Mark 7

માર્ક07 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક અનુવાદો કવિતાઓની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં વધુ જમણી બાજુએ ગોઠવે છે જેથી તેને વાંચવું સરળ બને.. 7:6-7માં જેકવિતાઓ છે, જેના શબ્દો જૂના કરારમાંથીછે તેની સાથે યુએલટી આમ કરે છે .

આ અધ્યાયમાંનાવિશિષ્ટખ્યાલો

હાથ ધોવા

ફરોશીઓઘણી વસ્તુઓ જે ગંદી નહોતી તે ધોતા હતા કારણ કે એમ કરવા દ્વારા તેઓ સારા છે એમ ઈશ્વર વિચારે તેવો પ્રયત્ન કરતા હતા.તેમના હાથ ગંદા ન હોય તોપણ તેઓ જમતા પહેલા તેમના હાથ ધોતા હતા, અને તેમ છતાં મૂસાનો નિયમ એમ કહેતો ન હતો કે તેઓએ તેમ કરવુ. ઈસુએ તેઓને કહ્યું કે તેઓ ખોટા હતા અને લોકો યોગ્ય કાર્યો વિચારીને અને કરીને ઈશ્વરને પ્રસન્નકરે. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#lawofmoses અને /WA-Catalog/gu_tw?section=kt#clean)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

એફફથા

આએક અરામિક શબ્દ છે. માર્કે ગ્રીક અક્ષરોનો ઉપયોગ કરીને તેના ઉચ્ચાર પ્રમાણેલખ્યો છે અને પછી તેનો અર્થ સમજાવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-transliterate)

Mark 7:1

Connecting Statement:

ઈસુ ફરોશીઓ અને શાસ્ત્રીઓને ઠપકો આપે છે

gathered around him

ઈસુની આસપાસ એકત્ર થયા

Mark 7:2

General Information:

કલમ 3 અને 4માં, ઈસુના શિષ્યો જમતા પહેલા કેમ હાથ ધોતા ન હતા તેનાથી ફરોશીઓ શા માટે હેરાન થતાં હતા તે બતાવવા માટે લેખકે ફરોશીઓની ધોવાની પરંપરાઓ વિશેની પૃષ્ઠભૂમિ માહિતી આપી છે.યુએસટી મુજ્બ આ માહિતી સરળતાથી સમજવામાટે નોંધી શકાય છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background અને /WA-Catalog/gu_tm?section=translate#translate-versebridge)

They saw

ફરોશીઓ અને શાસ્ત્રીઓએ જોયું

that is, unwashed

ધોયા વગર"" શબ્દ સમજાવે છે કે શા માટે શિષ્યોના હાથ અશુદ્ધ થયા હતાં. તે સક્રિય સ્વરૂપમાં વ્યક્ત કરી શકાય છે. બીજું અનુવાદ: એટલે કે, તે હાથો કે જેને તેઓએ ધોયા નથી અથવા એટલે કે, તેઓએ તેમના હાથ ધોયા નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Mark 7:3

the elders

યહૂદી વડીલો તેમના સમુદાયોમાં આગેવાનો હતા અને લોકોનાન્યાયાધીશો પણ હતાં.

Mark 7:4

copper vessels

તાંબાના વાસણોઅથવા ""ધાતુના પાત્રો

Mark 7:5

Why do your disciples not walk according to the tradition of the elders, for they eat their bread with unwashed hands?

અહીં ચાલવું એ આધિનતા માટે એક રૂપક છે. ફરોશીઓ અને શાસ્ત્રીઓએ ઈસુના અધિકારને પડકારવા આ પ્રશ્ન પૂછ્યો. આ બે નિવેદનો તરીકે લખી શકાય છે. બીજું અનુવાદ: તમારા શિષ્યો અમારા વડીલોની પરંપરાઓનો અનાદર કરે છે! તેઓએ અમારી ધાર્મિક વિધિઓ મુજબ તેમના હાથ ધોવા જોઈએ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

bread

આ એક અલંકાર છે, જે સામાન્ય રીતે ખોરાકનેરજૂકરે છે. બીજું અનુવાદ: ખોરાક (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

Mark 7:6

General Information:

અહીં ઈસુ યશાયાપ્રબોધકનો ઉલ્લેખ કર્યો છે, જેમણે ઘણા વર્ષો પહેલાં શાસ્ત્ર લખ્યુ હતું.

with their lips

અહીં હોઠો બોલવામાટેનું એક રૂપક છે. બીજું અનુવાદ: તેઓ જે બોલે છે તે દ્વારા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

but their heart is far from me

અહીં હૃદય એ વ્યક્તિના વિચારો અને ભાવનાઓનો ઉલ્લેખ કરે છે. આ કહેવાની એક રીત છે કે લોકો ખરેખર ઈશ્વરને સમર્પિત નથી. બીજું અનુવાદ: પરંતુ તેઓ ખરેખર મને પ્રેમ કરતા નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Mark 7:7

They worship me in vain

તેઓ મને વ્યર્થ ભજે છે અથવા ""તેઓ નિરર્થક મારૂ ભજન કરે છે

Mark 7:8

Connecting Statement:

ઈસુ શાસ્ત્રીઓ અને ફરોશીઓને ઠપકો આપવાનું ચાલુ રાખે છે.

abandon

આધિન થવાની ના પાડવી

hold fast to

નેમજબૂત રીતે પકડો અથવા ""રાખો

Mark 7:9

How well you reject the commandment ... keep your tradition

ઈસુ આ માર્મિકનિવેદનનો ઉપયોગ તેમના સાંભળનારાઓને ઈશ્વરની આજ્ઞાનોત્યાગ કરવા બદલ ઠપકો આપવા માટે કરે છે. બીજું અનુવાદ: તમને લાગે છે કે તમે ઈશ્વરની આજ્ઞા નકારીને સારું કર્યું છે તો તમે તમારી પોતાની પરંપરાઓ રાખો, પરંતુ તમે જે કર્યું તે બિલકુલ સારુ નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-irony)

How well you reject

તમે કેટલી કુશળતાથી નકાર કરો છો

Mark 7:10

He who speaks evil

જે નિંદા કરે છે

will surely die

મૃત્યુદંડ જ કરવો જોઈએ

He who speaks evil of his father or mother will surely die

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાયછે. બીજું અનુવાદ: અધિકારીઓએ એવી વ્યક્તિને મૃત્યુદંડ આપવો જ જોઈએ જે પોતાના માતા-પિતાવિષે ભૂંડુ બોલે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Mark 7:11

Whatever help you would have received from me is Corban

શાસ્ત્રીઓની પરંપરામાં કહેવામાં આવ્યું છે કે એકવારમદિરમાં નાણાંઅથવા અન્ય વસ્તુઓનું વચન આપવામાં આવ્યું હોય, તો તેને અન્ય કોઈ હેતુ માટે ઉપયોગમાં લઈ શકાય નહિ.

is Corban

અહીં કુરબાનએ હિબ્રૂ શબ્દ છે,જે એવી વસ્તુઓનો ઉલ્લેખ કરે છે જેને લોકો ઈશ્વરને આપવાનું વચન આપે છે. જેભાષામાંભાષાંતર કરવાનુ ધ્યેય હોય તેના મૂળાક્ષરોનો ઉપયોગ કરીને અનુવાદકો સામાન્ય રીતે એકભાષામાંથી બીજી ભાષામાં લખે છે.કેટલાક અનુવાદકો તેનો અર્થ અનુવાદ કરે છે, અને પછીથીઅર્થ વિશેની માર્કની સમજૂતી છોડી દે છે.બીજું અનુવાદ: ઈશ્વરને ભેટ છે અથવા ઈશ્વરનું છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-transliterate)

Given to God

આ શબ્દસમૂહ હિબ્રૂ શબ્દ "" કુરબાન"" નો અર્થ સમજાવે છે. તે સક્રિય સ્વરૂપમાં કહી શકાયછે. માર્કે અર્થ સમજાવ્યો કે જેથી તેના બિન-યહૂદી વાચકો સમજી શકે કે ઈસુએ શું કહ્યું. બીજું અનુવાદ: મેં તે ઈશ્વરને આપ્યું છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Mark 7:12

General Information:

11 અને 12મી કલમોમાં, ઈસુ બતાવે છે કે ફરોશીઓ લોકોને કેવી રીતે શીખવે છે કે તેઓએ તેમના માતાપિતાને માન આપવા ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવાની જરૂર નથી. કલમ 11 માં ઈસુ કહે છે કે ફરોશીઓ લોકોને તેમની સંપત્તિ વિષે શું કહેવાની રજા આપે છે, અને કલમ 12 માં તે જણાવે છે કે જેલોકો તેમના માતાપિતાને મદદ કરતા હતા તેઓ પ્રત્યે ફરોશીઓનું વર્તન હતુ. સૌપ્રથમ જેલોકો તેમના માતાપિતાને મદદ કરતા હતા તેઓ પ્રત્યેનુ ફરોશીઓનુવલણકહેવામાટે અને ત્યારબાદ ફરોશીઓ લોકોને તેમની સંપત્તિ વિષે જે કહેવાની રજા આપે છે તે વલણ કેવી રીતે દર્શાવ્યું છે તે માટેઆ માહિતીને ફરીથી ગોઠવી શકાય છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-versebridge)

then you no longer permit him to do anything for his father or his mother

આમ કરીનેફરોશીઓ લોકોને તેમના માતાપિતાની જરૂરિયાતો પૂરી નહીં કરવાની મંજૂરી આપે છે, માતાપિતાને જે આપવાનું હતુ તે જો તેઓ ઈશ્વરને આપવાનું વચન આપે છે તો. કલમ 11માં ""જે કંઇ મદદ""થી શરૂ થતા શબ્દો પહેલાં તમે આ શબ્દોને ગોઠવી શકો છો:'તમને મારી પાસેથી જે કંઇમદદ મળી હોત તે કુરબાન છે એમ તે કહે પછી""તમે કોઈ વ્યક્તિને તેના પિતા અથવા તેની માતા માટે કંઈપણ કરવાની મંજૂરી આપતા નથી,. '(કુરબાનએટલે 'ઈશ્વરને અ‍ર્પિત.') ""(જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 7:13

You are making ... void

રદ અથવાદૂર કરો છો

many similar things you do

એવા ઘણાં કામો તમે કરો છો

Mark 7:14

Connecting Statement:

ઈસુ શાસ્ત્રીઓ અને ફરોશીઓને શું કહી રહ્યા છે તે ટોળાંને સમજવા મદદરૂપ થાય તે માટે તેઓને એક દ્રષ્ટાંત કહે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)

he called

ઈસુએ બોલાવ્યા

Listen to me, all of you, and understand

સાંભળો"" અને સમજો શબ્દો સંબંધિત છે. ઈસુએ તેઓનો એક સાથે ઉપયોગ કરીને એ વાત પર ભાર મૂક્યો કે તેના સાંભળનારાઓએ તે શું કહે છે તેના પર ધ્યાન આપવું જોઈએ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-doublet)

understand

ઈસુ તેઓને જે સમજવા માટે કહે છે તે જણાવવામાં મદદરૂપ થશે. બીજું અનુવાદ: હું તમને જે કહેવાનો છું તે સમજવાનો પ્રયત્ન કરો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Mark 7:15

nothing from outside the man

વ્યક્તિ જે ખાય છે તે વિષેઈસુ કહેછે. આ ""માણસમાંથી જે નીકળે છે""તેનું વિરોધાભાસી છે. બીજું અનુવાદ: ""બહારથી વ્યક્તિમાં પેસીને તેને વટાળી શકે એવું કંઇ નથી "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

the things that come out of the man

આબાબતવ્યક્તિ જે કરે છે અથવા કહે છે તેનો ઉલ્લેખ કરે છે. આ બહારથી માણસમાં જે પ્રવેશે છે તે તેને વટાળેછે તેનું વિરોધાભાસીછે. બીજું અનુવાદ: વ્યક્તિમાંથી જે નીક્ળે છે એટલેકે તે જે કહે છે અથવા કરે છે તે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 7:17

Connecting Statement:

શિષ્યો હજી પણ સમજી શક્યા નહિ કે ઈસુએ હમણાં જ શાસ્ત્રીઓ, ફરોશીઓ અને ટોળાંને શું કહ્યું. ઈસુએ તેમનો અર્થ તેમને વધુ સારી રીતે સમજાવ્યો.

Now

અહીં આશબ્દનો ઉપયોગ મુખ્ય વાર્તા પંક્તિમાં વિરામ દર્શાવવા થયો છે. ઈસુ હવે ભીડથી દૂર તેમના શિષ્યોની સાથેએક ઘરમાંછે.

Mark 7:18

Connecting Statement:

ઈસુએ તેમના શિષ્યોને એક પ્રશ્ન પૂછીને શીખવવાનું શરૂ કર્યું.

Are you also still without understanding?

તેઓ સમજતા નથી તેથીઈસુ આ પ્રશ્નનો ઉપયોગ પોતાની નિરાશા વ્યક્ત કરવા માટે કરે છે. આ નિવેદન તરીકે વ્યક્ત કરી શકાય છે. બીજું અનુવાદ: અંતેમેં જે સર્વ કહ્યું અને કર્યું તે પછી, હું અપેક્ષા રાખું છું કે તમે સમજો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Mark 7:19

Connecting Statement:

ઈસુએ પોતાના શિષ્યોને શીખવવા માટે જે પ્રશ્નનો ઉપયોગ કર્યો હતો તે પૂર્ણ કર્યો.

because ... passes our into the latrine?

આ પ્રશ્નનો અંત છે જે કલમ 18 માં તમે જોતા નથી શબ્દોથી શરૂ થાય છે. ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ તેમના શિષ્યોને કંઈક શીખવવા માટે કરે છે કે જેની તેમને અગાઉથી જાણ હોવી જોઈએ. તે નિવેદન તરીકે વ્યક્ત કરી શકાય છે. તમારે પહેલાથી જ સમજી લેવું જોઈએ કે બહારથી વ્યક્તિમાં જે કંઈપણ પ્રવેશ કરે છે તે તેને અશુદ્ધ કરી શકતું નથી, કારણ કે તે તેના હૃદયમાં જઈ શકતું નથી, પરંતુ તે તેના પેટમાં જાય છે અને પછી શૌચાલયમાં બહાર નીકળી જાય છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

it does not go into his heart

અહીં હૃદય એ વ્યક્તિના આંતરિક મનુષ્યત્વઅથવા મન માટેનું એક ઉપનામછે. અહીં ઈસુનો અર્થ એ છે કે ખોરાક વ્યક્તિના ચરિત્ર પર અસર કરતો નથી. બીજું અનુવાદ: તે તેના આંતરિક મનુષ્યત્વમાં જઈ શકતું નથી અથવા તે તેનાહૃદયમાં જઈ શકતું નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

it does not go

અહીં તે વ્યક્તિના પેટમાં જે જાય છે તેનો ઉલ્લેખ કરે છે; એટલે કે, વ્યક્તિ શું ખાય છે તે.

all foods clean

આ વાક્યનો અર્થ શું છે તે સ્પષ્ટ રીતે સમજાવવા માટે મદદરૂપ થઈ શકે છે. બીજું અનુવાદ: સર્વ ખોરાક શુદ્ધ છે, મતલબ કે ઇશ્વર ખાનાર ને અશુદ્ધ માનશે તે ધ્યાનમાં લીધા વગર લોકોકંઈપણ ખોરાક ખાઈ શકે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 7:20

he said

ઈસુએ કહ્યું

That which comes out of the man, that defiles the man

વ્યક્તિને જે અશુદ્ધ કરે છે તે એ છે કે જે તેની અંદરથી આવેછે

Mark 7:21

out of the heart, proceed evil thoughts

અહીં હૃદય એ વ્યક્તિના આંતરિક મનુષ્યત્વઅથવા મન માટેનું એક ઉપનામછે. બીજું અનુવાદ: હૃદયમાંથી દુષ્ટ વિચારો આવે છે અથવા મનમાંથી,દુષ્ટ વિચારો આવે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Mark 7:22

sensuality

પોતાની વાસનાયુક્ત ઇચ્છાઓને નિયંત્રિત ન કરવી

Mark 7:23

come from within

અહીં માંથી શબ્દ વ્યક્તિના હૃદયનું વર્ણન કરે છે. બીજું અનુવાદ: વ્યક્તિના હૃદયમાંથી આવે છે અથવા વ્યક્તિના વિચારોમાંથી આવે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Mark 7:24

Connecting Statement:

ઈસુ તૂર જાય છેત્યારે તે એક વિદેશી સ્ત્રીની પુત્રીને સાજી કરે છે, જેનો વિશ્વાસ અસાધારણ હોય છે.

Mark 7:25

had an unclean spirit

આ એક રૂઢીપ્રયોગછે જેનો અર્થ છે કે તે અશુદ્ધ આત્માથી પીડિત હતી. બીજું અનુવાદ: અશુદ્ધ આત્માનોકબજો હતો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

fell down

ઘૂંટણે પડવું. આ એક આદર અને આધીનતાનું કૃત્ય છે.

Mark 7:26

Now the woman was a Greek, a Syrophoenician by descent

હવે"" શબ્દ મુખ્ય વાર્તાની પંક્તિમાં વિરામ દર્શાવેછે, કારણ કે આ વાક્ય આપણનેસ્ત્રી વિષેની પૃષ્ઠભૂમિની માહિતી આપે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

Syrophoenician

આ સ્ત્રીની નાગરિકતાને દર્શાવે છે. તેનો જન્મ સિરિયાના ફિનીકિયા પ્રાંતમાં થયો હતો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

Mark 7:27

Let the children first be fed. For it is not right ... throw it to the dogs

અહીં ઈસુ યહૂદીઓ વિષે બોલે છે કે જાણે તેઓ બાળકો હોય અને વિદેશીઓ જાણે તેઓ કૂતરા જેવા હોય. બીજું અનુવાદ: પહેલા ઇઝરાએલના સંતાનોને ખવડાવવા દો. કારણ કે સંતાનોનીરોટલી લઈને વિદેશીઓ કે જેઓ કૂતરા જેવા છેતેનેફેંકવી યોગ્ય નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Let the children first be fed

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાયછે. બીજું અનુવાદ: આપણે પહેલા ઇઝરાએલના સંતાનોને જખવડાવવું જોઈએ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

bread

આ બાબત સામાન્ય રીતે ખોરાકનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: ખોરાક (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

the dogs

આ બાબત,પાલતુ પ્રાણી તરીકે રાખવામાં આવેલા નાના કૂતરાઓનો ઉલ્લેખ કરે છે.

Mark 7:29

go

ઈસુએ સૂચવ્યું હતું કે તેણીએ હવે તેની પુત્રીની મદદ માટે રોકાવાની કે પૂછવાની જરૂર નથી. તે તેમ કરશે. બીજું અનુવાદ: તમે હવે જઈ શકો છો અથવા તમે શાંતિથી ઘરે જઈ શકો છો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

The demon has gone out of your daughter

ઈસુએ સ્ત્રીની પુત્રીને અશુદ્ધ આત્માથી મુક્ત કરી. આ સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકાય છે. બીજું અનુવાદ: મેં તારી દીકરીને દુષ્ટ આત્માથી મુક્ત કરી છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 7:31

Connecting Statement:

તૂરમાં લોકોને સાજા કર્યા પછી,ઈસુ ગાલીલના સમુદ્રની પાસે આવ્યા. ત્યાં તેમણે એક બહેરા માણસને સાજો કર્યો, જેના લીધે લોકો આશ્ચર્ય પામ્યા.

went out again from the region of Tyre

તૂરનો પ્રાંતછોડી દીધો

up into the region

શક્ય અર્થો આ પ્રમાણે છે છે 1) પ્રાંતમાં જેમ કે ઈસુ દશનગરપ્રાંતમાંના સમુદ્રમાં છે અથવા 2) પ્રાંત દ્વારા જ્યારે ઈસુદશનગરના પ્રદેશમાં થઇને સમુદ્ર પાસેગયા.

Decapolis

આ એક પ્રાંતનું નામ છે જેનો અર્થ છે દસ નગર. તે ગાલીલ સમુદ્રની દક્ષિણપૂર્વમાં આવેલું છે. તમે માર્ક 5:20 માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

Mark 7:32

They brought

અને લોકો લાવ્યા

someone who was deaf

જે સાંભળી શકતો ન હતો

they begged him to lay his hand on him

પ્રબોધકો અને શિક્ષકો લોકોનેસાજા કરવા અથવા આશીર્વાદ આપવા માટે પર તેમના હાથ મૂકતા. આ પ્રસંગમાં, લોકો ઈસુને માણસને સાજો કરવા વિનંતી કરી રહ્યા છે. બીજું અનુવાદ: તેઓએ તે માણસ પર હાથ મૂકીને સાજા કરવા માટે ઈસુને વિનંતી કરી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 7:33

taking him aside

ઈસુ તેને લઈ ગયા

he put his fingers into his ears

ઈસુ માણસના કાનમાં પોતાની આંગળીઓ મૂકી

after spitting, he touched his tongue

ઈસુ થૂંકે છે અને પછી માણસની જીભને સ્પર્શે છે.

after spitting

ઈસુ તેમની આંગળીઓ પર થૂક્યાં તે કહેવું મદદરૂપ થશે.બીજું અનુવાદ: તેની આંગળીઓ પર થૂંક્યા પછી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 7:34

looked up to heaven

આનો અર્થ છે કે તેમણે આકાશ તરફ જોયું, જ્યાં ઈશ્વરરહે છે તે સ્થળ સાથે સંકળાયેલું છે.

Ephphatha

અહીં લેખક એ અરામિક શબ્દ દ્વારા કોઈ વસ્તુનો ઉલ્લેખ કરે છે. તમારા મૂળાક્ષરોનો ઉપયોગ કરીને તમારી ભાષામાં આ શબ્દની નકલ કરવી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-transliterate)

sighed deeply

આનો અર્થ એ કે તેણે નિસાસો નાખ્યો અથવા કે તેણે સાંભળી શકાય તેવો લાંબો ઊંડો શ્વાસ બહાર કાઢ્યો. તે કદાચ માણસ માટે ઈસુની સહાનુભૂતિ બતાવે છે.

said to him

માણસને કહ્યું

Mark 7:35

his ears were opened

આનો અર્થ છે કે તે સાંભળતોથયો. બીજું અનુવાદ: તેના કાન ખુલી ગયા અને તે સાંભળી શક્યો અથવા ""તે સાંભળી શક્યો

the band of his tongue was released

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય. બીજું અનુવાદ: જેને કારણે તે બોલી શક્તો નહોતો તે ઇસુએ દૂર કર્યુ અથવા ઈસુએ તેની જીભ છૂટી કરી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Mark 7:36

the more he ordered them

આનોઅર્થ એ છે કે તેણે તેઓને જે કર્યું તેના વિષે કોઈને ન કહેવા તાકીદ કરી.બીજું અનુવાદ: "" તેમણે તેઓને વધુ તાકીદ કરી કે કોઈને કહેવું નહિ"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

the more abundantly

વધારે પ્રગટ થયું અથવા ""વધારે

Mark 7:37

They were extremely astonished

સંપૂર્ણ રીતે આશ્ચર્યચકિત થઈ ગયા હતા અથવા ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અથવા ""બેહ્દ અચંબો પામ્યા

the deaf ... the mute

આ લોકોનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: બહેરા લોકો ... મૂંગા લોકો અથવા એવા લોકો કે જે સાંભળી શકતા નથી ... જે લોકો બોલી શકતા નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)