Mark 15

માર્ક15સામાન્ય નોંધો

આ અધ્યાયમાંનાવિશિષ્ટખ્યાલો

મંદિરનો પડદો ફાટીને બે ટુકડા થઇ ગયા

મંદિરનો પડદો એક મહત્વપૂર્ણ પ્રતીક હતો જે બતાવતો હતો કે લોકોને ઈશ્વર સાથે વાત કરવા માટે કોઈની જરૂર હતી. તેઓ ઈશ્વરસાથે સીધા વાત કરી શકતા નહીં કારણ કે સર્વ લોકો પાપી છે અને ઈશ્વર પાપને ધિક્કારે છે. ઈસુએ લોકોના પાપો માટે કિંમત ચૂકવી હોવાના કારણે ઈસુના લોકો હવે ઈશ્વર સાથે સીધા જ વાત કરી શકે છે તે બતાવવા ઈશ્વરે પડદાના બે ભાગ કર્યા.

કબર

કબર કે જેમાં ઈસુને દફનાવવામાં આવ્યા હતા (માર્ક 15:46) એક પ્રકારની કબર હતી જેમાં શ્રીમંત યહૂદી પરિવારો તેઓના મૃતકોને દફનાવતા હતાં. તે ખરેખર એક ઓરડો હતો જેને ખડકમાંથી કોતરવામાં આવ્યો હતો.તેની એક તરફ સપાટ જગ્યા હતી જેમાં તેઓ દેહને તેલ અને સુગંધી દ્રવ્યો લગાડીને કપડાંમાં લપેટીને રાખતા હતાં. પછી તેઓ કબરની સામે એક મોટો પથ્થર ગબડાવી દેતા જેથી કોઈ અંદર જોઈ શકે નહી કે પ્રવેશી શકે નહી.

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

કટાક્ષ

બંને ઈસુની ભક્તિ કરવાનો ઢોંગ કરીને (માર્ક 15:19) અને રાજા સાથે વાત કરવાનો ઢોંગ કરીને (માર્ક 15:18), સૈનિકો અને યહૂદીઓએ બતાવ્યું કે તેઓ ઈસુને ધિક્કારતા હતા અને તેઓ વિશ્વાસ કરતા ન હતા કે તે ઈશ્વરના પુત્ર હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-irony અને /WA-Catalog/gu_tw?section=other#mock)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

એલોઈ, એલોઈ, લમા શબકથની?

આ અરામિકનો એક શબ્દસમૂહ છે. માર્ક ગ્રીક અક્ષરોની મદદથી તેના અવાજો લખીને લખાણને અનુવાદિત કરેછે. તે પછી તેનો અર્થ સમજાવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-transliterate)

Mark 15:1

Connecting Statement:

જ્યારે મુખ્ય યાજકો, વડીલો, શાસ્ત્રીઓ અને ન્યાય સભાએ ઈસુને પિલાતને સોંપી દીધો, ત્યારે તેઓએ ઈસુ પર ઘણા ખોટા કામો કરવાનો આરોપ લગાવ્યો. જ્યારે પિલાતે પૂછ્યું કે શું તેઓએ કહ્યું તે સાચું છે, ત્યારે ઈસુએ તેનો જવાબ આપ્યો નહીં.

bound Jesus and led him away

તેઓએ ઈસુને બાંધવા કહ્યું, પરંતુ એ તો રક્ષકો હતા જેઓ તેમને ખરેખર બાંધીને દૂર લઈ ગયા હતા. બીજુ અનુવાદ: તેઓએ ઈસુને બાંધવા કહ્યું અને પછી તેમને દૂર લઈ ગયા અથવા તેઓએ સૈનિકોને ઈસુને બાંધીને લઈ જવા કહ્યું અને પછી તેઓ તેમને દૂર લઈ ગયા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

They handed him over to Pilate

તેઓ ઈસુને પિલાત પાસે લઈ જઇને સોંપી દીધા.

Mark 15:2

You say so

શક્ય અર્થો આ પ્રમાણે છે1) આમ કહીને, ઈસુ કહેતા હતા કે હું નહીં પણ પિલાત તેમને યહૂદીઓનો રાજા કહેતા હતા. બીજુ અનુવાદ: તેં પોતે જ કહ્યું છે અથવા 2) એમ કહીને ઈસુએ સૂચવ્યું કે તે યહૂદીઓનો રાજા છે. બીજુ અનુવાદ: હા, જેમ તેં કહ્યું તેમ, હું છું અથવા ""હા, જેમ તેં કહ્યું તેમ જ "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 15:3

were accusing him of many things

ઈસુ પર ઘણી બાબતોનો આરોપ લગાવી રહ્યા હતા અથવા ""એવું કહેતા હતા કે ઈસુએ ઘણા ગુનાઓ કર્યા છે

Mark 15:4

So Pilate again asked him

પિલાતે ફરીથી ઈસુને પૂછ્યું

Do you not answer at all?

આ હકારાત્મક સ્વરૂપમાં કહી શકાયછે. બીજુ અનુવાદ: ""શું તારી પાસે કોઈ ઉત્તર છે

See

જો અથવા સાંભળ અથવા ""હું તને જે કહેવા જઈ રહ્યો છું તેના પર ધ્યાન આપ

Mark 15:5

so that Pilate was amazed

પિલાતને આશ્ચર્ય થયું કે ઈસુએ જવાબ આપ્યો નહીં અને પોતાનો બચાવ કર્યો નહીં.

Mark 15:6

Connecting Statement:

ભીડ ઈસુને પસંદ કરશે, તેવી આશા રાખીને પિલાતે એક બંદીવાનને છોડવા માટેની રજૂઆત કરી, પરંતુ લોકોના ટૉળાએ તેમના બદલે બરબ્બાસને છોડવા માંગ કરી.

Now

આ શબ્દનો ઉપયોગ અહીં મુખ્ય વાર્તાની પંક્તિના વિરામ માટે કરવામાં આવ્યો છે કારણકે લેખક પર્વમાં બંદીવાનને છોડવાની પરંપરા પિલાતની વાત વિષે અને બરબ્બાસ વિષે પૃષ્ઠભૂમિ માહિતી કહેવાનું ચાલુ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

Mark 15:7

A man who was named Barabbas was in prison with the rebels

તે સમયે બરબ્બાસ નામનો એક માણસ હતો, જે બીજા કેટલાક માણસો સાથે કેદમાં હતો. તેઓએ રોમન સરકાર સામે બળવો કર્યો હતો ત્યારે તેઓએ ખૂન કર્યું હતું

Mark 15:8

to ask him to do what he usually did for them

પર્વમાં પિલાત કેદીને મુક્ત કરે છે તેનો આ ઉલ્લેખ કરે છે. આ સ્પષ્ટ કરી શકાય છે. બીજું અનુવાદ: "" જેમ તે ભૂતકાળમાં તેઓને સારુ કેદીને મુક્ત કરતો હતો તેમ તે કરે છે"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 15:10

For he knew that the chief priests had handed Jesus over to him because of envy

આ પૃષ્ઠભૂમિની માહિતી છે કે શા માટે ઈસુ પિલાતને સોંપવામાં આવ્યા હતાં. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

the chief priests ... because of envy

તેઓને ઈસુની અદેખાઈ આવી, કદાચ એટલા માટે કે તેમને ઘણાં લોકો તેમની પાછળ જતા અને તેમના શિષ્યો થતા. બીજું અનુવાદ: મુખ્ય યાજકો ઈસુની અદેખાઈ કરતા હતા. તેથી જ તેઓ અથવા મુખ્ય યાજકો ઈસુની લોકો મધ્યે જે લોકપ્રિયતા હતી તેની અદેખાઈ કરતા હતા. આ જ કારણથી તેઓ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 15:11

stirred up the crowd

લેખક મુખ્ય યાજકોને ભીડને ઉશ્કેરવા અથવા વિનંતી કરવા વિષે બોલે છે કે જાણે કે ભીડ કોઈ એક વાટકી હોય જેને તેઓ હલાવી રહ્યાં હતા. બીજું અનુવાદ: ભીડને ઉશ્કેર્યા અથવા ભીડને વિનંતી કરી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

he would release ... instead

તેઓએ ઈસુને બદલે બરબ્બાસને છોડવા વિનંતી કરી. બીજું અનુવાદ: ઈસુને બદલે છોડવા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Mark 15:12

Connecting Statement:

લોકો ઈસુના મૃત્યુ માટે પૂછે છે, તેથી પિલાત તેમને સૈનિકોને સોંપે છે, જેઓ તેમની મશ્કરી કરે છે, કાંટાનો મુગટ પહેરાવે છે, તેમને કોરડા મારે છે, અને તેમને વધસ્તંભે જડવા સારું લઈ જાય છે.

What then should I do with the King of the Jews?

પિલાત પૂછે છે કે જો તે બરબ્બાસને તેઓને સારુ છોડી દે તો તેણે ઈસુનું શું કરવું? આ સ્પષ્ટ લખી શકાય છે. બીજું અનુવાદ: જો હું બરબ્બાસને છોડું તો યહૂદીઓના રાજા સાથે મારે શું કરવું જોઈએ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 15:14

So Pilate said to them

પિલાતે ટોળાંને કહ્યું

Mark 15:15

to do what would satisfy the crowd

તેઓ તેની પાસે જે કરાવવા ચાહતા હતા તે કરીને ટોળાંને રાજી કર્યા.

He scourged Jesus

ખરેખર પિલાતે ઈસુને કોરડા માર્યા ન હતા પરંતુ તેના સૈનિકોએ માર્યા હતા.

scourged

ફટકા મારવા. કોરડા મારવા એટલે મારવું, ખાસ કરીને પીડા આપે તેવી ચાબુક વડે મારવું.

then handed him over to be crucified

પિલાતે તેના સૈનિકોને કહ્યું કે ઈસુને વધસ્તભે જડવા લઈ જાઓ. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: તેના સૈનિકોને કહ્યું કે તેને લઈ જાઓ અને વધસ્તંભે જડો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Mark 15:16

the palace (that is, the Praetorium)

આ તે જગ્યા હતી જ્યાં યરૂશાલેમમાં રોમન સૈનિકો રહેતા હતા અને જ્યારે રાજ્યપાલ યરૂશાલેમમાં હોય ત્યારે રોકાણ કરતા હતા. બીજું અનુવાદ: સૈનિક ટુકડીના નિવાસનું આંગણું અથવા ""રાજ્યપાલના નિવાસનું આંગણું

the whole cohort of soldiers

સૈનિકોની આખી ટુકડી

Mark 15:17

They put a purple robe on him

જાંબુડી રંગ(ના વસ્ત્રો) રાજવંશી લોકો પહેરતા હતા. સૈનિકો વિશ્વાસ કરતા ન હતા કે ઈસુ રાજા હતાં. તેમની મજાક ઉડાડવા માટે તેઓએ તેમને આ રીત વસ્ત્રો પહેરાવ્યા કારણ કે અન્યોએ કહ્યું હતું કે તે યહૂદીઓના રાજા છે.

a crown of thorns

કાંટાળી ડાળીઓથી ગૂંથેલો મુગટ

Mark 15:18

Hail, King of the Jews

ઊંચો હાથ કરીને જય શુભેચ્છાનો ઉપયોગ ફક્ત રોમન સમ્રાટને વધાવવા માટે જ થતો હતો. ઈસુ યહૂદીઓના રાજા છે એવો વિશ્વાસ સૈનિકોએ કર્યો નહોતો. પરંતુ તેઓએ તેમની મશ્કરી કરતા આ કહ્યું હતું. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-irony)

Mark 15:19

a reed

એક લાકડી અથવા ""એક સોટી

They knelt down

જે વ્યક્તિ ઘૂંટણે પડે છે, તે ઘૂંટણ ટેકવે છે તેથી જેઓ ઘૂંટણે પડે છે તેઓને કેટલીકવાર ઘૂંટણ ટેકવવાનું કહેવામાં આવે છે. બીજું અનુવાદ:ઘૂંટણે અથવા ઘૂંટણ ટેકવવા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Mark 15:21

they forced him to carry his cross

રોમન નિયમ મુજબ, સૈનિકો રસ્તે જતા કોઈ માણસને ભાર ઊંચકવા દબાણ કરી શકે છે. આ બનાવમાં, તેઓએ સિમોનને ઈસુનો વધસ્તંભ ઊંચકવા ફરજ પાડી.

from the country

શહેરની બહારની બાજુથી

A certain man, ... Rufus), and

આ તે માણસ વિષેની પૃષ્ઠભૂમિની માહિતી છે જેને સૈનિકોએ ઈસુનો વધસ્તંભ ઊંચકવાની ફરજ પાડી હતી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

Simon ... Alexander ... Rufus

આ પુરુષોના નામ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

Cyrene

આ એક સ્થળનું નામ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

Mark 15:22

Connecting Statement:

સૈનિકો ઈસુને ગુલગુથા લાવે છે, જ્યાં તેઓએ તેને બે બીજા લોકો સાથે વધસ્તંભે ચઢાવ્યો. ઘણા લોકોએ તેની મશ્કરી કરી.

Place of a Skull

ખોપરીની જ્ગ્યા અથવા ખોપરીનું સ્થળ. આ એક સ્થળનું નામ છે. તેનો અર્થ એ નથી કે ત્યાં ઘણી બધી ખોપરીઓ હતી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

Skull

ખોપરી એ માથાના હાડકાં અથવા માંસ વિનાનું માથું છે.

Mark 15:23

wine mixed with myrrh

બોળ ભેળેલો દ્રાક્ષારસ એ પીડાને દૂર કરનારી દવા છે તે સમજાવવું મદદરૂપ થશે. બીજું અનુવાદ: "" દવાની સાથે દ્રાક્ષારસ ભેળવવામાં આવે છે તેને બોળ કહે છે"" અથવા "" પીડા દૂર કરનારી દવા સાથે દ્રાક્ષારસ ભેળવવામાં આવે છે તેને બોળ કહે છે"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 15:25

the third hour

ત્રીજું અહીં એક ક્રમવાચક નંબર છે. આનો અર્થ સવારે નવના સમયનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: સવારે નવ વાગે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-ordinal)

Mark 15:26

the charge against him

જે ગુનો કર્યાનો આરોપ તેઓ તેના પર મૂકતા હતા

Mark 15:27

one on the right of him and one on his left

આ વધુ સ્પષ્ટ રીતે લખી શકાય છે. બીજું અનુવાદ: એક તેમની જમણી બાજુના વધસ્તંભ પર અને એક તેની ડાબી બાજુના વધસ્તંભ પર (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 15:29

shaking their heads

આ એક ક્રિયા છે જે દ્વારા લોકો દર્શાવે છે કે તેઓએ ઈસુનો નકાર કર્યો.

Aha!

આ મશ્કરી માટેનું ઉદ્ગારવાચક છે. તમારી ભાષામાં યોગ્ય ઉદ્ગારવાચકનો ઉપયોગ કરો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-exclamations)

You who would destroy the temple and rebuild it in three days

ઈસુએ અગાઉ જે બાબત કરવા વિશે ભવિષ્યવાણી કરી હતી તેનો ઉલ્લેખ લોકો તેમની આગળ કરે છે. બીજું અનુવાદ: તેં જે એમ કહેતો હતો કે હું મંદિરને પાડી નાખીશ અને ત્રણ દિવસમાં પાછું બાંધીશ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 15:31

In the same way

આ બાબત ઇસુ પાસેથી પસાર થતા લોકો જે રીતે તેમની મશ્કરી કરતા હતા તે દર્શાવે છે.

were mocking him with each other

માંહોંમાહે ઈસુની ઠઠ્ઠા મશ્કરી કરી રહ્યા હતા

Mark 15:32

Let the Christ, the King of Israel, come down

આગેવાનો વિશ્વાસ કરતા ન હતા કે, ઈસુ એ ખ્રિસ્ત, ઇઝરાએલના રાજા છે, બીજું અનુવાદ: તે પોતાને ખ્રિસ્ત અને ઇઝરાએલનો રાજા કહે છે. તો તે નીચે ઊતરી આવે અથવા ""જો તે ખરેખર ખ્રિસ્ત અને ઇઝરાએલનો રાજા છે, તો તે નીચે ઊતરી આવે "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-irony)

believe

ઈસુમાં વિશ્વાસ કરવાનો અર્થ. બીજું અનુવાદ: તેનામાં વિશ્વાસ કરો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

taunted

ઠઠ્ઠા કર્યા , અપમાન કર્યુ

Mark 15:33

Connecting Statement:

બપોરના ત્રણ કલાકે આખા દેશમાં અંધકાર છવાઈ ગયો ત્યારે ઈસુએ મોટે ઘાંટે બૂમ પાડી અને પોતાનો પ્રાણ છોડ્યો. ઈસુએ પોતાનો પ્રાણ છોડ્યો ત્યારે મંદિરનો પડદો ઉપરથી તે નીચે સુધી ફાટીને તેના બે ભાગ થઈ ગયા.

the sixth hour

આ બપોરનો ઉલ્લેખ કરે છે અથવા બપોરના 12વાગ્યે.

darkness came over the whole land

અહીં લેખકે વર્ણન કર્યુ છે કે બહાર અંધકાર છવાઇ ગયો જાણે કે અંધકાર એ એક લહેર છે અને ભૂમિ પર ફરી વળી છે. બીજું અનુવાદ: આખી ભૂમિ પર અંધકાર છવાઈ ગયો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Mark 15:34

At the ninth hour

આ બપોરના ત્રણ વાગ્યાનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: બપોરના ત્રણ વાગ્યે અથવા ""ભરબપોર

Eloi, Eloi, lama sabachthani

આ અરામિક શબ્દો છે જેની નકલ સાથે તમારી ભાષામાં છે એવી જ રીતે કરવી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-transliterate)

is translated

અર્થો

Mark 15:35

When some of those standing by heard him, they said

તે સ્પષ્ટ રીતે કહી શકાય કે ઈસુએ જે કહ્યું તે તેઓ સમજી શક્યા નહિ. બીજું અનુવાદ: "" ત્યાં ઊભા રહેલાં કેટલાક લોકોએ તેના શબ્દો સાંભળ્યા ત્યારે તેઓને ગેરસમજ ઉભી થઈ અને કહ્યું"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 15:36

sour wine

સરકો

a reed

લાકડી. આ એક બરુંમાંથી બનાવેલ લાકડી હતી.

gave it to him to drink

તે ઈસુને આપ્યો. તે વ્યક્તિએ લાકડી ઊંચી કરી જેથી ઈસુ વાદળીમાંથી સરકો પી શકે. બીજું અનુવાદ: તેને ઈસુ તરફ ઊંચી કરી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 15:38

The curtain of the temple was torn in two

માર્ક બતાવે છે કે ઈશ્વરે પોતે મંદિરના પડદાના બે ભાગ કર્યા. આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. બીજું અનુવાદ: ઈશ્વરે મંદિરના પડદાને બે ભાગમાં ફાડી નાખ્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Mark 15:39

the centurion

આ સૂબેદાર છે જે ઈસુને વધસ્તંભ પર જડાવનાર સૈનિકોની દેખરેખ રાખતો હતો.

who stood in front of Jesus

અહીં સામે એ એક રૂઢીપ્રયોગછે જેનો અર્થ છે કે કોઈની તરફ જોવું. બીજું અનુવાદ: જે ઈસુની સામે ઊભો હતો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

that he had breathed his last in this way

કેવી રીતે ઈસુ મરણ પામ્યા અથવા ""જે રીતે ઈસુ મરણ પામ્યા

the Son of God

ઈસુ માટે આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

Mark 15:40

who looked on from a distance

દૂરથી જોયું

(the mother of James ... and of Joses)

યાકૂબ... અને યોસેની મા કોણ હતી. આને કૌંસ વિના લખી શકાય છે.

James the younger

નાનો યાકૂબ. આ માણસને નાનો તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેથી તેને યાકૂબ નામના બીજા માણસથી અલગ કરી શકાય.

Joses

આ યોસે તે જ વ્યક્તિ ન હતો જે ઈસુનો નાનો ભાઈ હતો. માર્ક 6:3 માં તમે આજ નામનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

Salome

સલોમી એક સ્ત્રીનું નામ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

Mark 15:41

When he was in Galilee they followed him ... with him to Jerusalem

ઈસુ ગાલીલમાં હતા ત્યારે આ સ્ત્રીઓ તેની પાછળ આવી હતી ... તેની સાથે યરૂશાલેમ ગયા. આ તે સ્ત્રીઓ વિષેની પૃષ્ઠભૂમિ માહિતી છે કે જેમણે દૂરથી ક્રૂસારોહણ જોયુ હતુ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

came up with him to Jerusalem

યરૂશાલેમ ઇઝરાએલમાં લગભગ અન્ય કૉઈ જગ્યા કરતાં ઊંચું હતું, અને તેથી ઉપર યરુશાલેમમાં જવાની અને ત્યાંથી નીચે જવાની વાત લોકોમાં સામાન્ય હતી.

Mark 15:42

Connecting Statement:

અરિમથાઈના યુસફે પિલાત પાસે ઈસુની લાસ માંગી અને તેને શણના કપડામાં વીંટાળીને કબરમાં મૂકી.

evening had come

અહીં સાંજે એવી રીતે બોલવામાં આવે છે જાણે કે તે કંઇક છે, જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા સક્ષમ છે. બીજું અનુવાદ: સાંજ પડી ગઈ હતી અથવા તે સાંજ થઇ હતી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Mark 15:43

Joseph of Arimathea, a respected ... came

ત્યાં આવ્યો"" શબ્દસમૂહનો અર્થ છે યુસફ પિલાત પાસે આવ્યો, જે પૃષ્ઠભૂમિની માહિતી આપ્યા પછી પણ દર્શાવેલ છે, પરંતુ તેના આવવાની વાત ભાર મૂકવા માટે અને વાર્તામાં તેને રજૂ કરવામાં મદદ કરવા સારુ અગાઉ ઉલ્લેખ કરેલ છે. તમારી ભાષામાં આ કરવાની કોઈ અલગ રીત હોઈ શકે છે. બીજું અનુવાદ: અરિમથાઈનો યુસફ માનવંતો વ્યક્તિ હતો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-participants)

Joseph of Arimathea

અરિમથાઈનો યુસફ. યુસફ એક માણસનું નામ છે, અને અરિમથાઈ તે જયાંનો છે તે સ્થળનું નામ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

a respected member of the council ... for the kingdom of God

યુસફ વિષેની આ પૃષ્ઠભૂમિની માહિતી છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

went in to Pilate

પિલાત પાસે ગયો અથવા ""પિલાતની પાસે માંહે ગયો

asked for the body of Jesus

તે સ્પષ્ટ રીતે કહી શકાય કે તે શબ માંગતો હતો જેથી તે તેને દફનાવી શકે. બીજું અનુવાદ: ઈસુના શબને દફનાવવા માટે પરવાનગીની માંગી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 15:44

Pilate was amazed that Jesus was already dead, so he called the centurion

પિલાતે લોકોને એમ કહેતા સાંભળ્યા કે ઈસુ મરણ પામ્યા છે. આથી તે આશ્ચર્ય પામ્યો, તેથી તેણે સૈનિકને પૂછ્યું કે શું તે સાચું છે. આ સ્પષ્ટ કરી શકાય છે. બીજું અનુવાદ: "" ઈસુ મરી ગયા છે એમ સાંભળીને પિલાત ચકિત થઈ ગયો, તેથી તેણે સૂબેદારને બોલાવ્યા"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 15:45

he gave the body to Joseph

તેણે યુસફને ઈસુનું શબ લઇ જવા મંજૂરી આપી

Mark 15:46

linen cloth

શણ એક કપડું છે, જે શણના રેસામાંથી બનાવેલું હોય છે. જુઓ માર્ક 14:51 માં તમે આ કેવી રીતે અનુવાદિત કર્યું છે તે જુઓ.

took him down from the cross ... Then he rolled a stone

તમારે સ્પષ્ટતા કરવાની જરૂર પડી શકે છે કે મહ્દ અંશે તેણે ઈસુના શબને વધસ્તંભ પરથી નીચે ઉતારવા , તેને તૈયાર કરી કબરમાં મૂકવા, અને કબરને બંધ કરવા અન્ય લોકોની મદદ લીધી હશે. બીજું અનુવાદ: તેણે અને અન્ય લોકોએ તેને નીચે ઊતાર્યો... પછી તેઓએ પથ્થરથી ઢાંકી દીધી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

a tomb that had been cut out of a rock

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાયછે. બીજું અનુવાદ: પહેલેથી કોઇએ ખડકમાં ખોદેલી કબર (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

a stone against

તેની સામે એક વિશાળ સપાટ પથ્થર

Mark 15:47

Joses

આ યોસે તે ઈસુનો નાનો ભાઈ ન હતો. માર્ક 6:3 માં તમે આજ નામનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

the place where Jesus was buried

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: તે જગ્યા જ્યાં યુસફ અને અન્ય લોકોએ ઈસુના શબને દફન કર્યુ હતુ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)