Luke 4

લૂક 04 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક અનુવાદો વાંચવામાં સરળતા રહે માટે કવિતાની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં વધુ દૂર જમણી બાજુએ સુયોજિત કરે છે. યુએલટી 4:10-11, 18-19 ની કવિતા સાથે આ પ્રમાણે કરે છે, જે જૂના કરારના શબ્દો છે.

આ અધ્યાયમાં અનુવાદને લગતી અન્ય સંભવિત મુશ્કેલીઓ

શેતાન દ્વારા ઈસુનું પરીક્ષણ થયું હતું

જોકે એ ખરું છે કે શેતાન ખરેખર એમ માનતો હતો કે તે ઈસુને પોતાને આધીન થવા મનાવી શકે છે, તોપણ તે મહત્વનું છે કે આડકતરી રીતે એમ દર્શાવવામાં ન આવે કે ઈસુ ખરેખર કદીપણ તેને આધીન થવા ઇચ્છતા હતા.

Luke 4:1

Connecting Statement:

ઈસુએ 40 દિવસ ઉપવાસ કર્યા, અને તેઓ પાપ કરે માટે શેતાન તેમને મનાવવાનો પ્રયત્ન કરે છે.

Then Jesus

યોહાને ઈસુનું બાપ્તિસ્મા કર્યા બાદ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-newevent)

was led by the Spirit

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: આત્માએ તેમને દોર્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 4:2

where for forty days he was tempted

મોટા ભાગના સંસ્કરણો કહે છે કે પરીક્ષણ સમગ્ર ચાળીસ દિવસો દરમિયાન થયું હતું. યુએસટી તેને સ્પષ્ટ કરવા આમ જણાવે છે ""જ્યારે તેઓ ત્યાં હતા, શેતાન તેમનું પરીક્ષણ કર્યા કરતો હતો.

forty days

40 દિવસ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-numbers)

where he was tempted by the devil

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે, અને શેતાન તેમને શું કરાવવા પરીક્ષણ કરતો હતો તેને તમે સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: તેઓ ઈશ્વરનો અનાદર કરે માટે શેતાને તેમને મનાવવા પ્રયત્ન કર્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive અને /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

He did not eat anything

તે"" શબ્દ ઈસુનો ઉલ્લેખ કરે છે.

Luke 4:3

If you are the Son of God

તેઓ ઈશ્વરના દીકરા છે તેવું સાબિત કરવા શેતાન તેમને આ ચમત્કાર કરવા પડકારે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

this stone

શેતાને કદાચ તેના હાથમાં પથ્થર પકડેલા હોય છે અથવા તો તે નજીકના કોઈ પથ્થર તરફ ઈશારો કરે છે.

Luke 4:4

Jesus' rejection of the devil's challenge is clearly implied in his answer. It may be helpful to state this clearly for your audience, as the UST does. Alternate translation: Jesus replied, 'No, I will not do that because it is written ... alone.' (See: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

શેતાનના પડકારનો ઈસુ દ્વારા અસ્વીકાર એ સ્પષ્ટ રીતે તેમના જવાબમાં ગર્ભિત છે. તમારા શ્રોતાજનો માટે જેમ યુએસટી જણાવે છે તેમં તેને સ્પષ્ટ રીતે દર્શાવવું એ મદદરૂપ બની રહેશે. વૈકલ્પિક અનુવાદ: ઈસુએ પ્રત્યત્તર આપ્યો, 'ના, હું તેમ નહિ કરું કેમ કે તે લખેલું છે ... કેવળ.' (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

It is written

આ અવતરણ એ જૂના કરારના મૂસાના લખાણમાંથી છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: મૂસાએ શાસ્ત્રોમાં લખ્યું છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Man does not live on bread alone

રોટલી"" શબ્દ સામાન્ય રીતે ખોરાકનો ઉલ્લેખ કરે છે. ઈશ્વરની સરખામણીમાં, ખોરાક, તેનામાં, વ્યક્તિને પોષણ આપવા પૂરતું નથી. શા માટે ઈસુ પથ્થરને રોટલી નહિ બનાવે તે કહેવા તેઓ શાસ્ત્રને ટાંકે છે. વૈકલ્પિક અનુવાદ: લોકો કેવળ રોટલીથી જ જીવી શકતા નથી અથવા વ્યક્તિ જીવે તે માટે કેવળ ખોરાક જ નથી અથવા ઈશ્વર કહે છે ખોરાક કરતાં પણ ઘણી મહત્વની બાબતો છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

Luke 4:5

led him up

તે ઈસુને પર્વત પર લઈ ગયો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

in an instant of time

તાત્કાલિક અથવા ""તરત જ

Luke 4:6

they have been given to me

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. તેઓ આ પ્રમાણેનો ઉલ્લેખ કરે છે જેનો શક્ય અર્થો આ પ્રમાણે છે 1) રાજ્યોનો અધિકાર અને મહિમા અથવા 2) રાજ્યો. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વરે તેમને મને આપ્યા છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 4:7

if you will worship before me

આ બે શબ્દસમૂહો ખૂબ સમાન છે. તેઓને જોડી શકાય. વૈકલ્પિક અનુવાદ: જો તમે મારી આરાધનામાં નમી જશો તો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-doublet)

it will be yours

હું તમને આ સર્વ રાજ્યો, તેમના વૈભવ સહિત આપીશ

Luke 4:8

It is written

ઈસુએ શેતાને જે કહ્યું હતું તેમ કરવાનું નકાર્યું. તેને સ્પષ્ટપણે દર્શાવવું એ મદદરૂપ બની રહેશે. વૈકલ્પિક અનુવાદ: ના, હું તારી આરાધના કરીશ નહિ, કેમ કે તે લખેલું છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

answered and said to him

તેને જવાબ આપ્યો અથવા ""તેને પ્રત્યુત્તર આપ્યો

It is written

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: મૂસાએ શાસ્ત્રોમાં લખ્યું છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

You will worship the Lord your God

શા માટે ઈસુ શેતાનની આરાધના નહિ કરે તે જણાવવા તેઓ શાસ્ત્રમાંથી આજ્ઞાને ટાંકી રહ્યા હતા.

You will worship

તે જૂના કરારમાંના તે લોકોનો ઉલ્લેખ કરે છે જેઓએ ઈશ્વરનો નિયમ પ્રાપ્ત કર્યો હતો. તમે 'તું' ના એકવચન સ્વરૂપનો ઉપયોગ કરી શકો છો, કારણ કે દરેક વ્યક્તિએ તેને આધીન થવાનું હતું, અથવા તમે 'તું' ના બહુવચન સ્વરૂપનો ઉપયોગ કરી શકો કેમ કે સર્વએ તે પાળવાનો હતો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

him

તેમની"" એ પ્રભુ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે.

Luke 4:9

the very highest point

આ ભક્તિસ્થાનની છતનો ખૂણો હતો. જો કોઈ ત્યાંથી પડી જાય, તો તેને ગંભીર રીતે ઇજા થાય અથવા મરણ પામે.

If you are the Son of God

શેતાન ઈસુને પડકારે છે કે તે સાબિત કરે કે તેઓ જ ઈશ્વરના પુત્ર છે.

the Son of God

આ ઈસુ માટેનું એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

throw yourself down

નીચે જમીન પર કૂદી જાઓ

Luke 4:10

For it is written

શેતાન તેનું અવતરણ ગીતશાસ્ત્રમાંથી કરે છે કે જો ઈસુ ખરેખર ઈશ્વરના દીકરા છે તો તેમને કશી જ ઇજા થશે નહિ. જે રીતે યુએસટી જણાવે છે તેમ તેને સ્પષ્ટ રીતે દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તમને કોઈ ઇજા થશે નહિ, કેમ કે તે લખેલું છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

it is written

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: લેખકે લખ્યું છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

He will give orders

તે ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. ઇમારત પરથી નીચે કૂદી પડવા મનાવવાના પ્રયત્નરૂપે શેતાને ગીતશાસ્ત્રમાંથી આંશિક અવતરણ ટાંક્યું.

Luke 4:12

It is said

ઈસુ શેતાનને કહે છે કે શેતાને જે કરવાનું કહ્યું હતું તે કેમ નહિ કરે. તેમનો તે કરવાના નકારને સ્પષ્ટ રીતે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ના, હું તે કરીશ નહિ, કેમ કે તે કહેવામાં આવ્યું છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

It is said

ઈસુ પુનર્નિયમમાંથી મૂસાના લખાણને ટાંકે છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: મૂસાએ કહ્યું છે અથવા મૂસાએ શાસ્ત્રોમાં કહ્યું છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Do not put the Lord your God to the test

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ભક્તિસ્થાન પરથી પડવા દ્વારા ઈસુએ ઈશ્વરની પરીક્ષા ન કરવી જોઈએ અથવા 2) ઈસુ એ ઈશ્વરના પુત્ર છે કે નહિ એ જોવા શેતાને ઈસુની પરીક્ષા કરવી જોઈએ નહિ. કલમનો અર્થ સમજાવવાનો પ્રયત્ન કરવા કરતાં જણાવ્યા પ્રમાણે કલમનું અનુવાદ કરવું એ યોગ્ય છે.

Luke 4:13

until an opportune time

બીજા પ્રસંગ સુધી

had finished every temptation

તે એમ સૂચવતું નથી કે શેતાન તેના પરીક્ષણમાં સફળ રહ્યો હતો—ઈસુએ દરેક પ્રયાસનો પ્રતિકાર કર્યો. તેને સ્પષ્ટપણે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ઈસુને પાપ કરવા મનાવવાના પ્રયત્નને બંધ કર્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 4:14

Connecting Statement:

ઈસુ ગાલીલ પરત ફરે છે, સભાસ્થાનમાં શીખવે છે, અને ત્યાંના લોકોને કહે છે કે તેઓ યશાયા પ્રબોધકના વચનને પરિપૂર્ણ કરી રહ્યા છે.

Then Jesus returned

તે વાર્તામાં એક નવી ઘટનાની શરૂઆત કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-newevent)

in the power of the Spirit

અને આત્મા તેમને સામર્થ્ય આપી રહ્યો હતો. ઈશ્વર ઈસુની સાથે એક વિશેષ રીતે હતા, તેમને એવી બાબતો માટે સક્ષમ બનાવ્યા જે મનુષ્યો સામાન્ય રીતે ન કરી શકે.

news about him spread

લોકોએ ઈસુ વિશેના સમાચાર ફેલાવ્યા અથવા લોકોએ અન્ય લોકોને ઈસુ વિશે કહ્યું અથવા તેમના વિશેની વાત એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પહોંચી. જેઓએ ઈસુને સાંભળ્યા, તેઓએ તેમના વિશે બીજા લોકોને જણાવ્યું, અને ત્યારબાદ તે બીજા લોકોએ બીજા વધારે લોકોને તેમના વિશે જણાવ્યું.

throughout the entire surrounding region

તે ગાલીલની આસપાસના વિસ્તારો અથવા સ્થળોનો ઉલ્લેખ કરે છે.

Luke 4:15

being praised by all

દરેકે તેમના વિશે મહાન વાતો કહી અથવા ""સર્વ લોકો તેમના વિશે સારી રીતે વાત કરી

Luke 4:16

where he had been raised

જ્યાં તેમના માતા-પિતાએ તેમને ઉછેર્યા હતા અથવા જ્યારે તે બાળક હતા ત્યારે તે ત્યાં રહેતા હતા અથવા ""જ્યાં તે મોટા થયા

according to his custom

જેમ તેઓ દરેક વિશ્રામવારે કરતાં હતા. તે તેમની સામાન્ય રીતભાત હતી કે તેઓ વિશ્રામવારના દિવસે સભાસ્થાનમાં જતાં હતા.

Luke 4:17

The scroll of the prophet Isaiah was handed to him

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: કોઈ વ્યક્તિએ તેમને પ્રબોધક યશાયાનું ઓળિયું આપ્યું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

scroll of the prophet Isaiah

તે ઓળિયા પર લખવામાં આવેલ યશયાના પુસ્તકનો ઉલ્લેખ કરે છે. યશાયા એ ઘણા વર્ષો પહેલા તે શબ્દો લખ્યા હતા, અને કોઈકે તેની નકલ કરીને તેને ઓળિયા પર ઉતાર્યા હતા.

the place where it was written

ઓળિયામાં આ શબ્દોવાળું સ્થાન. આ વાક્ય અગાઉની કલમમાં જારી રહે છે.

Luke 4:18

The Spirit of the Lord is upon me

વિશેષ રીતે પવિત્ર આત્મા મારી સાથે છે. જ્યારે કોઈ આ કહે છે, ત્યારે તે ઈશ્વરના વચનો બોલવાનો દાવો કરે છે.

he anointed me

જૂના કરારમાં, જ્યારે વ્યક્તિને કોઈક ખાસ કાર્ય કરવા સત્તા અને અધિકાર આપવામાં આવે, ત્યારે તે વ્યક્તિ પર વિધિનું તેલ રેડવામાં આવતું હતું. ઈસુ આ રૂપક દ્વારા પવિત્ર આત્માનો ઉલ્લેખ કરે છે કે આ કાર્યને માટે પવિત્ર આત્મા તેમની સાથે રહીને તેમને તૈયાર કરે છે. વૈકલ્પિક અનુવાદ: મને સામર્થ્ય આપવા પવિત્ર આત્મા મારા પર છે અથવા પવિત્ર આત્માએ મને સત્તા અને અધિકાર આપ્યા છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

the poor

ગરીબ લોકો

proclaim freedom to the captives

જે લોકોને કેદ કરવામાં આવ્યા છે તેઓને કહો કે તેઓ મુક્ત થઈ શકે છે"" અથવા ""યુદ્ધના કેદીઓને મુક્ત કરવા

recovery of sight to the blind

અંધજનોને દ્રષ્ટિ આપવા અથવા ""અંધજનો ફરીથી જોઈ શકે માટે સમર્થ બનાવવા

set free those who are oppressed

જેઓ સાથે કઠોરતાપૂર્વક વર્તવામાં આવ્યું છે તેઓને મુક્ત કરવા

Luke 4:19

to proclaim the year of the Lord's favor

દરેક જણને કહો કે પ્રભુ તેમના લોકોને આશીર્વાદ આપવા તૈયાર છે અથવા ""જાહેર કરો કે આ એ વર્ષ છે કે પ્રભુ તેમની ભલાઈ દર્શાવશે

Luke 4:20

he rolled up the scroll

તેની અંદરના લખાણને સુરક્ષિત રાખવા માટે તેને કોઈ નળીની જેમ વાળીને બંધ કરવામાં આવતું હતું.

the attendant

આ સભાસ્થાનના કાર્યકરનો ઉલ્લેખ કરે છે જે શાસ્ત્રવચન ધરાવતા ઓળિયાને સંભાળપૂર્વક તથા માનપૂર્વક બહાર લાવે છે અને પાછું મૂકે છે.

were fixed on him

આ રૂઢિપ્રયોગનો અર્થ તેમના પર કેન્દ્રિત હતી અથવા ઇરાદાપૂર્વક તેમને નિહાળી રહી હતી થાય છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Luke 4:21

this scripture has been fulfilled in your hearing

ઈસુ એમ કહી રહ્યા હતા કે તે સમયે તેઓ તેમના કૃત્યો અને બોલવા દ્વારા તે પ્રબોધવાણીને પરિપૂર્ણ કરી રહ્યા હતા. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તમે જ્યારે મને સાંભળી રહ્યા છો ત્યારે હું આ શાસ્ત્રવચન જે કહે છે તે અત્યારે પરિપૂર્ણ કરી રહ્યો છું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

in your hearing

આ રૂઢિપ્રયોગનો અર્થ જ્યારે તમે મારું સાંભળી રહ્યા છો ત્યારે થાય છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Luke 4:22

they were amazed at the gracious words which were coming out of his mouth

તેઓ જે કૃપાની વાતો કહી રહ્યા હતા તેથી આશ્ચર્ય પામ્યા. અહીં કૃપા નીચે પ્રમાણેનો ઉલ્લેખ કરતી હોઈ શકે 1) ઈસુ કેટલી સરસ રીતે અથવા સમજાવટ આપીને બોલ્યા, અથવા 2) કે ઈસુ ઈશ્વરની કૃપા વિશે શબ્દો બોલ્યા.

Is this not the son of Joseph?

લોકો એવું વિચારતા હતા કે યૂસફ એ ઈસુના પિતા હતા. યૂસફ કોઈ ધાર્મિક આગેવાન ન હતો, તેથી તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા કે તે જે કરશે તેનો પુત્ર તેનો બોધ કરશે. વૈકલ્પિક અનુવાદ: એ તો માત્ર યૂસફનો પુત્ર છે! અથવા તેનો પિતા યૂસફ જ છે! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Luke 4:23

General Information:

નાઝરેથ એ નગર છે જેમાં ઈસુ મોટા થયા.

Surely

નિશ્ચે અથવા ""તેમાં કોઈ શંકા નથી કે

Doctor, heal yourself

જો કોઈકને પોતાને રોગ હોય અને તે પોતે તે રોગને મટાડવાનો દાવો કરે, તો તે ખરેખર ડૉક્ટર છે તેમ માનવાનું કોઈ કારણ નથી. લોકો ઈસુને આ કહેવત કહેશે કે તેઓ ત્યારે જ માનશે કે તેઓ પ્રબોધક છે કે જ્યારે તેઓએ જેમ સાંભળ્યું કે તેમણે બીજા સ્થળોએ કર્યું એ તેઓ તેમના દેખાતા કરશે ત્યારે જ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-proverbs)

Whatever we heard ... do the same in your hometown

ઈસુના યૂસફના દીકરા તરીકેના નીચલા દરજ્જાને કારણે નાઝરેથના લોકો વિશ્વાસ કરતાં નથી કે તે પ્રબોધક છે. તેઓ ત્યાં સુધી વિશ્વાસ કરશે નહિ જ્યાં સુધી તેઓ ઈસુને વ્યક્તિગત રીતે ચમત્કાર કરતાં જુએ નહિ.

Luke 4:24

Truly I say to you

તે ચોક્કસપણે સાચું છે. તે હવે પછીના નિવેદનને દર્શાવતુ ભારયુક્ત વાક્ય છે.

no prophet is received in his hometown

ઈસુ આ સામાન્ય વાક્ય લોકોને ઠપકો આપવા માટે બોલે છે. તેમનો અર્થ એમ છે કે કફર-નહૂમમાં તેમના ચમત્કાર અંગેના અહેવાલને તે લોકો નકારી રહ્યા છે. તેઓ એવું માનતા હતા કે તેઓ તેમના વિશે સઘળું જાણે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-proverbs)

his hometown

વતન અથવા મૂળ શહેર અથવા ""દેશ કે જ્યાં તે મોટા થયા

Luke 4:25

General Information:

સભાસ્થાનમાં જે લોકો ઈસુને સાંભળી રહ્યા છે તેઓને તેઓ એલિયા અને એલિશા, જે પ્રબોધકો હતા અને જેઓ વિશે તેઓ જાણતા હતા, તેમના વિશે યાદ અપાવી રહ્યા છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

But in truth I tell you

હું તમને સત્યતાપૂર્વક કહું છું. ઈસુ હવે પછી જે નિવેદન કહેનાર છે તેની અગત્યતા, સત્યતા અને ચોક્કસતા પર ભાર મૂકવા આ શબ્દસમૂહનો ઉપયોગ કરે છે.

widows

વિધવાઓ એવી સ્ત્રીઓ છે જેઓના પતિઓ મૃત્યુ પામ્યા છે.

during the time of Elijah

જે લોકો સાથે ઈસુ બોલી રહ્યા હતા તે લોકો જાણતા હતા કે એલિયા એ ઈશ્વરના પ્રબોધકોમાંનો એક હતો. જો તમારા વાચકો તે જાણતા ન હોય, તો તમે આ ગર્ભિત માહિતીને યુએસટીની જેમ સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: જ્યારે એલિયા ઇઝરાએલમાં પ્રબોધ કરી રહ્યો હતો ત્યારે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

when the sky was shut up

આ એક રૂપક છે. આકાશને એક છત તરીકે દર્શાવવામાં આવ્યું છે જે બંધ હતી, અને તેથી વરસાદ તેમાંથી આવતો ન હતો. વૈકલ્પિક અનુવાદ: જ્યારે આકાશમાંથી વરસાદ જ ન પડ્યો ત્યારે અથવા જ્યારે સહેજે વરસાદ જ ન હતો ત્યારે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

a great famine

ગંભીર ખોરાકનો અભાવ. જ્યારે પાક લોકો માટે પૂરતા પ્રમાણમાં ખોરાકનું ઉત્પાદન લાંબા સમય સુધી ન કરે ત્યારે તેને દુકાળ કહેવાય છે.

Luke 4:26

to Zarephath ... to a widow woman

સારફત નગરમાં રહેનાર લોકો વિદેશીઓ હતા, યહૂદીઓ નહિ. જે લોકો ઈસુનું સાંભળી રહ્યા હતા તેઓ એમ સમજ્યા હતા કે સારફતના લોકો વિદેશીઓ હતા. વૈકલ્પિક અનુવાદ: સારફતમાં રહેનાર એક વિદેશી વિધવાને (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit અને /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

Luke 4:27

Naaman the Syrian

અરામી એ અરામ દેશમાંનો એક વ્યક્તિ છે. અરામના લોકો વિદેશીઓ હતા, યહૂદીઓ નહિ. વૈકલ્પિક અનુવાદ: અરામનો વિદેશી નામાન (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

Luke 4:28

Then all the people in the synagogue were filled with rage when they heard these things

નાઝરેથના લોકો ખૂબ જ નારાજગી વ્યક્ત કરી કે ઈસુએ એવા શાસ્ત્રપાઠો ટાંક્યા કે જ્યાં ઈશ્વરે યહૂદીઓને બદલે વિદેશીઓને મદદ કરી હતી.

Luke 4:29

forced him out of the town

નગર છોડવા તેમના પર દબાણ કરવામાં આવ્યું અથવા ""તેમને શહેરની બહાર કાઢી મૂક્યા

edge of the hill

ખડકની ઘાર

Luke 4:30

But passing through the middle of them

ભીડની વચ્ચેથી અથવા ""જે લોકો તેમની હત્યા કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા તેઓની વચ્ચેથી.

he went on his way

તે જતાં રહ્યા અથવા તે તેમના રસ્તે જતાં રહ્યા ઈસુ લોકો તેમને દબાણપૂર્વક જ્યાં લઈ જવા પ્રયત્ન કરી રહ્યા હતા તેને બદલે તેમણે જ્યાં આયોજન કર્યું હતું ત્યાં ગયા.

Luke 4:31

Connecting Statement:

ત્યારબાદ ઈસુ કફર-નહૂમમાં જાય છે, ત્યાં સભાસ્થાનમાં લોકોને શીખવે છે, અને માણસમાંથી દુષ્ટાત્માને નીકળવા આદેશ કરે છે.

Then he went down

ત્યારબાદ ઈસુ. આ નવી ઘટનાને સૂચવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-newevent)

he went down to Capernaum

નીચે ગયા"" શબ્દસમૂહ અહી વપરાયું છે કારણ કે કફર-નહૂમ એ નાઝરેથ કરતાં નીચાણમાં આવેલું છે.

Capernaum, a city in Galilee

કફર-નહૂમ, ગાલીલમાંનું બીજું શહેર

Luke 4:32

They were astonished

ખૂબ આશ્ચર્યચકિત, ખૂબ અચરત

his message was with authority

તે જાણે જેની પાસે અધિકાર હોય એમ બોલ્યા અથવા ""તેમના શબ્દોમાં મહાન સામર્થ્ય હતું

Luke 4:33

Now ... there was a man

વાર્તામાં નવા પાત્રના પરિચયને ચિહ્નિત કરવા આ શબ્દસમૂહ વપરાયો છે; આ કિસ્સામાં, એક અશુદ્ધ આત્મા વળગેલા માણસની વાત છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-participants)

who had the spirit of an unclean demon

જેને અશુદ્ધ આત્મા વળગેલો હતો અથવા ""જેને દુષ્ટ આત્મા દ્વારા નિયંત્રિત કરવામાં આવ્યો હતો

he cried out with a loud voice

તેણે ખૂબ જોરથી બૂમ પાડી

Luke 4:34

What do we have to do with you

આ આક્રમક પ્રતિભાવ એ એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ: તમારે ને અમારે શું? અથવા અમને ત્રાસ આપવાનો તમને શો અધિકાર છે? (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

What do we have to do with you, Jesus of Nazareth?

આ પ્રશ્નને એક નિવેદન તરીકે લખી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: નાઝરેથના ઈસુ, તમારે, અમારી સાથે શું લેવાદેવા છે! અથવા નાઝરેથના ઈસુ, અમારે તમારી સાથે કંઈ લેવાદેવા નથી!"" અથવા નાઝરેથના ઈસુ, અમને ત્રાસ આપવાનો તમને કોઈ અધિકાર નથી! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Luke 4:35

Jesus rebuked him, saying

ઈસુએ અશુદ્ધ આત્માને, એમ કહીને ધમકાવ્યો અથવા ""ઈસુએ સખ્તાઇથી દુષ્ટ આત્માને કહ્યું

come out of him

તેમણે દુષ્ટ આત્માને તે વ્યક્તિ પર કાબૂ રાખવાનું બંધ કરવાનો આદેશ આપ્યો. વૈકલ્પિક અનુવાદ: તેને એકલો છોડી દે અથવા ""હવે પછીથી આ માણસમાં રહીશ નહિ

Luke 4:36

What is this message

અશુદ્ધ આત્માને માણસમાંથી નીકળી જવાનો હુકમ કરવાનો અધિકાર ઈસુને છે તે જોતાં લોકો પોતાનું આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા હતા. આ એક વાક્ય તરીકે લખી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: આ અદ્દભુત શબ્દો છે! અથવા તેમના શબ્દો અદ્દભુત છે! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

He commands the unclean spirits with authority and power

તેમની પાસે અશુદ્ધ આત્માઓને આદેશ આપવાનો અધિકાર અને સામર્થ્ય છે

Luke 4:37

So news about him began to spread ... the surrounding region

વાર્તા પછી જે બન્યું તે વિશેની આ એક ટિપ્પણી છે જે વાર્તાની અંદરની ઘટનાઓને કારણે થઈ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-endofstory)

news about him began to spread

ઈસુ વિશેના અહેવાલો ફેલાવા લાગ્યા અથવા “લોકોએ ઈસુ વિશેના સમાચાર ફેલાવવાનું શરૂ કર્યું

Luke 4:38

Connecting Statement:

ઈસુ હજી કફર-નહૂમમાં છે, પરંતુ હવે તેઓ સિમોનના ઘરે છે, જ્યાં તેઓ સિમોનની સાસુ અને ઘણા લોકોને સાજા કરે છે.

Then he left

આ નવી ઘટનાનો પરિચય કરાવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-newevent)

Simon's mother-in-law

સિમોનની પત્નીની માતા

was suffering with

આ એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ સખત બિમાર હતી થાય છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

a high fever

ખૂબ જ ગરમ ત્વચા

pleaded with him on her behalf

આનો અર્થ થાય છે કે તેઓએ ઈસુને તેણીને તાવમાંથી સાજી કરવા કહ્યું. આ સ્પષ્ટપણે દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તેણીને તાવમાંથી સાજી કરવા ઈસુને કહ્યું અથવા તેણીનો તાવ મટાડવા ઈસુને કહ્યું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 4:39

So standing

તેથી"" શબ્દ એ સ્પષ્ટ કરે છે કે તેમણે એમ કર્યું કારણ કે લોકોએ સિમોનની સાસુ વતી તેમને વિનંતી કરી.

standing over her

તેણીની પાસે ગયા અને તેની તરફ ઝૂક્યા

he rebuked the fever, and it left her

તાવને સખ્તાઈથી બોલ્યા, અને તે તેણીને છોડીને ચાલ્યો ગયો અથવા તેણીને છોડવા તાવને આદેશ કર્યો અને તે ગયો. તેમણે તાવને શું કહ્યું તે સ્પષ્ટપણે દર્શાવવું એ મદદરૂપ બની રહેશે. વૈકલ્પિક અનનુવાદ: આદેશ કર્યો કે તેણીની ત્વચા ઠંડી બને, અને તેમ થયું અથવા તેણીને છોડવા બીમારીને આદેશ કર્યો, અને તે થયું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

he rebuked the fever

તાવને ધમકાવ્યો

started serving them

અહીં તેનો અર્થ થાય છે કે તેણીએ ઈસુ માટે તથા ઘરમાંના અન્ય લોકો માટે ખોરાક બનાવવાની શરૂઆત કરી.

Luke 4:40

laying his hands on

તેના પર પોતાનો હાથ મૂક્યો અથવા ""સ્પર્શ કર્યો

Luke 4:41

Demons also came out

એ સૂચિત છે કે ઈસુએ અશુદ્ધ આત્માને તે માણસમાંથી નીકળવા કહ્યું હતું. તેને સ્પષ્ટપણે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ઈસુએ પણ અશુદ્ધ આત્માઓને બહાર નીકળવા દબાણ કર્યું હતું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

crying out and saying

તેનો લગભગ સરખો જ અર્થ થાય છે અને તે સંભવતઃ ભય કે ગુસ્સાના રૂદનનો ઉલ્લેખ કરે છે. કેટલાક અનુવાદો ફક્ત એક જ શબ્દનો પ્રયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ચીસ પાડવી અથવા બૂમ પાડવી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-doublet)

the Son of God

આ ઈસુ માટેનું એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

He rebuked them

અશુદ્ધ આત્માઓને સખ્તાઈથી બોલ્યા

would not permit them

તેઓને પરવાનગી ન આપી

Luke 4:42

Connecting Statement:

જોકે લોકો ચાહતા હતા કે ઈસુ કફર-નહૂમમાં રહે, તોપણ તેઓ બીજા યહૂદીયાના સભાસ્થાનોમાં બોધ કરવા જાય છે.

When daybreak came

અરુણોદય સમયે અથવા ""પરોઢિયે

a solitary place

ઉજ્જડ સ્થળે અથવા ""એવું સ્થળ કે જ્યાં કોઈ લોકો ન હોય

Luke 4:43

to many other cities

બીજા ઘણા શહેરોમાંના લોકોને

this is the reason I was sent here

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: આ કારણોસર ઈશ્વરે મને અહીં મોકલ્યો છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 4:44

Judea

જોકે ઈસુ ગાલીલમાં હતા, તોપણ યહૂદીયા શબ્દ અહીં સંભવતઃ તે સમગ્ર પ્રદેશ કે જ્યાં યહૂદીઓ એ સમયે રહેતા હતા તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યાં યહૂદીઓ રહેતા હતા