Luke 5

લૂક 05 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

તમે માણસોને પકડશો

પિતર, યાકૂબ અને યોહાન માછીમારો હતા. જ્યારે ઈસુએ તેઓને કહ્યું કે તેઓ માણસોને પકડનારા થશે, ત્યારે ઈસુ તેઓને એમ કહેવા રૂપકનો ઉપયોગ કરી રહ્યા હતા કે તેઓ ઇચ્છે છે કે તેઓ લોકોને તેમના વિશેની સુવાર્તા પર વિશ્વાસ કરવા મદદ કરે. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#disciple અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

પાપીઓ

જ્યારે ઈસુના સમયના લોકો પાપીઓ વિશે બોલતા, તેઓ એવા લોકો વિશે વાત કરી રહ્યા હતા કે જેઓ ચોરી અથવા જાતીયતાના પાપો કરવાને બદલે મૂસાના નિયમશાસ્ત્રનું પાલન કરતાં ન હતા. જ્યારે ઈસુએ કહ્યું કે તેઓ પાપીઓ ને તેડવા સારું આવ્યા છે, ત્યારે તેમનો અર્થ એ હતો કે ફક્ત એ જ લોકો કે જેઓ માને છે કે તેઓ પાપીઓ છે તેઓ જ તેમના અનુયાયીઓ બની શકે છે. મોટા ભાગના લોકો ભલે ન માનતા હોય કે તેઓ પાપીઓ છે તોપણ આ સત્ય છે. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#sin)

ઉપવાસ અને ઉજાણી

જ્યારે લોકો ઉદાસ હોય અથવા તેઓ ઈશ્વરને બતાવવા માગતા હોય કે તેઓ તેમના પાપો માટે દિલગીર છે, ત્યારે તેઓ ઉપવાસ કરે, અથવા લાંબા સમય સુધી ખોરાક લેતા નહિ. જ્યારે તેઓ ખુશ હોય, જેમ કે લગ્નો દરમિયાન, ત્યારે તેઓ ઉત્સવો કરે, અથવા ભોજન કરે અને પુષ્કળ ખોરાક લેતા હતા. (જુઓ: /WA-Catalog/gu_tw?section=other#fast)

આ અધ્યાયમાંના મહત્વના શબ્દાલંકાર

કાલ્પનિક પરિસ્થિતિ

ઈસુ ફરોશીઓને દોષિત ઠરાવવા કાલ્પનિક પરિસ્થિતિનો ઉપયોગ કરે છે. આ શાસ્ત્રભાગ સારું સ્વાસ્થ્ય ધરાવતા લોકો અને ન્યાયી લોકો નો સમાવેશ કરે છે. તેનો અર્થ એમ થતો નથી કે એવા લોકો છે કે જેઓને ઈસુની જરૂર નથી. કોઈ ન્યાયી લોકો નથી, દરેકને ઈસુની જરૂર છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hypo અને લૂક 5:31-32)

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

ગર્ભિત માહિતી

આ અધ્યાયમાંના અનેક ભાગોમાં લેખકે કેટલીક માહિતીને ગર્ભિત રાખી છે જેને તેના મૂળ વાચકો સમજ્યા હતા અને તે વિશે વિચાર કર્યો હતો. આધુનિક વાચકો તેમાની કેટલીક બાબતોને જાણતા નહિ હોય તેથી તેઓને લેખક જે કહી રહ્યો હતો તેને સમજવા મુશ્કેલી પડી શકે છે. યુએસટી ઘણીવાર દર્શાવે છે કે કેવી રીતે તે માહિતીને રજૂ કરી શકાય કે જેથી આધુનિક વાચકો તે શાસ્ત્રભાગોને સમજી શકે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-unknown અને /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

ભૂતકાળની ઘટનાઓ

આ અધ્યાયમાંના કેટલાક ભાગો એ ઘટનાઓની શ્રેણીઓ છે જે અગાઉ થઈ ગઈ છે. આપેલ ભાગમાં, લૂક કેટલીકવાર એ રીતે લખે છે જાણે ઘટનાઓ બની જ ગઈ હોય જ્યારે બીજી ઘટનાઓ હજુ ઘટી રહી હોય છે (જોકે ભકે તે લખે છે સમયે તે સંપૂર્ણ થઈ ગઈ હોય તોપણ). આ ઘટનાઓનો અતાર્કિક ક્રમ બનાવીને અનુવાદમાં મુશ્કેલી ઊભી કરી શકે છે. સર્વ ઘટનાઓ જાણે બની જ ગઈ છે એમ લખાણ દ્વારા સુસંગત બનાવવું જરૂરી થઈ શકે છે.

મનુષ્ય પુત્ર

આ અધ્યાયમાં ઈસુ પોતાને મનુષ્ય પુત્ર તરીકે ઉલ્લેખ કરે છે (લૂક 5:24). તમારી ભાષા કદાચ લોકોને જેમ તેઓ બીજા વિશે બોલતા હોય તેમ પોતા વિશે બોલવા પરવાનગી ન આપતી હોય. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#sonofman અને /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

Luke 5:1

Connecting Statement:

ઈસુ ગન્નેસરેતના સરોવરને કાંઠે પિતરની હોડીમાંથી બોધ કરે છે.

Now it happened that

આ શબ્દસમૂહ વાર્તામાંના નવા ભાગની શરૂઆતને ચિહ્નિત કરવા અહીં વપરાયો છે. જો તમારી ભાષામાં આમ કરવાની કોઈ રીત હોય, તો તમે તેને અહીં વાપરી શકો છો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-newevent)

listening to the word of God

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) જે સંદેશ ઈશ્વર ચાહતા હતા કે તેઓ સાંભળે એ તેઓ સાંભળી રહ્યા હતા અથવા 2) ""ઈશ્વર વિશેનો ઈસુનો સંદેશ સાંભળીને

the lake of Gennesaret

આ શબ્દો ગાલીલના સમુદ્રનો ઉલ્લેખ કરે છે. ગાલીલ સરોવરને પશ્ચિમ બાજુએ હતો, અને ગન્નેસરેતની ભૂમિ પૂર્વ બાજુએ હતી, તેથી તે બંને નામથી ઓળખાતું હતું. કેટલાક અંગ્રેજી સંસ્કરણો તેને યોગ્ય નામ પાણીની સંરચના પ્રમાણે, ગન્નેસરેતનું સરોવર એ રીતે અનુવાદ કરે છે.

Luke 5:2

were washing their nets

તેઓ પોતાની માછલી પકડવાની જાળો સાફ કરી રહ્યા હતા કે જેથી તેઓ ફરીથી તેનો માછલી પકડવા ઉપયોગ કરી શકે.

Luke 5:3

one of the boats, which was Simon's

હોડી સિમોનની માલિકીની હતી

asked him to put it out a short distance from the land

સિમોનને કાંઠાથી દૂર હંકારવાનું કહ્યું

he sat down and taught the crowds

બેસવું એ શિક્ષક માટેની સર્વસામાન્ય સ્થિતિ હતી.

taught the crowds from the boat

જ્યારે તેઓ હોડીમાં બેઠા ત્યારે તેમણે લોકોને શીખવ્યું. ઈસુ કાંઠાથી દૂર થોડે અંતરે હોડીમાં હતા અને તેઓ જે લોકો કાંઠે ઊભા હતા તેઓ સાથે વાત કરી રહ્યા હતા.

Luke 5:4

When he had finished speaking

જ્યારે ઈસુએ લોકોને શીખવવાનું પૂર્ણ કર્યું ત્યારે

Luke 5:5

But at your word

કેમ કે તમે મને આમ કરવા કહ્યું માટે

Luke 5:7

they motioned

તેઓ હાંક મારવા માટે કાંઠાથી ઘણે દૂર હતા, તેથી તેઓએ હાવભાવ કરીને, કદાચ તેમના હાથ હલાવીને ઇશારો કર્યો.

they began to sink

હોડીઓ ડૂબવા લાગી. કારણને સ્પષ્ટપણે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: હોડીઓ ડૂબવા લાગી કારણ કે માછલીઓ ખૂબ જ ભારે હતી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 5:8

fell down at the knees of Jesus

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ઈસુ સમક્ષ ઘૂંટણે નમ્યો અથવા 2) ઈસુના પગ પાસે નમ્યો અથવા 3) ઈસુના પગ આગળ જમીન પર પડ્યો. પિતર આકસ્મિક રીતે નહોતો પડ્યો. તેણે ઈસુ પ્રત્યેની નમ્રતા અને આદરના પ્રતિક તરીકે આ કર્યું. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-symaction)

a sinful man

અહીં માણસ શબ્દનો અર્થ પુખ્ત પુરુષ અને સર્વસામાન્ય અર્થમાં માનવી નહિ.

Luke 5:9

the catch of fish

મોટી સંખ્યામાં માછલીઓ

Luke 5:10

partners with Simon

માછલી પકડવાના વેપારમાં સિમોનના ભાગીદારો

you will be catching men

માછલી પકડવાની છબી એ ખ્રિસ્તને અનુસરવા લોકોને ભેગા કરવા માટેના રૂપક તરીકે વાપરવામાં આવી છે. વૈકલ્પિક અનુવાદ: તું લોકોને પકડનાર થશે અથવા તું મારા માટે લોકોને ભેગા કરશે અથવા તું લોકોને મારા શિષ્યો થવા લાવશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Luke 5:12

Connecting Statement:

ઈસુ એક અલગ શહેરમાં જેનું નામ આપવામાં આવ્યું નથી ત્યાં એક રક્તપિત્તીઆને સાજો કરે છે.

It came about that

આ શબ્દસમૂહ વાર્તામાંના એક નવી ઘટનાને ચિહ્નિત કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-newevent)

a man full of leprosy

એક માણસ જે રક્તપિત્તથી પીડાતો હતો. તે વાર્તામાં એક નવા પાત્રનો પરિચય કરાવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-participants)

he fell on his face

અહીં તેને પગે પડ્યો એ રૂઢિપ્રયોગ છે જેનો અર્થ નમવું થાય છે. વૈકલ્પિક અનુવાદ: તે ઘૂંટણે પડ્યો અને તેના મુખથી જમીનને સ્પર્શ્યો અથવા તે જમીન સુધી નમ્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

if you are willing

જો તમે ચાહો તો

you can make me clean

તે સમજી શકાય છે કે તે ઈસુને પોતાને સાજો કરવા કહી રહ્યો હતો. આ સ્પષ્ટપણે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: કૃપા કરીને મને શુદ્ધ કરો, કેમ કે તમે સમર્થ છો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

make me clean

આ વિધિગત શુદ્ધતાનો ઉલ્લેખ કરે છે, પરંતુ એ સમજી શકાય એમ છે કે તે વ્યક્તિ રક્તપિત્તને કારણે અશુદ્ધ છે. તે ખરેખર ઈસુને તેની બિમારીમાંથી શુદ્ધ કરવા કહી રહ્યો છે. આ સ્પષ્ટપણે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: મને રક્તપિત્તથી શુદ્ધ કરો જેથી હું શુદ્ધ થઈશ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 5:13

Be clean

આ વિધિગત શુદ્ધતાનો ઉલ્લેખ કરે છે, પરંતુ એ સમજી શકાય એમ છે કે તે વ્યક્તિ રક્તપિત્તને કારણે અશુદ્ધ છે. તે ખરેખર ઈસુને તેની બિમારીમાંથી શુદ્ધ કરવા કહી રહ્યો છે. આ સ્પષ્ટપણે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: શુદ્ધ થા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

the leprosy left him

તેને હવે રક્તપિત્ત ન હતો

Luke 5:14

to tell no one

આ પ્રત્યક્ષ અવતરણ તરીકે અનુવાદ કરી શકાય છે: કોઈને કહીશ નહિ ત્યાં ગર્ભિત માહિતી છે જેને સ્પષ્ટપણે કહી શકાય છે (AT): કોઈને કહીશ નહિ કે તું સાજો થયો છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations અને /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

offer a sacrifice for your cleansing

નિયમ પ્રમાણે કોઈ વ્યક્તિ સાજો થયા પછી તેણે ચોક્કસ અર્પણ કરવું અનિવાર્ય હતું. આ બાબત વ્યક્તિને વિધિગત રીતે શુદ્ધ બનાવે છે, અને ત્યારબાદ તે વ્યક્તિ ફરીથી ધાર્મિક વિધિઓમાં સહભાગી થઈ શકે છે.

for a testimony

તારા સાજાપણાના પુરાવા તરીકે

to them

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) યાજકોને અથવા 2) ""સર્વ લોકોને.

Luke 5:15

the report about him

ઈસુ વિશેના સમાચાર. તેનો અર્થ રક્તપિત્તવાળા માણસને ઈસુએ આપેલ સાજાપણાનો અહેવાલ અથવા ઈસુએ લોકોને આપેલ સાજાપણાનો અહેવાલ એમ થઈ શકે.

the report about him spread even farther

તેમના વિશેનો અહેવાલ ખૂબ દૂર સુધી ગયો. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: લોકો અન્ય સ્થળોમાં તેમના વિશેના સમાચાર કહી રહ્યા હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 5:16

the deserted places

એકાંતવાળા સ્થળોએ અથવા ""એવા સ્થળો કે જ્યાં બીજા કોઈ લોકો ન હોય

Luke 5:17

Connecting Statement:

એક દિવસ જ્યારે ઈસુ એક ઘરમાં શિક્ષણ આપી રહ્યા હતા, ત્યારે કેટલાક લોકો એક પક્ષઘાતીને ઈસુ પાસે સાજો થાય એ માટે લાવે છે.

it came about

આ શબ્દસમૂહ વાર્તામાંના નવા ભાગની શરૂઆતને ચિહ્નિત કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-newevent)

Luke 5:18

Now there were some men

વાર્તામાં આ નવા લોકો છે. તમારી ભાષામાં કદાચ આ નવા લોકો છે એવું દર્શાવવાની કોઈ રીત હોઈ શકે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-participants)

a mat

ઊંઘવા માટેનું બિછાનું અથવા પથારી અથવા દરદીને લઈ જવાની ડોળી

was paralyzed

પોતાને હલાવી શકતો ન હતો

Luke 5:19

When they could not find a way to bring him in because of the crowd

કેટલીક ભાષાઓમાં તેને ફરીથી ક્રમમાં મૂકવું એ વધુ વાસ્તવિક બની શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""લોકોના ટોળાને કારણે, તેઓ પક્ષઘાતીને અંદર લઈ જવાનો રસ્તો મેળવી શક્યા નહિ. તેથી

because of the crowd

તેઓ અંદર પ્રવેશી શક્યા નહિ તેનું કારણ સ્પષ્ટ છે કે ત્યાં મોટું ટોળું હતું માટે તેથી તેઓ સારું જગ્યા ન હતી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

they went up to the housetop

ઘરોને સમતલ છત હતી, અને કેટલાક ઘરોને બહારની બાજુએ સીડી અથવા દાદર હતા કે જેથી ઉપર જવાનું સરળ બનાવી શકાય. આ કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તેઓ ઘરની સમતલ છત પર જતાં રહ્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

in front of Jesus

સીધા ઈસુની સામે જ અથવા ""તરત જ ઈસુની સામે

Luke 5:20

Seeing their faith, he said

તે સમજી શકાય એમ છે કે તેઓ માનતા હતા કે ઈસુ તે પક્ષઘાતીને સાજો કરી શકે છે. આ કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: જ્યારે ઈસુએ જોયું કે તેઓ વિશ્વાસ કરે છે કે તેઓ તેને સાજો કરી શકે છે, ત્યારે તેમણે તેને કહ્યું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Man

આ સામાન્ય શબ્દ છે કે જ્યારે લોકો જેનું નામ ન જાણતા હોય ત્યારે બોલવા વાપરે છે. તે અસંસ્કારી ન હતું, પણ તે ખાસ માન પણ દર્શાવતું ન હતું. કેટલીક ભાષાઓ શબ્દો જેવા કે મિત્ર અથવા સાહેબ વાપરી શકે છે.

your sins are forgiven you

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તને ક્ષમા કરવામાં આવ્યો છે અથવા હું તારા પાપો ક્ષમા કરું છું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 5:21

to question this

આ વિશે ચર્ચા કરો અથવા આ વિશે તર્ક કરો. તેઓએ કયો પ્રશ્ન કર્યો તેને કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: પાપો ક્ષમા કરવા માટે ઈસુ પાસે અધિકાર છે કે નહિ તે અંગે ચર્ચા કરી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Who is this who speaks blasphemies?

આ પ્રશ્ન દર્શાવે છે કે તેઓ ઈસુએ જે કહ્યું તે માટે કેટલા આશ્ચર્યચકિત અને ગુસ્સે હતા. આ વાક્યના સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: આ માણસ ઈશ્વરની નિંદા કરી રહ્યો છે! અથવા તે આમ કહીને ઈશ્વરની નિંદા કરે છે! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Who can forgive sins but God alone?

ગર્ભિત માહિતી એ છે કે જો વ્યક્તિ પાપોને ક્ષમા કરવાનો દાવો કરે છે તો તે કહે છે કે તે ઈશ્વર છે. આ સ્પષ્ટ વાક્યના સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વર સિવાય કોઈપણ પાપો ક્ષમા કરી શકે નહિ! અથવા ઈશ્વર જ એકમાત્ર છે જેઓ પાપો ક્ષમા કરી શકે! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion અને /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 5:22

knowing their thoughts

આ શબ્દસમૂહ સૂચવે છે કે તેઓ મૌન રીતે તર્ક કરી રહ્યા હતા, તેથી ઈસુએ તેઓ જે વિચારી રહ્યા હતા તેને સાંભળ્યા કરતાં વિશેષ પારખી લીધું.

Why are you questioning this in your hearts?

આ વાક્યના સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તમારે તમારા હ્રદયોમાં આ વિશે દલીલ કરવી જોઈએ નહિ. અથવા મારી પાસે પાપો ક્ષમા કરવાનો અધિકાર છે તે માટે તમારે શંકા કરવી જોઈએ નહિ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

in your hearts

અહીં હ્રદયો એ લોકોના મન અથવા આંતરિક સ્વ માટેનું એક ઉપનામ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Luke 5:23

Which is easier to say ... walk?

ઈસુ પાપો ક્ષમા કરી શકે કે નહિ તે કોણ સાબિત કરી શકે તે વિશે વિચારવા તેઓ શાસ્ત્રીઓને આ પ્રશ્ન કરે છે. વૈકલ્પિક અનુવાદ: મેં હમણાં જ કહ્યું 'તારા પાપો તને ક્ષમા કરવામાં આવ્યા છે.' તમે એમ વિચારી શકો કે 'ઊભો થા અને ચાલતો થા' એમ કહેવું અઘરું છે, કારણ કે હું તેને સાજો કરી શકું છું કે નહિ તેની સાબિતી તે ઊભો થઈને ચાલે છે કે નહિ તે દ્વારા જ દર્શાવી શકાય. અથવા તમે એમ વિચારી શકો કે 'ઊભો થા અને ચાલતો થા' એમ કહેવું એના કરતાં 'તારા પાપો ક્ષમા થયા છે' એમ કહેવું સરળ છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

easier to say

અવર્ણનીય સૂચિતાર્થ એ છે કે એક બાબત કહેવી સરળ છે કેમ કે કોઈ જાણી શકશે નહિ કે શું થયું હતું, પરંતુ બીજી બાબત કહેવી અઘરી છે કેમ કે દરેક જણ જાણી શકે કે શું થયું હતું. જો પક્ષઘાતીના પાપો ક્ષમા થયા, તો લોકો તે જોઈ શકે નહિ, પણ જો તે ઊભો થઈને ચાલતો થાય તો તેઓ સર્વ જાણી શકે કે તે સાજો થયો છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Luke 5:24

you may know

ઈસુ શાસ્ત્રીઓ અને ફરોશીઓ સાથે બોલી રહ્યા હતા. તમે શબ્દ બહુવચન છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

the Son of Man

ઈસુ પોતાનો ઉલ્લેખ કરી રહ્યા હતા.

I tell you

ઈસુ પક્ષઘાતીને આ કહી રહ્યા હતા. તું શબ્દ એકવચન છે.

Luke 5:25

Immediately he got up

પળવારમાં જ તે ઊભો થયો અથવા ""તરત જ તે ઊભો થયો

he got up

તે સાજાપણું પામ્યો એમ સ્પષ્ટપણે કહેવું એ મદદરૂપ બની શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""પક્ષઘાતી સાજો થયો! તે ઊભો થયો

Luke 5:26

were filled with fear

ખૂબ ગભરાયા અથવા ""આદરથી ભયભીત થયા

extraordinary things

અદ્દભુત બાબતો અથવા ""વિચિત્ર બાબતો

Luke 5:27

Connecting Statement:

જ્યારે ઈસુ તે ઘરમાથી નીકળે છે, ત્યારે તેઓ લેવી, યહૂદી દાણીને, પોતાની પાછળ ચાલવા બોલાવે છે. ઈસુ શાસ્ત્રીઓ અને ફરોશીઓને હેરાન કરે છે કેમ કે તેઓ લેવીએ જે તેમના માટે મિજબાની આપી તેમાં જાય છે.

After these things happened

આ બાબતો"" શબ્દસમૂહ એ અગાઉની કલમોમાં શું બન્યું તેનો ઉલ્લેખ કરે છે. આ એક નવી ઘટનાનો સંકેત આપે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-newevent)

saw a tax collector

ધ્યાનથી એક દાણી તરફ જોયું અથવા ""એક દાણી તરફ કાળજીપૂર્વક જોયું

Follow me

કોઈકની પાછળ ચાલવું કે અનુસરવું એટલે તે વ્યક્તિના શિષ્ય થવું. વૈકલ્પિક અનુવાદ: મારો શિષ્ય થા અથવા આવો, તમારા શિક્ષક તરીકે મને અનુસરો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Luke 5:28

leaving everything behind

એક દાણી તરીકેનું તેનું કામ છોડ્યું

Luke 5:29

Connecting Statement:

ભોજન વખતે, ઈસુ ફરોશીઓ અને શાસ્ત્રીઓ સાથે વાત કરે છે.

in his house

લેવીના ઘરમાં

reclining at the table

કેટલાક તકીયાઓ પર ડાબા ખભા પર પોતાને ટેકવીને સોફા પર સૂંવું કે બેસવું એ મિજબાની વખતે ખાવા માટેની ગ્રીક શૈલી હતી. વૈકલ્પિક અનુવાદ: સાથે ખાવું અથવા મેજ પર બેસીને ખાવું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 5:30

to his disciples

ઈસુના શિષ્યોને

Why do you eat ... sinners?

ફરોશીઓ અને શાસ્ત્રીઓ તેમની નામંજૂરી રજૂ કરવા આ પ્રશ્ન પૂછે છે કે ઈસુના શિષ્યો પાપીઓ સાથે ખાય છે. વૈકલ્પિક અનુવાદ: તમારે પાપીઓ સાથે ખાવું જોઈએ નહિ! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

sinners

લોકો કે જેઓ મૂસાના નિયમશાસ્ત્રને આધીન થતા ન હતા પણ બીજાઓ જે વિચારતા કે એ ઘણા ખરાબ પાપો છે તે તેઓ કરતાં હતા

you eat and drink with ... sinners

ફરોશીઓ અને શાસ્ત્રીઓ એમ માનતા હતા કે ધાર્મિક લોકોએ તેઓ જેઓને પાપીઓ માનતા હોય તેઓથી પોતાને અલગ રાખવા જોઈએ. તમે શબ્દ બહુવચન છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 5:31

People who are well ... those who are sick

ઈસુ તેઓને કહેવાની શરૂઆત કરવા આ કહેવતનો ઉપયોગ કરે છે કે જેમ વૈદ બીમારોને સાજા થવા પોતાની પાસે બોલાવે છે તેમ તેઓ પાપીઓને પસ્તાવો કરવા બોલાવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-proverbs)

a physician

વૈદ

but those who are sick

જે શબ્દો કાઢી નાખવામાં આવ્યા છે તે તમારે પૂરા પાડવા. વૈકલ્પિક અનુવાદ: ફક્ત જેઓ બીમાર છે તેઓને જ વૈદની અગત્યતા છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Luke 5:32

I did not come to call the righteous, but sinners to repentance

જે કોઈપણ ઈસુની પાછળ ચાલવા માગે છે તેણે પોતાને ન્યાયી તરીકે નહિ પણ પાપી તરીકે જ વિચારવું જોઈએ.

the righteous

આ નામવાળા વિશેષણને શબ્દસમૂહના નામ તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ન્યાયી લોકો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-nominaladj)

Luke 5:33

They said to him

ધાર્મિક આગેવાનોએ ઈસુને કહ્યું

Luke 5:34

Can anyone make ... with them?

લોકો જે અગાઉથી જાણે છે તે સ્થિતિ વિશે વિચાર કરે માટે ઈસુ આ પ્રશ્નનો ઉપયોગ કરે છે. આ વાક્ય તરીકે લખી શકાય છે. વૈકલ્પિક અનનુવાદ: જ્યાં સુધી વર જાનૈયા સાથે હોય ત્યાં સુધી કોઈ તેઓને ઉપવાસ કરવાનું કહેતું નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

wedding attendants

મહેમાનો અથવા મિત્રો. જેના લગ્ન થવાના છે તેની સાથે ઉજાણી કરનાર આ તેના મિત્રો છે.

the wedding attendants ... fast

ઉપવાસ એ ઉદાસીનતાની નિશાની છે. ધાર્મિક આગેવાનો સમજી શક્યા કે જ્યારે વર જાનૈયા સાથે હોય ત્યારે તેઓ ઉપવાસ કરતાં નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 5:35

But the days will indeed come when

જલદી અથવા ""કોઈ દિવસ

the bridegroom will be taken away from them

ઈસુ પોતાને વર સાથે અને શિષ્યોને જાનૈયાઓ સાથે સરખાવે છે. તેઓ રૂપકને સમજાવતા નથી, તેથી જો આવશ્યક હોય તો જ અનુવાદકે તે સમજાવવું જોઈએ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Luke 5:36

General Information:

લેવીના ઘરમાં જે શાસ્ત્રીઓ અને ફરોશીઓ હતા તેઓને ઈસુ એક વાત કહે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parables)

No one, having torn ... sews it onto ... he did that ... he would tear

કોઈ ફાડતું નથી ... તેનો ઉપયોગ કરે છે ... તે ... તે અથવા ""લોકો ફાડતા નથી ... તેનો ઉપયોગ કરે છે ... તેઓ ... તેઓ

sews it

મરામત

If he did that

આ કાલ્પનિક વાક્ય કારણને સમજાવે છે કે શા માટે વ્યક્તિ ખરેખર વસ્ત્રની એ રીતે મરામત કરતો નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hypo)

will not match

સરખું લાગશે નહિ અથવા ""તે પ્રમાણેનું સમાન રહેશે નહિ

Luke 5:37

new wine

દ્રાક્ષારસ. આ દ્રાક્ષારસનો ઉલ્લેખ કરે છે જેને હજુ આથવામાં આવ્યો નથી.

wineskins

આ પ્રાણીઓના ચામડીમાંથી બનાવવામાં આવેલ કોથળીઓ હતી. તેઓને દ્રાક્ષારસની થેલીઓ અથવા ચામડાની મશકો પણ કહી શકાય.

the new wine would burst the wineskins

જ્યારે નવા દ્રાક્ષારસને આથો આવે અને વિસ્તરે છે, ત્યારે તે જૂની મશકોને ફાડી નાખે છે કેમ કે તેઓ વિસ્તરી શકતી નથી. ઈસુના શ્રોતાજનો દ્રાક્ષારસનો આથો આવવા અને વિસ્તરણ વિશેની માહિતીને સમજી ગયા હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

it will be spilled out

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: દ્રાક્ષારસ થેલીઓની બહાર આવી જશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 5:38

fresh wineskins

નવી દ્રાક્ષારસની મશકો અથવા નવી દ્રાક્ષારસની કોથળીઓ. તે નવી, ન વપરાયેલ દ્રાક્ષારસની મશકોનો ઉલ્લેખ કરે છે.

Luke 5:39

after drinking old wine wants the new

આ રૂપક ધાર્મિક આગેવાનોના જૂના શિક્ષણની વિરુદ્ધ ઈસુના નવા શિક્ષણનો તફાવત દર્શાવે છે. મુદ્દો એ છે કે લોકો કે જેઓ જૂના શિક્ષણથી ટેવાયેલા છે તેઓ ઈસુ જે નવું શિક્ષણ શીખવી રહ્યા છે તેને સાંભળવા તૈયાર નથી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

for he says, 'The old is better.'

આ ઉમેરવું મદદરૂપ થઈ શકે છે: અને તેથી તે નવા દ્રાક્ષારસને પીવા માટે તૈયાર નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)