Luke 1

લૂક 01 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક અનુવાદો વાંચવામાં સરળતા રહે માટે કવિતાની દરેક પંક્તિને બાકીના લખાણ કરતાં વધુ દૂર જમણી બાજુએ દર્શાવે છે. યુએલટી આ પ્રમાણે 1:46-55, 68-79 માં કરે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

તેને યોહાન તરીકે ઓળખવામાં આવશે

પ્રાચીન સમયમાંના પૂર્વ નજીકના મોટા ભાગના લોકો બાળકને તેમના કુટુંબના કોઈકના નામ પ્રમાણેનું જ સમાન નામ આપતા હતા. લોકો આશ્ચર્યચકિત થયા કે એલિસાબેત અને ઝખાર્યાએ તેમના દીકરાનું નામ યોહાન પાડ્યું હતું કારણ કે તે નામ ધરાવનાર બીજું કોઈ પણ તેમના કુટુંબમાં હતું નહિ.

આ અધ્યાયમાં મહત્વના શબ્દાલંકાર

લૂકની ભાષા સરળ અને સ્પષ્ટ છે. તે ઘણા શબ્દાલંકારનો ઉપયોગ કરતો નથી.

Luke 1:1

General Information:

લૂક જણાવે છે કે શા માટે તે થિયોફિલને લખે છે.

concerning the things that have been fulfilled among us

તે બાબતો વિશે જે આપણી મધ્યે બની છે અથવા ""તે ઘટનાઓ વિશે જે આપણી મધ્યે બની ગઈ છે

among us

થિયોફિલ કોણ હતો તે ચોક્કસ રીતે કોઈ ઓળખતું ન હતું. જો તે એક ખ્રિસ્તી વ્યક્તિ હોય, તો અમને શબ્દ અહીં તેનો સમાવેશ કરે છે અને તેથી તે સહિત છે, અને જો તે નથી, તો તે અનન્ય છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-inclusive અને /WA-Catalog/gu_tm?section=translate#figs-exclusive)

Luke 1:2

who were eyewitnesses and servants of the word

પ્રત્યક્ષદર્શી"" એ એવી એક વ્યક્તિ છે જેણે કંઈક બનતા જોયું છે, અને વચનનો સેવક એ એવી એક વ્યક્તિ છે જે ઈશ્વરનો સંદેશ લોકોને જણાવવા દ્વારા ઈશ્વરની સેવા કરે છે. કેવી રીતે તેઓ વચનના સેવકો હતા તેને તમારે સ્પષ્ટ કરવાની જરૂર પડશે. વૈકલ્પિક અનુવાદ: જે બન્યું હતું તે જોયું અને તેમનો સંદેશ લોકોને જણાવીને ઈશ્વરની સેવા કરી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

servants of the word

વચન"" શબ્દ એ સંદેશ માટેનું ઉપલક્ષણ અલંકાર છે જે ઘણા શબ્દોનું બનેલો હોય છે. વૈકલ્પિક અનુવાદ: સંદેશના સેવકો અથવા ઈશ્વરના સંદેશના સેવકો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

Luke 1:3

having investigated

કાળજીપૂર્વક સંશોધિત કરવામાં આવેલું. ખરેખર શું બન્યું હતું તે શોધી કાઢવા લૂક ખૂબ સાવધ હતો. આ ઘટનાઓ વિશે તેણે જે લખ્યું તેની સચોટતાને નિશ્ચિત કરવા તેણે કદાચિત અલગ અલગ લોકો કે જેઓએ જે બન્યું તેને જોયું હતું તેઓ સાથે વાત કરી હતી.

most excellent Theophilus

લૂકે થિયોફિલ પ્રત્યે પોતાનું માન તથા આદર દર્શાવવા આ પ્રમાણે કહ્યું . તેનો અર્થ એમ હોઈ શકે કે થિયોફિલ એક મહત્વનો સરકારી કર્મચારી હતો. તમારી સંસ્કૃતિ જે પ્રમાણે ઉચ્ચ કક્ષાના લોકોનું સંબોધન કરે છે તે પ્રમાણે આ ભાગની શૈલીનો ઉપયોગ થવો જોઈએ. કેટલાક લોકો આ અભિવાદનને શરૂઆતમાં મૂકવાનું પસંદ કરી શકે અને આમ કહી શકે છે, થિયોફિલ....ને અથવા ""વ્હાલાં ... થિયોફિલ.

most excellent

માનનીય અથવા ""ઉમદા

Theophilus

આ નામનો અર્થ ઈશ્વરનો મિત્ર થાય છે. તે કદાચ આ વ્યક્તિનું ચારિત્ર્ય વર્ણન કરી શકે છે અથવા તે કદાચ તેનું વાસ્તવિક નામ હોઈ શકે છે. મોટા ભાગના અનુવાદોમાં તે નામ તરીકે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-names)

Luke 1:5

General Information:

ઝખાર્યા અને એલિસાબેતનો પરિચય કરાવવામાં આવ્યો છે. આ કલમો તેઓ વિશેની પૃષ્ઠભૂમિની માહિતી આપે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

Connecting Statement:

યોહાનના જન્મની પ્રબોધવાણી દૂત કરે છે.

In the days of Herod, king of Judea

ના સમયોમાં"" શબ્દસમૂહને નવી ઘટનાને સૂચવવા વાપરવામાં આવ્યો છે. વૈકલ્પિક અનુવાદ: હેરોદ રાજા યહૂદિયા પર રાજ કરતો હતો એ સમય દરમિયાન (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-newevent)

there was a certain priest

ત્યાં એક વિગત હતી અથવા ત્યાં એક હતી. વાર્તામાં એક નવા પાત્રનો પરિચય કરાવાની આ એક રીત છે. આ બાબત તમારી ભાષા કેવી રીતે કરે છે તે પ્રમાણે કરો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-participants)

the division

તે યાજકોનો ઉલ્લેખ કરે છે એ સમજી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: યાજકોના વિભાગો અથવા યાજકોના જૂથ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

of Abijah

જે અબિયાના વંશ પરથી ઉતરેલો. અબિયા એ આ યાજકોના જૂથનો પૂર્વજ હતો અને તેઓ બધા હારુન, જે પ્રથમ ઇઝરાએલી યાજક હતો, તેના વંશ પરથી ઉતરી આવ્યા હતા.

His wife was from the daughters of Aaron

તેની પત્ની હારુનની વંશજ હતી. તેનો અર્થ એમ કે તેણીની ઝખાર્યાની જેમ સમાન યાજકોની વંશ પરથી ઉતરી આવી હતી. વૈકલ્પિક અનુવાદ: તેની પત્ની પણ હારુનના વંશ પરથી ઉતરી આવી હતી અથવા ઝખાર્યા અને તેની પત્ની એલિસાબેત બંને હારુનના વંશ પરથી ઉતરી આવ્યા હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

from the daughters of Aaron

હારુનના વંશ પરથી ઉતરી આવેલ

Luke 1:6

before God

ઈશ્વરની નજરમાં અથવા ""ઈશ્વરના અભિપ્રાય પ્રમાણે

all the commandments and statutes of the Lord

જે સર્વની પ્રભુએ આજ્ઞાઓ કરી હતી અને આવશ્યકતાઓ રાખી હતી

Luke 1:7

But

આ શબ્દોનો તફાવત દર્શાવે છે કે અહીં જે બન્યું એ જેની આશા રાખવામાં આવી હતી તેથી વિરુદ્ધ છે. લોકો આશા રાખતા હતા કે જો તેઓ જે કરે છે તે ખરું છે, તો ઈશ્વર તેઓને બાળકો આપે. જોકે આ યુગલે જે યોગ્ય હતું તે કર્યું હતું, તોપણ તેઓને કોઈ સંતાન ન હતું.

Luke 1:8

Now it came about

વાર્તામાં પૃષ્ઠભૂમિની માહિતી પરથી ભાગ લેનારાઓ તરફ ફરવા આ શબ્દસમૂહનો ઉપયોગ તેને સૂચવવા કરવામાં આવ્યો છે.

while Zechariah was performing his priestly duties before God

તે ગર્ભિત છે કે ઝખાર્યા એ ઈશ્વરના ભક્તિસ્થાનમાં હતો અને આ યાજક સંબંધીની ફરજો ઈશ્વરની ભક્તિ કરવાનો ભાગ હતી. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

in the order of his division

જ્યારે તેના જૂથનો વારો હતો ત્યારે અથવા ""જ્યારે તેના જૂથનો સેવા કરવાનો વારો આવ્યો ત્યારે

Luke 1:9

According to the custom of the priesthood ... to burn incense

આ વાક્ય આપણને યાજક સબંધી ફરજો વિશેની માહિતી આપે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

the custom

પારંપારિક રીત અથવા ""તેઓની સામાન્ય રીત

he was chosen by lot

ચિઠ્ઠીઓ એ ચિહ્નિત પથ્થર સમાન હતી જે તેઓને મદદ કરવા કંઈક નક્કી કરવા માટે ઉછાળવામાં અથવા જમીન પર ફેંકવામાં આવતી હતી. યાજકો માનતા હતા કે ઈશ્વર ચિઠ્ઠીઓ દ્વારા તેઓને એ બતાવવા માર્ગદર્શન આપતા હતા કે કયા યાજકને તેમણે પસંદ કરવો જોઈએ.

to burn incense

યાજકોએ દરરોજ સવારે અને સાંજે ભક્તિસ્થાનની અંદર ખાસ વેદી પર સુગંધીદાર ધૂપ ઈશ્વરને અર્પણ તરીકે ચઢાવવાનું હતું.

Luke 1:10

the whole crowd of people

મોટી સંખ્યામાં લોકો અથવા ""ઘણા લોકો

outside

આંગણું એ ભક્તિસ્થાનની આસપાસનો બંધ વિસ્તાર હતો. વૈકલ્પિક અનુવાદ: ભક્તિસ્થાનની ઇમારતની બહાર અથવા ભક્તિસ્થાનની બહાર આંગણામાં (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

at the hour

નિયત સમયે. તે ધૂપ અર્પણ કરવાનો સવારનો કે સાંજનો સમય હતો એ અસ્પષ્ટ છે.

Luke 1:11

Connecting Statement:

જ્યારે ઝખાર્યા ભક્તિસ્થાનમાં તેની ફરજ બજાવતો હતો, ત્યારે ઈશ્વર પાસેથી એક દૂત તેને એક સંદેશ આપવા માટે આવે છે.

Then

આ શબ્દ વાર્તામાંની ક્રિયાની શરૂઆતને ચિહ્નિત કરે છે.

appeared to him

અચાનક તેની પાસે આવ્યો અથવા ત્યાં અચાનક ઝખાર્યા પાસે હતો. તે વ્યક્ત કરે છે કે દૂત ઝખાર્યા પાસે હાજર હતો, અને તે કેવળ દર્શન ન હતું.

Luke 1:12

Zechariah was troubled ... fear fell on him

આ બંને શબ્દસમૂહોનો અર્થ સમાન થાય છે, અને ઝખાર્યા કેટલો ગભરાઈ ગયો હતો એ પર ભાર મૂકે છે.

When Zechariah saw him

જ્યારે ઝખાર્યાએ દૂતને જોયો ત્યારે. ઝખાર્યા ગભરાઈ ગયો હતો કેમ કે દૂતનો દેખાવ ભયજનક હતો. તેણે કશું ખોટું કર્યું ન હતું, તેથી દૂત તેને શિક્ષા કરશે એ બાબતથી તે ગભરાતો ન હતો.

fear fell on him

બીકનું વર્ણન એવી રીતે કરવામાં આવ્યું છે જાણે તે એવું કંઈક હોય જેણે ઝખાર્યા પર હુમલો કર્યો હોય અથવા તેને હરાવી દીધો હોય. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Luke 1:13

Do not be afraid

મારાથી ડરીશ નહિ અથવા ""તારે મારાથી ડરવાની કોઈ જરૂર નથી

your prayer has been heard

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. તે ગર્ભિત છે કે ઈશ્વર ઝખાર્યાને તેણે જે માંગ્યું હતું તે આપશે. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વરે તારી પ્રાર્થના સાંભળી છે અને તેં જે માંગ્યું છે તે તને આપશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive અને /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

will bear you a son

તારા માટે પુત્ર છે અથવા ""તારા પુત્રને જન્મ આપશે

Luke 1:14

There will be joy and gladness to you

આનંદ"" તથા હર્ષ શબ્દોનો અર્થ સમાન જ થાય છે અને આનંદ કેટલો બધો હશે તે પર ભાર મૂકવા તેઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વૈકલ્પિક અનુવાદ: તને ખૂબ આનંદ થશે અથવા તું ઘણો જ હર્ષ પામશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-doublet)

at his birth

તેના જન્મને કારણે

Luke 1:15

For he will be great

આ એટલા માટે થશે કેમ કે તે મહાન ઝખાર્યા થશે અને ઘણા લોકો આનંદ કરશે કેમ કે યોહાન પ્રભુની દ્રષ્ટિમાં મહાન થશે. બાકીની 15 મી કલમ ઈશ્વર કેવી રીતે ઇચ્છે છે કે યોહાને જીવવું તે પર છે.

he will be great in the sight of the Lord

તે પ્રભુ માટે ખૂબ જ મહત્વનો વ્યક્તિ હશે અથવા ""ઈશ્વર તેને ખૂબ જ મહત્વપૂર્ણ માનશે

he will be filled with the Holy Spirit

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: પવિત્ર આત્મા તેને શક્તિમાન કરશે અથવા પવિત્ર આત્મા તેને માર્ગદર્શન આપશે દુષ્ટાત્મા વ્યક્તિને જે કરે છે એ સાથે તે સમાન ન થઈ જાય એ સુનિશ્ચિત કરો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

from his mother's womb

ભલે તે તેની માના કૂખમા હોય અથવા ""તેનો જન્મ થાય તે પહેલાં જ

Luke 1:16

He will turn many of the sons of Israel back to the Lord their God

અહીં ફેરવવું એ પસ્તાવો કરનાર અને પ્રભુની ભક્તિ કરનાર વ્યક્તિ માટેનું એક રૂપક છે. તેને સક્રિય સ્વરૂપમા દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તે ઇઝરાએલના ઘણા લોકોને પસ્તાવો કરવા અને તેમના ઈશ્વર પ્રભુની ભક્તિ કરવાનું કારણ બનશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 1:17

he will go as a forerunner before the Lord

પ્રભુના આવતાં પહેલાં, તે જશે અને લોકોને જાહેર કરશે કે પ્રભુ તેમની પાસે આવશે.

before the Lord

અહીં કોઈ નો ચહેરો એ રૂઢિપ્રયોગ હોઈ શકે જે તે વ્યક્તિની હાજરીનો ઉલ્લેખ કરતો હોય. અનુવાદમાં કેટલીકવાર તેની અવગણના કરવામાં આવે છે. વૈકલ્પિક અનુવાદ: પ્રભુ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

in the spirit and power of Elijah

એલિયા પાસે જે આત્મા અને પરાક્રમ હતા તે સમાન આત્મા અને પરાક્રમ વડે. આત્મા એ ઈશ્વરના પવિત્ર આત્માનું અથવા એલિયાની વર્તણૂક કે તેની વિચારવાની રીતનો ઉલ્લેખ કરતું હોઈ શકે. એ ધ્યાન રાખો કે આત્મા શબ્દનો અર્થ ભૂત કે દુષ્ટાત્મા ન થતો હોય.

to turn back the hearts of the fathers to the children

પિતાઓને તેમના બાળકોની ફરીથી કાળજી લેવા સમજાવશે અથવા ""પિતાઓ તેમના બાળકો સાથે તેમના સબંધો ફરીથી સ્થાપિત કરે તે માટે નિમિત્ત બનશે

to turn back the hearts

હ્રદય વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે તેને બીજી દિશામાં જવા ફેરવી શકાતું હોય. તે કોઈ બાબત પ્રત્યે કોઈકની વર્તણૂકને બદલવાનો ઉલ્લેખ કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

the disobedient

અહીં તે એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ પ્રભુને આધીન થતાં નથી.

make ready for the Lord a people prepared for him

લોકોને શું કરવા માટે તૈયાર કરવામાં આવશે તેને સ્પષ્ટ રીતે દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: પ્રભુને માટે એવા લોકોને તૈયાર કરવા જેઓ તેમના સંદેશ પર વિશ્વાસ કરવા માટે તૈયાર હોય (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 1:18

How will I know this?

હું કેવી રીતે જાણી શકું કે તમે મને જે કહ્યું છે તે પ્રમાણે થશે? અહીં, જાણવું નો અર્થ અનુભવ મારફતે શીખવું થાય, ઝખાર્યા સાબિતી તરીકે ચિહ્ન માગતો હતો. વૈકલ્પિક અનુવાદ: ""આ પ્રમાણે બનશે તેની મને ખાતરી કરાવવા તમે શું કરી શકો?

Luke 1:19

I am Gabriel, who stands in the presence of God

આ ઝખાર્યાને ઠપકો આપવામાં આવ્યો એ રીતે દર્શાવવામાં આવ્યું છે. ગાબ્રિયેલની હાજરી, જે સીધી ઈશ્વર તરફથી હતી, તે જ ઝખાર્યા માટે પૂરતી સાબિતી તરીકે હોવી જોઈતી હતી.

who stands

જે સેવા કરે છે

I was sent to speak to you

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તારી સાથે બોલવા ઈશ્વરે મને મોકલ્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 1:20

Behold

ધ્યાન આપ, કારણ કે હું તને જે કંઈપણ કહેવાનો છું તે સત્ય અને મહત્વપૂર્ણ છે

silent, and not able to speak

તેનો અર્થ એકસમાન થાય છે, અને તે સંપૂર્ણપણે મૂંગો રહેશે અને બોલી શકશે નહિ તે પર ભાર મૂકવા ફરીથી નોંધવામાં આવ્યું છે. વૈકલ્પિક અનુવાદ: બોલવા માટે સંપૂર્ણપણે અક્ષમ અથવા કોઈપણ રીતે બોલી શકવા સમર્થ નહિ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-doublet)

you did not believe my words

મેં જે કહ્યું તે પર વિશ્વાસ કર્યો નહિ

in their proper time

નિયત સમયે

Luke 1:21

Now

તે ભક્તિસ્થાનની અંદર શું બન્યું તે વાતથી ભક્તિસ્થાનની બહાર શું બન્યું તે વાતના વળાંકને ચિહ્નિત કરે છે. વૈકલ્પિક અનુવાદ: જ્યારે આ બની રહ્યું હતું ત્યારે અથવા ""જ્યારે દૂત અને ઝખાર્યા વાત કરી રહ્યા હતા ત્યારે

Luke 1:22

they realized that he had seen a vision in the temple; and he kept making signs to them, and remained unable to speak

આ બાબતો કદાચિત તે જ સમયે બની હતી, અને ઝખાર્યાના ઇશારાએ લોકોને સમજવા મદદ કરી કે તેને દર્શન થયું હતું. તે દર્શાવવા ક્રમને બદલવો એ તમારા શ્રોતાજનો માટે મદદરૂપ થઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""તે તેઓ સમક્ષ ઈશારા કરતો રહ્યો અને મૂંગો રહ્યો. તેથી તેઓ સમજ્યા કે જ્યારે તે ભક્તિસ્થાનમાં હતો ત્યારે તેણે દર્શન જોયું હતું

a vision

ઉપરોક્ત વર્ણન સૂચવે છે કે ખરેખર ગાબ્રિયેલ ભક્તિસ્થાનમાં ઝખાર્યા પાસે આવ્યો હતો. લોકો, કે જેઓ એ જાણતા ન હતા, તેઓએ માની લીધું કે ઝખાર્યાએ દર્શન જોયું હતું.

Luke 1:23

It came about that

આ શબ્દસમૂહ ઝખાર્યાની સેવા પૂર્ણ થઈ તે તરફ વાર્તાને આગળ વધારે છે.

he went away to his home

જ્યાં યરૂશાલેમનું ભક્તિસ્થાન સ્થિત હતું ઝખાર્યા ત્યાં રહેતો ન હતો. તેણે તેના વતન તરફ મુસાફરી કરી.

Luke 1:24

Now after these days

આ દિવસો"" એ શબ્દસમૂહ ઝખાર્યા જ્યારે ભક્તિસ્થાનમાં સેવા કરતો હતો તે સમયનો ઉલ્લેખ કરે છે. તે કોનો ઉલ્લેખ કરે છે તે વધુ સ્પષ્ટ રીતે દર્શાવવું શક્ય છે. વૈકલ્પિક અનુવાદ: ભક્તિસ્થાનમાં સેવા કરવાના ઝખાર્યાના સમય પછી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-newevent અને /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

his wife

ઝખાર્યાની પત્ની

kept herself hidden

તેણીનું ઘર છોડ્યું નહિ અથવા ""પોતાની રીતે ઘરમાં જ રહી

Luke 1:25

This is what the Lord has done for me

આ શબ્દસમૂહ એ તથ્યનો ઉલ્લેખ કરે છે કે પ્રભુએ તેને ગર્ભવતી થવા મંજૂરી આપી.

This is what

આ હકારાત્મક ઉદ્દગારવાચક છે. પ્રભુએ તેણીને સારું જે કર્યું હતું તેથી તે ઘણી ખુશ હતી.

looked upon me with favor

આ તરફ જોવું એ એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ વર્તવું અથવા ની સાથે વ્યવહાર કરવો. વૈકલ્પિક અનુવાદ: માયાળુપણે મારી ગણના કરી અથવા મારા પર દયા કરી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

my disgrace

જ્યારે તે બાળકો જણવા સક્ષમ ન હતી ત્યારે તે કેવી શરમ અનુભવતી હતી આ તેનો ઉલ્લેખ કરે છે.

Luke 1:26

General Information:

ગાબ્રિયેલ દૂતે મરિયમને જાહેર કર્યું કે તેણીની એક પુત્રની માતા બનશે જે ઈશ્વરના પુત્ર છે.

in the sixth month

એલિસાબેતના ગર્ભના છઠ્ઠા મહિનામાં. વર્ષના છઠ્ઠા મહિના સાથે જો તેની ગૂંચવણ થતી હોય તો તેને સ્પષ્ટપણે દર્શાવવું જરૂરી છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

the angel Gabriel was sent from God

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વરે ગાબ્રિયેલ દૂતને જવા માટે કહ્યું હતું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 1:27

a virgin engaged to a man whose name was Joseph

મરિયમના માતા-પિતા સંમત હતા કે મરિયમ યૂસફ સાથે લગ્ન કરશે. જોકે તેઓ વચ્ચે જાતીય સબંધ ન હતો, તોપણ યૂસફ તેણીના વિશે પત્ની તરીકે વિચારતો અને બોલતો હોઈ શકે છે.

of the house of David

તે પણ દાઉદના કુળ સાથે સબંધિત હતો અથવા ""તે રાજા દાઉદનો વંશજ હતો

the name of the virgin was Mary

આ બાબત મરિયમનો એક નવા પાત્ર તરીકે વાર્તામાં પરિચય કરાવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-participants)

Luke 1:28

Greetings

આ સામાન્ય અભિવાદન હતું. તેનો અર્થ: આનંદિત થાઓ અથવા ""ખુશ થાઓ.

favored one!

તું કે જેણે મહાન કૃપા પ્રાપ્ત કરી છે! અથવા ""તું કે જેણે વિશેષ દયા પ્રાપ્ત કરી છે!

The Lord is with you

અહીં તારી સાથે એ રૂઢિપ્રયોગ છે જે સહકાર અને સ્વીકૃતિને સૂચિત કરે છે. વૈકલ્પિક અનુવાદ: પ્રભુ તારાથી પ્રસન્ન છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Luke 1:29

But she was troubled by his words and she was considering what kind of greeting this might be

મરિયમ વ્યક્તિગત શબ્દોના અર્થને સમજી ગઈ, પરંતુ તેણી એ ન સમજી કે શા માટે દૂતે તેણીને આ અદ્દભુત અભિવાદન કહ્યું.

Luke 1:30

Do not be afraid, Mary

દૂત ઇચ્છતો ન હતો કે મરિયમ તેના દેખાવથી બીએ, કારણ કે ઈશ્વરે તેને હકારાત્મક સંદેશ સાથે મોકલ્યો હતો.

you have found favor with God

કૃપા પામેલ"" રૂઢિપ્રયોગનો અર્થ કોઈક મારફતે હકારાત્મક રીતે સ્વીકારવામાં આવેલ. ઈશ્વરને કાર્ય કરનાર તરીકે દર્શાવવા વાક્યને બદલી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વરે તેમની કૃપા તને આપવાનું નક્કી કર્યું છે અથવા ઈશ્વર તેમની ભલાઈ તને બતાવી રહ્યા છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Luke 1:31

you will conceive in your womb and bear a son ... Jesus

મરિયમ એક પુત્ર જણશે જે પરાત્પરના પુત્ર તરીકે ઓળખાશે. ઈસુ તેથી મનુષ્ય પુત્ર હતા જેઓ મનુષ્ય માતાથી જન્મ્યા હતા, અને તેઓ ઈશ્વર પુત્ર પણ હતા. આ શબ્દોનું અનુવાદ ખૂબ ધ્યાનપૂર્વક થવું જોઈએ.

Luke 1:32

the Son of the Most High

મરિયમ એક પુત્ર જણશે જે પરાત્પરના પુત્ર તરીકે ઓળખાશે. ઈસુ તેથી મનુષ્ય પુત્ર હતા જેઓ મનુષ્ય માતાથી જન્મ્યા હતા, અને તેઓ ઈશ્વર પુત્ર પણ હતા. આ શબ્દોનું અનુવાદ ખૂબ ધ્યાનપૂર્વક થવું જોઈએ.

will be called

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) લોકો તેમને બોલાવશે અથવા 2) ઈશ્વર તેમને બોલાવશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

the Son of the Most High

ઈશ્વરના પુત્ર એ ઈસુ માટેનું એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

give him the throne of his ancestor David

રાજ્યાસન એ શાસન કરવા માટે રાજાના અધિકારને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: જેમ તેના પૂર્વજ દાઉદને રાજ કરવા અધિકાર આપવામાં આવ્યો તેમ તેને રાજ કરવા અધિકાર આપવામાં આવશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Luke 1:33

there will be no end to his kingdom

નકારાત્મક શબ્દસમૂહ કોઈ અંત નથી એ ભારપૂર્વક જણાવે છે કે તે સદાકાળ જારી રહેશે. તેને હકારાત્મક શબ્દસમૂહ તરીકે દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તેના રાજ્યનો કદી અંત થશે નહિ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-litotes)

Luke 1:34

How will this happen

જો કે મરિયમને સમજાયું નહિ કે આમ કેવી રીતે બનશે, તોપણ એ બનશે એ માટે તેણીએ કોઈ સંદેહ કર્યો નહિ.

I have not known a man

મરિયમે આ વિનમ્ર અભિવ્યક્તિ એ કહેવા ઉપયોગ કરી કે તેણી જાતીય પ્રવૃત્તિમાં રોકાયેલી નથી. વૈકલ્પિક અનુવાદ: હું કુમારિકા છું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-euphemism)

Luke 1:35

The Holy Spirit will come upon you

મરિયમની ગર્ભાધાનની પ્રક્રિયા એ તેના પર પવિત્ર આત્મા આવવા દ્વારા શરૂ થશે.

will come upon

આચ્છાદન કરશે

the power of the Most High

એ તો ઈશ્વરનું પરાક્રમ હતું જેણે મરિયમને અલૌકિક રીતે ગર્ભવતી કરી હતી તોપણ તેણી કુમારિકા રહી હતી. એ ધ્યાન રાખો કે તે કોઈ શારીરિક કે જાતીય એકતાને સૂચિત ન કરે—આ એક ચમત્કાર હતો.

will overshadow you

તને પડછાયાની જેમ ઢાંકશે

So the holy one to be born will be called the Son of God

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તેથી તેઓ જે જન્મ લેશે તેને પવિત્ર, ઈશ્વરના પુત્ર કહેશે અથવા તેથી જે બાળક જન્મ લેશે તે પવિત્ર હશે, અને લોકો તેમને ઈશ્વરના પુત્ર કહેશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

the holy one

પવિત્ર બાળક અથવા ""પવિત્ર શિશુ

the Son of God

આ ઈસુ માટેનું મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#guidelines-sonofgodprinciples)

Luke 1:36

see, your relative

ધ્યાન આપ, કેમ કે હવે હું જે કહેવાનો છું તે સત્ય અને મહત્વપૂર્ણ બંને છે: તમારી સંબંધી

your relative Elizabeth

જો તમે ચોક્કસ સબંધ દર્શાવવા માગો છો, તો એલિસાબેત કદાચિત મરિયમની માસી અથવા દાદી થતી હતી.

has also conceived a son in her old age

એલિસાબેતે પણ ઘડપણમાં પુત્રનો ગર્ભ ધર્યો હતો, અથવા એલિસાબેત, જોકે તે વૃદ્ધ છે, તેમ છતાં ગર્ભવતી થઈ છે અને તેણી પુત્રને જણશે. એ ધ્યાન રાખો કે એવું દર્શાવવામાં ન આવે કે મરિયમ અને એલિસાબેત બંને જ્યારે તેઓએ ગર્ભ ધર્યો ત્યારે ઘરડા હતા.

the sixth month for her

તેના ગર્ભાવસ્થાના છઠ્ઠા મહિને

Luke 1:37

For nothing

કારણ કે કશું નહિ અથવા ""તે દર્શાવે છે કે કશું જ નહિ

nothing will be impossible for God

એલિસાબેતનો ગર્ભ એ સાબિતી તરીકે હતો કે ઈશ્વર કંઈ પણ કરવા સક્ષમ છે—મરિયમને પુરુષ સાથેના જાતીય સબંધ વિના પણ ગર્ભ ધારણ કરાવવા સમર્થ છે. આ વાક્યમાંના બેવડા નકારાત્મકને હકારાત્મક શબ્દો વડે દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વર કંઈપણ કરી શકે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-doublenegatives)

Luke 1:38

See, I am the female servant

અહીં, હું સ્ત્રી દાસી છું અથવા હું સ્ત્રી દાસી બનવા ખુશ છું. તેણી નમ્રતાથી અને ઇચ્છાપૂર્વક પ્રત્યુત્તર આપી રહી છે.

I am the female servant of the Lord

એવી અભિવ્યક્તિ પસંદ કરો કે જે તેણીની પ્રભુ તરફની નમ્રતા અને આધીનતા દર્શાવે. તેણી પ્રભુની દાસી બનવાને કારણે આપવડાઈ કરતી નથી.

May it be done to me

એ પ્રમાણે મારી સાથે થાઓ. દૂતે મરિયમને જે થવા વિશે કહ્યું એ પ્રમાણે થાય માટે તેણી પોતાની ઇચ્છાને વ્યક્ત કરી રહી હતી.

Luke 1:39

Connecting Statement:

મરિયમ પોતાની સંબંધી એલિસાબેત, જે યોહાનને જન્મ આપવાની હતી, તેને મળવા જાય છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-newevent)

arose

આ રૂઢિપ્રયોગનો અર્થ તેણી કેવળ ઊભી જ ન થઈ, પરંતુ તૈયાર થઈ. વૈકલ્પિક અનુવાદ: શરૂઆત કરી અથવા તૈયાર થઈ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

the hill country

પહાડી વિસ્તાર અથવા ""ઇઝરાએલનો પહાડી ભાગ

Luke 1:40

She entered into

તે ગર્ભિત છે કે તેણી ઝખાર્યાના ઘરમાં ગઈ તે પહેલા તેણીએ તેની મુસાફરી પૂર્ણ કરી હતી. આ સ્પષ્ટપણે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: જ્યારે તેણીની આવી, ત્યારે તેણી ગઈ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 1:41

Now it happened that

વાર્તાના આ ભાગમાં નવી ઘટનાને ચિહ્નિત કરવા આ શબ્દસમૂહનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

in her womb

એલિસાબેતની કૂખમાં

leaped

અચાનક હલ્યો

Luke 1:42

She exclaimed in a loud voice and said

તે બે શબ્દસમૂહનો અર્થ એકસમાન થાય છે, અને એલિસાબેત કેટલી ઉત્સુક હતી તે ભારપૂર્વક દર્શાવવા વાપરવામાં આવ્યા છે. તેઓને એક શબ્દસમૂહમાં જોડી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: મોટેથી ઉદ્દબોધન (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-doublet)

She exclaimed in a loud voice

આ રૂઢિપ્રયોગનો અર્થ તેણીએ મોટો ઘાંટો પાડ્યો થાય છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Blessed are you among women

રૂઢિપ્રયોગ સ્ત્રીઓ મધ્યે નો અર્થ બીજી કોઈ સ્ત્રી કરતાં વિશેષ થાય છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

the fruit of your womb

મરિયમના બાળક વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે કે તે એક ફળ હોય જે છોડ ઉત્પન્ન કરતું હોય. વૈકલ્પિક અનુવાદ: તારા કૂખમાં રહેલું બાળક અથવા બાળક કે જેને તું જન્મ આપશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Luke 1:43

And how has it happened to me that the mother of my Lord should come to me?

એલિસાબેત માહિતી માટે પૂછી રહી નથી. તેણી દર્શાવી રહી હતી કે તેણી કેટલી અચંબિત તથા ખુશ હતી કે પ્રભુની મા તેણીની પાસે આવી હતી. વૈકલ્પિક અનુવાદ: તે કેટલું અદ્દભુત છે કે મારા પ્રભુની મા મારી પાસે આવી છે! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

the mother of my Lord

તે સ્પષ્ટ કરી શકાય કે એલિસાબેત મરિયમને મારા પ્રભુની મા એમ તું શબ્દનો ઉમેરો કરીને કહી રહી હતી . વૈકલ્પિક અનુવાદ: તું, મારા પ્રભુની મા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person)

Luke 1:44

For see

આ શબ્દસમૂહ મરિયમને આગળ આવનાર આશ્ચર્યજનક વાક્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા સાવધ કરે છે.

as soon as the sound of your greeting reached to my ears

અવાજ સાંભળવા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે અવાજ કાન પાસે આવ્યો હોય. વૈકલ્પિક અનુવાદ: જ્યારે મેં તારા અભિવાદનનો અવાજ સાંભળ્યો ત્યારે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

leaped for joy

અચાનક આનંદથી હાલ્યું અથવા ""તે ખૂબ ખુશ હોવાને કારણે બળજબરીપૂર્વક ફર્યું

Luke 1:45

Blessed is she who believed ... that were told her from the Lord

એલિસાબેત મરિયમ સાથે મરિયમ વિશે વાત કરી રહી છે. વૈકલ્પિક અનુવાદ: તને પ્રભુ તરફથી જે કહેવામાં આવ્યું ... તે પર જેણે વિશ્વાસ કર્યો તેને ધન્ય છે(જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-123person અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Blessed is she who believed

નિષ્ક્રિય ક્રિયાપદને સક્રિય સ્વરૂપમા અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તેણીએ વિશ્વાસ કર્યો માટે ઈશ્વર તેણીને આશીર્વાદ આપશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

there would be a fulfillment of the things that were spoken

તે બાબતો ખરેખર બનશે અથવા ""તે બાબતો ખરેખર અમલમાં આવશે

the things that were spoken her from the Lord

અહીં માંથી શબ્દને દ્વારા ને બદલે વાપરવામાં આવ્યો છે કેમ કે એ તો ગાબ્રિયેલ દૂત હતો જેને મરિયમે બોલતા સાંભળ્યો હતો (જુઓ [લૂક 1:26] (../01/26.md)), પરંતુ સંદેશો (બાબતો) તો આખરે પ્રભુ તરફથી આવ્યો હતો. તેને સક્રિય સ્વરૂપમા કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: સંદેશો જે તેણીએ પ્રભુ તરફથી સાંભળ્યો અથવા ઈશ્વરનો સંદેશો જે દૂતે તેણીને કહ્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive અને /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

Luke 1:46

General Information:

મરિયમ પ્રભુ તેના તારણહાર માટે સ્તુતિનું ગીત ગાવાનું શરૂ કરે છે.

My soul magnifies

જીવ"" શબ્દ એ વ્યક્તિના આત્મિક પાસાનો ઉલ્લેખ કરે છે. મરિયમ એવું કહી રહી છે કે તેણીની ભક્તિ તેણીના હ્રદયના ઊંડાણથી આવે છે. વૈકલ્પિક અનુવાદ: મારું આંતરિક સ્વ સ્તુતિ કરે છે અથવા હું સ્તુતિ કરું છું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

Luke 1:47

my spirit has rejoiced

જીવ"" અને આત્મા બંને વ્યક્તિના આત્મિક પાસાનો ઉલ્લેખ કરે છે. મરિયમ એવું કહી રહી છે કે તેણીની ભક્તિ તેણીના હ્રદયના ઊંડાણથી આવે છે. વૈકલ્પિક અનુવાદ: મારું હ્રદય હર્ષિત થયું છે અથવા હું હરખાઉ છું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

has rejoiced in

ના વિશે આનંદિત અનુભવે છે અથવા ""ના વિશે ઘણી ખુશ હતી

God my Savior

ઈશ્વર, કે જેઓ મને બચાવે છે અથવા ""ઈશ્વર, જે મને બચાવે છે

Luke 1:48

For he has looked

આ તે માટે કારણ કે તેઓએ

he has looked at

કાળજીપૂર્વક ની તરફ જોયું અથવા ""ના વિશે ચિંતા રાખી

low condition

દરિદ્રતા. મરિયમનું કુટુંબ ધનવાન ન હતું.

For see

આ શબ્દસમૂહ હવે પછી આવનાર વાક્ય તરફ ધ્યાન ખેંચે છે.

from now on

હવે પછી અને ભવિષ્યમાં

all generations

સર્વ પેઢીઓના લોકો

Luke 1:49

the Mighty One

ઈશ્વર, જેઓ પરાક્રમી છે

his name

અહીં નામ એ સમગ્ર ઈશ્વરના વ્યક્તિત્વનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: તેઓ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Luke 1:50

His mercy

ઈશ્વરની દયા

is from generation to generation

એક પેઢીથી તો આવનાર પેઢી સુધી અથવા દરેકે દરેક પેઢી દરમિયાન અથવા ""દરેક સમયગાળાના લોકો માટે

Luke 1:51

He has done mighty deeds with his arm

અહીં તેમનો ભુજ એ ઉપનામ છે જેનો અર્થ ઈશ્વરનું પરાક્રમ થાય છે. વૈકલ્પિક અનુવાદ: દેખાડ્યું છે કે તેઓ ઘણા પરાક્રમી છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

has scattered ... their hearts

તેઓને કારણ આપ્યું છે ... હ્રદયો જુદી દિશાઓમાં ભાગી જવા

those who were proud in the thoughts of their hearts

અહીં હ્રદયો એ લોકોના આંતરિક સ્વ માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: જેઓ પોતાના વિચારોમાં ગર્વિષ્ઠ છે અથવા જેઓ ગર્વિષ્ઠ હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Luke 1:52

He has thrown down rulers from their thrones

રાજ્યાસન એ એક ખુરશી છે જ્યાં રાજકર્તા તે ઉપર બેસે છે, અને એ તો તેના અધિકારની નિશાની છે. જો રાજાને તેના રાજ્યાસન પરથી ઉતારી મૂકવામાં આવે, તો તેનો અર્થ એ કે તેની પાસે હવે રાજ કરવાનો કોઈ અધિકાર નથી. વૈકલ્પિક અનુવાદ: તેમણે રાજાઓનો અધિકાર લઈ લીધો અથવા તેમણે રાજકર્તાઓને રાજ કરતાં અટકાવી દીધા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

he has raised up those of low condition

આ શબ્દચિત્રમાં, જે લોકો મહત્વના છે તેઓ ઓછા મહત્વના લોકો કરતાં ઊંચે છે. વૈકલ્પિક અનુવાદ: નમ્ર લોકોને મહત્વના બનાવ્યા અથવા જે લોકોને બીજાઓએ માન આપ્યું ન હતું તેઓને માન આપ્યું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

those of low condition

દરિદ્રતામાં. તમે લૂક 1:48 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ.

Luke 1:53

He has filled the hungry ... the rich he has sent away empty

આ બે વિરુદ્ધ ક્રિયા વચ્ચેના તફાવતને જો શક્ય હોય તો અનુવાદમાં સ્પષ્ટ કરવો જોઈએ.

filled the hungry with good things

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ભૂખ્યાને ખાવા માટે સારો ખોરાક આપ્યો અથવા 2) ""જરૂરિયાતમંદને સારી બાબતો આપી.

Luke 1:54

General Information:

ઇઝરાએલ વિશેની માહિતીને એક સાથે રાખવા યુએસટી આ કલમોને એક કલમ સેતુમાં ગોઠવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-versebridge)

He has helped

પ્રભુએ મદદ કરી છે

Israel his servant

જો વાચકો તેને ઇઝરાએલ નામના વ્યક્તિ સાથે ભેળવે, તો તેને તેમના દાસ, ઇઝરાએલ દેશ અથવા ""ઇઝરાએલ, તેમના દાસો.

remembering

ઈશ્વર ભૂલી શકતા નથી. જ્યારે ઈશ્વર યાદ રાખે છે, તે એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ ઈશ્વર તેમના પહેલાના આપવામાં આવેલા વચનો પર કાર્ય કરે છે થાય છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Luke 1:55

as he spoke to our fathers

જેમ તેમણે આપણા પૂર્વજોને વચન આપ્યું હતું તે પ્રમાણે તેઓ કરશે. આ શબ્દસમૂહ ઇબ્રાહિમને ઈશ્વર દ્વારા આપવામાં આવેલ વચનની પૃષ્ઠભૂમિની માહિતી આપે છે. વૈકલ્પિક અનુવાદ: કારણ કે તેમણે આપણા પૂર્વજોને તેઓ દયા રાખશે એવું વચન આપ્યું હતું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-background)

his descendants

ઇબ્રાહિમના વંશજો

Luke 1:56

Connecting Statement:

એલિસાબેત બાળકને જન્મ આપે છે અને ત્યારબાદ ઝખાર્યા તેમના બાળકનું નામ રાખે છે.

then returned to her home

મરિયમ પોતાના (મરિયમના) ઘરે પરત ફરે છે અથવા ""મરિયમ પોતાના ઘરે પરત ફરે છે

Luke 1:57

Now

આ શબ્દ વાર્તામાંના હવે પછીના ઘટનાની શરૂઆતને ચિહ્નિત કરે છે.

to deliver her baby

તેણીના બાળકને જન્મ આપે છે

Luke 1:58

Her neighbors and her relatives

એલિસાબેતના પાડોશીઓ અને સબંધીઓ

had shown his great mercy to her

તેણીના પ્રત્યે ઘણા દયાળુ રહ્યા

Luke 1:59

Now it happened

મુખ્ય વાર્તામાં અવરોધને ચિહ્નિત કરવા આ શબ્દસમૂહનો પ્રયોગ કરવામાં આવ્યો છે. અહીં લૂક વાર્તામાંના નવા ભાગને કહેવાની શરૂઆત કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#writing-newevent)

on the eighth day

અહીં આઠમો દિવસ એ બાળકના જન્મ પછીના, પ્રથમ દિવસ કે જ્યારે તે જન્મ્યો ત્યારથી ગણીને, સમયનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: બાળકના જીવનના આઠમાં દિવસે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#translate-ordinal)

that they came to circumcise the child

તે એક વિધિ હતી જ્યાં એક વ્યક્તિ બાળકની સુન્નત કરતી હોય અને તે પરિવારની સાથે ઉજવણી કરવા માટે મિત્રો ત્યાં હોય. વૈકલ્પિક અનુવાદ: તેઓ બાળકની સુન્નતની વિધિ માટે આવ્યા હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

They would have named him

તેઓ તેનું નામ આપવાની તૈયારીમાં હતા અથવા ""તેઓ તેનું નામ આપવા માગતા હતા

after the name of his father

તેના પિતાનું નામ

Luke 1:61

by this name

તે નામ દ્વારા અથવા ""તે સમાન નામ દ્વારા

Luke 1:62

They made signs

તે એ લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ ત્યાં સુન્નતની વિધિ માટે હાજર હતા.

They made signs

ઇશારો કર્યો. ઝખાર્યા સાંભળવા, તથા બોલવા અસમર્થ હતો, અથવા લોકોએ માની લીધું હતું કે તે સાંભળી શકતો નથી.

to his father

બાળકના પિતાને

as to what he wanted him to be named

ઝખાર્યા બાળકને કયું નામ આપવા ચાહે છે

Luke 1:63

His father asked for a writing tablet

બોલી શકતો ન હતો માટે તેણે કેવી રીતે પૂછ્યું એ દર્શાવવું મદદરૂપ બની રહેશે. વૈકલ્પિક અનુવાદ: તેના પિતાએ લોકોને લખવા માટે તેને પાટી આપવા પોતાના હાથનો ઉપયોગ કરીને દર્શાવ્યું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

a writing tablet

કંઈક જે પર લખી શકાય

they were astonished

ખૂબ અચંબો પામ્યા અથવા આશ્ચર્યચકિત થયા

Luke 1:64

his mouth was opened and his tongue was freed

આ બે શબ્દસમૂહો શબ્દચિત્ર છે જે સાથે મળીને ભારપૂર્વક જણાવે છે કે ઝખાર્યા અચાનક જ બોલવા શક્તિમાન થયો. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom અને /WA-Catalog/gu_tm?section=translate#figs-parallelism)

his mouth was opened and his tongue was freed

આ શબ્દસમૂહોને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વરે તેનું મુખ ઉઘાડ્યું અને તેની જીભને છૂટી કરી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 1:65

Fear came on all who lived around them

ઝખાર્યા અને એલિસાબેતની આસપાસ જેઓ સર્વ રહેતા હતા તેઓ સર્વ ભયભીત થયા. તેઓ શા માટે ભયભીત થયા તે સ્પષ્ટપણે દર્શાવવું એ મદદરૂપ બની શકે. વૈકલ્પિક અનુવાદ: તેઓની આસપાસ રહેનારા સર્વને ઈશ્વરની બીક લાગી કેમ કે તેમણે આમ ઝખાર્યાને કર્યું હતું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

all those who heard these things

અહીં સર્વ શબ્દ એ સામાન્ય અર્થમાં છે. વૈકલ્પિક અનુવાદ: જેઓ તેમની આસપાસ રહેતા હતા અથવા ઘણા જેઓ તે વિસ્તારમાં રહેતા હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-hyperbole)

all these matters were being talked about throughout all the hill country of Judea

આ બાબતો ફેલાઈ ગઈ"" એ શબ્દસમૂહ લોકો તેઓ માટે વાતો કરી રહ્યા હતા તે માટેનું રૂપક છે. અહીં નિષ્ક્રિય ક્રિયાપદનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: આ સર્વ બાબતો વિશે યહૂદીયાના સર્વ પર્વતીય દેશમાં લોકો દ્વારા વાતો થઈ અથવા યહૂદીયાના સર્વ પર્વતીય દેશમાં લોકો આ સર્વ બાબતો વિશે વાતો કરતાં હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor અને /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

Luke 1:66

All those who heard these things

જે સર્વએ આ બાબતો વિશે સાંભળ્યુ

stored them in their hearts

જે બાબતો બની છે તે વિશે અવારનવાર વિચારવા વિશે એવી રીતે કહેવાયું છે જાણે તે બાબતોને સંભાળપૂર્વક તેઓના હ્રદયોમાં મૂકવામાં આવી હોય. વૈકલ્પિક અનુવાદ: આ બાબતો વિશે કાળજીપૂર્વક વિચારતા અથવા આ ઘટના વિશે ઘણું વિચાર્યું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

in their hearts, saying

હ્રદયો. તેઓએ કહ્યું

What then will this child become?

આ બાળક કેવા પ્રકારનો મહાન વ્યક્તિ બનશે? એ પણ શક્ય છે કે આ પ્રશ્નનો અર્થ તેમણે બાળક માટે જે કંઈ સાંભળ્યુ હતું તેના માટે આશ્ચર્યનું નિવેદન હતું. વૈકલ્પિક અનુવાદ: આ બાળક કેવો મહાન વ્યક્તિ બનશે! (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-rquestion)

the hand of the Lord was with him

પ્રભુનો હાથ"" શબ્દસમૂહ પ્રભુના પરાક્રમનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: પ્રભુનું પરાક્રમ તેની સાથે હતું અથવા પ્રભુ તેનામાં પરાક્રમી રીતે કાર્ય કરી રહ્યા હતા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Luke 1:67

Connecting Statement:

ઝખાર્યા જણાવે છે કે તેના પુત્ર યોહાન સાથે શું થશે.

his father Zechariah was filled with the Holy Spirit and prophesied

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: પવિત્ર આત્માએ તેના પિતા ઝખાર્યાને ભરપૂર કર્યો, અને ઝખાર્યાએ પ્રબોધ કર્યો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

his father

યોહાનનો પિતા

prophesied, saying

તમારી ભાષામાં પ્રત્યક્ષ ભાવ દર્શાવવાની કોઈ સ્વાભાવિક રીત હોય તો તેને ધ્યાનમાં લો. વૈકલ્પિક અનુવાદ: પ્રબોધ કર્યો અને કહ્યું અથવા પ્રબોધ કર્યો, અને તેણે જે કહ્યું તે આ પ્રમાણે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-quotations)

Luke 1:68

the God of Israel

ઇઝરાએલ અહીં ઇઝરાએલ રાષ્ટ્રનો ઉલ્લેખ કરે છે. ઈશ્વર અને ઇઝરાએલ વચ્ચેના સબંધને વધુ સીધી કે પ્રત્યક્ષ રીતે દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વર કે જેઓ ઇઝરાએલ પર રાજ કરે છે અથવા ઈશ્વર કે જેમની ભક્તિ ઇઝરાએલ કરે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

his people

ઈશ્વરના લોકો

Luke 1:69

He has raised up a horn of salvation for us

પ્રાણીના શિંગડા એ પોતાનો બચાવ કરવાની શક્તિનું પ્રતિક છે. અહીં ઊભું કરવું તેનો અર્થ અસ્તિત્વમાં લાવવું અથવા કાર્ય કરવા સક્ષમ કરવું થાય છે. મસીહા વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે તેઓ ઇઝરાએલને બચાવવા માટેના પરાક્રમ સાથેના શિંગડા હોય. વૈકલ્પિક અનુવાદ: તેઓ આપણી પાસે આપણને બચાવવા પરાક્રમ સાથે કોઈકને લાવ્યા (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

in the house of his servant David

અહીં દાઉદનું ઘર એ તેના કુટુંબને ખાસ કરીને, તેના વંશજોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: તેમના દાસ દાઉદના કુટુંબમાં અથવા જે તેમના દાસ દાઉદનો વંશજ છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Luke 1:70

as he spoke

જે રીતે ઈશ્વરે કહ્યું હતું

he spoke by the mouth of his holy prophets from long ago

ઈશ્વર પ્રબોધકોના મુખ દ્વારા બોલતા હતા તે એ દર્શાવે છે કે ઈશ્વર તેઓ પોતે જે ઇચ્છતા હતા તે તેઓ તેમના પ્રબોધકો મારફતે કહેવડાવતા હતા. વૈકલ્પિક અનુવાદ: તેમણે તેમના પવિત્ર પ્રબોધકો કે જેઓ લાંબા સમય પહેલા જીવતા હતા તેઓ પાસે કહાવ્યું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Luke 1:71

salvation from our enemies

અમૂર્ત નામ તારણ ને ક્રિયાપદો બચાવવું અથવા છોડાવવું સાથે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: લાંબા સમય પહેલાંથી. તે આપણને આપણા શત્રુઓથી બચાવશે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-abstractnouns)

our enemies ... of all those who hate us

આ બે શબ્દસમૂહોનો મૂળ અર્થ એકસમાન જ થાય છે અને તેઓ વિરુદ્ધ તેમના શત્રુઓ કેટલા પ્રબળ છે તે જણાવવા વારંવાર ભારપૂર્વક કહેવામાં આવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-parallelism)

hand

હાથ એ પરાક્રમ માટેનું ઉપનામ છે જેનો વ્યક્તિ કસરત કરવા ઉપયોગ કરે છે. વૈકલ્પિક અનુવાદ: પરાક્રમ અથવા નિયંત્રણ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

Luke 1:72

to show mercy to

દયાળુ બનવું અથવા ""તેમની દયા પ્રમાણે કાર્ય કરવું

to remember

અહીં યાદ કરવું શબ્દનો અર્થ વચનબદ્ધતા જાળવવી અથવા કંઈક પરિપૂર્ણ કરવું.

Luke 1:73

the oath that he swore

આ શબ્દો તેમના પવિત્ર કરાર નો ઉલ્લેખ કરે છે (કલમ 72).

to grant to us

આપણા માટે શક્ય બનાવ્યું

Luke 1:74

that we, having been delivered out of the hand of our enemies, would serve him without fear

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તેમણે આપણને આપણા શત્રુઓના હાથમાંથી છોડાવ્યા ત્યારપછી આપણે ભયભીત થયા વિના તેમની સેવા કરીએ (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

out of the hand of our enemies

અહીં હાથ એ વ્યક્તિના નિયંત્રણ કે પરાક્રમનો ઉલ્લેખ કરે છે. આ સ્પષ્ટ રીતે કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: આપણા શત્રુઓના નિયંત્રણથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy)

without fear

આ પાછું તેમના શત્રુઓની બીકનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: આપણા શત્રુઓથી ગભરાયા વિના (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-ellipsis)

Luke 1:75

in holiness and righteousness

અમૂર્ત નામો પવિત્રતા અને ન્યાયીપણા ને દૂર કરીને ફરીથી દર્શાવી શકાય છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) અમે ઈશ્વરની સેવા પવિત્ર અને ન્યાયી રીતે કરીશું. વૈકલ્પિક અનુવાદ: જે પવિત્ર અને ન્યાયી છે તે કરવું અથવા 2) અમે પવિત્ર અને ન્યાયી બનીશું. વૈકલ્પિક અનુવાદ: પવિત્ર અને ન્યાયી બનવું (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-abstractnouns)

before him

તે એક રૂઢિપ્રયોગ છે જેનો અર્થ તેમની હાજરીમાં થાય છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

Luke 1:76

And indeed, you

ઝખાર્યા આ શબ્દસમૂહનો પ્રયોગ પ્રત્યક્ષ રીતે તેના દીકરાને સંબોધવા કરે છે. તમારી ભાષામાં પ્રત્યક્ષ બોલીની સમાન રીત હોઈ શકે છે.

you, child, will be called a prophet

લોકોને ખ્યાલ આવશે કે તે પ્રબોધક છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: લોકો જાણશે કે તું પ્રબોધક છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-activepassive)

of the Most High

આ શબ્દો ઈશ્વર માટે સૌમ્યોક્તિ છે. વૈકલ્પિક અનુવાદ: જે પરાત્પરની સેવા કરે છે અથવા જે પરાત્પરના ઈશ્વર માટે બોલે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-euphemism)

you will go before the Lord

પ્રભુના આવતા પહેલાં, તે જશે અને લોકોને જાહેર કરશે કે પ્રભુ તેઓ પાસે આવશે. તમે લૂક 1:17 માં કેવી રીતે આનું અનુવાદ કર્યું છે તે જુઓ.

before the Lord

કોઈકનું મુખ એ એક રૂઢિપ્રયોગ હોઈ શકે જે તે વ્યક્તિની હાજરીનો ઉલ્લેખ કરતું હોય. તેને અનુવાદમાં કેટલીકવાર કાઢી નાખવામાં આવે છે. વૈકલ્પિક અનુવાદ: પ્રભુ તમે લૂક 1:17 માં આનું અનુવાદ કેવી રીતે કર્યું છે તે જુઓ. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

to prepare his paths

આ એક રૂપક છે જેનો અર્થ એ થાય છે કે યોહાન લોકોને તૈયાર કરશે કે તેઓ પ્રભુનું સાંભળે અને તેમના સંદેશા પર વિશ્વાસ કરે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Luke 1:77

to give knowledge of salvation ... by the forgiveness of their sins

જ્ઞાન આપવું"" શબ્દસમૂહ એ શિક્ષણ માટેનું રૂપક છે. અમૂર્ત નામો તારણ અને માફી ને ક્રિયાપદો બચાવવું અને ક્ષમા કરવું તરીકે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: તેમના લોકોના પાપની માફી મળવાથી જે તારણ છે તે શીખવવું અથવા તેમના લોકોને શીખવવું કે કેવી રીતે ઈશ્વર લોકોના પાપો ક્ષમા કરીને તેઓને બચાવે છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metonymy અને /WA-Catalog/gu_tm?section=translate#figs-abstractnouns)

Luke 1:78

because of the tender mercy of our God

એ દર્શાવવું મદદરૂપ થઈ શકે કે ઈશ્વરની દયા લોકોને મદદ કરે છે. વૈકલ્પિક અનુવાદ: કેમ કે ઈશ્વર આપણા પ્રત્યે કરૂણામય અને દયાળુ છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-explicit)

the sunrise from on high

પ્રકાશ એ ઘણી વાર સત્ય માટેનું એક રૂપક છે. અહીં, તારણહાર જે આત્મિક સત્ય પૂરું પાડશે એ વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે તે અરુણોદય હોય જે પૃથ્વીને પ્રકાશિત કરે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

Luke 1:79

to shine

પ્રકાશ એ ઘણી વાર સત્ય માટેનું એક રૂપક છે. અહીં, તારણહાર જે આત્મિક સત્ય પૂરું પાડશે એ વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે તે અરુણોદય હોય જે પૃથ્વીને પ્રકાશિત કરે છે. (કલમ 78). (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

to shine

જ્ઞાન આપે અથવા ""આત્મિક પ્રકાશ આપે

those who sit in darkness

અંધકાર એ આત્મિક સત્યની ગેરહાજરી માટેનું રૂપક છે. અહીં, લોકો કે જેઓમાં આત્મિક સત્યતાનો અભાવ છે તેઓ વિશે એવી રીતે કહેવામાં આવ્યું છે જાણે તેઓ અંધકારમાં બેસી રહ્યા હોય. વૈકલ્પિક અનુવાદ: લોકો કે જેઓ સત્ય જાણતા નથી (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor)

in darkness and in the shadow of death

આ બંને શબ્દસમૂહો લોકોના ઈશ્વર સમક્ષ ઊંડા આત્મિક અંધકારને ભારપૂર્વક જણાવે છે અને ઈશ્વર તેઓને દયા દર્શાવે છે. (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-doublet)

in the shadow of death

પડછાયો ઘણીવાર એવા કંઈકને રજૂ કરે છે જે હવે બનવાનું છે. અહીં, તે નજીક આવેલ મરણનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: જેઓ મૃત્યુ પામવાના છે (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-idiom)

to guide our feet into the path of peace

અહીં માર્ગદર્શન એ શિક્ષણ માટેનું એક રૂપક છે અને શાંતિનો માર્ગ એ ઈશ્વર સાથે શાંતિપૂર્વક જીવવા માટેનું એક રૂપક છે. આપણા પગ શબ્દસમૂહ એ ઉપલક્ષણ અલંકાર છે જે સમગ્ર વ્યક્તિને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ઈશ્વર સાથે કેવી રીતે શાંતિપૂર્વક જીવવું તે અમને શીખવો (જુઓ: /WA-Catalog/gu_tm?section=translate#figs-metaphor અને /WA-Catalog/gu_tm?section=translate#figs-synecdoche)

Luke 1:80

General Information:

તે ટૂંકમાં યોહાનની વૃદ્ધિ પામવાના વર્ષો વિશે જણાવે છે.

Now

મુખ્ય વાર્તામાં વિરામને ચિહ્નિત કરવા આ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. લૂક જલદીથી યોહાનના જન્મની વાતથી લઈને પુખ્ત વ્યક્તિ તરીકે તેના સેવાકાર્યની શરૂઆત તરફ આગળ વધે છે.

became strong in spirit

આત્મિક પરિપક્વ બન્યો અથવા ""તેના ઈશ્વર સાથેના સબંધોને મજબૂત કર્યા

was in the wilderness

અરણ્યમાં રહ્યો. કઈ ઉંમરે યોહાને અરણ્યમાં રહેવાનું શરૂ કર્યું તે લૂક જણાવતો નથી.

until

આ જરૂરી રીતે કોઈ અવરોધને ચિહ્નિત કરતું નથી. યોહાને જાહેરમાં બોધ કરવાનું શરૂ કર્યું ત્યારબાદ પણ રાનમાં રહેવાનું ચાલુ રાખ્યું.

the day of his public appearance

જ્યારે તેણે જાહેરમાં બોધ કરવાનું શરૂ કર્યું ત્યારે

the day

આ અહીં સમય અથવા પ્રસંગ ના સામાન્ય અર્થમાં વપરાયો છે.