Mark 1

માર્ક01 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક અનુવાદો કવિતાઓની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં વધુ જમણી બાજુએ ગોઠવે છેજેથી તેને વાંચવું સરળ બને.1:2-3માં આપેલ કવિતા સાથે યુએલટી આમ કરે છે, જે જૂના કરારના શબ્દો છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટખ્યાલો

તમે મને શુદ્ધ કરી શકો છો

રક્તપિત્ત ચામડીનો રોગ હતો જે વ્યક્તિને અશુદ્ધ અને ઈશ્વરનું ભજન યોગ્ય રીતેકરવા અસમર્થ બનાવતો હતો.લોકોને શારીરિક રીતે ""શુદ્ધ""અથવા તંદુરસ્ત કરવા ઈસુ સમર્થ હતા અથવા આત્મિક રીતે પણ લોકોને ""શુદ્ધ""અથવા ઈશ્વર સાથે યોગ્ય બનાવવા માટે પણ ઈસુ સમર્થ હતા. (જુઓ:/WA-Catalog/gu_tw?section=kt#clean)

ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે

વિદ્વાનો વાદવિવાદ કરતા હતા કે ઈશ્વરનું રાજ્ય એ સમયે હાજર હતું અથવા કંઈક જે આવી રહ્યું હતું. અંગ્રેજી અનુવાદ વારંવાર ""હાથ પર""એવા શબ્દસમૂહનો ઉપયોગ કરે છે પરંતુ તે અનુવાદકો માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. બીજી આવૃત્તિઓ આવી રહ્યું છે અને ""નજીક આવ્યું છે""એ શબ્દસમૂહનો ઉપયોગ કરે છે.

Mark 1:1

General Information:

યોહાન બાપ્તિસ્ત કે જેણે ઈસુને બાપ્તિસ્મા આપ્યું, તેના આગમન વિશે યશાયા પ્રબોધકે જે ભવિષ્યવાણી કરી હતીતેનાથી માર્કનું લખેલું પુસ્તક શરૂ થાય છે.લેખક માર્ક છે, જે યોહાન માર્ક તરીકે પણ ઓળખાય છે, જે મરિયમ નામની અનેક સ્ત્રીઓ જેનો ઉલ્લેખ સુવાર્તાઓમાં થયો છે તેઓમાંની એકનો દીકરો છે. તે બાર્નાબાસનો ભત્રીજો પણ છે.

Son of God

ઈસુ માટે આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

Mark 1:2

before your face

આ એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ તારી આગળ એમ થાય છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

your face ... your way

અહીંયા ""તમારી""શબ્દઈસુનો ઉલ્લેખ કરે છે અને તે એકવચનમાં છે. જ્યારે તમે એનું અનુવાદ કરો,ત્યારે ""તમારી""સર્વનામનો ઉપયોગ કરો કેમ કે આ પ્રબોધકોનુંએક અવતરણ છે, અને તેણે ઈસુના નામનો ઉપયોગ કર્યો નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

the one who

આ સંદેશવાહકનો ઉલ્લેખ કરે છે.

will prepare your way

આમ કરવું એ પ્રભુના આગમન માટે લોકોને તૈયાર કરવા એમ દર્શાવે છે. બીજું અનુવાદ: તમારા આગમન માટે લોકોને તૈયાર કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Mark 1:3

The voice of one calling out in the wilderness

આને વાક્ય તરીકે અભિવ્યક્ત કરી શકાય છે. બીજું અનુવાદ: રાનમાં પોકારનારની વાણી સંભળાય છે અથવા ""તેઓએ રાનમાં કોઈક પોકારનારનો અવાજ સાંભળ્યો

Make ready the way of the Lord ... make his paths straight

આ બંને શબ્દસમૂહનો સમાન અર્થ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parallelism)

Make ready the way of the Lord

પ્રભુનો માર્ગ તૈયાર કરો. આમ કરવું એ દર્શાવે છે કે જ્યારે પ્રભુનું આગમન થશે ત્યારે તેમની વાણી સાંભળવા તૈયાર રહેવું.લોકો તેમના પાપોનો પસ્તાવો કરવા દ્વારા આમ કરે. બીજું અનુવાદ: જ્યારે પ્રભુનું આગમન થશે ત્યારે તેમનો સંદેશસાંભળવા તૈયાર થાઓ અથવા પસ્તાવો કરો અને પ્રભુના આગમનને માટે તૈયાર રહો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor અને /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 1:4

General Information:

આ કલમોમાં તે, તેને, અને તેનું શબ્દો યોહાનનો ઉલ્લેખ કરે છે.

John came

એ ધ્યાનમાં રાખો કે તમારા વાચકો સમજે કે યોહાન સંદેશવાહક હતો જેના વિષે અગાઉની કલમમાં પ્રબોધક યશાયા દ્વારા કહેવામા આવ્યું હતું.

Mark 1:5

The whole country of Judea and all the people of Jerusalem

સમગ્ર દેશ"" શબ્દો એવા લોકોનું રૂપક છે જેઓ દેશમાં રહે છે અને સામાન્યરીતે મોટી સંખ્યામાં લોકોનો ઉલ્લેખ કરે છે, દરેક વ્યક્તિનો નહીં. બીજું અનુવાદ: ઘણા લોકો યહૂદિયા અને યરૂશાલેમમાંથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor અને /WA-Catalog/gu_tm?section=translate#figs-hyperbole)

They were baptized by him in the Jordan River, confessing their sins

તે જ સમયે તેઓએ આ બાબતો કરી. લોકોએ પોતાના પાપોનો પસ્તાવો કર્યો તેને કારણે તેઓ બાપ્તિસ્મા પામ્યા. બીજું અનુવાદ: ""જ્યારે તેઓએ પોતાના પાપોનો પસ્તાવો કર્યો, ત્યારે યોહાને તેઓને યર્દન નદીમાં બાપ્તિસ્મા આપ્યું "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Mark 1:7

He proclaimed

યોહાને પ્રગટ કર્યું

the strap of his sandals I am not worthy to stoop down and untie

ઈસુ કેટલા મહાન છે એ બતાવવા યોહાન પોતાને દાસ સાથે સરખાવે છે. બીજું અનુવાદ: હું તેમના પગરખાં કાઢવાનુંતુચ્છકાર્ય કરવા માટે પણ લાયક નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

the strap of his sandals

જ્યારે ઈસુ પૃથ્વી પર હતા, ત્યારે લોકો ઘણીવાર ચંપલ પહેરતા હતા જે ચામડાનીબનેલી હતી અને ચામડાનીપટ્ટીઓતેમના પગે બાંધતા હતા.

stoop down

વાંકા વળવું

Mark 1:8

but he will baptize you with the Holy Spirit

આ રૂપક યોહાનના પાણીના બાપ્તિસ્માને ભવિષ્યના પવિત્ર આત્માના બાપ્તિસ્મા સાથે સરખાવે છે. તેનો અર્થ એમ કે યોહાનનું બાપ્તિસ્મા લોકોના પાપ પ્રતિકાત્મક રીતે શુદ્ધ કરે છે. પવિત્ર આત્માનું બાપ્તિસ્મા ખરી રીતે લોકોને પોતાના પાપથી શુદ્ધ કરશે.જો શક્ય હોય તો, એજ શબ્દ બાપ્તિસ્મા માટે અહીં વાપરો જે તમે યોહાન બાપ્તિસ્મા માટે વાપર્યો કે જેથી બંને વચ્ચે સરખામણી થઈ શકે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Mark 1:9

It happened in those days

વાર્તાની પંક્તિમાં આ એક નવી ઘટનાની શરૂઆતની નિશાની દર્શાવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-newevent)

he was baptized by John

આસક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. બીજું અનુવાદ: યોહાને તેમનું બાપ્તિસ્મા કર્યું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Mark 1:10

the Spirit coming down on him like a dove

શક્ય અર્થ આ પ્રમાણે છે 1) આ એક સમાનતા છે, અને આકાશમાંથી જમીન ઉપર ઉતરતાં પક્ષીની જેમ આત્મા ઈસુ ઉપર ઉતર્યો અથવા 2)આત્મા ઈસુ પર ઉતરી આવ્યો ત્યારે તે ખરેખરકબૂતર જેવો જ લાગતો હતો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-simile)

Mark 1:11

A voice came out of the heavens

તે એવું રજૂ કરે છે કે ઈશ્વર બોલે છે. કેટલીકવાર લોકો ઈશ્વરનો આદર કરતા હોવાથી સીધા જ તેમનોઉલ્લેખ કરવાનું ટાળે છે. બીજું અનુવાદ: ઈશ્વર આકાશમાંથી બોલ્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-euphemism)

beloved Son

આ ઈસુ માટે એક મહત્વપૂર્ણ શીર્ષક છે. પિતાનો ઈસુ માટે જે અનંત પ્રેમ હતો તેને કારણે તેમને""વ્હાલો દીકરો""કહે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

Mark 1:12

Connecting Statement:

ઈસુના બાપ્તિસ્મા પછી, તે40 દિવસ સુધી રાનમાં હતા અને પછી ઉપદેશ આપવા અને તેમના શિષ્યોને તેડવા ગાલીલ જાય છે.

compelled him to go out

ઈસુને બહાર જવા દબાણ કર્યું

Mark 1:13

He was in the wilderness

તેઓ રાનમાં રહ્યા

forty days

40 દિવસો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-numbers)

He was with

તેઓ મધ્યે હતા

Mark 1:14

after John was arrested

યોહાનને કેદખાનામાં નાંખવામાં આવ્યો પછી. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: તેઓએ યોહાનને ધરપકડ કરી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

proclaiming the gospel

ઘણા લોકોને સુવાર્તા વિષે કહેતા

Mark 1:15

The time is fulfilled

હવે તે સમય છે

the kingdom of God is near

ઈશ્વર તેમના લોકો પર રાજ કરવાનું શરૂ કરે હવે એ સમય આવી જ ગયો છે

Mark 1:16

he saw Simon and Andrew

ઈસુએ સિમોન અને આન્દ્રિયાને જોયા

casting a net in the sea

આ વાક્યનો સંપૂર્ણ અર્થ સ્પષ્ટ કરી શકાય છે. બીજું અનુવાદ: માછલી પકડવા જાળને પાણીમાં ફેંકવી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 1:17

Come, follow me

મને અનુસરો અથવા ""મારી સાથે આવો

I will make you to become fishers of men

આ રૂપકનો એવો અર્થ થાય કે સિમોન અને આન્દ્રિયા લોકોને ઈશ્વરનો સત્ય સંદેશ શીખવશે, કે જેથી બીજા લોકો પણ ઈસુની પાછળ ચાલે. બીજું અનુવાદ: જેવી રીતે તમે માછલી પકડો છો તે જ રીતે હું તમને માણસોને પકડતા શીખવીશ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Mark 1:19

in the boat

એવું માનવામાં આવે છે કે તે હોડી યાકૂબ અને યોહાનની હશે. બીજું અનુવાદ: તેઓની હોડીમાં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

mending the nets

જાળીનું સમારકામ કરતાં

Mark 1:20

called them

શા માટે ઈસુએ યાકૂબ અને યોહાનને તેડ્યા એ સ્પષ્ટપણે દર્શાવવુંમદદરૂપ બનશે. બીજું અનુવાદ: તેમની સાથે આવવા તેઓને તેડ્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

the hired servants

નોકરો કે જેઓ તેઓ માટે કાર્ય કરતાં હતા

they followed him

યાકૂબ અને યોહાન ઈસુ સાથે ગયા

Mark 1:21

Connecting Statement:

વિશ્રામવારે ઈસુ કફરનહૂમ શહેરના સભાસ્થાનમાં બોધ કરતાં હતા. માણસમાંથી અશુદ્ધ આત્મા કાઢીને તેમણે ગાલીલ વિસ્તારના આસપાસના લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા.

came into Capernaum

કફરનહૂમ પહોંચ્યા

Mark 1:22

for he was teaching them as someone who has authority and not as the scribes

જ્યારે ""કોઈકની પાસે અધિકાર છે""અને ""શાસ્ત્રીઓ""વિષે વાત કરતાં હોય ત્યારે બોધ કરવાનો વિચાર સ્પષ્ટપણે દર્શાવી શકાય છે. બીજું અનુવાદ: કેમ કે તે શાસ્ત્રીઓ જેમનહીં પરંતુ જેની પાસે અધિકાર હોય તે રીતે તેઓને શીખવી રહ્યા હતાં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Mark 1:24

What do we have to do with you, Jesus of Nazareth?

અશુદ્ધ આત્માઓ આ અલંકારિક પ્રશ્ન પૂછે છે એનો અર્થ એ કે તેઓની સાથે દખલ કરવા માટે ઈસુ પાસે કોઈ કારણ નથી અને તેઓ ઈચ્છે છે કે તે તેમને છોડીને ચાલ્યા જાય. બીજું અનુવાદ: નાઝરેથના ઈસુ, અમને એકલા મૂકી દો! અમારી સાથે દખલ કરવાનું તમારી પાસે કોઈ કારણ નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Have you come to destroy us?

અશુદ્ધ આત્માઓ ઈસુ તેમને નુકસાન ન પહોંચાડેતે વિનંતી કરતાંઆ અલંકારિક પ્રશ્ન પૂછે છે. બીજું અનુવાદ: અમારો નાશ ન કરો! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Mark 1:26

threw him down

અહીંયા તેને શબ્દ અશુદ્ધ આત્માગ્રસ્ત વ્યક્તિનો ઉલ્લેખ કરે છે.

while crying out with a loud voice

તે અશુદ્ધ આત્મા છે જે મોટેથી બૂમ પાડે છે, માણસ નહીં.

Mark 1:27

they asked each other, ""What is this? A new teaching with authority! ... and they obey him!

લોકો કેટલા આશ્ચર્યચકિત હતા એ દર્શાવવા બે પ્રશ્નોનો ઉપયોગ કર્યો. પ્રશ્નો ઉદ્દગારવાચક તરીકે વ્યક્ત થઈ શકે છે. બીજું અનુવાદ: તેઓએ એકબીજાને કહ્યું, 'આ અદ્દભુત છે! તેનવું શિક્ષણ આપે છે, અને તેઅધિકાર સાથે બોલે છે! ... અને તેઓ તેમને આધીન થાય છે!' (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

He commands

તે"" શબ્દ ઈસુનો ઉલ્લેખ કરે છે.

Mark 1:29

Connecting Statement:

અશુદ્ધ આત્મા વળગેલ માણસને સાજો કર્યા પછી, ઈસુએ સિમોનની સાસુ અને અન્યઘણા લોકોને સાજા કર્યા.

Mark 1:30

Now Simon's mother-in-law was lying sick with a fever

હવે"" શબ્દ વાર્તા સાથે સિમોનની સાસુનો પરિચય કરાવે છે અને તેણીના વિષે પૂર્વભૂમિકાની માહિતી આપે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-participants અને /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

Mark 1:31

raised her up

તેને કારણે તે ઊભી થઈ અથવા ""બિછાના પરથી ઉઠવા સક્ષમ બનાવી

the fever left her

તેણીને કોણે સાજી કરી તે તમે સ્પષ્ટ કરવું ઇચ્છી શકો છો. બીજું અનુવાદ: ઈસુએ તેણીનો તાવ મટાડ્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

she started serving them

તમે સ્પષ્ટ કરવું ઇચ્છી શકો છો કે તેણીએખોરાક પીરસ્યો. બીજું અનુવાદ: તેણીએતેમને ખોરાક અને પાણી પૂરા પાડ્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Mark 1:32

General Information:

અહીંયા તેને અને તે શબ્દો ઈસુનો ઉલ્લેખ કરે છે.

all who were sick or possessed by demons

સર્વ"" શબ્દ જે ઘણી સંખ્યામાં લોકો આવ્યા તેની અતિશયોક્તિ પર ભાર મૂકે છે. બીજું અનુવાદ: ઘણા જેઓ બિમાર અથવા અશુદ્ધ આત્માઓ વળગેલા હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hyperbole)

Mark 1:33

The whole city gathered together at the door

શહેર"" શબ્દ જે લોકો શહેરમાં રહેતા હોય તેમના માટેનું ઉપનામ છે. અહીંયા આખું શબ્દ મોટા ભાગના લોકો શહેરમાંથી ભેગા થયા હતા તેના સામાન્યીકરણ પર કદાચ ભાર મૂકે છે. બીજું અનુવાદ: શહેરમાંથી ઘણા લોકો દરવાજાની બહાર એકત્ર થયા હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-hyperbole)

Mark 1:35

General Information:

અહીંયા તે અને તેને શબ્દો ઈસુનો ઉલ્લેખ કરે છે.

Connecting Statement:

લોકોને સાજા કરવાના સમય મધ્યે ઈસુ પ્રાર્થના કરવા માટે સમય કાઢે છે. તેઓ પછી આખા ગાલીલમાં ફરીને બોધ કરે છે, સાજાપણું આપે છે અને અશુદ્ધ આત્માઓ કાઢે છે.

a solitary place

એવી જગ્યા જ્યાં તેઓ એકલા રહી શકે

Mark 1:36

Simon and those who were with him

અહીંયા તેની એ સિમોન માટે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેઓ તેની સાથે હતા તેઓમાં આન્દ્રિયા,યાકૂબ, યોહાન, અને કદાચ બીજા લોકોનો સમાવેશ કરે છે.

Mark 1:37

Everyone is looking for you

દરેક"" શબ્દ ઘણા લોકો જેઓ ઈસુની શોધ કરતાં હતા તેની અતિશયોક્તિ પર ભાર મૂકે છે. બીજું અનુવાદ: ""ઘણા લોકો તમને શોધે છે "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hyperbole)

Mark 1:38

General Information:

અહીંયા તે અને હું શબ્દો ઈસુનો ઉલ્લેખ કરે છે.

Let us go elsewhere

આપણે કેટલીક બીજી જગ્યાઓએ પણ જવાની જરૂર છે. અહીંયા ઈસુ ""આપણે""શબ્દ પોતાનો, સિમોન, આન્દ્રિયા,યાકૂબ અને યોહાન સાથે ઉલ્લેખ કરવા વાપરે છે.

Mark 1:39

He went throughout all of Galilee

સર્વ દરમિયાન"" શબ્દો ઈસુ તેમના સેવાકાર્ય દરમિયાન ઘણા સ્થળોએ ગયા તે અતિશયોક્તિનો ઉપયોગ કરવા ભાર મૂકે છે. બીજું અનુવાદ: તેઓ ગાલીલમાં ઘણી જગ્યાઓએ ગયા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hyperbole)

Mark 1:40

a leper came to him, begging him and kneeling down and saying to him

એક કોઢિયો ઈસુ પાસે આવ્યો. તેણે ઘૂંટણ નમાવીઅને ઈસુને વિનંતી કરતાં કહે છે કે

If you are willing, you can make me clean

પ્રથમ શબ્દસમૂહમાં, ""મને શુદ્ધ કર""શબ્દો બીજા શબ્દસમૂહને કારણે સમજી શકાય છે. બીજું અનુવાદ: જો તમે મને શુદ્ધ કરવા ચાહો, તો તમે મને શુદ્ધ કરી શકો છો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

you are willing

ચાહવું અથવા ""ઇચ્છા

you can make me clean

બાઈબલના સમયમાં, વ્યક્તિ જેને કોઈપણ પ્રકારની ચોક્કસ ચામડીનો રોગ થયો હોય તો તે વ્યક્તિને જ્યાં સુધી સંપૂર્ણ સાજો ન થાય કે હવે તે ચેપી રહ્યો નથી ત્યાં સુધી અશુદ્ધ ગણવામાં આવતો. બીજું અનુવાદ: તમે મને સાજો કરી શકો છો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Mark 1:41

Moved with compassion

અહીંયા દયા આવી શબ્દ રૂઢિપ્રયોગ છે જેનો અર્થ બીજાની જરૂરિયાત પ્રત્યે લાગણી અનુભવવી એમ થાય છે. બીજું અનુવાદ: તેના માટેદયા આવી, ઈસુ અથવા ઈસુએ તે માણસ પ્રત્યે દયાઅનુભવી, તેથી તે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

I am willing

ઈસુ શું કરવા ચાહે છે એ દર્શાવવું મદદરૂપ બનશે. બીજું અનુવાદ: હું તને સાજો કરવા ચાહું છું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Mark 1:43

General Information:

અહીંયા વપરાયેલ તેને શબ્દ જે કોઢિયાને ઈસુએ સાજો કર્યો તેનો ઉલ્લેખ કરે છે.

Mark 1:44

Be sure to say nothing to anyone

કોઈને કંઈ ન કહેવાની ખાતરી કરો

show yourself to the priest

ઈસુએ આ માણસને કહ્યું કે તે પોતાને યાજકને દેખાડે કે જેથી યાજક તેની ચામડીને જોઈ શકે કે તેનો કોઢ ખરેખર ગયો છે કે નહી. મૂસાના નિયમ મુજ્બ જે લોકો અશુદ્ધ હતા અને હવે અશુદ્ધ રહ્યા નથી તે બતાવવા તેઓ પોતાને યાજકને બતાવે તે જરુરી હતુ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

show yourself

અહીંયા પોતાને શબ્દ કોઢિયાની ચામડીને દર્શાવે છે. બીજું અનુવાદ: તારી ચામડી દેખાડ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

a testimony to them

જો શક્ય હોય તો તમારી ભાષામાં,""તેમને""સર્વનામ વાપરવું શ્રેષ્ઠ છે. શક્ય અર્થ આ પ્રમાણે છે 1) યાજકો સમક્ષ સાક્ષી તરીકે અથવા 2) ""લોકો સમક્ષ સાક્ષી તરીકે.

Mark 1:45

But he went out

તે"" શબ્દ અહીંયા જે માણસને ઈસુએ સાજો કર્યો તેનો ઉલ્લેખ કરે છે.

began to spread the news widely

અહીંયા વાત વ્યાપકપણે ફેલાઈ ગઈ એ શું બન્યું તે ઘણી જગ્યાએ લોકોને કહેવા માટેનું રૂપક છે. બીજું અનુવાદ: ઈસુએ શું કર્યું તે વિષે ઘણી જગ્યાએ લોકોને કહેવાનું શરૂ કર્યું (જુઓ: અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

so much that

એ માણસ વાત એટલી બધી ફેલાવા લાગ્યો કે

that Jesus could no longer enter a town openly

એ માણસ વાત એટલી બધી ફેલાવા લાગ્યો તેનું આ પરિણામ હતું. અહીંયા ખુલ્લી રીતે એ""જાહેરમાં""નું રૂપક છે. ઘણા લોકો ઈસુની આસપાસ ટોળે વળ્યા હતા તે કારણે તેઓ શહેરમાં પ્રવેશી શક્યા નહીં. બીજું અનુવાદ: ""કે જાહેરમાં ઈસુ ફરીથી શહેરમાં પ્રવેશી ન શક્યા "" અથવા ઘણા લોકો તેમને જુએ તે રીતે ઈસુ ફરીથી શહેરમાં પ્રવેશી ન શક્યા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

remote places

એકાંત જગ્યાઓઅથવા ""એવી જગ્યાઓ જ્યાં કોઈ રહેતું ન હોય

from everywhere

“ સર્વત્ર"" શબ્દ અતિશયોક્તિને દર્શાવે છે, જે કેટલી બધી જગ્યાએથી લોકો આવ્યા હતાતેની પર ભારમૂક્વા વપરાયેલ છે. બીજું અનુવાદ: સર્વ પ્રદેશમાંથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hyperbole)