Matthew 7

માથ્થી 07 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

ઈસુએ તેમના ઉપદેશમાં ઘણા ભિન્ન વિષયો પર શિક્ષણ આપ્યું, જેથી જ્યારે પણ વિષય બદલી થાય ત્યારે તેને નવી પંક્તિમાં લખવો જેથી વાંચકને સમજવામાં મદદ મળી શકે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

માથ્થી 5-7

ઘણાં લોકો માથ્થી 5-7 અધ્યાયને પહાડ પરના ઉપદેશ તરીકે ઓળખાવે છે. આ એક લાંબો પાઠ છે જે ઈસુએ શીખવ્યો. બાઈબલ આ પાઠને/શિક્ષણને ત્રણ અધ્યાયોમાં વિભાજિત કરે છે, પરંતુ તે ક્યારેક વાચકને ગૂંચવણમાં મૂકી શકે છે. જો તમારી ભાષાની બાઈબલ આવૃત્તિ, આ શિક્ષણને વિભાગોમાં વિભાજિત કરે છે, તો ખાતરી કરો કે વાંચનાર સમજે કે આ સંપૂર્ણ ઉપદેશ એક લાંબુ શિક્ષણ છે.

તેમના ફળ દ્વારા તમે તેમને જાણશો

શાસ્ત્રમાં ફળ એ સામાન્યપણે ઉપયોગમાં લેવામાં આવતું ચિત્ર છે. તેનો ઉપયોગ સારી અથવા ખરાબ પ્રવૃત્તિઓના પરિણામનું વર્ણન કરવા માટે થાય છે. આ અધ્યાયમાં, સારા ફળ એ ઈશ્વરની આજ્ઞાઓ અનુસાર જીવવાનું ફળ છે. (જુઓ: /WA-Catalog/gu_tw?section=other#fruit)

Matthew 7:1

General Information:

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તમે અને આજ્ઞાઓના ઉદાહરણો બહુવચન છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

Connecting Statement:

પહાડ પરના આ ઉપદેશમાં, ઈસુ શિષ્યોને શિક્ષણ આપવાનું જારી રાખે છે, જે માથ્થી 5:3 માં શરૂ થયું હતું.

Do not judge

અહીં સૂચિત છે કે ન્યાયાધીશ શબ્દ કઠોર શિક્ષા કરનાર અથવા ""દોષી જાહેર કરનાર""ના અર્થમાં છે. વૈકલ્પિક ભાષાંતર: લોકોને કઠોર રીતે દોષી ન ઠરાવો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

you will not be judged

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વર તમને કઠોરતાથી દોષી ઠરાવશે નહીં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 7:2

For

ખાતરી કરો કે વાચક સમજે કે 7: 2 માંનું નિવેદન, ઈસુએ જે 7: 1 માં કહ્યું તેના પર આધારીત છે.

with the judgment you judge, you will be judged

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: જે રીતે તમે બીજાઓને દોષિત ઠરાવો છો તે જ રીતે ઈશ્વર તમને દોષિત ઠરાવશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

the measure

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) આ આપવામાં આવેલ સજાનું પ્રમાણ છે અથવા 2) ન્યાયને માટે આ ધોરણ ઉપયોગમાં લેવામાં આવે છે.

it will be measured out to you

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વર તે પ્રમાણે તમને માપી આપશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 7:3

General Information:

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તારી અને ""તારા""ના સર્વ ઉદાહરણો એકવચન છે, પરંતુ કેટલીક ભાષાઓમાં તે શબ્દોને બહુવચન કરવાની જરૂર પડી શકે છે.

Why do you look ... but you do not notice the log that is in your own eye?

લોકો પોતાનાં પાપોની અવગણના કરી બીજાઓનાં પાપો તરફ ધ્યાન આપતા હતા તેઓને ઠપકો આપવા ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: તમે જુઓ છો... તમારા ભાઈની આંખમાં, પરંતુ તમે તમારી પોતાની આંખમાં જે ભારોટિયો છે તેને જોતાં નથી. અથવા પોતાનાં ભાઈની આંખમાં જોશો નહીં ... અને તમારી પોતાની આંખમાં રહેલા ભારોટિયાની અવગણના કરશો નહીં. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

the tiny piece of straw that is in your brother's eye

આ એક રૂપક છે જે સાથી વિશ્વાસીની ઓછી ગંભીર ભૂલોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

tiny piece of straw

તણખલું અથવા નાનો ટુકડો અથવા થોડી ધૂળ. વ્યક્તિની આંખોમાં પડતી સૌથી નાની વસ્તુ માટે વપરાતા સામાન્ય શબ્દનો ઉપયોગ કરો.

brother

7:3-5 માં “ભાઈ”ની સર્વ ઘટનાઓ સગા ભાઈ અથવા પાડોશીનો નહીં પરંતુ સાથી વિશ્વાસીનો ઉલ્લેખ કરે છે.

the log that is in your own eye

વ્યક્તિના સૌથી ગંભીર ભૂલો માટેનું આ એક રૂપક છે. એક ભારોટિયો વ્યક્તિની આંખમાં ખરેખર જઈ શકતો નથી. ઈસુ અતિશયોક્તિ દર્શાવી એ બાબત પર ભાર મૂકે છે કે વ્યક્તિએ અન્યની ઓછી ગંભીર ભૂલો સબંધી વ્યવહાર કરતાં પહેલાં પોતાની વધુ ગંભીર ભૂલો તરફ ધ્યાન આપવું જોઈએ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor અને /WA-Catalog/gu_tm?section=translate#figs-hyperbole)

log

ભારોટિયો એટલે વૃક્ષનો સૌથી મોટો ભાગ કે જેને કોઈએ કાપી નાખ્યો છે.

Matthew 7:4

How can you say ... your own eye?

ઈસુએ આ પ્રશ્નનો ઉપયોગ લોકોને પડકાર આપવા માટે કર્યો કે જેથી તેઓ બીજા વ્યક્તિના પાપો પર ધ્યાન આપવાને બદલે પોતાના પાપો પર ધ્યાન આપે. વૈકલ્પિક ભાષાંતર: તું તારા ભાઈને કેમ કહેશે કે ... પણ જો, તારી પોતાની જ આંખમાં તો ભારોટિયો છે!. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Matthew 7:6

General Information:

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તમને અને તમારાં શબ્દોના સર્વ ઉદાહરણો બહુવચન છે.

dogs ... hogs

યહૂદીઓ આ પ્રાણીઓને ગંદા માનતા હતા, અને ઈશ્વરે યહૂદીઓને તેમને ન ખાવા માટે કહ્યું હતું. દુષ્ટ લોકો કે જેઓ પવિત્ર બાબતોને મહત્વ આપતાં નથી તેઓના ઉલ્લેખ માટે રૂપક તરીકે આ પ્રાણીઓના નામનો ઉપયોગ કરાયો છે. આ શબ્દોનો અનુવાદ શાબ્દિક રૂપે કરવો ઉત્તમ રહેશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

pearls

આ ગોળ, કિંમતી પથ્થરો અથવા મણકાઓ સમાન છે. તેઓ સામાન્ય રીતે ઈશ્વરના જ્ઞાન અથવા કિંમતી વસ્તુઓ દર્શાવવા માટેના રૂપક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

they may trample

ભૂંડો કદાચ કચડી નાંખે

then turn and tear you to pieces

કૂતરાઓ પાછા વળી ફાડી નાંખે

Matthew 7:7

General Information:

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તમને અને તમારે શબ્દોના સર્વ ઉદાહરણો બહુવચન છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

Ask ... Seek ... Knock

આ રૂપકો, ઈશ્વરને પ્રાર્થના કરવા માટેના છે. ક્રિયાપદનું સ્વરૂપ બતાવે છે કે આપણને જવાબ મળે નહીં ત્યાં સુધી આપણે પ્રાર્થના કરવાનું જારી રાખવું જોઈએ. જો તમારી ભાષામાં કંઈક કરવાનું જારી રાખવા માટેના સ્વરૂપ હોય, તો તેનો ઉપયોગ અહીં કરો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Ask

કોઈની પાસેથી વસ્તુઓની વિનંતી કરો, આ કિસ્સામાં ઈશ્વરને

it will be given to you

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ઈશ્વર તમને જે જોઈએ છે તે આપશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Seek

કોઈની તરફ જુઓ, આ કિસ્સામાં ઈશ્વરની તરફ જુઓ

Knock

દરવાજો ખટખટાવવો એ ઘરની અંદરની વ્યક્તિ અથવા ઓરડામાંની વ્યક્તિ દરવાજો ખોલે તે માટે વિનંતી કરવાની નમ્ર રીત હતી. જો તમારી ભાષામાં દરવાજો ખટખટાવવો એ અસભ્ય મનાતું હોય તો દરવાજો ઉઘાડવા માટે નમ્ર વિનંતી દર્શાવતા શબ્દનો ઉપયોગ કરો. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરને કહો કે તમે ઈચ્છો છો કે ઈશ્વર દરવાજો ઉઘાડે

it will be opened to you

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વર તમારા માટે દરવાજો ઉઘાડશે.” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 7:9

Or what man is there among you ... but he will give him a stone?

ઈસુ લોકોને શીખવવા માટે પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: તમારામાં એકપણ વ્યક્તિ એવો નથી ... જે પથ્થર આપશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

a loaf of bread

સામાન્ય રીતે આ ખોરાકનો ઉલ્લેખ કરે છે, વૈકલ્પિક ભાષાંતર: “થોડો ખોરાક” (જુઓ:/WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

stone

આ નામનું ભાષાંતર શબ્દશઃ થવું જોઈએ.

Matthew 7:10

fish ... snake

આ નામોનું ભાષાંતર શબ્દશઃ થવું જોઈએ.

Or he will also ask for a fish, but he will give him a snake?

ઈસુ લોકોને શિક્ષણ આપવા માટે બીજો પ્રશ્ન કરે છે. તે સમજી શકાય છે કે ઈસુ હજીપણ એક માણસ અને તેના પુત્રના ઉદાહરણનો ઉલ્લેખ કરી રહ્યા છે. વૈકલ્પિક ભાષાંતર: તમારામાં કોઈપણ વ્યક્તિ એવી નથી કે જેનો દીકરો માછલી માંગે તો તે તેને સાપ આપશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion અને /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Matthew 7:11

General Information:

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરે છે કે તેઓએ વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તમે, તમારાં, “તમારા” અને “તેઓ” શબ્દોના સર્વ ઉદાહરણો બહુવચન છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

how much more will your Father in heaven give ... him?

ઈસુ લોકોને શિક્ષણ આપવા માટે એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: તો પછી તમારા આકાશમાંના પિતા તેઓને ચોક્કસપણે આપશે ... તેને. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Father

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

Matthew 7:12

whatever you would want that people would do to yo

જે જે તમે ચાહો છો કે બીજા માણસ તમારી પ્રત્યે કરે

for this is the law and the prophets

અહીં નિયમ અને પ્રબોધકો એ મૂસા અને પ્રબોધકોએ જે લખ્યું તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: આ છે જે વિશે મૂસા અને પ્રબોધકો શાસ્ત્રોમાં શીખવે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Matthew 7:13

General Information:

વિનાશના પહોળા દરવાજાથી ચાલવાની છબી અથવા જીવનના સાંકડા દરવાજાથી ચાલવાની છબી, લોકોની જીવન જીવવાની રીતો અને તેના પરિણામોનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે તમે અનુવાદ કરો, ત્યારે બંને દરવાજાઓ અને તેના માર્ગો પર ભાર મૂકવા માટે “પહોળા” અને “વિશાળ” શબ્દો માટે યોગ્ય શબ્દોનો ઉપયોગ કરો જે “સાંકડા” શબ્દથી વધુમાં વધુ વિરોધાભાસ દર્શાવતા હોય.

Enter through the narrow gate ... there are many people who go through it

એક માર્ગ પર મુસાફરી કરી એક દરવાજા દ્વારા એક રાજ્યમાં પ્રવેશ કરતા લોકોનું આ એક ચિત્ર છે. એક રાજ્યમાં પ્રવેશ પામવો સરળ છે; પણ બીજા રાજ્યમાં પ્રવેશ પામવો મુશ્કેલ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Enter through the narrow gate

તમારે આને કલમ 14 ના અંત ભાગમાં ખસેડવાની જરૂર પડી શકે છે. “તેથી, સાંકડે માર્ગેથી અંદર પ્રવેશ કરો.”

the gate ... the way

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) માર્ગ એ રસ્તાનો ઉલ્લેખ કરે છે જે એક રાજ્યના પ્રવેશદ્વાર તરફ દોરી જાય છે, અથવા 2) દરવાજો અને માર્ગ બંને રાજ્યના પ્રવેશદ્વારનો ઉલ્લેખ કરે છે.

to destruction

આ અમૂર્ત સંજ્ઞાનો અનુવાદ ક્રિયાપદ સાથે કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: તે સ્થળે જ્યાં લોકો મૃત્યુ પામે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-abstractnouns)

Matthew 7:14

Connecting Statement:

એક માર્ગ અથવા તો બીજા માર્ગની પસંદગી કરવાના હોય તે રીતે જીવન જીવતા લોકો વિશે વાત કરવાનું ઈસુ જારી રાખે છે.

to life

અમૂર્ત સંજ્ઞા જીવન શબ્દનો અનુવાદ ક્રિયાપદ ""જીવંત""ના ઉપયોગ દ્વારા કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: તે સ્થળે કે જ્યાં લોકો જીવે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-abstractnouns)

Matthew 7:15

Beware of

તેની વિરુદ્ધ સાવધ રહો

who come to you in sheep's clothing but are truly ravenous wolves

આ રૂપકનો અર્થ એ છે કે ખોટા પ્રબોધકો ઢોંગ કરે છે કે તેઓ સારા છે અને લોકોને મદદ કરવા માંગે છે, પરંતુ તેઓ ખરેખર દુષ્ટ છે અને લોકોને નુકસાન પહોંચાડશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Matthew 7:16

By their fruits you will know them

આ રૂપક વ્યક્તિની ક્રિયાઓનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: જેમ તમે તેના ઉપર ઉગેલા ફળ દ્વારા વૃક્ષને ઓળખો છો, તેમ તમે તેમના કાર્યો મારફતે જૂઠાં પ્રબોધકોને ઓળખશો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

People do not gather ... or figs from thistles, do they?

લોકોને શિક્ષણ આપવા માટે ઈસુ પ્રશ્નનો ઉપયોગ કરે છે. લોકો જાણતા હતા કે આ પ્રશ્નનો જવાબ ‘ના’ હોય. વૈકલ્પિક ભાષાંતર: લોકો કાંટાના ઝાડ પરથી ... એકત્ર કરતા નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Matthew 7:17

every good tree produces good fruit

સારા કાર્યો અથવા સારા શબ્દો ઉપજાવનાર સારા પ્રબોધકોનો ઉલ્લેખ કરવા માટે ઈસુ ફળના રૂપકનો ઉપયોગ કરવાનું જારી રાખે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

the bad tree produces bad fruit

દુષ્ટ કાર્યો ઉત્પન્ન કરનાર ખરાબ પ્રબોધકોનો ઉલ્લેખ કરવા માટે ઈસુ ફળના રૂપકનો ઉપયોગ કરવાનું જારી રાખે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Matthew 7:19

Every tree that does not produce good fruit is cut down and thrown into the fire

જૂઠાં પ્રબોધકોનો ઉલ્લેખ કરવા માટે ઈસુ ફળ ઉપજાવતા વૃક્ષોનો ઉપયોગ કરવાનું જારી રાખે છે. અહીં, ઈસુ જણાવે છે કે ખરાબ વૃક્ષોનું શું થશે. એ સૂચિત છે કે ખોટા પ્રબોધકો સાથે ખરાબ વૃક્ષોની જેમ જ થશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor અને /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

is cut down and thrown into the fire

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “લોકો કાપી નાંખશે અને સળગાવશે.” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 7:20

you will recognize them by their fruits

તેમના"" શબ્દ કાં તો પ્રબોધકોનો અથવા વૃક્ષોનો ઉલ્લેખ કરે છે. આ રૂપક સૂચવે છે કે વૃક્ષોનું ફળ અને પ્રબોધકોનાં કાર્યો બંને જાહેર કરે છે કે તેઓ સારા છે કે ખરાબ. જો શક્ય હોય, તો આનો અનુવાદ એવી રીતે કરો કે વૃક્ષો અને પ્રબોધકો બંનેનો ઉલ્લેખ શક્ય બને. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Matthew 7:21

will enter into the kingdom of heaven

અહીં આકાશનું રાજ્ય ઈશ્વરના રાજા તરીકેના રાજ્યકાળને સૂચવે છે. આકાશનું રાજ્ય શબ્દસમૂહ ફક્ત માથ્થીની સુવાર્તામાં દ્રશ્યમાન થાય છે. જો શક્ય હોય તો, તમારા અનુવાદમાં ""આકાશ” રાખો. વૈકલ્પિક ભાષાંતર: જ્યારે ઈશ્વર સ્વયંને રાજા તરીકે પ્રગટ કરશે ત્યારે આકાશમાં ઈશ્વર સાથે જીવીશું. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

those who do the will of my Father who is in heaven

જેઓ મારા આકાશમાંના પિતાની ઇચ્છા પ્રમાણે કરે છે

Father

ઈશ્વરના સ્વભાવ વિશે વર્ણન કરતું આ એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

Matthew 7:22

in that day

તે દિવસ"" શબ્દસમૂહનો ઉલ્લેખ કરવા દ્વારા ઈસુ જાણતા હતા કે તેમના સાંભળનારાઓ સમજશે કે ઈસુ ન્યાયના દિવસનો ઉલ્લેખ કરી રહ્યા હતા. જો તમારા વાચકો સમજી શકે તેમ ના હોય તો જ તમારે ન્યાયનો દિવસ શબ્દસમૂહનો સમાવેશ કરવો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

did we not prophesy ... drive out demons ... do many mighty deeds?

તેઓ આ પ્રમાણે વર્ત્યા છે તેના પર ભાર મૂકવા માટે લોકો આ પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: અમે પ્રબોધવાણી કરી ... અમે ભૂતોને કાઢ્યા ... અમે ઘણા પરાક્રમી કાર્યો કર્યા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

did we ... prophesy

અહીં “અમે” શબ્દ ઈસુનો સમાવેશ કરતો નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-exclusive)

in your name

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) તમાર અધિકાર દ્વારા અથવા તમારા પરાક્રમથી અથવા 2) કારણ કે તમે અમારી પાસે જે કરાવવા માંગતા હતા અમે તે કરી રહ્યા હતા અથવા 3) “કારણ કે તે કરવાને માટે અમે તમારી પાસે સામર્થ્ય માગ્યું."" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy )

mighty deeds

ચમત્કારો

Matthew 7:23

I never knew you

તેનો અર્થ એ છે કે વ્યક્તિ ઈસુનો નથી. વૈકલ્પિક ભાષાંતર: તમે મારા અનુયાયી નથી અથવા મારે તમારી સાથે કંઈ લાગભાગ નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Matthew 7:24

Therefore

તે કારણ માટે

these words of mine

ઈસુ જે કહે છે તેનો ઉલ્લેખ અહીં “શબ્દો” કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

will be like a wise man who built his house upon a rock

તેમના વચનોનું પાલન કરતા લોકોની સરખામણી ઈસુ એવા વ્યક્તિ સાથે કરે છે જે પોતાના ઘરનું નિર્માણ એવી જગ્યાએ કરે છે જ્યાં કંઈપણ નુકસાન પહોંચાડી શકે તેમ નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-simile)

rock

આ ભૂમિ ઉપરનો કોઈ મોટો પથ્થર કે શિલાખંડ નહીં પરંતુ જમીન અને માટીની નીચેનો આધારભૂત ખડક છે.

Matthew 7:25

it was built

આને સક્રિય રૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “તેણે તે બાંધ્યું” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Matthew 7:26

Connecting Statement:

અહીં ઈસુના પહાડ પરના ઉપદેશનો અંત આવે છે, જે માથ્થી 5:3થી શરૂ થયો હતો.

will be like a foolish man who built his house upon the sand

ઈસુ અગાઉની કલમની સમાનતામાં શિક્ષણ આપવાનું જારી રાખે છે. ઈસુ તેમના વચનોનું પાલન ન કરનાર લોકોની સરખામણી મૂર્ખ મકાન બાંધનાર સાથે કરે છે. ફક્ત મૂર્ખ જ રેતી પર બાંધકામ કરે છે જેને વરસાદ, પૂર અને વાવાઝોડાના સપાટા પાડી નાંખી શકે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-simile)

Matthew 7:27

it fell

તમારી ભાષાના સર્વસામાન્ય શબ્દનો ઉપયોગ કરો જે દર્શાવે કે જ્યારે ઘર પડી જાય ત્યારે શું થાય છે.

its destruction was complete

વરસાદ, પૂર અને વાવાઝોડાએ ઘરનો સંપૂર્ણ નાશ કર્યો.

Matthew 7:28

General Information:

ઈસુના પહાડ પરના ઉપદેશના શિક્ષણનો પ્રત્યુતર લોકોએ કેવી રીતે આપ્યો તેનું વર્ણન આ કલમો કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-endofstory)

It came about that when

ઈસુના પહાડ પરના શિક્ષણ પછી માથ્થીની સુવાર્તામાં આગળ જે બનવાનું છે તે તરફના બદલાવનો સંકેત આ શબ્દસમૂહ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “ત્યારે” અથવા “પછી”

were astonished by his teaching

7:29 સ્પષ્ટ કરે છે કે ઈસુએ જે શીખવ્યું માત્ર તેનાથી જ નહીં પણ તેમણે જે રીતે તે શીખવ્યું તેથી પણ લોકો આશ્ચર્ય પામ્યા. વૈકલ્પિક ભાષાંતર: ""ઈસુએ જે રીતે શીખવ્યું તેનાથી તેઓ આશ્ચર્ય પામ્યા