Matthew 5

માથ્થી 05 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

ઘણા લોકો માથ્થી 5-7 અધ્યાયને પહાડ પરના ઉપદેશ તરીકે ઓળખાવે છે. આ એક લાંબો પાઠ છે જે ઈસુએ શીખવ્યો હતો. બાઈબલ આ પાઠને ત્રણ અધ્યાયમાં વહેંચે છે, પરંતુ તે ક્યારેક વાચકને ગૂંચવણમાં મૂકી શકે છે. જો તમારું અનુવાદ લખાણને વિભાગોમાં વિભાજિત કરે છે, તો ખાતરી કરો કે વાચક સમજી શકે કે આ સંપૂર્ણ ઉપદેશ એક વિશાળ વિભાગ છે.

માથ્થી 5: 3-10, જે ધન્યતાઓ અથવા આશીર્વાદો તરીકે ઓળખાય છે તેઓને ઉપદેશમાં પ્રથમ ક્રમે નોંધી બાકીના ઉપદેશથી અલગ દર્શાવવામાં આવી છે અને તેના દરેક વાક્યમાં ધન્ય છે શબ્દો આવે છે. આ રીતે પૃષ્ઠ પર શબ્દોની ગોઠવણ, શિક્ષણના કાવ્યાત્મક સ્વરૂપ પર પ્રકાશ પાડે છે.

આ ઉપદેશમાં ઈસુ ઘણા જુદા જુદા વિષયો પર શિક્ષણ આપે છે. તેથી જ્યારે પણ ઈસુ તેમના શિક્ષણના વિષય બદલે ત્યારે તમારે તે જગ્યાએ એક ખાલી પંક્તિ રાખવી કે જેથી વાચકને વિષય પરિવર્તન સમજવામાં મદદ પ્રાપ્ત થાય.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

તેમના શિષ્યો

જે કોઈ પણ ઈસુને અનુસરતા હતા તેઓનો સંભવતઃ અનુયાયી અથવા શિષ્ય તરીકે ઉલ્લેખ થઇ શકે છે. જેઓ ઈસુને અનુસરતા હતા તેઓમાંથી બારને ઈસુએ તેમના નિકટના શિષ્યો તરીકે પસંદ કર્યા, બાર શિષ્યો કે જેઓ પાછળથી પ્રેરિતો તરીકે જાણીતા બન્યા.

Matthew 5:1

General Information:

કલમ 3 માં ઈસુ આશીર્વાદિત વ્યક્તિની લાક્ષણિક્તાઓ જણાવે છે.

Connecting Statement:

અહીં માથ્થી તેના દ્વારા લિખિત સુવાર્તામાં એક નવા ભાગની શરૂઆત કરે છે જ્યાં ઈસુ તેમના શિષ્યોને શિક્ષણ આપવાની શરૂઆત કરે છે. આ ભાગ, અધ્યાય 7 ના અંત સુધી ચાલે છે અને તેને ઘણી વાર પહાડ પરના ઉપદેશ તરીકે ઓળખવામાં આવે છે.

Matthew 5:2

He opened his mouth

આ એક રૂઢિપ્રયોગ છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈસુએ બોલવાનું શરૂ કર્યું” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

taught them

“તેમને” શબ્દ, શિષ્યોનો ઉલ્લેખ કરે છે.

Matthew 5:3

the poor in spirit

આનો અર્થ થાય છે વ્યકિત કે જે નમ્ર છે. વૈકલ્પિક ભાષાંતર: જેઓ જાણે છે કે તેઓને ઈશ્વરની જરૂર છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

for theirs is the kingdom of heaven

અહીં આકાશનું રાજ્ય ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. આ શબ્દસમૂહ ફક્ત માથ્થીની સુવાર્તામાં દ્રશ્યમાન થાય છે. જો શક્ય હોય તો, તમારા અનુવાદમાં ""આકાશ” રાખો. વૈકલ્પિક ભાષાંતર: માટે આકાશમાંના ઈશ્વર તેઓના રાજા થશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Matthew 5:4

those who mourn

તેઓ દુખી છે તેના સંભવિત કારણો 1) જગત/દુનિયાની દુષ્ટતા અથવા 2) તેમના પોતાના પાપો અથવા 3) કોઈનું મૃત્યુ. જ્યાં સુધી તમારી ભાષામાં આવશ્યકતા હોય નહીં ત્યાં સુધી શોક માટેના કારણનો ઉલ્લેખ કરશો નહીં.

they will be comforted

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વર તેમને દિલાસો આપશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 5:5

the meek

નમ્ર અથવા “જેઓ તેમની પોતાની શક્તિ પર આધાર રાખતા નથી તેવા લોકો”

they will inherit the earth

ઈશ્વર તેમને સમગ્ર પૃથ્વી આપશે

Matthew 5:6

those who hunger and thirst for righteousness

આ રૂપક એવા લોકોનું વર્ણન કરે છે જેઓ જે સારું છે તે કરવા માટે સખત પ્રયત્ન કરે છે. વૈકલ્પિક ભાષાંતર: જે લોકો ખોરાક અને પાણીની ઇચ્છા જેવી જ ઇચ્છા સારું જીવન જીવવા માટે પણ રાખે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

they will be filled

આને સક્રિય રૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર તેમને ભરપૂર કરશે” અથવા “ઈશ્વર તેમને સંતુષ્ટ કરશે” (જુઓ:/WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 5:8

the pure in heart

લોકો કે જેઓના હૃદયો શુદ્ધ છે. અહીં હૃદય એ વ્યક્તિના આંતરિક અસ્તિત્વ અથવા હેતુઓ માટેનું ઉપનામ છે. વૈકલ્પિક ભાષાંતર: જેઓ માત્ર ઈશ્વરની સેવા કરવા માંગે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

they will see God

અહીં ""જુઓ""નો અર્થ છે કે તેઓ ઈશ્વરની હાજરીમાં જીવી શકશે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તેઓને તેમની સાથે રહેવા પરવાનગી આપશે

Matthew 5:9

the peacemakers

ઘણા લોકો બીજાઓને મદદ કરે છે જેથી તેઓ સલાહ શાંતિમાં રહી શકે.

for they will be called sons of God

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: તેઓ ઈશ્વરના બાળકો કહેવાશે અથવા તેઓ ઈશ્વરનાં બાળકો થશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

sons of God

તે જ શબ્દ સાથે દીકરાઓ શબ્દનો અનુવાદ કરવો ઉત્તમ છે, જેનો ઉલ્લેખ તમારી ભાષામાં સ્વભાવિકપણે ‘માનવ પુત્ર’ અથવા ‘બાળક’ થાય છે.

Matthew 5:10

those who have been persecuted

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: એવા લોકો જેઓ સાથે બીજાઓ અન્યાયથી વર્તતા હોય (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

for righteousness' sake

કારણ કે ઈશ્વર જે કહે છે તે પ્રમાણે તેઓ કરે છે એટલે.

theirs is the kingdom of heaven

અહીં આકાશનું રાજ્ય ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. આ શબ્દસમૂહ ફક્ત માથ્થીની સુવાર્તામાં દ્રશ્યમાન થાય છે. જો શક્ય હોય તો, તમારા અનુવાદમાં આકાશ” રાખો. જુઓ તમે આનો અનુવાદ [માથ્થી 5:3] (../05/03.md)માં કેવી રીતે કર્યો છે. વૈકલ્પિક ભાષાંતર: “માટે આકાશમાંના ઈશ્વર તેઓના રાજા થશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Matthew 5:11

Connecting Statement:

ઈસુ આશીર્વદિત માણસોની લાક્ષણિક્તાઓ વિશે વર્ણન કરતા સમાપન કરે છે.

Blessed are you

“તમે” શબ્દ બહુવચન છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

say all kinds of evil things against you falsely

તમારા વિશે સર્વ પ્રકારનાં ભૂંડાઇની વાતો કરે અથવા “તમારા વિશે જે સત્ય નથી તેવી ખોટી વાતો કહે.”

for my sake

કારણ કે તમે મને અનુસરો છો અથવા તમે મારા પર વિશ્વાસ કરો છો તે કારણે”

Matthew 5:12

Rejoice and be very glad

આનંદ કરો અને ખૂબ હરખાઓ બંને અર્થ લગભગ એકસમાન છે. ઈસુ ચાહે છે કે તેમના સાંભળનારા ફક્ત આનંદ જ નહી પણ શક્ય હોય તો વધારે હર્ષનાદ કે આનંદ કરે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-doublet)

Matthew 5:13

Connecting Statement:

કેવી રીતે તેમના શિષ્યો મીઠા અને અજવાળા જેવા છે, ઈસુ તે શિક્ષણની શરૂઆત કરે છે.

You are the salt of the earth

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) જેમ મીઠું ખોરાકને સારૂ બનાવે છે તેવી રીતે ઈસુના શિષ્યો દુનિયાના લોકોને પ્રભાવિત કરે છે કે જેથી તેઓ સારા બને. વૈકલ્પિક ભાષાંતર: તમે જગતના લોકો માટે મીઠા જેવા છો અથવા 2) જેમ મીઠું ખોરાકને સાચવે છે તેમ, ઈસુના શિષ્યો લોકોને સંપૂર્ણપણે ભ્રષ્ટ થતાં બચાવે છે. વૈકલ્પિક ભાષાંતર: જેમ મીઠું ખોરાક માટે છે, તમે તમે જગત માટે છો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

if the salt has lost its taste

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) જે કરવાની શક્તિ મીઠું ધરાવે છે તે જો મીઠું ગુમાવી દે તો અથવા 2) જો મીઠું તેનો સ્વાદ ગુમાવી દે તો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

with what can it be made salty again?

તો મીઠું ફરી કેવી રીતે ઉપયોગી બની શકે? ઈસુ શિષ્યોને શિક્ષણ આપવા માટે પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: મીઠું ફરીથી ઉપયોગી બની શકવા સક્ષમ નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

except to be thrown out and trampled under people's feet

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: લોકો મીઠાને રસ્તા પર ફેંકી દે અને તેના પર ચાલે તે સિવાય તે બીજા કોઈ કામનું નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 5:14

You are the light of the world

આનો અર્થ એ થાય છે કે જેઓ ઈશ્વરને ઓળખતા નથી તેવા લોકો પાસે ઈસુના અનુયાયીઓ ઈશ્વરના સત્ય જ્ઞાનને પહોંચાડે છે. વૈકલ્પિક ભાષાંતર: તમે જગતના લોકો માટે અજવાળા સમાન છો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

A city set on a hill cannot be hidden

રાત્રે જ્યારે અંધારું હોય ત્યારે લોકો શહેરના પ્રકાશને નિહાળી શકે છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: પહાડ પર ચમકતા પ્રકાશને રાત્રે કોઈ પણ છુપાવી શકતું નથી અથવા દરેક વ્યક્તિ પહાડ પરના શહેરના અજવાળાને જુએ છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 5:15

Neither do people light a lamp

લોકો દીવાને એટલા માટે સળગાવતા નથી

put it under a basket

દીવાને તેઓ ટોપલી નીચે મૂકે. આ કહેવું મૂર્ખતા ભરેલું છે કે લોકો અજવાળું પામી શકે નહીં માટે લોકો દીવો સળગાવી તેને ઢાંકી દે છે.

Matthew 5:16

Let your light shine before people

આનો અર્થ એ છે કે ઈસુના શિષ્યએ એવી રીતે જીવવું જોઈએ કે જેથી બીજાઓ ઈશ્વરના સત્ય વિશે શીખી શકે. વૈકલ્પિક ભાષાંતર: તમારૂ જીવન અજવાળા જેવુ લોકો સમક્ષ પ્રકાશવા દો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

your Father who is in heaven

માનવીય પિતાના ઉલ્લેખ માટે તમારી ભાષા સ્વાભાવિકપણે જે શબ્દનો ઉપયોગ કરે છે તે જ શબ્દ દ્વારા “પિતા” શબ્દનો અનુવાદ કરવો ઉત્તમ રહેશે.

Matthew 5:17

Connecting Statement:

કેવી રીતે ઈસુ સ્વયં જૂના કરારના નિયમને પરિપૂર્ણ કરવા માટે આવ્યા છે, તે વિશે શિક્ષણ આપવાની શરૂઆત ઈસુ કરે છે.

the prophets

પ્રબોધકોએ શાસ્ત્રોમાં શું લખ્યું છે તેનો ઉલ્લેખ, આ કરે છે. (જુઓ:/WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Matthew 5:18

truly I say to you

હું તમને સત્ય કહું છું. આ શબ્દસમૂહ, ઈસુ આગળ જે કહેવાના છે તેના પર ભાર મૂકે છે.

until heaven and earth pass away

અહીં આકાશ અને પૃથ્વી સમગ્ર સૃષ્ટિનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: જ્યાં સુધી સૃષ્ટિ રહે ત્યાં સુધી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-merism)

one jot or one tittle will certainly not

આ જૉટ હીબ્રુ ભાષાનો સૌથી નાનો અક્ષર હતો, અને શીર્ષક એક નાનું ચિહ્ન હતું જે બે હીબ્રુ અક્ષરો વચ્ચેના તફાવતને દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: સૌથી નાનો લેખિત અક્ષર અથવા કોઈ અક્ષરનો સૌથી નાનો ભાગ પણ નહી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

all things have been accomplished

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: સર્વ વસ્તુઓ થઈ છે અથવા ""ઈશ્વરે સર્વ બાબતોને અમલમાં આણે છે.” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

all things

સર્વ બાબતો"" શબ્દનો અર્થ નિયમની સર્વ બાબતોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: નિયમની દરેક બાબત અથવા સર્વ કે જે નિયમમાં લખેલું છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Matthew 5:19

whoever breaks

જે કોઈ અનાદર કરે છેઅથવા “જે કોઈ અવગણના કરે છે”

the least one of these commandments

આ આજ્ઞાઓમાંની કોઈ પણ, ઓછામાં ઓછી મહત્વની આજ્ઞા પણ

teaches others to do so will be called

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: જો કોઈ ... બીજાઓને આમ કરવા શીખવે છે, ઈશ્વર તે વ્યક્તિને તેનો બદલો આપશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

least in the kingdom of heaven

અહીં આકાશનું રાજ્ય ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. આ શબ્દસમૂહ ફક્ત માથ્થીની સુવાર્તામાં દ્રશ્યમાન થાય છે. જો શક્ય હોય તો, તમારા અનુવાદમાં આકાશ” રાખો. વૈકલ્પિક ભાષાંતર: આકાશના રાજ્યમાં ઓછું મહત્વપૂર્ણ અથવા "" આકાશમાં ઈશ્વર આપણાં રાજ કર્તાની સમક્ષ ઓછું મહત્વનું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

keeps them and teaches them

સર્વ આજ્ઞાઓનું પાલન કરો અને અન્યોને પણ તેમ કરવાનું શીખવો

great

સૌથી મહત્વપૂર્ણ

Matthew 5:20

For I say to you

ઈસુ હવે પછી જે કહેવાના છે તેના પર આ ભાર મૂકે છે.

you ... your ... you will enter

આ બહુવચનો છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

that unless your righteousness overflows ... you will certainly not enter

આને હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: કે પ્રવેશ મેળવવા માટે ફરોશીઓ કરતાં ... તમારું ન્યાયીપણું વધારે હોવું જોઈએ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-doublenegatives)

Matthew 5:21

General Information:

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તમેતમે સાંભળ્યું છે અને “તમને” એ ""હું તમને કહું છું""માં બહુવચન છે. ""હત્યા ન કર""માં છુપાયેલ સર્વનામ તું એકવચન છે, પરંતુ કેટલીક ભાષાઓમાં તેને બહુવચન કરવું જરૂરી હોઈ શકે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

Connecting Statement:

ઈસુ કેવી રીતે જૂના કરારના નિયમને પરિપૂર્ણ કરવા આવ્યા છે તે વિશે શિક્ષણ આપવાનું જારી રાખે છે. અહીં તે ખૂન અને ગુસ્સા વિશે શિક્ષણ આપવાની શરૂઆત કરે છે.

it was said to them in ancient times

આને સક્રિય ક્રિયાપદ સાથે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ઘણા લાંબા સમય અગાઉ જેઓ પૃથ્વી પર જીવિત હતા તે લોકોને ઈશ્વરે કહ્યું હતું અથવા ઘણા લાંબા સમય અગાઉ તમારા પૂર્વજોને મૂસાએ કહ્યું હતું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Whoever kills will be in danger of the judgment

અહીં ન્યાય સૂચવે છે કે ન્યાયાધીશ વ્યક્તિને મૃત્યુની શિક્ષા કરશે. વૈકલ્પિક ભાષાંતર: જે કોઈ વ્યક્તિ ખૂન કરે છે તે વ્યક્તિને ન્યાયાધીશ દોષિત ઠરાવશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

kill ... kills

આ શબ્દ ખૂનનો ઉલ્લેખ કરે છે, ખૂનના સર્વ સ્વરૂપોનો નહીં.

will be in danger of the judgment

એવું લાગે છે કે ઈસુ કોઈ માનવ ન્યાયાધીશનો ઉલ્લેખ કરતા નથી પરંતુ તેના ભાઈ સાથે ગુસ્સે થયેલી વ્યક્તિને ઈશ્વર શિક્ષા કરે છે તે દર્શાવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Matthew 5:22

But I say

ઈશ્વર અને તેમના વચન સાથે ઈસુ સહમત છે, પરંતુ ધાર્મિક આગેવાનોએ જે રીતે ઈશ્વરના વચનનું લાગુકરણ કર્યું હતું તેની સાથે ઈસુ સહમત નથી. હું ભારદર્શક છે. આ સૂચવે છે કે ઈસુ જે કહે છે તે, ઈશ્વરની મૂળભૂત આજ્ઞાઓ જેટલું જ મહત્વનું છે. આ મહત્વને દર્શાવે તે પ્રમાણે આ શબ્દસમૂહનો અનુવાદ કરો.

brother

આ સાથી વિશ્વાસીનો ઉલ્લેખ કરે છે, લોહીના સબંધથી ભાઈ અથવા પાડોશીનો નહીં.

You worthless person ... You fool

જે લોકો યોગ્ય રીતે વિચારી શકતા નથી તેઓ માટે આ અપમાનજનક છે. નકામો વ્યક્તિ એ ""મગજ વગરના વ્યક્તિ""નો નજદીકી શબ્દસમૂહ છે, જ્યાં મૂર્ખ શબ્દ, ઈશ્વરની આજ્ઞાનો ભંગ કરવાના વિચારને ઉમેરે છે.

council

આ સંભવતઃ કોઈ સ્થાનિક પરિષદ હતી, યરૂશાલેમમાંનું મુખ્ય ન્યાયલય નહીં.

Matthew 5:23

you are offering

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તારું અને તને શબ્દો એકવચન છે, પરંતુ કેટલીક ભાષાઓમાં આ શબ્દોને બહુવચનમાં દર્શાવવાની જરૂર હોઈ શકે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

you are offering your gift

તમારી ભેટ આપો અથવા “તમારી ભેટ લાવો”

at the altar

તે સૂચિત છે કે યરૂશાલેમના મંદિરમાં ઈશ્વરની વેદી છે. વૈકલ્પિક ભાષાંતર: મંદિરમાં વેદી સમક્ષ ઈશ્વરને (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

there remember

જ્યારે તમે વેદી સમક્ષ ઊભા હોય ત્યારે તમને યાદ આવે

your brother has something against you

તમે કરેલા કોઈ કાર્યને લીધે અન્ય વ્યક્તિ તમારી સાથે ગુસ્સે છે

Matthew 5:24

First be reconciled with your brother

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: પહેલાં તે વ્યક્તિની સાથે સુલેહ કરો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 5:25

Agree with your accuser

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. ""તું”, “તને” અને તારા શબ્દો એકવચન છે, પરંતુ કેટલીક ભાષાઓમાં આ શબ્દોને બહુવચનમાં દર્શાવવાની જરૂર હોઈ શકે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

your accuser

આ તે વ્યક્તિ છે જે કંઈક ખોટું કરવા માટે અન્ય કોઈને દોષિત ઠેરવે છે. તે ગુનેગારને ન્યાયાધીશ સમક્ષ દોષી ઠરાવવા માટે અદાલતમાં લઈ જાય છે.

may hand you over to the judge

અહીં તને સોંપે એટલે કે તને કોઈ અન્ય વ્યક્તિના નિયંત્રણ હેઠળ મૂકે. વૈકલ્પિક ભાષાંતર: ન્યાયાધીશને તારી સાથે વ્યવહાર કરવા દેશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

the judge to the officer

અહીં તને સોંપે એટલે કે તને કોઈ અન્ય વ્યક્તિના નિયંત્રણ હેઠળ મૂકે. વૈકલ્પિક ભાષાંતર: ન્યાયાધીશ તને અધિકારીના હાથમાં સોંપશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

to the officer

એવો વ્યક્તિ કે જેની પાસે ન્યાયાધીશ તરીકે નિર્ણયો લેવાનો અધિકાર છે.

you may be thrown into prison

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: અધિકારી તને જેલમાં પૂરી શકે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 5:26

Truly I say to you

હું તમને સત્ય કહું છું. આ વાક્ય, હવે પછી ઈસુ જે કહેવાના છે તેના પર ભાર મૂકે છે.

from there

જેલમાંથી

Matthew 5:27

General Information:

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. શબ્દ તમેતમે સાંભળ્યું છે અને “તમને” એ ""હું તમને કહું છું""માં બહુવચન છે. ""વ્યભિચાર ન કર""માં છુપાયેલ સર્વનામ તું એકવચન છે જે સમજી શકાય છે, પરંતુ કેટલીક ભાષાઓમાં તેને બહુવચન કરવાની જરૂર પડી શકે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

Connecting Statement:

ઈસુ જૂના કરારના નિયમને કેવી રીતે પરિપૂર્ણ કરવા આવ્યા છે તે વિશે શિક્ષણ આપવાનું જારી રાખે છે. અહીં તે વ્યભિચાર અને વિષય વાસના વિશે શિક્ષણ આપવાની શરૂઆત કરે છે.

that it was said

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વરે કહ્યું અથવા “મૂસાના નિયમશાસ્ત્રમાં જણાવ્યા મુજબ” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

commit adultery

આ શબ્દનો અર્થ થાય છે કે કૃત્ય કરવું અથવા કંઈક કરવું.

Matthew 5:28

But I say

ઈશ્વર અને તેમના વચન સાથે ઈસુ સહમત છે, પરંતુ ધાર્મિક આગેવાનોએ જે રીતે ઈશ્વરના વચનનું લાગુકરણ કર્યું હતું તેની સાથે ઈસુ સહમત નથી. હું ભારદર્શક છે. આ સૂચવે છે કે ઈસુ જે કહે છે તે, ઈશ્વરની મૂળભૂત આજ્ઞાઓ જેટલું જ મહત્વનું છે. આ મહત્વને દર્શાવે તે પ્રમાણે આ શબ્દસમૂહનો અનુવાદ કરો. તમે આનો અનુવાદ [માથ્થી 5:22] (../05/22.md)માં કેવી રીતે કર્યો છે તે જુઓ.

everyone who looks on a woman to lust after her has already committed adultery with her in his heart

જેમ કોઈ વ્યકિત ખરેખર વ્યભિચારનું કૃત્ય કરે તે જ પ્રમાણે આ રૂપક સૂચવે છે કે જે પુરુષ સ્ત્રી પ્રત્યે વાસના રાખે છે તે વ્યભિચારના પાપનો દોષી છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

to lust after her

અને તેણીની પ્રત્યે વાસના અથવા “અને તેણીની સાથે શારીરિક સબંધની ઇચ્છા”

in his heart

અહીં હૃદય એ વ્યક્તિના વિચારોને પ્રગટ કરતું ઉપનામ છે. વૈકલ્પિક ભાષાંતર: તેના મનમાં અથવા તેના વિચારોમાં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Matthew 5:29

If your

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તારી અને તારા શબ્દોના સર્વ ઉદાહરણો એકવચન છે, પરંતુ કેટલીક ભાષાઓમાં તે શબ્દોને બહુવચનમાં દર્શાવવાની જરૂર પડી શકે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

If your right eye causes you to stumble

અહીંયા આંખ વ્યક્તિ શું જુએ છે તેનો ઉલ્લેખ કરે છે. અને, “ઠોકર” એ પાપ માટેનું રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: જો તું જે જુએ છે તે તને ઠોકર ખવડાવે છે અથવા તું જે જુએ છે તેના કારણે જો તું પાપ કરવાનું ઇચ્છે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

right eye

આનો અર્થ થાય છે ડાબી આંખથી વિરુદ્ધની સૌથી મહત્વપૂર્ણ આંખ. તમારે ""જમણી આંખ”નો અનુવાદ વધુ સારી આંખ અથવા વધુ તેજસ્વી આંખ તરીકે કરવાની જરૂર પડી શકે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

pluck it out

વ્યક્તિએ પોતાને પાપ કરતા રોકવા માટે જે કાંઈ કરવું પડે તે કરવા માટેની આ એક અતિશયોક્તિપૂર્ણ આજ્ઞા છે. તેનો અર્થ છે બળપૂર્વક તેને દૂર કરો અથવા તેને નષ્ટ કરો. જો જમણી આંખનો ઉલ્લેખ સ્પસ્ટપણે કરવામાં આવ્યો ન હોય તો તમારી આંખોને નષ્ટ કરો અનુવાદ કરવું. જો આંખોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો તમારે તેઓનો નાશ કરવો અનુવાદ કરવું. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hyperbole)

throw it away from you

તેનાથી છૂટકારો મેળવો

one of your body parts should perish

તમે તમારા શરીરનો એક અંગ ખોઈ બેસશો

so that your whole body should not be thrown into hell

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વર તમારા આખા શરીરને નરકમાં ફેંકી દે તે કરતાં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 5:30

If your right hand causes you to stumble

આ ઉપનામમાં, હાથ એ સંપૂર્ણ વ્યક્તિની ક્રિયાઓને માટે વપરાય છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

your right hand

આનો અર્થ એ છે કે ડાબા હાથ સામેનો સૌથી મહત્વપૂર્ણ હાથ. તમારે ""જમણા""નો અનુવાદ વધુ સારો અથવા શક્તિશાળી તરીકે કરવાની જરૂર પડી શકે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

cut it off

વ્યક્તિએ પોતાને પાપ કરતા રોકવા માટે જે કાંઈ કરવું પડે તે કરવા માટેની આ એક અતિશયોક્તિપૂર્ણ આજ્ઞા છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hyperbole)

Matthew 5:31

Connecting Statement:

ઈસુ કેવી રીતે જૂના કરારના નિયમને પરિપૂર્ણ કરવા આવ્યા છે તે વિશેનું શિક્ષણ આપવાનું જારી રાખે છે. અહીં ઈસુ છૂટાછેડાના વિષય પર શિક્ષણ આપવાની શરૂઆત કરે છે.

It was also said

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વરે પણ કહ્યું અથવા મૂસાએ પણ કહ્યું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

sends his wife away

છૂટાછેડા માટે આ એક સૌમ્યતા છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-euphemism)

let him give

તેણે આપવું જ જોઈએ

Matthew 5:32

But I say

ઈશ્વર અને તેમના વચન સાથે ઈસુ સહમત છે, પરંતુ ધાર્મિક આગેવાનોએ જે રીતે ઈશ્વરના વચનનું લાગુકરણ કર્યું હતું તેની સાથે ઈસુ સહમત નથી. હું ભારદર્શક છે. આ સૂચવે છે કે ઈસુ જે કહે છે તે, ઈશ્વરની મૂળભૂત આજ્ઞાઓ જેટલું જ મહત્વનું છે. આ મહત્વને દર્શાવે તે પ્રમાણે આ શબ્દસમૂહનો અનુવાદ કરો. તમે આનો અનુવાદ[માથ્થી 5:22] (../05/22.md)માં કેવી રીતે કર્યો છે તે જુઓ.

makes her an adulteress

જે પુરુષ અયોગ્ય રીતે સ્ત્રીને છૂટાછેડા આપે છે, તે “તેને વ્યભિચાર કરવા માટે દોરે છે."" ઘણી સંસ્કૃતિઓમાં તે સ્ત્રીના માટે પુનઃલગ્ન કરવું સામાન્ય હશે, પરંતુ જો છૂટાછેડા અયોગ્ય રીતે છે, તો આવા પુનઃલગ્ન વ્યભિચાર છે.

her after she has been divorced

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: તેણીના પતિએ તેણીને છૂટાછેડા આપ્યા બાદ તેણી અથવા છૂટાછેડા લીધેલ સ્ત્રી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 5:33

General Information:

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. શબ્દ તમેતમે સાંભળ્યું છે અને હું તમને કહું છું બહુવચન છે. સમ ખાવા નહીં અને શપથને પરિપૂર્ણ કરો""માં “તમે અને તમને એકવચન છે, પરંતુ કેટલીક ભાષાઓમાં તેને બહુવચન કરવાની જરૂર પડી શકે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

Connecting Statement:

ઈસુ કેવી રીતે જૂના કરારના નિયમને પરિપૂર્ણ કરવા આવ્યા છે તે વિશે શિક્ષણ આપવાનું જારી રાખે છે. અહીં ઈસુ સમ ખાવા વિશેના વિષય પર શિક્ષણ આપે છે.

Again, you have heard

તમે પણ અથવા “તમે, અહીં બીજું ઉદાહરણ છે.”

it was said to those in ancient times

આને સક્રિય ક્રિયાપદ સાથે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: જેઓ ઘણા વર્ષો અગાઉ પૃથ્વી પર જીવિત હતા તેઓને ઈશ્વરે કહ્યું હતું અથવા વર્ષો અગાઉ તમારા પૂર્વજોને મૂસાએ કહ્યું હતું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Do not swear a false oath, but carry out your oaths to the Lord.

તમે કંઈક કરશો તે પ્રમાણેના સમ ખાધા પછી તે પ્રમાણે તમે કરો નહીં, તેવા સમ ખાશો નહીં. તેને બદલે પ્રભુની આગળ તમે જે સમ ખાધા છે તે પ્રમાણે કરો

Matthew 5:34

But I say

ઈશ્વર અને તેમના વચન સાથે ઈસુ સહમત છે, પરંતુ ધાર્મિક આગેવાનોએ જે રીતે ઈશ્વરના વચનનું લાગુકરણ કર્યું હતું તેની સાથે ઈસુ સહમત નથી. હું ભારદર્શક છે. આ સૂચવે છે કે ઈસુ જે કહે છે તે, ઈશ્વરની મૂળભૂત આજ્ઞાઓ જેટલું જ મહત્વનું છે. આ મહત્વને દર્શાવે તે પ્રમાણે આ શબ્દસમૂહનો અનુવાદ કરો. તમે આનો અનુવાદ[માથ્થી 5:22] (../05/22.md)માં કેવી રીતે કર્યો છે તે જુઓ.

swear not at all

કંઈ જ સમ ખાવા નહીં અથવા “કોઈપણ સોગંદ લેવા નહીં.”

it is the throne of God

કારણ કે ઈશ્વર આકાશમાંથી રાજ કરે છે માટે આકાશ વિશે વાત ઈસુ એ રીતે કરે છે જાણે કે આકાશ એક સિંહાસન હોય. વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વર અહીંથી જ શાસન કરે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Matthew 5:35

Connecting Statement:

લોકોએ સમ ખાવા જોઈએ નહીં તે વિશેના કલમ 34ના શબ્દોને અહીં ઈસુ પૂર્ણ કરે છે.

nor by the earth ... it is the city of the great King

અહીં ઈસુ કહેવા માંગે છે કે જ્યારે લોકો વચન આપે છે અથવા જ્યારે તેઓ કહે છે કે કંઈક સાચું છે, ત્યારે તેઓએ તે કોઈપણ બાબત વિશે સમ ખાવા નહીં. કેટલાક લોકો એવું શીખવતા હતા કે ઈશ્વરના સમ દ્વારા બંધાયેલ વ્યક્તિએ તેના સમ પ્રમાણે કરવું જ પડશે, પરંતુ બીજા કોઈ સમ જેમ કે આકાશ અને પૃથ્વીના સમ લીધા પછી વ્યક્તિ જો તે પ્રમાણે વર્તાતો નથી તો તે ઓછું હાનિકારક છે. ઈસુ કહે છે કે આકાશ, પૃથ્વી અને યરૂશાલેમના સોગંદ તે ઈશ્વરના સોગંદ જેટલી જ ગંભીર બાબત છે કારણ કે તે સર્વ ઈશ્વરની રચના છે.

it is the footstool for his feet

આ રૂપકનો અર્થ છે કે પૃથ્વી પણ ઈશ્વરની છે. વૈકલ્પિક ભાષાંતર: તે રાજાના પાયાસન જેવુ છે જ્યાં તે પોતાનો પગ મૂકે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

for it is the city of the great King

માટે તે ઈશ્વરનું, મહાન રાજાનું નગર છે

Matthew 5:36

General Information:

ઈસુએ તેમના સાંભળનારાઓને કહ્યું કે ઈશ્વરનું સિંહાસન, પાયાસન અને પૃથ્વીના સોગન લેવા નહીં. અહીં તેઓ(ઈસુ) કહે છે કે તેઓએ પોતાના માથાના સમ પણ લેવા નહીં. .

your

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. આ શબ્દોની ઘટનાઓ એકવચન છે, પરંતુ તમારે તેનો અનુવાદ કદાચ બહુવચન તરીકે કરવો પડે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

swear

આ અર્થ સમ ન લેવા વિશે છે. તમે [માથ્થી 5:34] (../05/34.md)માં આનો અનુવાદ કેવી રીતે કર્યો છે તે જુઓ.

Matthew 5:37

let your speech be 'Yes, yes,' or 'No, no.'

જો તમારો અર્થ ‘હા’ છે તો ‘હા’ કહો, અને જો તમારો અર્થ ‘ના’ છે તો ‘ના’ કહો.

Matthew 5:38

General Information:

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. શબ્દ તમેતમે સાંભળ્યું છે અને “તમને” એ ""હું તમને કહું છું""માં બહુવચન છે. “તારા જમણા ગાલ પર તમાચો મારે”માં તારા અને “તેની તરફ બીજો ગાલ પણ ફેરવ”માં તું શબ્દો એકવચન છે, પરંતુ કેટલીક ભાષાઓમાં આ શબ્દોને બહુવચન કરવાની જરૂર પડી શકે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

Connecting Statement:

ઈસુ કેવી રીતે જૂના કરારના નિયમને પરિપૂર્ણ કરવા આવ્યા છે તે શીખવવાનું જારી રાખે છે. અહીં ઈસુ કોઈ શત્રુ સામે બદલો લેવા સબંધીના શિક્ષણની શરૂઆત કરે છે.

that it was said

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. તમે માથ્થી 5:27 માં આનો અનુવાદ કેવી રીતે કર્યો તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વરે જે કહ્યું અથવા “મૂસાએ જે કહ્યું” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

eye for an eye, and a tooth for a tooth

ઈજા પામનાર વ્યક્તિને મૂસાના નિયમ મુજબ છૂટ હતી કે તે તેને ઈજા કરનારને તેની ઈજાના પ્રમાણમાં હાની પહોચાડી શકે, પણ તેનાથી વધારે ઈજા પહોંચાડી શકે નહીં.

Matthew 5:39

But I say

ઈશ્વર અને તેમના વચન સાથે ઈસુ સહમત છે, પરંતુ ધાર્મિક આગેવાનોએ જે રીતે ઈશ્વરના વચનનું લાગુકરણ કર્યું હતું તેની સાથે ઈસુ સહમત નથી. હું ભારદર્શક છે. આ સૂચવે છે કે ઈસુ જે કહે છે તે, ઈશ્વરની મૂળભૂત આજ્ઞાઓ જેટલું જ મહત્વનું છે. આ મહત્વને દર્શાવે તે પ્રમાણે આ શબ્દસમૂહનો અનુવાદ કરો.

the evil person

દુષ્ટ માણસ અથવા “કોઈ જે તમને નુકસાન પહોંચાડે છે”

strikes ... your right cheek

માણસના ગાલ પર તમાચો મારવો તે ઈસુની સંસ્કૃતિમાં અપમાન ગણાતું હતું. આંખ અને હાથની જેમ, જમણો ગાલ વધારે મહત્વનો છે, અને તે ગાલ પર તમાચો મારવો તે ભયંકર અપમાન ગણાતું હતું.

strikes

ઉલટા હાથથી મારવું/ખુલ્લા હાથની પાછળની બાજુએથી મારવું

turn to him the other also

તેને તમારા બીજા ગાલ પર પણ મારવા દે

Matthew 5:40

General Information:

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તારો અને તારું શબ્દોની સાથે સાથે લેવા દે, જાઓ, આપો, અને પાછા ન હટવું સર્વ આજ્ઞાઓમાં છુપાયેલ “તું” દર્શાવતા બધા ઉલ્લેખ એકવચન છે. કેટલીક ભાષાઓમાં આ શબ્દોનું બહુવચન કરવાની જરૂર પડી શકે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

coat ... cloak

ભારે શર્ટ કે સ્વેટર સમાન કોટ શરીર પર ચુસ્ત રીતે પહેરવામાં આવતો હતો. ""પહેરણ”, જે બંને વસ્ત્રોમાં વધુ મૂલ્યવાન હતું, તેને “કોટ” ઉપર હૂંફ માટે પહેરવામાં આવતું હતું અને રાત્રીના સમયે હૂંફ માટે પહેરણનો ઉપયોગ કામળા તરીકે પણ કરવામાં આવતો હતો.

let that person also have

તેને પણ તે વ્યક્તિને આપી દે

Matthew 5:41

Whoever

જે કોઈ. સંદર્ભ સૂચવે છે કે ઈસુ અહીં રોમન સૈનિક વિશે વાત કરી રહ્યા છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

one mile

આ લગભગ પાંચ હજાર (5000) કદમનું અંતર છે, જે અંતર સુધી રોમન સૈનિક કોઈપણ વ્યક્તિને તેના માટે કોઈ વસ્તુ લઈ જવા માટે કાયદેસર દબાણ કરી શકતો હતો. જો માઇલ સમજવામાં મુશ્કેલી અનુભવાય તો તેને એક કિલોમીટર અથવા અંતર તરીકે અનુવાદ કરી શકાય છે.

with him

તમને જવા માટે ફરજ પાડે છે, આ તેનો ઉલ્લેખ કરે છે.

go with him two

તે તમને જવા માટે દબાણ કરે તો એક માઇલ જાઓ, અને પછી બીજું એક માઇલ જાઓ. જો માઇલ સમજવામાં મુશ્કેલી ઊભી કરે તો તમે તેને બે કિલોમીટર અથવા તેનાથી બમણા અંતરે તરીકે અનુવાદ કરી શકો છો.

Matthew 5:42

do not turn away

ઉછીનું આપવાનું નકાર કરવો નહીં. આને હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઉછીનું આપવું

Matthew 5:43

General Information:

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. શબ્દ તમેતમે સાંભળ્યું છે અને “તમને” એ ""હું તમને કહું છું""માં બહુવચન છે. પણ “તું” અને “તારા” એ “તું તારા પડોશીને પ્રેમ કર અને દુશ્મનને ધિક્કાર” એ એકવચન છે. પરંતુ કેટલીક ભાષાઓમાં આ શબ્દોનું બહુવચન કરવાની જરૂર પડી શકે છે. “તમે” અને “તમારા” શબ્દોના ઉલ્લેખની સર્વ ઘટનાઓ બહુવચન છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

Connecting Statement:

ઈસુ જૂના કરારના નિયમને પરિપૂર્ણ કરવા આવ્યા છે તે વિશેનું શિક્ષણ આપવાનું જારી રાખે છે. અહીં ઈસુ વૈરીઓ પર પ્રેમ કરવા વિશે કહેવાની શરૂઆત કરે છે.

that it was said

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. તમે માથ્થી 5:27માં આનો અનુવાદ કેવી રીતે કર્યો છે તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વરે જે કહ્યું અથવા “મૂસાએ જે કહ્યું” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

your neighbor

અહીં પાડોશી શબ્દ ચોક્કસ પાડોશીનો ઉલ્લેખ કરતું નથી, પણ કોઈપણ સમાજના સભ્ય અથવા લોકોના સમૂહનો ઉલ્લેખ કરે છે. આ લોકો કે જેઓ સામાન્ય રીતે અન્ય સાથે કરુણાનું વર્તન ઇચ્છે છે અથવા કૃપાળુ રીતે વર્તવામાં માને છે. વૈકલ્પિક ભાષાંતર: તમારા દેશના લોકો અથવા ""જે લોકો તમારા સમાજના કે સમૂહના હોય” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-genericnoun)

Matthew 5:44

But I say

ઈશ્વર અને તેમના વચન સાથે ઈસુ સહમત છે, પરંતુ ધાર્મિક આગેવાનોએ જે રીતે ઈશ્વરના વચનનું લાગુકરણ કર્યું હતું તેની સાથે ઈસુ સહમત નથી. હું ભારદર્શક છે. આ સૂચવે છે કે ઈસુ જે કહે છે તે, ઈશ્વરની મૂળભૂત આજ્ઞાઓ જેટલું જ મહત્વનું છે. આ મહત્વને દર્શાવે તે પ્રમાણે આ શબ્દસમૂહનો અનુવાદ કરો. તમે આનો અનુવાદ [માથ્થી 5:22] (../05/22.md)માં કેવી રીતે કર્યો છે તે જુઓ.

Matthew 5:45

you may be sons of your Father

તમારી ભાષામાં સામાન્ય રીતે માનવીય પુત્રો અથવા બાળકો માટે ઉપયોગમાં લેવાતા શબ્દ દ્વારા દીકરાઓ શબ્દનો અનુવાદ કરવો શ્રેષ્ઠ છે.

Father

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

Matthew 5:46

General Information:

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તમે અને તમારા શબ્દોના ઉલ્લેખની સર્વ ઘટનાઓ બહુવચન છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

Connecting Statement:

ઈસુ કેવી રીતે જૂના કરારના નિયમોને પરિપૂર્ણ કરવા આવ્યા છે તે વિશેના શિક્ષણનું સમાપન કરે છે. આ ભાગની શરૂઆત માથ્થી5:17થી થઇ હતી.

what reward do you get?

ઈસુ આ પ્રશ્નના ઉપયોગ દ્વારા લોકોને શિક્ષણ આપવા માગે છે કે લોકો તેમને પ્રેમ કરનારાઓને પ્રેમ કરે તે કોઈ ખાસ બાબત નથી કે જેના માટે ઈશ્વર તેમને બદલો આપે. આ અલંકારિક પ્રશ્નનો અનુવાદ નિવેદનના રૂપમાં કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: તમને કોઈ બદલો મળનાર નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Do not even the tax collectors do the same thing?

આ અલંકારિક પ્રશ્નનો અનુવાદ નિવેદનના રૂપમાં કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: દાણીઓ પણ એમ જ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Matthew 5:47

what do you do more than others?

આ પ્રશ્નનો અનુવાદ નિવેદનના રૂપમાં કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: તમે અન્યોની સરખામણીમાં કંઈ વિશેષ કરતા નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

you greet

સાભળનારાની સુખાકારીની ઇચ્છા દર્શાવવા માટે આ એક સામાન્ય શબ્દ છે.

Do not even the Gentiles do the same thing?

આ પ્રશ્નનો અનુવાદ નિવેદનના રૂપમાં કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: વિદેશીઓ પણ એમ જ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Matthew 5:48

Father

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)