John 14

John 14:1

કેમ શિષ્યોના હૃદયો વ્યાકુળ ના થવા જોઈએ?

તેમના હૃદયો વ્યાકુળ થવા ના જોઈએ કારણકે ઇસુ તેમના માટે જગ્યા તૈયાર કરવા જઈ રહ્યો છે, અને ઇસુ તેમને લેવા ફરી આવશે કે જેથી જ્યાં ઇસુ છે ત્યાં તેઓ પણ રહે.

John 14:2

કેમ શિષ્યોના હૃદયો વ્યાકુળ ના થવા જોઈએ?

તેમના હૃદયો વ્યાકુળ થવા ના જોઈએ કારણકે ઇસુ તેમના માટે જગ્યા તૈયાર કરવા જઈ રહ્યો છે, અને ઇસુ તેમને લેવા ફરી આવશે કે જેથી જ્યાં ઇસુ છે ત્યાં તેઓ પણ રહે.

બાપ ના ઘરમાં શું છે?

બાપના ઘરમાં રહેવાના ઘણા ઠેકાણા છે.

John 14:3

કેમ શિષ્યોના હૃદયો વ્યાકુળ ના થવા જોઈએ?

તેમના હૃદયો વ્યાકુળ થવા ના જોઈએ કારણકે ઇસુ તેમના માટે જગ્યા તૈયાર કરવા જઈ રહ્યો છે, અને ઇસુ તેમને લેવા ફરી આવશે કે જેથી જ્યાં ઇસુ છે ત્યાં તેઓ પણ રહે.

ઇસુ પોતાના શિષ્યો માટે શું કરવા જઈ રહ્યા હતા?

ઇસુ પોતાના શિષ્યો માટે જગા તૈયાર કરવાના હતા અને પછી પાછા આવવાના હતા.

John 14:6

બાપ પાસે આવવાનો એકમાત્ર રસ્તો કયો છે?

બાપ પાસે આવવાનો એકમાત્ર રસ્તો ઇસુ દ્વારા જ છે.

John 14:8

ફિલિપ શું કરવાનું કહે છે જે શિષ્યો માટે બસ હશે?

ફિલિપ ઇસુને કહે છે, “પ્રભુ, અમને બાપ દેખાડ, એટલે અમારે બસ છે.

John 14:10

શું ઇસુ શિષ્યોને પોતા તરફથી કહી રહ્યા છે?

ઇસુ પોતા તરફથી કહી રહ્યા નથી. તેને બદલે, બાપ જે તેનામાં રહે છે જે બાપના કામ કરે છે.

John 14:11

જો બીજા કોઈ કારણને લીધે નહીં, ઇસુ કેમ કહે છે કે શિષ્યોએ વિશ્વાસ કરવો જોઈએ કે ઇસુ બાપમાં છે અને બાપ ઇસુમાં છે.

ઇસુ તેઓને કહે છે કે તેઓએ બીજા કોઈ કારણથી નહીં તો ઈસુના કામોને લીધે જ આ માનવું જોઈએ.

John 14:12

ઇસુ કેમ કહે છે કે શિષ્યો તેના કરતાં પર મોટા કામો કરી શકશે?

ઇસુ કહે છે કે શિષ્યો તેના કરતાં પણ મહાન કામો કરશે કારણકે ઇસુ બાપની પાસે જઈ રહ્યો છે.

John 14:13

ઇસુ તેમના શિષ્યો તેમના નામમાં જે કઈ માંગે તે કેમ કરશે?

ઇસુ તે કરશે કારણકે બાપ દીકરામાં મહિમાવાન થાય.

John 14:15

ઇસુ શું કહે છે કે જો તમે તેના પર પ્રેમ રાખશો તો તે કરશો?

ઇસુ કહે છે કે જો તમે તેના પર પ્રેમ રાખશો તો તેની આજ્ઞા પાળશો.

John 14:17

ઇસુ બીજા સંબોધકને શું કહે છે જે બાપ શિષ્યોને તેમની પાસે સદા રહેવા આપશે?

ઇસુ તેને સત્યનો આત્મા કહે છે.

જગત કેમ સત્યનો આત્મા પામી શકતું નથી?

જગત સત્યનો આત્મા પામી શકતું નથી, કારણકે તે તેને જોતું નથી અથવા ઓળખતું નથી.

ઇસુ શું કહે છે કે સત્યનો આત્મા ક્યાં હશે?

ઇસુએ કહ્યું કે સત્યનો આત્મા શિષ્યો સાથે અને શિષ્યો માં રહેશે.

John 14:21

જે કોઈ પાસે ઇસુની આજ્ઞાઓ છે અને જે કોઈ તેમણે પાળે છે તેમણે શું થશે?

તે લોકો પર ઇસુ અને તેના પિતા પ્રેમ રાખશે અને ઇસુ તે લોકો આગળ પોતાને પ્રગટ કરશે.

John 14:26

જ્યારે બાપ તેને મોકલશે ત્યારે, સંબોધક, પવિત્ર આત્મા શું કરશે?

સંબોધક, પવિત્ર આત્મા, શિષ્યોને બધુ શીખવશે અને ઇસુએ તેમને જે કંઈ કહ્યું તે તેમના સ્મરણમાં લાવશે.

John 14:28

ઇસુ જાય છે તેથી શિષ્યોએ કેમ આનંદ પામવો જોઈએ?

ઇસુએ કહ્યું કે તેમણે આનંદ કરવો જોઈએ કારણકે ઇસુ બાપની પાસે જતાં હતા, કારણકે બાપ ઇસુ કરતાં મોટો છે.

John 14:30

ઇસુ પોતાના શિષ્યો સાથે વધારે વાત નહીં કરે તેનું કયું કારણ આપે છે?

ઇસુ જે કારણ આપે છે તે એ કે આ જગતનો અધિકારી આવે છે.