Mark 8

માર્ક08 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંનાવિશિષ્ટખ્યાલો

રોટલી

જ્યારે ઈસુએ ચમત્કાર કર્યો અને લોકોનામોટા ટોળાને રોટલી પૂરી પાડી, ત્યારેતેઓએ સંભવતઃ વિચાર્યુકે જ્યારેઇઝરાએલના લોકો અરણ્યમાં હતાં ત્યારે ઈશ્વરે ચમત્કારિક રીતેખોરાકપૂરો પાડ્યો હતો.

ખમીર તે ઘટક છે જેનાથી રોટલી શેકાયા પહેલા ફૂલે છે. આ અધ્યાયમાં, ઈસુ ખમીરનો ઉપયોગ વસ્તુઓના રૂપક તરીકે કરે છે જે લોકોની વિચારવાની, બોલવાની અને કાર્ય કરવાની રીતને બદલી નાખે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

વ્યભિચારી પેઢી

જ્યારે ઈસુએ લોકોને વ્યભિચારી પેઢી કહ્યાં, ત્યારે તેકહી રહ્યાં હતાં કે તેઓ ઈશ્વર પ્રત્યે વિશ્વાસુ નહતાં. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#faithful અને /WA-Catalog/gu_tw?section=kt#peopleofgod)

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

અલંકારિક પ્રશ્નો

ઈસુએ અલંકારિક પ્રશ્નોનો ઉપયોગ બંને રીતે એટ્લેકે શિષ્યોને શીખવવાની રીત તરીકે (માર્ક 8: 17-21) અને લોકોને ઠપકો આપવા માટે કર્યો(માર્ક 8:12). (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

વિરોધાભાસ

વિરોધાભાસ એ એક સાચું નિવેદન છે જે કંઈક અશક્યનું વર્ણન કરે છે. ઈસુ એક વિરોધાભાસનો ઉપયોગકરે છે જ્યારે તે કહે છે, જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે તે તેને ખોશે, અને જે મારે લીધે પોતાનો જીવ ગુમાવે છે તેને મળશે (માર્ક 8:3537).

Mark 8:1

Connecting Statement:

ઈસુ સાથે ભૂખ્યા લોકોની મોટુ ટોળુ છે. ઈસુ અને તેના શિષ્યો બીજી જગ્યાએ જવા માટે હોડીમાં બેસે તે પહેલાં તેમણે ફક્ત સાત રોટલી અને થોડી માછલીઓથી તેમને ભોજન પૂરું પાડ્યું.

In those days

આ વાક્યનો ઉપયોગ વાર્તામાં નવી ઘટનાને રજૂ કરવા માટે થાયછે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-newevent)

Mark 8:2

they continue to be with me already for three days and have nothing to eat

આજે ત્રણ દિવસથીઆ લોકો મારી સાથે છે, અને તેમની પાસે ખાવા માટે કંઈ નથી

Mark 8:3

they may faint

શક્ય અર્થો આ પ્રમાણે છે1) શાબ્દિક, ""તેઓ બેભાન થઇ જાય અથવા 2) વધુ પડતી અતિશયોક્તિ, તેઓ બીમાર પડીજાય. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hyperbole)

Mark 8:4

Where can we get enough loaves of bread in such a deserted place to satisfy these people?

શિષ્યો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે કા,કે ઈસુએવી અપેક્ષા રાખતા હતા કે તેઓ પૂરતા પ્રમાણમાં ખોરાક શોધી કાઢશે. બીજું અનુવાદ: આ સ્થળ ખૂબજદૂર છે તેથીઆ લોકોને તૃપ્ત કરવા માટે પૂરતી રોટલી મળે તેવી કોઈ જગ્યા નથી! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

bread

ગૂંદેલા લૉટનો રોટલો કે જેને આકાર આપી અને શેકવામાં આવ્યોહોય.

Mark 8:5

He asked them

ઈસુએ તેમના શિષ્યોને પૂછ્યું

Mark 8:6

he commanded the crowd to recline on the ground

આ પ્રત્યક્ષ અવતરણ તરીકે લખી શકાય છે. ઈસુએ ટોળાંને જમીન પર બેસી જવાની આજ્ઞા આપી,' (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations)

to recline

જ્યારે કોઈ મેજ ન હોય ત્યારે લોકો સામાન્ય રીતે કેવી રીતે ખાય છે તે માટે તમારી ભાષાના શબ્દનો ઉપયોગ કરો, બેસીનેઅથવા સૂઈ જઈને.

Mark 8:7

They also had

અહીં “તેઓ” શબ્દનો ઉપયોગ ઈસુ અને તેમના શિષ્યોનો ઉલ્લેખ કરવા માટે થાય છે.

after he gave thanks for them

ઈસુએ માછલી માટે આભાર માન્યો

Mark 8:8

They ate

લોકોએ ખાધું

they picked up

શિષ્યો ઉઠાવવા ગયા

seven baskets of the remaining broken pieces

આ બાબત માછલી અને રોટલીના વધેલા ટુકડાઓનો ઉલ્લેખ કરે છે કેજે લોકોએ ખાધા પછી બાકી રહ્યા હતા. બીજું અનુવાદ: રોટલી અને માછલીના બાકીના વધેલા ટુકડાઓ, જેનાથી સાત મોટી ટોપલીઓ ભરાઈ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 8:9

Then he sent them away

જ્યારે તેમણે તેઓને મોકલી દીધા ત્યારે તે સ્પષ્ટ કરવા માટે મદદરૂપ થઈ શકેછે. બીજું અનુવાદ: તેઓએ ખાઈ લીધા પછી, ઈસુએ તેઓને વિદાય આપી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 8:10

they went into the region of Dalmanutha

તેઓ દલ્મનુથા કેવી રીતે પહોંચ્યા તે સ્પષ્ટ કરવામાં મદદરૂપ થઈ શકેછે. બીજું અનુવાદ: તેઓ ગાલીલના સમુદ્રની આસપાસ દલ્મનૂથાની સીમમાં ગયા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Dalmanutha

આ ગાલીલ સમુદ્રના ઉત્તર પશ્ચિમ કિનારા પરના એક સ્થળનું નામ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

Mark 8:11

Connecting Statement:

દલ્મનૂથામાં, ઈસુઅને તેમના શિષ્યો હોડીમાં બેસીને જાય તે પહેલાંફરોશીઓને ચિહ્ન આપવાનો તેમણે ઇનકાર કર્યો.

They sought from him

તેઓએ તેમને તેના વિશેપૂછ્યું

a sign from heaven

તેઓ એક નિશાની ઇચ્છતા હતા કે જે સાબિત કરે કે ઈસુની પાસે જે પરાક્રમ અને અધિકાર છે તે ઈશ્વર તરફથી છે. શક્ય અર્થો આ પ્રમાણે છે1) સ્વર્ગ શબ્દ ઈશ્વર માટે એક રૂપક છે. બીજું અનુવાદ: ઈશ્વર તરફથી નિશાની અથવા 2) સ્વર્ગ શબ્દ આકાશનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: આકાશમાંથી નિશાની (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

to test him

ફરોશીઓએ ઈસુની કસોટી કરવાનો પ્રયાસ કર્યો કે તે સાબિત કરે કે તે ઈશ્વર તરફથી છે. કેટલીક માહિતી સ્પષ્ટ કરી શકાય છે. બીજું અનુવાદ: ઈશ્વરે તેમને મોકલ્યા હતા તે સાબિત કરવા માટે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 8:12

He sighed deeply in his spirit

આનો અર્થ એ કે તેણે નિસાસો નાખ્યો અથવા તેણે સાંભળી શકાય તેવો લાંબો ઊંડો શ્વાસ બહાર કાઢ્યો. તે કદાચ ઈસુનો ઊંડો નિસાસો બતાવે છે કે ફરોશીઓએ તેના પર વિશ્વાસ કરવાનો ઇનકાર કર્યો. તમે માર્ક 7:34 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

in his spirit

પોતાનામાં

Why does this generation seek for a sign?

ઈસુ તેમને ઠપકો આપી રહ્યા છે. આ પ્રશ્ન નિવેદન તરીકે લખી શકાય છે. બીજું અનુવાદ: આ પેઢીએ કોઈ નિશાની માંગવી જોઈએ નહીં. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

this generation

ઈસુ આ પેઢી ની વાત કરે છે, ત્યારે તે એવા લોકોનો ઉલ્લેખ કરી રહ્યા હતા જેઓ તે સમયે રહેતા હતા. ત્યાં ફરોશીઓનો આ જૂથમાં સમાવેશ થાય છે. બીજું અનુવાદ: તમે અને આ પેઢીના લોકો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

no sign will be given

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાયછે. બીજું અનુવાદ: હું નિશાની આપીશ નહીં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Mark 8:13

he left them, got into a boat again

ઈસુના શિષ્યો તેમની સાથે ગયા. કેટલીક માહિતી સ્પષ્ટ કરી શકાય છે. બીજું અનુવાદ: તે તેઓને છોડીને, ફરીથી તેના શિષ્યો સાથે હોડીમાં બેસી ગયો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

to the other side

આ ગાલીલ સમુદ્રનું વર્ણન કરે છે, જે સ્પષ્ટ રીતે કહી શકાય. બીજું અનુવાદ: સમુદ્રની બીજી તરફ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 8:14

Connecting Statement:

જ્યારે ઈસુ અને તેના શિષ્યો હોડીમાં હતા, ત્યારે તેઓએ ફરોશીઓ અને હેરોદ વચ્ચે સમજણના અભાવ વિષે ચર્ચા કરી હતી, જોકે તેઓએ ઘણા ચિહ્નો જોયા હતા.

Now

આ વાર્તાનો ઉપયોગ અહીં મુખ્ય વાર્તા પંક્તિમાં વિરામ દર્શાવવા માટે થાય છે. અહીં લેખક શિષ્યો રોટલી લાવવાનું ભૂલી જતા હોવાની પ્રૂષ્ઠભૂમિની માહિતી જણાવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

except for one loaf

તેમની પાસે કેટલી ઓછી રોટલી હતી તેના પર ભાર મૂકવા માટે વધુ નહીં નકારાત્મક વાક્યનો ઉપયોગ થાય છે. બીજું અનુવાદ: ફક્ત એક રોટલી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-litotes)

Mark 8:15

Keep watch and be on guard

આ બે શબ્દોનો સામાન્ય અર્થ છે અને ભારપૂર્વક દર્શાવવા માટે અહીં પુનરાવર્તન કરવામાં આવે છે. તેમને જોડી શકાય છે. બીજું અનુવાદ: સાવધાન રહો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-doublet)

the yeast of the Pharisees and the yeast of Herod

અહીં ઈસુ તેમના શિષ્યો સાથે એક રૂપકમાં બોલી રહ્યા છે જેનીસમજતેઓને નથી. ઈસુ ફરોશીઓ અને હેરોદના શિક્ષણને ખમીર સાથે સરખાવી રહ્યા છે, પરંતુ જ્યારે તમે તેનો અનુવાદ કરો ત્યારે તમારે આ સમજાવવું જોઈએ નહીં કારણ કે શિષ્યો પોતે જ તેને સમજી શક્યા ન હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Mark 8:16

It is because we do not have bread

આ વાક્યમાં, એમ જણાવવું મદદરૂપ થઈ શકશે કે તે ઈસુએ જે કહ્યું હતું તેનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ:આપણી પાસે રોટલી નથી માટેજ તેમણે કહ્યું હશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

we do not have bread

નથી"" શબ્દ અતિશયોક્તિ છે. શિષ્યો પાસે એક રોટલી હતી (માર્ક 8:14)), પરંતુ તે રોટલી તદ્દન નહોય તેના કરતાં બહુ અલગ નહોતી.બીજું અનુવાદ: ખૂબ ઓછી રોટલી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hyperbole)

Mark 8:17

Why are you reasoning about not having bread?

અહીં ઈસુ પોતાના શિષ્યોને હળવેથીઠપકો આપી રહ્યા છે કારણ કે તેઓ સમજી શક્યા હોત કે તે શેના વિષે કહી રહ્યા છે. આ વાક્ય તરીકે લખી શકાય છે. બીજું અનુવાદ: તમારે એમ વિચારવું ન જોઈએ કે હું વાસ્તવિક રોટલીવિષે વાત કરું છું. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Do you not yet perceive, nor understand?

આ પ્રશ્નોનો સમાન અર્થ છે અને તે સમજી શકતા નથી તેની પર ભાર મૂકવા માટે એક સાથે ઉપયોગ કરવામાં આવે છે. આ એક પ્રશ્ન અથવા એકવાક્ય તરીકે લખી શકાય છે. બીજું અનુવાદ: તમે હજી સુધી સમજી શક્યા નથી? અથવા હું જે કહું છું અને કરું છું તે અત્યારસુધી તમારે જાણવું અને સમજવું જોઈએ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parallelism અને /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Have your hearts become hardened?

અહીં હૃદયો એ કોઈ વ્યક્તિના મનનું ઉપનામ છે. હૃદય ખૂબ કઠણ થયાંછે એ શબ્દસમૂહ ,કંઈક સમજવા માટે અસક્ષમ અથવા અનિચ્છા દર્શાવવા માટેનું એક રૂપક છે. ઈસુ શિષ્યોને ઠપકો આપવા માટે એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. આ વાક્ય તરીકે લખી શકાય છે. બીજું અનુવાદ: તમે મંદબુધ્ધિના થયા છો ! અથવા મારો અર્થ શું છે તે સમજવામાં તમે બહુજ મંદ છો! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor અને /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Mark 8:18

You have eyes, do you not see? You have ears, do you not hear? Do you not remember?

ઈસુએ તેમના શિષ્યોને હળવેથીઠપકો આપવાનું ચાલુ રાખ્યું. આ પ્રશ્નો વાક્યો તરીકે લખી શકાય છે. બીજું અનુવાદ: તમને આંખો છે, પરંતુ તમે જે જુઓ છો તે સમજી શકતા નથી. તમને કાન છે, પરંતુ તમે જે સાંભળો છો તે સમજી શકતા નથી. તમારે યાદ રાખવું જોઈએ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Mark 8:19

the five thousand

આ બાબત ઈસુએ 5,000 લોકોનેભોજન પૂરું પાડયું હતુ તેનો ઉલ્લેખ કરે છે.બીજું અનુવાદ: 5,000 લોકો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#translate-numbers)

how many baskets full of broken pieces of bread did you take up

જ્યારે તેઓએ ટુકડાઓની ટોપલીઓ એકઠી કરી તે જણાવવામાં મદદરૂપ થઈ શકે. બીજું અનુવાદ: દરેકજ્ણ જમી રહ્યા પછી તમે રોટલીના તૂટેલા ટુકડાથી ભરેલી કેટલી ટોપલીઓ એકત્રિત કરી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 8:20

the four thousand

આ બાબત 4,000 લોકોને ઈસુએ ખવડાવ્યું હતું તેને દર્શાવે છે. બીજું અનુવાદ: 4,000 લોકો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#translate-numbers)

how many basketfuls of broken pieces did you take up?

જ્યારે તેઓએ આ એકત્રિત કર્યું,તે જણાવવામાં મદદરૂપ થઈ શકે. બીજું અનુવાદ:દરેકજ્ણ જમી રહ્યા પછી તમે રોટલીના તૂટેલા ટુકડાથી ભરેલી કેટલી ટોપલીઓ એકત્રિત કરી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 8:21

How do you not yet understand?

તેઓસમજયા નહિ તેથી ઈસુતેમના શિષ્યોને હળવેથી ઠપકો આપે છે. આ નિવેદન તરીકે લખી શકાય છે. બીજું અનુવાદ:""હું જે કહું છું અને કરું છું તે અત્યારસુધી તમારે જાણવું અને સમજવું જોઈએ(જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Mark 8:22

Connecting Statement:

ઈસુ અને તેમના શિષ્યો બેથસૈદામાં તેમની હોડીમાંથી ઊતર્યાત્યારે ઈસુ એક અંધવ્યક્તિને સાજો કરે છે.

Bethsaida

આ ગાલીલ સમુદ્રના ઉત્તર કિનારે આવેલું એક શહેર છે. તમે આ શહેરનું નામ માર્ક 6:45માં કેવી રીતે અનુવાદ કર્યુંછે તેજુઓ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

he would touch him

ઈસુ તે માણસને સ્પર્શ કરે એમ તેઓ શા માટે ઇચ્છતા હતા તે જણાવવું મદદરૂપ થઈ શકેછે. બીજું અનુવાદ: તેને સ્પર્શ કરીને સાજાપણું આપવા માટે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 8:23

When he had spit on his eyes ... asking him

જ્યારે ઈસુતે માણસની આંખો પર થૂંકયા ... ઈસુએ તે માણસને પૂછ્યું

Mark 8:24

He looked up

માણસે ઉપર જોયું

I see men who look like walking trees

તે માણસેલોકોને ફરતા જોયા, છતાં તેઓ તેને સ્પષ્ટ દેખાતા નહોતા, તેથી તે તેમની સરખામણી વૃક્ષો સાથે કરે છે. બીજું અનુવાદ: હા, હું લોકોને જોઉં છું! તેઓ આસપાસ ચાલે છે, પરંતુ હું તેમને સ્પષ્ટ જોઈ શકતો નથી. તેઓ વૃક્ષો જેવા લાગે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-simile)

Mark 8:25

Then he again laid

પછી ઈસુ ફરીથી

and the man looked intently and was restored

તે દેખતો થયો"" શબ્દસમૂહ સક્રિય સ્વરૂપમાં લખી શકાય છે. બીજું અનુવાદ: માણસની દૃષ્ટિ પુનઃસ્થાપિત કરી, અને પછી તે માણસે પોતાની આંખો ખોલી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Mark 8:27

Connecting Statement:

ઈસુ કોણ છે અને તેમનું શું થશે તે વિષે ઈસુ અને તેમના શિષ્યો કૈસરિયા ફિલિપ્પીના ગામો તરફ જતા વાત કરતાં હતાં.

Mark 8:28

They answered him, saying

એમ કહીનેતેઓએ તેમને ઉત્તર આપ્યો,

John the Baptist

ઇસુ કોણ હતા તે વિશે કેટલાકે જે કહ્યું તે શિષ્યોએ જવાબ આપ્યો. આ વધુ સ્પષ્ટ રીતે બતાવી શકાય છે. બીજું અનુવાદ: કેટલાક લોકો કહે છે કે તમે યોહાન બાપ્તિસ્ત છો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Others say ... others

કોઇ"" શબ્દ અન્ય લોકોનો ઉલ્લેખ કરે છે. આ બાબત ઈસુના પ્રશ્ન અંગેના તેમના જવાબોનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: "" કોઇ કહે છે કે તમે ... કોઇ કહે છે કે તમે "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Mark 8:29

He asked them

ઈસુએ તેમના શિષ્યોને પૂછ્યું

Mark 8:30

Jesus warned them not to tell anyone about him

ઈસુ ઇચ્છતા ન હતા કે તેઓ કોઈને કહે કે તે ખ્રિસ્ત છે. આને વધુ સ્પષ્ટ કરી શકાય છે. વળી, આ સીધા અવતરણ તરીકે પણ લખી શકાય છે. બીજું અનુવાદ: ઈસુએ તેઓને ચેતવણી આપી કે તેઓ ખ્રિસ્ત છે તેવું કોઈને કહેવું નહી અથવા “ઈસુએ તેઓને ચેતવણી આપી, 'હું ખ્રિસ્ત છું એમ કોઈને કહેશો નહિ ’”(જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit અને /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations)

Mark 8:31

The Son of Man

ઈસુ માટે આ એક અગત્યનું શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

would be rejected by the elders ... and after three days rise up

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાયછે. બીજું અનુવાદ: વડીલો અને મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ તેમને નકારી કાઢશે અને માણસો તેમને મારી નાખશે, અને ત્રણ દિવસ પછી તે પાછા સજીવન થશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Mark 8:32

He spoke this message clearly

તેમણે આ વાત સમજી શકાય તેમ સરળતાથી કરી

began to rebuke him

માણસના દીકરાને એમ થશે એવુંઈસુએકહ્યું તેથીપિતરે તેમનેઠપકો આપ્યો. આ સ્પષ્ટ કરી શકાય છે. બીજું અનુવાદ: આ વાતો કહેતા તેને ઠપકો આપવા લાગ્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 8:33

Connecting Statement:

ઈસુ મરણ પામેઅને સજીવન થાય એમપિતર ઇચ્છતો નહતો તેના કારણે ઠપકો આપ્યા પછી, ઈસુએ તેના બન્ને શિષ્યોઅને ટોળાંને કેવી રીતે તેનું અનુસરણ કરવું તે કહ્યું.

Get behind me, Satan! For you are not setting your mind

ઈસુ એમ કહેવા માગે છે કે પિતરશેતાનની જેમ વર્તે છે કારણકે ઈશ્વરે ઈસુને જે હેતુ માટે મોકલ્યા છે તેને અટકાવવાનો પ્રયાસ પિતર કરી રહ્યો છે. બીજું અનુવાદ: મારી પછવાડે જા, કારણ કે તું શેતાનની જેમ વર્તી રહ્યો છે! તારું ચિત્ત અહી નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Get behind me

મારી પાસેથી દૂર જાઓ

Mark 8:34

to follow after me

અહીં ઈસુને અનુસરવું તેનો અર્થ એમ થાય કે તેના શિષ્યોમાંનું એક થવું. બીજું અનુવાદ: મારા શિષ્ય બનો અથવા મારા શિષ્યોમાંના એક થાઓ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

must deny himself

પોતાની ઇચ્છાઓને આધીન ન થવું જોઈએ અથવા ""પોતાની ઇચ્છાઓ ત્યજી દેવી જોઈએ

take up his cross, and follow me

પોતાનો વધસ્તંભ ઊંચકીઅને મારી પાછળ ચાલવું. વધસ્તંભ દુઃખ અને મૃત્યુને રજૂ કરે છે. વધસ્તંભ ઊંચકવો એ સહન કરવાની અને મરણ પામવાની સ્વેચ્છા બતાવે છે. બીજું અનુવાદ: દુઃખ અને મરણ પામતા સુધી પણ મને આધીન થવું જોઈએ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

follow me

અહીં ઈસુને અનુસરવું એટલે તેમનેઆધીન થવું છે. બીજું અનુવાદ: મનેઆધીનથાઓ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Mark 8:35

For whoever wants

માટે જે કોઈ પણ ઇચ્છે

soul

આ બાબત,બંન, શારીરિક જીવન અને આત્મિક જીવનનો ઉલ્લેખ કરે છે.

for my sake and for the gospel

મારા લીધે અને સુવાર્તાને લીધે. ઈસુ એવા લોકો વિષે વાત કરી રહ્યા છે જેઓ ઈસુ અને સુવાર્તાને માટે પોતાનો જીવ ગુમાવે છે. આ સ્પષ્ટ રીતે કહી શકાય. બીજું અનુવાદ: કારણ કે તે મારી પાછળ ચાલે છે અને બીજા લોકોને સુવાર્તા કહે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 8:36

What does it profit a person to gain the whole world and then forfeit his soul?

આને નિવેદન તરીકે લખી શકાય છે. બીજું અનુવાદ: પણ કોઈ વ્યક્તિ આખુજગત મેળવે, પરંતુ જો તે પોતાનો જીવ ગુમાવે તો તેને કોઈ લાભ થશે નહીં. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

to gain the whole world and then forfeit his soul

આને શરત તરીકે દર્શાવી શકાય છે જેની શરૂઆત “જો”શબ્દથી થાય છે.બીજું અનુવાદ: ""જો તે આખુંજગત મેળવે અને પછી પોતાનો જીવ ગુમાવે

to gain the whole world

આખુજગત"" શબ્દો અગાધ સંપતિમાટેની અતિશયોક્તિ છે. બીજું અનુવાદ: "" તેણે જે જે ચાહ્યું તે બધું પ્રાપ્ત કરવું"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hyperbole)

to forfeit

કંઈક ખોવાઇ જવુએનો અર્થ થાય ગુમાવવું અથવા અન્ય વ્યક્તિ તેને લઈ જાય છે.

Mark 8:37

What can a person give in exchange for his soul?

આને નિવેદન તરીકે લખી શકાય છે. બીજું અનુવાદ: એવું કંઈ નથી જે વ્યક્તિ તેના જીવનના બદલામાં આપી શકે. અથવા કોઈ પણ તેના જીવનના બદલામાં કંઈ આપી શકતું નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

What can a person give

જો તમારી ભાષામાં આપવા માટે કોઈએ સ્વીકારવાની જરૂરપડતી હોય,તો ઈશ્વર પ્રાપ્ત કરનાર તરીકે કહી શકાય. બીજું અનુવાદ: ""વ્યક્તિ ઈશ્વરને શું આપી શકે

Mark 8:38

is ashamed of me and my words

મારે લીધે અનેમારા સંદેશને લીધે શરમાશે

in this adulterous and sinful generation

ઈસુ આ પેઢીને વ્યભિચારી કહે છે, એટલે કે તેઓ ઈશ્વર સાથેના સંબંધમાં અવિશ્વાસુ છે. બીજું અનુવાદ: લોકોની આ પેઢીમાં જેમણે ઈશ્વરની વિરુદ્ધ વ્યભિચાર કર્યો છે અને વધારે પાપી છે અથવા લોકોની આ પેઢીમાં જે ઈશ્વર પ્રત્યે અવિશ્વાસુ છે અનેવધારે પાપી છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

The Son of Man

ઈસુ માટે આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

when he comes

જ્યારે તે પાછા આવશે

in the glory of his Father

જ્યારે ઈસુ પાછા આવશે ત્યારે તેમનોમહિમા પિતાના જેવોજહશે.

with the holy angels

પવિત્ર દૂતો સાથે