John 1

યોહાન 01 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક અનુવાદોમાં કવિતાઓની દરેક પંક્તિને વાંચવી સરળ પડે માટે બાકીના લખાણ કરતાં જમણી બાજુએ ગોઠવેલ હોય છે. 1:23 ની કવિતા જે જૂના કરારમાંથી લેવામાં આવી છે તેને યુએલટી આ રીતે જ રજૂ કરે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

“શબ્દ”

યોહાન “શબ્દ” શબ્દસમુહનો ઉપયોગ ઇસુને દર્શાવવા(યોહાન 1:1, 14)માટે કરે છે. યોહાન કહે છે કે સર્વ લોકો માટે ઈશ્વરનો સૌથી મહત્વપૂર્ણ સંદેશ વાસ્તવિક રીતે ઈસુ છે એટ્લેકે દેહધારી એક વ્યક્તિ. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#wordofgod)

અજવાળુ અને અંધારુ

બાઈબલ વારંવાર અન્યાયી લોકો વિષે કહે છે, તેઓ એવા લોકો છે કે જેઓ ઈશ્વર પ્રસન્ન્ન થાય તેવા કામો કરતા નથી, જાણે કે તેઓ અંધકારમાં આમતેમ ભટકી રહ્યા હોય. તે અજવાળાની વાત કરે છે જાણે કે તે પાપી લોકોને ન્યાયી બનવા માટે સક્ષમ કરે છે જેથી તેઓ શું ખોટું કરી રહ્યાં છે તે સમજી શકે અને ઈશ્વરને આધીન થવાની શરુઆત કરે. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#righteous)

ઈશ્વરનાં બાળકો

જ્યારે લોકો ઈસુમાં વિશ્વાસ કરે છે, ત્યારે તેઓ ""કોપના બાળકો""માંથી ઈશ્વરના બાળકો બની જાય છે. તેઓને ઈશ્વરના પરિવારમાં દત્તક લેવામાં આવે છે. તેઓને ઈશ્વરના પરિવારમાં દત્તક લેવામાં આવે છે. આ એક અગત્યનું ચિત્ર છે જેને નવા કરારમાં પ્રગટ કરવામાં આવ્યું છે. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#believe અને /WA-Catalog/gu_tw?section=kt#adoption)

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

રૂપકો

યોહાન અજવાળા અને અંધકાર અને શબ્દના રૂપકોનો ઉપયોગ કરીને વાચકને કહે છે કે તે સારાં તેમજ ખરાબ વિષે અને ઈશ્વર લોકોને ઈસુ દ્વારા જે કહેવા માંગે છે તે વિષે વધુ લખશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

“આરંભમાં""

કેટલીક ભાષાઓ અને સંસ્કૃતિઓ જગતને એ રજૂ કરે છે જાણે કે તે પહેલેથી જ અસ્તિત્વ ધરાવે છે અને તેની કોઇ શરૂઆત હતી જ નહિ. પરંતુ ઘણાં લાંબા સમય પહેલાઆરંભમાં થી ભિન્ન છે, અને તમારે ખાતરી કરવાની જરૂર છે કે તમારું અનુવાદ યોગ્ય રીતે સંદેશાવ્યવહાર કરે છે.

માણસનો પુત્ર

ઈસુ પોતાને આ અધ્યાયમાં માણસના પુત્ર તરીકે ઉલ્લેખ કરે છે (યોહાન 1:51). તમારી ભાષામાં લોકો પોતે કોઈ બીજા વિષે બોલતા હોય એ રીતે બોલવાની મંજૂરી ન હોય. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#sonofman અને /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

John 1:1

In the beginning

ઈશ્વરે આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યા તેનાથી ખૂબ અગાઉના સમયનો ઉલ્લેખ કરે છે

the Word

આ ઈસુનો ઉલ્લેખ કરે છે. શક્ય હોય તો શબ્દ તરીકે અનુવાદ કરો. જો તમારી ભાષામાં શબ્દ સ્ત્રીલિંગ છે, તો તે જે શબ્દ કહેવાય છે તે રીતે અનુવાદ કરો .

John 1:3

All things were made through him

આ અનુવાદ સક્રિય ક્રિયાપદથી કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વરે તેમના દ્વારા સઘળું ઉત્પન્ન કર્યું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

without him there was not one thing made that has been made

આ અનુવાદ સક્રિય ક્રિયાપદ સાથે કરી શકાય છે. જો તમારી ભાષા બેવડા નકારાત્મકને મંજૂરી આપતી નથી, તો સઘળું તેમના દ્વારા ઉત્પન્ન કરવામાં આવ્યું શબ્દો તદ્દન વિરોધી સંદેશાવ્યવહાર કરશે જે ખોટુ છે. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વરે તેમના વિના કંઈ ઉત્પન્ન કર્યું નહિ અથવા ""તેમની સાથે રહીને ત્યાં સઘળી વસ્તુઓ ઉત્પન્ન કરવામાં આવી "" અથવા ઈશ્વરે તેમની સાથે મળીને સઘળી વસ્તુઓ ઉત્પન્ન કરી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive અને /WA-Catalog/gu_tm?section=translate#figs-doublenegatives)

John 1:4

In him was life, and the life was the light of men

તેમનામાં જીવન હતું એ દરેક વસ્તુનું જીવવાનું કારણ છે તે માટેનું ઉપનામ છે. અને, અહીં અજવાળું એ ""સત્ય""નું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: તે એ છે જેમણે સઘળું જીવંત બનાવ્યું છે. અને તેમણે લોકોને ઈશ્વર વિષે જે સાચું હતું તે પ્રગટ કર્યું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

In him

અહીં “તેનામાં” એ જે શબ્દ છે તેનો ઉલ્લેખ કરે છે.

life

અહીં જીવન માટે સામાન્ય શબ્દનો ઉપયોગ કરો. જો તમે વધુ ચોક્ક્સ થવા માગો છો તો, આત્મિક જીવન તરીકે અનુવાદ કરો.

John 1:5

The light shines in the darkness, and the darkness did not overcome it

અહીં અજવાળું એ જે સાચુ અને સારુ છે તેના માટેનુ એક રૂપક છે. અહીં અંધકાર એ ખોટુ અને દુષ્ટ માટેનુ એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: સત્ય એ અંધકારમાં અજવાળુ પ્રકાશે તેના જેવું છે, અને અંધકારમાંની કોઈ પણ વ્યક્તિ અજવાળાને દૂર કરી શકતું નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

John 1:7

testify about the light

અહીં અજવાળું એ ઈસુમાં ઈશ્વરનું પ્રકટીકરણ માટેનું એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: દર્શાવો કે કેવી રીતે ઈસુ ઈશ્વરનું ખરુ અજવાળુ છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

John 1:9

The true light

અહીં અજવાળું એક રૂપક છે જે ઈસુને ઈશ્વરનું સત્ય પ્રગટ કરનાર અને ઇસુ પોતે સત્ય છે તે બંને પ્રગટ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

John 1:10

He was in the world, and the world was made through him, and the world did not know him

તે આ જગતમાં હતાં, અને ઈશ્વરે તેમના દ્વારા સઘળું ઉત્પન્ન કર્યું હતું, તેમ છતાં, લોકોએ તેમને ઓળખ્યા નહિ.

the world did not know him

જગત"" એક ઉપનામ છે જે જગતમાં રહેતા સર્વ લોકો માટે વપરાયેલ છે. વૈકલ્પિક અનુવાદ: લોકોને ખબર નહોતી કે તે ખરેખર કોણ હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

John 1:11

He came to his own, and his own did not receive him

તે પોતાના જ સાથી દેશવાસીઓ પાસે આવ્યા, અને તેમના જ પોતાના સાથી દેશવાસીઓએ તેમને સ્વીકાર્યા નહિ

receive him

તેમનો સ્વીકાર કરવો. કોઈનો સ્વીકાર કરવો એનો અર્થ એમ થાય કે તેની સાથે સંબંધ બાંધવાની આશા સાથે તેનો આવકાર કરવો અને સન્માનપૂર્વક વ્યવ્હાર કરવો.

John 1:12

believed in his name

નામ"" શબ્દ એક ઉપનામ છે જે ઈસુની ઓળખ અને તેમના વિષેની દરેક બાબતને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: તેનામાં વિશ્વાસ કરવો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

he gave the right

તેમણે તેઓને અધિકાર આપ્યો અથવા “તેણે તેઓને માટે તે શક્ય બનાવ્યું”

children of God

બાળકો"" શબ્દ એક રૂપક છે જે ઈશ્વર સાથેના આપણા સંબંધને રજૂ કરે છે, જે બાળક અને પિતા વચ્ચેના સંબંધ જેવો છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

John 1:14

The Word

આ ઈસુનો ઉલ્લેખ કરે છે. શક્ય હોય તો શબ્દ તરીકે અનુવાદ કરો. જો તમારી ભાષામાં શબ્દ સ્ત્રીલીંગ છે, તો તે જે શબ્દ કહેવાય છે તે રીતે અનુવાદ કરો. તમે યોહાન 1:1 માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ.

became flesh

અહીં દેહએક વ્યક્તિ અથવા માનવી નું પ્રતિનિધિત્વ કરે છે. વૈકલ્પિક અનુવાદ: માનવ બન્યા અથવા માનવી બન્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

the one and only who came from the Father

એકના એક"" વાક્યનો અર્થ છે કે તે અજોડ છે, કે અન્ય કોઈ તેમના જેવું નથી. જે પિતા પાસેથી આવ્યા હતા આ વાક્યનો અર્થ એ છે કે તે પિતાના બાળક છે. વૈકલ્પિક અનુવાદ: પિતાનો અજોડ પુત્ર અથવા ""પિતાનો એકમાત્ર પુત્ર

Father

ઈશ્વરને માટે આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

full of grace

આપણા પ્રત્યે ભલાઇથી ભરપૂર વર્તાવ , જેના માટે આપણે લાયક નથી તેવો વર્તાવ

John 1:15

He who comes after me

યોહાન ઈસુ વિષે કહી રહ્યો છે. મારી પાછળ આવે છે આ વાક્યનો અર્થ એ છે કે યોહાનનું સેવાકાર્ય શરૂ થઈ ચૂક્યું છે અને ઈસુનું સેવાકાર્ય પછીથી શરૂ થશે.

is greater than I am

તે મારા કરતા વધુ મહત્વપૂર્ણ છે અથવા “ તેમને મારા કરતા વધારે અધિકાર છે”

for he was before me

આનુ અનુવાદ એવી રીતે ન થાય તે માટે સાવચેત રહો જે સૂચવે છે કે ઈસુ વધારે મહત્વપૂર્ણ છે કારણ કે તે માનવીય ઉંમરમાં યોહાન કરતા મોટા છે. ઈસુ યોહાન કરતા મહાન અને વધારે મહત્વપૂર્ણ છે, કારણ કે તે ઈશ્વરના પુત્ર છે, જે સદાકાળ જીવંત છે.

John 1:16

fullness

આ શબ્દ ઈશ્વરની કૃપા કે જેનો કોઈ અંત નથી તેનો ઉલ્લેખ કરે છે

grace after grace

કૃપા પર કૃપા

John 1:18

Father

આ ઈશ્વરને માટે મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

John 1:19

the Jews sent ... to him from Jerusalem

અહીં યહૂદીઓ શબ્દ ""યહૂદી આગેવાનો""નો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""યહૂદી આગેવાનોએ મોકલ્યા... તેમની પાસે યરૂશાલેમથી "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

John 1:20

He confessed—he did not deny, but confessed

તેણે નકાર કર્યો નહિ"" શબ્દસમૂહ નકારાત્મક રીતે તે જ વાત કહે છે જે હકારાત્મક રીતે કહેવાય છે કે તેણે કબૂલ કર્યુ. આ બાબત ભાર મૂકે છે કે યોહાન જે કહેતો હતો તે સત્ય હતું અને ભારપૂર્વક જણાવી રહ્યો હતો કે તે ખ્રિસ્ત નથી. તમારી ભાષામાં આ પ્રમાણે કરવાની અલગ રીત હોઈ શકે છે.

John 1:21

What are you then?

તો પછી આ કિસ્સો શો છે, જો તું મસીહા નથી? અથવા તો પછી શું ચાલી રહ્યું છે? અથવા ""તો પછી તમે શું કરી રહ્યાં છો?

John 1:22

Connecting Statement:

યોહાન યાજકો અને લેવીઓ સાથે વાત કરવાનુ ચાલુ રાખે છે.

they said to him

યાજકો અને લેવીઓએ યોહાનને કહ્યું

we may give ... us

યાજકો અને લેવીઓ, યોહાન નહિ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-exclusive)

John 1:23

He said

યોહાને કહ્યું

I am a voice, crying in the wilderness

યોહાન કહે છે કે યશાયાની ભવિષ્યવાણી તેના પોતાના વિષે છે. અહીં વાણી શબ્દ અરણ્યમાં પોકાર કરનાર વ્યક્તિને દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: હું જે અરણ્યમાં ઘાંટો પાડનારની વાણી છું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Make the way of the Lord straight

અહીં “માર્ગ” શબ્દનો રૂપક તરીકે ઉપયોગ થયો છે. વૈકલ્પિક અનુવાદ: "" જે રીતે લોકો મહત્વપૂર્ણ વ્યક્તિને સારુ માર્ગ તૈયાર કરે છે તેજ રીતે પ્રભુના આગમન માટે તમે તૈયાર થાઓ. "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

John 1:24

Now some from the Pharisees

જે લોકોએ યોહાનને પ્રશ્ન કર્યો હતો તેના વિષેની આ પૂર્વભૂમિકાની માહિતી છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

John 1:26

General Information:

કલમ 28 આ વાર્તાની પૂર્વભૂમિકા રજૂ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

John 1:27

who comes after me

તમારે એ સ્પષ્ટ કરવું જરુરી બનશે કે જ્યારે તે આવશે ત્યારે તે શું કરશે. વૈકલ્પિક અનુવાદ: મારા ગયા પછી કોણ તમને બોધ કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

me, the strap of whose sandal I am not worthy to untie

ચંપલની દોરી છોડવી એ દાસ અથવા નોકરનું કામ હતું. આ શબ્દો નોકર જે સૌથી તુચ્છ કાર્ય કરે છે તેની માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: હું, સૌથી તુચ્છ કાર્ય કરીને તેની સેવા કરવા માટે લાયક નથી અથવા હું તેના ચંપલની દોરી છોડવા પણ યોગ્ય નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

John 1:29

Lamb of God

આ એક રૂપક છે જે ઈશ્વરના સંપૂર્ણ બલિદાનને રજૂ કરે છે. ઈસુને ઈશ્વરનું હલવાન કહેવામાં આવે છે કારણકે લોકોના પાપોની ચુકવણી માટે તેમનું બલિદાન આપવામાં આવ્યુ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

world

જગત"" શબ્દ એક ઉપનામ છે જે જગતના સર્વ લોકોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

John 1:30

The one who comes after me is more than me, for he was before me

તમે કેવી રીતે યોહાન 1:15 માં અનુવાદ કર્યું છે તે જુઓ.

John 1:32

descending

આકાશથી નીચે ઊતરી આવવું

like a dove

આ વાક્ય સમાનાર્થી છે. આત્મા નીચે ઊતરી આવે છે જેમ એક કબૂતર વ્યક્તિ પર આવી ને બેસે છે તેમ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-simile)

heaven

“સ્વર્ગ” શબ્દ એ “આકાશ”ને રજૂ કરે છે.

John 1:34

the Son of God

આ લખાણની કેટલીક નકલો ઈશ્વરનો પુત્ર કહે છે; અન્યો ઈશ્વરનો પસંદ કરેલ કહે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-textvariants)

Son of God

ઈશ્વરનો પુત્ર, એ ઈસુને માટેનું એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

John 1:35

Again, the next day

આ બીજો દિવસ છે. આ બીજો દિવસ છે જ્યારે યોહાન ઈસુને જુએ છે.

John 1:36

Lamb of God

આ એક રૂપક છે જે ઈશ્વરના સંપૂર્ણ બલિદાનને રજૂ કરે છે. ઈસુને ઈશ્વરનું હલવાન કહેવામાં આવે છે કારણકે લોકોના પાપોની ચુકવણી માટે તેમનું બલિદાન આપવામાં આવ્યુ. તમે આ જ શબ્દસમૂહને યોહાન 1:29 માં કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

John 1:39

tenth hour

10મા કલાકે. આ વાક્ય બપોરનો સમય સૂચવે છે, અંધારુ થાય તે પહેલા, જે સમયે બીજા શહેર જવા માટે મુસાફરી શરૂ કરવાનું ખૂબ મોડુ થઈ જાય છે, સંભવિત રીતે સાંજના 4 કલાકની આજુબાજુ,

John 1:40

General Information:

આ કલમો આપણને આન્દ્રિયા વિષે તેમજ તે કેવી રીતે તેના ભાઈ પિતરને ઈસુ પાસે લાવ્યો તેની માહિતી આપે છે. તેઓ જઈને જુએ કે ઈસુ ક્યાં રહે છે યોહાન 1:39 તે પહેલા આ ઘટના બની.

John 1:42

son of John

આ યોહાન બાપ્તિસ્ત નથી. “યોહાન” ખૂબ સામાન્ય નામ હતું.

John 1:44

Now Philip was from Bethsaida, the city of Andrew and Peter

આ ફિલિપ વિષેની પૂર્વભૂમિકાની માહિતી છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

John 1:46

Nathaniel said to him

નથાનિયેલે ફિલિપને કહ્યું

Can any good thing come out of Nazareth?

આ નોંધ પ્રશ્નના સ્વરૂપમાં ભાર મૂકવા માટે દર્શાવેલ છે. વૈકલ્પિક અનુવાદ: શું નાઝરેથમાંથી કંઈ સારુ નીકળી શકે! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

John 1:47

in whom is no deceit

આ હકારાત્મક રીતે વર્ણવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: સંપૂર્ણ સત્યવાદી માણસ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-litotes)

John 1:49

Son of God

આ ઈસુ માટે એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

John 1:50

Because I said to you ... do you believe?

આ ટિપ્પણી ભાર આપવા માટે પ્રશ્નના સ્વરૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: "" તું અંજીરી નીચે હતો ત્યારેમેં તને જોયો એમ કહ્યું, તેથી તું વિશ્વાસ કરે છે'! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

John 1:51

Truly, truly

હવે પછીની માહિતી મહત્વપૂર્ણ અને સાચી છે તે દર્શાવવા તમારી ભાષા જે રીતે ભાર મૂકે છે તે રીતે આનો અનુવાદ કરો.