્થ ના સમજવાના લીધે ઈસુ પ્રશ્ન પૂછવા દ્વારા શિષ્યોને ઠપકો આપે છે. વધુમાં “તમે” પર ભાર મૂકવામાં આવ્યો છે. ઈસુને એ બાબત સ્વીકાર્ય જ નથી કે તેમના શિષ્યો દ્રષ્ટાંત સમજ્યા નહીં. વૈકલ્પિક ભાષાંતર: “હું દિલગીર છું મારા શિષ્યો કારણ કે તમે હજીપણ હું જે શીખવું છું તે સમજતા નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Matthew 15:17

Do you not yet see ... into the latrine?

ઈસુ શિષ્યોને ઠપકો આપે છે કારણ કે તેઓ દ્રષ્ટાંત સમજ્યા નહીં. વૈકલ્પિક ભાષાંતર: ચોક્કસપણે તમે સમજો છો ... કે સંડાસમાં નીકળી જાય છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

passes into the stomach

જે પેટમાં જાય છે

latrine

શરીરના કચરાને જમીનમાં દાટી દેવાના સ્થાન વિશેનો આ હળવો શબ્દ છે.

Matthew 15:18

Connecting Statement:

માથ્થી. 15:13-14 માં ઈસુએ જે દ્રષ્ટાંત કહ્યું હતું તેનો અર્થ સમજાવવાનું ઈસુ જારી રાખે છે.

the things that come out of the mouth

વ્યક્તિ શું કહે છે તેનો ઉલ્લેખ છે. વૈકલ્પિક ભાષાંતર: વ્યક્તિ જે વાત કહે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

from the heart

અહીંયા હૃદય એ વ્યક્તિના મન અથવા અંતઃકરણનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: વ્યક્તિની અંદરથી અથવા વ્યક્તિના હૃદયમાંથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Matthew 15:19

murder

નિર્દોષ લોકોનું ખૂન કરવાનું કૃત્ય

Matthew 15:20

to eat with unwashed hands

આનો ઉલ્લેખ વડીલોના સંપ્રદાય પ્રમાણે હાથ ધોયા વિના ખાવું તે છે. વૈકલ્પિક ભાષાંતર: ""પોતાના હાથ ધોયા વિના ખાવું

Matthew 15:21

General Information:

ઈસુ કનાની સ્ત્રીની દીકરીને સાજી કરે છે તેનું આ વર્ણન છે.

Jesus went away

તે સૂચિત છે કે શિષ્યો ઈસુ સાથે ગયા હતા. વૈકલ્પિક ભાષાંતર: ઈસુ અને તેના શિષ્યો બહાર ગયા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Matthew 15:22

Behold, a Canaanite woman came out

જુઓ"" શબ્દ આપણને વૃતાંતમા નવા વ્યક્તિના આગમન વિશે સાવધ કરે છે. તમારી ભાષામાં આ સૂચિત કરવાની કોઈ અલગ રીત હોઈ શકે છે. વૈકલ્પિક ભાષાંતર: ""એક કનાની સ્ત્રી હતી જે આવી

a Canaanite woman came out from that region

તે પ્રદેશમાંથી આવેલી સ્ત્રી કે જે કનાની લોકોના સમૂહની છે તેને કનાની કહેવામાં આવતી હતી. આ સમયે કનાન દેશ અસ્તિત્વમાં હતો નહીં. તે સ્ત્રી, તૂર અને સિદોનના શહેરો નજીક રહેતા લોકોના સમૂહનો એક ભાગ હતી.

Have mercy on me

આ શબ્દસમૂહ સૂચવે છે કે તે સ્ત્રી વિનંતી કરે છે કે ઈસુ તેની દીકરીને સાજી કરે. વૈકલ્પિક ભાષાંતર: દયા કરો અને મારી દીકરીને સાજી કરો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Son of David

ઈસુ દાઉદના પ્રત્યક્ષ પુત્ર ન હતા તેથી આનો અનુવાદ દાઉદના વંશજ તરીકે કરવો જોઈએ. જો કે, દાઉદનો દીકરો મસીહ માટે પણ ઉપનામ છે, અને સ્ત્રી કદાચ આ શિર્ષકથી ઈસુને સંબોધી રહી હતી.

My daughter is severely demon-possessed

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: અશુદ્ધ આત્મા મારી દીકરીને ભયંકર રીતે સતાવે છે અથવા અશુદ્ધ આત્મા મારી દીકરીને ભયંકર રીતે સતાવે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 15:23

did not answer her a word

અહીં “વચન” એ વ્યક્તિ શું કહે છે તે રજુ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “કઈ પણ કહ્યું નહીં. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Matthew 15:24

I was not sent to anyone

આને સક્રિય રૂપમાં દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરે મને બીજા કોઈના માટે મોકલ્યો નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

to the lost sheep of the house of Israel

આ ઇઝરાએલની સમગ્ર રાષ્ટ્રની તુલના ઘેટાં સાથે કરે છે કે જે તેમના ઘેટાંપાળકથી દૂર ચાલ્યા ગયા છે. જુઓ કે તમે [માથ્થી 10: 6] (..//6/md)માં આનો અનુવાદ કેવી રીતે કર્યો છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Matthew 15:25

she came

કનાની સ્ત્રી આવી

bowed down before him

ઈસુ સમક્ષ તે સ્ત્રીએ પોતાને નમ્ર કરી તેને આ દર્શાવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-symaction)

Matthew 15:26

It is not right to take the children's bread and throw it to the little dogs

ઈસુ કહેવતથી સ્ત્રીને જવાબ આપે છે. તેનો સર્વસામાન્ય અર્થ એ છે કે યહૂદીઓ એવું માને છે કે જે યહૂદીઓનું છે તે બિન-યહૂદીઓને આપવું યોગ્ય નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-proverbs)

the children's bread

અહીંયા રોટલી એ ખોરાકનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: બાળકોનો ખોરાક (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

the little dogs

યહૂદીઓ કુતરાને અશુદ્ધ પ્રાણી માને છે. અહીં કુતરા શબ્દનો ઉપયોગ બિન યહૂદીઓને દર્શાવવા માટે છે.

Matthew 15:27

even the little dogs eat some of the crumbs that fall from their masters' tables

ઈસુ જે રીતે કહેવતમાં બોલે છે તે જ રીતે તે સ્ત્રી પણ ઈસુને ઉત્તર આપે છે. તેનો અર્થ એ છે કે યહૂદીઓ જે વસ્તુઓ ફેંકી દે છે તેમની કંઈક બિન-યહૂદીઓને પ્રાપ્ત થવી જોઈએ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

the little dogs

લોકો કૂતરાઓને ઘરેલું પ્રાણી તરીકે રાખે છે તે શબ્દનો અહીં ઉપયોગ કરો. જુઓ કે તમે આનો અનુવાદ [માથ્થી 15:26] (../15/26.md)માં કેવી રીતે કર્યો છે.

Matthew 15:28

let it be done

આને સક્રીય રૂપમાં દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “હું તે પ્રમાણે કરીશ” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Her daughter was healed

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ઈસુએ તેની દીકરીને સાજી કરી અથવા તેણીની દીકરી સાજી થઈ ગઈ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

from that hour

આ એક રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક ભાષાંતર: બરાબર તે જ સમયે અથવા તરત જ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Matthew 15:29

General Information:

ચાર હજાર લોકોને જમાડવા વિશેનો ચમત્કાર ટૂંક સમયમાં ઈસુ કરવાના છે તે વિશેની પૂર્વભૂમિકા આ કલમોમાં દર્શાવાયેલ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

Matthew 15:30

lame, blind, crippled, and mute people

જેઓ ચાલી ન શકે, જેઓ જોઈ ન શકે, જેઓ વાત ન કરી શકે અને જેઓના હાથ અને પગ કામ કરતા નહોય

They presented them at his feet

દેખીતી રીતે આમાંના કેટલાક બીમાર અથવા અપંગ લોકો હતા જેઓ ઉભા થવામાં અસમર્થ હતા, તેથી જ્યારે તેમના મિત્રો તેમને ઈસુ પાસે લાવ્યા અને તેઓએ તેમને ઈસુની આગળ મૂક્યા. વૈકલ્પિક ભાષાંતર: ""લોકોની ભીડ બીમાર લોકોને ઈસુની સમક્ષ લાવીને મુકે છે

Matthew 15:31

the crippled made well

આને સક્રિય રૂપમાં કહી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “પગથી અપંગ માણસ સાજો થયો” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

the crippled ... the lame ... the blind

આ નામાંકિત વિશેષણોને વિશેષણ તરીકે વર્ણવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: અપંગ લોકો ... ચાલી ના શકે તેવા અપંગ લોકો ... અંધ લોકો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-nominaladj)

Matthew 15:32

Connecting Statement:

અહીં ઈસુ સાત રોટલી અને થોડી માછલીઓ મારફતે ચાર હજાર લોકોને ખોરાક પૂરો પાડે છે તેનું વર્ણન છે.

without eating, or they may faint on the way

ખોરાક વિના કદાચને તેઓ માર્ગમાં નિર્ગત થઈ જાય.

Matthew 15:33

Where can we get enough loaves of bread in such a deserted place to satisfy so large a crowd?

શિષ્યો પ્રશ્નનો ઉપયોગ કરી જણાવે છે કે ભીડ માટે ખોરાક મેળવવાનું સ્થળ ક્યાંય નથી. વૈકલ્પિક ભાષાંતર: ત્યાં કોઈ એવું સ્થળ નજીક નથી કે અમે આ મોટી મેદની/ભીડ માટે પૂરતો ખોરાક મેળવી શકીએ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Matthew 15:34

Seven, and a few small fish

સમજાયેલી માહિતી સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: સાત રોટલી અને થોડી માછલીઓ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Matthew 15:35

to sit down on the ground

તમારી ભાષામાં અનુવાદ કરો કે જ્યારે જમવા માટે મેજ ન હોય ત્યારે કેવી રીતે બેસીને ભોજન કરવું.

Matthew 15:36

He took the seven loaves and the fish

ઈસુએ સાત રોટલી અને થોડી માછલીઓ હાથમાં લીધી

he broke the loaves

રોટલી ભાંગી

gave them

અને રોટલી અને માછલી વહેંચી

Matthew 15:37

they gathered up

શિષ્યોએ ભેગુ કર્યું’ અથવા “અમુક લોકોએ ભેગું કર્યું”

Matthew 15:38

Those who ate

જે લોકોએ ખાધું

four thousand men

તેઓ 4,000 પુરુષો હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-numbers)

Matthew 15:39

the region

તે પ્રદેશ

Magadan

તે વિસ્તારને લોકો “મગદલા” તરીકે ઓળખે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)