Luke 15

લૂક 15 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

ઉડાઉ દીકરાનું દ્રષ્ટાંત

લૂક 15:11-32 ઉડાઉ દીકરાનું દ્રષ્ટાંત છે. મોટા ભાગના લોકો વિચારે છે કે વાર્તામાંના પિતા ઈશ્વર (પિતા) ને રજૂ કરે છે, પાપી નાનો દીકરો જેઓ પસ્તાવો કરે છે આને ઈસુ પરના વિશ્વાસમાં આવે છે તેઓને રજૂ કરે છે, અને સ્વ-ન્યાયી મોટો દીકરો ફરોશીઓને રજૂ કરે છે. વાર્તામાં મોટો દીકરો એ પિતા પર ગુસ્સે થાય છે કેમ કે પિતાએ નાના દીકરાના પાપને ક્ષમા કરી દીધા, અને તે પિતાએ આપેલ મિજબાનીમાં જશે નહિ કારણ કે નાના દીકરાએ પસ્તાવો કર્યો હતો. આ એટલા માટે હતું કારણ કે ઈસુ જાણતા હતા કે ફરોશીઓ ચાહતા હતા કે ઈશ્વર એવું વિચારે કે તેઓ જ એકલા સારા હતા અને બીજા લોકોના પાપોને ક્ષમા ન કરે. તેઓ તેમને શીખવી રહ્યા હતા કે તેઓ ક્યારેય ઈશ્વરના રાજ્યના ભાગીદાર બનશે નહિ કારણ કે તેઓએ એ પ્રમાણે વિચાર્યું. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#sin અને /WA-Catalog/gu_tw?section=kt#forgive અને /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

પાપીઓ

જ્યારે ઈસુના સમયના લોકો પાપીઓ વિશે બોલતા, ત્યારે તેઓ એવા લોકો વિશે વાત કરતાં જેઓ મૂસાનું નિયમશાસ્ત્ર પાળતા નહોતા અને ચોરી તથા વ્યભિચાર જેવા પાપો કરતાં હતા. પરંતુ ઈસુએ ત્રણ દ્રષ્ટાંતો (લૂક 15:4-7, લૂક 15:8-10, અને લૂક 15:11-32) એ શીખવવા કહ્યા કે જે લોકો માને કે તેઓ પાપીઓ છે અને જેઓ પસ્તાવો કરે છે તેઓ એ લોકો છે જેઓ ખરેખર ઈશ્વરને પ્રસન્ન કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#sin અને /WA-Catalog/gu_tw?section=kt#repent અને /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)

Luke 15:1

General Information:

આપણે એ જાણતા નથી કે આ ક્યાં બન્યું હતું; તે સામાન્ય રીતે એક દિવસે થાય છે જ્યારે ઈસુ શિક્ષણ આપતા હોય છે.

Now

આ નવી ઘટનાની શરૂઆતને ચિહ્નિત કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-newevent)

all the tax collectors

તે અતિશયોક્તિભર્યું છે કે ત્યાં ઘણા લોકો હતા. વૈકલ્પિક અનુવાદ: ઘણા દાણીઓ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hyperbole)

Luke 15:2

This man receives

આ વ્યક્તિ પાપીઓને પોતાની હજુરમાં આવવા દે છે અથવા ""આ વ્યક્તિ પાપીઓ સાથે જોડાયેલો છે

This man

તેઓ ઈસુ વિશે વાત કરી રહ્યા હતા.

even eats with them

પણ"" શબ્દ દર્શાવે છે કે તેઓ વિચારતા હતા કે તે ખરાબ હતું કે ઈસુ પાપીઓને પોતાની પાસે આવવા દે છે, પરંતુ તે અતિ ખરાબ છે કે તે તેઓ સાથે જમે છે.

Luke 15:3

General Information:

ઈસુ કેટલાક દ્રષ્ટાંતો કહેવાના શરૂ કરે છે. આ દ્રષ્ટાંતો એવી બાબતો વિશેની કાલ્પનિક પરિસ્થિતિઓ છે જેનો કોઈપણ અનુભવ કરી શકે છે. તેઓ કોઈ ખાસ લોકો વિશે નથી. પ્રથમ દ્રષ્ટાંત જો કોઈનું એક ઘેટું ખોવાઈ જાય તો તે વ્યક્તિ શું કરશે તે વિશે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables અને /WA-Catalog/gu_tm?section=translate#figs-hypo)

to them

અહીં તેમને ધર્મગુરુઓનો ઉલ્લેખ કરે છે.

Luke 15:4

Which man among you ... will not leave ... until he finds it?

ઈસુ લોકોને યાદ અપાવવા માટે એક પ્રશ્નનો ઉપયોગ કરે છે કે જો કોઈ પોતાના ઘેટાંઓમાંથી એકને ગુમાવે તો તેઓ નિશ્ચિતપણે તેની શોધ કરશે. વૈકલ્પિક અનુવાદ: તમે દરેક ... ચોક્કસપણે ત્યાંથી જશો ... જ્યાં સુધી તે તેને શોધે નહિ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Which man among you, having a hundred sheep

જોકે દ્રષ્ટાંત તમારામાંનું કોણ થી શરૂ થાય છે, કેટલીક ભાષાઓ તેને બીજી વ્યક્તિના સર્વનામમાં આ દ્રષ્ટાંતને ચાલુ રાખશે. વૈકલ્પિક અનુવાદ: જો તમારી પાસે સો ઘેટાં હોય તો તમારામાંનું કોણ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

hundred ... ninety-nine

100 ... 99 (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-numbers)

Luke 15:5

lays it across his shoulders

આ રીતે એક ઘેટાંપાળક ઘેટાંને ઊંચકે છે. આ કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તેને ઘરે લઈ જવા માટે તેને પોતાના ખભા પર ઊંચકે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 15:6

When he comes to the house

જ્યારે ઘેટાંનો માલિક ઘરે આવે છે અથવા જ્યારે તમે ઘરે આવો. અગાઉની કલમમાં તમે જે પ્રમાણે ઘેટાંના માલિકનો ઉલ્લેખ કર્યો હોય તે પ્રમાણે તેનો ઉલ્લેખ કરો.

Luke 15:7

even so

તે જ રીતે અથવા ""ઘેટાંપાળક અને તેના મિત્રો અને પડોશીઓ આનંદ કરશે

there will be joy in heaven

સ્વર્ગમાં દરેક જણ આનંદ કરશે

ninety-nine righteous people who have no need of repentance

ઈસુએ કટાક્ષનો ઉપયોગ કરીને કહે છે કે ફરોશીઓ એમ વિચારીને ખોટા છે કે તેઓએ પસ્તાવો કરવાની જરૂર નથી. આ વિચારને વ્યક્ત કરવાની તમારી ભાષામાં અલગ રીત હોઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: તમારા જેવા નવ્વાણુ વ્યક્તિઓ, જેમને લાગે છે કે તેઓ ન્યાયી છે અને પસ્તાવો કરવાની જરૂર નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hyperbole)

ninety-nine

99 (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-numbers)

Luke 15:8

Connecting Statement:

ઈસુ બીજુ દ્રષ્ટાંત કહેવાની શરૂઆત કરે છે. તે 10 ચાંદીના સિક્કા ધરાવતી સ્ત્રી વિશેનું છે .

Or what woman ... would not light a lamp ... and seek diligently until she has found it?

ઈસુ લોકોને યાદ અપાવવા માટે એક પ્રશ્નનો ઉપયોગ કરે છે કે જો તેઓ કોઈ ચાંદીનો સિક્કો ગુમાવી દે, તો તેઓ નિશ્ચિતપણે તેની મહેનતથી શોધ કરશે. વૈકલ્પિક અનુવાદ: કોઈપણ સ્ત્રી ... ચોક્કસપણે દીવો પ્રગટાવશે ... અને જ્યાં સુધી તે ન મળે ત્યાં સુધી ખંતથી શોધશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

if she would lose

આ એક કાલ્પનિક પરિસ્થિતિ છે, અને વાસ્તવિક સ્ત્રી વિશેની વાર્તા નથી. કેટલીક ભાષાઓમાં તેને દર્શાવવાની રીતો હોઈ શકે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hypo)

Luke 15:10

In the same way

તે જ રીતે અથવા ""જેમ કે લોકો સ્ત્રી સાથે આનંદ કરશે

over one sinner who repents

જ્યારે એક પાપી પસ્તાવો કરે છે

Luke 15:11

Connecting Statement:

ઈસુ બીજું દ્રષ્ટાંત કહેવાનું શરૂ કરે છે. તે એક યુવાન વ્યક્તિ વિશે છે જે તેના પિતા પાસે તેના વારસોના ભાગ માગે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)

A certain man

આ દ્રષ્ટાંતમાં એક નવા પાત્રને રજૂ કરે છે. કેટલીક ભાષાઓ કહી શકે છે કે ત્યાં એક વ્યક્તિ હતો જે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-participants)

Luke 15:12

give me

દીકરો ઇચ્છતો હતો કે તેના પિતા તેને તે તરત જ આપે. જે ભાષાઓમાં આદેશાત્મક સ્વરૂપ હોય છે તેનો અર્થ એ કે તેઓ ઇચ્છે છે કે તે તરત જ થઈ જાય તેઓએ એ સ્વરૂપનો ઉપયોગ કરવો જોઈએ.

the portion of the wealth that falls to me

તમારી સંપત્તિનો તે ભાગ કે જે તમે જ્યારે મરણ પામો ત્યારે મારા માટે પ્રાપ્ત કરવાની યોજના કરી હતી

between them

તેના બે પુત્રો વચ્ચે

Luke 15:13

gathered everything together

તેની વસ્તુઓ ભરી અથવા ""તેની વસ્તુઓ તેના થેલામાં મૂકી

living recklessly

તેની ક્રિયાઓના પરિણામો વિશે વિચાર્યા વિના જીવવું અથવા ""જંગલી રીતે જીવવું

Luke 15:14

Now

આ શબ્દનો પ્રયોગ અહીં મુખ્ય વાર્તામાં વિરામ ચિહ્નિત કરવા માટે થયો છે. અહીં ઈસુ સમજાવે છે કે નાનો દીકરો કેવી રીતે પુષ્કળતાથી જરૂરિયાતમાં આવી ગયો.

a severe famine happened throughout that country

ત્યાં દુકાળ પડ્યો અને આખા દેશમાં પૂરતો ખોરાક ન હતો

to be in need

તેની જરૂરિયાતનો અભાવ અથવા ""પૂરતા પ્રમાણમાં ન હોવું

Luke 15:15

So he went

તે"" શબ્દ નાના દીકરાનો ઉલ્લેખ કરે છે.

hired himself out

સાથે નોકરી લીધી અથવા ""માટે કામ કરવાનું શરૂ કર્યું

one of the citizens of that country

તે દેશનો એક વ્યક્તિ

to feed pigs

વ્યક્તિના ભૂંડોને ખોરાક આપવા માટે

Luke 15:16

He was longing to eat

તે ખાઈ શકે તેવી ખૂબ ઇચ્છા કરી. તે સમજાય છે કે એ એટલા માટે કેમ કે તે ખૂબ ભૂખ્યો હતો. આ કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તે એટલો ભૂખ્યો હતો કે તેણે ખુશીથી ખાધું હશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

carob pods

તે કઠોળના છોડા જે કઠોળના ઝાડ પર ઉગે છે. વૈકલ્પિક અનુવાદ: શીંગો અથવા કઠોળના છોડા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-unknown)

Luke 15:17

when he had come to himself

આ રૂઢિપ્રયોગનો અર્થ એ છે કે તેને સમજાયું કે સત્ય શું હતું, કે તેણે ભયંકર ભૂલ કરી છે. વૈકલ્પિક અનુવાદ: તેની પરિસ્થિતિને સ્પષ્ટપણે સમજ્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

How many of my father's hired servants have more than enough bread

આ એક ઉદ્દગારવાચકનો ભાગ છે, અને પ્રશ્નાર્થનો નહિ. વૈકલ્પિક અનુવાદ: ""મારા પિતાના સર્વ ભાડે રાખેલા નોકરોને ખાવા માટે પૂરતા પ્રમાણમાં ખોરાક મળે છે

dying from hunger

આ લગભગ અતિશયોક્તિભર્યું નથી. જુવાન વ્યક્તિ ખરેખર ભૂખે મરતો હશે.

Luke 15:18

I have sinned against heaven

યહૂદી લોકો કેટલીકવાર ઈશ્વર શબ્દ કહેવાનું ટાળતા હતા અને તેને બદલે સ્વર્ગ શબ્દનો ઉપયોગ કરતાં હતા. વૈકલ્પિક અનુવાદ: મેં ઈશ્વર વિરુદ્ધ પાપ કર્યું છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Luke 15:19

I am no longer worthy to be called your son

હું તમારો દીકરો કહેવાવાને લાયક નથી. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તમે મને દીકરો કહો માટે હું લાયક નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

make me as one of your hired servants

મને કર્મચારી તરીકે નોકરી પર રાખો અથવા મને નોકરી પર રાખો અને હું તમારા નોકરોમાંનો એક થઈશ. આ વિનંતી છે, આદેશ નથી. જે પ્રમાણે યુએસટી મહેરબાની કરીને ઉમેરે છે તે પ્રમાણે કરવું મદદરૂપ થઈ શકે છે.

Luke 15:20

So he got up and went to his own father

તેથી તેણે એ દેશ છોડ્યો અને પાછો તેના પિતા પાસે જવા લાગ્યો. બીજું કંઈક જે પહેલા બન્યું તેને કારણે તેથી શબ્દ ઘટનાને ચિહ્નિત કરે છે. આ કિસ્સામાં, યુવકને જરૂર હતી અને તેણે ઘરે જવાનું નક્કી કર્યું હતું.

But while he was still far away

જ્યારે તે હજી તેના ઘરથી ખૂબ દૂર હતો અથવા ""જ્યારે તે હજી તેના પિતાના ઘરથી ખૂબ દૂર હતો

was moved with compassion

તેના પર દયા કરે છે અથવા ""તેને તેના હૃદયથી ખૂબ પ્રેમ કરે છે

fell upon his neck, and kissed him

પિતાએ આ તેના પુત્રને બતાવવા માટે કર્યું કે તેઓ તેના પર પ્રેમ કરે છે અને તેઓ આનંદિત છે કે દીકરો ઘરે આવી રહ્યો હતો. જો લોકો એવું માને કે માણસ પોતાના પુત્રને ગળે લગાવે અથવા તેને ભેટે અથવા ચુંબન કરે, એ વિચિત્ર અથવા ખોટું છે, તો તમે એ રીતને જે તમારી સંસ્કૃતિના પુરુષો તેમના પુત્રો પ્રત્યે પ્રેમ બતાવવા કરતાં હોય તેની સાથે બદલી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""તેનું સ્નેહથી સ્વાગત કર્યું

Luke 15:21

I have sinned against heaven

યહૂદી લોકો કેટલીકવાર ઈશ્વર શબ્દ કહેવાનું ટાળતા હતા અને તેને બદલે સ્વર્ગ શબ્દનો ઉપયોગ કરતાં હતા. તમે લૂક 15:18 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: મેં ઈશ્વર વિરુદ્ધ પાપ કર્યું છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

I am no longer worthy to be called your son

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. તમે લૂક 15:18 માં સમાન શબ્દસમૂહનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: તમે મને દીકરો કહો માટે હું લાયક નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 15:22

the best robe

ઘરમાંનો શ્રેષ્ઠ ઝભ્ભો. વૈકલ્પિક અનુવાદ: શ્રેષ્ઠ અંગરખો અથવા ""શ્રેષ્ઠ વસ્ત્ર

put a ring on his hand

વીંટી એ અધિકારની નિશાની હતી જે પુરુષો તેમની આંગળીઓમાંથી એક પર પહેરતા હતા.

sandals

તે સમયના શ્રીમંત લોકો ચંપલ પહેરતા હતા. જો કે, ઘણી સંસ્કૃતિઓમાં આધુનિક સમકક્ષ જૂતા હશે.

Luke 15:23

fattened calf

વાછરડું એક યુવાન ગાય છે. લોકો તેમના એક વાછરડાને વિશેષ ખોરાક આપતા જેથી તે સારી રીતે વૃદ્ધિ પામે અને પછી જ્યારે તેઓને ખાસ પર્વની ઇચ્છા થાય ત્યારે તેઓ તે વાછરડાને આરોગતા. વૈકલ્પિક અનુવાદ: શ્રેષ્ઠ વાછરડું અથવા તે યુવાન પ્રાણી જેને આપણે હૃષ્ટપુષ્ટ બનાવી રહ્યા છીએ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

kill it

તેઓએ માંસને રાંધવાનું હતું તે ગર્ભિત માહિતીને સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તેને મારી નાખો અને તેની રસોઇ બનાઓ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 15:24

this son of mine was dead, and now is alive

આ રૂપક ચાલ્યા ગયેલા પુત્ર વિશે એવી રીતે જણાવે છે જાણે કે તે મૃત્યુ પામ્યો હોય. વૈકલ્પિક અનુવાદ: તે એના જેવુ છે જાણે મારો પુત્ર મૃત્યુ પામ્યો હતો અને ફરીથી જીવંત થયો છે અથવા મને લાગ્યું કે મારો પુત્ર મૃત્યુ પામ્યો હતો, પરંતુ તે હવે જીવંત થયો છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

he was lost, and now is found

આ રૂપક ચાલ્યા ગયેલા પુત્ર વિશે એવી રીતે જણાવે છે જાણે તે ખોવાઈ ગયો હોય. વૈકલ્પિક અનુવાદ: એવું લાગે છે કે મારો પુત્ર ખોવાઈ ગયો હતો અને હવે મેં તેને શોધી કાઢ્યો છે અથવા મારો પુત્ર ખોવાઈ ગયો હતો અને ઘરે પાછો આવ્યો છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Luke 15:25

Now

આ શબ્દનો ઉપયોગ અહીં મુખ્ય વાર્તામાં વિરામને ચિહ્નિત કરવા માટે થયો છે. અહીં ઈસુ મોટા પુત્ર વિશે વાર્તાનો નવો ભાગ કહેવાનું શરૂ કરે છે.

in the field

તે ગર્ભિત છે કે તે ખેતરમાં હતો કેમ કે તે ત્યાં કામ કરી રહ્યો હતો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 15:26

one of the servants

અહીં જે શબ્દ નોકર તરીકે અનુવાદિત થયો છે તે સામાન્ય રીતે છોકરા તરીકે અનુવાદ થાય છે. તે સૂચવે છે કે નોકર ખૂબ જ યુવાન હતો.

what these things might be

શું થઈ રહ્યું હતું

Luke 15:27

the fattened calf

વાછરડું એક યુવાન ગાય છે. લોકો તેમના એક વાછરડાને વિશેષ ખોરાક આપતા જેથી તે સારી રીતે વૃદ્ધિ પામે અને પછી જ્યારે તેઓને ખાસ પર્વની ઇચ્છા થાય, ત્યારે તેઓ તે વાછરડાને આરોગતા. તમે લૂક 15:23 માં આ શબ્દસમૂહનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: શ્રેષ્ઠ વાછરડું અથવા તે યુવાન પ્રાણી જેને આપણે હૃષ્ટપુષ્ટ બનાવી રહ્યા છીએ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 15:29

these many years

ઘણા વર્ષોથી

I slaved for you

મેં તમારા માટે ખૂબ સખત મહેનત કરી અથવા ""મેં તમારા માટે ગુલામ જેટલી મહેનત કરી

never broke a rule of yours

ક્યારેય તમારા આજ્ઞાઓનો અનાદર ન કર્યો અથવા ""તમે મને જે કરવાનું કહ્યું તે હંમેશા કર્યું

a young goat

એક યુવાન બકરી ચરબીવાળા વાછરડા કરતાં નાની અને ઓછી ખર્ચાળ હતી. વૈકલ્પિક અનુવાદ: એક યુવાન બકરી પણ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 15:30

this son of yours

તે તમારો પુત્ર. મોટો દીકરો તેના ભાઈને આ રીતે સંબોધે છે જે બતાવે છે કે તે કેટલો ગુસ્સે છે.

who has devoured your living

ખોરાક એ નાણાં માટેનું એક રૂપક છે. કોઈક ખોરાક લે પછી, ખોરાક ત્યાં રહેતો નથી અને ત્યાં ખાવા માટે કંઈ રહેતું નથી. ભાઈને જે નાણાં મળ્યા હતા તે હવે ત્યાં ન હતા અને ખર્ચ કરવા માટે પણ વધુ નહોતું. વૈકલ્પિક અનુવાદ: તમારી સર્વ સંપત્તિ વેડફી દીધી અથવા તમારા સર્વ નાણાં ફેંકી દીધા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

with prostitutes

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) તેણે ધાર્યું કે આ રીતે તેના ભાઈએ નાણાં ખર્ચ્યા હશે અથવા 2) દૂર દેશમાં તેના ભાઈની ક્રિયાઓના પાપીપણાની અતિશયોક્તિ માટે તે ગણિકાઓની વાત કરે છે (લૂક 15:13). (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hyperbole)

the fattened calf

વાછરડું એક યુવાન ગાય છે. લોકો તેમના એક વાછરડાને વિશેષ ખોરાક આપતા જેથી તે સારી રીતે વૃદ્ધિ પામે અને પછી જ્યારે તેઓને ખાસ પર્વની ઇચ્છા થાય ત્યારે તેઓ તે વાછરડાને આરોગતા. તમે લૂક 15:23 માં આ શબ્દસમૂહનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: શ્રેષ્ઠ વાછરડું અથવા તે યુવાન પ્રાણી જેને આપણે હૃષ્ટપુષ્ટ બનાવી રહ્યા છીએ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 15:31

Then the father said to him

તેને"" શબ્દ મોટા દીકરાનો ઉલ્લેખ કરે છે.

Luke 15:32

this brother of yours

પિતા મોટા દીકરાને યાદ અપાવતા હતા કે જે હમણાં ઘરે આવ્યો તે તેનો ભાઈ હતો.

this brother of yours was dead, and is now alive

આ રૂપક ચાલ્યા ગયેલા ભાઈ વિશે એવી રીતે જણાવે છે જાણે કે તે મૃત્યુ પામ્યો હોય. તમે લૂક 15:24 માં આ શબ્દસમૂહનુ અનુવાદ કેવી રીતે કર્યું તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: તે એના જેવુ હતું જાણે આ તારો ભાઈ મૃત્યુ પામ્યો હતો અને ફરીથી જીવંત થયો અથવા આ તારો ભાઈ મૃત્યુ પામ્યો હતો, પરંતુ હવે તે જીવંત છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

he was lost, and now is found

આ રૂપક ચાલ્યા ગયેલા પુત્ર વિશે એવી રીતે જણાવે છે જાણે તે ખોવાઈ ગયો હોય. તમે લૂક 15:24 માં આ શબ્દસમૂહનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: તે એના જેવુ છે જાણે તે ગુમ થઈ ગયો હતો અને હવે મેં તેને શોધી કાઢ્યો છે અથવા તે ગુમ થઈ ગયો હતો અને ઘરે પાછો ફર્યો છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)