Matthew 4

માથ્થી 04 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

વાંચનમાં સરળતા રહે તે માટે કેટલાક ભાષાંતર કવિતાની પ્રત્યેક પંક્તિને અન્ય લખાણોથી અલગ જમણી બાજુએ ઉપર દર્શાવે છે. યુએલટી આવૃત્તિ આ પ્રમાણે ગોઠવણ કલમ 6, 15 અને 16ના સંદર્ભમાં કરે છે, જેમાં જૂના કરારમાંથી લેવાયેલ શબ્દો છે.

કેટલાક ભાષાંતર જૂના કરારમાંથી લેવાયેલા અવતરણોને બાકીના લખાણથી અલગ પૃષ્ઠની જમણી તરફ ઉપર દર્શાવે છે. યુએલટી આવૃત્તિ આ પ્રમાણે ગોઠવણ કલમ 10ના સંદર્ભમાં કરે છે.

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

આકાશનું રાજ્ય પાસે આવ્યું છે

જ્યારે ઈસુએ આ શબ્દો ઉચ્ચાર્યા ત્યારે આકાશનું રાજ્ય વર્તમાનમાં હતું કે હજી આવવાનું છે, તે વિશે ભાષાંતર માટે આપણી પાસે સ્પસ્ટતા નથી. અંગ્રેજી અનુવાદ વારંવાર પાસે આવ્યું છે શબ્દોનો ઉપયોગ કરે છે, પરંતુ આ શબ્દોનો અનુવાદ કરવો અઘરું હોઈ શકે છે. અન્ય આવૃત્તિઓ પાસે આવી રહ્યું છે અને પાસે આવ્યું છે શબ્દસમૂહોનો ઉપયોગ કરે છે.

જો તમે ઈશ્વરના દીકરા છો

વાચકે કલમ 3 અને 6 પ્રમાણે એમ સમજવું ના જોઈએ કે શેતાનને ખબર હતી નહીં કે ઈસુ ઈશ્વરના પુત્ર હતાં. ઈશ્વરે પહેલેથી જ કહ્યું હતું કે ઈસુ તેમના પુત્ર હતા (માથ્થી 3:17), તેથી ઈસુ કોણ હતા તે શેતાન જાણતો હતો. શેતાન એ પણ જાણતો હતો કે ઈસુ પથ્થરની રોટલી બનાવી શકે છે અને તેઓ(ઈસુ) પોતાને ઊંચા સ્થાનોથી ફેંકી દે તોપણ તેમને કોઈ ઈજા થશે નહીં. તે ઈસુને આ બાબતો કરાવવા માટે પ્રયત્ન કરતો હતો કે જેથી ઈસુ ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરે અને શેતાનનું કહ્યું પાલન કરે. આ શબ્દોનો અનુવાદ આ રીતે કરી શકાય કે “કારણ કે તમે ઈશ્વરના પુત્ર છો"" અથવા તમે ઈશ્વરના પુત્ર છો. મને બતાવો કે તમે શું કરી શકો છો. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#satan અને /WA-Catalog/gu_tw?section=kt#sonofgod)

Matthew 4:1

General Information:

અહીં માથ્થી તેના દ્વારા લિખિત સુવાર્તામાં એક નવા ભાગને રજૂ કરે છે જેમાં ઈસુ અરણ્યમાં 40 દિવસો પસાર કરે છે, જ્યાં શેતાન તેમનું પરીક્ષણ કરે છે. કલમ 4 માં, ઈસુ પુનર્નિયમમાંથી કલમ ટાંકીને શેતાનને ઠપકો આપે છે.

Jesus was led up by the Spirit

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: આત્માએ ઈસુને દોર્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

to be tempted by the devil

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: જેથી શેતાન ઈસુનું પરીક્ષણ કરી શકે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 4:2

he had fasted ... he was hungry

આ ઈસુના ઉલ્લેખ કરે છે.

forty days and forty nights

40 દિવસો અને 40 રાત્રિઓ. આ 24-કલાકના સમયગાળાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: 40 દિવસો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-numbers)

Matthew 4:3

The tempter

આ શબ્દોનો ઉલ્લેખ શેતાન સમાન અસ્તિત્વ માટે થાય છે (કલમ 1). તમારે બંનેનો અનુવાદ કરવા માટે સમાન શબ્દનો ઉપયોગ કરવો પડે.

If you are the Son of God, command

ઈસુ ઈશ્વરના પુત્ર છે તેવું શેતાન જાણતો હતો તેમ ધારવું ઉત્તમ છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ઈસુ પોતાના લાભ માટે આ ચમત્કારો કરે તે માટેનું આ પરીક્ષણ છે. વૈકલ્પિક ભાષાંતર: તમે ઈશ્વરના પુત્ર છો, તેથી તમે આજ્ઞા આપી શકો છો અથવા 2) આ એક પડકાર અથવા આરોપ છે. વૈકલ્પિક ભાષાંતર: ""આજ્ઞા આપીને સાબિત કરો કે તમે ઈશ્વરના પુત્ર છો

the Son of God

ઈસુ માટે આ એક મહત્ત્વનું શીર્ષક છે કે જે ઈશ્વર સાથેના તેમના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

command that these stones become bread.

તમે પ્રત્યક્ષ નોંધ સાથે અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: આ પથ્થરોને કહો, ‘તે રોટલી બની જાય.' (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations)

bread

અહીં રોટલી સામાન્ય રીતે ખોરાકનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ખોરાક (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

Matthew 4:4

It is written

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""શાસ્ત્રમાં મૂસાએ આ ઘણાં લાંબા સમય અગાઉ લખ્યું હતું.” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Man shall not live on bread alone

આ તે બાબત દર્શાવે છે કે જીવનમાં ખોરાક કરતાં પણ કંઈક વધારે મહત્વપૂર્ણ છે.

but by every word that comes out of the mouth of God

અહીં શબ્દ અને મોં એ ઈશ્વર જે કહે છે તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: પરંતુ ઈશ્વર જે સર્વ કહે છે તે સઘળું સાંભળવા દ્વારા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Matthew 4:5

General Information:

કલમ 6 માં, શેતાન ઈસુનું પરીક્ષણ કરવા માટે ગીતશાસ્ત્રમાંથી અવતરણ લે છે.

Matthew 4:6

If you are the Son of God, throw yourself down

ઈસુ ઈશ્વરના પુત્ર છે તેવું શેતાન જાણતો હતો તેમ ધારવું ઉત્તમ છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ઈસુ પોતાના લાભ માટે આ ચમત્કારો કરે તે માટેનું આ પરીક્ષણ છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે ખરેખર ઈશ્વરના પુત્ર છો, તેથી તમે પોતાને નીચે ફેંકી દો” અથવા 2) આ એક પડકાર અથવા તહોમત છે. વૈકલ્પિક ભાષાંતર: ""પોતાને નીચે ફેંકી દઈને સાબિત કરો કે તમે ખરેખર ઈશ્વરના પુત્ર છો

the Son of God

ઈસુની ઈશ્વર સાથેની સંગતનું વર્ણન કરવા આ મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

throw yourself down

પોતાને નીચે ફેંકી દો અથવા “નીચે છલાંગ લગાઓ”

for it is written

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: માટે લેખકોએ શાસ્ત્રોમાં લખ્યું છે અથવા માટે શાસ્ત્રોમાં તે પ્રમાણે કહેવામા આવ્યું છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

'He will command his angels to take care of you,' and

તમારી સંભાળ રાખવાની આજ્ઞા ઈશ્વર તેમના દૂતોને આપશે અને દૂતો તમારી સંભાળ લેશે, અને આનો અનુવાદ સરળ અવતરણ તરીકે પણ કરી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""અને ઈશ્વર તેમના દૂતોને કહેશે, ‘તેમની સંભાળ રાખજો,'” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations)

They will lift you up

દૂતો તમને ધરી રાખશે

Matthew 4:7

General Information:

કલમ 7 માં, ઈસુ બીજી વખત પુનર્નિયમમાંથી અવતરણને ટાંકી શેતાનને ઠપકો આપે છે.

Again it is written

ઈસુ શાસ્ત્રના વચનનો ફરીથી ઉપયોગ કરે છે તે સમજી શકાય છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ફરીથી, હું તને જણાવું છું કે મૂસાએ શાસ્ત્રમાં શું લખ્યું છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive અને /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

You must not test

અહીં તું કોઈ પણનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: કોઈએ પરીક્ષણ કરવું જોઈએ નહીં અથવા ""કોઈ વ્યક્તિએ પરીક્ષણ કરવું જોઈએ નહીં

Matthew 4:8

Again, the devil

પછી, શેતાન

Matthew 4:9

He said to him

શેતાને ઈસુને કહ્યું

All these things I will give you

હું તમને આ સઘળી વસ્તુઓ આપીશ. અહીં પરીક્ષણ કરનાર ભાર મૂકે છે કે તે અમુક જ વસ્તુઓ નહીં પરંતુ “આ સઘળી વસ્તુઓ” આપશે.

fall down

તારું મુખ ભૂમિ સુધી નમાવીને. વ્યક્તિ ભજન કરતો હતો તે દર્શાવવા માટેની આ એક સામાન્ય ક્રિયા હતી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-symaction)

Matthew 4:10

General Information:

કલમ 10 માં, ઈસુ પુનર્નિયમમાંના બીજા વચનના ઉપયોગ દ્વારા શેતાનને ઠપકો આપે છે.

Connecting Statement:

શેતાને કેવી રીતે ઈસુનું પરીક્ષણ કર્યું તે વિશેના વૃતાંતનો આ અંત છે.

For it is written

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: મૂસાએ પણ શાસ્ત્રોમાં લખ્યું છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

You will worship ... you will serve

બંન્ને દાખલાઓમાં “તારા” એકવચન છે, જે દરેક સાંભળનાર માટે આજ્ઞાનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

Matthew 4:11

behold

હવે જે નવી મહત્વપૂર્ણ માહિતી આવનાર છે તેના પર ધ્યાન આપવાને અહીં જુઓ શબ્દ આપણને સાવધાન કરે છે.

Matthew 4:12

General Information:

માથ્થી દ્વારા લેખિત આ સુવાર્તામાં અહીં એક નવા ભાગની શરૂઆત છે જેમાં માથ્થી ગાલીલમાં ઈસુના સેવાકાર્યની શરૂઆતને વર્ણવે છે. આ કલમો જણાવે છે કે કેવી રીતે ઈસુ ગાલીલમાં આવ્યા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

Now

અહીં આ શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીં માથ્થી તેના દ્વારા લેખિત સુવાર્તાના નવા ભાગને કહેવાની શરૂઆત કરે છે.

John had been arrested

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: રાજાએ યોહાનને બંદીવાન બનાવ્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 4:13

in the territories of Zebulun and Naphtali

વિદેશીઓએ ઇઝરાએલની ભૂમિ પર વિજય મેળવી અંકુશ જમાવ્યો તેના ઘણા વર્ષો અગાઉ આ પ્રદેશોમાં “ઝબુલોન અને નફતાલી"" નામના ઇઝરાયેલી કૂળો રહેતા હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Matthew 4:14

General Information:

કલમ 15 અને 16 માં, યશાયા પ્રબોધકની વાતનો ઉલ્લેખ કરી માથ્થી જણાવે છે કે ગાલીલમાં ઈસુનું સેવાકાર્ય એ યશાયા પ્રબોધક દ્વારા કરાયેલ પ્રબોધવાણીની પરિપૂર્ણતા હતી.

This happened

ઈસુ કફરનહૂમમાં રહે છે તેનો ઉલ્લેખ આ કરે છે.

what was spoken

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરે જે કહ્યું” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 4:15

The land of Zebulun and the land of Naphtali ... Galilee of the Gentiles!

આ પ્રદેશો સમાન વિસ્તારનું વર્ણન કરે છે.

toward the sea

આ ગાલીલનો સમુદ્ર કિનારો છે.

Matthew 4:16

The people who sat

આ શબ્દોને ઝબુલોનની ભૂમિ થી શરૂ થતાં વાક્ય સાથે જોડી શકાય છે (કલમ 15). વૈકલ્પિક ભાષાંતર: ""ઝબુલોન અને નફતાલીના પ્રદેશમાં ... જ્યાં ઘણા વિદેશીઓ રહેતા હતા, લોકો કે જેઓ ત્યાં વસતા હતા

The people who sat in darkness have seen a great light

ઈશ્વરના સત્યની જાણ હોવી નહીં તેના માટેનું રૂપક અહીં અંધકાર છે. અને ઈશ્વરનો સત્ય ઉપદેશ જે લોકોને તેમના પાપમાંથી બચાવે છે તેના માટેનું રૂપક અહીં પ્રકાશ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

to those who sat in the region and shadow of death, upon them has a light arisen

વાક્યના પ્રથમ ભાગની જેમ આનો અર્થ મૂળભૂત રીતે સમાન જ છે. અહીં ""જેઓ પ્રદેશ અને મૃત્યુની છાયામાં બેઠાં હતાં” એક રૂપક છે. આ રૂપક, જેઓ ઈશ્વરને ઓળખતા નથી તેઓનું પ્રતિનિધિત્વ કરે છે. આ લોકો મૃત્યુ અને હંમેશા ઈશ્વરથી અલગ થઈ જવાના જોખમમાં હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parallelism અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Matthew 4:17

the kingdom of heaven has come near

આકાશનું રાજ્ય"" શબ્દસમૂહનો અર્થ છે, ઈશ્વર એક રાજા તરીકે રાજ્ય કરી રહ્યા છે. આને શબ્દસમૂહ માત્ર માથ્થીની સુવાર્તામાં જ જોવા મળે છે. જો શક્ય હોય તો આકાશ શબ્દનો તમારા અનુવાદમાં સમાવેશ કરો. તમે કેવી રીતે માથ્થી 3: 2માં આનો અનુવાદ કર્યો છે તેને તપાસો. વૈકલ્પિક ભાષાંતર: આકાશમાંના આપણા ઈશ્વર સ્વયંને જલ્દીથી રાજા તરીકે જાહેર કરશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Matthew 4:18

General Information:

આ ગાલીલમાં ઈસુના સેવાકાર્ય વિશેના વૃતાંતના ભાગરૂપે એક નવા દ્રશ્યની શરૂઆત કરે છે. અહીં ઈસુ તેમના શિષ્યો થવા માટે માણસોને પસંદ કરવાની શરૂઆત કરે છે.

casting a net into the sea

આ નિવેદનનો સંપૂર્ણ અર્થ સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: માછલી પકડવા માટે પાણીમાં જાળ નાખવી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Matthew 4:19

Come, follow after me

તેમની સાથે રહેવા તથા તેમનું અનુસરણ કરવા માટે ઈસુ, સિમોન અને આન્દ્રિયાને આમંત્રણ આપે છે. વૈકલ્પિક ભાષાંતર: ""મારા શિષ્યો બનો

I will make you fishers of men

આ રૂપકનો અર્થ છે, સિમોન અને આન્દ્રિયા લોકોને ઈશ્વરના સત્ય સંદેશનું શિક્ષણ આપશે, જેથી અન્ય લોકો પણ ઈસુ પાછળ ચાલે. વૈકલ્પિક ભાષાંતર: "" જેમ તમે માછલી પકડો છો તેમ હું તમને માણસોને પકડનારા બનાવીશ"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Matthew 4:21

Connecting Statement:

ઈસુએ વધુ પુરુષોને તેમના શિષ્ય થવા સારું બોલાવ્યા.

He called them

ઈસુએ યોહાન અને યાકૂબને બોલાવ્યા. આ શબ્દસમૂહનો અર્થ એ છે કે ઈસુએ તેમની સાથે રહેવા અને તેમનું અનુસરણ કરવા માટે તેઓને(યોહાન અને યાકૂબને) આમંત્રણ આપ્યું.

Matthew 4:22

they immediately left

તે જ સમયે તેઓ સઘળું મૂકીને ઈસુ પાછળ ચાલ્યા

left the boat ... and followed him

તે સ્પષ્ટ હોવું જોઈએ કે આ તેમના જીવનનું પરિવર્તન છે. આ માણસો હવે માછીમાર રહેશે નહીં અને તેઓ તેમનો કૌટુંબિક વ્યવસાય ત્યજી દઈ તેમના બાકીના જીવનકાળ દરમ્યાન ઈસુને અનુસરશે.

Matthew 4:23

Connecting Statement:

ગાલીલમાં ઈસુના સેવાકાર્યની શરૂઆત વિશેના વૃતાંતનો અંત આ છે. આ કલમો સારાંશ રજૂ કરે છે કે ઈસુએ શું કર્યું અને તેમના પ્રત્યે લોકોનો પ્રત્યુત્તર કેવો હતો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-endofstory)

teaching in their synagogues

ગાલીલના સભાસ્થાનોમાં શિક્ષણ આપવું અથવા ""તે લોકોના સભાસ્થાનોમાં શિક્ષણ આપવું

preaching the gospel of the kingdom

અહીં રાજ્ય ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. વૈકલ્પિક ભાષાંતર: સુવાર્તા પ્રગટ કરવી કે ઈશ્વર સ્વયંને રાજા તરીકે પ્રગટ થશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

every kind of disease and every sickness

રોગ"" અને માંદગી શબ્દો એકસમાન છે પણ જો શક્ય હોય તો બંન્નેનો અનુવાદ અલગ શબ્દો તરીકે કરો. “રોગ”ના કારણે વ્યક્તિ બીમાર રહે છે.

sickness

એ શારીરિક નબળાઈ અથવા પીડા છે જે રોગ હોવાના પરિણામે થાય છે.

Matthew 4:24

those possessed by demons

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: જેઓ અશુદ્ધ આત્માના નિયંત્રણ હેઠળ હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

the epileptic

આ ત્યાંના કોઈ પણ વ્યક્તિને સૂચવે છે જેને વાઈ છે, કોઈ વિશેષ પ્રકારની વાઈ નહીં. વૈકલ્પિક ભાષાંતર: જેમને ક્યારેક આંચકીનો હુમલો આવે છે અથવા ""જેઓ ક્યારેક બેભાન થઈ જાય છે અને અનિયંત્રિત રીતે હલચલ કરે છે” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-genericnoun)

and paralytic

આ એવા કોઈ પણનો ઉલ્લેખ કરે છે જેને લકવા થયો હોય, પણ ખાસ પ્રકારે લકવાગ્રસ્ત નહીં. વૈકલ્પિક ભાષાંતર: અને દરેક જેઓ લકવાથી પીડિત હતા અથવા અને જે લોકો ચાલી શકતા નહોતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-genericnoun)

Matthew 4:25

the Decapolis

આ નામનો અર્થ દશ નગરો થાય છે. આ નામ, ગાલીલના સમુદ્રની દક્ષિણ પૂર્વે આવેલા એક પ્રદેશનું નામ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)