John 2

યોહાન 02 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

દ્રાક્ષારસ

યહૂદીઓ ભોજન સમયે અને ખાસ કરીને જ્યારે તેઓ વિશેષ કાર્યક્રમની ઉજવણી કરતા ત્યારે તેઓ દ્રાક્ષારસ પીતા હતા. દ્રાક્ષારસ પીવો તે પાપ છે એવુ તેઓ માનતા નહોતા.

નાણાવટીઓને હાંકી કાઢ્યા

ઈસુને મંદિર અને સમગ્ર ઇઝરાએલ પર અધિકાર છે તે દર્શાવવા નાણાવટીઓને મંદિરમાંથી હાંકી કાઢ્યા

તેઓ જાણતા હતા કે માણસમાં શું રહેલુ છે

ઇસુ માણસના પુત્ર તેમજ ઈશ્વરના પુત્ર હતા અને છે તેથી બીજાઓ શું વિચારતા હતા તે જાણતા હતા.

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

તેમના શિષ્યોને યાદ આવ્યું

યોહાન આ વાક્યનો ઉપયોગ મુખ્ય ઇતિહાસ કહેવાનું બંધ કરવા અને જે ઘટના ઘણા સમય પછી બની હતી તે જણાવવા માટે કરે છે. તેણે કબૂતર વેચનારાઓને ઠપકો આપ્યો તેના પછી તરતજ (યોહાન 2:16) યહૂદી અધિકારીઓએ તેની સાથે વાત કરી. ઈસુના સજીવન થયા પછી તેમના શિષ્યોને પ્રબોધકોએ લાંબા સમય અગાઉ જે લખ્યુ હતુ તે અને ઈસુ તેમના શરીરરૂપી મંદિરની વાત કરી હતી તે યાદ આવ્યું (યોહાન 1:2 અને યોહાન 2:22).

John 2:1

General Information:

ઈસુ અને શિષ્યોને લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ કલમમાં ઘટનાનું આયોજન વિષેની પૃષ્ઠભૂમિકાની માહિતી રજૂ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

Three days later

ઘણાં અનુવાદકો આ ઘટનાને ઈસુએ ફિલિપ અને નથાનિએલને અનુસરવા બોલાવ્યા તે પછી ત્રીજા દિવસે વાંચે છે. યોહાન 1:35 માં પ્રથમ દિવસે અને યોહાન 1:43 માં બીજે દિવસ થાય છે.

John 2:2

Jesus and his disciples were invited to the wedding

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: કોઈએ ઈસુ અને તેમના શિષ્યોને લગ્નમાં આમંત્રણ આપ્યું હતું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

John 2:4

Woman

આ મરિયમનો ઉલ્લેખ છે. જો તમારી ભાષામાં કોઈ પુત્ર તેની માતાને સ્ત્રી કહીને બોલાવે છે તે અસભ્ય લાગે, તો બીજા શબ્દનો ઉપયોગ કરો જે વિવેકી છે, અથવા તેને છોડી દો.

why do you come to me?

આ પ્રશ્ન ભાર દર્શાવવા માટે પૂછવામાં આવ્યો છે. વૈકલ્પિક અનુવાદ: આને મારી સાથે કોઈ લેવાદેવા નથી. અથવા તમારે મને કહેવાની જરૂર નથી કે મારે શું કરવું જોઈએ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

My time has not yet come

સમય"" શબ્દએ ઉપનામ છે જે ઈસુ માટે યોગ્ય પ્રસંગ રજૂ કરે છે, જેથી તે ચમત્કારો કરવા દ્વારા દર્શાવે કે તે મસીહા છે. વૈકલ્પિક અનુવાદ: "" હજી પરાક્રમી કામો કરવાનો મારો યોગ્ય સમય આવ્યો નથી"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

John 2:6

two to three metretes

તમે તેને આધુનિક માપદંડમાં બદલી શકો છો. વૈકલ્પિક અનુવાદ: 75 થી 115 લિટર (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-bvolume)

John 2:7

to the brim

આના અર્થ છે કે “છલોછલ” અથવા “સંપૂર્ણ ભરેલું”

John 2:8

the head waiter

આ બાબત ભોજન અને પીણા માટે જવાબદાર વ્યક્તિનો ઉલ્લેખ કરે છે.

John 2:9

but the servants who had drawn the water knew

આ પાશ્ચાત ભૂમિકાની માહિતી છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

John 2:10

drunk

વધુ પડતો દ્રાક્ષારસ પીવાને કારણે સસ્તો દ્રાક્ષારસ અને મોંઘો દ્રાક્ષારસ વચ્ચેનો તફાવત કહી શકતા નથી.

John 2:11

Connecting Statement:

આ કલમ મુખ્ય વાર્તાની પંક્તિનો ભાગ નથી, પરંતુ તેને બદલે તે વાર્તા વિષે એક ટિપ્પણી આપે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-newevent)

Cana

આ જગ્યાનું નામ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

revealed his glory

અહીં તેમનો મહિમા ઈસુના પરાક્રમી સામર્થ્યનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમનું સામર્થ્ય પ્રગટ કર્યું

John 2:12

went down

આ સૂચવે છે કે તેઓ ઉપરના સ્થળેથી નીચેના સ્થળે ગયા. કફરનહૂમ એ કાના ગામથી ઉત્તરપૂર્વમાં અને નીચાણમાં આવેલું છે.

his brothers

ભાઈઓ"" શબ્દએ ભાઈઓ અને બહેનો બંનેનો સમાવેશ કરે છે. ઈસુના સર્વ ભાઈઓ અને બહેનો તેમના કરતા નાના હતા.

John 2:13

General Information:

ઈસુ અને તેમના શિષ્યો ઉપર આવેલા યરૂશાલેમના મદિરમાં ગયા.

went up to Jerusalem

આ સૂચવે છે કે તે નીચલા સ્થળેથી ઉપરના સ્થળે ગયા. યરૂશાલેમ ટેકરીઓ પર બાંધવામાં આવેલું છે.

John 2:14

were sitting there

પછીની કલમ સ્પષ્ટ કરે છે કે આ લોકો મંદિરના આંગણામાં છે. તે જ્ગ્યા ભક્તિ કરવા માટેની હતી નહિ કે વેપાર.

sellers of oxen and sheep and pigeons

લોકો મંદિરના આંગણામાંથી પ્રાણીઓને ખરીદીને ઈશ્વરને તેનું બલિદાન કરતા હતા.

money changers

યહૂદી અધિકારીઓ એવા લોકોને મદદ કરવાની હતી કે જેઓ પોતાની પાસેના નાણાં દ્વારા ખાસ પ્રકારના નાણા “નાણાંવટીઓ” પાસેથી મેળવીને બલિદાન માટે પ્રાણી ખરીદવા માંગતા હોય.

John 2:15

So

પહેલા કંઇક બન્યુ તેથી આ ઘટના બની તે આ શબ્દ દ્વારા દર્શાવેલ છે. આ કિસ્સામાં, ઈસુએ નાણાવટીઓને મંદિરમાં બેઠેલા જોયા.

John 2:16

Stop making the house of my Father a marketplace

મારા પિતાના ઘરમાં વસ્તુઓની ખરીદ અને વેચાણ કરવાનું બંધ કરો

the house of my Father

આ શબ્દસમૂહનો ઉપયોગ ઈસુ મંદિરનો ઉલ્લેખ કરવા માટે કરે છે.

my Father

આ મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈસુ ઈશ્વર માટે વાપરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

John 2:17

it was written

આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: કોઈએ લખ્યું હતું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

your house

આ શબ્દ મંદિર, ઈશ્વરના ઘર નો ઉલ્લેખ કરે છે,.

consume

“ખાઇ નાખે છે” શબ્દએ ""અગ્નિ""ના રૂપક તરફ નિર્દેશ કરે છે. મંદિર પ્રત્યે ઈસુનો પ્રેમ તેમની અંદર સળગતા અગ્નિ જેવો છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

John 2:18

sign

આ એવી ઘટનાનો ઉલ્લેખ કરે છે કે જે કંઈક સાચુ સાબિત કરે છે.

these things

આ બાબત મંદિરમાં ઇસુએ નાણાવટીઓ સામે લીધેલ પગલાનો નિર્દેશ કરે છે.

John 2:19

Destroy this temple, ... I will raise it up

ઈસુ એક કાલ્પનિક પરિસ્થિતિ જણાવી રહ્યાં છે જેમાં કંઈક ચોક્કસપણે થશે, જો અન્ય કંઇક જે સાચુ ન હોય તે સાચુ હોય તો. આ મુદ્દામાં, જો યહૂદી આગેવાનો મંદિરનો નાશ કરે તો પણ તેને ચોક્કસપણે ઊભું કરશે. ઈસુ યહૂદી આગેવાનોને વાસ્તવિક મંદિરને તોડી નાખવાનો આદેશ આપતા નથી. તમે “નાશ” અને ઊભું કરવા” શબ્દોનો અનુવાદ ઈમારતને તોડી પાડવી અને ફરીથી ઊભી કરવી જેવા સામાન્ય શબ્દોને વાપરીને કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: જો તમે આ મંદિરનો નાશ કરશો તો હું તેને ચોક્કસ ઊભું કરીશ અથવા જો તમે આ મંદિરનો નાશ કરશો, તો હું તેને ફરી ઊભું કરીશ તે ચોક્ક્સ યાદ રાખજો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hypo અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

raise it up

ઊભું કરીશ

John 2:20

General Information:

21 અને 22 ની કલમો મુખ્ય ઘટનાની પંક્તિનો ભાગ નથી, પરંતુ તેના બદલે તેઓ ઘટના પર નોંધ કરે છે અને હવે પછી જે કંઇ થવાનું છે તેના વિષે કહે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-endofstory)

forty-six years ... three days

46 વર્ષો ... 3 દિવસો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-numbers)

you will raise it up in three days?

આ નોંધ એ પ્રશ્નના રૂપમાં દેખાય છે કે જેથી યહૂદી આગેવાનો સમજે કે ઈસુ મંદિરને તોડી નાખીને ત્રણ દિવસમાં ફરીથી તેને ઊભું કરવા માંગે છે. ઊભું કરવુંસ્થાપના કરવા માટેનો એક રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક અનુવાદ: તમે તેને ત્રણ દિવસમાં ઊભું કરશો? અથવા તમે તેને ત્રણ દિવસમાં ફરીથી ઊભું કરો એ અશક્ય છે! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion અને /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

John 2:22

believed

અહીં “માનવું” એટલે કે કંઈક સ્વીકારવું અથવા સત્ય પર ભરોસો કરવો તે છે.

this statement

યોહાન 2:19 માં ઈસુના નિવેદનનો ઉલ્લેખ કરે છે.

John 2:23

Now when he was in Jerusalem

“હમણાં” શબ્દએ વાર્તામાં નવી ઘટનાનો પરિચય આપે છે.

believed in his name

અહીં નામ એ ઉપનામ છે જે ઈસુને વ્યક્તિ તરીકે રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેનામાં વિશ્વાસ કર્યો "" અથવા ""તેનામાં ભરોસો કર્યો "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

the signs that he did

ચમત્કારોને ચિહ્નો તરીકે પણ ઓળખી શકાય છે કારણ કે તેઓનો પુરાવા તરીકે ઉપયોગ થાય છે કે ઈશ્વર સર્વ-શક્તિમાન છે જેને સમગ્ર સંસાર પર સંપૂર્ણ અધિકાર છે.

John 2:25

about man, for he knew what was in man

અહીં માણસ શબ્દ સામાન્ય રીતે લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: "" લોકો વિશે, કારણ કે લોકોમાં શું છે તે તેઓ જાણતા હતા "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-gendernotations)