Luke 6

લૂક 06 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

લૂક 6:20-49 એ માથ્થી 5-7 પ્રમાણે ઘણા આશીર્વાદો તથા અફસોસની વાતોને અનુરૂપ લાગે છે તેનો સમાવેશ કરે છે. માથ્થીના આ ભાગને પારંપારિક રીતે પહાડ પરના ભાષણ તરીકે ઓળખવામાં આવે છે. લૂકમાં, તેઓ જે રીતે માથ્થીની સુવાર્તામાં છે તે પ્રમાણે ઈશ્વરના રાજ્યના શિક્ષણ સાથે જોડાયેલ નથી. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#kingdomofgod)

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

દાણો ખાવો

જ્યારે વિશ્રામવારે તેઓ ખેતરમાં થઈને જતાં હતા એ સમયે શિષ્યોએ કણસલા તોડ્યા અને દાણા ખાધા (લૂક 6:1), ત્યારે ફરોશીઓએ કહ્યું કે તેઓ મૂસાના નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરી રહ્યા હતા. ફરોશીઓએ કહ્યું કે શિષ્યો વિશ્રામવારે કણસલા તોડવા દ્વારા કામ કરીને ઈશ્વરની આજ્ઞા જે વિશ્રામ કરવા અને કામ ન કરવાની છે તેનો અનાદર કરી રહ્યા હતા.

ફરોશીઓ એમ વિચારતા ન હતા કે શિષ્યો ચોરી કરી રહ્યા હતા. તે એટલા માટે કે મૂસાનો નિયમ મુસાફરો જ્યાંથી મુસાફરી કરીને જતાં હોય ત્યાં નજીકના ખેતરમાંથી થોડાં કણસલા ખાય એ માટે ખેડૂતો પરવાનગી આપે તે આવશ્યક હતું. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#lawofmoses અને /WA-Catalog/gu_tw?section=kt#works અને /WA-Catalog/gu_tw?section=kt#sabbath)

આ અધ્યાયમાંના મહત્વના શબ્દાલંકાર

રૂપક

રૂપકો એ દ્રશ્ય પદાર્થોના ચિત્રો છે કે જેનો વક્તા અદ્રશ્ય સત્યો સમજાવવા ઉપયોગ કરે છે. ઈસુએ લોકો ઉદાર બને એ શીખવવા માટે ઉદાર અનાજના વેપારીના રૂપકનો ઉપયોગ કર્યો (લૂક 6:38). (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

અલંકારિક પ્રશ્નો

અલંકારિક પ્રશ્નો એ પ્રશ્નો છે કે જેનો જવાબ વક્તા અગાઉથી જાણતા હોય છે. જ્યારે ફરોશીઓએ વિચાર્યું કે ઈસુ વિશ્રામવારનું ઉલ્લંઘન કરી રહ્યા હતા ત્યારે તેઓએ તેમને અલંકારિક પ્રશ્ન પૂછીને ઠપકો આપ્યો (લૂક 6:2). (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

આ અધ્યાયમાં અનુવાદને લગતી અન્ય સંભવિત મુશ્કેલીઓ

ગર્ભિત માહિતી

સામાન્ય રીતે વક્તાઓ એવી બાબતો કહેતા નથી જે વિશે તેઓ એમ વિચારે છે કે તેમના સાંભળનારાઓ તેને પહેલેથી જ સમજે છે. જ્યારે લૂકે લખ્યું કે શિષ્યો કણસલા તેમના હાથોથી મસળતા હતા, ત્યારે તે આશા રાખે છે કે તેના વાચકો જાણે કે તેઓ જે ભાગ ખાવાના છે તેને ફેંકી દેવાના ભાગથી અલગ કરી રહ્યા હતા (લૂક 6:1). (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

બાર શિષ્યો

બાર શિષ્યોની સૂચિ નીચે પ્રમાણે છે:

માથ્થીમાં:

સિમોન (પિતર), આન્દ્રિયા, ઝબદીનો દીકરો યાકૂબ, ઝબદીનો દીકરો યોહાન, ફિલિપ, બર્થોલ્મી, થોમા, માથ્થી, અલ્ફીનો દીકરો યાકૂબ, થદ્દી, સિમોન કનાની અને યહૂદા ઇશ્કરિયોત.

માર્કમાં:

સિમોન (પિતર), આન્દ્રિયા, ઝબદીના દીકરાઓ યાકૂબ અને યોહાન (જેઓને તેમણે બને-રગેસ કહ્યા, એટલે કે, ગર્જનાના દીકરાઓ), ફિલિપ, બર્થોલ્મી, માથ્થી, થોમા, અલ્ફીનો દીકરો યાકૂબ, થદ્દી, સિમોન કનાની, અને યહૂદા ઇશ્કરિયોત.

લૂકમાં:

સિમોન (પિતર), આન્દ્રિયા યાકૂબ, યોહાન, ફિલિપ, બર્થોલ્મી, માથ્થી, થોમા, અલ્ફીનો દીકરો યાકૂબ, સિમોન (જે કનાની તરીકે ઓળખાતો હતો), યાકૂબનો દીકરો યહૂદા, અને યહૂદા ઇશ્કરિયોત.

થદ્દી કદાચ યાકૂબનો દીકરો યહૂદા જ હતો.

Luke 6:1

General Information:

તમે"" શબ્દ અહીં બહુવચનમાં છે અને તે શિષ્યોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

Connecting Statement:

જ્યારે ઈસુ અને તેમના શિષ્યો અનાજના ખેતરોમાં થઈને જઈ રહ્યા હતા, ત્યારે કેટલાક ફરોશીઓ શિષ્યોને તેઓ વિશ્રામવાર કે જેને ઈશ્વરના નિયમમાં ઈશ્વર માટે અલગ કરવામાં આવ્યો છે, તે દિવસે શું કરી રહ્યા છે તે વિશે પ્રશ્ન કરવાનું શરૂ કરે છે.

Now it happened that

આ શબ્દસમૂહ વાર્તામાંના નવા ભાગની શરૂઆતને ચિહ્નિત કરે છે. જો તમારી ભાષામાં આમ કરવાની કોઈ રીત હોય તો તમે તેનો અહીં ઉપયોગ કરી શકો છો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-newevent)

the grainfields

આ કિસ્સામાં, તે જમીનનો એક મોટો ભાગ છે જ્યાં લોકોએ વધુ ઘઉં આવે માટે ઘઉંના બીજ વેર્યા હતા.

heads of grain

કણસલા તે છોડનો સૌથી ઉપરનો ભાગ છે, જે મોટા ઘાસ જેવું હોય છે. તે છોડના પરિપક્વ, ખાવા જેવા બીજ ધરાવે છે.

rubbing them in their hands

તેઓએ કણસલાના બીજને અલગ કરવા આમ કર્યું. આ સ્પષ્ટપણે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તેઓએ તેને હાથમાં મસડ્યું કે જેથી ફોતરાંને દાણાથી અલગ પાડી શકાય (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 6:2

Why are you doing something that is not lawful to do on the Sabbath day?

તેઓએ નિયમ તોડવા બદલ શિષ્યો પર આરોપ મૂકવા આ પ્રશ્ન કર્યો. તેને વાક્ય તરીકે લખી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: વિશ્રામવારે કણસલા તોડવા એ ઈશ્વરના નિયમની વિરુદ્ધ છે! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

are you doing that which

ફરોશીઓ કણસલાને હાથમાં મસડવાની નાની ક્રિયાને પણ નિયમ વિરુદ્ધના કાર્ય તરીકે જોતાં હતા. આ સ્પષ્ટપણે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: કાર્ય કરવું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 6:3

Have you not even read ... with him?

ફરોશીઓ શાસ્ત્રોમાંથી શિખતા નથી માટે ઈસુ તેઓને ઠપકો આપી રહ્યા છે. આ વાક્ય તરીકે લખી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તમે જે વાંચો છો તે પરથી શીખવું જોઈએ ... તેના! અથવા ચોક્કસ તમે વાંચ્યું હશે ... તેના! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Luke 6:4

the bread of the presence

અર્પણ કરેલી રોટલી અથવા ""રોટલી કે જેને ઈશ્વરને અર્પણ કરવામાં આવી હતી

Luke 6:5

the Son of Man

ઈસુ પોતાનો ઉલ્લેખ કરી રહ્યા હતા. આ કહી શકાય: વૈકલ્પિક અનુવાદ: ""હું, મનુષ્ય પુત્ર

is Lord of the Sabbath

અહીં પ્રભુ શીર્ષક વિશ્રામવાર પર તેમના અધિકાર પર ભાર મૂકે છે. વૈકલ્પિક અનુવાદ: ""વિશ્રામવારે લોકો માટે શું ખરું છે કરવું તે નક્કી કરવાનો અધિકાર છે!

Luke 6:6

General Information:

હવે બીજો વિશ્રામવાર છે અને ઈસુ સભાસ્થાનમાં છે.

Connecting Statement:

વિશ્રામવારે ઈસુ એક વ્યક્તિને સાજો કરે છે તે શાસ્ત્રીઓ અને ફરોશીઓ જુએ છે.

Now It happened that

આ શબ્દસમૂહ વાર્તામાંના નવા ભાગની શરૂઆતને ચિહ્નિત કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-newevent)

There was a man there

આ વાર્તામાં નવા પાત્રનો પરિચય કરાવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-participants)

his right hand was withered

વ્યક્તિના હાથને એવી ઇજા થઈ હતી કે તે તેને લાંબો પણ કરી શકતો ન હતો. તે કદાચિત વાળેલી મુઠ્ઠી તરીકે અક્કડ થઈ ગયા હતા, જેથી તે દેખાવમાં નાનો અને કરચલીવાળો લાગતો હતો.

Luke 6:7

were watching him closely

કાળજીપૂર્વક ઈસુને જોઈ રહ્યા હતા

so that they might find

કારણ કે તેઓ શોધવા માગતા હતા

Luke 6:8

in the midst of us

દરેક વ્યક્તિની સામે. ઈસુ ચાહતા હતા કે તે માણસ એવી જગ્યાએ ઊભો રહે કે જ્યાંથી સર્વ લોકો તેને જોઈ શકે.

Luke 6:9

to them

ફરોશીઓને

I ask you, is it lawful on the Sabbath to do good or to do harm, to save a life or to destroy it?

વિશ્રામવારે સાજાપણું આપવા બદલ ઈસુ સાચા છે તે ફરોશીઓ સ્વીકારે માટે તેમના પર દબાણ કરવા ઈસુ આ પ્રશ્ન પૂછે છે. તેથી પ્રશ્નનો ઇરાદો અલંકારિક છે: તેઓ સ્વીકારે કે માહિતી એકત્ર કર્યા સિવાય તેઓ જે જાણે છે તે સાચું છે. જોકે, ઈસુ કહે છે, હું તમને પૂછું છું, તેથી આ પ્રશ્ન બીજા અલંકારિક પ્રશ્નો સમાન નથી જેનો વાક્ય તરીકે અનુવાદ કરવાની જરૂર પડી શકે. તેનું અનુવાદ પ્રશ્ન તરીકે થવું જોઈએ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

to do good or to do harm

કોઈકને મદદ કરવી કે કોઈકને ઇજા પહોંચાડવી

Luke 6:10

Stretch out your hand

તારો હાથ પકડી રાખ અથવા ""તારો હાથ લાંબો કર

was restored

સાજો થયો

Luke 6:12

General Information:

ઈસુ આખી રાત પ્રાર્થના કર્યા બાદ બાર શિષ્યોને પસંદ કરે છે.

Now it happened that in those days

આ શબ્દસમૂહ વાર્તામાંના નવા ભાગની શરૂઆતને ચિહ્નિત કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-newevent)

in those days

તે સમયની આસપાસ અથવા લાંબા સમય પછી નહિ અથવા ""તે પછી એક દિવસ

he went out

ઈસુ બહાર ગયા

Luke 6:13

When it became day

જ્યારે તે સવાર હતી ત્યારે અથવા ""બીજા દિવસે

he chose twelve of them

તેમણે બાર શિષ્યો પસંદ કર્યા

whom he also named apostles

જેઓને તેમણે પ્રેરિતો પણ બનાવ્યા અથવા ""અને તેમણે તેઓને પ્રેરિતો તરીકે નિમ્યા

Luke 6:14

his brother Andrew

સિમોનનો ભાઈ, આન્દ્રિયા

Luke 6:15

the Zealot

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) કનાની એ શીર્ષક છે કે જે સૂચવે છે કે તે એવા લોકજૂથનો ભાગ હતો જેઓ યહૂદી લોકોને રોમન શાસનથી મુક્ત કરવા ચાહતા હતા. વૈકલ્પિક અનુવાદ: દેશભક્ત અથવા રાષ્ટ્રવાદી અથવા 2) કનાની એ વર્ણન છે કે જે સૂચવે છે કે તે ઈશ્વરને મહિમા મળે માટે ઝનૂની હતો. વૈકલ્પિક અનુવાદ: ""એક ઉત્સાહી વ્યક્તિ

Luke 6:16

became a traitor

આ સંદર્ભમાં વિશ્વાસઘાતી નો અર્થ શો છે તે સમજાવવું જરૂરી હોઈ શકે. વૈકલ્પિક અનુવાદ: તેના મિત્રને પરસ્વાધીન કર્યો અથવા તેના મિત્રને દુશ્મનોને સોંપી દીધો (સામાન્ય રીતે નાણાંના બદલામાં) અથવા દુશ્મનોને મિત્ર વિશે કહીને તેને જોખમમાં નાખી દીધો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 6:17

Connecting Statement:

જો કે ઈસુ ખાસ કરીને તેમના શિષ્યોને સંબોધન કરે છે, તોપણ આસપાસ ઘણા લોકો છે કે જેઓ સાંભળે છે.

with them

તેમણે પસંદ કરેલા બાર શિષ્યો સાથે અથવા ""તેમના બાર શિષ્યો સાથે

Luke 6:18

to be healed

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ઈસુ તેમને સાજા કરે માટે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Those who were troubled with unclean spirits were also healed

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: જેઓને અશુદ્ધ આત્મા વળગ્યો હતો તેઓને પણ ઈસુએ સાજા કર્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Those who were troubled with unclean spirits

અશુદ્ધ આત્માથી હેરાન થયેલા અથવા ""અશુદ્ધ આત્માના અંકુશ હેઠળના

Luke 6:19

power was coming out from him and healing

તેમની પાસે લોકોને સાજા કરવાનું સામર્થ્ય હતું અથવા ""તેઓ તેમનું સામર્થ્ય લોકોને સાજા કરવા માટે વાપરી રહ્યા હતા

Luke 6:20

Blessed are

આ શબ્દસમૂહ ત્રણવાર પુનરાવર્તિત થાય છે. દરેક સમયે, તે સૂચવે છે કે ઈશ્વર ચોક્કસ લોકોની જ તરફેણ કરે છે અથવા તેઓની સ્થિતિ હકારાત્મક અથવા સારી હોય છે.

Blessed are the poor

તમે જેઓ ગરીબ છો તેઓ ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરો અથવા ""તમે જેઓ ગરીબ છો તેઓ લાભ પ્રાપ્ત કરો

for yours is the kingdom of God

જે ભાષાઓમાં રાજ્ય માટે શબ્દ ન હોય તે કહી શકે છે, કેમ કે ઈશ્વર તમારા રાજા છે અથવા ""કેમ કે ઈશ્વર તમારા શાસક છે.

yours is the kingdom of God

ઈશ્વરનું રાજ્ય તમારું છે. આનો અર્થ આ થઈ શકે 1) તમે ઈશ્વરના રાજ્યના છો અથવા 2) ""ઈશ્વરના રાજ્યમાં તમને અધિકાર મળશે.

Luke 6:21

you will laugh

તમે આનંદથી હસશો અથવા ""તમે આનંદી થશો

Luke 6:22

Blessed are you

તમે ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરો અથવા તમે લાભ પ્રાપ્ત કરો છો અથવા ""તે તમારે માટે કેટલું સારું છે

they exclude you

તમને નકારે

because of the Son of Man

કારણ કે તમે મનુષ્ય પુત્ર સાથે જોડાયેલા છો અથવા ""કારણ કે તેઓ મનુષ્ય પુત્રને નકારે છે

Luke 6:23

in that day

જ્યારે તેઓ આ બાબતો કરે છે અથવા ""જ્યારે તે થાય છે

leap for joy

આ રૂઢિપ્રયોગનો અર્થ ખૂબ જ આનંદિત થાઓ થાય છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

your reward ... is great

મોટી ચુકવણી અથવા ""સારી ભેટો

Luke 6:24

woe to you

તે તમારા માટે કેટલું ભયંકર છે. આ શબ્દસમૂહ ત્રણ વખત પુનરાવર્તિત થાય છે. તે તમે ધન્ય છો નું વિરુદ્ધાર્થી છે. દરેક વખતે, તે સૂચવે છે કે ઈશ્વરનો ક્રોધ લોકો પર નિર્દેશિત છે, અથવા કંઈક નકારાત્મક અથવા ખરાબ તેઓ માટે રાહ જુએ છે.

woe to you who are rich

જેઓ શ્રીમંત છે તેઓ માટે તે કેટલું ભયંકર છે અથવા "" મુશ્કેલી તમારા પર આવશે જેઓ શ્રીમંત છે

your comfort

તમને શું દિલાસો આપે છે અથવા તમને શું સંતોષ આપે છે અથવા ""તમને શું ખુશ કરે છે

Luke 6:25

who are full now

જેમના પેટ હવે ભરાયા છે અથવા ""હવે જેઓ વધારે ખાય છે

to the ones who laugh now

જેઓ હવે ખુશ છે

Luke 6:26

Woe to you

તમારા માટે તે કેટલું ભયંકર છે અથવા ""તમારે કેટલા ઉદાસ થવું જોઈએ

when all men speak

અહીં પુરુષો નો ઉપયોગ સામાન્ય અર્થમાં થયો છે જે સર્વ લોકોનો સમાવેશ કરે છે. વૈકલ્પિક અનુવાદ: જ્યારે સર્વ લોકો બોલે છે અથવા જ્યારે દરેક બોલે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-gendernotations)

their ancestors treated the false prophets in the same way

તેમના પૂર્વજોએ પણ ખોટા પ્રબોધકોની સારી વાત કરી

Luke 6:27

Connecting Statement:

ઈસુએ તેમના શિષ્યો સાથે વાત કરવાનું ચાલુ રાખ્યું અને ટોળું જે પણ તેમને સાંભળી રહ્યું હતું.

to you who are listening

ઈસુ હવે ફક્ત તેમના શિષ્યોને બદલે, સમગ્ર ટોળા સાથે વાત કરવાનું શરૂ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-participants)

love ... do good

આ દરેક આદેશોનું પાલન ફક્ત એક જ વખત માટે નહિ, પણ સતત થવું જોઈએ.

love your enemies

આનો અર્થ એ નથી કે તેઓએ ફક્ત તેમના શત્રુઓને જ પ્રેમ કરવાનો હતો અને તેમના મિત્રોને નહિ. આ કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ફક્ત તમારા મિત્રોને જ નહિ, પરંતુ તમારા શત્રુઓને પણ પ્રેમ કરો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Luke 6:28

Bless ... pray

આ દરેક આદેશોનું પાલન ફક્ત એક જ વખત માટે નહિ, પણ સતત થવું જોઈએ.

Bless those who curse

ઈશ્વર એક છે કે જેઓ આશીર્વાદ આપે છે. આ સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વરને કહો તેઓને આશીર્વાદ આપે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

those who curse you

તેઓ જે તમને ટેવપૂર્વક શાપ આપે છે

those who mistreat you

તેઓ જે તમારી સાથે ટેવપૂર્વક દુર્વ્યવહાર કરે છે

Luke 6:29

To him who strikes you

જો કોઈ તમને મારે તો

on the one cheek

તમારા ચહેરાની એક બાજુ

offer him also the other

હુમલો કરનાર વ્યક્તિ સાથે શું કરશે તે જણાવવું મદદરૂપ થઈ શકે. વૈકલ્પિક અનુવાદ: તમારો ચહેરો ફેરવો જેથી તે બીજા ગાલ પર પણ મારી શકે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

do not withhold

તેને લેતા અટકાવશો નહિ

Luke 6:30

Give to everyone who asks you

જો કોઈ તમારી પાસે કંઈક માગે, તો તે તેને આપો

do not ask for it back

તેણે પાછું આપવું જરૂરી નથી અથવા ""તે આપે માટે માંગણી ન કરો

Luke 6:31

As you desire that people would do to you, do the same to them

કેટલીક ભાષાઓમાં ક્રમને ઉલટાવી દેવાનું વધુ પ્રાકૃતિક હોઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: જેમ તમે ચાહો છો કે લોકો તમને કરે તેમ જ તમે પણ તેઓ પ્રત્યે કરો અથવા ""જેમ તમે ચાહો છો કે લોકો તમારી સાથે વર્તે તેમ તમે પણ તેમની સાથે વર્તો

Luke 6:32

what credit is that to you?

તમને શું ઇનામ મળશે? અથવા તે કરવા બદલ તમને કઈ પ્રશંસા પ્રાપ્ત થશે? આ એક વાક્ય તરીકે લખી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તમને તેના માટે કોઈ ઇનામ મળશે નહિ. અથવા ઈશ્વર તેના માટે તમને ઇનામ આપશે નહિ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Luke 6:34

to get back the same amount

મૂસાનું નિયમશાસ્ત્ર યહૂદીઓને આજ્ઞા આપતું હતું કે તેઓ એકબીજાને ઉછીના આપેલા નાણાં પર વ્યાજ ન લે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 6:35

expecting nothing in return

વ્યક્તિને તમે જે આપ્યું છે તે એ પાછું આપે તેની આશા ન રાખો અથવા ""વ્યક્તિ તમને કંઈપણ આપે તેવી આશા ન રાખો

your reward will be great

તમે મોટો બદલો પ્રાપ્ત કરશો અથવા તમને સારું પ્રતિફળ મળશે અથવા ""તેના કારણે તમે સારી ભેટો પ્રાપ્ત કરશો

you will be sons of the Most High

તમારી ભાષા કુદરતી રીતે કોઈ માનવ પુત્ર અથવા બાળક માટે જેનો ઉલ્લેખ કરે છે તે જ શબ્દ સાથે પુત્રો નું અનુવાદ કરવું શ્રેષ્ઠ છે.

sons of the Most High

ધ્યાન રાખો કે પુત્રો શબ્દ બહુવચનમાં છે તેથી તે ઈસુના શીર્ષક પરાત્પરના પુત્ર સાથે મૂંઝવણમાં મૂકે નહિ.

unthankful and evil people

જે લોકો તેમનો આભાર માનતા નથી અને જેઓ ભૂંડા છે

Luke 6:36

your Father

આ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. તમારી ભાષા કુદરતી રીતે કોઈ માનવ પિતા માટે જેનો ઉલ્લેખ કરે છે તે જ શબ્દની સમાન પિતા નું અનુવાદ કરવું શ્રેષ્ઠ છે.

Luke 6:37

Do not judge

લોકોનો ન્યાય ન કરો અથવા ""લોકોની આકરી ટીકા કરશો નહિ

you will not be judged

ઈસુ કહેતા નથી કે કોણ ન્યાય કરશે નહિ. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ઈશ્વર તમારો ન્યાય કરશે નહિ અથવા 2) કોઈ તમારો ન્યાય કરશે નહિ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Do not condemn

લોકોને દોષિત ન ઠરાવો

you will not be condemned

ઈસુએ કહેતા નથી કે કોણ દોષિત ઠરાવશે નહિ. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ઈશ્વર તમને દોષિત ઠરાવશે નહિ અથવા 2) કોઈ તમને દોષિત ઠરાવશે નહિ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

you will be forgiven

ઈસુ કહેતા નથી કે કોણ ક્ષમા કરશે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ઈશ્વર તમને ક્ષમા કરશે અથવા 2) લોકો તમને ક્ષમા કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 6:38

it will be given to you

ઈસુ જણાવતા નથી કે ખરેખર કોણ આપશે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) કોઈક તમને તે આપશે અથવા 2) ઈશ્વર તમને તે આપશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

A good measure—pressed down, shaken together, spilling over—they will pour into your lap

ઈસુ ઉદારતાથી આપતા ઈશ્વર અથવા લોકોની વાત એવી રીતે કરે છે જાણે કે તે ઉદાર અનાજના વેપારી હોય. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વર તમારા ખોળામાં ઉદાર માત્રામાં રેડશે - નીચે દબાવશે, એક સાથે હલાવશે અને ઉપરથી છંટકાવ કરશે અથવા એક ઉદાર અનાજ વેપારીની જેમ કે જે અનાજ દબાવે છે અને તેને એક સાથે હલાવે છે અને તેને એટલા અનાજમાં નાંખે છે કે તે છલકાય છે, તેઓ તમને ઉદારતાથી આપશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

A good measure

પુષ્કળ માત્રા

it will be measured back to you

ઈસુ જણાવતા નથી કે ખરેખર કોણ માપશે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) તેઓ તમને વસ્તુઓ માપીને પાછી આપશે અથવા 2) ઈશ્વર તમને વસ્તુઓ માપીને પાછી આપશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 6:39

Connecting Statement:

ઈસુ પોતાનો મુદ્દો જણાવવા માટે કેટલાક ઉદાહરણોનો સમાવેશ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)

Can a blind person guide another blind person?

ઈસુએ આ પ્રશ્નનો ઉપયોગ લોકોને કંઈક કે જે તેઓ અગાઉથી જાણે છે તે વિશે વિચારવા માટે કર્યો. આ એક વાક્ય તરીકે લખી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: આપણે સર્વ જાણીએ છીએ કે એક અંધ વ્યક્તિ બીજા અંધ વ્યક્તિને માર્ગદર્શન આપી શકે નહિ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

blind man

જે વ્યક્તિ અંધ છે તે એવા વ્યક્તિ માટેનું એક રૂપક છે જેને હજુ શિષ્ય તરીકે શીખવવામાં આવ્યું નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Would both not fall into a pit?

આ એક વાક્ય તરીકે લખી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તે બંને જણ ખાડામાં પડશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Luke 6:40

A disciple is not greater than his teacher

શિષ્ય તેના ગુરુને વટાવી શકતો નથી. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) શિષ્યને તેના ગુરુ કરતાં વધારે જ્ઞાન હોતું નથી અથવા 2) ""શિષ્ય પાસે તેના ગુરુ કરતાં વધારે અધિકાર હોતો નથી.

everyone when he is fully trained

દરેક શિષ્ય જેને સારી તાલીમ આપવામાં આવી છે અથવા ""દરેક શિષ્ય કે જેના ગુરુએ તેને સંપૂર્ણ રીતે શીખવ્યું છે

Luke 6:41

Why do you look ... brother's eye, but you do not notice the log that is in your own eye?

ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ લોકોને પડકાર આપવા માટે કરે છે કે તેઓ બીજાના પાપો તરફ ધ્યાન આપે તે પહેલાં તેમના પોતાના પાપો તરફ ધ્યાન આપે. વૈકલ્પિક અનુવાદ: તમે જોશો નહિ ... ભાઈઓની આંખમાંનો જ્યારે તમે તમારી પોતાની આંખમાં રહેલા ભારોટિયાને અવગણો છો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

the tiny piece of straw that is in your brother's eye

આ એક રૂપક છે કે જે સાથી વિશ્વાસીના ઓછા મહત્વના દોષોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

tiny piece of straw

તણખલું અથવા ચીપ અથવા ધૂળની રજ. સામાન્ય રીતે વ્યક્તિની આંખોમાં પડતી સૌથી નાની વસ્તુ માટેનો એક શબ્દનો ઉપયોગ કરો.

brother

અહીં ભાઈ એ સાથી યહૂદી અથવા ઈસુમાં સાથી વિશ્વાસીનો ઉલ્લેખ કરે છે.

the log that is in your own eye

વ્યક્તિના સૌથી મહત્વપૂર્ણ દોષો માટેનું આ એક રૂપક છે. ભારોટિયો શાબ્દિક રૂપે વ્યક્તિની આંખમાં જઈ શકતો નથી. ઈસુએ એ બાબત પર ભાર મૂકવાની અતિશયોક્તિ કરી છે કે વ્યક્તિએ બીજી વ્યક્તિની ઓછા મહત્વપૂર્ણ દોષો સાથે વ્યવહાર કરતાં પહેલાં તેના પોતાના વધુ મહત્વપૂર્ણ દોષો પર ધ્યાન આપવું જોઈએ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor અને /WA-Catalog/gu_tm?section=translate#figs-hyperbole)

log

ભારટિયો અથવા ""પાટિયું

Luke 6:42

How can you say ... your own eye?

ઈસુ આ પ્રશ્ન લોકોને પડકાર આપવા માટે કરે છે કે તેઓ બીજાના પાપો તરફ ધ્યાન આપે તે પહેલાં તેમના પોતાના પાપો તરફ ધ્યાન આપે. વૈકલ્પિક અનુવાદ: તમારે કહેવું ન જોઈએ ... આંખ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Luke 6:43

General Information:

લોકો વૃક્ષ જે ફળ ઉત્પન્ન કરે છે તે દ્વારા જણાવી શકે છે કે તે વૃક્ષ સારું છે કે ખરાબ, અને તે કયા પ્રકારનું વૃક્ષ છે. ઈસુ તેનો ઉપયોગ સમજાવવામાં ન આવેલ રૂપક તરીકે કરે છે - આપણે જ્યારે કોઈ વ્યક્તિની ક્રિયાઓ જોઈએ છે ત્યારે તે કેવા પ્રકારનો વ્યક્તિ છે તે જાણી શકીએ છીએ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

For there is

આ એટલા માટે કેમ કે ત્યાં છે. જે નીચે મુજબ છે તે સૂચવે છે કે શા માટે આપણે આપણા ભાઈનો ન્યાય ન કરવો જોઈએ.

good tree

તંદુરસ્ત વૃક્ષ

rotten fruit

ફળ કે જેને સડો લાગ્યો છે અથવા ખરાબ અથવા નકામું છે

Luke 6:44

each tree is known

વૃક્ષ જે ફળ આપે છે તેના દ્વારા તે કયા પ્રકારનું છે એ લોકો ઓળખે છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: લોકો વૃક્ષનો પ્રકાર જાણે છે અથવા લોકો વૃક્ષને ઓળખે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

a thornbush

એક છોડ અથવા ઝાડવું કે જેને કાંટા હોય છે

a briar bush

વેલો અથવા ઝાડવું કે જેને કાંટા હોય છે

Luke 6:45

General Information:

ઈસુ વ્યક્તિના વિચારોની સરખામણી તેના સારા કે દુષ્ટ ખજાના સાથે કરે છે. જ્યારે કોઈ સારા વ્યક્તિના સારા વિચારો હોય છે, ત્યારે તે સારી ક્રિયાઓમાં વ્યસ્ત રહે છે. જ્યારે કોઈ દુષ્ટ વ્યક્તિ દુષ્ટ વિચારો વિચારે છે, ત્યારે તે દુષ્ટ ક્રિયાઓમાં વ્યસ્ત રહે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

The good man

અહીં સારું શબ્દનો અર્થ ન્યાયી અથવા નૈતિક થાય છે.

good man

અહીં માનવ શબ્દ એક વ્યક્તિ, પુરુષ અથવા સ્ત્રીનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: સારી વ્યક્તિ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-gendernotations)

the good treasure of his heart

અહીં વ્યક્તિના સારા વિચારોની વાત એવી રીતે કરવામાં આવી છે જાણે કે તેઓ તે વ્યક્તિના હૃદયમાં સંગ્રહ કરવામાં આવેલ ખજાનો હોય, અને તેનું હૃદય એ તે વ્યક્તિના સ્વ માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: સારી વસ્તુઓ જે તે પોતાની અંદર રાખે છે અથવા સારી વસ્તુઓની તે ખૂબ જ તીવ્રતાથી કદર કરે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

produces what is good

જે સારું છે તે કરવું એ જે સારું છે તે ઉત્પન્ન કરવા માટેનું એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: જે સારું છે તે કરે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

the evil treasure

અહીં કોઈ વ્યક્તિના દુષ્ટ વિચારો વિશે એવી રીતે વાત કરવામાં આવી છે જાણે કે તેઓ તે વ્યક્તિના હૃદયમાં સંગ્રહિત દુષ્ટ બાબતો હોય અને તેનું હૃદય એ તે વ્યક્તિના સ્વ માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: દુષ્ટ બાબતો જે તે પોતાની અંદર ઊંડાણમાં રાખે છે અથવા દુષ્ટ બાબતોની તે ખૂબ જ તીવ્રતાથી કદર કરે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor) (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

out of the abundance of the heart his mouth speaks

અહીં હૃદય એ વ્યક્તિના મન અથવા આંતરિક સ્વને રજૂ કરે છે. તેનું મુખ શબ્દસમૂહ એ સમગ્ર વ્યક્તિને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: તે તેના હૃદયમાં જે વિચારે છે તેનાથી તે તેના મુખથી જે બોલે છે તેને અસર કરે છે અથવા વ્યક્તિ જે તેના પોતાની અંદર ખરેખર મૂલ્ય કરે છે તે જ મોટેથી બોલશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

Luke 6:46

General Information:

જે વ્યક્તિ ઈસુના શિક્ષણને આધીન થાય છે તેની તુલના તેઓ એવા માણસ સાથે કરે છે કે જે ખડક પર ઘર બનાવે છે જ્યાં તે પૂરથી સુરક્ષિત રહેશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-simile)

Lord, Lord

આ શબ્દોનું પુનરાવર્તન સૂચવે છે કે તેઓ નિયમિત ઈસુને પ્રભુ કહેતા હતા.

Luke 6:47

Everyone who is coming to me ... I will show you what he is like

આ વાક્યનો ક્રમ બદલવો એ સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""હું તમને કહીશ કે દરેક વ્યક્તિ જે મારી પાસે આવે છે અને મારા શબ્દો સાંભળે છે અને તેનું પાલન કરે છે તે કોના જેવો છે.

Luke 6:48

laid a foundation on the rock

નક્કર ખડકના પાયા સુધી પહોંચવા માટે પૂરતા ઊંડા પ્રમાણમાં ઘરનો પાયો ખોદે છે. કેટલીક સંસ્કૃતિઓ તળ-ખડક પરના બાંધકામથી પરિચિત ન હોઈ શકે અને સ્થિર પાયા માટે બીજી છબીનો ઉપયોગ કરવાની જરૂર પડી શકે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

a foundation

ઘરનો ભાગ જે તેને જમીન સાથે જોડે છે. ઈસુના સમયના લોકો જમીનની અંદર નક્કર ખડક સુધી નીચે ખોદતા અને પછી ખડક પર બાંધવાનું શરૂ કરતાં હતા. તે નક્કર ખડક પાયો હતો.

the rock

તળ-ખડક. આ ખૂબ જ વિશાળ, સખત ખડક છે જે જમીનની નીચે ઊંડાણમાં હોય છે.

torrent of water

ઝડપથી વહેતું પાણી અથવા ""નદી

flowed against

ની વિરુદ્ધ ધડાકા સાથે તુટવું

shake it

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) તેને હલાવવાનું કારણ અથવા 2) ""તેને નાશ કરો.

because it had been built well

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: કારણ કે માણસે તેને સારી રીતે બાંધ્યું હતું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 6:49

General Information:

જે વ્યક્તિ ઈસુના શિક્ષણને સાંભળે છે પરંતુ આધીન થતો નથી તેની તુલના તેઓ એવા માણસ સાથે કરે છે કે જે પાયા વિનાનું ઘર બાંધે છે અને તેથી જ્યારે પૂર આવે છે ત્યારે તે તૂટી જશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-simile)

But the one

પરંતુ તે અગાઉના વ્યક્તિ સાથે ખૂબ તફાવત ધરાવે છે જેણે પાયા સાથે બાંધ્યું હતું.

on the ground without a foundation

કેટલીક સંસ્કૃતિઓને ખબર હોતી નથી કે પાયાવાળું ઘર વધુ મજબૂત હોય છે. વધારાની માહિતી મદદરૂપ થઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: પરંતુ તેણે ઊંડું ખોદકામ કર્યું નહિ અને પ્રથમ પાયો બાંધ્યો નહિ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

a foundation

ઘરનો ભાગ જે તેને જમીન સાથે જોડે છે. ઈસુના સમયના લોકો જમીનની અંદર નક્કર ખડક સુધી નીચે ખોદતા અને પછી ખડક પર બાંધવાનું શરૂ કરતાં હતા. તે નક્કર ખડક પાયો હતો.

torrent of water

ઝડપથી વહેતું પાણી અથવા ""નદી

flowed against

ની વિરુદ્ધ ધડાકા સાથે તુટવું

it collapsed

નીચે પડવું અથવા અલગ થઈ ગયું

the ruin of that house was great

તે ઘર સંપૂર્ણ નાશ પામ્યું હતું