Matthew 27

Matthew 27:1

ઈસુની તપાસ અને તેના મરણ નું પ્રકરણ અહીં શરૂ થાય છે.

Matthew 27:3

અહીં સુવાર્તાનો લેખક ઈસુની ધરપકડની વાત રોકી યહુદા એ કેવી રીતે આપઘાત કર્યો તે વાત કરે છે. (૨૭:૩

૧૦)

પછી જ્યારે યહુદાએ

અહીં યહુદાનું પ્રકરણ ચાલુ થાય છે.

સોનાના ત્રીસ સિક્કા

મુખ્ય યાજકોએ ઈસુને પરસ્વાધીન કરવાને માટે યહુદાને જે નાણા આપ્યા હતા તે (૨૬:૧૫)

નિર્દોષ લોહી

“એવી વ્યક્તિ જે મરણને યોગ્ય નહોતી” (જુઓ: )

Matthew 27:6

યહુદા કેવી રીતે આપઘાત કરે છે તે વાત અહીં જારી છે.

નાંખવું ઉચિત નથી

“આપણા કાયદા/નિયમ પ્રમાણે આવું કરવું ઉચિત નથી”

નાંખવું

“સોનાના સિક્કા નાંખવા”

લોહીના પૈસા/નાણું

માણસને મારી નાંખવા માટે ચૂકવેલા નાણાં

કુંભારનું ખેતર

કોઈ પરદેશી જો યરુશાલેમમાં મરણ પામે તો તેને દફનાવા માટે જે જમીન ખરીદવામાં આવી તે. (જુઓ: )

આજ દિન સુધી

લેખકના આ લખાણ લખતા સુધી

Matthew 27:9

યહુદા કેવી રીતે આપઘાત કરે છે તે વાત અહીં જારી છે.

ત્યારે યર્મિયા પ્રબોધક દ્વારા જે કહેવામાં આવ્યું હતું તે પરિપૂર્ણ થયું

“યર્મિયા પ્રબોધકે જે પ્રબોધ વાણી કહી હતી, તે સાચી પડી; જેમ તેણે કહ્યું હતું તેમ” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)

ઇસ્રાએલ લોક

ઇસ્રાએલ ના ધાર્મિક આગેવાનો (જુઓ: )

મને કહ્યું તેમ

“યર્મિયાને કહ્યું તેમ” (૨૭:૯)

Matthew 27:11

અહીં રોમન ગવર્નર/હાકેમની આગળ ઈસુના મુકદમાની વાત ૨૭:૨ થી આગળ વધે છે.

હવે

અને હવે

હાકેમ

પિલાત (૨૭:૧)

તેં જ કીધું

“તું તે કહે છે/સ્વીકાર કરે છે” (જુઓ: રૂઢિપ્રયોગ)

પણ જ્યારે ઈસુ પર મુખ્ય યાજકો અને વડીલો દ્વારા તહોમત મૂકવામાં આવ્યું

એટલે: “પણ જ્યારે મુખ્ય યાજકો અને વડીલોએ તેની પર તહોમત મુક્યું” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)

તારી વિરુદ્ધ જે તહોમત તેઓ મુકે છે તે તું સાંભળતો નથી!

“મને આશ્ચર્ય થાય છે કે તું આ માણસો કે જેઓ તારી પર ભૂંડું કરવાનો આરોપ મુકે છે તેમને તું કંઈ જવાબ આપતો નથી! (જુઓ: વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન)

એક પણ શબ્દ, તેથી હાકેમ ને બહુ આશ્ચર્ય થયું

એટલે: “એક પણ શબ્દ; આનાથી હાકેમ આશ્ચર્યમાં પડી ગયો.”

Matthew 27:15

અહીં રોમન હાકેમની આગળ ઈસુના મુકદમાની વાત આગળ વધે છે.

હવે

આ શબ્દ “હવે” અહીં મુખ્ય વાર્તામાં વિરામ દર્શાવે છે જેથી લેખક અહીં મુખ્ય વાર્તાની પશ્ચાદભૂમિકા વધારે સ્પષ્ટ કરી શકે.

પર્વમાં

પાસ્ખાપર્વમાં (૨૬:૨)

લોકો દ્વારા પસંદ કરેલ બંદીવાન

એટલે: “લોકો જેને છોડવા માટે માંગ કરે તે બંદીવાન” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)

કુખ્યાત

કશું ખોટું કરીને મશહુર થયેલ

Matthew 27:17

અહીં રોમન હાકેમની આગળ ઈસુના મુકદમાની વાત આગળ વધે છે.

તેને સોંપ્યો

“ઈસુને તેને સોંપ્યો” જેથી પિલાત ઈસુનો ન્યાય કરે

જ્યારે તે બેઠો હતો

“જ્યારે પિલાત બેઠો હતો”

ન્યાયાસન પર બેઠો હતો

અધિકારી/હાકેમ તરીકે (ન્યાય કરવાની) ફરજ બજાવતો હતો. (જુઓ: રૂપક)

એવું કહાવ્યું

“સંદેશ મોકલ્યો”

Matthew 27:20

અહીં રોમન હાકેમની આગળ ઈસુના મુકદમાની વાત આગળ વધે છે.

તેઓને પૂછ્યું

“લોકોને પૂછ્યું”

Matthew 27:23

અહીં રોમન હાકેમની આગળ ઈસુના મુકદમાની વાત આગળ વધે છે.

તેણે શું કર્યું છે

ઈસુએ શું કર્યું છે

તેઓએ મોટે ઘાંટે કહ્યું

“લોકોના ટોળાએ મોટા ઘાંટે કહ્યું”

લોહી

“તેનું મોત” (જુઓ: )

Matthew 27:25

અહીં રોમન હાકેમની આગળ ઈસુના મુકદમાની વાત આગળ વધે છે.

તેનું લોહી અમારે માથે અને અમારા સંતાનો ના માથે

“હા, અમે અને અમારી સંતાન તેના મરણ ને માટે ખુશીથી જવાબદારી સ્વીકારીશું!” (જુઓ: )

Matthew 27:27

રોમન સૈનિકો ઈસુની ઠઠ્ઠા

મશ્કરી કરે છે તે પ્રકરણ અહીં શરૂ થાય છે.

મહેલ/પ્રિટોરીયમ

શક્ય અર્થ: ૧) સૈનિકોની રહેવાની જગ્યા (જુઓ) અથવા ૨) જ્યાં હાકેમ રહેતા હતા

તેના કપડાં ઉતારી

“તેના કપડાં કાઢી નાંખી”

કિરમજી

ઘાટો લાલ રંગ

સલામ

“અમે તને માન આપીએ છીએ” અથવા “ઘણું જીવો (રાજા)”

Matthew 27:30

રોમન સૈનિકો ઈસુની ઠઠ્ઠા

મશ્કરી કરે છે તે પ્રકરણ અહીં જારી છે.

તેઓ...તેઓએ...તેઓ

પિલાતના સૈનિકો

તેના...તેના...તેને...તેના...તેને

ઈસુને

Matthew 27:32

ઈસુને વધસ્તંભે જડવામાં આવ્યો તે પ્રકરણ અહીં શરૂ થાય છે.

અને જેવા તેઓ બહાર નીકળ્યા

“અને તેઓ જેવા યરુશાલેમ ની બહાર નીકળ્યા” (જુઓ: )

જેને તેમણે ઈસુનો વધસ્તંભ ઊંચકીને સાથે આવવાની ફરજ પાડી/બળજબરી કરી

“જેને સૈનિકોએ ફરજ પડી જેથી તે ઈસુનો વધસ્તંભ ઊંચકીને તેમની સાથે ચાલે”

ગલગથા નામની જગા

“જગ્યા જેને લોકો ગલગથા કહેતા”

પિત્ત

પીળાશ પડતું કડવું પ્રવાહી જે શરીર પાચન માટે ઉપયોગ કરે છે.

Matthew 27:35

ઈસુને વધસ્તંભે જડવાનું અને તેના મરણનું પ્રકરણ અહીં જારી છે.

કપડાં

ઈસુએ જે લૂગડાં પહેરેલા હતા તે (જુઓ: )

Matthew 27:38

ઈસુને વધસ્તંભે જડવાનું અને તેના મરણનું પ્રકરણ અહીં જારી છે.

બે લુંટારાઓ તેની સાથે વધસ્તંભે જડાયા

એટલે: “સૈનિકોએ ઈસુની સાથે બીજા બે લુંટારાઓને પણ વધસ્તંભે જડ્યા” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)

તેમનાં માથા હલાવીને

ઈસુની મશ્કરી કરતા

Matthew 27:41

ઈસુને વધસ્તંભે જડવાનું અને તેના મરણનું પ્રકરણ અહીં જારી છે.

તેણે અન્યને બચાવ્યા પણ પોતાને બચાવી ના શક્યો

શક્ય અર્થ: ૧) યહૂદી અધિકારીઓએ ઈસુએ અન્યને બચાવ્યા તેવો વિશ્વાસ નહોતો (જુઓ: કટાક્ષ અને ...) અથવા તે પોતાને બચાવી શકે, અથવા ૨) તેમણે સ્વીકાર્યું કે તેણે અન્યને બચાવ્યા પણ તે પોતાને ન બચાવી શક્યો.

તે ઈસ્રાએલનો રાજા છે

આગેવાનો/અધિકારીઓ ઈસુ ઇસ્રાએલ નો રાજા છે એવો વિશ્વાસ કરતા નહોતા. (જુઓ: કટાક્ષ)

Matthew 27:43

ઈસુને વધસ્તંભે જડવાનું અને તેના મરણનું પ્રકરણ અહીં જારી છે.

અને જે લુંટારાઓ તેની સાથે વધસ્તંભે જડાયા હતા

“અને જે લુંટારાઓને સૈનિકોએ ઈસુની સાથે વધસ્તંભે જડ્યા હતા” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)

Matthew 27:45

ઈસુને વધસ્તંભે જડવાનું અને તેના મરણનું પ્રકરણ અહીં જારી છે.

બુમ પાડી

“મોટા ઘાંટે કહ્યું” અથવા “ચિલ્લાયો”

એલી, એલી, લામા સબકથાની

ભાષાંતરકાર આ શબ્દોને સામાન્ય રીતે હિબ્રૂ ભાષામાં જ રહેવા દે છે. (જુઓ: નામ નો તરજુમો)

Matthew 27:48

ઈસુને વધસ્તંભે જડવાનું અને તેના મરણનું પ્રકરણ અહીં જારી છે.

તેઓમાંનો એક

શક્ય અર્થ: ૧) સૈનિકોમાંનો એક અથવા ૨) ત્યાં બાજુમાં ઊભા રહીને જોનારામાંથી એક

વાદળી

એક સમુદ્રી જીવ, જે ઉછેરીને પ્રવાહી સંગ્રહ કરવા વપરાય, જરૂર પડ્યે નિચોવીને લેવાય

તેને તે આપ્યું

“ઈસુને આપ્યું”

Matthew 27:51

ઈસુ મરણ પામ્યાં ત્યારે જે ઘટનાઓ બની તેનું વર્ણન અહીં શરૂ થાય છે.

જુઓ

લેખક જે રોચક બાબત તે આગળ કહેવા જઈ રહ્યો છે તે પ્રત્યે પોતાના વાચકોનું ધ્યાન દોરે છે.

કબરો ખુલી ગઈ અને ઘણાં સંતો જેઓ ઊંઘી ગયા હતા તેઓ જીવતા થયાં

દેવે કબરો ઉઘાડી અને ઘણાં સંતો જેઓ મરણ પામ્યા હતા તેમને ઉઠાડ્યા” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)

ઊંઘી ગયા હતા

“મરણ પામ્યા હતા” (જુઓ: )

કબરો ખુલી ગઈ...ઘણાંને દેખાયા

આ બીનાઓનો ઘટનાક્રમ સ્પષ્ટ નથી. શક્ય ક્રમ: ધરતીકંપ થયાં પછી જયારે ઈસુ મરણ પામ્યો અને કબરો ખુલી ગઈ ૧) સંતો જીવતા થયાં, ઈસુનું પુનરુત્થાન થયું, અને સંતોએ શહેરમાં પ્રવેશ કર્યો, અને ઘણાં બધાને દેખાયા.

Matthew 27:54

ઈસુ મરણ પામ્યાં ત્યારે જે ચમત્કારિક ઘટનાઓ બની તેનું વર્ણન અહીં જારી છે.

Matthew 27:57

ઈસુને દફનાવાનું પ્રકરણ અહીં શરૂ થાય છે.

પછી પિલાતે તે તેને આપવાનો હુકમ કર્યો

“પછી પિલાતે ઈસુનું શરીર યુસુફને સોંપવાનો સૈનિકોને હુકમ આપ્યો.”

Matthew 27:59

ઈસુને દફનાવાનું પ્રકરણ અહીં જારી છે.

શણ

એક બારીક અને મોઘું કપડું

કબરની સામે

“કબરની આગળ”

Matthew 27:62

ઈસુને દફનાવ્યા પછીની ઘટનાઓનું પ્રકરણ અહીં જારી છે.

સિદ્ધિકરણનો દિવસ

પાસ્ખાપર્વ માટે તૈયાર થવાનો દિવસ

જયારે તે ધુતારો જીવતો હતો

“ઈસુ, ઠગ જીવતો હતો”

Matthew 27:65

ઈસુને દફનાવ્યા પછીની ઘટનાઓનું પ્રકરણ અહીં જારી છે.

ચોકી

૪ થી ૧૬ સૈનિકોનો પહેરો

પથ્થરને મહોર કરી

શક્ય અર્થ: ૧) પથ્થરને દોરડા થી બાંધી પ્રવેશ આગળ ની દીવાલ સાથે જડી દીધો (જુઓ: ) અથવા ૨) તેઓએ પથ્થર અને દીવાલ વચ્ચે મહોર મારી.

ચોકી મૂકી

“સૈનિકો તૈનાત કર્યા જેથી લોકોને કબરથી દૂર રખાય”