ઈસુના સમયના લોકો જ્યારે પાપીઓ વિષે બોલતા, ત્યારે તેઓ એવા લોકો વિષે બોલતા કે જેઓ મૂસાના નિયમશાસ્ત્રને આધીન થતાં ન હતા અને તેને બદલે ચોરી કે જાતિયપાપો જેવા પાપ કરતાં હતાં. જ્યારે ઈસુએ કહ્યું કે તેઓ ""પાપીઓ""ને તેડવા આવ્યા છે, ત્યારે તેનો અર્થ એ હતો કે કેવળ એ લોકો કે જેઓ વિશ્વાસ કરે કે તેઓ પોતે પાપી છે તેઓ જ તેમના અનુયાયીઓ બની શકે. મોટા ભાગના લોકો પાપીઓ માટે જે વિચારે છે એમ ન હોય તોપણઆ તો ખરું જ છે.(જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#sin)
જ્યારે લોકો ઉદાસ હોય અથવા તેઓ પોતાના પાપ માટે દિલગીર છે એમ ઈશ્વરને દેખાડવા માંગતા હોય ત્યારે તેઓ ઉપવાસ કરે, લાંબા સમય સુધી ખોરાક ન લે. જ્યારે તેઓ ખુશ હોય જેમ કે લગ્નોમાં ત્યારે તેઓ ઉજાણી અથવા ભોજન રાખતા જ્યાં તેઓ ખોરાક ખાતા. (જુઓ: /WA-Catalog/gu_tw?section=other#fast)
ઈસુએ જે કહ્યું કે કર્યું તેના લીધેયહૂદી આગેવાનો ગુસ્સે હતા અને તેઓ ઈશ્વરના દીકરા છે એમ વિશ્વાસ કરતા ન હતા તે દર્શાવવા માટે અલંકારિક પ્રશ્નોનો ઉપયોગ કર્યો ([માર્ક 2:7). યહૂદી આગેવાનો ગર્વિષ્ઠ છે તે દર્શાવવા ઈસુએ તેનો ઉપયોગ કર્યો (માર્ક 2:25-26](./25.md). (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
સમગ્ર ગાલીલમાં બોધ કરીને તથા લોકોને સાજા કરીને, ઈસુ કફરનહૂમમાં પરત ફર્યા જ્યાં તેઓ પક્ષઘાતી માણસને સાજો કરે છે તથા તેના પાપ માફ કરે છે.
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાયછે. બીજું અનુવાદ: ત્યાનાં લોકોએ સાંભળ્યુ કે તે તેમના ઘરે રહેતા હતાં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
ત્યાં"" શબ્દ ઈસુ કફરનહૂમમાં જે ઘરમાં રહેતા હતા તેનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: ઘણા લોકો ત્યાં ભેગા થયા હતા અથવા ઘણા લોકો ઘરે આવ્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
આબાબત ઘરની અંદર જગ્યા ન હોવાનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ:“ત્યાં અંદર તેઓને માટે વધુ જગ્યા ન હતી"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
ઈસુએ પોતાનો સંદેશ તેમને કહ્યો
તેઓમાંના ચારે તેને ઊંચક્યો હતો. એ સંભવ છે કે સમૂહની અંદર ચાર કરતાં વધુ લોકો ત્યાં હતા કે જેઓ તે માણસને ઈસુ પાસે લાવ્યા.
તેઓ જે માણસને લાવી રહ્યા હતા તે ચાલવા અથવા હાથનો ઉપયોગ કરવા આસમર્થ હતો
જ્યાં ઈસુ હતા ત્યાં નજીક આવી શક્યા નહીં
ઈસુ જ્યાંરહેતા હતા તે ઘરોમાં માટીની બનેલી સપાટ છત હતી અને નળિયાથી ઢાંકી દેવામાં આવતીહતી. છતમાં છિદ્ર બનાવવાની પ્રક્રિયાને વધુ સ્પષ્ટ રીતે સમજાવી શકાય છે અથવા વધુ સામાન્ય બનાવી શકાય છે જેથી તે તમારી ભાષામાં સમજી શકાય. બીજું અનુવાદ: તેઓએ ઈસુ જ્યાં હતા ત્યાંથી ઉપરના છતનાં ભાગમાંથી નળિયાકાઢ્યાં. અને જ્યારે તેઓએ માટીની છતનેખુલ્લી કરી દીધી, ત્યારે તેઓ નીચે ઉતર્યા અથવા ""તેઓએ ઈસુ જ્યાં હતા ત્યાં છત પર એક છિદ્ર બનાવ્યું, અને પછી તેઓએ નીચે ઉતાર્યો
માણસોનો વિશ્વાસ જોઈને. શક્ય અર્થ આ પ્રમાણે છે 1) કે જે માણસો પક્ષઘાતી વ્યક્તિને લઈને આવ્યા તેઓને જ વિશ્વાસ હતો અથવા 2) કે પક્ષઘાતી વ્યક્તિ અને જે માણસો તેને ઊંચકીને લાવ્યા તેઓ સર્વને વિશ્વાસ હતો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
અહીંયા દીકરો શબ્દ જેમ એક પિતા પોતાના દીકરાની કાળજી લે છે એ જ પ્રમાણે ઈસુ તે પક્ષઘાતીની કાળજી લે છે એમ દર્શાવે છે. બીજું અનુવાદ: મારા દીકરા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)
જો શક્ય હોય તો તેને એ રીતે અનુવાદ કરો કે ઈસુ સ્પષ્ટ રીતે જણાવતા નથી કે તે માણસના પાપ કોણ માફ કરે છે. બીજું અનુવાદ: તારા પાપોદૂર કરવામાં આવ્યા છે અથવા તારા પાપો માટે તારે કંઈ ચૂકવવાનું રહેતું નથી અથવા ""તારા પાપો તારી વિરુદ્ધ ગણવામાં આવશે નહીં
અહીંયા તેઓના હૃદયો લોકોના વિચારો માટેનું ઉપનામ છે. બીજું અનુવાદ: મનમાં વિચારી રહ્યા હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
ઈસુએ જે કહ્યું હતું કે ""તારા પાપો માફ થયા છે""તેની વિરુદ્ધમાં ગુસ્સો કરતાં શાસ્ત્રીઓએ આ પ્રશ્ન કર્યો.બીજું અનુવાદ: આ માણસે આવી રીતે ન બોલવું જોઈએ! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
શાસ્ત્રીઓએ આ પ્રશ્ન એટલામાટે કર્યો હતો કે કેવળ, ઈશ્વર જ પાપો માફ કરી શકે છે, તો પછી ઈસુએ એમ ન કહેવું જોઈએ કે તારા પાપો માફ થયા છે. બીજું અનુવાદ: કેવળ ઈશ્વર જ પાપો માફ કરી શકે છે! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
મનમાં અથવા ""પોતાનામાં
દરેક શાસ્ત્રી પોતે વિચારી રહ્યા હતા; તેઓ એકબીજાની સાથે વાતો નહોતા કરી રહ્યાં.
ઈસુએ આ પ્રશ્નનો ઉપયોગ શાસ્ત્રીઓને એ કહેવા માટે કર્યો કે તેઓ જે વિચારી રહ્યા છે તે ખોટું છે. બીજું અનુવાદ: તમે જે વિચારો છો તે ખોટું છે. અથવા એવું ન વિચારશો કે હું દુર્ભાષણ કરું છું. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
હૃદયો"" શબ્દ તેમના આંતરિક વિચારો અને ઇચ્છાઓનું ઉપનામ છે. બીજું અનુવાદ: આ તમારી અંદર છે અથવા આ બાબતો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)
ઈસુ પાપો માફ કરી શકે છે કે નહીં તે ખરેખર કોણ સાબિત કરી શકે તે વિષે શાસ્ત્રીઓ વિચારે માટે ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ કરે છે.બીજું અનુવાદ: મેં કેવળ પક્ષઘાતી માણસને એટલુ જ કહ્યું,'તારા પાપો માફ થયા છે.' તમે એવું વિચારો છો કે આ કહેવું અઘરું છે કે'ઊઠ,તારું બિછાનું ઊંચક અને ચાલતો થા,' કેમ કે હું તેને સાજો કરી શકું કે નહીં તેની સાબિતી તે ઊભો થાય અને ચાલતો થાય તે ઉપર આધારિત છે. અથવા ""તમે એવું માનો છો કે પક્ષઘાતી વ્યક્તિને 'ઊઠ,તારું બિછાનું ઊંચકીને ચાલતો થા એમ કહેવા કરતાં “તારા પાપો માફ થયા છે” એમ કહેવું સરળ છે.(જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
પરંતુ તેથી તમે જાણો. તમે શબ્દ શાસ્ત્રીઓ અને ટોળાંનો ઉલ્લેખ કરે છે.
ઈસુ પોતાને ""માણસના દીકરા""તરીકે ઓળખાવે છે.બીજું અનુવાદ: કે હું માણસનો દીકરો છું અને મને અધિકાર છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)
જ્યારે સર્વ લોકો ત્યાં જોઈ રહ્યા હતા ત્યારે
ગાલીલના દરિયા કિનારે ઈસુ ટોળાંને શીખવી રહ્યા હતા, અને તેમણે લેવીને પોતાની પાછળ આવવા કહ્યું.
આ ગાલીલનો સમુદ્ર છે, જે ગન્નેસરેતના સરોવરતરીકે પણ ઓળખાય છે.
લોકો ઈસુ જ્યાં હતા ત્યાં ગયા
અલ્ફી એ લેવીનો પિતા હતો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)
તે દિવસે મોડેથી એમ થયું કેઈસુ લેવીના ઘરે જમવા ગયાહતાં.
લેવીનું ઘર
એવા લોકો કે જેઓએ મૂસાના નિયમનું પાલન કર્યું ન હતું પરંતુબીજાની નજરમાં જે ખરાબ પાપો હતા તે કર્યા હતા.
શક્ય અર્થ આ પ્રમાણે છે 1) કેમ કે ત્યાં ઘણા દાણીઓ અને પાપી લોકો હતા કે જેઓ ઈસુને અનુસરતા હતા અથવા 2) ""કેમ કે ઈસુને ઘણા શિષ્યો હતા અને તેઓ તેમને અનુસરતા હતા.
શાસ્ત્રીઓ અને ફરોશીઓ ઈસુનાઆતિથ્યને નકારે છે તે બતાવવા તેઓએ આ પ્રશ્ન પૂછ્યો. આ શબ્દોને નિવેદન તરીકે રજૂ કરી શકાય છે. બીજું અનુવાદ:તેમણે પાપીઓ અને દાણીઓ સાથે ખાવું ન જોઈએ! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
દાણીઓ અને પાપી લોકો સાથે ખાવાને લીધે શાસ્ત્રીઓ અને ફરોશીઓએ તેમના શિષ્યોને જે કહ્યું હતું તેનો પ્રત્યુત્તર ઈસુએ આપ્યો.
તેમણે શાસ્ત્રીઓને કહ્યું
ઈસુએ બીમાર લોકો અને વૈદો વિષે આ નીતિવચનનો ઉપયોગ તેમને એ શીખવવા માટે કર્યો કે જેઓ જાણે છે કે પોતે પાપી છે તેઓને ખબર છે કે તેઓને ઈસુની જરૂર છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-proverbs)
તંદુરસ્ત
ઈસુ અપેક્ષા રાખે છે કે તેમના સાંભળનારા સમજે કે જેઓને મદદની જરૂર છે તેઓ માટે ઈસુ આવ્યા છે. બીજું અનુવાદ: જેઓ સમજે છે કે તેઓ પાપી છે તેઓને માટે હું આવ્યો છું, એવા લોકો માટે નહીં કે જેઓ સમજે છે કે તેઓ ન્યાયીઓ છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-irony)
હું બોલાવવા આવ્યો છું"" શબ્દો તેના પહેલાના શબ્દસમૂહ થકી સમજી શકાય છે. બીજું અનુવાદ: પણ હું પાપીઓને બોલાવવા આવ્યો છું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)
ઈસુ એ દર્શાવવા દ્રષ્ટાંત કહે છે કે શા માટે તેમના શિષ્યોએ ઉપવાસ ન કરવો જોઈએજ્યારે તેઓ પોતે તેમની સાથે છે(જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)
આ બંને શબ્દસમૂહ સમાન સમૂહના લોકોનો ઉલ્લેખ કરે છે, પરંતુ બીજો શબ્દસમૂહ ખૂબ સ્પષ્ટ છે. બંને ફરોશી સંપ્રદાયના અનુયાયીઓનો ઉલ્લેખ કરે છે, પરંતુ તેઓ ફરોશીઓના આગેવાનો પર ધ્યાન કેન્દ્રિત કરતાં નથી. બીજું અનુવાદ: ""ફરોશીઓના શિષ્યો ઉપવાસ કરતાં હતાં ... ફરોશીઓના શિષ્યો
થોડા માણસો. આ પુરુષો કોણ છે તે સ્પષ્ટ કર્યા વિના આ શબ્દસમૂહનું અનુવાદ કરવું શ્રેષ્ઠ છે. જો તમારી ભાષામાં તમે સ્પષ્ટ થવા માગો છો, શક્ય અર્થ આ પ્રમાણે છે1) આ માણસો યોહાનના શિષ્યોમાંના અથવાફરોશીઓના શિષ્યોમાંનાન હતાઅથવા 2) આ માણસો યોહાનના શિષ્યોમાંના હતા.
આવ્યા અને ઈસુને કહ્યું
લોકો અગાઉથી જે જાણતા હતા તે યાદ કરાવવા અનેતેમને તથા તેમના શિષ્યોને લાગુ પાડવા તેઓને ઉત્તેજન આપવા ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ કરે છે. બીજું અનુવાદ: જ્યારે વરરાજા તેમની સાથે હોય ત્યારે જાનૈયા ઉપવાસ કરતાં નથી. તેના કરતાં તેઓ ઉજવણી અને મિજબાની કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: વરરાજા જતો રહેશે(જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
તેમને"" અને તેઓ શબ્દ જાનૈયાનો ઉલ્લેખ કરે છે.
જૂનાવસ્ત્ર પર નવા વસ્ત્રનો ટુકડો સીવવાથી જો નવા કાપડનો ટુકડો હજી સંકોચાયો ન હોય તો જૂના વસ્ત્ર પર છિદ્ર વધુ ખરાબ થઈ જશે. નવા વસ્ત્ર અને જૂના વસ્ત્રબંનેનાશ પામશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
ઈસુએ બીજુ એક દ્રષ્ટાંત કહેવાનું શરૂ કર્યું. આ એક નવો દ્રાક્ષારસ નવી મશકોમાં નાખવાને બદલે જૂની મશકોમાં નાખવા વિષે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)
દ્રાક્ષનો રસ. આ તે દ્રાક્ષારસનો ઉલ્લેખ કરે છે કે જેનેહજુ સુધી આથૉ આવ્યો નથી. જો તમારા વિસ્તારમાં દ્રાક્ષ અજાણ છે, તો ફળોના રસ માટે સામાન્ય શબ્દનો ઉપયોગ કરો.
આ એવીમશકોનો ઉલ્લેખ કરે છે કે જેનો ઘણી વખત ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ પ્રાણીઓની ચામડીમાંથી બનાવવામાં આવેલી થેલીઓ હતી. તેઓને દ્રાક્ષારસની થેલીઓ અથવા ચામડાની થેલીઓ પણ કહી શકાયછે.
નવો દ્રાક્ષારસ જેમ જેમ જૂનો થાય છે તેમ વિસ્તૃત થતો જાય છે, તેથી જૂની, બરડ મશકોફાટી જશે.
નાશ પામશે.
નવી મશકોઅથવા નવી દ્રાક્ષારસ મશકો આ એવી મશકોનો ઉલ્લેખ કરે છે કે જેનો ઉપયોગ ક્યારેય થયો નથી.
શા માટે શિષ્યો વિશ્રામવારના દિવસે કણસલાં તોડતા હતા તે ખોટું નહોતુ તે બતાવવા ઈસુએ ફરોશીઓને શાસ્ત્રમાંથી એક ઉદાહરણ આપ્યું.
બીજાના ખેતરમાં કણસલાં તોડવા અને તેને ખાવા ચોરી કરવાનું માનવામાં આવતું નથી. પ્રશ્ન એ હતો કે શું વિશ્રામવારના દિવસે આ કરવું ઉચિતછે કે કેમ? શિષ્યોએ તેમાં કણસલાં,અથવા તેમાંના બીજ ખાવા માટે અનાજના દાણા લીધા. સંપૂર્ણ અર્થ બતાવવા માટે આને શબ્દમાં મૂકી શકાયછે. બીજું અનુવાદ: અનાજનાં કણસલાં તોડો અને બીખાઓ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
કણસલાં"" એ ઘઉંના છોડનો ટોચનો ભાગ છે, જે એક પ્રકારનું ઉપરનું ઘાસ છે. કણસલાં પાકેલા અનાજ અથવા દાણાને પકડી રાખે છે.
શિષ્યો શું કરી રહ્યા હતાં તે વિશે ફરોશીઓએ પ્રશ્ન પૂછ્યો(કલમ 23).
બીજાના ખેતરોમાંથી અનાજ તોડવું અને ખાવું એ ચોરી કરવી એમ ગણવામાં આવતું ન હતું (કલમ 23). પ્રશ્ન એ હતો કે શું વિશ્રામવારના દિવસે આ કરવું ઉચિત છે કે કેમ?
ફરોશીઓ ઈસુને દોષી ઠરાવવામાટે એક પ્રશ્ન પૂછે છે. આનું નિવેદન તરીકે અનુવાદ કરી શકાય છે.બીજું અનુવાદ: જુઓ! તેઓ વિશ્રામવાર વિષે યહૂદી નિયમને તોડી રહ્યા છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
આ તરફ જુઓ અથવા સાંભળો. કોઈકને કંઈક બતાવવા માટે તેનું ધ્યાન દોરવા આ એક શબ્દ છે. જો તમારી ભાષામાં કોઈ શબ્દ છે જેનો ઉપયોગ ક્શાની તરફ કોઈનું ધ્યાન દોરવા માટે કરવામાં આવે છે, તો તમે તેનો ઉપયોગ અહીં કરી શકો છો.
ઈસુએ ફરોશીઓને પ્રશ્ન પૂછવા દ્વારા તેમને ઠપકો આપવાનું શરુ કરે છે.
ઈસુએ ફરોશીઓને કહ્યું
દાઉદે વિશ્રામવારનાજે દિવસે કર્યું તે યાદ અપાવવા ઈસુ શાસ્ત્રીઓને અને ફરોશીઓને આ પ્રશ્ન પૂછે છે. પ્રશ્ન ખૂબ લાંબો છે, તેથી તેને બે વાક્યોમાં વહેંચી શકાય છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
આ આજ્ઞા તરીકે કહી શકાય. બીજું અનુવાદ: દાઉદે જે કર્યું તેના વિષે તમે જે વાંચ્યું તે યાદ રાખો ... તે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
ઈસુ જૂના કરારમાં દાઉદવિષે વાંચવાનોઉલ્લેખ કરે છે. આને ગર્ભિત માહિતી બતાવીને અનુવાદ કરી શકાય છે. બીજું અનુવાદ: શાસ્ત્રોમાં વાંચોકે દાઉદ કોણ છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)
ઈસુએ કલમ 25માં જે પ્રશ્ન પૂછવાનું શરુ કરેલ તેને પૂર્ણ કરે છે.
આનેકલમ 25 થી અલગ નિવેદન તરીકે વ્યક્ત કરી શકાય છે. બીજું અનુવાદ: તે ઈશ્વરના ઘરે ગયો ... જેઓ તેમની સાથે હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)
“તે” શબ્દ દાઉદનો ઉલ્લેખ કરે છે.
જૂના કરારના સમયદરમિયાન ઈશ્વરને બલિદાન તરીકે મુલાકાત મંડપઅથવા મંદિરનાં મકાનમાં સોનાનીમેજ પર બાર રોટલી મૂકવામાં આવતી હતી તેને દર્શાવે છે.
ઈસુએ સ્પષ્ટ કર્યું કે શા માટે ઈશ્વરે વિશ્રામવારની સ્થાપના કરી. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાયછે. બીજું અનુવાદ: ઈશ્વરે માનવજાત માટે વિશ્રામવાર બનાવ્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)
માણસ અથવા લોકો અથવા લોકોની જરૂરિયાતો. અહીં આ શબ્દ પુરુષો અને સ્ત્રીઓ બંનેનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-gendernotations)
સર્જન કર્યા હતા"" શબ્દો આગળના વાક્યથી સમજી શકાય છે. તેઓનું અહીં પુનરાવર્તન કરી શકાય છે. બીજું અનુવાદ: વિશ્રામવાર માટે માનવજાતનું સર્જન કરવામાં આવ્યું નથી અથવા ઈશ્વરે માનવજાતને વિશ્રામવાર માટે બનાવી નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)