Luke 7

લૂક 07 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક અનુવાદો વાંચવામાં સરળતા રહે માટે કવિતાની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં વધુ દૂર જમણી બાજુએ સુયોજિત કરે છે. યુએલટી 7:27 માં ટાંકેલી સામગ્રી સાથે આ પ્રમાણે કરે છે.

આ અધ્યાયમાં લૂક અનેક વખતે ફેરફારને ચિહ્નિત કર્યા વિના તેના મુદ્દાને બદલે છે. તમારે આ કામચલાઉ ફેરફારોને સરળ કરવા પ્રયત્ન કરવા જોઈએ નહિ.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

સૂબેદાર

સૂબેદાર કે જેણે ઈસુને તેના ચાકરને સાજો કરવા કહ્યું (લૂક 7:2) જે ઘણી અસામાન્ય બાબતો કરી રહ્યો હતો. એક રોમન સૈનિક લગભગ ક્યારેય કોઈપણ બાબત માટે યહૂદી પાસે જતો નહિ, અને મોટેભાગે ધનિક લોકો તેમના ચાકરો પર પ્રેમ કરતાં નહિ કે તેમની કાળજી રાખતા નહિ. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#centurion અને /WA-Catalog/gu_tw?section=kt#faith)

યોહાનનું બાપ્તિસ્મા

યોહાને લોકોનું બાપ્તિસ્મા એ દર્શાવવા કર્યું કે તે જેઓને બાપ્તિસ્મા આપી રહ્યો હતો તેઓ જાણતા હતા કે તેઓ પાપીઓ છે અને તેઓના પાપો માટે દિલગીર હતા. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#repent અને /WA-Catalog/gu_tw?section=kt#sin)

પાપીઓ

લૂક લોકોના જૂથને પાપીઓ તરીકે ઉલ્લેખ કરે છે. યહૂદી આગેવાનો આ લોકોને મૂસાના નિયમશાસ્ત્રથી નિરાશાજનક રીતે અજાણ માનતા હતા અને તેથી તેઓને પાપીઓ કહેતા હતા. હકીકતમાં, આગેવાનો જ પાપી હતા. આ સ્થિતિને વક્રોક્તિ તરીકે લઈ શકાય છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-irony)

પગ

પ્રાચીન સમયના પૂર્વ નજીકના લોકોના પગ ખૂબ ગંદા રહેતા હતા કેમ કે તેઓ ચંપલ પહેરતા હતા અને રસ્તાઓ તથા વાટ ધૂળવાળા તથા કાદવવાળા હતા. કેવળ ગુલામો જ બીજા લોકોના પગ ધોતા હતા. તે સ્ત્રી કે જેણે ઈસુના પગ ધોયા એ તેમને મોટું માન આપી રહી હતી.

આ અધ્યાયમાં અનુવાદને લગતી અન્ય સંભવિત મુશ્કેલીઓ

મનુષ્ય પુત્ર

આ અધ્યાયમાં ઈસુ મનુષ્ય પુત્ર તરીકે પોતાનો ઉલ્લેખ કરે છે (લૂક 7:34). તમારી ભાષા લોકોને પોતાની વિશે બોલવા પરવાનગી આપતી ન હોઈ શકે જેમ તેઓ બીજાઓ માટે બોલતા હોય. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#sonofman અને /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

Luke 7:1

General Information:

ઈસુ કફર-નહૂમમાં પ્રવેશ કરે છે જ્યાં ઈસુ સૂબેદારના ચાકરને સાજો કરે છે.

in the hearing of the people

સંભળાવવામાં"" રૂઢિપ્રયોગ ભારપૂર્વક જણાવે છે કે તેઓ ચાહતા હતા કે તેઓએ જે કહ્યું તે એ લોકો સાંભળે. વૈકલ્પિક અનુવાદ: જે લોકો તેમનું સાંભળી રહ્યા હતા તેઓને અથવા જે લોકો હાજર હતા તેઓને અથવા લોકો સાંભળે તે માટે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

he entered into Capernaum

આ વાર્તામાં એક નવી ઘટનાની શરૂઆત કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-newevent)

Luke 7:2

who was highly regarded by him

જેને સૂબેદાર મૂલ્યવાન ગણતો હતો અથવા ""જેનો તે આદર કરતો હતો

Luke 7:4

they asked him earnestly

તેમને વિનંતી કરી અથવા ""તેમને આગ્રહથી વિનંતી કરી

He is worthy

સૂબેદાર યોગ્ય છે

Luke 7:5

our nation

આપણા લોકો. આ યહૂદી લોકોનો ઉલ્લેખ કરે છે.

Luke 7:6

went on his way

સાથે ગયા

When he was not far from the house

બેવડા નકારાત્મક વાક્યને બદલી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ઘરની નજીક (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-doublenegatives)

do not trouble yourself

સૂબેદાર ઈસુ સાથે નમ્રતાપૂર્વક વાત કરી રહ્યો હતો. વૈકલ્પિક અનુવાદ: મારા ઘરે આવવાની તમે તસ્દી ન લેશો અથવા ""હું તમને હેરાન કરવા માંગતો નથી

you would come under my roof

આ શબ્દસમૂહ એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ મારા ઘરમાં આવો થાય છે. જો તમારી ભાષામાં રૂઢિપ્રયોગ હોય જેનો અર્થ મારા ઘરે આવો થતો હોય, તો અહીં તેનો ઉપયોગ કરવો સારું રહેશે કે નહિ તે વિશે વિચારો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Luke 7:7

say a word

સૂબેદાર સમજી ગયો કે ઈસુ ફક્ત બોલવાથી ચાકરને સાજો કરી શકે છે. અહીં શબ્દ આદેશનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ફક્ત આદેશ આપો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

my servant will be healed

અહીં જે શબ્દ ચાકર તરીકે અનુવાદ કરવામાં આવ્યો છે તેને સામાન્ય રીતે છોકરાં તરીકે અનુવાદ કરવામાં આવે છે. તે સૂચવે છે કે ચાકર ખૂબ જ જુવાન હતો અથવા સૂબેદારનો તેના માટેનો પ્રેમ બતાવે છે.

Luke 7:8

I also am a man who is under authority

મારી ઉપર પણ કોઈ છે જેને મારે આધીન થવું જ જોઈએ

under me

મારા અધિકાર હેઠળ

to my servant

અહીં જે શબ્દ ચાકર તરીકે અનુવાદ કરવામાં આવ્યો છે તે ચાકર માટેનો લાક્ષણિક શબ્દ છે.

Luke 7:9

he was amazed at him

તે સૂબેદારથી આશ્ચર્ય પામ્યા

I say to you

ઈસુએ આશ્ચર્યજનક બાબત પર ભાર મૂકવા આ કહ્યું જે તેઓ લોકોને કહેવા જઈ રહ્યા હતા.

not even in Israel have I found such faith.

સૂચિતાર્થ એ છે કે ઈસુએ યહૂદી લોકો પાસે આવા પ્રકારના વિશ્વાસ રાખવાની અપેક્ષા રાખી હતી, પરંતુ તેઓએ વિશ્વાસ ન રાખ્યો. વિદેશીઓ પાસે આ પ્રકારનો વિશ્વાસ હશે એવી અપેક્ષા તેમણે રાખી ન હતી, તેમ છતાં આ માણસે એમ કર્યું. તમને આ ગર્ભિત માહિતી ઉમેરવાની જરૂર પડી શકે છે. વૈકલ્પિક અનુવાદ: મને કોઈ ઇઝરાએલી એવો મળ્યો નથી જે મારા પર આ વિદેશી જેટલો વિશ્વાસ કરતો હોય! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 7:10

those who had been sent

તે સમજી શકાય છે કે આ લોકોને સૂબેદારે મોકલ્યા હતા. આ આમ કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: લોકો કે જેઓને રોમન અધિકારીએ ઈસુ પાસે મોકલ્યા હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Luke 7:11

Connecting Statement:

ઈસુ નાઈન શહેર જાય છે, જ્યાં તેઓ મૃત્યુ પામેલ એક વ્યક્તિને સાજો કરે છે.

Nain

આ એક શહેરનું નામ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

Luke 7:12

behold, a man who had died

જુઓ"" શબ્દ આપણને વાર્તામાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિચયની રજૂઆત વિશે ચેતવે છે. તમારી ભાષામાં આમ કરવાની રીત હોઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ત્યાં એક મૃત વ્યક્તિ હતો જે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-participants)

a man who had died was being carried out

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: લોકો મૃત્યુ પામેલ વ્યક્તિને શહેરમાંથી બહાર લઈ જઈ રહ્યા હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

was being carried out, the only son of his mother (who was a widow), and a rather large crowd

બહાર લઈ જવું. તે તેની માતાનો એકનો એક પુત્ર હતો અને તેણીની વિધવા હતી. એક જગ્યાએ મોટી ભીડ. તે મૃત વ્યક્તિ અને તેની માતા વિશે પૃષ્ઠભૂમિની માહિતી છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

a widow

એક સ્ત્રી જેનો પતિ મૃત્યુ પામ્યો હતો અને જેણે ફરીથી લગ્ન કર્યા નથી

Luke 7:13

was deeply moved with compassion for her

તેણી માટે ખૂબ દિલગીર થયા

Luke 7:14

he went up

તેઓ આગળ ગયા અથવા ""તેઓ મૃત માણસ પાસે ગયા

the wooden frame holding the body

આ એક ડોળી અથવા પથારી હતી જેનો ઉપયોગ મૃતદેહને દફનાવવાના સ્થળે લઈ જવા માટે કરવામાં આવતો હતો. તે એવું કંઈક ન હતું જેમાં શરીરને દફનાવવામાં આવ્યું હતું. બીજા અનુવાદોમાં ઓછા સામાન્ય નનામી અથવા અંતિમ સંસ્કાર માટે પથારી હોઈ શકે છે.

I say to you, arise

ઈસુએ આમ એ વાત પર ભાર મૂકવા માટે કહ્યું કે જુવાને તેમને આધીન થવાની જરૂર છે. ""મારી વાત સાંભળ! ઉઠ

Luke 7:15

The dead man

તે વ્યક્તિ હજુ મૃત્યુ પામ્યો ન હતો; તે હવે જીવીત હતો. તેને સ્પષ્ટ રીતે કહેવું જરૂરી હોઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""જે વ્યક્તિ મૃત્યુ પામ્યો હતો

Luke 7:16

Connecting Statement:

ઈસુએ મરણ પામેલ વ્યક્તિને સાજા કર્યાના પરિણામ સ્વરૂપે શું થયું આ તે જણાવે છે.

fear overcame all of them

તેઓ સર્વ ભયભીત થયા. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તેઓ સર્વ ખૂબ જ ભયભીત થઈ ગયા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

A great prophet has been raised among us

તેઓ કોઈ અજાણ્યા પ્રબોધકને નહિ પણ ઈસુનો ઉલ્લેખ કરી રહ્યા હતા. અહીં ઉઠાડ્યોથવા માટેનું કારણભૂત માટેનો રૂઢિપ્રયોગ છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વરે આપણામાંના એકને મહાન પ્રબોધક બનાવ્યો છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive) (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

has looked upon

આ રૂઢિપ્રયોગનો અર્થ માટે સંભાળ રાખવી થાય છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Luke 7:17

This news about him spread

આ સમાચાર કલમ 16 માં લોકો જે કહી રહ્યા હતા તે બાબતોનો ઉલ્લેખ કરે છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: લોકોએ ઈસુ વિશે આ અહેવાલ ફેલાવ્યો અથવા ""લોકોએ ઈસુ વિશે આ અહેવાલ બીજાઓને જણાવ્યો

This news

આ અહેવાલ અથવા ""આ સંદેશ

Luke 7:18

Connecting Statement:

યોહાન તેના બે શિષ્યોને ઈસુને પ્રશ્ન પૂછવા મોકલે છે.

John's disciples told him concerning all these things

આ વાર્તામાં નવી ઘટનાનો પરિચય કરાવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-newevent)

reported to John

યોહાનને કહ્યું

all these things

ઈસુ જે કોઈપણ કામ કરી રહ્યા હતા

Luke 7:20

the men said, ""John the Baptist has sent us to you to say, 'Are you ... or should we look for another?'

આ વાક્યને ફરીથી લખી શકાય કે જેથી તેને ફક્ત એક પ્રત્યક્ષ અવતરણ હોય. વૈકલ્પિક અનુવાદ: માણસોએ કહ્યું કે યોહાન બાપ્તિસ્તે તેઓને તમને પૂછવા મોકલ્યા કે, 'શું જે આવનાર છે તે તમે જ છો, કે અમારે બીજાની શોધ કરવી જોઈએ?' અથવા ""માણસોએ કહ્યું, 'યોહાન બાપ્તિસ્તે અમને તમારી પાસે મોકલ્યા એ પૂછવા માટે મોકલ્યા છે કે શું જે આવનાર છે તે તમે જ છો, કે અમારે બીજાને શોધ કરવી જોઈએ.'' (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations)

Luke 7:21

In that hour

તે સમયે

from evil spirits

સાજાપણાને ફરીથી દર્શાવવું મદદરૂપ થઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: તેમણે તેઓને દુષ્ટ આત્માઓથી સાજા કર્યા અથવા તેમણે લોકોને દુષ્ટ આત્માઓથી મુક્ત કર્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Luke 7:22

said to them

યોહાનના સંદેશવાહકોને કહ્યું અથવા ""યોહાને મોકલેલ સંદેશવાહકોને કહ્યું

report to John

યોહાનને કહો

dead people are being raised back to life

મૃત લોકો ફરી સજીવન થઈ રહ્યા છે

poor people

ગરીબ લોકો

Luke 7:23

Blessed is anyone who does not take offense at me.

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: જે વ્યક્તિ મારા કાર્યોને કારણે મારા પર વિશ્વાસ કરવાનું અટકાવશે નહિ તેને ઈશ્વર આશીર્વાદ આપશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Blessed is anyone who does not

લોકો જેમની પાસે નથી ... ધન્ય છે અથવા કોઈપણ જેની પાસે નથી ... ધન્ય છે અથવા જે કોઈ પાસે નથી ... તે ધન્ય છે. આ કોઈ ચોક્કસ વ્યક્તિ નથી.

not take offense at me

આ બેવડા નકારાત્મક વાક્યનો અર્થ છતાં પણ મારા પર વિશ્વાસ કરવાનું ચાલુ રાખે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-doublenegatives)

Luke 7:24

Connecting Statement:

ઈસુ ટોળા સાથે યોહાન બાપ્તિસ્ત વિશે બોલવાનું શરૂ કરે છે. તેઓ તેમને અલંકારિક પ્રશ્નો પૂછે છે કે જેથી તેઓ તેમને યોહાન બાપ્તિસ્ત ખરેખર કેવો છે તે વિશે વિચારવા દોરી જાય.

What ... A reed shaken by the wind?

આ નકારાત્મક જવાબની અપેક્ષા રાખે છે. શું તમે પવનથી હાલતા બરુને જોવા માટે બહાર ગયા હતા? ચોક્કસપણે નહિ! તેને એક વાક્ય તરીકે પણ લખી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ચોક્કસ તમે પવનથી હાલતા બરુને જોવા બહાર ગયા નહોતા! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

A reed shaken by the wind

આ રૂપકના સંભવિત અર્થો આ પ્રમાણે છે 1) એક વ્યક્તિ જેમ પવનથી બરુ સરળતાથી ખસી જાય છે તેમ સરળતાથી પોતાનો વિચાર બદલી નાખે છે અથવા 2) એક વ્યક્તિ જેમ પવન ફૂંકાય છે ત્યારે બરુ કર્કશ અવાજ કરે તેમ તે ખૂબ વાતો કરે છે પરંતુ કંઈપણ મહત્વનું કહેતો નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Luke 7:25

But what ... A man dressed in soft clothes?

તેને પણ નકારાત્મક જવાબની અપેક્ષા છે, કારણ કે યોહાન કામચલાઉ વસ્ત્રો પહેરતો હતો. શું તમે નરમ વસ્ત્રો પહેરેલા માણસને જોવા બહાર ગયા હતા? ચોક્કસપણે નહિ! તેને પણ એક વાક્ય તરીકે લખી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તમે ચોક્કસપણે નરમ વસ્ત્રો પહેરેલા માણસને જોવા નીકળ્યા ન હતા!"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

dressed in soft clothes

આ કિંમતી વસ્ત્રોનો ઉલ્લેખ કરે છે. સામાન્ય વસ્ત્રો કામચલાઉ હતા. વૈકલ્પિક અનુવાદ: કિંમતી વસ્ત્રો પહેરેલા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

kings' palaces

એક મહેલ એ મોટું, કિંમતી ઘર છે કે જેમાં રાજા રહે છે.

Luke 7:26

But what ... A prophet?

આ હકારાત્મક જવાબ તરફ દોરી જાય છે. શું તમે કોઈ પ્રબોધકને જોવા ગયા હતા? અલબત્ત તમે એ માટે ગયા હતા! આ એક વાક્ય તરીકે પણ લખી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: પરંતુ તમે ખરેખર પ્રબોધકને જોવા માટે બહાર નીકળ્યા હતા! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Yes, I say to you

ઈસુ આમ હવે પછી તેઓ જે કહેવાના છે તેના મહત્વ પર ભાર મૂકવા કહે છે.

more than a prophet

આ શબ્દસમૂહનો અર્થ એ છે કે યોહાન ખરેખર પ્રબોધક હતો, પરંતુ તે એક લાક્ષણિક પ્રબોધક કરતાં પણ મોટો હતો. વૈકલ્પિક અનુવાદ: ફક્ત એક સામાન્ય પ્રબોધક જ નહિ અથવા ""સામાન્ય પ્રબોધક કરતાં વધુ મહત્વપૂર્ણ

Luke 7:27

This is he concerning whom it is written

તે પ્રબોધકોમાંનો એક પ્રબોધક છે જેના વિશે લખ્યું હતું અથવા ""યોહાન તે છે જેના વિશે પ્રબોધકોમાંના એકે ઘણા સમય પહેલા લખ્યું હતું

See, I am sending

આ કલમમાં, ઈસુ માલાખી પ્રબોધકને ટાંકીને કહે છે કે યોહાન એ સંદેશવાહક છે જેના વિશે માલાખી બોલ્યો હતો.

before your face

આ રૂઢિપ્રયોગનો અર્થ તમારી સામે અથવા તમારી આગળ જવા થાય છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

your

તમારો"" શબ્દ એકવચનમાં છે કારણ કે ઈશ્વર અવતરણમાં મસીહા વિશે બોલી રહ્યા હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

Luke 7:28

I say to you

ઈસુ ટોળા સાથે વાત કરી રહ્યા છે, તેથી તમે બહુવચનમાં છે. ઈસુ હવે પછી કહેવાની આશ્ચર્યજનક બાબતની સત્યતા પર ભાર મૂકવા આ શબ્દસમૂહનો ઉપયોગ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

among those born of women

તેઓમાં જેને એક સ્ત્રીએ જન્મ આપ્યો છે. આ એક રૂપક છે જે સર્વ લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: જે લોકો પહેલા ક્યારે પણ જીવી ગયા છે તે સર્વ લોકો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

none is greater than John

યોહાન સૌથી મહાન છે

the one who is least in the kingdom of God

આ કોઈપણ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જે ઈશ્વરના રાજ્ય કે જેનું ઈશ્વર સ્થાપન કરશે તેનો ભાગીદાર છે.

is greater than he is

ઈશ્વરના રાજ્યમાં લોકોની આત્મિક સ્થિતિ રાજ્યની સ્થાપના થઈ તે પહેલાના લોકો કરતાં વધારે હશે. વૈકલ્પિક અનુવાદ: યોહાન કરતાં ઉચ્ચ આત્મિક દરજ્જો છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 7:29

General Information:

આ પુસ્તકનો લેખક, લૂક, લોકોએ યોહાન અને ઈસુ વિશે કેવી પ્રતિક્રિયા આપી તેના વિશે ટિપ્પણી કરે છે.

When all the people ... God to be righteous

આ કલમને વધુ સ્પષ્ટ કરવા ફરીથી ગોઠવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે કર વસૂલનારાઓ સહિત, સર્વ લોકો જેઓ યોહાન દ્વારા બાપ્તિસ્મા પામ્યા, તેઓએ આ સાંભળ્યું, ત્યારે તેઓએ જાહેર કર્યું કે ઈશ્વર ન્યાયી છે

declared God to be righteous

તેઓએ કહ્યું કે ઈશ્વરે પોતાને ન્યાયી હોવાનું બતાવ્યુ હતું અથવા ""તેઓએ જાહેર કર્યું કે ઈશ્વર ન્યાયી રીતે વર્ત્યા હતા

having been baptized with the baptism of John

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: કારણ કે તેઓએ યોહાનને તેમનું બાપ્તિસ્મા કરવા દીધું અથવા કારણ કે યોહાને તેઓને બાપ્તિસ્મા આપ્યું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 7:30

rejected God's purpose for themselves

ઈશ્વર જે ચાહતા હતા કે તેઓ કરે તે નકારી કાઢ્યું અથવા ""ઈશ્વરે તેઓને જે કહ્યું તેને અનાજ્ઞાંકિત થવાનું પસંદ કર્યું

not having been baptized by John

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તેઓએ યોહાનને તેઓનું બાપ્તિસ્મા આપવા દીધું નહિ અથવા તેઓએ યોહાનના બાપ્તિસ્માને નકાર્યું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 7:31

Connecting Statement:

ઈસુ લોકો સાથે યોહાન બાપ્તિસ્ત વિશે બોલવાનું ચાલુ રાખે છે.

To what, then, can I compare ... they like?

ઈસુ આ પ્રશ્નોનો ઉપયોગ સરખામણી રજૂ કરવા માટે કરે છે. તેઓને એક વાક્ય તરીકે લખી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: આ એ છે જેની સાથે હું આ પેઢીની તુલના કરું છું, અને તેઓ કેવા છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

I compare ... What are they like

આ એક સરખામણી છે એ કહેવાની આ બે રીતો છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parallelism)

the people of this generation

જ્યારે ઈસુ બોલ્યા ત્યારે લોકો જીવીત હતા.

Luke 7:32

They are like

આ શબ્દો ઈસુની તુલનાની શરૂઆત છે. ઈસુ કહે છે કે લોકો એવા બાળકો જેવા છે જેઓ બીજા બાળકોના વર્તનથી ક્યારેય સંતુષ્ટ નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-simile)

the marketplace

એક વિશાળ, ખુલ્લો હવાવાળો વિસ્તાર જ્યાં લોકો તેમનો માલ-સામાનના વેચાણ કરવા આવે છે

and you did not dance

પરંતુ તમે સંગીત પર નૃત્ય ન કર્યું

and you did not cry

પરંતુ તમે અમારી સાથે રડ્યા નહિ

Luke 7:33

neither eating bread

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) વારંવાર ઉપવાસ કરવો અથવા 2) ""સામાન્ય ખોરાક ન ખાવો.

you say, 'He has a demon.'

લોકો યોહાન વિશે શું કહેતા હતા તે ઈસુ ટાંકી રહ્યા હતા. તેને પ્રત્યક્ષ અવતરણ વિના દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તમે કહો છો કે તેને અશુદ્ધ આત્મા વળગ્યો છે. અથવા તેનામાં અશુદ્ધ આત્મા હોય એવો તમે આરોપ મૂકો છો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations)

Luke 7:34

The Son of Man

ઈસુએ લોકો પાસેથી અપેક્ષા રાખી કે તેઓ સમજે તેઓ પોતાનો ઉલ્લેખ કરી રહ્યા છે. વૈકલ્પિક અનુવાદ: હું, મનુષ્ય પુત્ર (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

you say, 'Look, he is a gluttonous man and a drunkard ... sinners!'

તેનું પરોક્ષ અવતરણ તરીકે અનુવાદ કરી શકાય છે. જો તમે મનુષ્ય પુત્ર એને હું, એક મનુષ્ય પુત્ર તરીકે અનુવાદ કર્યું હોય, તો તમે તેને પરોક્ષ વાક્ય તરીકે દર્શાવી શકો છો અને પહેલા પુરુષનો ઉપયોગ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: તમે કહો છો કે તે ખાઉધરો અને દારૂબાજ છે અને ... પાપીઓ. અથવા તમે તેના પર આરોપ લગાવ્યો કે તે વધુ ખાતો-પીતો અને ... પાપીઓ છે. અથવા તમે કહો છો કે હું એક ખાઉધરો માણસ અને દારૂબાજ છું ... પાપીઓ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations અને /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations અને /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

a gluttonous man

તે લોભી ખાનારો છે અથવા ""તે સતત ખૂબ જ ખોરાક ખાયા કરે છે

a drunkard

એક દારૂબાજ અથવા ""તે સતત વધુ પડતો દારૂ પીએ છે

Luke 7:35

wisdom is justified by all her children

આ એક કહેવત હોય એમ લાગે છે કે જેને ઈસુએ આ પરિસ્થિતિ પર લાગુ કરી હતી, કદાચ તે શીખવવા માટે કે જ્ઞાની લોકો સમજશે કે લોકોએ ઈસુ અને યોહાનને નકારવા ન જોઈએ.

Luke 7:36

General Information:

દર્શકો માટે તે સમયની આ એક પ્રથા હતી કે જમ્યા વિના રાત્રી ભોજનમાં હાજર રહેવું.

Connecting Statement:

એક ફરોશી ઈસુને તેના ઘરે જમવા આમંત્રણ આપે છે.

Now one of the Pharisees

તે વાર્તાના નવા ભાગની શરૂઆત ચિહ્નિત કરે છે અને વાર્તામાં ફરોશીનો પરિચય કરાવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-newevent અને /WA-Catalog/gu_tm?section=translate#writing-participants)

he reclined at the table

જમવા માટેના મેજ પર બેઠા. આરામદાયક ભોજનના સમયે, આ રાત્રીભોજનની જેમ, મેજની આસપાસ આરામથી સૂતા સમયે માણસો ખાય એ રિવાજ હતો.

Luke 7:37

Now behold, there was a woman

જુઓ"" શબ્દ વાર્તામાંના નવા વ્યક્તિ માટે આપણને ચેતવે છે. તમારી ભાષામાં આમ કરવાની રીત હોઈ શકે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-participants)

who was a sinner

જે પાપી જીવનશૈલી જીવી હતી અથવા જેની પાપી જીવન જીવવા માટેની પ્રતિષ્ઠા હતી. તે ગણિકા હોઈ શકે છે.

an alabaster jar

એક ડબ્બી જે નરમ પથ્થરથી બનેલી હોય. સંગેમરમર એક નરમ, સફેદ ખડક છે. લોકો સંગેમરમર ડબ્બીમાં કિંમતી વસ્તુઓ સંગ્રહિત કરતાં હતા.

of perfumed oil

તેમાં અત્તર સાથે. તેલમાં એવું કંઈક હતું જે તેને સુગંધિત બનાવતુ હતું. લોકો સારી સુગંધ આવે માટે તેને પોતાના વસ્ત્ર પર ઘસતા અથવા છાંટતા હતા.

Luke 7:38

with the hair of her head

તેના વાળથી

anointed them with perfumed oil

તેમના પર અત્તર રેડ્યું

Luke 7:39

he said to himself, saying

તેણે પોતાને કહ્યું

If this man were a prophet, then he would know ... a sinner

ફરોશીએ વિચાર્યું કે ઈસુ કોઈ પ્રબોધક નથી કારણ કે તેમણે પાપી સ્ત્રીને પોતાને સ્પર્શ કરવાની છૂટ આપી. વૈકલ્પિક અનુવાદ: ""દેખીતી રીતે ઈસુ કોઈ પ્રબોધક નથી, કારણ કે એક પ્રબોધક જાણતા હોય કે આ સ્ત્રી જે તેને સ્પર્શી રહી છે તે પાપી છે

that she is a sinner

સિમોને ધાર્યું કે પ્રબોધક ક્યારેય પાપીને પોતાને સ્પર્શ ન કરવા દે. તેની ધારણાના આ ભાગને સ્પષ્ટ રીતે દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: કે તે પાપી છે, અને તેઓ તેણીને પોતાને સ્પર્શ કરવાની મંજૂરી આપશે નહિ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 7:40

Simon

આ ફરોશીનું નામ હતું જેણે ઈસુને તેના ઘરે આમંત્રણ આપ્યું હતું. આ સિમોન પિતર ન હતો.

Luke 7:41

General Information:

તેઓ સિમોન ફરોશીને જે કહેવા જઈ રહ્યા છે તેના પર ભાર મૂકવા ઈસુએ તેને એક વાર્તા કહી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)

A certain moneylender had two debtors

બે માણસો એક શાહુકારના દેવાદાર હતા

five hundred denarii

500 દિવસોનું વેતન. દિનાર એ દીનારીયસ નું બહુવચનનું રૂપ છે. દીનારીયસ એ ચાંદીનો સિક્કો હતો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-bmoney અને /WA-Catalog/gu_tm?section=translate#translate-numbers)

the other fifty

અન્ય દેવાદારને પચાસ દિનાર અથવા 50 દિવસનું વેતન નું દેવું હતું

Luke 7:42

he forgave them both

તેણે તેમનું દેવું માફ કર્યું અથવા ""તેણે તેમનુ દેવું રદ કર્યું

Luke 7:43

I suppose

સિમોન તેના જવાબ વિશે સાવધ હતો. વૈકલ્પિક અનુવાદ: ""સંભવતઃ

You have judged correctly

તમે સાચા છો

Luke 7:44

he turned to the woman

ઈસુએ સિમોનનું ધ્યાન સ્ત્રી તરફ વાળ્યું.

You gave me no water for my feet

ધૂળવાળા રસ્તાઓ પર ચાલ્યા પછી મહેમાનોને પગ ધોવા અને સૂકવવા માટે પાણી અને રૂમાલ આપવો એ યજમાનની મૂળ જવાબદારી હતી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

You did not give ... but she

સિમોનના શિષ્ટાચારના અભાવને સ્ત્રીના અતિશય કૃતજ્ઞતાની ક્રિયાઓથી વિપરિત કરવા માટે ઈસુએ આ શબ્દસમૂહોનો ઉપયોગ બે વખત કર્યો છે.

she has wet my feet with her tears

સ્ત્રીએ ત્યાં પાણી નહોતું એટલે તેની જગ્યાએ પોતાના આંસુનો ઉપયોગ કર્યો.

wiped them with her hair

ખૂટતા રૂમાલની જગ્યાએ મહિલાએ તેના વાળનો ઉપયોગ કર્યો.

Luke 7:45

You did not give me a kiss

તે સંસ્કૃતિમાં એક સારો યજમાન તેના મહેમાનને ગાલ પર ચુંબનથી આવકારતો હતો. સિમોને આ પ્રમાણે કર્યું નહિ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

did not stop kissing my feet

મારા પગને ચુંબન કરવાનું ચાલુ રાખ્યું છે

kissing my feet

સ્ત્રીએ અતિશય પસ્તાવો અને નમ્રતાના સંકેત તરીકે ઈસુના ગાલને બદલે તેમના પગને ચુંબન કર્યું.

Luke 7:46

You did not anoint ... but she

ઈસુએ સ્ત્રીની ક્રિયાઓ સાથે સિમોનના નબળાં આતિથ્યભાવનો વિરોધાભાસ ચાલુ રાખ્યો.

anoint my head with oil

મારા માથા પર તેલ રેડ્યું. સન્માનિત મહેમાનને આવકારવાનો આ રિવાજ હતો. વૈકલ્પિક અનુવાદ: તેલથી મારા માથાનો અભિષેક કરીને મને આવકાર આપ્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

anointed my feet

સ્ત્રીએ આમ કરીને ઈસુને ખૂબ માન આપ્યું. તેણે તેમના માથાને બદલે તેમના પગને અભિષેક કરીને નમ્રતા દર્શાવી.

Luke 7:47

I say to you

આ હવે પછી આવનાર વાક્યના મહત્વ પર ભાર મૂકે છે.

her sins, which were many, have been forgiven

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વરે તેના ઘણા પાપો ક્ષમા કર્યા છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

for she loved much

તેનો પ્રેમ પુરાવો હતો કે તેના પાપો ક્ષમા થયા હતા. કેટલીક ભાષાઓ પ્રેમ ના પદાર્થને દર્શાવાય તેને આવશ્યક બનાવે છે. વૈકલ્પિક અનુવાદ: કેમ કે તે જેમણે તેને માફી આપી તેમને ખૂબ પ્રેમ કરે છે અથવા ""તે ઈશ્વરને ખૂબ પ્રેમ કરે છે

the one who is forgiven little

કોઈપણ જેને ફક્ત થોડી બાબતો જ ક્ષમા કરવામાં આવી છે. આ વાક્યમાં ઈસુ એક સામાન્ય સિદ્ધાંત જણાવે છે. જો કે, સિમોન સમજે એવી અપેક્ષા ઈસુ રાખતા હતા કે તેણે તેમના માટે ખૂબ જ ઓછો પ્રેમ દર્શાવ્યો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 7:48

Then he said to her

પછી તેમણે તે સ્ત્રીને કહ્યું

Your sins are forgiven

તને ક્ષમા કરવામાં આવી છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: હું તારા પાપોને ક્ષમા કરું છું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 7:49

reclining together

મેજની આસપાસ એકસાથે બેસવું અથવા ""સાથે જમવું

Who is this that even forgives sins?

ધાર્મિક આગેવાનો જાણતા હતા કે ફક્ત ઈશ્વર જ પાપોને ક્ષમા કરી શકે છે અને તેઓ માનતા ન હતા કે ઈસુ ઈશ્વર હતા. આ પ્રશ્ન કદાચિત આક્ષેપ કરવા પૂછાયો હતો. વૈકલ્પિક અનુવાદ: આ માણસ કોણ છે જે વિચારે છે કે તે છે? ફક્ત ઈશ્વર જ પાપોને ક્ષમા કરી શકે છે! અથવા આ માણસ ઈશ્વર, જેઓ એકલા પાપોને ક્ષમા કરી શકે છે, તે હોવાનો ઢોંગ કેમ કરે છે? (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion અને /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 7:50

Your faith has saved you

તમારા વિશ્વાસને કારણે, તમે બચી ગયા છો. અમૂર્ત નામ વિશ્વાસ ને ક્રિયા તરીકે દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તમે વિશ્વાસ કરો છો માટે, તમે બચી ગયા છો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-abstractnouns)

Go in peace

તે જ સમયે આશીર્વાદ આપતી વખતે સલામ કહેવાની આ રીત છે. વૈકલ્પિક અનુવાદ: તું જાય છે, તો હવે ચિંતા કરીશ નહિ અથવા ""તું જાય છે ત્યારે ઈશ્વર તને શાંતિ આપો