John 8

યોહાન 08 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

શા માટે અનુવાદકોએ કલમ 8:1-11 નું અનુવાદ કરવાનું પસંદ કર્યું છે અથવા પસંદ કર્યું નથી તે વાંચકને સમજાવવા માટે તેઓ કલમ 1 પર એક નોંધ ઉમેરી શકે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

બાઈબલ વારંવાર અન્યાયી લોકો કે જેઓ ઈશ્વરને પસંદ છે તેવા કામો કરતા નથી જાણે કે તેઓ અંધકારની આસપાસ ચાલતા હોય તે વિષે કહે છે. તે પ્રકાશની વાત કરે છે જાણે કે તે પાપી લોકોને ન્યાયી થવા તેમજ તેઓ જે કરી રહ્યા છે તે ખોટુ છે તે સમજવા અને ઈશ્વરને આધીન થવાની શરુઆત કરે છે. અહીં તે સર્વ વિદેશીઓ છે (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#righteous)

હું છું

યોહાન નોંધ કરે છે કે ઈસુ આ શબ્દો આ પુસ્તકમાં ચાર વાર બોલે છે, આ અધ્યાયમાં ત્રણ વખત કહે છે. તેઓ સંપૂર્ણ વાક્ય તરીકે એકલા ઊભા છે, અને તેઓ હું છું માટેના હિબ્રૂ શબ્દનો શાબ્દિક અનુવાદ કરે છે, જેના દ્વારા યહોવાએ પોતાને મૂસાને ઓળખ આપી હતી. આ કારણોસર, ઘણાં લોકો માને છે કે જ્યારે ઈસુએ આ શબ્દો બોલ્યા ત્યારે તે યહોવાહ હોવાનો દાવો કરી રહ્યો હતો. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#yahweh).

શાસ્ત્રીઓ અને ફરોશીઓની કુયુક્તિ

શાસ્ત્રીઓ અને ફરોશીઓ ઈસુને ફસાવવા માંગતા હતા. તેઓ ઇચ્છતા હતા કે તે કહે કે તેઓએ મૂસાના નિયમ મુજબ વ્યભિચાર કરતા પકડાયેલ સ્ત્રીને મારી નાખવી જોઇએ અથવા તેઓએ મૂસાના નિયમને આધીન ન થઇને તેના પાપને માફ કરવું જોઈએ. ઈસુ જાણતા હતા કે તેઓ તેને ફસાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે અને તેઓ ખરેખર મૂસાના નિયમનું પાલન કરવા માંગતા નથી. તેને(ઇસુને)આ ખબર હતી કારણ કે નિયમ કહે છે કે સ્ત્રી અને પુરુષ બંનેને મરણની સજા થવી જોઇએ, પરંતુ તેઓ તે (વ્યભિચારમાં પકડાયેલ) પુરુષને ઈસુ પાસે લાવ્યા નહોતા. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#adultery)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

માણસનો પુત્ર

ઈસુ આ અધ્યાયમાં પોતાનો માણસનો પુત્ર તરીકે ઉલ્લેખ કરે છે (યોહાન 8:28). તમારી ભાષા લોકોને પોતાના વિષે એ રીતે બોલવાની મંજૂરી આપતા ન હોય જાણે કે તેઓ કોઈ બીજા વિષે બોલતા હોય. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#sonofman અને /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

John 8:1

General Information:

કેટલાક લખાણોમાં 7:53-8:11 છે પરંતુ શ્રેષ્ઠ અને જૂની આવૃત્તિઓએ તેનો ઉમેરો કર્યો નથી.

John 8:12

General Information:

યોહાન.7:1-52 ની ઘટનાઓ પછી અથવા યોહાન 7:53-8:11 ની ઘટનાઓ પછી ઈસુ મંદિરમાં દાનપેટી નજીકના લોકો સાથે વાત કરી રહ્યાં છે. લેખક આ ઘટનાની પૃષ્ઠભૂમિ રજૂ કરતા નથી કે નવી ઘટનાની શરૂઆત થાય ચે તે પણ દર્શાવતા નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background અને /WA-Catalog/gu_tm?section=translate#writing-newevent)

I am the light of the world

અહીં પ્રકાશ ઈશ્વર તરફથી થતા પ્રગટીકરણનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: હું જ જગતને અજવાળું આપું છું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

the world

આ લોકો માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: જગતના લોકો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

he who follows me

આ રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે કે "" દરેકજણ જેઓ મારા શિક્ષણ મુજબ કરે છે "" અથવા દરેક જે મારું કહ્યું માને છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

will not walk in the darkness

અંધકારમાં ચાલવું"" એ પાપી જીવનનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: "" જાણેકે પાપના અંધકારમાં હોય તેમ જીવશે નહિ"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

light of life

જીવનનું અજવાળું"" એ ઈશ્વર તરફથી મળેલ સત્ય જે આત્મિક જીવન આપે છે તેનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: સત્ય જે અનંતજીવન લાવે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

John 8:13

You bear witness about yourself

તમે આ બધી બાબતો તમારા વિષે કહો છો

your witness is not true

ફરોશીઓ સૂચિત કરી રહ્યાં છે કે માત્ર એક જ વ્યક્તિની સાક્ષી સાચી નથી કારણ કે તેની ચકાસણી કરી શકાતી નથી. વૈકલ્પિક અનુવાદ: તું પોતે તારા વિશે સાક્ષી આપી શકે નહિ અથવા "" તું પોતે તારા વિશે જે કહે તે ખરું ન પણ હોય "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

John 8:14

Even if I bear witness about myself

જો હું આ બાબતો મારા વિષે કહું તોપણ

John 8:15

the flesh

માનવીય ધોરણો અથવા માણસના નિયમો

I judge no one

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) હું હજુ સુધી કોઈનો ન્યાય કરતો નથી અથવા 2) ""હવે હું કોઈનો ન્યાય કરતો નથી

John 8:16

if I judge

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) જો હું લોકોનો ન્યાય કરું અથવા 2) ""જ્યારે પણ હું લોકોનો ન્યાય કરું

my judgment is true

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) મારો ન્યાય યોગ્ય હશે અથવા 2) ""મારો ન્યાય યોગ્ય છે.

I am not alone, but I am with the Father who sent me

ઈસુ કે જે ઈશ્વરના પુત્ર છે, તે પિતા સાથેના ખાસ સંબંધને કારણે અધિકાર ધરાવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

I am not alone

આ માહિતી દ્વારા એ સૂચિત થાય છે કે ઈસુ એકલા ન્યાય કરતા નથી. વૈકલ્પિક અનુવાદ: હું એક્લો મારી મેળે ન્યાય કરતો નથી અથવા હું એકલો ન્યાય કરતો નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

I am with the Father

પિતા અને પુત્ર એક સાથે ન્યાય કરે છે. વૈકલ્પિક અનુવાદ: પિતા પણ મારી સાથે ન્યાય કરે છે અથવા "" મારી સાથે પિતા પણ ન્યાય કરે છે

the Father

ઈશ્વર માટે આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. આ કોના પિતા છે તે જો તમારી ભાષામાં જણાવવું પડે એમ હૉય તો તમે કહી શકો મારા પિતા કારણ કે ઈસુએ નીચેની કલમોમાં તે જણાવ્યું છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

John 8:17

Connecting Statement:

ઈસુ ફરોશીઓને અને અન્ય લોકોને પોતાના વિશે કહેવાનું ચાલુ રાખે છે.

Yes, and in your law

“હા” શબ્દ દર્શાવે છે કે ઈસુએ પહેલા જે વાત કરી હતી તેમાં ઉમેરો કરે છે.

it is written

આ એક નિષ્ક્રીય વાક્ય છે. તમે તેને કોઈ વ્યક્તિગત વિષય સાથે સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: મૂસાએ લખ્યું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

the testimony of two men is true

અહીં તાર્કિક રીતે એ સૂચિત થાય છે કે એક વ્યક્તિ બીજાના શબ્દોની ચકાસણી કરી શકે છે. વૈકલ્પિક અનુવાદ: જો બે માણસો એક જ વાત કહે છે, તો લોકો સમજી શકે છે કે તે સાચું છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

John 8:18

I am he who bears witness about myself

ઈસુએ પોતાના વિષે સાક્ષી આપે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું તમને મારા વિષેના પુરાવા આપુ છું

the Father who sent me bears witness about me

પિતા પણ ઈસુ વિષે સાક્ષી આપે છે. તમે સ્પષ્ટ કરી શકો છો કે આનો અર્થ એ છે કે ઈસુની સાક્ષી સાચી છે. વૈકલ્પિક અનુવાદ: મારા પિતા જેમણે મને મોકલ્યો છે તે પણ મારા વિષે સાબિતી રજૂ કરે છે. તેથી તમારે વિશ્વાસ કરવો જોઇએ કે અમે તમને જે કહીએ છે તે સાચું છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

the Father

ઈશ્વર માટે આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. આ કોના પિતા છે તે જો તમારી ભાષામાં જણાવવું પડે એમ હૉય તો તમે કહી શકો મારા પિતા કારણ કે ઈસુએ નીચેની કલમોમાં તે જણાવ્યું છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

John 8:19

General Information:

20 મી કલમમાં ઈસુની વાતમાં વિરામ છે જ્યાં લેખક આપણને ઈસુ કયાં શિક્ષણ આપે છે તે વિષેની પૃષ્ઠભૂમિ રજૂ કરે છે. વાર્તામાં યોહાન 8:12 આ ભાગની શરૂઆત કરવા વિશે કેટલીક ભાષાઓમાં માહિતીની જરૂર પડી શકે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

You know neither me nor my Father; if you had known me, you would have known my Father also

ઈસુ સૂચવે છે કે તેમને ઓળખવા એટલે પિતાને પણ ઓળખવા. પિતા અને પુત્ર બંને ઈશ્વર છે. ઈશ્વર માટે પિતા એ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

my Father

ઈશ્વર માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

John 8:20

his hour had not yet come

ઈસુના મૃત્યુ માટેની ઘડી માટે "" સમય"" શબ્દ રૂપક છે.વૈકલ્પિક અનુવાદ: ઈસુના મૃત્યુનો યોગ્ય સમય હજી આવ્યો ન હતો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

John 8:21

Connecting Statement:

ઈસુ ટોળા સાથે વાત કરવાનું ચાલુ રાખે છે.

die in your sin

અહીં મરશો શબ્દ આત્મિક મૃત્યુનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: તમે તમારા પાપમાં મરશો અથવા જ્યારે તમે પાપ કરો છો ત્યારે તમે મરણ પામશો.

you cannot come

તમે આવી શકતા નથી

John 8:22

The Jews said

અહીં યહૂદીઓયહૂદી આગેવાનો માટે અલંકાર છે. વૈકલ્પિક અનુવાદ: યહૂદી આગેવાનોએ કહ્યું અથવા યહૂદી અધિકારીઓએ કહ્યું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

John 8:23

You are from below

તમે આ જગતમાં જનમ્યા છો છે

I am from above

હું આકાશથી આવ્યો છું

You are of this world

તમે આ જગતના છો

I am not of this world

હું આ જગતનો નથી

John 8:24

you will die in your sins

તમે ઈશ્વર તરફથી તમારા પાપની માફી વિના મૃત્યુ પામશો

that I AM

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ઈસુ પોતાને યહોવાહ તરીકે ઓળખાવી રહ્યાં છે કે જેમણે મૂસા આગળ પોતાની ઓળખ હું છું તરીકે આપી હતી અથવા 2) ઈસુ અપેક્ષા રાખતા હતા કે લોકો સમજે કે તેમણે અગાઉથી પોતાના વિષે જે કહ્યું હતુ તેનો જ તે ઉલ્લેખ કરી રહયા છે: ""હું ઉપરનો છું.

John 8:25

They said

“તેઓ” શબ્દ યહૂદી આગેવાનોનો ઉલ્લેખ છે (યોહાન 8:22)

John 8:26

these things I say to the world

અહીં જગત એ જગતમાં રહેતા લોકો માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: આ બાબતો હું સર્વ લોકોને કહું છું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

John 8:27

the Father

ઈશ્વર માટે આ વિશેષ શીર્ષક છે. કેટલીક ભાષાઓમાં નામ પહેલા સ્વત્વબોધકનો ઉપયોગ કરવાની જરૂર પડી શકે છે. વૈકલ્પિક અનુવાદ: તેના પિતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

John 8:28

When you have lifted up

આ બાબત ઈસુને મારી નાખવા માટે વધસ્તંભ પર જડવાનો ઉલ્લેખ કરે છે.

Son of Man

ઈસુએ પોતાને માટે “માણસનો પુત્ર” શીર્ષક વાપરેલ છે.

I AM

શક્ય અર્થો 1) ઈસુ પોતાને યહોવાહ તરીકે ઓળખાવી રહ્યાં છે કે જેમણે મૂસા આગળ પોતાની ઓળખ હું છું તરીકે આપી હતી અથવા 2) ઈસુ કહે છે, ""હું જે છું તે છું.

As the Father taught me, I speak these things

હું ફક્ત તે જ કહું છું જે મારા પિતાએ મને કહેવાનું શીખવ્યું છે. પિતા શબ્દ ઈશ્વર માટે એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

John 8:29

He who sent me

“તે” શબ્દ ઈશ્વરને રજૂ કરે છે

John 8:30

As Jesus was saying these things

ઈસુ આ વચનો કહેતા હતા ત્યારે

many believed in him

ઘણાં લોકોએ તેના પર વિશ્વાસ કર્યો

John 8:31

remain in my word

આ રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે ઈસુને આધીન થવુ. વૈકલ્પિક અનુવાદ: મેં જે કહ્યું હતુ તેનું પાલન કરો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

my disciples

મારા શિષ્યો

John 8:32

the truth will set you free

આ વ્યક્તિત્વ છે. ઈસુ સત્ય ની વાત એવી રીતે કરે છે જાણે કે તે વ્યક્તિ હોય. વૈકલ્પિક અનુવાદ: જો તમે સત્યને જાણશો તો ઈશ્વર તમને મુક્ત કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-personification)

the truth

આ બાબત ઈસુ, ઈશ્વર વિષે જે પ્રગટ કરે છે તેને દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર વિષે સત્ય શું છે

John 8:33

how can you say, 'You will be set free'?

ઈસુએ જે કહ્યું છે તેના પર યહૂદી આગેવાનોએ પ્રત્યાઘાત વ્યક્ત કર્યો તે દર્શાવવા આ નોંધ પ્રશ્નના રૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: અમને મુક્ત થવાની જરૂર નથી! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

John 8:34

Truly, truly

તમે (યોહાન 1:51) માં તમે કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ.

is the slave of sin

અહીં દાસ શબ્દ રૂપક છે. આ સૂચવે છે કે ""પાપ""એ પાપ કરનારના માલિક જેવો છે. વૈકલ્પિક અનુવાદ: પાપના દાસ જેવો છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

John 8:35

in the house

અહીં ઘરકુટુંબ માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: કુટુંબના કાયમી સભ્ય તરીકે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

the son remains forever

આ વાક્યમાં કરેલ શબ્દનો લોપ છે. તમે ગર્ભિત શબ્દોનો સમાવેશ કરીને તેનું અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: પુત્ર સદાકાળને માટે કુટુંબનો સભ્ય છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

John 8:36

if the Son sets you free, you will be truly free

તે સૂચિત છે કે ઈસુ પાપથી મુક્ત થવા વિષે વાત કરી રહ્યાં છે, જે પાપ ન કરવા માટે સક્ષમ થવું તે માટેનું એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: જો પુત્ર તમને મુક્ત કરે છે, તો તમે ખરેખર પાપથી મુક્ત થશો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

if the Son sets you free

ઈસુ, ઈશ્વરના પુત્ર માટે પુત્ર એક મહત્વપૂર્ણ શીર્ષક છે. ઈસુ પોતાના વિષે કહેતા હતા. વૈકલ્પિક અનુવાદ: જો હું, પુત્ર, તમને મુક્ત કરુ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples અને /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

John 8:37

Connecting Statement:

ઈસુ યહૂદીઓ સાથે વાત કરવાનું ચાલુ છે.

my word has no place in you

અહીં વચન એ ઈસુના ઉપદેશ અથવા શિક્ષણ જેને યહૂદી આગેવાનો સ્વીકારતા નથી તેની માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: તમે મારા શિક્ષણને સ્વીકારતા નથી અથવા તમે મારા ઉપદેશથી તમારા જીવનને બદલાવા દેતા નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

John 8:38

I say what I have seen with my Father

હું મારા પિતા પાસે હતો ત્યારે જે જોયું હતું તે જ વાતો વિશે હું તમને કહું છું .

you also do what you heard from your father

યહૂદી આગેવાનો સમજી શકતા નથી કે તમારા બાપ શબ્દના ઉપયોગ દ્વારા ઈસુ શેતાનનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારા પિતા એ તમને જે કરવાનું કહ્યું છે તે તમે કરવાનું ચાલુ રાખો

John 8:39

father

પૂર્વજો

John 8:40

Abraham did not do this

ઇબ્રાહિમે ક્યારેય એવા કોઈને મારવાનો પ્રયત્ન કર્યો નહોતો કે જેણે તેને ઈશ્વર તરફથી સત્ય પ્રગટ કર્યુ હૉય.

John 8:41

You do the works of your father

ઈસુ સૂચવે છે કે તેના પિતા શેતાન છે. વૈકલ્પિક અનુવાદ: ના! તમે તમારા બાપનાં કામ પ્રમાણે કરો છો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

We were not born in sexual immorality

અહીં યહૂદી આગેવાનો એવું સૂચિત કરે છે કે ઈસુને ખબર નથી કે તેઓના અસલી પિતા કોણ છે. વૈકલ્પિક અનુવાદ: અમે તારા વિષે જાણતા નથી, પરંતુ અમે વ્યભિચારથી જન્મેલાં બાળકો નથી અથવા અમે સર્વ યોગ્ય લગ્નથી જન્મેલા છીએ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

we have one Father: God

અહીં યહૂદી આગેવાનો દાવો કરે છે કે ઈશ્વર તેમના આત્મિક પિતા છે. ઈશ્વર માટે આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

John 8:42

love

આ પ્રકારનો પ્રેમ ઈશ્વર તરફથી આવે છે અને તેને પોતાને પણ કોઈ ફાયદો થતો ન હોય ત્યારે પણ તે બીજાના હિત પર લક્ષ રાખે છે (જેઓ આપણા શત્રુઓ છે તેમની પર પણ)

John 8:43

Why do you not understand my words?

ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ મુખ્યત્વે યહૂદી આગેવાનોએ તેમનું સાંભળ્યું નહિ તેના બદલ ઠપકો આપવા માટે કરી રહ્યાં છે. વૈકલ્પિક અનુવાદ: હું તમને કહીશ કે મારું બોલવું તમે કેમ સમજતા નથી! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

It is because you cannot hear my words

અહીં બોલવું એ ઈસુના ઉપદેશો માટેનું એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""મારું વચન તમે સાંભળી શકતા નથી તે કારણથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

John 8:44

You are of your father, the devil

તમે તમારા બાપ શેતાનના છો

the father of lies

અહીં બાપ એ જેણે બધું જૂઠ્ઠાણું પેદા કર્યું છે તેનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: "" તે એ જ છે જેણે શરૂઆતથી જ સર્વ પ્રકારનું જૂઠ્ઠાણું પેદા કર્યું છે "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

John 8:45

Connecting Statement:

ઈસુ યહૂદીઓ સાથે વાત કરવાનું ચાલું રાખે છે,

because I speak the truth

કારણ કે હું તમને ઈશ્વર વિષેની સત્ય બાબતો કહું છું

John 8:46

Which one of you convicts me of sin?

તેમણે ક્યારેય પાપ કર્યું નથી એ ભારપૂર્વક કહેવા માટે ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ કરે છે કે. વૈકલ્પિક અનુવાદ: તમારામાંનો કોણ મારા પર પાપ સાબિત કરે છે? (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

If I speak the truth

જે સત્ય બાબતો છે તે જો હું કહું

why do you not believe me?

ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ યહૂદી આગેવાનો તેમના અવિશ્વાસ બદલ ઠપકો આપવા માટે કરે છે. વૈકલ્પિક અનુવાદ: મારી પર અવિશ્વાસ કરવાનું તમારી પાસે કોઇ કારણ નથી! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

John 8:47

the words of God

અહીં વચન એ ઈશ્વરના સંદેશ માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વરનો સંદેશ અથવા ઈશ્વર તરફથી આવતું સત્ય (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

John 8:48

The Jews

યહૂદીઓ"" એ એક અલંકાર છે જે ઈસુનો વિરોધ કરનારા ""યહૂદી આગેવાનો""નું પ્રતિનિધિત્વ કરે છે. વૈકલ્પિક અનુવાદ: યહૂદી આગેવાનો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

Do we not truly say that you are a Samaritan and have a demon?

યહૂદી આગેવાનો આ પ્રશ્નનો ઉપયોગ ઈસુને દોષી ઠેરવવા અને તેમનું અપમાન કરવા માટે કરે છે. વૈકલ્પિક અનુવાદ: અમારું કહેવું વાજબી નથીકે તું સમરૂની છે અને તને ભૂત વળગેલું છે! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

John 8:50

Connecting Statement:

ઈસુ યહૂદીઓને ઉત્તર આપવાનુ ચાલુ રાખે છે.

there is one seeking and judging

આ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે

John 8:51

Truly, truly

જુઓ તમે (યોહાન 1:51) માં કેવી રીતે અનુવાદ કર્યું છે.

keeps my word

અહીં વચન એ ઈસુના શિક્ષણ માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: મારા વચનો પાળે છે અથવા હું જે કહું છું તે કરે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

see death

આ રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે મૃત્યુનો અનુભવ કરવો. અહીં ઈસુ આત્મિક મૃત્યુનો ઉલ્લેખ કરી રહ્યાં છે. વૈકલ્પિક અનુવાદ: આત્મિક રીતે મરણ પામશે નહિ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

John 8:52

Jews

અહીં યહૂદીઓ એ ઈસુનો વિરોધ કરનારા યહૂદી આગેવાનો માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: યહૂદી આગેવાનો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

If anyone keeps my word

જે કોઈ મારા શિક્ષણને અનુસરે છે

taste death

આ રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે મૃત્યુનો અનુભવ કરવો. યહૂદી આગેવાનો ભૂલથી ધારે છે કે ઈસુ ફક્ત શારીરિક મૃત્યુ વિષે જ કહી રહ્યા છે. વૈકલ્પિક અનુવાદ: મરણ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

John 8:53

You are not greater than our father Abraham who died, are you?

યહૂદી આગેવાનો આ પ્રશ્નના ઉપયોગ દ્વારા ભારપૂર્વક કહેવા માંગે છે કે ઈસુ ઇબ્રાહિમ કરતા મોટા નથી. વૈકલ્પિક અનુવાદ: તું ખરેખર અમારા પિતા ઇબ્રાહિમ કરતાં મોટો નથીકે જે ખરેખર મૃત્યુ પામ્યા છે! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

father

પૂર્વજ

Who do you make yourself out to be?

ઈસુ વિચારે છે કે તે ઇબ્રાહિમ કરતા મોટો છે માટે યહૂદીઓ આ પ્રશ્નનો ઉપયોગ તેમને ઠપકો આપવા માટે કરે છે. વૈકલ્પિક અનુવાદ: "" તું પોતાને મોટો ન માનીશ!"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

John 8:54

it is my Father who glorifies me—about whom you say that he is your God

પિતા"" શબ્દ ઈશ્વર માટે એક મહત્વપૂર્ણ શીર્ષક છે. ઈસુ, ઈશ્વરના પુત્ર ની જેમ ઈશ્વર પિતાને કોઈ જાણી શકતું નથી. વૈકલ્પિક અનુવાદ: મને આપનાર તો મારા પિતા છે જેના વિશે તમે કહો છો કે તે અમારા ઈશ્વર છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

John 8:55

keep his word

અહીં વચન શબ્દએ ઈશ્વર જે કહે છે તે માટેનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: તે જે કહે છે તેનુ હું પાલન કરું છું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

John 8:56

my day

આ ઈસુ તેમના જીવન દરમિયાન જે પૂરું કરશે તે માટેનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: હું મારા જીવનકાળ દરમિયાન શું કરીશ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

he saw it and was glad

ઇશ્વરના પ્રગટીકરણથી તેમણે મારા આવવાનો સમય જોયો અને હર્ષ પામ્યા

John 8:57

Connecting Statement:

ઈસુ યહૂદીઓ સાથે મંદિરમાં વાત કરે છે તે વાર્તાનો આ અંત છે, જેની શરૂઆત યોહાન 8:12 માં થઈ હતી.

The Jews said to him

અહીં યહૂદીઓ એ ઈસુનો વિરોધ કરનારા યહૂદી આગેવાનો માટેનો અલંકાર છે. વૈકલ્પિક અનુવાદ: યહૂદી આગેવાનોએ તેને કહ્યું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

You are not yet fifty years old, and you have seen Abraham?

ઈસુએ દાવો કર્યો કે મેં ઇબ્રાહિમને જોયો છે તેની પર આઘાત વ્યક્ત કરવા યહૂદી આગેવાનો આ પ્રશ્નનો ઉપયોગ કરે છે . વૈકલ્પિક અનુવાદ: તું પચાસ વર્ષથી ઓછી ઉંમરનો છે. તું કેવી રીતે ઇબ્રાહિમને જોઇ શકે? (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

John 8:58

Truly, truly

તમે (યોહાન 1:51) કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ.

I AM

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ઈસુ પોતાને યહોવાહ તરીકે ઓળખાવી રહ્યાં છે કે જેમણે મૂસા આગળ પોતાની ઓળખ હું છું તરીકે આપી હતી અથવા 2) ઈસુ કહે છે, ""ઇબ્રાહિમ પહેલાંનો હું છું.

John 8:59

Then they picked up stones to throw at him

ઈસુએ જે કહ્યું છે તેનાથી યહૂદી આગેવાનો રોષે ભરાયા. અહીં સૂચિત છે કે તેઓ તેને મારી નાખવા માગે છે કારણ કે તેમણે પોતાને ઈશ્વર સમકક્ષ ગણાવી હતી.વૈકલ્પિક અનુવાદ ત્યારબાદ તેઓએ તેને મારી નાખવા માટે પથ્થરો લીધા કારણ કે તેમણે ઈશ્વર સમાન હોવાનો દાવો કર્યો હતો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)