કેટલાક અનુવાદકોએ કવિતાઓની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં જમણી તરફ ગોઠવી છે જેથી તેને સરળતાથી વાંચી શકાય. યુએલટી 19:24 ની કવિતામાં આવું જ કરે છે, જે જૂના કરારના શબ્દો છે.
જાંબુડિયો કલર એ લાલ અથવા વાદળી જેવો હોય છે. લોકો ઈસુની મજાક ઉડાવતા હતા, તેથી તેઓએ તેને જાંબુડિયા વસ્ત્રો પહેરાવ્યા. કેમ કે રાજાઓ જાંબુડિયા વસ્ત્રો પહેરતા હતા. તેઓ કોઈ રાજાને માન આપતા હોય તેમ બોલ્યા અને વર્તન કર્યુ , પરંતુ સર્વ જાણતા હતાકે તેઓ ઈસુને ધિક્કારતા હતા તેથી તેઓએ આ પ્રમાણે કર્યુ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-irony)
પિલાત જાણતો હતો કે ઈસુ ગુનેગાર નથી, તેથી તે ચાહતો હતો કે તેના સૈનિકોને તેને મારી નાખે નહિ. પરંતુ યહૂદીઓએ તેમને કહ્યું કે ઈસુ રાજા હોવાનો દાવો કરી રહ્યાં છે, અને જે કોઇપણ આ કરે તે કૈસરના નિયમને તોડે છે ([યોહાન 19:12] (../../jhn/19/12.md)).
જે કબરમાં ઈસુને દફનાવવામાં આવ્યા હતા (યોહાન 19:41) તે કબર શ્રીમંત યહૂદી પરિવારોએ તેમના સગાંઓને દફનાવ્યા હતા તેના જેવી હતી. તે એક ખંડ હતો જે ખડકમાંથી કાપેલ હતો. તેની એક બાજુ સપાટ જગ્યા હતી જેની પર તેઓ શરીરને તેલ અને સુગંધીદાર દ્રવ્યો લગાવીને કપડામાં લપેટીને મૂકતા. પછી તેઓ કબર આગળ એક મોટો પથ્થર ગબડાવી દેતા કે જેથી કોઈ અંદર જોઈ શકે નહિ કે પ્રવેશ કરી શકે નહિ.
સૈનિકોએ ઈસુનું અપમાન કર્યું જ્યારે તેઓએ પોકાર કર્યોકે, યહૂદીઓના રાજાની જય. પિલાત યહૂદીઓનું અપમાન કરી રહ્યો હતો જ્યારે તેણે પૂછ્યું કે શું હું તમારા રાજાને વધસ્તંભ પર ચડાવું? જ્યારે તેણે લખ્યુંકે ઈસુ નાઝારી, યહૂદીઓનો રાજા ત્યારે તે કદાચ ઈસુ અને યહૂદીઓ બંનેનું અપમાન કરી રહ્યો હતો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-irony)
આ બે હિબ્રૂ શબ્દો છે. આ શબ્દો (પગરસ્તો અને ખોપરીની જગ્યા) ના અર્થોનું અનુવાદ કર્યા પછી, લેખક તેને ગ્રીક અક્શરો સાથે લખીને તેના અવાજોનું સ્થાનાંતર કરે છે.
અગાઉના આધ્યાયની વાત ચાલુ રહે છે. ઈસુ પિલાતની સામે ઊભા છે કેમ કે યહૂદીઓ દ્વારા તેમના પર આરોપ મૂકવામાં આવ્યો હતો.
પિલાતે પોતે ઈસુને કોરડા માર્યા ન હતા. અહીં પિલાત એ સૈનિકોનો અલંકાર છે કે જેઓને પિલાતે ઈસુને કોરડા મારવાનો હુકમ આપ્યો. વૈકલ્પિક અનુવાદ: પછી પિલાતે તેના સૈનિકોને ઈસુને કોરડા મારવાનો આદેશ આપ્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)
હે""ની સલામ, હાથ ઊંચા કરીને ફક્ત કૈસરને જ કરવામાં આવતી હતી. સૈનિકોએ ઈસુની મજાક ઉડાવવા કાંટાનો તાજ અને જાંબુડિયા રંગના ઝભ્ભાનો ઉપયોગ કર્યો, તે વ્યંગાત્મક છે કે તેઓ સમજી શક્યા નહિ કે તે ખરેખર રાજા છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-irony)
પિલાતે આ કહેવા માટે બે વાર જણાવ્યું છે કે મને તેનામાં કોઇ દોષ માલૂમ પડતો નથી. હું તેને સજા કરવા માંગતો નથી. વૈકલ્પિક અનુવાદ: હું તેને સજા કરવા માટેનું કોઈ કારણ જોઇએ શકતો નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
મુગટ અને જાંબલી રંગનો ઝભ્ભો એ ફક્ત રાજાઓ જ પહેરે તે વસ્તુઓ છે. સૈનિકોએ તેની મજાક ઉડાડવા માટે ઈસુને આ રીતે તૈયાર કર્યો હતો. યોહાન 19:2 જુઓ.
અહીં ઈસુનો વિરોધ કરનારા યહૂદી આગેવાનો માટે યહૂદીઓ એ એક અલંકાર છે. વૈકલ્પિક અનુવાદ: યહૂદી આગેવાનોએ પિલાતને જવાબ આપ્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)
ઈસુને વધસ્તંભ દ્વારા મૃત્યુની સજા કરવામાં આવી હતી કારણ કે તેમણે દાવો કર્યો હતો કે તે ""ઈશ્વરનો પુત્ર” છે.
ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)
આ નોંધ એક પ્રશ્નના રૂપમાં દેખાય છે. અહીં પિલાત આશ્ચર્ય વ્યક્ત કરે છે કે ઈસુ આ તકનો ઉપયોગ કરીને પોતાનો બચાવ કરતા નથી. વૈકલ્પિક અનુવાદ: હું માની શકતો નથી કે તું મને જવાબ આપવાની ના પાડે છે! અથવા મને જવાબ આપો! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
આ નોંધ ભાર ઉમેરવા માટેના પ્રશ્નના રૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: તારે જાણવું જોઈએ કે હું તને છૂટો કરી શકું છું અથવા મારા સૈનિકોને હુક્મ કરી શકું છું કે તે તને વધસ્તંભ ચડાવે! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
અહીં અધિકાર એ ઉપનામ છે જે કંઈક કરવાની ક્ષમતા અથવા કંઈક થવાનું કારણને દર્શાવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
તમે આ બમણા નકારાત્મકનું સકારાત્મક અને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: તું મારી વિરુદ્ધ કાર્યવાહી ફ્કત એટલા માટે કરી શકે છે કારણકે ઈશ્વરે તને એ સોંપ્યુ છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-doublenegatives અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
આ સન્માનીય રીત છે ઈશ્વરને દર્શાવવા માટે.
અહીં આ શબ્દસમૂહનો અર્થ થાય છે કે શત્રુના હાથમાં સોંપી દેવું.
અહીં આ જવાબ ઈસુના જવાબનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: જ્યારે પિલાતે ઈસુનો જવાબ સાંભળ્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
મૂળ પ્રતોમાં કોશિશ શબ્દ દર્શાવે છે કે પિલાતે ઈસુને છોડી દેવા ભારે અથવા વારંવાર પ્રયત્ન કર્યા. વૈકલ્પિક અનુવાદ: તેણે ઈસુને છોડી દેવા સખત પ્રયત્ન કર્યો અથવા તેણે ઈસુને છૂટા કરવા માટે વારંવાર પ્રયાસ કર્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
અહીં યહૂદીઓ એ અલંકાર છે જે ઈસુનો વિરોધ કરનારા યહૂદી આગેવાનોનો ઉલ્લેખ કરે છે. મૂળ પ્રતોમાં , બૂમ પાડી એ સૂચવે છે કે તેઓએ બૂમ પાડી અથવા વારંવાર બૂમ પાડી. વૈકલ્પિક અનુવાદ: પરંતુ યહૂદી આગેવાનો બૂમો પાડતા રહ્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche અને /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
તમે કૈસરનો વિરોધ કરો છો અથવા “તમે સામ્રાજ્યનો વિરોધ કરો છો”
દાવો કરે છે કે હું રાજા છું
અહીં તે પિલાતનો ઉલ્લેખ કરે છે અને પિલાતે સૈનિકોને આદેશ આપ્યો. વૈકલ્પિક અનુવાદ: તેણે ઈસુને બહાર લાવવા સૈનિકોને આદેશ આપ્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)
પિલાત જેવા અગત્યના લોકો તેમની નિયમસરની ફરજ પૂરી કરવા સારુ બેઠા અને અન્ય લોકો જેઓ સામાન્ય હતા તેઓ ઊભા રહ્યા.
આ ખાસ ખુરશી છે જેમાં પિલાત જેવા મહત્વપૂર્ણ વ્યક્તિ બેઠા હતા જ્યારે તે સત્તાવાર ન્યાય આપતો હતો. જો તમારી ભાષામાં આ ક્રિયાને વર્ણવવાની વિશેષ રીત છે, તો તમે તેનો ઉપયોગ અહીં કરી શકો છો.
આ એક ખાસ પથ્થરનો મંચ છે જ્યાં ફક્ત મહત્વપૂર્ણ લોકોને જ જવાની મંજૂરી આપવામાં આવી હતી. તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: એવી જગ્યા જેને લોકો ફરસબંદી કહે છે, પરંતુ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
ઇઝરાએલીઓ જે ભાષાનો ઉપયોગ કરે છે તેનો ઉલ્લેખ છે.
થોડો સમય પસાર થઈ ગયો અને હવે છઠ્ઠો પહોર છે, કેમકે પિલાતે તેના સૈનિકોને ઈસુને વધસ્તંભ પર ચડાવવાનો આદેશ આપ્યો.
આ શબ્દ વાતમાં વિરામ દર્શાવે છે જેથી યોહાન આગામી પાસ્ખાપર્વ અને દિવસના સમય વિષે માહિતી આપી શકે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)
બપોરના સમયે
અહીં યહૂદીઓ એ અલંકાર છે જે ઈસુનો વિરોધ કરનારા યહૂદી આગેવાનોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: પિલાતે યહૂદી આગેવાનોને કહ્યું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)
અહીં હું એ એક અલંકાર છે જે પિલાતના સૈનિકોનો ઉલ્લેખ કરે છે જે ખરેખર ઇસુને વધસ્તંભને જડવાના હતા. વૈકલ્પિક અનુવાદ: શું તમે ખરેખર મારા સૈનિકોને એમ કહેવા માંગો છો કે તેઓ તમારા રાજાને વધસ્તંભે ચડાવી દે? (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)
અહીં પિલાત તેના સૈનિકોને ઈસુને વધસ્તંભ પર ચડાવવાનો હુકમ આપે છે. તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ:તેથી પિલાતે તેના સૈનિકોને ઈસુને વધસ્તંભ પર ચડાવવાનો આદેશ આપ્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: તે સ્થાન પર કે જેને લોકો 'ખોપરીનું સ્થળ કહે છે,(જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
હિબ્રુ ઇઝરાએલના લોકોની ભાષા છે. તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""જેને હિબ્રૂમાં તેઓ 'ગુલગુથા' કહે છે.
આ એક શબ્દલોપ છે. ગર્ભિત શબ્દો ઉમેરીને તમે આ અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: તેઓએ બીજા બે ગુનેગારોને પણ તેમના વધસ્તંભ પર ચડાવી દીધા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)
અહીં પિલાત એ તે વ્યક્તિ માટેનો અલંકાર છે જેણે લેખ પર લખ્યું હતું. અહીં ""વધસ્તંભ પર""એ ઈસુના વધસ્તંભને સૂચવે છે. વૈકલ્પિક અનુવાદ: પિલાતે પણ કોઈકને તે લેખ લખવા અને તેને ઈસુના વધસ્તંભ સાથે જોડવાનો આદેશ આપ્યો હતો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)
તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: તેથી તે વ્યક્તિએ આ શબ્દો લખ્યા: ઈસુ નાઝારી, યહૂદીઓનો રાજા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: તે જગ્યા જ્યાં સૈનિકોએ ઈસુને વધસ્તંભે જડ્યા હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: જેણે લેખ તૈયાર કર્યો હતો તેણે 3 ભાષાઓમાં શબ્દો લખ્યા: હિબ્રૂ, લેટિન અને ગ્રીક (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
આ રોમન સરકારની ભાષા હતી.
મુખ્ય યાજકઓએ લેખ પરના શબ્દો વિષે તેમનો વિરોધ દર્શાવવા સારુ પિલાતના મુખ્ય મથકે પાછા જવું પડ્યું. વૈકલ્પિક અનુવાદ: મુખ્ય યાજ્કો પિલાત પાસે પાછા ગયા અને કહ્યું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
પિલાત સૂચવે છે કે તે લેખ પરના શબ્દોને બદલશે નહિ. વૈકલ્પિક અનુવાદ: હું જે ચાહતો હતો તે મેં લખ્યું છે, અને હું તેને બદલીશ નહિ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
કલમ 24 ના અંતે મુખ્ય વાતમાં વિરામ છે કારણ કે યોહાન આપણને કહે છે કે આ ઘટના દ્વારા શાસ્ત્ર કેવી રીતે પરિપૂર્ણ થાય છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)
અને તેઓએ તેનો ઝભ્ભો પણ લીધો. સૈનિકોએ ઝભ્ભો અલગ રાખ્યો અને તેને વહેંચ્યો નહિ. વૈકલ્પિક અનુવાદ: તેઓએ તેનો ઝભ્ભો અલગ રાખ્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
સૈનિકોએ રમત કરીકે જે જીતે તેને ઝભ્ભો મળશે. વૈકલ્પિક અનુવાદ: ચાલો આપણે ઝભ્ભા માટે ચિઠ્ઠીઓ નાખીએ અને જે જીતે તેને તે મળે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: "" આનાથી શાસ્ત્રવચન પૂર્ણ થાય છે જે કહે છે કે "" અથવા ""આ એટલા માટે થયુંકે જેથી શાસ્ત્રવચન પરિપૂર્ણ થાય જે આવું કહે છે
આ રીતે સૈનિકોએ ઈસુના વસ્ત્રોને અંદરોઅંદર વહેંચી લીધા. વૈકલ્પિક અનુવાદ: ""તેઓએ ચિઠ્ઠીઓ નાખી
આ યોહાન છે, આ સુવાર્તાનો લેખક.
અહીં પુત્ર શબ્દ એ રૂપક છે. ઈસુ ઇચ્છે છે કે તેનો શિષ્ય યોહાન તેની માતાનો પુત્ર થાય. વૈકલ્પિક અનુવાદ: ""સ્ત્રી, આ માણસ તારા પુત્રની જેમ તારી સાથે વર્તન કરશે.” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
અહીં માતા શબ્દ એ રૂપક છે. ઈસુ ઇચ્છે છે કે તેમની માતા તેમના શિષ્ય યોહાનની પાસે માતાની જેમ રહે. વૈકલ્પિક અનુવાદ: આ સ્ત્રીને તારી પોતાની માં જાણ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
તે જ ઘડીથી
તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""તે જાણતા હતા કે ઈશ્વરે તેમને જે કાર્યો કરવા મોકલ્યા હતા તે સઘળા તેમણે પરિપૂર્ણ કર્યા છે. "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: કોઈકે ત્યાં સરકો ભરેલું વાસણ મુક્યું હતું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
કડવો દ્રાક્ષારસ
અહીં “તેઓ” એ રોમન ચોકીદારોનો ઉલ્લેખ કરે છે
નાની ચીજ કે જે પ્રવાહીને સોસી લે છે.
છૉડની લાકડી પર જેને ઝુફા કહે છે.
યોહાન અહીં સૂચવે છે કે ઈસુએ તેમનો આત્મા ઈશ્વરને સોંપ્યો. વૈકલ્પિક અનુવાદ: તેણે માથું નમાવ્યું અને ઈશ્વરને પોતાનો આત્મા સોંપ્યો અથવા તે માથું નમાવીને મૃત્યુ પામ્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
અહીં ઈસુનો વિરોધ કરનારા યહૂદી આગેવાનો માટે યહૂદીઓ એ એ અલંકાર છે. વૈકલ્પિક અનુવાદ: યહૂદી આગેવાનો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)
આ પાસ્ખાપર્વ પહેલાનો સમય છે જ્યારે લોકો પાસ્ખા પર્વનું પાસ્ખા-ભોજન તૈયાર કરે છે.
તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: વધસ્તંભે જડેલા માણસોના પગ તોડવા અને તેમના મૃતદેહોને વધસ્તંભ પરથી નીચે ઉતારવા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: જેને તેઓએ ઈસુની નજીક વધસ્તંભે જડ્યો હતો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
આ વાક્ય વાર્તાની પૃષ્ઠભૂમિ આપે છે. યોહાન વાચકોને જણાવી રહયો છે કે તે ત્યાં હતો અને તેમણે જે લખ્યું છે તેના પર આપણે વિશ્વાસ કરી શકીએ છીએ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)
સાક્ષી આપવી"" એટલે કોઈ વ્યક્તિએ પોતાની આંખોથી જે જે જોયું છે તે વિષે જુબાની આપવી. વૈકલ્પિક અનુવાદ: તેણે જે સત્ય જોયું છે તે વિષે કહ્યું છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
અહીં વિશ્વાસ નો અર્થ પોતાનો વિશ્વાસ ઈસુ પર મૂકવો. વૈકલ્પિક અનુવાદ: જેથી તમે પણ ઈસુ પર તમારો વિશ્વાસ મૂકો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
આ કલમમાં મુખ્ય વાર્તામાંથી વિરામ છે કારણ કે યોહાન આપણને જણાવે છે કે કેવી રીતે આ ઘટનાઓએ શાસ્ત્રવચનને સત્ય ઠરાવ્યું છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)
તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: "" એ શાસ્ત્રવચન પૂર્ણ થાય માટે."" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
આ ગીતશાસ્ત્ર 34 માંથી લેવામાં આવ્યું છે. તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: તેનું એક પણ હાડકું ભાંગવામાં આવશે નહિ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
ઝખાર્યા 12 માંથી આ વચન લેવામાં આવ્યું છે.
અરિમથાઈ એક નાનકડું શહેર હતું. વૈકલ્પિક અનુવાદ: "" અરિમથાઈનો યૂસફ "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)
અહીં ઈસુનો વિરોધ કરનારા યહૂદી આગેવાનો માટે યહૂદીઓ એ એ અલંકાર છે. વૈકલ્પિક અનુવાદ: યહૂદી આગેવાનોની બીકને લીધે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)
યોહાન સૂચવે છે કે અરિમથાઈનો યૂસફ ઈસુના શબને દફનાવવા માંગે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુના મૃતદેહને વધસ્તંભ પરથી નીચે ઉતારીને દફનાવવા સારુ લઈ જવા માટે પરવાનગી "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
નિકોદેમસએ ફરોશીઓમાંનો એક હતો, જેણે ઈસુમાં વિશ્વાસ કર્યો હતો. તમે આ નામનું અનુવાદ યોહાન 3:1 માં શું કર્યું છે તે જુઓ.
લોકો આ સુગંધી પદાર્થો લગાડીને શરીરને દફન માટે તૈયાર કરે છે.
તમે તેને આધુનિક માપમાં રૂપાંતરિત અનુવાદ કરી શકો છો. એક લીટ્રા એક કિલોગ્રામના ત્રીજા ભાગની હોય છે. વૈકલ્પિક અનુવાદ: લગભગ 33 કિલોગ્રામ વજન અથવા આશરે તેત્રીસ કિલોગ્રામ વજન (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-bweight)
100 (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-numbers)
અહીં યોહાન કબરના સ્થળ કે જ્યાં તેઓ ઈસુને દફનાવવાના હતા તે વિષેની પૂર્વભૂમિકા પૂરી પાડવા માટે વાતમાં વિરામ રજૂ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)
તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: હવે જ્યાં તેઓએ ઈસુને વધસ્તંભે જડ્યા હતા ત્યાં એક વાડી હતી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: એ કબર જેમાં લોકોએ કોઈનેપણ દફનાવ્યો ન હતો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
યહૂદી નિયમ મુજબ, શુક્રવારે સૂર્યાસ્ત પછી કામ કવાની મનાઇ હતી. તે વિશ્રામવાર અને પાસ્ખાપર્વની શરૂઆત હતી. વૈકલ્પિક અનુવાદ: તે સાંજે લગભગ પાસ્ખાપર્વ શરૂ થવાની તૈયારી હતી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)