Matthew 2

માથ્થી 02 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

આ શબ્દોને વાંચન માટે સરળ બનાવવા માટે કેટલાક ભાષાંતર કવિતાની પ્રત્યેક પંક્તિને જમણી તરફ ગોઠવે છે. યુએલટી આવૃત્તિ આ પ્રમાણે ગોઠવણ કલમ 6 અને 18 માં જે કવિતા છે, જેના શબ્દો જૂના કરારમાથી લેવામાં આવ્યા છે, તેના સંદર્ભમાં કરે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

તેમનો તારો

આ શબ્દો સંભવતઃ કોઈ તારાનો ઉલ્લેખ કરે છે જે તારાને વિદ્વાન માણસો ઇઝરાએલના નવા રાજાની નિશાની હોવાનું માને છે. (જુઓ:/WA-Catalog/gu_tw?section=kt#sign)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

""શિક્ષિત પુરુષો”

અંગ્રેજી અનુવાદ આ શબ્દસમૂહનું અનુવાદ કરવા માટે ઘણા વિભિન્ન શબ્દોનો ઉપયોગ કરે છે. આ શબ્દોમાં માગી અને જ્ઞાની પુરુષો શામેલ છે. આ પુરુષો કદાચ વૈજ્ઞાનિકો અથવા જ્યોતિષીઓ હોઈ શકે છે. જો તમે કરી શકો છો, તો સામાન્ય શબ્દમાં માગીઓ સાથે તેનો અનુવાદ કરવો.”

Matthew 2:1

General Information:

માથ્થીની સુવાર્તાનો એક નવો વિભાગ અહીંથી શરૂ થઈને આધ્યાયના અંત ભાગ સુધી જારી રહે છે. યહૂદિઓના નવા રાજાને મારી નાખવાના હેરોદના પ્રયાસ વિશે માથ્થી કહે છે.

Bethlehem of Judea

યહૂદીયા પ્રાંતમાંના બેથલેહેમનું નગર

in the days of Herod the king

જ્યારે હેરોદ ત્યાં રાજા હતો

Herod

આ મહાન હેરોદનો ઉલ્લેખ કરે છે.

learned men from the east

પૂર્વના માણસો/માગીઓ જેઓએ તારાઓનો અભ્યાસ કર્યો હતો

from the east

પૂર્વી યહૂદીયાના દૂર દેશથી

Matthew 2:2

Where is he who was born King of the Jews?

તારાઓનો અભ્યાસ કરવાથી માગીઓ જાણતા હતા કે જે રાજા બનવાનો છે તેનો જન્મ થયો છે. તે રાજા ક્યાં હતો તે જાણવા માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા હતા. વૈકલ્પિક ભાષાંતર: ""એક બાળક કે જે યહૂદીઓનો રાજા બનવાનો છે તેનો જન્મ થયો છે. તે ક્યાં છે?

his star

માગીઓ એમ કહેતા ન હતા કે તારાનો અધિકારયુક્ત માલિક તે બાળક હતો. વૈકલ્પિક ભાષાંતર: તારો જે તેના વિશે કહે છે અથવા ""તારો કે જે તેના જન્મ સાથે સંકળાયેલો છે

in the east

કારણ કે તે પૂર્વમાં આવ્યો હતો અથવા ""જ્યારે અમે અમારા દેશમાં હતા

to worship

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) તેઓ(માગીઓ) બાળકની આરાધના ઈશ્વરી રીતે કરવાના ઇરાદો રાખતા હતા, અથવા 2) તેઓ તેને માનવીય રાજા તરીકે માન આપવા માંગતા હતા. જો તમારી ભાષામાં કોઈ શબ્દ હોય કે જે ઉપરોકત બંને અર્થનો સમાવેશ કરતો હોય, તો તમારે અહીં તેનો ઉપયોગ કરવો.

Matthew 2:3

he was troubled

તે ચિંતિત હતો. હેરોદ ચિંતિત હતો કે આ બાળક મારા સ્થાને રાજા બની જશે.

all Jerusalem

અહીં યરૂશાલેમ લોકોનો ઉલ્લેખ કરે છે. અને, ""આખું""નો અર્થ ઘણા થાય છે. માથ્થી એ બાબત પર ભાર મૂકે છે કે કેટલા બધા લોકો ચિંતિત હતાં. વૈકલ્પિક ભાષાંતર: યરૂશાલેમમાંના ઘણા લોકો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-hyperbole)

Matthew 2:4

General Information:

કલમ 6 માં, લોકોના મુખ્ય યાજકોએ અને શાસ્ત્રીઓએ પ્રબોધક મીખાહે જે કહ્યું હતું તેની નોંધ લીધી કે ખ્રિસ્તનો જન્મ બેથલેહેમમાં થશે.

Matthew 2:5

In Bethlehem of Judea

યહૂદીયાના પ્રાંતમાં બેથલેહેમના નગરમાં

this is what was written by the prophet

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “આ પ્રબોધકે જે ઘણા વર્ષો પહેલા લખ્યું હતું"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 2:6

you, Bethlehem, ... are not the least among the leaders of Judah

બેથલેહેમના લોકો ત્યાં હતા નહીં પરંતુ મીખાહ તેઓ સાથે વાત એ રીતે કરી રહ્યો હતો જાણે કે તેઓ તેની સાથે હતા. ""સર્વથી નાનું નથી""નો અનુવાદ હકારાત્મક વાક્ય તરીકે પણ કરી શકાય. વૈકલ્પિક ભાષાંતર: તમે, બેથલેહેમના લોકો, ... યહૂદીયાના નગરોમાં તમારું નગર સૌથી મહત્વપૂર્ણ નગર છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-apostrophe અને /WA-Catalog/gu_tm?section=translate#figs-litotes)

who will shepherd my people Israel

મીખાહ આ અધિપતિને ઘેટાંપાળક તરીકે દર્શાવે છે. આનો અર્થ એ છે કે “તે લોકોને દોરશે અને લોકોની સંભાળ રાખશે. વૈકલ્પિક ભાષાંતર: જેમ ઘેટાંપાળક ઘેટાંને દોરે છે તેમ તે મારા લોક ઇઝરાઇલને દોરી જશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Matthew 2:7

Herod secretly called the learned men

આનો અર્થ એ થયો કે હેરોદે બીજા લોકોની જાણ બહાર આ જ્ઞાની પુરુષો/માગીઓ સાથે વાત કરી.

to ask them exactly what time the star had appeared

આનો અનુવાદ પ્રત્યક્ષ અવતરણ તરીકે કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: માગીઓ, અને તેણે તેઓ(માગીઓ)ને પૂછ્યું, 'ચોક્કસ કઈ વેળાએ તારો દેખાયો હતો?' (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations)

the exact time the star had appeare

તે એ બાબત સૂચવે છે કે તારો ક્યારે દેખાયો હતો તે તેને માગીઓએ કહ્યું હતું. વૈકલ્પિક ભાષાંતર: કઈ વેળાએ તારો દેખાયો હતો. માગીઓએ તેને કહી બતાવ્યુ કે તારો પ્રથમ કયા સમયે દેખાયો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Matthew 2:8

young child

આ ઈસુનો ઉલ્લેખ કરે છે.

tell me

મને જણાવો અથવા મને કહો અથવા ""તપાસ કરી મને જાણ કરો

worship him

તમે આનો અનુવાદ માથ્થી 2:2માં કેવી રીતે કર્યો છે તે જુઓ.

Matthew 2:9

After they had heard

ત્યાર બાદ માગીઓએ જે તારાને પૂર્વમાં જોયો હતો

they had seen in the east

અથવા ""તેઓએ તેમના દેશમાં જોયો હતો

went before them

તેમને દોરવણી આપી અથવા “તેમને દોર્યા”

stood still over

આવીને થંભ્યો

where the young child was

નાનો બાળક હતો તે સ્થળ પર

Matthew 2:11

Connecting Statement:

અહીં હવે દ્રશ્યનું કેન્દ્ર, જે ઘરમાં મરિયમ, યૂસફ અને બાળ ઈસુ હતાં તે ઘર બને છે.

They went

માગીઓ/જ્ઞાની પુરુષો ઘરમાં ગયા

They fell down and worshiped him

તેઓ તેમના ચહેરાને જમીન સુધી ટેકવીને ઘૂટણે પડ્યા. તેઓએ ઈસુને માન આપવા માટે આ કર્યું હતું. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-symaction)

their treasures

અહીં નજરાણું એ તેમના ખજાનાને લઈ જવા માટે ઉપયોગ થતી પેટીઓ અથવા થેલીઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: પાત્રો કે જેમાં તેમના ખજાનાને મૂકવામાં આવ્યો હતો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Matthew 2:12

God warned them

ત્યારબાદ, ઈશ્વરે તે માગીઓને ચેતવણી આપી. ઈશ્વર જાણતા હતા કે હેરોદ બાળકને નુકસાન પહોંચાડવા માંગે છે.

in a dream not to return to Herod, so

આનો અનુવાદ તમે પ્રત્યક્ષ અવતરણ દ્વારા કરી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: સ્વપ્નમાં દર્શન થયું કે, 'રાજા હેરોદ પાસે પાછા જવું નહીં,’ તેથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations)

Matthew 2:13

General Information:

કલમ 15 માં, પ્રબોધક હોશિયા દ્વારા જણાવેલ બાબતની નોંધ અહીં માથ્થી કરે છે કે ખ્રિસ્તે મિસરમાં સમય વિતાવવો.

after they had departed

માગીઓએ/જ્ઞાની પુરુષોએ વિદાય લીધી

appeared to Joseph in a dream

પ્રભુના દૂતે સ્વપ્નમાં યૂસફને દર્શન આપીને કહ્યું

Get up, take ... flee ... Remain ... you

ઈશ્વર યૂસફ સાથે વાત કરે છે, તેથી આ વાક્યો એકવચનમાં હોવા જોઈએ.

until I tell you

આ નિવેદનનો સંપૂર્ણ અર્થ સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: જ્યાં સુધી હું તમને ન કહું કે હવે સલામતી છે ત્યાં સુધી પાછા આવવું નહીં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

I tell you

અહીં “હું” ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. ઈશ્વરનો સંદેશ, દૂત રજૂ કરી રહ્યો છે.

Matthew 2:15

He was

તે જણાવે છે કે યૂસફ, મરિયમ અને ઈસુએ મિસરમાં રહ્યાં. વૈકલ્પિક ભાષાંતર: તેઓ રહ્યાં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

until the death of Herod

ત્યાં સુધી માથ્થી 2:19 હેરોદનું મૃત્યુ થયું હતું નહીં. આ વાક્ય તેઓના મિસરમાંના વસવાટના સમયની લંબાઈને સ્પષ્ટ કરે છે અને આ વાક્ય તેમ જણાવતું નથી કે તે સમય દરમ્યાન હેરોદ મૃત્યુ પામ્યો હતો.

Out of Egypt I have called my son

મેં મારા પુત્રને મિસરમાંથી બોલાવ્યો.

my son

હોશિયા અહીં ઇઝરાએલીઓનો ઉલ્લેખ કરે છે. માથ્થી કહે છે કે આ ઈસુ, ઈશ્વરના પુત્ર વિશેની વાત સાચી ઠરી. જે શબ્દ માત્ર એક પુત્ર કે પ્રથમ પુત્રનો ઉલ્લેખ કરતો હોય તે શબ્દ દ્વારા ‘પુત્ર’ શબ્દનો અનુવાદ કરો.

Matthew 2:16

General Information:

આ ઘટનાઓ હેરોદના મૃત્યુ પહેલાં બને છે, જેનો ઉલ્લેખ માથ્થી [માથ્થી 2:15] (../02/15.md) માં છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-events)

Connecting Statement:

અહીં દ્રશ્યનું કેન્દ્ર ફરી પાછું હેરોદ તરફ ફરે છે અને કહે છે કે જ્યારે હેરોદને ખબર પડી કે માગીઓએ તેને છેતર્યો છે ત્યારે તેણે શું કર્યું.

he had been mocked by the learned men

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: તેને ચાલાકીથી ફસાવીને માગીઓએ તેને શરમજનક સ્થિતિમાં મૂક્યો હતો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

he sent and killed all the male children

હેરોદે તેની જાતે બાળકોને મારી નાખ્યા નહીં. વૈકલ્પિક ભાષાંતર: પ્રત્યેક નર બાળકને મારી નાખવાનો આદેશ તેણે તેના સૈનિકોને આપ્યો અથવા પ્રત્યેક બાળકોને મારી નાખવા માટે તેણે સૈનિકો મોકલ્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

two years old and under

2 વર્ષ અને તેથી નાના (જુઓ:/WA-Catalog/gu_tm?section=translate#translate-numbers)

according to the time

સમય પર આધારિત

Matthew 2:17

General Information:

યર્મિયા પ્રબોધકના કહ્યા પ્રમાણે માથ્થી જણાવે છે કે બેથલેહેમના પ્રદેશમાંના તમામ નર બાળકોનું મૃત્યુ શાસ્ત્ર પ્રમાણે હતું.

Then was fulfilled

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: આ પૂર્ણ થયું અથવા હેરોદનું કાર્ય પૂર્ણ થયું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

what had been spoken through Jeremiah the prophet

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: લાંબા સમય અગાઉ યર્મિયા પ્રબોધક મારફતે પ્રભુએ જે કહ્યું હતું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 2:18

A voice was heard ... they were no more

માથ્થી યર્મિયા પ્રબોધકની નોંધ કરે છે.

A voice was heard

આને વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: લોકોએ વાણી સાંભળી અથવા ત્યાં મોટી વાણી સંભળવામાં આવી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Rachel weeping for her children

આ સમય અગાઉ ઘણા વર્ષો પહેલાં રાહેલ જીવન જીવી ચૂકી હતી. આ ભવિષ્યવાણી રાહેલને દર્શાવે છે કે જે મૃત્યુ પામી હતી પણ તેના વંશજો માટે વિલાપ કરતી હતી.

she refused to be comforted

આને વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: "" કોઈપણ, તેને દિલાસો આપી શકશે નહીં"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

because they were no more

કારણ કે તેના બાળકો મૃત્યુ પામ્યા હતાં અને તેઓ હવે ક્યારેય પાછા આવવાના હતા નહીં. તેઓ મૃત્યુ પામ્યા છે, તેમ હળવી રીતે કહેવા માટેના શબ્દો અહીં “હયાત નથી"" છે. વૈકલ્પિક ભાષાંતર: કારણ કે તેઓ હયાત નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-euphemism)

Matthew 2:19

Connecting Statement:

અહીં દ્રશ્યનું કેન્દ્ર ફરી એકવાર મિસર તરફ બદલાય છે, જ્યાં યૂસફ, મરિયમ અને બાળ ઈસુ રહે છે.

behold

અહીં આ વિસ્તૃત ઈતિહાસમાં બીજી ઘટનાની શરૂઆતને ચિહ્નિત કરે છે. તે અગાઉની ઘટનાઓ કરતા વિભિન્ન લોકોનો સમાવેશ કરી શકે છે. તમારી ભાષામાં આ સૂચિત કરવાની કોઈ અલગ રીત હોઈ શકે છે.

Matthew 2:20

those who sought the child's life

અહીં બાળકનો જીવ લેવાની શોધ જેઓ કરતા હતા એ કહેવાનો અર્થ એ છે કે તેઓ બાળકને મારી નાખવા માંગતા હતાં. વૈકલ્પિક ભાષાંતર: જેઓ બાળકને મારી નાખવા માટે શોધતા હતા"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-euphemism)

those who sought

આ હેરોદ અને તેના સલાહકારોનો ઉલ્લેખ કરે છે.

Matthew 2:22

Connecting Statement:

યહૂદીઓના નવા રાજાને મારી નાખવાના હેરોદના પ્રયત્નથી [માથ્થી 2:1] (../02/01.md) માં શરૂ થયેલ ઘટનાનો આ અંત ભાગ છે.

But when he heard

પરંતુ જ્યારે યૂસફે સાંભળ્યું

Archelaus

આ હેરોદના પુત્રનું નામ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

he was afraid

યૂસફ ભયભીત થયો

Matthew 2:23

what had been spoken through the prophets

આને વાક્યને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: પ્રભુએ પ્રબોધકો દ્વારા લાંબા સમય અગાઉ જે કહ્યું હતું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

he would be called a Nazarene

અહીં તે ઈસુનો ઉલ્લેખ કરે છે. ઈસુના જન્મ અગાઉના પ્રબોધકો ઈસુનો ઉલ્લેખ મસીહ અથવા ખ્રિસ્ત તરીકે કરતા હતા. વૈકલ્પિક ભાષાંતર: લોકો કહેશે કે ખ્રિસ્ત નાઝારી છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)