Matthew 6

માથ્થી 06 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

“પહાડ પરના ઉપદેશ” તરીકે પ્રચલિત ઈસુના વિસ્તૃત શિક્ષણને માથ્થી 6 અધ્યાય જારી રાખે છે.

તમે 6:9-11 માંની પ્રાર્થનાને પૃષ્ઠની જમણી બાજુએ ઉપર નોંધીને તેને બાકીના લખાણ કરતાં અલગ દર્શાવી શકો છો..

આ ઉપદેશમાં ઈસુ વિવિધ વિષયો પર શિક્ષણ આપે છે, તેથી જ્યાં પણ ઈસુના શિક્ષણનો વિષય બદલાય ત્યાં તમે એક પંક્તિની જગ્યા રાખી વાચકને વિષય પરિવર્તન સમજવામાં સહાય કરી શકો છો.

Matthew 6:1

General Information:

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તમને અને તમારા શબ્દોના ઉલ્લેખની સર્વ ઘટનાઓ બહુવચન છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

Connecting Statement:

માથ્થી 5: 3થી શરુ થયેલ પહાડ પરનો ઉપદેશ જે ઈસુ તેમના શિષ્યો સમક્ષ રજૂ કરી રહ્યા છે તે અહીં જારી રહે છે. આ વિભાગમાં, ઈસુ દાન આપવાના, પ્રાર્થના, અને ઉપવાસના “ન્યાયીપણાના કાર્યો” ને સંબોધિત કરે છે.

before people to be seen by them

તે સૂચિત છે કે જેઓ તે વ્યક્તિને જોશે તેઓ તે વ્યક્તિને માન આપશે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: લોકો સમક્ષ તેઓ એવી રીતે કાર્ય કરે છે કે જેથી લોકો તેમને જુએ અને તેમણે જે કંઈ કર્યું છે તેને લીધે લોકો તેમને માન આપે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Father

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

Matthew 6:2

do not sound a trumpet before yourself

આ રૂપકનો અર્થ છે, કંઈક એવું કે જે કરવા દ્વારા હેતુપૂર્વક લોકોનું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કરવામાં આવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેમ કોઈ મોટી ભીડમાં મોટેથી રણશિંગડું વગાડે છે તેમ તમે તમારી તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કરવા પ્રયત્ન કરશો નહીં. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Truly I say to you

હું તમને સત્ય કહું છું. આ વાક્ય, હવે પછી ઈસુ જે કહેવાના છે તેના પર ભાર મૂકે છે.

Matthew 6:3

General Information:

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તું અને તારો શબ્દોના ઉલ્લેખની સર્વ ઘટનાઓ બહુવચન છે, સર્વ માણસોને લાગુકર્તા છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

Connecting Statement:

ઈસુ તેમના શિષ્યોને દાન વિશે શિક્ષણ આપવાનું જારી રાખે છે.

do not let your left hand know what your right hand is doing

આ રૂપક, સંપૂર્ણ ગુપ્તતાને દર્શાવે છે. સામાન્ય રીતે જેમ બંને હાથ એકસાથે કાર્ય કરે છે અને દરેક સમયે એક હાથને બીજા હાથના કાર્યની ખબર હોય છે તેમ તમારા વિશે બધું જાણતા તમારા સૌથી નજદીકી લોકોને પણ તમારે જાણ થવા દેવી નહીં કે તમે ગરીબોને દાન ક્યારે આપો છો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Matthew 6:4

your gift may be given in secret

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: તમે અન્ય લોકોની જાણ બહાર ગરીબ લોકોને દાન આપી શકો છો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 6:5

General Information:

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. કલમ 5 અને 7 માં તમે, “તેઓ” અને તેમને શબ્દોના ઉલ્લેખની સર્વ ઘટનાઓ બહુવચન છે; કલમ 6 માં “તું”, “તારી” અને “તારા” શબ્દો એકવચન છે, પરંતુ કેટલીક ભાષાઓમાં આ શબ્દોને બહુવચન કરવા જરૂરી થઈ શકે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

Connecting Statement:

ઈસુ પ્રાર્થના વિશે શિક્ષણ આપવાની શરૂઆત કરે છે.

so that they may be seen by people

તે સૂચિત છે કે જેઓ તેમને જોશે તેઓ તેમને માન આપશે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: કે જેથી લોકો તેમને જુએ અને તેમને માંન આપે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Truly I say to you

હું તમને સત્ય કહું છું. આ વાક્ય, હવે પછી ઈસુ જે કહેવાના છે તેના પર ભાર મૂકે છે.

Matthew 6:6

enter into your inner chamber, and having shut your door

ગુપ્ત સ્થાને જાવ અથવા “જ્યાં તમે એકલા હોઈ શકો ત્યાં જાઓ”

your Father who is in secret

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ઈશ્વરને કોઈપણ જોઈ શકતું નથી. વૈકલ્પિક ભાષાંતર: પિતા, જે અદ્રશ્ય છે અથવા 2) ગુપ્તમાં પ્રાર્થના કરનારની સાથે ઈશ્વર છે. વૈકલ્પિક ભાષાંતર: ""પિતા, જે તમારી સાથે ગુપ્તમાં છે

Father

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

your Father who sees in secret

અને ગુપ્તમાં તમે જે કરશો તે, તમને ગુપ્તમાં પણ જોનાર તમારા આકાશમાંના પિતા જોશે

Matthew 6:7

do not make useless repetitions

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) શબ્દોનું વારંવાર ઉચ્ચારણ અર્થહીન છે. વૈકલ્પિક ભાષાંતર: કોઈપણ બાબતને ફરીને ફરી વારંવાર કહેવાનું ચાલુ રાખશો નહીં અથવા 2) શબ્દો અથવા વાક્યો અર્થહીન છે. વૈકલ્પિક ભાષાંતર: ""અર્થહીન શબ્દોનું પુનરાવર્તન કર્યા કરશો નહીં

they will be heard

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: તેમના ખોટા દેવો તેમનું સાંભળશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 6:8

General Information:

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ એક વ્યક્તિ તરીકે પ્રાર્થના કેવી રીતે કરવી જોઈએ. તમે અને તમારા શબ્દો પ્રથમ વાક્યમાં બહુવચન છે. પ્રાર્થનામાં, તમારું નામ, તમારું રાજ્ય અને “તમારી ઈચ્છા” શબ્દો એકવચન છે અને ઈશ્વરનો ઉલ્લેખ કરે છે, આકાશમાંના અમારા પિતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

Father

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

Matthew 6:9

Our Father who is in heaven

પ્રાર્થનાની શરૂઆતમાં લોકોએ ઈશ્વરને સંબોધન કેવી રીતે કરવું તે વિશે ઈસુ લોકોને શીખવે છે.

may your name be honored as holy

અહીં તમારું નામ સ્વયં ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: દરેકને તમારું સન્માન કરવા દોરો (તમારું નામ પવિત્ર મનાઓ) (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Matthew 6:10

May your kingdom come

અહીં રાજ્ય એ રાજા તરીકે ઈશ્વરના શાસનનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે દરેક વ્યક્તિ અને દરેક વસ્તુ પર સંપૂર્ણપણે શાસન કરો” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

May your will be done on earth as it is in heaven

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેમ આકાશમાં તેમ પૃથ્વી પર દરેક બાબતો તમારી ઇચ્છા પ્રમાણે થાઓ” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 6:11

General Information:

આ પ્રાર્થનાનો એક ભાગ છે જે વિશે ઈસુ લોકોને શિક્ષણ આપી રહ્યા હતા. પ્રાર્થનામાં અમે, અમારુ, અને આપણું સર્વ ઘટનાઓ પ્રાર્થના કરનારનો ઉલ્લેખ કરે છે. આ શબ્દો ઈશ્વરનો ઉલ્લેખ કરતાં નથી કે જેઓને સંબોધીને લોકો પ્રાર્થના કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-exclusive)

daily bread

અહીં “રોટલી” એ સામાન્ય રીતે ખોરાકનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

Matthew 6:12

debts

ઋણ એટલે એક વ્યક્તિનું બીજા વ્યક્તિ પ્રત્યે ઋણ ધરાવવું. આ પાપો માટેનું રૂપક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

our debtors

ઋણી એક એવી વ્યક્તિ છે જે અન્ય વ્યક્તિ પ્રત્યે ઋણ ધરાવે છે. જેમણે આપણી વિરુદ્ધ પાપ કર્યું હોય તે લોકો માટેનું આ એક રૂપક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Matthew 6:13

Do not bring us into temptation

“પરીક્ષણ"" શબ્દ અમૂર્ત સંજ્ઞા છે, જેને ક્રિયાપદ તરીકે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: કોઈપણ બાબતથી અમારું પરીક્ષણ થવા દેશો નહીં અથવા કશું પણ અમને પાપ કરવાની ઇચ્છા તરફ દોરી જાય તેવું થવા દેશો નહીં. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-abstractnouns)

Matthew 6:14

General Information:

શબ્દો તમે, “તેઓ” અને તમને ઉદાહરણો બહુવચન છે. જો કે દરેક વ્યક્તિ જો બીજાને માફ ન કરે તો તેઓનું શું થશે, તે વિશે ઈસુ કહી રહ્યા છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

their trespasses

અમૂર્ત સંજ્ઞા અપરાધ ને ક્રિયાપદ તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: જ્યારે તેઓ તમારી વિરુદ્ધ અપરાધ કરે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-abstractnouns)

Father

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

Matthew 6:15

their trespasses ... your trespasses

અપરાધો"" સંજ્ઞાનો અનુવાદ ક્રિયાપદ તરીકે કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: જ્યારે તેઓ તમારી વિરુદ્ધ અપરાધ કરે છે ... જ્યારે તમે ઈશ્વર વિરુદ્ધ અપરાધ કરો છો અથવા જ્યારે તેઓ તમને નુકસાનકારક બાબતો કરે છે ... જ્યારે તમે તમારા આકાશમાંના પિતાને ગુસ્સો ઉપજાવતી બાબતો કરો છો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-abstractnouns)

Matthew 6:16

General Information:

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. કલમ 16 માં તમે શબ્દ બહુવચન છે. કલમ 17 અને 18 માં, જ્યારે તેઓ ઉપવાસ કરે ત્યારે તેઓએ કેવી રીતે વર્તવું તે વિશે ઈસુ તેમને શીખવે છે ત્યારે તું, “તારા” અને તારું શબ્દોના ઉલ્લેખની સર્વ ઘટનાઓ એકવચન છે. કેટલીક ભાષાઓમાં આ સર્વ ઉલ્લેખોને બહુવચનમાં દર્શાવવાની જરૂર પડી શકે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

Connecting Statement:

ઈસુ ઉપવાસ વિશે શિક્ષણ આપવાની શરૂઆત કરે છે.

they disfigure their faces

ઢોંગી લોકો તેમના મોં ધોશે નહીં અથવા તેમના વાળને કાંસકો કરશે નહીં. તેઓએ આ હેતુપૂર્વક બીજાઓનું ધ્યાન દોરવા માટે કરે છે જેથી લોકો તેમને જુએ અને તેમના ઉપવાસ માટે તેમને માન આપે.

Truly I say to you

હું તમને સત્ય કહું છું. આ વાક્ય, હવે પછી ઈસુ જે કહેવાના છે તેના પર ભાર મૂકે છે.

Matthew 6:17

anoint your head

તમારા વાળમાં તેલ નાખો અથવા તમારા વાળને સજાવો અહીં માથા પર ""તેલ રેડવું” તે વ્યક્તિના વાળની સામાન્ય સંભાળ લેવાનો ઉલ્લેખ કરે છે. તે ખ્રિસ્ત કે જેનો અર્થ અભિષિક્ત છે તે શબ્દ સાથે કોઇપણ રીતે સબંધિત નથી. ઈસુનો અર્થ એ છે કે લોકો ઉપવાસ કરે કે ના કરે પણ તેઓનો દેખાવ એકસમાન હોવો જોઈએ.

Matthew 6:18

your Father who is in secret

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ઈશ્વરને કોઈપણ જોઈ શકતું નથી. વૈકલ્પિક ભાષાંતર: પિતા, જે અદ્રશ્ય છે અથવા 2) ગુપ્તમાં ઉપવાસ કરનાર સાથે ઈશ્વર છે. વૈકલ્પિક ભાષાંતર: પિતા, જે તમારી સાથે ગુપ્તમાં છે તમે આનો અનુવાદ માથ્થી 6:6 માં કેવી રીતે કર્યો છે તે જુઓ.

Father

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

who sees in secret

તમે જે ગુપ્તમાં કરો છો તેને જોનાર ઈશ્વર. તમે આનો અનુવાદ માથ્થી 6:6 માં કેવી રીતે કર્યો છે તે જુઓ.

Matthew 6:19

General Information:

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તમે અને તમારું શબ્દોના ઉલ્લેખની બધી ઘટનાઓ બહુવચન છે, કલમ 21 સિવાય, જ્યાં “તમારું” શબ્દ એકવચન છે. કેટલીક ભાષાઓમાં તમે અને તમારું શબ્દોની સર્વ ઘટનાઓને બહુવચન કરવાની જરૂર પડી શકે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

Connecting Statement:

ઈસુ સંપતિ અને ધન વિશે શિક્ષણ આપવાની શરૂઆત કરે છે.

treasures

સંપતિ, એવી વસ્તુ છે જેને લોકો વધારે મહત્વ આપે છે.

where moth and rust destroy

જ્યાં કાટ અને કીડા ખજાનાનો નાશ કરે છે

moth

નાના, ઉડતા કીડા જે વસ્ત્રોઓનો નાશ કરે છે

rust

અને ભૂરો પદાર્થ જે ધાતુ પર રચાય છે

Matthew 6:20

store up for yourselves treasures in heaven

આ એક રૂપક છે જેનો અર્થ કે પૃથ્વી પર સારી બાબતો કરો કે જેનો બદલો ઈશ્વર તમને આકાશમાં આપે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Matthew 6:21

there will your heart be also

અહીં “હ્રદય” એટલે વ્યક્તિના વિચારો અને રુચિ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Matthew 6:22

General Information:

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તારી અને ""તારા""ના ઉદાહરણો એકવચન છે, પરંતુ કેટલીક ભાષાઓમાં તેમને બહુવચન કરવાની જરૂર પડી શકે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

The eye is the lamp of the body ... is filled with light

તંદુરસ્ત આંખો કે જે વ્યકિતને સારી રીતે જોવામાં મદદરૂપ છે તેની સરખામણી બીમાર આંખો સાથે કરે છે જે આંખો વ્યકિતને અંધાપા તરફ દોરી જાય છે. આ એક રૂપક છે જે આત્મિક તંદુરસ્તીનો ઉલ્લેખ કરે છે. મોટાભાગે લોભને દર્શાવવા યહૂદી લોકો ખરાબ આંખ શબ્દસમૂહનો ઉપયોગ કરતા હતા. અહીં અર્થ એ છે કે જો કોઈ વ્યક્તિ ઈશ્વર પ્રત્યે સંપૂર્ણ રીતે સમર્પિત હોય અને ઈશ્વર જે કહે તે પ્રમાણે જો તે જુએ અથવા સમજે તો તે વ્યક્તિ જે સારું છે તે કરે છે. જો વ્યક્તિ વધુ પ્રાપ્ત કરવાનો લોભ ધરાવતો હોય, તો તે વ્યક્તિ જે દુષ્ટ છે તે કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

The eye is the lamp of the body

આ રૂપકનો અર્થ છે કે જેમ અંધારામાં દીવો વ્યક્તિને જોવા માટે મદદરૂપ છે તેમ આંખો વ્યક્તિને જોવાની પરવાનગી આપે છે. વૈકલ્પિક ભાષાંતર: દીવાની જેમ, આંખ વસ્તુઓને સ્પષ્ટ રીતે નિહાળવાની મંજૂરી આપે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

eye

તમારે આને બહુવચનમાં અનુવાદ કરવાનું થઈ શકે છે, “આંખો.”

Matthew 6:23

But if your eye ... how great is that darkness

તંદુરસ્ત આંખો કે જે વ્યકિતને સારી રીતે જોવામાં મદદરૂપ છે તેની સરખામણી બીમાર આંખો સાથે કરે છે જે આંખો વ્યકિતને અંધાપા તરફ દોરી જાય છે. આ એક રૂપક છે જે આત્મિક તંદુરસ્તીનો ઉલ્લેખ કરે છે. મોટાભાગે લોભને દર્શાવવા યહૂદી લોકો ખરાબ આંખ શબ્દસમૂહનો ઉપયોગ કરતા હતા. અહીં અર્થ એ છે કે જો કોઈ વ્યક્તિ ઈશ્વર પ્રત્યે સંપૂર્ણ રીતે સમર્પિત હોય અને ઈશ્વર જે કહે તે પ્રમાણે જો તે જુએ અથવા સમજે તો તે વ્યક્તિ જે સારું છે તે કરે છે. જો વ્યક્તિ વધુ પ્રાપ્ત કરવાનો લોભ ધરાવતો હોય, તો તે વ્યક્તિ જે દુષ્ટ છે તે કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

if your eye is bad

આ જાદુનો ઉલ્લેખ કરતું નથી. યહૂદી લોકો હંમેશા આ પ્રકારના રૂપકનો ઉપયોગ લોભીનો ઉલ્લેખ કરવા માટે કરતા હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

if the light that is in you is actually darkness, how great is that darkness!

જે તમારા શરીરમાં પ્રકાશ આપવા માટે હોય પરંતુ જો તે અંધકાર ઉપજાવે તો તમારું શરીર સંપૂર્ણ અંધકારમાં છે.

Matthew 6:24

for either he will hate the one and love the other, or else he will be devoted to one and despise the other

આ બંને શબ્દસમૂહોનો અર્થ મૂળભૂત રીતે એક જ વસ્તુ છે. તેઓ ભાર મૂકે છે કે એક વ્યક્તિ એક જ સમયે ઈશ્વર અને દ્રવ્ય બંનેને પ્રેમ કરી શકતો નથી અને સમર્પિત થઈ શકતો નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parallelism)

You cannot serve God and wealth

તમે એક જ સમયે ઈશ્વર અને દ્રવ્યને પ્રેમ કરી શકતા નથી.

Matthew 6:25

General Information:

અહીં “તમને” અને “તમારા” ઉદાહરણો બહુવચન છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

I say to you

આ વાક્ય, હવે પછી ઈસુ જે કહેવાના છે તેના પર ભાર મૂકે છે.

to you

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ.

is not life more than food, and the body more than clothes?

લોકોને શિક્ષણ આપવા માટે ઈસુ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: સ્વાભાવિક છે કે તમે જે ખાઓ છો તે કરતાં જીવન વધારે છે, અને તમે જે પહેરો છો તે કરતાં શરીર વધારે છે. અથવા સ્પષ્ટપણે જીવનમાં એવી બાબતો છે જે ખોરાક કરતાં વધુ મહત્વની છે અને શરીરને સબંધિત એવી બાબતો છે જે કપડાં કરતાં પણ વધુ મહત્વની છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Matthew 6:26

barns

અનાજ સંગ્રહ કરવાનું સ્થાન

Father

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

Are you not more valuable than they are?

ઈસુ લોકોને શિક્ષણ આપવા માટે પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: સ્વાભાવિક રીતે તમે પક્ષીઓ કરતાં વધુ મૂલ્યવાન છો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Matthew 6:27

General Information:

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તમારા બહુવચન છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

But which one of you by being anxious can add one cubit to his lifespan?

ઈસુ લોકોને શિક્ષણ આપવા માટે પ્રશ્નનો ઉપયોગ કરે છે. અહીં ""તેના આયુષ્યમાં એક ક્યુબિટ ઉમેરો” તે વ્યક્તિ કેટલો સમય જીવશે તે સમય ઉમેરવા માટેનું એક રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: ચિંતા કર્યા કરવાથી, તમારામાંનો કોઈપણ તમારા જીવનમાં વર્ષો ઉમેરી શકતા નથી. તમે તમારા જીવનમાં એક મિનિટ પણ ઉમેરી શકતા નથી! તેથી તમારે તમારી જરૂરીયાતની વસ્તુઓ વિશે ચિંતા કરવી નહીં. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

one cubit

ક્યુબિટ એ અડધા મીટર કરતાં પણ ઓછું માપ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-bdistance)

Matthew 6:28

Why are you anxious about clothing?

ઈસુ લોકોને શિક્ષણ આપવા માટે પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: તમે શું પહેરશો તેના વિશે તમારે ચિંતા કરવી નહીં. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Think about

ધ્યાનમાં લેવું

the lilies ... They do not work, and they do not spin cloth

ઈસુ ખેતરનાં ફૂલઝાડો વિશે વાત એ રીતે કરે છે જાણે કે તે કપડાં પહેરેલાં લોકો હોય. ખેતરનાં ફૂલઝાડોને કપડાં પહેરાવવા એ સુંદર અને રંગબેરંગી ફૂલો ધરાવતા છોડ માટેનું રૂપક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-personification અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

lilies

ખેતરનાં ફૂલઝાડ એક પ્રકારના જંગલી ફૂલનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-unknown)

Matthew 6:29

not even Solomon ... was clothed like one of these

ઈસુ ખેતરનાં ફૂલઝાડો વિશે વાત એ રીતે કરે છે જાણે કે તે કપડાં પહેરેલાં લોકો હોય. ખેતરનાં ફૂલઝાડોને કપડાં પહેરાવવા એ સુંદર અને રંગબેરંગી ફૂલો ધરાવતા છોડવાઓ માટેનું રૂપક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-personification અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

I say to you

આ વાક્ય, હવે પછી ઈસુ જે કહેવાના છે તેના પર ભાર મૂકે છે.

was clothed like one of these

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: તેઓ કપડાં પહેરતા નથી છતાં આ ખેતરનાં ફૂલઝાડોની જેમ સુંદર દેખાય છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 6:30

so clothes the grass in the fields

ઈસુ કમળ વિશે વાત કરવાનું ચાલુ રાખે છે કે જાણે કે તે કપડાં પહેરેલાં લોકો હોય. ખેતરનાં ફૂલઝાડોને કપડાં પહેરાવવા એ સુંદર અને રંગબેરંગી ફૂલો ધરાવતા છોડવાઓ માટેનું રૂપક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-personification અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

grass

જો તમારી ભાષામાં કોઈ શબ્દ હોય કે જે ""ઘાસ""નો અને અગાઉની કલમમાં તમે ઉપયોગ કરેલા શબ્દો ""ખેતરનાં ફૂલઝાડો""નો સમાવેશ કરતો હોય તો અહીં તમે તેનો ઉપયોગ કરી શકો છો.

is thrown into the oven

તે સમયે યહૂદીઓ તેમના ખોરાકને રાંધવા માટે આગમાં ઘાસનો ઉપયોગ કરતાં હતાં. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: કોઈ તેને અગ્નિમાં નાખી દે છે અથવા કોઈ તેને સળગાવી દે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

will he not clothe you much more, you of little faith?

ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ લોકોને શિક્ષણ આપવા માટે કરે છે કે ઈશ્વર તેઓને જે જરૂરિયાત છે તે પૂરી પાડશે. વૈકલ્પિક ભાષાંતર: વિશ્વાસ રાખો ... તે ચોક્કસ તમને કપડાં પહેરાવશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

you of little faith

તમે કે જેઓ અલ્પવિશ્વાસ ધરાવો છો. ઈસુ લોકોને આ રીતે સંબોધે છે કારણ કે તેઓ કપડાં વિશે ચિંતિત છે જે દર્શાવે છે કે ઈશ્વરમાં તેઓનો વિશ્વાસ ખૂબ ઓછો છે.

Matthew 6:31

Therefore

આ સર્વને કારણે

What will we wear

આ વાક્યમાં, કપડાં ભૌતિક સંપત્તિ માટે એક ઉપનામ છે. વૈકલ્પિક ભાષાંતર: અમારી પાસે શું સંપત્તિ હશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

Matthew 6:32

For the Gentiles seek all these things

માટે વિદેશીઓ તેઓ શું ખાશે, પીશે અને પહેરશે તેના વિશે ચિંતા કરે છે

your heavenly Father knows that you need all of them

ઈસુ સૂચવે છે કે ઈશ્વર ચોક્કસાઈ રાખશે કે તેઓની પાયાની જરૂરિયાતો પૂરી પાડવામાં આવે.

Father

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

Matthew 6:33

seek first his kingdom and his righteousness

અહીં રાજ્ય એ ઈશ્વરના રાજા તરીકેના રાજ્યશાસનનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર, જે તમારા રાજા છે તેમની સેવા કરવામાં તમારું ધ્યાન લગાડો, અને જે યોગ્ય છે તે કરવાનું જારી રાખો” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

all these things will be given to you

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વર તમારા માટે આ સર્વ બાબતો પૂરી પાડશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 6:34

Therefore

આ સર્વને કારણે

tomorrow will be anxious for itself

ઈસુ આવતીકાલ વિશે વાત એ રીતે કરે છે જાણે કે તે કોઈ ચિંતા કરતો વ્યક્તિ હોય. ઈસુનો અર્થ એ છે કે વ્યક્તિ પાસે બીજો દિવસ આવે ત્યારે તે દિવસે ચિંતા કરવા માટે પૂરતું હશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-personification)