Luke 16

લૂક 16 સામાન્ય નોંધો

Luke 16:1

Connecting Statement:

ઈસુ બીજું દ્રષ્ટાંત કહેવાનું શરૂ કરે છે. તે એક માલિક અને તેના દેવાદારોના કારભારીનું છે. તે હજુ વાર્તાનો સમાન ભાગ છે અને એક જ દિવસે તે લૂક 15:3 માં શરૂ થયું હતું. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)

Now Jesus also said to the disciples

જો કે ઈસુના શિષ્યો પણ લગભગ સાંભળનારા ટોળાનો ભાગ હતા, તોપણ છેલ્લો ભાગ ફરોશીઓ અને શાસ્ત્રીઓ પર નિર્દેશિત કરવામાં આવ્યો હતો.

There was a certain rich man

આ દ્રષ્ટાંતમાં એક નવા પાત્રને રજૂ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-participants)

he was reported to him

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: લોકોએ શ્રીમંત વ્યક્તિને જાણ કરી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

wasting his possessions

મૂર્ખતાપૂર્વક શ્રીમંત વ્યક્તિની સંપત્તિનું સંચાલન કરતો હતો

Luke 16:2

What is this that I hear about you?

શ્રીમંત વ્યક્તિ કારભારીને ઠપકો આપવા માટે એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: તું જે કરી રહ્યો છે તે મેં સાંભળ્યું છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Give an account of your management

બીજાને આપવા માટે તારો હેવાલ તૈયાર કર અથવા ""તેં મારા નાણાં વિશે લખેલો અહેવાલ તૈયાર કર

Luke 16:3

What should I do ... the management job from me?

કારભારી તેના વિકલ્પોની સમીક્ષાના એક સાધન તરીકે, આ પ્રશ્ન પોતાને પૂછે છે. વૈકલ્પિક અનુવાદ: મારે શું કરવું જોઈએ તે માટે વિચારવું જોઈએ ... નોકરી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

my master

તે શ્રીમંત વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. કારભારી ગુલામ ન હતો. વૈકલ્પિક અનુવાદ: ""મારો નિયોજક

I am not strong enough to dig

હું જમીન ખોદવા માટે એટલો મજબૂત નથી અથવા ""હું ખોદવા માટે સમર્થ નથી

Luke 16:4

when I am removed from my management job

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: જ્યારે હું મારી સંચાલન કરવાની નોકરી ગુમાવીશ અથવા જ્યારે મારો માલિક મારી સંચાલન કરવાની નોકરી છીનવી લેશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

people will welcome me into their houses

આ સૂચવે છે કે તેને જીવવા માટે જે નોકરી અથવા અન્ય વસ્તુઓની જરૂર પડશે તે એ લોકો પૂરી પાડશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 16:5

the debters of his master

એવા લોકો કે જેઓ તેના માલિકના દેવામાં હતા અથવા તે લોકો કે જેમને તેના માલિકનું દેવું હતું. આ વાર્તામાં દેવાદારોને જૈતૂન તેલ અને ઘઉંનું દેવું હતું.

Luke 16:6

He said ... He said to him

દેવાદાર બોલ્યો ... કારભારીએ દેવાદારને કહ્યું

A hundred baths of olive oil

આ લગભગ 3,000 લિટર જૈતૂન તેલ હતું. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-bvolume)

a hundred ... fifty

100 ... 50 (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-numbers)

Take your bill

બિલ"" એ કાગળનો ટુકડો છે જે જણાવે છે કે કોઈને કેટલુ દેવું છે.

Luke 16:7

Then he said to another ... He said ... He said to him

કારભારીએ બીજા દેવાદારને કહ્યું ... દેવાદારે કહ્યું ... કારભારીએ દેવાદારને કહ્યું

A hundred cors of wheat

તમે આને આધુનિક માપદંડમાં રૂપાંતરિત કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: વીસ હજાર લિટર ઘઉં અથવા ઘઉંની એક હજાર ટોપલીઓ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-bvolume)

write eighty

ઘઉંના એંસી માપ લખ. તમે આને આધુનિક માપદંડમાં રૂપાંતરિત કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: સોળ હજાર લિટર લખ અથવા ""આઠસો ટોપલીઓ લખ

eighty

80 (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-numbers)

Luke 16:8

Connecting Statement:

ઈસુએ માલિક અને તેના દેવાદારોના કારભારી વિશેનું દ્રષ્ટાંત કહેવાનું પૂર્ણ કરે છે. કલમ 9 માં, ઈસુ તેમના શિષ્યોને શીખવવાનું ચાલુ રાખે છે.

Then the master commended

કારભારીના કાર્ય અંગે માલિકને કેવી રીતે ખબર પડી એ લખાણ જણાવતું નથી.

commended

પ્રશંસા કરી અથવા સારી રીતે વાત કરી અથવા ""માન્ય કર્યું

he had acted shrewdly

તે ચાલાકીપૂર્વક વર્ત્યો હતો અથવા ""તેણે સમજદાર બાબત કરી હતી

the sons of this age

એ તે અન્યાયી કારભારી જેવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓને ઈશ્વરને જાણતા નથી અથવા તેમની કોઈ પરવા કરતાં નથી. વૈકલ્પિક અનુવાદ: આ જગતના લોકો અથવા ""દુન્યવી લોકો

the sons of light

અહીં પ્રકાશ એ સર્વ ઈશ્વરીય બાબતોનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વરના લોકો અથવા ઈશ્વર પરાયણ લોકો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Luke 16:9

I say to you

હું ઈસુનો ઉલ્લેખ કરે છે. હું તમને કહું છું શબ્દસમૂહ વાર્તાના અંતને ચિહ્નિત કરે છે અને હવે ઈસુ લોકોને કહે છે કે વાર્તાને તેમના જીવનમાં કેવી રીતે લાગુ કરવી.

make friends for yourselves by means of unrighteous wealth

અહીં કેન્દ્ર એ અન્ય લોકોની સહાય માટે નાણાંનો ઉપયોગ કરવો તેના પર છે. વૈકલ્પિક અનુવાદ: ""લોકોને સાંસારિક સંપત્તિ વડે મદદ કરીને તમારા મિત્રો બનાઓ

by means of unrighteous wealth

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ઈસુ જ્યારે નાણાંને અન્યાયી કહે છે કારણ કે તેનું કોઈ શાશ્વત મૂલ્ય નથી ત્યારે તેઓ અત્યુક્તિભર્યા શબ્દનો પ્રયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: નાણાંનો ઉપયોગ કરીને કે જેનું કોઈ શાશ્વત મૂલ્ય નથી અથવા દુન્યવી નાણાંનો ઉપયોગ કરીને અથવા 2) ઈસુ જ્યારે નાણાંને અન્યાયી કહે છે ત્યારે તેઓ ઉપનામનો ઉપયોગ કરે છે કારણ કે લોકો તેને કેટલીકવાર કમાય છે અથવા તેનો અન્યાયી રીતે ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: તમે અપ્રમાણિક રીતે કમાયેલા નાણાંના પણ ઉપયોગ દ્વારા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-hyperbole)

they may receive

આ ઉલ્લેખ કરતું હોઈ શકે 1) સ્વર્ગમાં ઈશ્વર, કે જેઓ પ્રસન્ન છે કે તમે લોકોની મદદ કરવા માટે નાણાંનો ઉપયોગ કર્યો, અથવા 2) તમારા નાણાંથી તમે જે મિત્રોની મદદ કરી .

eternal dwellings

તે સ્વર્ગનો ઉલ્લેખ કરે છે, જ્યાં ઈશ્વર રહે છે.

Luke 16:10

He who is faithful ... is also faithful ... he who is unrighteous ... is also unrighteous

લોકો કે જેઓ વિશ્વાસુ છે ... વિશ્વાસુ પણ હોય છે ... લોકો કે જેઓ અન્યાયી છે ... અન્યાયી પણ હોય છે. આ સ્ત્રીઓનો પણ સમાવેશ કરશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-gendernotations)

is faithful in very little

નાની વસ્તુઓ વડે પણ વફાદાર. ધ્યાન રાખો કે તેઓ ખૂબ વિશ્વાસુ નથી એવો તેનો અર્થ ન થાય.

is unrighteous in very little

નાની વસ્તુઓમાં પણ અન્યાયી. ધ્યાન રાખો કે તેઓ વારંવાર અન્યાયી નથી એવો તેનો અર્થ ન થાય.

Luke 16:11

unrighteous wealth

તમે લુક 16:9 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ઈસુ જ્યારે નાણાંને અન્યાયી કહે છે ત્યારે તેઓ ઉપનામનો ઉપયોગ કરે છે કારણ કે લોકો તેને કેટલીકવાર કમાય છે અથવા અન્યાયી રીતે તેનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: તે નાણાં પણ જેને તમે અન્યાયી રીતે કમાયા હતા અથવા 2) ઈસુ જ્યારે નાણાંને અન્યાયી કહે છે કારણ કે તેનું કોઈ શાશ્વત મૂલ્ય નથી ત્યારે તેઓ અત્યુક્તિભર્યા શબ્દનો પ્રયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: નાણાંનો ઉપયોગ કરીને કે જેનું કોઈ શાશ્વત મૂલ્ય નથી અથવા દુન્યવી નાણાંનો ઉપયોગ કરીને (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-hyperbole)

who will entrust true wealth to you?

લોકોને શીખવવા સારું ઈસુ એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: સાચી સંપત્તિ માટે કોઈ તમારા પર વિશ્વાસ કરશે નહિ. અથવા કારભાર કરવા માટે કોઈ તમને સાચી સંપત્તિ આપશે નહિ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

true wealth

આ તે સંપત્તિનો ઉલ્લેખ કરે છે જે નાણાં કરતાં વધુ યથાર્થ, વાસ્તવિક અથવા સ્થાયી છે.

Luke 16:12

who will give to you that which is your own?

ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ લોકોને શીખવવા માટે કરે છે. વૈકલ્પિક અનુવાદ: કોઈ તમને તમારા માટે સંપત્તિ આપશે નહિ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Luke 16:13

No servant can

ચાકર કરી શકે નહિ

serve two masters

તે ગર્ભિત છે કે તે ""એક જ સમયે બે જુદા જુદા માલિકની સેવા કરી શકશે નહિ

for either he will hate ... or else he will be devoted

આ બંને કલમો આવશ્યક રીતે એકસમાન છે. એકમાત્ર નોંધપાત્ર તફાવત એ છે કે પ્રથમ કલમમાં પહેલા માલિકને નફરત કરવામાં આવે છે, પરંતુ બીજી કલમમાં બીજા માલિકને નફરત કરવામાં આવે છે.

he will hate

ચાકર ધિક્કાર કરશે

he will be devoted to one

એકને ખૂબ પ્રબળ રીતે પ્રેમ કરો

despise the other

બીજાનો તિરસ્કાર કરો અથવા ""બીજાને ધિક્કાર કરો

despise

આનો અર્થ અગાઉની કલમમાંના નફરત સમાન જ છે.

You cannot serve

ઈસુ લોકોના સમૂહ સાથે વાત કરી રહ્યા હતા, તેથી જે ભાષાઓમાં તમે નું બહુવચન હોય તે તેનો ઉપયોગ કરી શકશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

Luke 16:14

General Information:

તે ઈસુના શિક્ષણમાં વિરામ છે, કેમ કે કલમ 14 એ ફરોશીઓએ કેવી રીતે ઈસુની મજાક ઉડાવી તે વિશેની પૃષ્ઠભૂમિની માહિતી આપણને જણાવે છે. કલમ 15 માં, ઈસુ શીખવવાનું ચાલુ રાખે છે અને ફરોશીઓને પ્રત્યુત્તર આપે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

Now

આ શબ્દ પૃષ્ઠભૂમિની માહિતીના બદલાણને ચિહ્નિત કરે છે.

who were lovers of money

જેઓએ નાણાં રાખવાનું પસંદ કર્યું અથવા ""જેઓ નાણાં માટે ખૂબ લોભી હતા

they ridiculed him

ફરોશીઓએ ઈસુની મજાક ઉડાવી

Luke 16:15

So he said to them

અને ઈસુએ ફરોશીઓને કહ્યું

You are those who justify yourselves in the sight of men

તમે લોકોને પોતાને સારા દેખાડવાનો પ્રયત્ન કરો છો

but God knows your hearts

અહીં હૃદયો એ લોકોની ઇચ્છાઓને સૂચવે છે. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વર તમારી સાચી ઇચ્છાઓને સમજે છે અથવા ઈશ્વર તમારા હેતુઓ જાણે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

That which is exalted among men is detestable in the sight of God

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તે બાબતો જે માણસોને લાગે છે કે તે ખૂબ મહત્વની છે તે બાબતોને ઈશ્વર ધિક્કારે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 16:16

The law and the prophets

આ તે સમય સુધી લખાયેલા ઈશ્વરના સર્વ શબ્દનો ઉલ્લેખ કરે છે.

were in effect until

અધિકાર હતો અથવા ""લોકોએ તેને આધીન થવાની જરૂર હતી

John

આ યોહાન બાપ્તિસ્તનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: યોહાન બાપ્તિસ્ત આવ્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

the gospel of the kingdom of God is preached

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: હું લોકોને ઈશ્વરના રાજ્યની સુવાર્તા વિશે શીખવી રહ્યો છું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

everyone tries to force their way into it

એ તે લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ ઈસુના શિક્ષણને સાંભળી અને સ્વીકારી રહ્યા હતા. વૈકલ્પિક અનુવાદ: ""ઘણા લોકો તેમાં પ્રવેશ પામે માટે જે સઘળું કરી શકે તે કરી રહ્યા છે

Luke 16:17

But it is easier for heaven and earth to pass away than for one stroke of a letter of the law to become invalid

આ તફાવતને વિપરીત ક્રમમાં ગોઠવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""નિયમશાસ્ત્રની સૌથી નાની માત્રા પણ સ્વર્ગ અને પૃથ્વીના અસ્તિત્વ કરતાં પણ લાંબો સમય સુધી રહેશે

than for one stroke of a letter

એક માત્રા એ પત્રનો સૌથી નાનો ભાગ છે. તે નિયમશાસ્ત્રની એવી કોઈ બાબતનો ઉલ્લેખ કરે છે જે બિનમહત્વપૂર્ણ લાગી શકે છે. વૈકલ્પિક અનુવાદ: તે કરતાં નિયમશાસ્ત્રની સૌથી નાની વિગત માટે પણ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

to become invalid

અદૃશ્ય અથવા ""અસ્તિત્વમાં ન હોવું

Luke 16:18

Everyone who divorces his wife

કોઈપણ જે તેની પત્નીને છૂટાછેડા આપે છે અથવા ""કોઈ પણ વ્યક્તિ જે તેની પત્નીને છૂટાછેડા આપે છે

commits adultery

વ્યભિચાર માટે દોષિત છે

he who marries one who is divorced

કોઈ પણ પુરુષ કે જે સ્ત્રી સાથે લગ્ન કરે છે

Luke 16:19

General Information:

આ કલમો ઈસુ ધનવાન માણસ અને લાજરસ વિશે જે વાર્તા કહેવાની શરૂ કરે છે તે વિશે પૃષ્ઠભૂમિની માહિતી આપે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

Connecting Statement:

જેમ ઈસુ લોકોને શીખવવાનું ચાલુ રાખે છે તેમ તેઓ એક વાર્તા કહેવાની શરૂઆત કરે છે. તે એક ધનવાન માણસ અને લાજરસ વિશેની છે.

Now

આ ઈસુની વાતમાં ફેરફારને ચિહ્નિત કરે છે કારણ કે તેઓ વાર્તા કહેવાની શરૂઆત કરે છે જે લોકોને સમજવામાં મદદ કરશે કે તે તેઓને શું શીખવે છે.

a certain rich man

ઈસુની વાર્તામાં આ શબ્દસમૂહ એક વ્યક્તિનો પરિચય કરાવે છે. તે સ્પષ્ટ નથી કે શું આ એક વાસ્તવિક વ્યક્તિ છે અથવા તે કોઈ વાર્તામાંની વ્યક્તિ છે જે ઈસુએ કોઈ મુદ્દો જણાવવા માટે કહે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-participants)

he was clothed in purple and fine linen

જે કિરમજી રંગના ઝીણાં વસ્ત્ર પહેરતો હતો અથવા જે ખૂબ કિંમતી વસ્ત્રો પહેરતો હતો. જાંબલી રંગ અને સુતરાઉ કાપડ ખૂબ કિંમતી હતા.

celebrating every day in splendor

દરરોજ કિંમતી ખોરાક ખાઈને આનંદ કરતો હતો અથવા ""વધુ નાણાં ખર્ચતો અને જે ઇચ્છે તે ખરીદતો હતો

Luke 16:20

a certain poor man named Lazarus was laid at his gate

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: લોકો તેના દરવાજા આગળ લાજરસ નામના એક ભિખારીને રાખતા હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive અને /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

a certain poor man named Lazarus

આ શબ્દસમૂહ ઈસુની વાર્તામાં બીજી વ્યક્તિનો પરિચય કરાવે છે. તે સ્પષ્ટ નથી કે આ કોઈ વાસ્તવિક વ્યક્તિ છે અથવા તે કોઈ વાર્તામાંની એક એવી વ્યક્તિ છે જેનો ઈસુએ કોઈ મુદ્દો જણાવવા માટે ઉલ્લેખ કર્યો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-participants)

at his gate

શ્રીમંતના ઘરના દરવાજા પર અથવા ""ધનવાન માણસની સંપત્તિના પ્રવેશદ્વાર પર

covered with sores

તેના આખા શરીરે ફોલ્લા સાથે

Luke 16:21

longing to eat from what was falling

ઇચ્છતો હતો કે તે પડેલા ખોરાકના ટુકડાં ખાઈ શકે

Even the dogs were coming

અહીં પણ શબ્દ દર્શાવે છે કે જે હવે આવે છે તે લાજરસ વિશે અગાઉ જે કહેવામાં આવ્યું તેના કરતાં વધુ ખરાબ છે. વૈકલ્પિક અનુવાદ: આ ઉપરાંત, કૂતરાઓ આવ્યા અથવા ""હજુ ખરાબ, કૂતરાઓ આવ્યા

the dogs

યહૂદીઓ કૂતરાઓને અશુદ્ધ પ્રાણી ગણતા હતા. લાજરસ કૂતરાને તેના ફોલ્લાને ચાટતા અટકાવવા માટે પણ ખૂબ બીમાર અને નિર્બળ હતો.

Luke 16:22

Now it came about that

વાર્તામાં બનેલી ઘટનાને ચિહ્નિત કરવા માટે આ શબ્દસમૂહનો ઉપયોગ અહીં કરવામાં આવ્યો છે. જો તમારી ભાષામાં આમ કરવાની કોઈ રીત હોય, તો તમે તેનો ઉપયોગ અહીં કરી શકો છો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-newevent)

was carried away by the angels

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: દૂતો તેને લઈ ગયા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

to Abraham's side

આનો અર્થ એમ સૂચવે છે કે ગ્રીક શૈલીમાં ભોજનની ઉજવણીમાં, ઇબ્રાહિમ અને લાજરસ એક બીજાની સાથે અઢેલીને આરામથી બેઠા હતા. શાસ્ત્રોમાં ઘણીવાર ઉજવણીના વિચાર દ્વારા સ્વર્ગમાં આનંદની રજૂઆત કરવામાં આવી છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

was buried

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: લોકોએ તેને દફનાવી દીધો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 16:23

at his side

તેનો અર્થ એમ સૂચવે છે કે ગ્રીક શૈલીમાં ભોજનની ઉજવણીમાં, ઇબ્રાહિમ અને લાજરસ એક બીજાની સાથે અઢેલીને આરામથી બેઠા હતા. શાસ્ત્રોમાં ઘણીવાર ઉજવણીના વિચાર દ્વારા સ્વર્ગમાં આનંદની રજૂઆત કરવામાં આવી છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

in Hades, being in torment

તે હાદેસમાં ગયો, જ્યાં, ભયંકર વેદના ભોગવી રહ્યો હતો

he lifted up his eyes

આ રૂઢિપ્રયોગનો અર્થ તેણે ઉપર જોયું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Luke 16:24

he cried out and said

ધનવાન માણસે કહેવા માટે મોટેથી બૂમ પાડી અથવા ""તેણે ઇબ્રાહિમને પોકાર કર્યો

Father Abraham

ઇબ્રાહિમ ધનવાન માણસ સહિત સર્વ યહૂદીઓનો પૂર્વજ હતો.

have mercy on me

કૃપા કરી મારા પર દયા કરો અથવા ""કૃપા કરીને મારા પર દયા કરો

and send Lazarus

લાજરસ મોકલીને અથવા ""અને લાજરસને મારી પાસે આવવા કહો

he may dip the tip of his finger

આ એકદમ નાની વિનંતીને સૂચવે છે. વૈકલ્પિક અનુવાદ: ""તે તેની આંગળીનું ટેરવું ભીનું કરી શકે છે

I am in anguish in this flame

હું આ બળતામાં ભયંકર વેદના પામું છું અથવા ""આ અગ્નિમાં હું ખૂબ જ પીડાઈ રહ્યો છું

Luke 16:25

Child

ધનવાન માણસ ઇબ્રાહિમના વંશજમાંનો એક હતો.

good things

સારી વસ્તુઓ અથવા ""સુખદ વસ્તુઓ

in like manner evil things

તે જ રીતે દુષ્ટ વસ્તુઓ પ્રાપ્ત થઈ અથવા ""તેવી જ રીતે પ્રાપ્ત થયેલી વસ્તુઓ કે જેણે તેને પીડા આપી

in like manner

આ તે વાસ્તવિકતાનો ઉલ્લેખ કરે છે કે જ્યારે તેઓ બંને પૃથ્વી પર હતા ત્યારે તેઓને કંઈક મળ્યું હતું. તે એમ નથી કહેતું કે તેઓને જે મળ્યું તે એકસમાન હતું. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે તે પ્રાપ્ત કરીને જીવી રહ્યો હતો ત્યારે

he is comforted here

તે અહીં આરામદાયી અવસ્થામાં છે અથવા ""તે અહીં ખુશ છે

are in agony

વેદના

Luke 16:26

Besides all these things

આ કારણ ઉપરાંત

a great chasm has been put in place

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વરે તમારી અને અમારી વચ્ચે એક વિશાળ ખાઈ મૂકી છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

a great chasm

એક ઢાળવાળી, ઊંડી અને વિશાળ ખાઈ અથવા મોટું વિભાજન અથવા ""વિશાળ ખાઈ

those who want to cross over ... are not able

તે લોકો જેઓ ખાઈને પાર કરવા માગે છે ... કરી શકતા નથી અથવા ""જો કોઈને પાર કરવું હોય તો ... તે કરી શકતો નથી

Luke 16:28

in order that he might warn them

તેથી લાજરસ તેમને ચેતવણી આપે

this place of torment

આ સ્થાન જ્યાં અમે ત્રાસ સહન કરીએ છીએ અથવા આ સ્થાન જ્યાં અમે ભયંકર વેદના સહન કરીએ છીએ.

Luke 16:29

Connecting Statement:

ઈસુએ ધનવાન વ્યક્તિ અને લાજરસ વિશે વાર્તા કહેવાનું પૂર્ણ કરે છે.

They have Moses and the prophets

તે ગર્ભિત છે કે ઇબ્રાહિમે ધનવાન વ્યક્તિના ભાઈઓ પાસે લાજરસને મોકલવાની ના પાડી. આ કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ના, હું તે કરીશ નહિ, કારણ કે તારા ભાઈઓ પાસે મૂસા અને પ્રબોધકોએ અગાઉથી જે લખ્યું હતું તે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Moses and the prophets

આ તેમના લખાણોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: મૂસા અને પ્રબોધકોએ જે લખ્યું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

let them listen to them

તારા ભાઈઓએ મૂસા અને પ્રબોધકો પર ધ્યાન આપવું જોઈએ

Luke 16:30

if someone would go to them from the dead

આ એવી પરિસ્થિતિનું વર્ણન કરે છે જે બની નથી, પરંતુ તે ધનવાન વ્યક્તિ ઇચ્છતો હતો કે એમ બને. વૈકલ્પિક અનુવાદ: જો મૃત્યુ પામનાર વ્યક્તિ તેમની પાસે જાય તો અથવા જો કોઈ મૃત્યુ પામ્યું હોય તે તેમને ચેતવણી આપે તો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hypo)

from the dead

જે મૃત્યુ પામ્યા છે તે સર્વ લોકોમાંથી. આ અભિવ્યક્તિ સર્વ પાતાળલોકમાંના મૃત લોકોનું એક સાથે વર્ણન કરે છે.

Luke 16:31

If they do not listen to Moses and the prophets

અહીં મૂસા અને પ્રબોધકો તેઓએ લખેલી બાબતોને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: જો તેઓ મૂસા અને પ્રબોધકોએ જે લખ્યું તેના પર ધ્યાન આપતા નથી તો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

neither will they be persuaded if someone would rise from the dead

ઇબ્રાહિમ જણાવે છે કે જો કાલ્પનિક પરિસ્થિતિ ઉભી થાય તો શું થશે. તેને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: મૃત્યુ પામેલામાંથી પાછો આવનાર કોઈપણ વ્યક્તિ તેમને મનાવી શકશે નહિ અથવા જો કોઈ વ્યક્તિ મૃત્યુમાંથી પાછો આવે તો પણ તેઓ માનશે નહિ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hypo અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

would rise from the dead

મૃત્યુ પામેલામાંથી"" શબ્દો અધોલોકમાંના સર્વ મૃત લોકોની વાત કરે છે. તેમની વચ્ચેથી ઉઠવું એટલે ફરીથી સજીવન થવું.