Mark 5

માર્ક05 સામાન્ય નોંધો

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

ટલિથા, કૂમ

ટલિથા, કૂમ શબ્દો (માર્ક 5:41) એ અરામિક ભાષામાંથી છે. માર્ક તેના ઉચ્ચાર પ્રમાણે તેમને લખે છે અને પછી તેમનું અનુવાદ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-transliterate)

Mark 5:1

Connecting Statement:

ઈસુએ ભારે તોફાનને શાંત કર્યા પછી, તે અશુદ્ધ આત્માઓ વળગેલા એક માણસને સાજો કરે છે, પરંતુ ગેરાસાના સ્થાનિક લોકો તેના સાજાપણાંથી ખુશ નહોતા, અને તેઓ ઈસુને ચાલ્યા જવા વિનંતી કરે છે.

They came

તેઓ"" શબ્દનો અર્થ ઈસુ અને તેના શિષ્યોનો ઉલ્લેખ કરે છે.

the sea

આ ગાલીલના સમુદ્રનો ઉલ્લેખ કરે છે.

the Gerasenes

આ નામ ગેરાસામાં રહેતા લોકોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

Mark 5:2

with an unclean spirit

આ એક રૂઢીપ્રયોગછે જેનો અર્થ એ છે કે માણસ અશુદ્ધ આત્મા ""ના ક્બ્જામાં""અથવા વળગેલ છે. બીજું અનુવાદ: અશુદ્ધ આત્મા દ્વારા નિયંત્રિત અથવા જેને અશુદ્ધ આત્મા વળગેલ છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Mark 5:4

He had been bound many times

આને સક્રિય સ્વરૂપમાં લખી શકાય છે. બીજું અનુવાદ: લોકોએ તેને ઘણી વાર બાંધ્યો હતો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

his shackles were shattered

આને સક્રિય સ્વરૂપમાં લખી શકાય છે. બીજું અનુવાદ: તેણે તેની બેડીઓ તોડી નાખી હતી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

shackles

ધાતુના ટુકડાઓ કે જે લોકો કેદીઓના હાથ અને પગનેવીટવામં આવે છે અને સાંકળોને કશાની સાથે જોડી દેવામાં આવે છે જેથી તે ખસતો નથી અને તેથી કેદીઓ પણ ખસી શકતા નથી

No one had the strength to subdue him

તે માણસ એટલો મજબુત હતો કે કોઈ તેને વશ કરી શક્તું નહોતુ. બીજું અનુવાદ: તે એટલો સશક્ત હતો કે કોઈ પણ તેને વશ કરવા માટે તાકાતવાન નહોતો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

subdue him

તેને નિયંત્રિત કરો

Mark 5:5

cut himself with sharp stones

ઘણી વખત જ્યારે કોઈ વ્યક્તિ અશુદ્ધ આત્માના કબજામાં હોય છે, ત્યારે અશુદ્ધ આત્મા વ્યક્તિને પોતાને નુકશાન કરવા પ્રેરે છે જેમકે પોતાને કાપી નાખવુ.

Mark 5:6

When he saw Jesus from a distance

જયારે તે માણસે ઈસુને પ્રથમ જોયા, ત્યારેઈસુ હોડીમાંથી બહાર નીકળી રહ્યાંહતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

bowed down

આનો અર્થ એ છે કે તે ઈસુની આગળમાનસન્માનને લીધે ઘૂંટણેપડ્યો,ભક્તિભાવથી નહીં.

Mark 5:7

General Information:

યુએસટી મુજબ, આ બંને કલમોની માહિતી, ઘટનાઓજે રીતે બની છે તે ક્રમમાં રજૂ કરવા નૉંધી છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-events)

he cried out

અશુદ્ધ આત્માએપોકાર કર્યો

What do I have to do with you, Jesus, Son of the Most High God?

અશુદ્ધ આત્માભયથી આ પ્રશ્ન પૂછે છે. આ નિવેદન તરીકે લખી શકાય છે. બીજું અનુવાદ: ઈસુ, પરાત્પર ઈશ્વરના દીકરા, મને એકલો છોડી દો! તમારેમને દખલ કરવાનું કોઈ કારણ નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Jesus ... do not torment me

ઈસુની પાસે અશુદ્ધ આત્માઓનેયાતના આપવાનો અધિકાર છે.

Son of the Most High God

ઈસુ માટે આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

I beg you by God himself

અહીં ઈસુને વિનંતી કરતી વખતે અશુદ્ધ આત્મા ઈશ્વરના સમ ખાય છે. તમારી ભાષામાં આ પ્રકારની વિનંતી કેવી રીતે કરવામાં આવે છે તે ધ્યાનમાં લો. બીજું અનુવાદ: હું તમને ઈશ્વર સમક્ષ વિનંતી કરું છું અથવા ""હું પોતે ઈશ્વરના સમ ખાઈને વિનંતી કરું છું.

Mark 5:9

He asked him

અને ઈસુએ અશુદ્ધ આત્માને પૂછ્યું

He answered him, ""My name is Legion, for we are many.

અહી એક આત્મા ઘણા માટે વાત કરી રહ્યો હતો. તે તેમના વિષે એવું બોલ્યો જાણે કે તેઓ એક ફોજહોય, રોમન સૈન્યના લગભગ 6,000 સૈનિકોના જેટલી. બીજું અનુવાદ: અને આત્માએ તેમને કહ્યું, 'અમને સેના કહીને બોલાવો,કેમ કે અમે ઘણાબધા આ માણસની અંદર છીએ.' (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Mark 5:12

they begged him

અશુદ્ધ આત્માઓએ ઈસુને વિનંતી કરી

Mark 5:13

he allowed them

ઈસુએ તેઓને જે કરવા દીધુંતે સ્પષ્ટપણે જણાવવામાં મદદરૂપ થઈ શકેછે.બીજું અનુવાદ: "" અશુદ્ધ આત્માઓએ જે કરવાની મંજૂરી માંગી છે તે કરવાની ઈસુએ મંજૂરી આપી"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

into the sea, and about two thousand pigs drowned in the sea

તમે આ એક અલગ વાક્ય બનાવી શકો છો: ""સમુદ્રમાં. ત્યાં લગભગ બે હજાર ભૂંડો હતા, અને તેઓ સમુદ્રમાં ડૂબી ગયા

about two thousand pigs

લગભગ 2,000 ભૂંડો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-numbers)

Mark 5:14

in the city and in the countryside

તે સ્પષ્ટપણે કહી શકાય કે પુરુષોએ પોતાનો અહેવાલ શહેર અને દેશભરનાલોકોને આપ્યો. બીજું અનુવાદ: શહેરમાંના અને દેશભરનાલોકોને (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Mark 5:15

the Legion

આ માણસમાં રહેલા ઘણા ભૂતોનું નામહતું. તમે માર્ક 5:9 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

in his right mind

આ એક રૂઢીપ્રયોગછે જેનો અર્થ છે કે તે સ્પષ્ટ રીતે વિચારી રહ્યો છે. બીજું અનુવાદ: સામાન્ય મનનું અથવા સ્પષ્ટ રીતે વિચારવું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

they were afraid

તેઓ"" શબ્દ એ લોકોના જૂથનોઉલ્લેખ કરે છે કે જે બન્યું હતું તે જોવા માટે બહાર ગયા હતા.

Mark 5:16

Those who had seen what happened

જે બન્યું હતું તેની સાક્ષી આપી તે લોકો

Mark 5:18

the demon-possessed man

તેમ છતાં તે માણસ હવે અશુદ્ધ આત્માથી પીડિત નહોતો, તેમ છતાં તેનું વર્ણન આ રીતે કરવામાં આવે છે. બીજું અનુવાદ: ""જે માણસ અશુદ્ધ આત્માથી પીડિત હતો

Mark 5:19

But Jesus did not permit him

ઈસુએ માણસને જે કરવા ન દીધું, તે સ્પષ્ટ રીતે કહી શકાયછે. બીજું અનુવાદ: પરંતુ તેમણે તે માણસને તેમની સાથે આવવા દીધો નહીં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 5:20

the Decapolis

આ તે એક પ્રદેશનું નામ છે જેનો અર્થ છે દસ નગરો થાય છે. તે ગાલીલના સમુદ્રની દક્ષિણપૂર્વમાં સ્થિત છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

everyone was amazed

લોકો શા માટે આશ્ચર્યચકિત થયા તે જણાવવામાં મદદરૂપ થઈ શકેછે. બીજું અનુવાદ: આ માણસે જે કહ્યું તે સાંભળનારા સર્વ લોકો આશ્ચર્યચકિત થયા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Mark 5:21

Connecting Statement:

ગેરાસાનાપ્રદેશમાં અશુદ્ધ આત્માથી પીડિત માણસને સાજો કર્યા પછી, ઈસુ અને તેમના શિષ્યો સરોવરને પેલે પારકફરનહૂમ પાછા ફર્યા, જ્યાં સભાસ્થાનના એક અધિકારીએ ઈસુને તેની દીકરીને સાજી કરવા કહ્યું.

the other side

આ શબ્દસમૂહમાં માહિતી ઉમેરવા માટે તે મદદરૂપ થઈ શકે છે. બીજું અનુવાદ: સમુદ્રની બીજી બાજુ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

beside the sea

સમુદ્ર કિનારે અથવા ""કાંઠે

the sea

આ ગાલીલનો સમુદ્ર છે.

Mark 5:22

Jairus

આ એક માણસનું નામ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

Mark 5:23

lay your hands

હાથ મૂકવાનો અર્થ એ છે કે કોઈ પ્રબોધક અથવા શિક્ષકે કોઈના પર હાથ મૂક્યો અને સાજાપણું અથવા આશીર્વાદ આપ્યો. આ કિસ્સામાં, યાઈર ઈસુને તેની દીકરીને સાજી કરવા કહે છે.

that she may be made well and live

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાયછે. બીજું અનુવાદ:અને તેસાજીથઇને જીવિત થાય (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Mark 5:24

So he went with him

તેથી ઈસુ યાઈર સાથે ગયા. ઈસુના શિષ્યો પણ તેની સાથે ગયા. બીજું અનુવાદ: તેથી ઈસુ અને શિષ્યો યાઈર સાથે ગયા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

pressed close around him

આનો અર્થ એ કે તેઓએ ઈસુની આસપાસ ભીડ કરી અને પોતે ઈસુની નિકટ આવવા ધક્કામુક્કીકરવા લાગ્યા.

Mark 5:25

Connecting Statement:

જ્યારે ઈસુ તે માણસની 12 વર્ષની નાનીદીકરીને સાજી કરવા જઈ રહ્યા હતા, ત્યારે એક સ્ત્રી કે જે 12 વર્ષથી બીમાર હતી,તે ઈસુને સ્પર્શ કરીને સાજી થવા ચાહે છે.

Now a woman was there

હવે સૂચવે છે કે આ સ્ત્રીને વાર્તામાં રજૂ કરવામાં આવી રહી છે. તમારી ભાષામાં વાર્તામાં નવા લોકોને કેવી રીતે રજૂ કરવામાં આવે છે તે ધ્યાનમાં લો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-participants)

with a flow of blood for twelve years

સ્ત્રીને કોઈ ખુલ્લો ઘા ન હતો; તેના બદલે,તેનેરક્તનો માસિક પ્રવાહ બંધ થતો નહોતો. આ સ્થિતિનો ઉલ્લેખ કરવાની તમારી ભાષામાં નમ્ર રીત હોઈ શકે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-euphemism)

for twelve years

12વર્ષોથી (જુઓ:/WA-Catalog/gu_tm?section=translate#translate-numbers)

Mark 5:26

she became worse

તેની માંદગી વધુ ખરાબ થઈ ગઈ અથવા ""તેનો રક્તસ્રાવ વધી ગયો

Mark 5:27

the reports about Jesus

ઈસુએ લોકોને કેવી રીતે સાજા કર્યા તે વિષે તેણીએ અહેવાલો સાંભળ્યા હતાં. બીજું અનુવાદ: કે ઈસુએ લોકોને સાજા કર્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

cloak

બાહ્ય વસ્ત્રો અથવા કોટ

Mark 5:28

I will be healed

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાયછે. બીજું અનુવાદ: તે મને સાજી કરશે અથવા તેમનું પરાક્રમ મને સાજી કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Mark 5:29

she was healed from her affliction

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાયછે. બીજું અનુવાદ: માંદગી તેને છોડી ગઈ હતી અથવા તેણીની હવે બીમાર નહોતી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Mark 5:30

that power had gone out from him

જ્યારે સ્ત્રીએ ઈસુને સ્પર્શ કર્યો, ત્યારે ઈસુએ અનુભવ્યું કે તેમનું સામર્થ્ય તેણીને સાજી કરી રહ્યું છે. ઈસુએ તેણીનેસાજી કરી ત્યારે તેમણે પોતાનું કોઈ પણ સામર્થ્ય ગુમાવ્યું નહોતું. બીજું અનુવાદ: ""કે તેમના સાજાપણાનાં પરાક્રમે તે સ્ત્રી સાજી થઈ

Mark 5:31

this crowd pressed in on you

આનોઅર્થ એ કે તેઓએ ઈસુની આસપાસ ભીડ કરી અને પોતે ઈસુની નિકટ આવવા ધક્કામુક્કી કરવા લાગ્યા.. તમે માર્ક 5:24 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

Mark 5:33

fell down before him

તેમની આગળ ઘૂંટણે પડી જવું. તેણીની સન્માન અને આધીનતાના કૃત્ય તરીકે ઈસુ સમક્ષ ઘૂંટણેપડી.

told him the whole truth

સંપૂર્ણ સત્ય"" શબ્દસમૂહનો અર્થ છે કે તેણીએકેવી રીતે તેમનો સ્પર્શ કર્યો અને સાજી થઈ. બીજું અનુવાદ: તેણીએ કેવી રીતે તેમનો સ્પર્શ કર્યો તે વિશે સંપૂર્ણ સત્ય કહ્યું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Mark 5:34

Daughter

ઈસુ આ શબ્દ અલંકારિક રૂપે તે સ્ત્રીને વિશ્વાસીતરીકે ઉલ્લેખ કરવા માટે વાપરી રહ્યાં હતાં.

your faith

મારામાં તારોવિશ્વાસ

Mark 5:35

While he was speaking

જ્યારે ઈસુ બોલી રહ્યા હતા

some people came from the synagogue leader's house

શક્ય અર્થો આ પ્રમાણે છે1) આ લોકો યાઈરના ઘરેથી આવ્યા હતા અથવા 2) યાઈરે અગાઉથી આ લોકોને ઈસુને મળવાનો આદેશ આપ્યો હતો અથવા 3) આ લોકોને યાઈરની ગેરહાજરીમાં સભાસ્થાનના આગેવાન દ્વારા મોકલવામાં આવ્યા હતા.

the synagogue leader's house

સભાસ્થાનનો આગેવાન"" યાઈર છે.

saying

સભાસ્થાન,યાઈરને કહી રહ્યું છે

Why trouble the teacher any longer?

આ પ્રશ્ન નિવેદન તરીકે લખી શકાય છે. બીજું અનુવાદ: શિક્ષકને લાંબા સમય સુધી પરેશાન કરવું યોગ્ય નથી. અથવા હવે શિક્ષકને લાંબા સમય સુધી પરેશાન કરવાની જરૂર નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

the teacher

આ ઈસુનો ઉલ્લેખ કરે છે.

Mark 5:36

General Information:

યુએસટીમુજ્બ,કલમ 37 અને 38માંની ઘટનાઓને ક્રમમાં રજૂ કરવા માટે નોંધવામાં આવી છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-events) અને /WA-Catalog/gu_tm?section=translate#translate-versebridge)

Just believe

જો જરૂરી હોય તો, તમે જણાવી શકો છો કે ઈસુ યાઈરને શું વિશ્વાસ કરવાની આજ્ઞા કરે છે.બીજું અનુવાદ: ""માત્ર વિશ્વાસ રાખ હું તારી દીકરીને જીવિત કરી શકું છું

Mark 5:37

He did not permit

ઈસુએ પરવાનગી આપી ન હતી

to accompany him

તેમની સાથે આવવા માટે. તેઓ ક્યાં જતા હતા તે જણાવવામાં મદદરૂપ થઈ શકે. બીજું અનુવાદ: તેમની સાથે યાઈરના ઘરે જવા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 5:38

he saw

ઈસુએ જોયું

Mark 5:39

he said to them

જે લોકો રડી રહ્યા હતાં તેઓનેઈસુએ કહ્યું

Why are you upset and why do you weep?

ઈસુએ આ પ્રશ્ન તેઓને તેમના વિશ્વાસની કમીજોવા માટે મદદ કરતાપૂછ્યો. આ નિવેદન તરીકે લખી શકાય છે. બીજું અનુવાદ: આ ઉદાસથવાનો અને રડવાનો સમય નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

The child is not dead but sleeps

ઈસુ ઊંઘ માટે સામાન્ય શબ્દનો ઉપયોગ કરે છે, અને તેથી અનુવાદ પણ કરવો જોઈએ.

Mark 5:40

They laughed at him

ઈસુએ ઊંઘ માટે સામાન્ય શબ્દનો ઉપયોગ કર્યો (કલમ 39).વાચકે સમજી લેવું જોઈએ કે જે લોકોએ ઈસુને સાંભળ્યા છે તે તેમના પર હસે છે કારણ કે તેઓ ખરેખર મરણ પામેલી વ્યક્તિ અને ઊંઘી રહેલા વ્યક્તિ વચ્ચેનો તફાવત જાણે છે અને તેઓ વિચારે છે કે તે જાણતાં નથી.

put them all outside

બીજા સર્વ લોકોને ઘરની બહાર મોકલ્યા

those who were with him

આ પિતર, યાકૂબ, અને યોહાનનો ઉલ્લેખ કરે છે.

went in where the child was

દીકરી ક્યાં છે તે જણાવવામાં મદદરૂપ થઈ શકે છે. બીજું અનુવાદ: દીકરી જ્યાં હતી તે ઓરડામાં ગયા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 5:41

Talitha, koum!

આ એક અરામિક વાક્ય છે,જેમાં ઈસુએ નાની છોકરી સાથે તેની ભાષામાં વાત કરી હતી. આ શબ્દો તમારા મૂળાક્ષરોથી લખો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-transliterate)

Mark 5:42

she was twelve years of age

તે 12 વર્ષની હતી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-numbers)

Mark 5:43

He strictly ordered them that no one should know about this. He also

આ સીધા અવતરણ તરીકે કહી શકાયછે. બીજું અનુવાદ: "" પછી તેમણે તેઓને તાકીદ કરી, 'આ વિષે કોઈન જાણે!' """" અથવા "" પછી તેમણે તેઓને તાકીદ કરી, 'મેં જે કર્યું છે તેનાવિષે કોઈને કહેવું નહી!'""(જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations)

He strictly ordered them

તેમણે ભારપૂર્વક તેમને આજ્ઞા આપી

He also told them to give her something to eat

આ સીધાઅવતરણ તરીકે કહી શકાય. બીજું અનુવાદ: અને તેમણે તેઓને કહ્યું, 'તેને કંઈક ખાવા માટે આપો.' (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations)