John 11

યોહાન 11 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

પ્રકાશ અને અંધકાર

બાઈબલ વારંવાર અન્યાયી લોકો કે જેઓ ઈશ્વરને પસંદ છે તેવા કામો કરતા નથી જાણે કે તેઓ અંધકારની આસપાસ ચાલતા હોય તે વિષે કહે છે. તે પ્રકાશની વાત કરે છે જાણે કે તે પાપી લોકોને ન્યાયી થવા તેમજ તેઓ જે કરી રહ્યા છે તે ખોટુ છે તે સમજવાની અને ઈશ્વરને આધીન થવાની શરુઆત કરે છે.. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#righteous)

પાસ્ખાપર્વ

ઈસુએ લાજરસને ફરીથી જીવીત કર્યા પછી, યહૂદી આગેવાનોએ તેમને મારી નાખવાની કોશિશ કરી, તેથી તેમણે ગુપ્ત રીતે તે એક સ્થળેથી બીજે સ્થળે મૂસાફરી કરવાનું શરૂ કર્યું. હવે ફરોશીઓ જાણતા હતા કે તે કદાચ પાસ્ખાપર્વ માટે યરૂશાલેમ આવશે, કારણ કે ઈશ્વરે સર્વ યહૂદી માણસોને યરૂશાલેમમાં પાસ્ખા પર્વની ઉજવણી કરવાની આજ્ઞા આપી હતી, તેથી તેઓએ તેને પકડીને તેની હત્યા કરવાની યોજના બનાવી. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#passover)

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

લોકો માટે એક માણસ મરે

મૂસાના નિયમ મુજ્બ યાજકોને પ્રાણીઓનું બલિદાન આપવાની આજ્ઞા આપવામાં આવી છે કે જેથી ઈશ્વર લોકોના પાપોને માફ કરે. પ્રમુખ યાજક કાયાફાએ કહ્યું, "" તમારા માટે એ સારુ છે કે આખી પ્રજાનો નાશ થાય તેના કરતાં આખી પ્રજાને સારુ એક માણસ મરે."" (યોહાન 10:50). તેણે આ કહ્યું કારણ કે તે તેના દેશ અને પ્રજા""ને (યોહાન 10:48) લાજરસને સજીવન કરનાર ઇશ્વર કરતાં વધુ પ્રેમ કરતો હતો તે ઇચ્છતો હતો કે ઈસુ મૃત્યુ પામે જેથી રોમનો મંદિર અને યરૂશાલેમનો નાશ ન કરે, પરંતુ ઈશ્વર ઇચ્છતા હતા કે ઈસુ મૃત્યુ પામે જેથી તે પોતાનાં સર્વ લોકોનાં પાપો માફ કરી શકે.

કાલ્પનિક પરિસ્થિતિ

જ્યારે માર્થાએ કહ્યું, ""જો તમે તે અહીં હોત, મારો ભાઈ મૃત્યુ પામત નહિ, ""તે એક એવી પરિસ્થિતિ વિષે બોલી રહી હતી જે બની શકે, પણ બન્યું નહિ. ઈસુ આવ્યા નહિ , અને તેનો ભાઈ મૃત્યુ પામ્યો.

John 11:1

General Information:

આ કલમો લાજરસની વાર્તા રજૂ કરે છે અને તેની તેમજ તેની બહેન મરિયમ વિષેની પૃષ્ઠભૂમિ આપે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-participants અને /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

John 11:2

It was Mary who anointed the Lord ... her hair

યોહાન, માર્થાની બહેન મરિયમનો પરિચય કરાવતી વખતે, વાર્તામાં પછીથી શું થશે તે અંગેની માહિતી પણ રજૂ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

John 11:3

sent for Jesus

ઈસુને આવવાને કહ્યું

love

અહીં પ્રેમ એ ભાઈબંધીનો પ્રેમ, મિત્રો અથવા સંબંધીઓ વચ્ચેનો કુદરતી, માનવીય પ્રેમનો ઉલ્લેખ કરે છે.

John 11:4

This sickness is not to death

ઈસુ સૂચવે છે કે તેને ખબર છે કે લાજરસ અને તેની માંદગીનું શું થશે. વૈકલ્પિક અનુવાદ: માંદગીનું અંતિમ પરિણામ મૃત્યુ નહિ હોય (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

death

આ શારીરિક મૃત્યુનો ઉલ્લેખ કરે છે.

instead it is for the glory of God so that the Son of God may be glorified by it

ઈસુ સૂચવે છે કે મને પરિણામ શું આવશે તેની ખબર છે. વૈકલ્પિક અનુવાદ: "" ઇશ્વર પોતાના સામર્થ્ય વડે જે કામો મને કરવા દેશે તે દ્વારા લોકો જોઈ શકે કે ઈશ્વર કેટલા મહાન છે તે હેતુ સર"" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Son of God

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

John 11:5

Now Jesus loved Martha and her sister and Lazarus

આ પૃષ્ઠભૂમિની માહિતી છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

John 11:8

Rabbi, right now the Jews are trying to stone you, and you are going back there again?

શિષ્યો ઈસુને યરૂશાલેમ જવા દેવા માંગતા નથી તેની પર ભાર આપવા આ નોંધ એ પ્રશ્નનારૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: ગુરુજી, તમે ખરેખર ત્યાં પાછા જવા માંગો છો! છેલ્લી વાર જ્યારે તમે ત્યાં હતા ત્યારે યહૂદીઓએ તમને પથ્થરે મારવાનો પ્રયાસ કર્યો હતો! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

the Jews

ઈસુનો વિરોધ કરનારા યહૂદી આગેવાનો માટે આ એક અલંકાર છે. વૈકલ્પિક અનુવાદ: યહૂદી આગેવાનો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

John 11:9

Are there not twelve hours of light in a day?

આ નોંધ ભાર ઉમેરવા માટે પ્રશ્નનારૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: તમે જાણો છો કે દિવસમાં બાર કલાક અજવાળું હોય છે! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

If someone walks in the daytime, he will not stumble, because he sees by the light of this world

જે લોકો દિવસના અજવાળે ચાલે છે તેઓ સારી રીતે જોઈ શકે છે અને ઠોકર ખાતા નથી. અજવાળુંસત્ય નું રૂપક છે. ઈસુએ સૂચવ્યું છે કે જે લોકો સત્ય પ્રમાણે જીવે છે તેઓ ઇશ્વરની ઇચ્છા મુજબના કામો સફળતાપૂર્વક કરી શકશે ""(જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

John 11:10

Connecting Statement:

ઈસુ તેમના શિષ્યો સાથે વાત કરવાની ચાલુ રાખે છે.

if he walks at night

અહીં “રાત્રે” એ જે વ્યક્તિ ઈશ્વરના અજવાળા વિના ચાલે છે તેને દર્શાવે છે . (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

the light is not in him

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) “તે જોઈ શકતો નથી” અથવા “તેનામાં ઈશ્વરનું અજવાળું નથી”

John 11:11

Our friend Lazarus has fallen asleep

અહીં ઊંઘી ગયો છે એ રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે કે લાજરસ મૃત્યુ પામ્યો છે. જો તમારી પાસે તમારી ભાષામાં આ કહેવા ની રીત છે, તો તેનો ઉપયોગ અહીં કરી શકો છો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

but I am going so that I may wake him out of sleep

તેને ઊંઘમાંથી જગાડૉ"" શબ્દો એ રૂઢીપ્રયોગ છે. ઈસુ લાઝરસને સજીવણ કરવાની તેની યોજના જાહેર કરી રહ્યો છે. જો તમારી પાસે તમારી ભાષામાં આ માટેનો રૂઢીપ્રયોગ છે, તો તમે તેનો ઉપયોગ અહીં કરી શકો છો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

John 11:12

General Information:

કલમ 13 માં વાર્તા પંક્તિમાં વિરામ છે કારણ કે જ્યારે ઈસુએ કહ્યું હતું કે લાજરસ ઊંઘી ગયો છે તેનો અર્થ સમજવામાં શિષ્યોને ગેરસમજ થાય છે તે અંગે યોહાન નોંધ કરે છે . (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

if he has fallen asleep

શિષ્યો ઈસુની વાતનો ખોટો અર્થ કર્યો કે લાજરસ આરામ કરી રહ્યો છે અને સ્વસ્થ થઈ જશે.

John 11:14

Then Jesus said to them plainly

તેથી ઈસુએ તેઓ સમજી શકે એ શબ્દોમાં તેઓને કહ્યુ.

John 11:15

Connecting Statement:

ઈસુ શિષ્યો સાથે વાત કરે છે

for your sakes

તમારા લાભ માટે

that I was not there so that you may believe

હું ત્યાં હતો નહિ. તેથી તમે મારા પર વધુ વિશ્વાસ કરતા શીખશો.

John 11:16

who was called Didymus

તમે સક્રિય રૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: જેને તેઓ દિદુમસ કહેતા હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Didymus

આ પુરુષનું નામ છે જેનો અર્થ “જોડિયા” થાય છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

John 11:17

General Information:

ઈસુ હવે બેથનિયામાં છે. આ કલમો ગોઠવણી વિષે અને ઈસુના આગમન પહેલાં જે બન્યું તે વિષેની પૃષ્ઠભૂમિ આપે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

he found that Lazarus had already been in the tomb for four days

તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: તેને ખબર પડી કે લોકોએ ચાર દિવસ પહેલાં લાજરસને કબરમાં મૂક્યો હતો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

John 11:18

fifteen stadia away

લગભગ ત્રણ કિલોમીટર દૂર. એક “ રમતનુંમેદાન” 185 મીટરનું હોય છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-bdistance)

John 11:19

about their brother

લાજરસ તેમનો નાનો ભાઈ હતો. વૈકલ્પિક અનુવાદ: તેમના નાના ભાઈ વિષે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

John 11:21

my brother would not have died

લાજરસ નાનો ભાઈ હતો. વૈકલ્પિક અનુવાદ: મારો નાનો ભાઈ હજુ જીવતો હોત (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

John 11:23

Your brother will rise again

લાજરસ નાનો ભાઈ હતો. વૈકલ્પિક અનુવાદ: તમારો નાનો ભાઈ ફરીથી જીવંત થઈ જશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

John 11:24

he will rise again

તે ફરીથી જીવતો થશે

John 11:25

even if he dies

અહીં “મૃત્યુ” એ શારીરિક મૃત્યુનો ઉલ્લેખ કરે છે

will live

અહીં “જીવતો” એ આત્મિક જીવનનો ઉલ્લેખ કરે છે.

John 11:26

whoever lives and believes in me will never die

જેઓ જીવે છે અને મારા પર વિશ્વાસ કરે છે તેઓ અનંતકાળ સુધી ઈશ્વરથી જુદા પડનાર નથી અથવા જેઓ જીવે છે અને મારા પર વિશ્વાસ કરે છે તેઓ ઈશ્વર સાથે સદાકાળ આત્મિક રીતે જીવતા રહેશે.

will never die

અહીં “મરશે”એ આત્મિક મૃત્યુનો ઉલ્લેખ કરે છે.

John 11:27

She said to him

માર્થાએ ઈસુને કહ્યું

Yes, Lord, I believe that you are the Christ, the Son of God ... coming into the world

માર્થાએ વિશ્વાસ કર્યો કે ઈસુ એ પ્રભુ છે, ખ્રિસ્ત (મસીહા), ઈશ્વરના પુત્ર છે.

Son of God

ઈસુ માટેનું આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

John 11:28

she went away and called her sister Mary

મરિયમ માર્થાની નાની બહેન છે. વૈકલ્પિક અનુવાદ: તે જઇને પોતાની નાની બહેન મરિયમને બોલાવી લાવી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Teacher

આ શીર્ષક ઈસુનો ઉલ્લેખ કરે છે.

is calling for you

તને આવવાનું કહે છે

John 11:30

Now Jesus had not yet come into the village

અહીં યોહાન ઈસુના સ્થાનને લગતી પૃષ્ઠભૂમિની માહિતી આપવા માટે વાર્તામાં ટૂંકો વિરામ આપે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

John 11:32

fell down at his feet

ઇસુને માન આપવા મરિયમ નીચે નમી અથવા ઈસુના પગે પડી.

my brother would not have died

લાજરસ મરિયમનો નાનો ભાઈ હતો. તમે યોહાન 11:21 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. વૈકલ્પિક અનુવાદ: મારો નાનો ભાઈ હજી જીવતો હોત (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

John 11:33

he was deeply moved in his spirit and was troubled

ઈસુના તીવ્ર નિસાસા અને સંભવતઃ ક્રોધને વ્યક્ત કરવા યોહાન આ શબ્દસમૂહોને જોડે છે જેના અર્થો સમાન છે. વૈકલ્પિક અનુવાદ: તે ખૂબ જ દિલગીર થયો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-doublet)

John 11:34

Where have you laid him

આ પૂછવાની હળવી રીત છે. તેને તમે ક્યાં દફનાવ્યો છે.” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-euphemism)

John 11:35

Jesus wept

ઈસુ રડવા લાગ્યા અથવા “ઈસુએ રડવાનું શરુ કર્યું”

John 11:36

loved

આ ભાઈ પ્રત્યેનો પ્રેમ, મનુષ્ય પ્રેમ, મિત્ર પ્રેમ અથવા કૌટુંબિક પ્રેમનો ઉલ્લેખ કરે છે.

John 11:37

Could not this man, who opened the eyes of a blind man, also have made this man not die?

ઈસુ પાસે લાજરસને મરવા ન દેવાની શક્તિ નહોતી એ વિશે યહૂદીઓના આશ્ચર્યને વ્યક્ત કરવા આ નોંધ પ્રશ્નનારૂપમાં દેખાય છે . વૈકલ્પિક અનુવાદ: તેમણે આંધળાને સાજો કર્યો તો આ વ્યક્તિને પણ સાજો કરી શક્યા હોત, જેથી તે મરણ પામ્યો હોત નહિ! અથવા ""કેમકે તે આને મરતા બચાવી શક્યો નહિ, કદાચિત તેણે ખરેખર અંધ જન્મેલા માણસને સાજો કર્યો નહિ હોય, એવુ તેણે કર્યુ એમ તેઓ કહેતા હતા. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

opened the eyes

આ રૂઢીપ્રયોગ છે. વૈકલ્પિક અનુવાદ: “આંખો સાજી કરી” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

John 11:38

Now it was a cave, and a stone lay against it

લોકોએ લાજરસને ક્યાં દફનાવ્યો હતો તે કબરનું વર્ણન કરવા યોહાન વાર્તાને થોડા સમય માટે થોભાવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

John 11:39

Martha, the sister of Lazarus

માર્થા અને મરિયમ લાજરસની મોટી બહેનો હતી. વૈકલ્પિક અનુવાદ: માર્થા, લાજરસની મોટી બહેન (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

by this time the body will be decaying

હવે તો તે ગંધાતો હશે અથવા “શરીર પહેલાથી જ ગંધાય છે”

John 11:40

Did I not say to you that, if you believed, you would see the glory of God?

ઈશ્વર કંઈક અદભુત કરવા જઇ રહ્યાં છે તે મુદ્દા પર ભાર મૂકવા માટે આ નોંધ પ્રશ્નના રૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: મેં તમને કહ્યું હતું કે જો તમે મારા પર વિશ્વાસ રાખશો તો તમે ઇશ્વરના અદભુત કામો જોઇ શકશો ! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

John 11:41

Jesus lifted up his eyes

આ રૂઢીપ્રયોગ છે જેનો અર્થ છે ઉપર જોવું. વૈકલ્પિક અનુવાદ: ઈસુએ સ્વર્ગ તરફ આંખો ઊંચી કરીને જોયું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Father, I thank you that you listened to me

ઈસુ સીધી જ પિતાને પ્રાર્થના કરે છે જેથી તેની આસપાસના અન્ય લોકો તેમની પ્રાર્થના સાંભળે. વૈકલ્પિક અનુવાદ: પિતા, હું તમારો આભાર માનું છું કે તમે મારું સાંભળ્યું છે અથવા પિતા, હું તમારો આભાર માનું છું કે તમે મારી પ્રાર્થના સાંભળી છે.

Father

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

John 11:42

so that they may believe that you have sent me

હું ચાહું છું કે તેઓ વિશ્વાસ કરે કે તમે મને મોકલ્યો છે

John 11:43

After he had said this

ઈસુએ પ્રાર્થના કર્યા બાદ

he cried out with a loud voice

તેને પોકાર કર્યો

John 11:44

his feet and hands were bound with cloths, and his face was bound about with a cloth

તે સમયમાં દફનવિધિમાં શબને શણના કાપડની લાંબી પટ્ટીઓ સાથે લપેટવામાં આવતા હતા. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: કોઈકે તેના હાથ અને પગની આસપાસ કાપડની પટ્ટીઓ વીંટાળેલી હતી. તેઓએ તેના મોં પર પણ રૂમાલ બાંધી દીધો હતો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Jesus said to them

“તેઓને” શબ્દ જે લોકો ત્યાં હતા અને જેઓએ આ ચમત્કાર જોય તેઓનો ઉલ્લેખ કરે છે.

John 11:45

General Information:

આ કલમ અમને જણાવે છે કે ઈસુએ લાજરસને મરણમાંથી સજીવન કર્યા પછી શું થયું. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

John 11:47

General Information:

ઘણાં લોકોએ તેમને કહ્યું છે કે લાજરસ ફરી જીવંત છે, તેથી મુખ્ય યાજકો અને ફરોશીઓને યહૂદી સભાની માટે એકત્ર કર્યા.

Then the chief priests

પછીથી યાજકો મધ્યે આગેવાનોએ

Then

લેખક આ શબ્દનો ઉપયોગ વાચકોને એ કહેવા માટે કરે છે કે આ કલમમાં શરૂ થતી ઘટનાઓ યોહાન 11:45-46 ની ઘટનાઓનું પરિણામ છે.

What will we do?

અહીં સૂચિત છે કે સભાના સભ્યો ઈસુ વિષે વાત કરી રહ્યાં છે. વૈકલ્પિક અનુવાદ: આપણે ઈસુ વિષે શું કરીશું? (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

John 11:48

all will believe in him

યહૂદી આગેવાનો ભયભીત હતા કે લોકો ઈસુને પોતાનો રાજા બનાવવાનો પ્રયત્ન કરશે. વૈકલ્પિક અનુવાદ: દરેક જણ તેના પર વિશ્વાસ કરશે અને રોમ સામે બળવો કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

the Romans will come

આ રોમન સૈન્ય માટેનો અલંકારક છે. વૈકલ્પિક અનુવાદ: રોમન સૈન્ય આવશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

take away both our place and our nation

તેઓ મંદિર અને રાષ્ટ્ર બંનેનો નાશ કરશે

John 11:49

a certain man among them

વાર્તામાં નવા પાત્રનો પરિચય કરાવવાની આ રીત છે. જો તમારી પાસે તમારી ભાષામાં આ કરવાની રીત છે, તો તમે તેનો ઉપયોગ અહીં કરી શકો છો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-participants)

You know nothing

આ એક અતિશયોક્તિ છે જે કાયાફા તેના સાંભળનારાઓનું અપમાન કરવા માટે વાપરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જે બની રહ્યું છે તે તમે સમજતા નથી "" અથવા ""તમે એવી રીતે બોલો છો જાણે કે તમને કંઈ ખબર નથી “(જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hyperbole)

John 11:50

than that the whole nation perishes

કાયાફા સૂચવે છે કે જો ઈસુને જીવવાની અને બળવો કરવાની મંજૂરી આપવામાં આવે તો રોમન સૈન્ય યહૂદી રાષ્ટ્રના તમામ લોકોને મારી નાખશે. અહીં પ્રજા શબ્દ એ એક અલંકાર છે જે તમામ યહૂદી લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. વૈકલ્પિક અનુવાદ: રોમનો આપણા દેશના સર્વ લોકોને મારી નાખે તે કરતાં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit અને /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

John 11:51

General Information:

કલમ 51 અને કલમ 52માં યોહાન સમજાવે છે કે કાયાફા ભવિષ્યવાણી કરી રહ્યો હતો પણ એ સમયે તે પોતે તેનાથી અજાણ હતો. આ પૃષ્ઠભૂમિ માહિતી છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

die for the nation

પ્રજા "" શબ્દ એક અલંકાર છે અને ઇઝરાએલ પ્રજાના લોકોને સૂચવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

John 11:52

would be gathered together into one

આ એક ગૂઢ બાબત છે. લોકો શબ્દ સંદર્ભ દ્વારા સૂચિત છે. વૈકલ્પિક અનુવાદ: "" ભેગા કરીને એક કરવામાં આવશે.” (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

children of God

આ એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ ઈસુમાં વિશ્વાસ દ્વારા ઈશ્વરના છે અને આત્મિક રીતે ઈશ્વરના બાળકો છે.

John 11:54

General Information:

ઈસુ બેથનિયા છોડીને એફ્રાઇમ ગયો. પાસ્ખાપર્વ નજીક છે ત્યારે હવે ઘણાં યહૂદીઓ શું કરે છે તે વિષે કલમ 55 માં વાર્તા કહે છે.

walk openly among the Jews

અહીં યહૂદીઓ એ યહૂદી આગેવાનો માટેનો અલંકાર છે અને ઉઘાડી રીતે ચાલવું એ "" દરેકજણ જૉઈ શકે તેમ રહેવું"" નું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યાં સર્વ યહૂદીઓ તેને જોઈ શકે ત્યાં રહેવું "" અથવા ""તેનો વિરોધ કરનારા યહૂદી આગેવાનોમાં ઉઘાડી રીતે ફર્યો "" (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

the country

શહેરની બહારનો ગ્રામ્ય વિસ્તાર જ્યાં થોડાક જ લોકો વસે છે

There he stayed with the disciples

ઈસુ અને તેમના શિષ્યો થોડા સમય માટે એફ્રાઈમમાં રહ્યાં. વૈકલ્પિક અનુવાદ: ત્યાં તેઓ ટૂંકા ગાળા માટે તેમના શિષ્યો સાથે રહ્યાં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

John 11:55

went up to Jerusalem

ઉપર ગયા"" વાક્ય અહીં વપરાય છે કારણ કે યરૂશાલેમ આસપાસના વિસ્તારો કરતા ઊંચાઈએ આવેલું છે.

John 11:56

General Information:

કલમ 57 ની ઘટ્નાઓ કલમ 56 ની બિનાઓ બને તે પહેલાં બને છે. જો આ ક્રમ તમારા વાચકોને મૂંઝવણમાં મૂકે છે, તો તમે આ કલમને જોડી શકો છો અને કલમ 57 નું લખાણ કલમ 56 ના લખાણ પહેલાં મૂકી શકો છો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-events)

They were looking for Jesus

“તેઓ” શબ્દ યહૂદી લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ બહાર ગામથી યરૂશાલેમ આવ્યા હતા.

What do you think? That he will not come to the festival?

આ અતિશયોક્તિવાળા પ્રશ્નો છે જે પ્રબળ શંકાને વ્યક્ત કરે છે કે ઈસુ પાસ્ખાપર્વમાં આવશે. બીજો પ્રશ્ન એ શબ્દલોપ છે જે ""શું તમને લાગે છે” શબ્દો છોડી દે છે.અહીં વક્તાઓ વિચારતા હતા કે શું ઈસુ ઉત્સવમાં આવશે કેમ કે તેમની ધરપકડ થવાનો ભય હતો. વૈકલ્પિક અનુવાદ: ઈસુ કદાચ પર્વમાં નહિ આવે. તેમને કદાચ ધરપકડની બીક લાગતી હશે! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion અને /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

John 11:57

Now the chief priests

આ પૃષ્ઠભૂમિ માહિતી છે જે સમજાવે છે કે શા માટે યહૂદી ઉપાસકો આશ્ચર્ય અનુભવતા હતા કે ઈસુ પર્વમાં આવશે કે નહિ. જો તમારી ભાષામાં પૃષ્ઠભૂમિ માહિતીને ચિહ્નિત કરવાની રીત છે, તો અહીં તેનો ઉપયોગ કરો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)