Matthew 14

માથ્થી 14 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કલમ 1 અને 2 અધ્યાય 13થી શરુ થયેલ વૃતાંતને જારી રાખે છે. 3-12 કલમ તે વૃતાંતને અટકાવીને અગાઉ જે બાબતો બની હતી તે વિશે વાત કરે છે, સંભવતઃ આ બાબતો ઈસુનું પરીક્ષણ શેતાને કર્યા પછીની છે (જુઓ માથ્થી 4:12). કલમ 2 નો વૃતાંત હવે કલમ 13 જારી રાખે છે. કલમ 3-12 માં એવા શબ્દો હોવાની ખાતરી કરો કે જે વાંચકને જણાવે કે આગળ વાત જારી કરતા પહેલાં માથ્થીએ તેના વૃતાંતને નવી માહિતી આપવાથી અટકાવી દીધો છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

નિષ્ક્રિય વાણી

આ અધ્યાયમાં ઘણા વાક્યો એમ દર્શાવે છે કે કોઈક વ્યક્તિ સાથે કોઈક ઘટના બની હતી પરંતુ તે વાક્યો ઘટનાંનું કારણ અને ઘટના વિશે જણાવતા નથી. ઉદાહરણ તરીકે, લેખક એ જણાવતા નથી કે યોહાન બાપ્તિસ્તનું માથું હેરોદિયાની પુત્રી પાસે કોણ લાવ્યું (માથ્થી 14:11). તમારે આ વાક્યનું અનુવાદ કરવું જોઈએ કે જેથી તે વાચકોને કહે કે આ કાર્ય કરનાર કોણ છે. (જુઓ:/WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 14:1

General Information:

આ કલમ વર્ણન કરે છે કે ઈસુ વિશે સાંભળીને હેરોદ પર કેવી અસર પડે છે. વૃતાંતમાં જે ઘટનાઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે તે ઘટનાઓ પછી સુવાર્તામાં આ ઘટના આવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-events)

About that time

તે દિવસોમાં અથવા “જ્યારે ઈસુ ગાલીલમાં સેવાકાર્ય કરતા હતા ત્યારે’

heard the news about Jesus

ઈસુના કાર્યનો અહેવાલ મેળવ્યો અથવા “ઈસુની કીર્તિ વિશે સાંભળ્યું”

Matthew 14:2

He said

હેરોદે કહ્યું

has risen from the dead

શબ્દ મૃત્યુમાંથી સર્વ મૃત્યુ પામેલા લોકો વિશે કહે છે. મૃત્યુમાંથી ઊભા થવું એટલે કે ફરી જીવંત થવું.

Therefore these powers are at work in him

તે સમયે કેટલાક યહૂદીઓ માનતા હતા કે જો કોઈ વ્યક્તિ મૃત્યુમાંથી પાછો આવ્યો હોય તો તેની પાસે શકિતશાળી કાર્યો કરવાની શક્તિ હશે.

Matthew 14:3

General Information:

ઈસુ વિશે હેરોદે સાંભળ્યા પછી હેરોદે આપેલ પ્રતિક્રિયાના કારણને દર્શાવવા માટે માથ્થી યોહાન બાપ્તિસ્તના મૃત્યુને ઘટનાને વિગતવાર વર્ણવે છે.

Connecting Statement:

અહીં લેખક વર્ણન કરે છે કે યોહાન બાપ્તિસ્તનો વધ હેરોદે કેવી રીતે કર્યો હતો. આ ઘટના અગાઉની કલમોમાં પણ જોવા મળે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-events)

Herod had arrested John, bound him, and put him in prison

તે કહે છે કે હેરોદે આ બધી બાબતો કરી હતી કારણ કે તેણે તેના માટે બીજાઓને તે પ્રમાણે કરવાનું કહ્યું હતું. વૈકલ્પિક ભાષાંતર: હેરોદે તેના સૈનિકોને યોહાન બાપ્તિસ્તની ધરપકડ કરી બાંધીને લાવવા અને તેને જેલમાં મૂકવા આદેશ આપ્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Philip's wife

ફીલીપ હેરોદનો ભાઈ હતો. હેરોદે તેના ભાઈ ફીલીપની પત્નીને પોતાની કરી લીધી હતી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

Matthew 14:4

For John has said ... to have her

જો આવશ્યકતા હોય, તો 14: 3-4 માં થયેલ ઘટનાઓને તેના ક્રમમાં, જેમ યુ.એસ.ટી.માં છે તેમ, રજૂ કરી શકો છો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-events)

For John had said to him, ""It is not lawful for you to have her.

જો આવશ્યક હોય, તો આને પરોક્ષ અવતરણ તરીકે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: યોહાને હેરોદને કહ્યું હતું કે હેરોદિયાને તેની પત્ની તરીકે રાખવી હેરોદ માટે યોગ્ય નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations)

For John had said to him

યોહાને હેરોદ વિશે કહેવાનું ચાલુ રાખ્યું

It is not lawful

જ્યારે હેરોદે હેરોદીયાં સાથે લગ્ન કર્યા ત્યારે ફીલીપ જીવિત હતો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Matthew 14:5

he feared

હેરોદ ગભરાયો

they regarded him

તેઓ યોહાન વિશે માનતા હતા

Matthew 14:6

in their midst

તમે અસ્પષ્ટ માહિતી સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: જન્મદિવસની ઉજવણીમાં મહેમાનોની હજુરાતમાં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Matthew 14:8

After being instructed by her mother

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: તેની માતાએ તેને સૂચના આપી હતી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

After being instructed

સંબોધવું અથવા કહેવું

she said

હેરોદીયાની દીકરીએ હેરોદને કહ્યું

a platter

એક મોટી થાળીમાં

Matthew 14:9

The king was very upset

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: તેણીની વિનંતી રાજાને ખૂબ જ નિરાશ બનાવી દે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

The king

હેરોદ રાજા

he ordered that it be granted to her

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: તેણીએ જે કહ્યું તે પ્રમાણે કરવા માટે તેણે તેના માણસોને આદેશ આપ્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 14:10

Connecting Statement:

હેરોદે યોહાન બાપ્તિસ્તને કેવી રીતે મારી નંખાવ્યો તે માહિતીનો અહીં અંત આવે છે.

Matthew 14:11

his head was brought on a platter and given to the girl

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: કોઈએ તેનું માથું થાળીમાં લાવી છોકરીને આપ્યું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

a platter

મોટી થાળી

the girl

અપરણિત તરુણી માટેનો શબ્દ વાપરવો

Matthew 14:12

his disciples

યોહાનના શિષ્યો

the corpse

મૃત દેહ

they went and told Jesus

આ નિવેદનનો સંપૂર્ણ અર્થ સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: યોહાનના શિષ્યોએ ઈસુને જઈને યોહાન બાપ્તિસ્તનું શું થયું હતું તેની જાણ કરી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Matthew 14:13

General Information:

આ કલમો ઈસુ પાંચ હજાર લોકોને ખોરાક આપે છે તે ચમત્કારની માહિતી રજુ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

Connecting Statement:

આ કલમો એ બાબત વર્ણવે છે કે હેરોદે યોહાન બાપ્તિસ્તને મારી નંખાવ્યો તે વાત સાંભળીને ઈસુએ કેવી પ્રતિક્રિયા આપી.

Now

અહીં આ શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીં માથ્થી સુવાર્તાના નવા ભાગની શરૂઆત કરે છે.

heard this

યોહાનને શું થયું હતું તે જાણ્યું અથવા “યોહાન વિશેની માહિતી પ્રાપ્ત કરી”

he withdrew

ઈસુ ગયા અથવા ટોળાથી દૂર ઈસુ ઉજ્જડ ઠેકાણે ગયા. તે સૂચિત છે કે ઈસુના શિષ્યો તેમની સાથે ગયા હતા. વૈકલ્પિક ભાષાંતર: ઈસુ અને તેમના શિષ્યો બીજે ઠેકાણે ગયા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

from there

તે પ્રદેશથી

When the crowds heard of it

જ્યારે ટોળાએ સાંભળ્યું કે ઈસુ ગયા છે અથવા “જ્યારે ટોળાએ જાણ્યું કે ઈસુ બીજે ઠેકાણે ગયા છે”

the crowds

લોકોનું ટોળું અથવા “લોકોનું મોટું ટોળું” અથવા “લોકો”

on foot

આનો અર્થ એ છે કે લોકો ચાલતા હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Matthew 14:14

Then Jesus came before them and saw the large crowd

જ્યારે ઈસુ કિનારે આવ્યા, ત્યારે તેમણે મોટું ટોળું નિહાળ્યું

Matthew 14:15

Connecting Statement:

ઈસુ ત્યારે ફક્ત પાંચ નાની રોટલી અને બે નાની માછલીઓ મારફતે પાંચ હજાર લોકોને ખોરાક પૂરો પાડે છે તે ઘટનાની વાત અહીં શરૂ થાય છે.

the disciples came to him

ઈસુના શિષ્યો તેમની પાસે આવ્યા

Matthew 14:16

They have no need

લોકોના ટોળાની બીજી કોઈ જરૂરીયાત નથી

You give them something

શબ્દ “તમે” બહુવચન છે જે શિષ્યોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

Matthew 14:17

They said to him

શિષ્યોએ ઈસુને કહ્યું

five loaves of bread

પાંચ નાની શેકેલી રોટલીઓ છે

Matthew 14:18

Bring them here to me

ઈસુએ કહ્યું તે રોટલી અને માછલી મારી પાસે લાવો

Matthew 14:19

Connecting Statement:

ઈસુએ પાંચ હજારને જમાડ્યા તે ઘટનાનું વૃતાંત અહીં પૂર્ણ થાય છે.

to sit down

નીચે બેસવું. તમારી સંસ્કૃતિમાં લોકો જે રીતે જમવા બેસતા હોય તે સ્થિતિને દર્શાવતા ક્રિયાપદનો ઉપયોગ કરો.

He took

તેમણે હાથમાં રોટલીઓ લીધી. તેમની પાસેથી રોટલીઓ છીનવી લીધી નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

broke the loaves

રોટલીઓ ભાંગી

the loaves

રોટલીના ટુકડા અથવા “બધી રોટલીઓ”

Looking up

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) “ઉપર જોતાં જોતા” અથવા 2) “ઉપર જોયા પછી.”

Matthew 14:20

and were filled

આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: જ્યાં સુધી તેઓ ધરાયા નહીં અથવા જ્યાં સુધી તેઓની ભૂખ તૃપ્ત થઇ નહીં ત્યાં સુધી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

they took up

શિષ્યોએ ટોપલીઓ ભરી અથવા “કેટલાક લોકોએ ટોપલીઓ ભરી”

twelve baskets full

12 ટોપલીઓ ભરી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-numbers)

Matthew 14:21

Those who ate

જેઓએ રોટલી અને માછલી ખાધી તેઓ

five thousand men

5000 લોકો હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-numbers)

Matthew 14:22

General Information:

અહીં આ કલમો ઈસુ પાણી પર ચાલે છે તે ચમત્કારનું વર્ણન કરે છે.

Connecting Statement:

આ ઘટના ઈસુએ પાંચ હજારને જમાડ્યા ત્યાર પછી તરત જ બને છે.

Immediately he made

ઈસુ પાંચ હજારને જમાડ્યા પછી તરત જ ઈસુ

Matthew 14:23

When evening came

મોડી રાત્રે અથવા “અંધકાર થયો ત્યારે”

Matthew 14:24

being tossed about by the waves

અને સામે પવન હોવાને લીધે શિષ્યો નાવને કાબુ ન કરી શક્યા

Matthew 14:25

In the fourth watch of the night

ચોથા પહોરનો સમય એટલે કે સવારના 3 વાગ્યાથી સૂર્યોદય થાય તે વચ્ચેનો સમય. વૈકલ્પિક ભાષાંતર: ""વહેલી સવારે

walking on the sea

ઈસુ પાણી પર ચાલે છે

Matthew 14:26

they were terrified

તેઓ ભયભીત થયા

a ghost

એક આત્મા જેણે મૃત્યુ પામેલા વ્યક્તિના શરીરનો ત્યાગ કર્યો છે

Matthew 14:28

Peter answered him

પિતરે ઈસુને ઉત્તર આપ્યો

Matthew 14:30

when Peter saw the strong wind

અહીંયા પવન જોઈને એટલે કે તે પવન વિશે સભાન થયો. વૈકલ્પિક ભાષાંતર: જ્યારે પિતરે જોયું કે પવન મોજાંઓને આગળ-પાછળ ફંગોળી રહ્યો હતો અથવા ""પવન કેટલો ભારે હતો એ તેને સમજાયું ત્યારે” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Matthew 14:31

You of little faith, why

ઓ અલ્પવિશ્વાસી. ઈસુએ પિતરને કહ્યું કારણ કે પિતર ભયભીત થઈ ગયો હતો. આને ઉદ્ગાગાર વાક્ય તરીકે પણ અનુવાદ કરી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""તું અલ્પવિશ્વાશી કેમ છે! કેમ?

why did you doubt?

ઈસુ પ્રશ્ન મારફતે પિતરને કહે છે કે તને સંદેહ હોવો જોઈએ નહીં. પિતરને સંદેહ હોવો જોઈએ નહીં તે તમે સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: "" હું તને ડૂબવાથી બચાવી શકું છું તે વિશે તારે સંદેહ રાખવો જોઈએ નહીં"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion અને /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Matthew 14:33

Son of God

ઈસુ માટે આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર સાથેના તેમના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

Matthew 14:34

Connecting Statement:

આ કલમો, ઈસુ પાણી પર ચાલ્યા પછી શું થયું તેનું વર્ણન કરે છે. લોકો ઈસુની સેવાનો જવાબ કેવી રીતે આપી રહ્યા હતા તેનો સારાંશ આ કલમો આપે છે.

When they had crossed over

જ્યારે ઈસુ અને તેમના શિષ્યો સમુદ્રની બીજી બાજુ પહોંચ્યા.

Gennesaret

ગાલીલના સમુદ્રના ઉત્તર-પશ્ચિમ કિનારા તરફનું આ એક નાનું શહેર હતું. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

Matthew 14:35

they sent messages

ત્યાના લોકોએ સંદેશા મોકલાવ્યા

Matthew 14:36

They begged him

બીમાર લોકોએ તેને વિનંતી કરી

his garment

તેમનો ઝભ્ભો અથવા “તેમણે જે પહેર્યું હતું તેને”

were healed

આને સક્રિય રૂપમાં દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર: “લોકો સાજા થયા” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)