Luke 11

લૂક 11 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

યુએલટી 11:2-4 ની પંક્તિઓને બાકીના લખાણ કરતાં વધુ દૂર જમણી બાજુના પાન પર દર્શાવે છે કારણ કે તે એક વિશેષ પ્રાર્થના છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

પ્રભુની પ્રાર્થના

જ્યારે ઈસુના અનુયાયીઓએ તેમને કેવી રીતે પ્રાર્થના કરવી તે શીખવવાનું કહ્યું, ત્યારે તેમણે તેઓને આ પ્રાર્થના શીખવી. પ્રાર્થના કરતી વખતે દરેક સમયે તેઓ સમાન શબ્દો ન વાપરે એવી તે અપેક્ષા રાખતા ન હતા, પરંતુ તેઓ શી પ્રાર્થના કરે એ માટે ઈશ્વર શું ઇચ્છે છે એ તેઓ જાણે એમ તે ઇચ્છતા હતા.

યૂના

યૂના જૂના કરારમાંનો એક પ્રબોધક હતો જેને વિદેશી શહેર નિનવેહમાં ત્યાંના લોકો પસ્તાવો કરે એ કહેવા મોકલવામાં આવ્યો હતો. જ્યારે તેણે તેઓને પસ્તાવો કરવાનું કહ્યું, ત્યારે તેઓએ પસ્તાવો કર્યો. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#prophet અને /WA-Catalog/gu_tw?section=kt#sin અને /WA-Catalog/gu_tw?section=kt#repent)

પ્રકાશ અને અંધકાર

બાઈબલ અવારનવાર અન્યાયી લોકો વિશે વાત કરે છે, તે એવા લોકો છે જેઓ ઈશ્વરને પ્રસન્ન કરનારી બાબતો કરતાં નથી, જાણે કે તેઓ અંધકારમાં ચાલી રહ્યા હોય. તે પ્રકાશ વિશે એવી રીતે જણાવે છે જાણે તે એ પાપી લોકોને એ સમજાવવા ન્યાયી બનાવવા સમર્થ બનાવતું હોય કે તેઓ જે કરી રહ્યા છે તે ખોટું છે એને તેઓ ઈશ્વરને આધીન થાય. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#righteous)

ધોવું

ફરોશીઓ પોતાને અને જે વડે તેઓએ ખાધું હોય તેને સાફ કરતાં હતા. તેઓ એ બાબતોને પણ સાફ કરતાં જે ગંદી ન હોય. મૂસાનો નિયમ આ સાફ કરવા તેઓને જણાવતો ન હતો, પરંતુ તોપણ તેઓ તેમને ધોતા હતા. તે એટલા માટે કે તેઓ એવું વિચારતા હતા કે જો તેઓ ઈશ્વરે બનાવેલ નિયમો અને ઈશ્વરે ન બનાવેલ કેટલાક નિયમો બંનેને આધીન થાય, તો ઈશ્વર સમજશે કે તેઓ સારા લોકો છે. (જુઓ: /WA-Catalog/gu_tw?section=kt#lawofmoses અને /WA-Catalog/gu_tw?section=kt#clean)

Luke 11:1

General Information:

આ તે વાર્તામાંના આગામી ભાગની શરૂઆત છે. ઈસુ તેમના શિષ્યોને પ્રાર્થના કરવાનું શીખવે છે.

Now it happened that

અહીં આ શબ્દસમૂહ વાર્તાના નવા ભાગની શરૂઆતને ચિહ્નિત કરવા માટે વપરાયો છે. જો તમારી ભાષામાં આમ કરવાની કોઈ રીત હોય, તો તમે તેનો ઉપયોગ અહીં કરી શકો છો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-newevent)

when Jesus was praying ... one

શિષ્ય દ્વારા પ્રશ્ન પુછાયો તે પહેલા ઈસુએ પ્રાર્થના પૂર્ણ કરી દીધી હતી તે જણાવવું વધુ સ્વાભાવિક હોઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""કે ઈસુ એક ચોક્કસ સ્થળે પ્રાર્થના કરી રહ્યા હતા. જ્યારે તેમણે પ્રાર્થના કરવાનું પૂરું કર્યું, ત્યારે એક

Luke 11:2

So he said to them

ઈસુએ તેમના શિષ્યોને કહ્યું

Father

ઈસુ શિષ્યોને પ્રાર્થના કરતી વખતે ઈશ્વર પિતાના નામનું સન્માન કરવા તેમને પિતા તરીકે સંબોધિત કરવા આદેશ આપી રહ્યા છે. આ ઈશ્વર માટેનું એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

may your name be honored as holy

તમારા નામને સન્માન આપવા દરેકને કારણ આપવું. નામ એ હંમેશા સંપૂર્ણ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: સર્વ લોકો તમારું સન્માન કરો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

May your kingdom come

ઈશ્વર સર્વ પર રાજ કરે છે તે ક્રિયા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે તે પોતે જ ઈશ્વર હોય. વૈકલ્પિક અનુવાદ: તમે આવો અને સર્વ પર રાજ કરો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Luke 11:3

Connecting Statement:

ઈસુ તેમના શિષ્યોને પ્રાર્થના કેવી રીતે કરવી તે શીખવવાનું ચાલુ રાખે છે.

Give us

આ આદેશાત્મક વાક્ય છે, પરંતુ તેનું આદેશ તરીકે અનુવાદ ન કરતાં વિનંતી તરીકે અનુવાદ કરવું જોઈએ. તેને સ્પષ્ટ કરવા માટે તેમાં મહેરબાની જેવું કંઈક ઉમેરવું મદદરૂપ થઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""મહેરબાની કરીને અમને આપો

our daily bread

રોટલી એ સસ્તો ખોરાક હતો જેને લોકો દરરોજ ખાતા હતા. સામાન્ય રીતે અહીં તેનો ઉપયોગ ખોરાકનો ઉલ્લેખ કરવા થયો છે. વૈકલ્પિક અનુવાદ: દરરોજ અમને જે ખોરાકની આવશ્યકતા છે તે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

Luke 11:4

Forgive us ... Do not lead us

આ આદેશાત્મક વાક્યો છે, પરંતુ તેનું આદેશ તરીકે અનુવાદ ન કરતાં વિનંતી તરીકે અનુવાદ કરવું જોઈએ. તેને સ્પષ્ટ કરવા માટે તેમાં મહેરબાની જેવું કંઈક ઉમેરવું મદદરૂપ થઈ શકે. વૈકલ્પિક અનુવાદ: ""મહેરબાની કરીને અમને ક્ષમા કરો ... મહેરબાની કરીને અમને ન દોરો

Forgive us our sins

તમારી વિરુદ્ધ પાપ કરવા બદલ અમને ક્ષમા કરો અથવા અમારા પાપોને ક્ષમા કરો.

for we also forgive

જેમ અમે પણ ક્ષમા કરીએ છીએ

who is in debt to us

જે અમારી વિરુદ્ધ પાપ કરે છે અથવા ""જેમણે અમારી સાથે ખોટું કામ કર્યું છે

do not lead us into temptation

આ હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""અમને પરીક્ષણથી દૂર લઈ જાઓ

Luke 11:5

Connecting Statement:

ઈસુ તેમના શિષ્યોને પ્રાર્થના વિશે શીખવવાનું ચાલુ રાખે છે.

lend to me three loaves of bread

મને ત્રણ રોટલી ઉધાર લેવા દો અથવા મને ત્રણ રોટલી આપો અને હું તમને પછીથી તેની ચૂકવણી કરીશ. યજમાન પાસે તેના મહેમાનને આપવા માટે કોઈ ખોરાક તૈયાર નથી.

three loaves of bread

રોટલીનો ઉપયોગ સામાન્ય રીતે ખોરાકને રજૂ કરવા માટે થાય છે. વૈકલ્પિક અનુવાદ: ભોજન માટે પૂરતું રાંધેલો ખોરાક અથવા વ્યક્તિને ખાવા માટે પૂરતો તૈયાર ખોરાક (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

Luke 11:6

Connecting Statement:

ઈસુએ પ્રશ્ન પૂછવાનું પૂર્ણ કર્યું જે કલમ 5 માં શરૂ થાય છે.

since a friend ... to set before him'?

ઈસુ શિષ્યોને શીખવવા માટે એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. માની લો કે તમારામાંના કોઈની પાસે ... તેની સમક્ષ મૂકવા'. અથવા માની લો કે તમારી પાસે ... તેની સમક્ષ મૂકવા'. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

just came to me from the road

તે ગર્ભિત છે કે મુલાકાતી તેના ઘરથી ઘણે દૂર આવ્યો છે. વૈકલ્પિક અનુવાદ: મુસાફરી કરી રહ્યો હતો અને હમણાં જ મારા ઘરે આવ્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

anything to set before him

તેને આપવા માટે કંઈપણ ખોરાક તૈયાર છે

Luke 11:7

I am not able to get up

તે મારા માટે ઉઠવું અનુકૂળ નથી

Luke 11:8

I say to you

ઈસુ શિષ્યો સાથે વાત કરી રહ્યા હતા. તમે શબ્દ બહુવચન છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you)

to give it to him because he is ... his ... his ... him ... he needs

ઈસુ શિષ્યોને એવી રીતે સંબોધે છે જાણે કે તેઓ જ એ વ્યક્તિ છે જે રોટલી માગી રહ્યા હોય. વૈકલ્પિક અનુવાદ: ""તેને રોટલી આપો કેમ કે તે ... તેની ... તે ... તેને જરૂર છે

yet because of your shameless persistence

આ શબ્દો અમૂર્ત નામ આગ્રહ ને દૂર કરવા માટે કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: કારણ કે તમે નિર્લજ્જતાપૂર્વક વળગી રહ્યા અથવા કારણ કે તમે હિંમતભેર તેની પાસે માંગવાનુ ચાલુ રાખ્યું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-abstractnouns)

Luke 11:9

ask ... seek ... knock

ઈસુ તેમના શિષ્યોને સતત પ્રાર્થના કરવા માટે પ્રોત્સાહિત કરવા આ આદેશો આપે છે. કેટલીક ભાષાઓને પણ આ ક્રિયાપદો સાથે વધુ માહિતીની જરૂર પડી શકે છે. તમે નું યોગ્ય સ્વરૂપ અહીં વાપરો જે આ સંદર્ભમાં સૌથી યોગ્ય રહેશે. વૈકલ્પિક અનુવાદ: તમને જે જોઈએ છે તે માંગવાનું ચાલુ રાખો ... ઈશ્વર પાસેથી તમને જે જોઈએ છે તે શોધવાનું ચાલુ રાખો... તેને શોધો ... દરવાજો ખટખટાવતા રહો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-you અને /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

it will be given to you

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વર તમને તે આપશે અથવા તમે તેને પ્રાપ્ત કરશો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

knock

દરવાજો ખટખટાવવો એટલે ઘરની અંદર રહેલ વ્યક્તિને તમે બહાર ઊભા છો તેવું જણાવવા માટે તેને થોડીવાર થપથપાવવો છે. તમારી સંસ્કૃતિના લોકો તેઓ આવ્યા છે તે દર્શાવવા જે રીતનો ઉપયોગ કરે છે તે પણ કરી શકાય, જેમ કે બૂમ પાડવી અથવા ખાંસવું અથવા તાળી પાડવી નો ઉપયોગ કરીને પણ તેનું અનુવાદ કરી શકાય છે. અહીં, તેનો અર્થ એ છે કે વ્યક્તિએ ઈશ્વર જવાબ ન આપે ત્યાં સુધી તેમને પ્રાર્થના કરવી જોઈએ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

it will be opened to you

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વર તમારા માટે દરવાજો ખોલશે અથવા ઈશ્વર અંદર તમારો આવકાર કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 11:11

Connecting Statement:

ઈસુએ તેમના શિષ્યોને પ્રાર્થના વિશે શિક્ષણ આપવાનું પૂર્ણ કર્યું.

Which father among you ... he will give him a snake ... a fish?

ઈસુ પોતાના શિષ્યોને શીખવવા માટે એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. તેને નિવેદન તરીકે પણ લખી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તમારામાંથી એકપણ પિતા ... એક માછલી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Luke 11:12

Or if he asks ... scorpion to him?

ઈસુ પોતાના શિષ્યોને શીખવવા માટે એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. તેને નિવેદન તરીકે પણ લખી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: અને જો તે ઈંડું માગે તો તમે તેને ક્યારેય વીંછી આપશો નહિ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

a scorpion

વીંછી એક કરોળિયા જેવું જ છે, પરંતુ તેને ઝેરી ડંખવાળી પૂંછડી હોય છે. જ્યાં તમે છો ત્યાં જો વીંછીની જાણકારી ન હોય, તો તમે તેને ઝેરી કરોળિયો અથવા કરોળિયો કે જે ડંખ મારે છે રીતે તેનું અનુવાદ કરી શકો છો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-unknown)

Luke 11:13

if you who are evil know

કેમ કે તમે જેઓ દુષ્ટ છો છતાં જાણો છો અથવા ""તમે પાપી હોવા છતાં પણ, તમે જાણો છો

how much more will your Father from heaven give the Holy Spirit ... him?

તો તે કેટલું ચોક્કસ છે કે સ્વર્ગમાંના તમારા પિતા પવિત્ર આત્મા આપશે .... તેને? ઈસુએ ફરીથી પોતાના શિષ્યોને શીખવવા માટે એક પ્રશ્નનો ઉપયોગ કર્યો. આનું અનુવાદ એક નિવેદન તરીકે કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તમે ચોક્કસ રહી શકો કે સ્વર્ગમાંથી તમારા પિતા પવિત્ર આત્મા આપશે ... તેને. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Luke 11:14

General Information:

જ્યારે ઈસુ એક મૂંગા વ્યક્તિમાંથી અશુદ્ધ આત્માને કાઢે છે ત્યારે તેમની પૂછપરછ કરવામાં આવે છે.

Now

લેખક નવી ઘટનાની શરૂઆતને ચિહ્નિત કરવા આ શબ્દનો ઉપયોગ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-newevent)

Jesus was driving out a demon

વધારાની માહિતી ઉમેરવામાં તે મદદરૂપ થઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ઈસુ એક વ્યક્તિમાંથી અશુદ્ધ આત્માને કાઢી રહ્યા હતા અથવા ઈસુ વ્યક્તિને અશુદ્ધ આત્માથી મુક્ત બનાવતા હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

a demon that was mute

અશુદ્ધ આત્મા પાસે લોકોને બોલતા અટકાવવાની શક્તિ છે. વૈકલ્પિક અનુવાદ: અશુદ્ધ આત્મા કે જેના કારણે વ્યક્તિ બોલવા માટે અસમર્થ બન્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Now

આ શબ્દનો ઉપયોગ અહીં ક્રિયા ક્યાં શરૂ થાય છે તે ચિહ્નિત કરવા માટે થયો છે. જો તમારી ભાષામાં આમ કરવાની કોઈ રીત હોય, તો તમે તેનો ઉપયોગ અહીં કરી શકો છો. જ્યારે અશુદ્ધ આત્મા વ્યક્તિમાંથી બહાર આવે છે, ત્યારે કેટલાક લોકો ઈસુની ટીકા કરે છે, અને તે બાબત ઈસુને દુષ્ટ આત્માઓ વિશે શીખવવા તરફ દોરી જાય છે.

when the demon had gone out

વધારાની માહિતી ઉમેરવી એ મદદરૂપ થઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: જ્યારે અશુદ્ધ આત્મા વ્યક્તિમાંથી નીકળી ગયો હતો અથવા જ્યારે અશુદ્ધ આત્માએ વ્યક્તિને છોડી દીધો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

the man who had been mute spoke

તે વ્યક્તિ જે બોલવા અસમર્થ હતો તે હવે બોલ્યો

Luke 11:15

By Beelzebul, the ruler of demons, he is driving out demons

તે અશુદ્ધ આત્માઓના શાસક, બાલઝબૂલની સામર્થ્યથી અશુદ્ધ આત્માઓને કાઢી રહ્યો છે

Luke 11:16

General Information:

ઈસુ ટોળાને જવાબ આપવાનું શરૂ કરે છે.

Others tested him

બીજા લોકોએ ઈસુની કસોટી કરી. તેઓ ઇચ્છતા હતા કે તેઓ સાબિત કરે કે તેમનો અધિકાર ઈશ્વર તરફથી છે.

and sought from him a sign from heaven

અને તેમને સ્વર્ગમાંથી કોઈ નિશાની આપવા કહ્યું અથવા માંગણી કરીને કે તેઓ સ્વર્ગમાંથી કોઈ નિશાની આપે. આ રીતે તેઓ ઇચ્છતા હતા કે ઈસુ સાબિત કરે કે તેમનો અધિકાર ઈશ્વર તરફથી છે.

Luke 11:17

Every kingdom divided against itself is made desolate

રાજ્ય અહીં તેમાંના લોકોનો ઉલ્લેખ કરે છે. આ સક્રિય સ્વરૂપમાં પણ કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: જો રાજ્યના લોકો એકબીજા સાથે લડે, તો તેઓ તેમના રાજ્યનો નાશ કરશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

a house divided against itself falls

અહીં ઘર એ એક પરિવારનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: જો કુટુંબના સભ્યો એકબીજા સાથે લડે, તો તેઓ તેમના પરિવારને બરબાદ કરી નાખશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

falls

પતન થાય છે અને નાશ પામે છે. ઘરની આ તૂટી પડતી પ્રતિમા જ્યારે કુટુંબના સભ્યો એકબીજા સાથે લડતા હોય ત્યારે કુટુંબના વિનાશનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Luke 11:18

if Satan is divided against himself

શેતાન અહીં અશુદ્ધ આત્માઓનો ઉલ્લેખ કરે છે જે શેતાનને અનુસરે છે અને શેતાનનો પોતાનો પણ ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: જો શેતાન અને તેના રાજ્યના સભ્યો એકબીજા સાથે લડતા હોય તો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

If Satan ... how will his kingdom stand?

લોકોને શીખવવા ઈસુ એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. તેનું અનુવાદ એક વાક્ય તરીકે કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: જો શેતાન ... તો તેનું રાજ્ય ટકશે નહિ. અથવા જો શેતાન ... તેનું રાજ્ય તૂટી જશે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

For you say I force out demons by Beelzebul

કેમ કે તમે કહો છો કે તે બાલઝબૂલના સામર્થ્યથી જ હું અશુદ્ધ આત્માઓને લોકોમાંથી કાઢું છું. તેમની દલીલના આગળના ભાગને સ્પષ્ટ રીતે કહી શકાય છે: વૈકલ્પિક અનુવાદ: તમે કહો છો કે તે બાલઝબૂલના સામર્થ્યથી હું અશુદ્ધ આત્માઓને લોકોમાંથી કાઢું છું. તેનો અર્થ છે કે શેતાન પોતાની વિરુદ્ધમાં જ વિભાજિત થયેલ છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 11:19

Now if I ... by whom do your followers drive them out?

જો હું ... કોના સામર્થ્યથી તમારા અનુયાયીઓ અશુદ્ધ આત્માઓને લોકોને છોડવા દબાણ કરે છે? લોકોને શીખવવા ઈસુ એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. ઈસુના પ્રશ્નનો અર્થ સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: જો હું ... તો આપણે સહમત થવું જોઈએ કે તમારા અનુયાયીઓ પણ બાલઝબૂલના સામર્થ્યથી જ અશુદ્ધ આત્માઓને કાઢે છે. પરંતુ તમે વિશ્વાસ કરતાં નથી કે તે સાચું છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion અને /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

they will be your judges

તમારા અનુયાયીઓ જેઓ ઈશ્વરના સામર્થ્યથી અશુદ્ધ આત્માઓને કાઢે છે તે તમારો ન્યાય કરશે જે તમે કહી રહ્યા છો કે હું બાલઝબૂલના સામર્થ્યથી અશુદ્ધ આત્માઓને કાઢું છું

Luke 11:20

by the finger of God

ઈશ્વરની આંગળી"" એ ઈશ્વરના સામર્થ્યનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

then the kingdom of God has come to you

આ દર્શાવે છે કે ઈશ્વરનું રાજ્ય તમારી પાસે આવ્યું છે

Luke 11:21

When a strong man ... his possessions are safe

તે ઈસુએ શેતાન અને તેના અશુદ્ધ આત્માઓને હરાવ્યા એ વિશે એવી રીતે જણાવે છે જાણે ઈસુ એક બળવાન વ્યક્તિ હોય જેઓ એક બળવાન વ્યક્તિનું જે હોય તેને લઈ લેતા હોય. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

his possessions are safe

તેની વસ્તુઓ કોઈ ચોરી શકે નહિ

Luke 11:22

when one who is stronger than him ... divide his possessions

તે ઈસુએ શેતાન અને તેના અશુદ્ધ આત્માઓને હરાવ્યા એ વિશે એવી રીતે જણાવે છે જાણે ઈસુ એક બળવાન વ્યક્તિ હોય જેઓ એક બળવાન વ્યક્તિનું જે હોય તેને લઈ લેતા હોય. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

takes away his armor

માણસના હથિયારો અને સુરક્ષાને દૂર કરે છે

divides his possessions

તેની સંપત્તિ ચોરી કરે છે અથવા ""તેને જોઈએ તે કંઈપણ લઈ લે છે

Luke 11:23

The one who is not with me is against me, and the one who does not gather with me scatters

તે કોઈપણ વ્યક્તિ અથવા કોઈપણ લોકજૂથનો ઉલ્લેખ કરે છે. જે કોઈ મારી સાથે નથી તે મારી વિરુદ્ધ છે, અને જે કોઈ મારી સાથે સમેટતો નથી તે વેરી નાખે છે અથવા ""જેઓ મારી સાથે નથી તેઓ મારી વિરુદ્ધ છે, અને જેઓ મારી સાથે સમેટતા નથી તેઓ વેરી નાખે છે

The one who is not with me

એક કે જે મને સહકાર આપતો નથી અથવા ""એક કે જે મારી સાથે કામ કરતો નથી

is against me

મારી વિરુદ્ધ કામ કરે છે

the one who does not gather with me scatters

ઈસુ જે શિષ્યો તેમને અનુસરવા ભેગા થયેલા છે તેઓને સંબોધી રહ્યા છે. આ સ્પષ્ટપણે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: કોઈપણ કે જે લોકોને મારી પાછળ આવવા ફરજ પાડતો નથી તે તેઓને મારી પાસેથી જતાં રહેવાની ફરજ પાડે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 11:24

waterless places

આ તે નિર્જન જગ્યાઓ નો ઉલ્લેખ કરે છે જ્યાં દુષ્ટ આત્માઓ ભટકે છે.

not finding any

જો આત્માને ત્યાં કોઈ આરામ ન મળે તો

my house from which I came

આ તે વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જેમાં તે રહેતો હતો. વૈકલ્પિક અનુવાદ: તે વ્યક્તિ કે જેમાં હું રહેતો હતો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Luke 11:25

finds it swept out and put in order

આ રૂપક વ્યક્તિ વિશે એવી રીતે વાત કરે છે જાણે તે એક એવું ઘર હોય કે જેની સાફ-સફાઈ થયેલી હોય અને વસ્તુઓ તેની જગ્યાએ મૂકવામાં આવી હોય. તે ગર્ભિત છે કે ઘર હજી પણ ખાલી છે. આ સ્પષ્ટ માહિતી સાથે સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: એવું લાગે છે કે તે વ્યક્તિ એક ઘરની જેમ હોય કે કોઈએ તે જ્યાંની હોય ત્યાં મૂકીને તેને સ્વચ્છ અને વ્યવસ્થિત ગોઠવ્યું હોય, પરંતુ તેને ખાલી છોડી દીધું હોય અથવા એવું લાગે છે કે વ્યક્તિ ઘરની જેમ સ્વચ્છ અને વ્યવસ્થિત છે, પણ ખાલી છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive અને /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Luke 11:26

worse than the first

પ્રથમ"" શબ્દ માણસને અશુદ્ધ આત્મા તેને છોડી ગયો તે પહેલાની સ્થિતિનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: આત્મા છોડી ગયો તે પહેલાંની તેની સ્થિતિ કરતાં વિશેષ ખરાબ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Luke 11:27

General Information:

આ ઈસુના શિક્ષણમાં વિરામ દર્શાવે છે. એક સ્ત્રી આશીર્વાદ આપે છે અને ઈસુ જવાબ આપે છે.

Now it happened that

આ શબ્દસમૂહ વાર્તામાંની મહત્વપૂર્ણ ઘટનાને ચિહ્નિત કરવા અહીં વપરાયો છે. જો તમારી ભાષામાં આમ કરવાની કોઈ રીત હોય, તો તમે તેનો ઉપયોગ અહીં કરી શકો છો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-newevent)

raised her voice above the crowd

આ રૂઢિપ્રયોગનો અર્થ ટોળાના અવાજ કરતાં મોટેથી બોલ્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Blessed is the womb that bore you and the breasts at which you nursed

સ્ત્રીના શરીરના ભાગોનો ઉપયોગ સંપૂર્ણ સ્ત્રીનો ઉલ્લેખ કરવા માટે થયો છે. વૈકલ્પિક અનુવાદ: તે સ્ત્રી માટે કેટલું સારું છે કે જેણે તમને જન્મ આપ્યો અને તેના સ્તનોથી તમને પોષણ આપ્યું અથવા જે સ્ત્રી કેટલી ખુશ હોવી જોઈએ જેણે તમને જન્મ આપ્યો અને તેના સ્તનોથી તમને પોષણ આપ્યું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

Luke 11:28

Rather, blessed are the ones who hear

તે એ લોકો માટે પણ વધુ સારું છે

the ones who hear the word of God

ઈશ્વર જે વચન બોલ્યા છે તે સાંભળો

Luke 11:29

Connecting Statement:

ઈસુ ટોળાને શીખવવાનું ચાલુ રાખે છે.

As the crowds were increasing

જેમ જેમ વધુ લોકો ટોળામાં જોડાઈ રહ્યા હતા અથવા ""જેમ જેમ ટોળું વધી રહ્યું હતું

This generation is an evil generation. It seeks ... to it

અહીં પેઢી એમાં રહેલા લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""આ સમયે જીવી રહેલા લોકો દુષ્ટ છે. તેઓ શોધે છે ... તેમના માટે” અથવા ""તમે આ સમયે જીવી રહેલા લોકો દુષ્ટ લોકો છો. તમે શોધો છો ... તમારા માટે

It seeks a sign

તે કયા પ્રકારની નિશાની માગે છે તે વિશેની માહિતી સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: હું ઈશ્વર તરફથી આવ્યો છું તેના પુરાવા તરીકે હું ચમત્કાર કરું એવું તે ઇચ્છે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

no sign will be given to it

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વર તેને નિશાની આપશે નહિ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

the sign of Jonah

યૂનાનું શું થયું અથવા ""ચમત્કાર કે જે ઈશ્વરે યૂના માટે કર્યો

Luke 11:30

For just as Jonah became a sign ... so too ... this generation

તેનો અર્થ એ છે કે ઈસુ તે દિવસના યહૂદીઓ માટે ઈશ્વરની નિશાની તરીકે બરાબર તે જ રીતે સેવા આપશે જેમ યૂનાએ નિનવેહના લોકો માટે ઈશ્વર તરફથી નિશાની તરીકે સેવા આપી હતી.

the Son of Man

ઈસુ પોતાનો ઉલ્લેખ કરી રહ્યા છે.

this generation

લોકો આજે જીવી રહ્યા છે

Luke 11:31

Queen of the South

આ શેબાની રાણીનો ઉલ્લેખ કરે છે. શેબા એ ઇઝરાએલના દક્ષિણમાંનું એક રાજ્ય હતું.

will rise up at the judgment with the men of this generation

ઊભા થઈ અને આ સમયના લોકોનો ન્યાય કરશે

she came from the ends of the earth

આ રૂઢિપ્રયોગનો અર્થ એ છે કે તે ખૂબ દૂરથી આવી હતી. વૈકલ્પિક અનુવાદ: તેણીની ખૂબ જ મોટા અંતરેથી આવી હતી અથવા તે ખૂબ દૂર જગ્યાએથી આવી હતી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

someone greater than Solomon is here

ઈસુ પોતાના વિશે બોલી રહ્યા છે. વૈકલ્પિક અનુવાદ: હું, જે સુલેમાન કરતાં મહાન છું, અહીં છું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

someone greater than Solomon

ઈસુ પોતાના વિશે બોલી રહ્યા છે. વૈકલ્પિક અનુવાદ: હું સુલેમાન કરતાં મહાન છું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 11:32

The men of Nineveh

તે સ્પષ્ટપણે દર્શાવવું મદદરૂપ રહેશે કે તે પ્રાચીન શહેર નિનવેહનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: પ્રાચીન શહેર નિનવેહમાં રહેતા વ્યક્તિઓ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

The men

આ પુરુષ અને સ્ત્રી બંનેનો સમાવેશ કરે છે. વૈકલ્પિક અનુવાદ: લોકો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-gendernotations)

this generation

આ સમયના લોકો

for they repented

માટે નિનવેહના લોકોએ પસ્તાવો કર્યો

someone greater than Jonah is here

ઈસુ પોતાના વિશે બોલી રહ્યા છે. તે સ્પષ્ટપણે દર્શાવવું મદદરૂપ થઈ શકે કે તેઓએ તેમનું સાંભળ્યું નહિ. વૈકલ્પિક અનુવાદ: હું યૂના કરતાં પણ મહાન છું તેમ છતાં, તમે હજુ સુધી પસ્તાવો કર્યો નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 11:33

General Information:

33-36 કલમો એક રૂપક છે જ્યાં ઈસુ તેમના શિક્ષણ વિશે પ્રકાશ તરીકે બોલે છે જે વિશે તેઓ ઇચ્છે છે કે તેમના શિષ્યો પાલન કરે અને બીજાઓ સાથે વહેંચે. જેઓ તેમના શિક્ષણને જાણતા નથી કે સ્વીકારતા નથી તેઓ અંધકાર માં છે એમ તેઓ કહે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Connecting Statement:

ઈસુએ ટોળાને શીખવવાનું પૂર્ણ કર્યું.

puts it in a hidden place or under a basket

તેને છુપાવે છે અથવા ટોપલીની નીચે મૂકે છે

but on the lampstand

આ કલમમાં સમજાયેલા વિષય અને ક્રિયાપદને પૂરા પાડવામાં આવી શકે છે. વૈકલ્પિક અનુવાદ: પરંતુ વ્યક્તિ તેને દીવી પર મૂકે છે અથવા પરંતુ વ્યક્તિ તેને મેજ પર મૂકે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Luke 11:34

The lamp of the body is your eye

રૂપકના આ ભાગમાં, જેમ આંખ શરીર માટે પ્રકાશ પ્રદાન કરે છે તેમ તેઓએ ઈસુને જે બાબતો કરતાં જોયા તે સમજ આપે છે. વૈકલ્પિક અનુવાદ: તમારી આંખ શરીરના દીવા સમાન છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

your eye

આંખ એ દ્રષ્ટિ માટેનું એક ઉપનામ છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

the body

શરીર એ વ્યક્તિના જીવન માટેનો એક ઉપલક્ષણ અલંકાર છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

When your eye is good

અહીં આંખ એ દ્રષ્ટિ માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: જ્યારે તમારી દ્રષ્ટિ સારી હોય ત્યારે અથવા જ્યારે તમે સારી રીતે જુઓ છો ત્યારે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

your whole body is also filled with light

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: પ્રકાશ તમારા આખા શરીરને ભરી દેશે અથવા તમે બધું સ્પષ્ટ રીતે જોઈ શકશો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

when it is bad

અહીં આંખ એ દ્રષ્ટિ માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: જ્યારે તમારી દ્રષ્ટિ ખરાબ હોય ત્યારે અથવા જ્યારે તમે નબળી રીતે દેખશો ત્યારે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

your body is also full of darkness

તમે કંઈપણ જોઈ શકશો નહિ

Luke 11:35

be careful that the light in you is not darkness

ખાતરી કરો કે તમે જેને પ્રકાશ માનો છો તે ખરેખર અંધકાર ન હોય અથવા ""ખાતરી કરો કે તમે પ્રકાશ શું છે તે જાણો છો અને ખાતરી કરો કે અંધકાર શું છે એ તમે જાણો છો

Luke 11:36

it will all be full of light, as when the lamp shines its brightness on you

ઈસુ સમાન સત્યને એક સૌમ્યતા તરીકે દર્શાવે છે. તેઓ સત્યથી ભરપૂર લોકો વિશે એવી રીતે જણાવે છે જાણે તેઓ એક દીવો હોય જે તેજસ્વી રીતે પ્રકાશી રહ્યો હોય. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-simile)

Luke 11:37

General Information:

ઈસુને એક ફરોશીના ઘરે જમવા આમંત્રણ આપવામાં આવ્યું.

Now when he had finished speaking

લેખક આ શબ્દોનો ઉપયોગ નવી ઘટનાની શરૂઆતને ચિહ્નિત કરવા માટે કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-newevent)

reclined at table

માણસો મેજની આસપાસ આરામથી સૂતા રાત્રિભોજન જેવા આરામદાયક રીતે ભોજન આરોગે તે માટેનો આ રિવાજ હતો. જ્યારે લોકો ખાય છે ત્યારે તેમના શરીરો જે રીતે હોય છે તે માટે તમારી ભાષા જે શબ્દનો ઉપયોગ કરતી હોય તે શબ્દનો ઉપયોગ કરીને તમે અનુવાદ કરવા માગતા હોય તો. વૈકલ્પિક અનુવાદ: મેજ પર બેઠા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 11:38

he did not wash

ફરોશીઓનો નિયમ હતો કે લોકોએ ઈશ્વર સમક્ષ વિધિગત રીતે શુદ્ધ થવા માટે તેમના હાથ ધોવા જોઈએ. વૈકલ્પિક અનુવાદ: તેના હાથ ધોઈ લો અથવા ધાર્મિક વિધિથી શુદ્ધ થવા માટે તેના હાથ ધોઈ લો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 11:39

General Information:

ઈસુ એક રૂપકનો ઉપયોગ કરીને ફરોશી સાથે વાત કરવાનું શરૂ કરે છે. તે તેઓની પ્યાલા અને વાટકા સાફ કરવાની તુલના તેઓ જે રીતે પોતાની જાતને સાફ કરે છે તેની સાથે કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

the outside of cups and bowls

પાત્રના બહારના ભાગને ધોવો એ ફરોશીઓની ધાર્મિક વિધિઓનો એક ભાગ હતો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

but the inside of you is filled with greed and evil

રૂપકનો આ ભાગ તેઓ જે રીતે થાળીના બહારના ભાગને સાવચેતીથી સાફ કરે છે તેને તેઓ પોતાની આંતરિક સ્થિતિની જે રીતે અવગણના કરે છે તેની સાથે વિરોધાભાસ દર્શાવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Luke 11:40

You foolish ones!

ઈસુ અહીં સર્વ ફરોશીઓ સાથે વાત કરી રહ્યા હતા તે બધા પુરુષો હતા તોપણ આ અભિવ્યક્તિ પુરુષો અથવા સ્ત્રીઓનો ઉલ્લેખ કરી શકે છે.

Did not the one who made the outside also make the inside?

ફરોશીઓ એ સમજી શક્યા નહિ કે જે તેમના હૃદયમાં છે ઈશ્વરને તેનાથી નિસ્બત છે તે માટે ઠપકો આપવા માટે ઈસુ એક પ્રશ્નનો ઉપયોગ કરે છે. આ એક નિવેદન તરીકે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: જેમણે બહારનું બનાવ્યું તેમણે અંદરનું પણ બનાવ્યું! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

Luke 11:41

give as charity what is inside

આ તેઓએ તેમના પ્યાલા અને વાટકી સાથે શું કરવું જોઈએ તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: તમારા પ્યાલા અને વાટકીની અંદર જે છે તે ગરીબને આપો અથવા ગરીબો પ્રત્યે ઉદાર બનો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

all things will be clean for you

તમે સંપૂર્ણપણે સાફ થશો અથવા ""તમે અંદર અને બહાર બંને રીતે સાફ થઈ જશો

Luke 11:42

the mint and the rue and every garden herb

તમે ઈશ્વરને તમારા બગીચામાંથી ફુદીનાનો અને સિતાબનો અને અન્ય વનસ્પતિનો દસમો ભાગ આપો છો. ઈસુ દાખલો આપી રહ્યા હતા કે ફરોશીઓ તેમની આવકનો દસમો ભાગ આપવામાં કેટલા ઉગ્ર હતા.

the mint and the rue and every garden herb

આ ઔષધીઓ છે. લોકો તે સ્વાદ આપે માટે આ પાંદડાનો થોડો ભાગ તેમના ખોરાકમાં નાખે છે. જો લોકોને ખબર ન હોય કે ફૂદીનો અને સિતાબ શું છે, તો તમે તેઓ જાણતા હોય તેવી વનસ્પતિ અથવા ઔષધીઓ જેવી સામાન્ય અભિવ્યક્તિના નામનો ઉપયોગ કરી શકો છો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-unknown)

every garden herb

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) બીજા દરેક શાકભાજી 2) બીજી દરેક બગીચાની વનસ્પતિ અથવા 3) "" બીજા દરેક બગીચાના છોડ.

the love of God

ઈશ્વરને પ્રેમ કરવો અથવા ઈશ્વર માટે પ્રેમ. ઈશ્વર એક છે જેમને પ્રેમ કરવામાં આવે છે.

and not to neglect those things

નિષ્ફળતા વિના ભાર મૂકે છે કે તે હંમેશા થવું જોઈએ. આ હકારાત્મક સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: અને હંમેશા બીજી સારી બાબતો પણ કરો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-litotes)

Luke 11:43

Connecting Statement:

ઈસુ ફરોશી સાથે વાત કરવાનું પૂર્ણ કરે છે.

the best seats

શ્રેષ્ઠ બેઠકો

the respectful greetings

વિશેષ માનથી લોકો તમને સલામ કરે એ તમને ગમે છે

Luke 11:44

you are like unmarked graves, and people walk over them without knowing it

ફરોશીઓ ચિહ્ન વિનાની કબરો જેવા છે કારણ કે તેઓ વિધિગત રીતે શુદ્ધ લાગે છે, પરંતુ તેઓ તેમની આસપાસના લોકોને અશુદ્ધ બનાવવાનું કારણ બને છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-simile)

unmarked graves

આ જમીનમાં ખોદાયેલ કબરોને છિદ્રો હતા જ્યાં મૃતદેહને દફનાવવામાં આવતો હતો. તેમની પાસે સફેદ પથ્થરો ન હતા જેને લોકો સામાન્ય રીતે કબરો ઉપર મૂકે છે જેથી અન્ય લોકો તેઓને જોઈ શકે.

without knowing it

જ્યારે યહૂદીઓ કબર ઉપર જતા, ત્યારે તેઓ વિધિગત રીતે અશુદ્ધ થઈ જતા. આ ચિહ્ન વિનાની કબરોએ તેઓને આકસ્મિક રીતે આમ કરવાનું કારણ આપ્યું. આ સ્પષ્ટપણે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તેને સમજ્યા વિના અને વિધિગત રીતે અશુદ્ધ થવું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 11:45

General Information:

ઈસુ યહૂદી શિક્ષકને જવાબ આપવાનું શરૂ કરે છે.

one of the teachers of the law

આ વાર્તામાં એક નવા પાત્રનો પરિચય આપે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-participants)

saying these things, you insult us too

ઈસુએ ફરોશીઓ વિશે કરેલી ટિપ્પણી યહૂદી કાયદાના શિક્ષકોને પણ લાગુ પડતી હોય એમ દેખાય છે.

Luke 11:46

Woe to you, teachers of the law!

ઈસુએ તેને સ્પષ્ટ કર્યું કે તેમનો હેતુ ફરોશીઓ સાથે કાયદાના શિક્ષકોની ક્રિયાઓની નિંદા કરવાનો હતો.

you put people under burdens that are hard to carry

તમે લોકો પર બોજો મૂકો છો જે ખૂબ જ ભારે હોય છે અને તેઓ તેને ઉપાડી શકતા નથી. ઈસુ કોઈક જે લોકોને ઘણા નિયમો આપે છે તેના વિશે એવી રીતે જણાવે છે કે જાણે તે વ્યક્તિ તેમને ભારે વસ્તુઓ ઉપાડવા આપી રહ્યો હોય. વૈકલ્પિક અનુવાદ: તમે ઘણા બધા નિયમોનું પાલન કરવાનું આપીને લોકો પર બોજા નાખો છો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

do not touch the burdens with one of your fingers

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) લોકોને તે બોજો વહન કરવામાં મદદ કરવા માટે કંઈપણ કરો અથવા 2) ""તે બોજો તમારી જાતે વહન કરવા માટે કોઈપણ પ્રયાસ કરો.

Luke 11:48

ઈસુ ફરોશીઓ અને નિયમશાસ્ત્રના શિક્ષકોને ઠપકો આપી રહ્યા છે. તેઓ પ્રબોધકોની હત્યા વિશે જાણે છે, પરંતુ તેમની હત્યા કરવા બદલ તેમના પૂર્વજોની નિંદા કરતાં નથી. વૈકલ્પિક અનુવાદ: તેથી, તેમને વખોડવાને બદલે, તમે પુષ્ટિ કરો અને સંમત થાઓ છો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 11:49

For this reason

તે પાછલા નિવેદનોનો ઉલ્લેખ કરે છે કે નિયમશાસ્ત્રના શિક્ષકો લોકો પર નિયમોનો ભાર મૂકે છે.

the wisdom of God said

ડહાપણને એ રીતે માનવામાં આવે છે જાણે તે ઈશ્વર માટે બોલવા સમર્થ હોય. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વરે તેમના ડહાપણમાં કહ્યું અથવા ઈશ્વરે સમજદારીપૂર્વક કહ્યું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-personification)

I will send to them prophets and apostles

હું મારા લોકો માટે પ્રબોધકો અને પ્રેરિતોને મોકલીશ. ઈશ્વરે અગાઉથી જ જાહેર કરી દીધું હતું કે તેઓ યહૂદી શ્રોતાઓને જેઓની સાથે ઈસુ બોલી રહ્યા હતા તેઓના પૂર્વજો પાસે પ્રબોધકો અને પ્રેરિતો મોકલશે.

they will persecute and they will kill some of them

મારા લોકો કેટલાક પ્રબોધકો અને પ્રેરિતોને સતાવશે અને મારી નાખશે. ઈસુ જે યહૂદી શ્રોતાજનોની સાથે વાત કરી રહ્યા હતા તેમના પૂર્વજો પ્રબોધકો અને પ્રેરિતોને સતાવશે અને તેમની હત્યા કરશે તેવું ઈશ્વરે અગાઉથી જાહેર કર્યું હતું.

Luke 11:50

This generation, then, will be held responsible for all the blood of the prophets shed

ઈસુ જેમની સાથે વાત કરી રહ્યા છે તે લોકો તેમના પૂર્વજો દ્વારા પ્રબોધકોની હત્યા માટે જવાબદાર રહેશે. વૈકલ્પિક અનુવાદ: તેથી, લોકોએ મારી નાખેલ સર્વ પ્રબોધકોના મૃત્યુ માટે ઈશ્વર આ પેઢીને જવાબદાર ઠેરવશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

all the blood of the prophets which has been shed

રક્ત ... વહેવડાવવું"" એ જ્યારે તેઓ માર્યા ગયા ત્યારે વહેતા રક્તનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: પ્રબોધકોની હત્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Luke 11:51

Zechariah

કદાચ તે જૂના કરારના યાજક હતા જેમણે ઇઝરાએલના લોકોને મૂર્તિપૂજા માટે ઠપકો આપ્યો હતો. આ યોહાન બાપ્તિસ્તના પિતા ન હતા.

who was killed

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: જેને લોકોએ મારી નાખ્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 11:52

Connecting Statement:

ઈસુ યહૂદી શિક્ષકને જવાબ આપવાનું પૂર્ણ કરે છે.

you have taken away the key of knowledge ... hinder those who are entering

ઈસુ ઈશ્વરના સત્ય વિશે એવી રીતે જણાવે છે જાણે તે મકાનમાં હોય જેમાં શિક્ષકોએ પ્રવેશવાનો ઇનકાર કરતાં હોય અને બીજાઓને પણ પ્રવેશવા માટે ચાવી આપતા ન હોય. તેનો અર્થ એ છે કે શિક્ષકો ઈશ્વરને ખરા અર્થમાં જાણતા નથી, અને તેઓ બીજા લોકોને પણ તેમને ઓળખતા અટકાવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

the key

આ ઘર અથવા સંગ્રહ કરવાનો ઓરડાના પહોંચવાના માધ્યમને રજૂ કરે છે.

you do not enter in yourselves

તમે પોતે જ જ્ઞાન મેળવવા જતા નથી

Luke 11:53

General Information:

આ વાર્તાના ભાગનો અંત છે જ્યાં ઈસુ ફરોશીના ઘરે ભોજન કરે છે. આ કલમો વાર્તાના મુખ્ય ભાગના અંત પછી શું થાય છે તે વાચકને જણાવે છે.

After he went out from there

ઈસુએ ફરોશીનું ઘર છોડ્યું ત્યારપછી

argued against him about many things

શાસ્ત્રીઓ અને ફરોશીઓએ તેમના મંતવ્યોનો બચાવ કરવા માટે દલીલ કરી નહિ, પરંતુ ઈસુને ફસાવવાનો પ્રયાસ કર્યો જેથી તેઓ તેમના પર ઈશ્વરના નિયમનો ભંગ કરવાનો આરોપ લગાવી શકે.

Luke 11:54

to trap him in something from his mouth

તેનો અર્થ એ છે કે ઈસુ કંઈક ખોટું કહે એવું તેઓ ઇચ્છતા હતા જેથી તેઓ તેમના પર આરોપ લગાવી શકે. શાસ્ત્રીઓ અને ફરોશીઓએ તેમના મંતવ્યોનો બચાવ કરવા માટે દલીલ કરી નહિ, પરંતુ ઈસુને ફસાવવાનો પ્રયાસ કર્યો જેથી તેઓ તેમના પર ઈશ્વરના નિયમનો ભંગ કરવાનો આરોપ લગાવી શકે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)