Matthew 3

માથ્થી 03 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક ભાષાંતર જૂના કરારમાંથી લેવાયેલા અવતરણોને બાકીના લખાણથી અલગ પૃષ્ઠની જમણી તરફ ઉપર દર્શાવે છે. યુએલટી આવૃત્તિ આ પ્રમાણે ગોઠવણ કલમ ૩ના સંદર્ભમાં કરે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

પસ્તાવાને અનુરૂપ ફળ ઉપજાવો

શાસ્ત્રમાં ફળ એક સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતું ચિત્ર છે. લેખકો સારા કે ખરાબ વર્તનના પરિણામોને વર્ણવવા માટે તેનો ઉપયોગ કરે છે. આ અધ્યાયમાં, સારા ફળ એ ઈશ્વરની આજ્ઞાઓ અનુસાર જીવવું થાય છે. (જુઓ: /WA-Catalog/gu_tw?section=other#fruit)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

આકાશનું રાજ્ય પાસે આવ્યું છે

જ્યારે યોહાન આકાશના રાજ્યની વાત કરે છે ત્યારે કોઈ પણ વ્યક્તિને તેની ખાતરી નથી કે તે રાજ્ય, હાલમાં છે કે પછી આવવાનું છે. અંગ્રેજી અનુવાદમાં વારંવાર "" હાથવગું"" શબ્દનો ઉપયોગ થાય છે, પરંતુ આ શબ્દોનો અનુવાદ કરવો મુશ્કેલ હોઈ શકે છે. અન્ય આવૃત્તિઓ પાસે આવે છે અને પાસે આવ્યું છે શબ્દસમૂહોનો ઉપયોગ કરે છે.”

Matthew 3:1

General Information:

અહીં માથ્થીની સુવાર્તાના નવા ભાગની શરૂઆત થાય છે જ્યાં માથ્થી યોહાન બાપ્તિસ્તના સેવાકાર્યની વાત કરે છે. કલમ 3 માં, યશાયા પ્રબોધકમાંથી અવતરણના ઉપયોગ દ્વારા માથ્થી દર્શાવે છે કે ઈસુના સેવાકાર્યનો માર્ગ તૈયાર કરવા માટે યોહાન બાપ્તિસ્ત ઈશ્વરના અભિષિક્ત સંદેશવાહક હતા.

In those days

“તે દિવસોમાં” ઉલ્લેખ, ઘણાં વર્ષો પછી યૂસફ અને તેનું પરિવાર મિસર છોડીને નાઝરેથ જાય છે તે વિશેનો છે. આ સંભવતઃ ઈસુએ તેમની સેવા શરૂ કરી તેની નજદીકનો સમય છે. વૈકલ્પિક ભાષાંતર: થોડા સમય પછી અથવા ""થોડા વર્ષો પછી

Matthew 3:2

Repent

આ સ્વરૂપમાં બહુવચન છે. યોહાન લોકોના ટોળાને સંબોધી રહ્યો છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

the kingdom of heaven is near

આકાશનું રાજ્ય"" શબ્દસમૂહનો અર્થ છે, ઈશ્વર રાજા તરીકે રાજ કરે છે. આ શબ્દસમૂહ માત્ર માથ્થીની સુવાર્તામાં જોવા મળે છે. જો શક્ય હોય તો, તમારા અનુવાદમાં આકાશ શબ્દનો ઉપયોગ કરો. વૈકલ્પિક ભાષાંતર: આકાશના આપણાં ઈશ્વર ટૂંક સમયમાં પોતાને રાજા તરીકે જાહેર કરશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Matthew 3:3

For this is he who was spoken of by Isaiah the prophet, saying

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: જ્યારે યશાયા પ્રબોધકે ભવિષ્યવાણી કરી ત્યારે તે યોહાન બાપ્તિસ્ત વિશે જણાવી રહ્યો હતો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

The voice of one calling out in the wilderness

આને વાક્ય તરીકે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: રાનમાં પોકારનારની વાણી સાંભળવામાં આવી અથવા ""કોઈ રણમાંથી પોકારતું હોય તેવી વાણી તેઓએ સાંભળી

Make ready the way of the Lord ... make his paths straight

આ બંને શબ્દસમૂહોનો અર્થ સમાન છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parallelism)

Make ready the way of the Lord

જ્યારે પ્રભુ આવે ત્યારે તેમનો સંદેશ સાંભળવા લોકોને તૈયાર કરવાનું પ્રતિનિધિત્વ ‘પ્રભુનો માર્ગ તૈયાર કરો’ વાક્ય કરે છે. પ્રભુના સંદેશ માટે લોકો પશ્ચાત્તાપ દ્વારા તૈયાર થઇ શકે છે. વૈકલ્પિક ભાષાંતર: જ્યારે પ્રભુ આવે છે ત્યારે પ્રભુનો સંદેશ સાંભળવા માટે તૈયાર થાઓ અથવા પ્રભુ આવી રહ્યા છે માટે પસ્તાવો કરી તૈયાર થાઓ(જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor અને /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Matthew 3:4

Now ... wild honey

અહીં “હવે” શબ્દનો ઉપયોગ સુવાર્તાના મુખ્ય વૃતાંતમાં વિરામ ચિહ્નિત કરવા માટે કરાયો છે. અહીં માથ્થી, યોહાન બાપ્તિસ્તની પશ્વાદ્ ભૂમિકા વિશેની માહિતી આપે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

wore clothing from camel's hair and a leather belt around his waist

ઘણાં સમય અગાઉ થઇ ગયેલ પ્રબોધકો જેવો, ખાસ કરીને પ્રબોધક એલિયા જેવો જ પ્રબોધક યોહાન છે તેનું પ્રતિકાત્મક ચિત્ર આ વસ્ત્રો છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-symaction અને /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Matthew 3:5

Then Jerusalem, all Judea, and all the region

યરૂશાલેમ,"" યહૂદા, અને પ્રદેશ શબ્દો તે વિસ્તારોમાંના લોકો માટેના ઉપનામ છે. ‘ઘણા બધા લોકો બહાર ગયા’ તે તથ્ય પર ભાર મૂકવા “સર્વ” શબ્દરૂપ અતિશયોક્તિનો ઉપયોગ કરાયો છે. વૈકલ્પિક ભાષાંતર: પછી યરૂશાલેમ, યહૂદીયા અને તે પ્રદેશના ઘણા લોકો"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-hyperbole)

Matthew 3:6

They were baptized by him

આને સક્રિય રીતે ઉપયોગ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “યોહાને તેમને બાપ્તિસ્મા આપ્યું” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

They were baptized

આ યરૂશાલેમ, યહૂદીયા અને યર્દન નદીની આસપાસના પ્રદેશથી આવતા લોકોનો ઉલ્લેખ કરે છે. .

Matthew 3:7

General Information:

યોહાન બાપ્તિસ્ત, સદૂકીઓ અને ફરોશીઓને ઠપકો આપવાનું શરૂ કરે છે.

You offspring of vipers, who

આ એક રૂપક છે. અહીં ""સંતાન""નો અર્થ ""ની લાક્ષણિકતાઓ હોવી” થાય છે. વાઈપર્સ, નાના ખતરનાક ઝેરી સર્પો છે જે દુષ્ટતાનું પ્રતિનિધિત્વ કરે છે. આને એક અલગ વાક્ય તરીકે કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે ઓ દુષ્ટ ઝેરી સર્પો!” અથવા તમે ઓ ઝેરી સર્પ જેવા દુષ્ટ લોકો! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

who warned you to flee from the wrath that is coming?

ઈશ્વર તેમને શિક્ષા કરે નહીં માટે ફરોશીઓ અને સદૂકીઓ બાપ્તિસ્મા પામવા ઈચ્છતા હતા પરંતુ તેઓ પાપને ત્યજી દેવા તૈયાર હતા નહીં તેથી યોહાન એક પ્રશ્નના ઉપયોગ દ્વારા તેઓને ઠપકો આપે છે. વૈકલ્પિક ભાષાંતર: આ રીતે તમે ઈશ્વરના કોપથી દૂર થઈ શકતા નથી. અથવા ""હું તમને બાપ્તિસ્મા આપું છું તેથી તમે ઈશ્વરના કોપથી બચી જશો તેવું માનશો નહીં.” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

flee from the wrath that is coming

કોપ” શબ્દ એ ઈશ્વરની શિક્ષાનો ઉલ્લેખ કરવા માટે ઉપયોગ થયો છે કારણ કે તેમનો કોપ સળગી ઉઠ્યો છે. વૈકલ્પિક ભાષાંતર: જે શિક્ષા આવી રહી છે તેનાથી બચી જાવ અથવા ઈશ્વર તમને શિક્ષા કરનાર છે તેનાથી બચી જાવ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Matthew 3:8

Therefore produce fruit worthy of repentance

ફળ ઉપજાવવા"" શબ્દસમૂહ એ વ્યક્તિની કરણીઓનો ઉલ્લેખ કરનાર રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: “તમારી કરણીઓ દ્વારા દર્શાવો કે તમે ખરેખર પસ્તાવો કર્યો છે"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Matthew 3:9

We have Abraham for our father

ઇબ્રાહીમ આપણા પૂર્વજ છે અથવા આપણે ઇબ્રાહિમના સંતાનો છીએ. કારણ કે તેઓ ઇબ્રાહિમના સંતાનો હતા તેથી ઈશ્વર તેમને શિક્ષા કરશે નહીં તેવું યહૂદી આગેવાનો માનતા હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

For I say to you

હવે યોહાન જે કહેનાર છે તેના પર આ ભાર મૂકે છે.

God is able to raise up children for Abraham even out of these stones

ઈશ્વર આ પથ્થરોમાંથી પણ સંતાનો પેદા કરીને ઇબ્રાહિમને આપી શકે છે.

Matthew 3:10

Connecting Statement:

યોહાન, સદૂકીઓ અને ફરોશીઓને સતત ઠપકો આપવાનું જારી રાખે છે.

But already the ax has been placed against the root of the trees. So every tree that does not produce good fruit is chopped down and thrown into the fire

આ રૂપકનો અર્થ છે, ઈશ્વર પાપીઓને સજા આપવા માટે તૈયાર છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વર તેમની કુહાડી દ્વારા કોઈ પણ વૃક્ષ જે સારા ફળ આપતું નથી તેને કાપી નાખવા તથા બાળી નાખવા તૈયાર છે અથવા જેમ કોઈ વ્યક્તિ તેની કુહાડી દ્વારાં નઠારા વૃક્ષને કાપી, તેને બાળી નાખવા તૈયાર છે તે જ રીતે તમને તમારા પાપો માટે શિક્ષા કરવા ઈશ્વર પણ તૈયાર છે(જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 3:11

for repentance

તમે પસ્તાવો કર્યો છે તેમ દર્શાવવા

But he who comes after me

ઈસુ એ યોહાન પછી આવનાર વ્યક્તિ છે

is mightier than I

ઈસુ મારા કરતાં પણ મહત્વપૂર્ણ છે

He will baptize you with the Holy Spirit and with fire

આ રૂપક, યોહાન દ્વારા પાણીથી બાપ્તિસ્માને ભવિષ્યમાંના અગ્નિ દ્વારા બાપ્તિસ્મા સાથે સરખાવે છે. આનો અર્થ છે કે યોહાનનું બાપ્તિસ્મા લોકોને તેમના પાપોથી શુદ્ધ કરનાર પ્રતિક માત્ર છે. પવિત્ર આત્માનું બાપ્તિસ્મા અને અગ્નિ, ખરેખર લોકોને તેમના પાપોથી શુદ્ધ કરશે. જો શક્ય હોય તો, “બાપ્તિસ્મા” શબ્દને તમારી ભાષામાં અનુવાદ કરો અને તેની સરખામણી યોહાનના બાપ્તિસ્મા સાથે કરો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Matthew 3:12

His winnowing fork is in his hand, both to thoroughly clear off his threshing floor

આ રૂપક સરખામણી દર્શાવે છે કે જેમ ઘઉંના દાણાઓને ફોતરાંથી જુદા પાડવામાં આવે છે તેમ ખ્રિસ્ત ન્યાયી લોકોને અન્યાયી લોકોથી જુદા પાડશે. વૈકલ્પિક ભાષાંતર: અહીં, હાથમાં ખળી સાફ કરવાનું સૂપડું લઇ તૈયાર માણસની ઉપમા ખ્રિસ્તને આપવામાં આવી છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

His winnowing fork is in his hand

અહીં તેમના હાથમાં નો અર્થ એ છે કે વ્યક્તિ કાર્ય કરવા માટે તૈયાર છે. વૈકલ્પિક ભાષાંતર: કારણ કે ખ્રિસ્ત તૈયાર છે તેથી તેમણે હાથમાં સૂપડું પકડી રાખ્યું છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

winnowing fork

ઘઉંના અનાજને ફોતરાંથી અલગ કરવા માટે ઘઉંને હવામાં ઉડાડવા માટેનું આ એક સાધન છે. ભારે અનાજનો દાણો પાછો નીચે પડે છે અને બિનજરૂરી ફોતરાં પવનમાં ઉડી જાય છે. તે સાધન પંજેટી આકારનું પરંતુ લાકડાના લાંબા દાંતાની બનેલું હોય છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-unknown)

to thoroughly clear off his threshing floor

અહીં ખ્રિસ્ત એક માણસ સમાન છે જે ખળીને સાફ કરવા માટે સૂપડું લઈને તૈયાર છે.

his threshing floor

તેમની જમીન અથવા ""જમીન જ્યાં તે અનાજને ફોતરાંથી અલગ કરે છે

to gather his wheat into the storehouse ... he will burn up the chaff with fire that can never be put out

આ એક રૂપક છે જે દર્શાવે છે કે કેવી રીતે ઈશ્વર ન્યાયી લોકોને દુષ્ટ લોકોથી અલગ કરશે. ખેડૂતના સંગ્રહસ્થાનમાં જેમ ઘઉં ભરાય છે તેમ ન્યાયીઓ સ્વર્ગમાં જશે, અને ઈશ્વર, ફોતરાં સમાન લોકોને કદી ના હોલવાનાર અગ્નિથી બાળી નાખશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

can never be put out

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: અગ્નિ જે કદી હોલવાશે નહીં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 3:13

Connecting Statement:

અહીં દ્રશ્ય પછીના સમય પર કેન્દ્રિત થાય છે જ્યાં યોહાન બાપ્તિસ્ત ઈસુને બાપ્તિસ્મા આપે છે.

to be baptized by him

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: જેથી યોહાન તેમને બાપ્તિસ્મા આપી શકે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 3:14

I need to be baptized by you, and yet you come to me?

યોહાન ઈસુની વિનંતીથી આશ્ચર્ય પામી પ્રશ્ન કરે છે. વૈકલ્પિક ભાષાંતર: તમે મારા કરતાં વધુ મહત્વના છો. મારે તમને બાપ્તિસ્મા આપવાનું હોય નહીં. તમારે મને બાપ્તિસ્મા આપવું જોઈએ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Matthew 3:15

for us

અહીં “આપણને” એ ઈસુને અને યોહાનનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-inclusive)

Matthew 3:16

Connecting Statement:

આ યોહાન બાપ્તિસ્ત વિશેની વાતના વિભાગનું સમાપન છે. ઈસુના બાપ્તિસ્મા પછી બનતી બિનાઓને આ વર્ણવે છે.

After he was baptized

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: યોહાને ઈસુનું બાપ્તિસ્મા કર્યા પછી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

behold

ઈસુના બાપ્તિસમા પછી જે આશ્ચર્યજનક બિના બને છે તે વિશેની માહિતી તરફ જુઓ શબ્દ આપણું ધ્યાન દોરે છે.

the heavens were opened to him

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ઈસુએ આકાશ ઉઘડેલું જોયું અથવા ઈશ્વરે ઈસુને માટે આકાશ ઉઘાડયું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

coming down like a dove

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) આ એક નિવેદન માત્ર છે કે આત્મા કબૂતરના સ્વરૂપમાં હતા અથવા 2) આ એક સમાનતા ચિહ્ન છે કે કબૂતરની જેમ ધીરેથી આત્મા ઈસુ પર ઉતરી આવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-simile)

Matthew 3:17

a voice came out of the heavens saying

ઈસુએ આકાશમાંથી વાણી સાંભળી. અહીં વાણી એ ઈશ્વર બોલે છે તે દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વર આકાશમાથી બોલ્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

my Son

ઈસુ માટે આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે જે ઈશ્વર સાથેના તેમના સંબંધનું વર્ણન કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)