John 12

John 12:1

ઇસુ ક્યારે બેથનિયા પાછો આવ્યો?

તે પાસ્ખાપર્વના છ દહાડા અગાઉ બેથનિયા આવ્યો.

John 12:3

ઇસુ માટે જે વાળુ તૈયાર કરવામાં આવ્યું હતું ત્યારે મરિયમે શું કર્યું?

મરિયમે ઘણું મૂલ્યવાન જટામાંસીનું એક શેર અત્તર લીધું, ઇસુને પગે ચોળ્યું, અને પોતાને ચોટલે તેના પગ લૂંછયા.

John 12:4

કેમ યહુદા ઈશ્કરિયોતે, ઈસુના શિષ્યોમાનાં એકે, ફરિયાદ કરી કે તે અત્તર વેચાત અને તે પૈસા ગરીબોને અપાત?

યહુદાએ આમ એટલા માટે નહોતું કહ્યું કે તેને ગરીબો માટે કાળજી હતી; પણ કારણકે તે ચોર હતો. તે પૈસાની થેલી રાખતો હતો અને તેમાં જે નાખવામાં આવતું હતું તે તે પોતાને માટે લઈ લેતો હતો.

John 12:5

John 12:6

John 12:7

કઈ રીતે ઇસુએ મરિયમના અત્તરના ઉપયોગ નો બચાવ કર્યો?

ઇસુએ કહ્યું, “મને દફન કરવાના દિવસને સારું તેને એ રાખવા દે. ગરીબો તો સદા તમારી સાથે છે; પણ હું સદા તમારી સાથે નથી.”

John 12:8

કઈ રીતે ઇસુએ મરિયમના અત્તરના ઉપયોગ નો બચાવ કર્યો?

ઇસુએ કહ્યું, “મને દફન કરવાના દિવસને સારું તેને એ રાખવા દે. ગરીબો તો સદા તમારી સાથે છે; પણ હું સદા તમારી સાથે નથી.”

John 12:9

કેમ ઘણા લોકો બેથનિયામાં એકઠા થયા?

તેઓ ઇસુને લીધે ત્યાં આવ્યા હતા અને તેઓ લાજરસને પણ જોવા આવ્યા હતા, જેને ઇસુએ મુએલામાંથી ઉઠાડયો હતો.

John 12:10

કેમ મુખ્ય યાજકો લાજરસને મારી નાંખવા માંગતા હતા?

તેઓ લાજરસને મારી નાંખવા માંગતા હતા, કારણકે તેને લીધે ઘણા યહુદીઓ ચાલ્યા ગયા અને ઇસુ પર વિશ્વાસ કર્યો.

John 12:11

કેમ મુખ્ય યાજકો લાજરસને મારી નાંખવા માંગતા હતા?

તેઓ લાજરસને મારી નાંખવા માંગતા હતા, કારણકે તેને લીધે ઘણા યહુદીઓ ચાલ્યા ગયા અને ઇસુ પર વિશ્વાસ કર્યો.

John 12:13

પર્વમાં આવેલા લોકોએ સંભાળ્યું કે ઇસુ આવે છે ત્યારે તેમણે શું કર્યું?

તેઓએ ખજૂરીની ડાળીઓ લીધી અને તેને મળવાને બહાર આવ્યા અને તેઓએ પોકાર કર્યો, “હોસાન્ના! પ્રભુને નામે જે આવે છે તેને ધન્ય છે, ઇસ્રાએલનો રાજા.”

John 12:14

ઇસુ વિષેની કઈ ભવિષ્યવાણી પૂરી થઈ જ્યારે ઇસુ ગધેડા પર શહેરમાં પ્રવેશ્યો?

એ ભવિષ્યવાણી કે સિયોનનો રાજા, ગધેડા પર સવાર થઈને આવે છે, તે પૂરી થઈ.

John 12:15

ઇસુ વિષેની કઈ ભવિષ્યવાણી પૂરી થઈ જ્યારે ઇસુ ગધેડા પર શહેરમાં પ્રવેશ્યો?

એ ભવિષ્યવાણી કે સિયોનનો રાજા, ગધેડા પર સવાર થઈને આવે છે, તે પૂરી થઈ.

John 12:17

#પર્વમાં આવેલા લોકો કેમ ઇસુને મળવા ગયા?

તેઓ ઇસુને મળવા ગયા કારણકે તેઓએ નજરે જોનારાઓ પાસેથી સાંભળ્યુ હતું કે ઇસુએ લાજરસને કબરમાંથી બહાર બોલાવ્યો હતો અને તેને મુએલામાંથી ઉઠાડયો હતો.

John 12:18

#પર્વમાં આવેલા લોકો કેમ ઇસુને મળવા ગયા?

તેઓ ઇસુને મળવા ગયા કારણકે તેઓએ નજરે જોનારાઓ પાસેથી સાંભળ્યુ હતું કે ઇસુએ લાજરસને કબરમાંથી બહાર બોલાવ્યો હતો અને તેને મુએલામાંથી ઉઠાડયો હતો.

John 12:23

આન્દ્રિયા અને ફિલિપે જ્યારે ઇસુને કહ્યું કે કેટલાક ગ્રીક લોકો તેને મળવા માંગે છે ત્યાર બાદ ઇસુએ સહુ પ્રથમ શું કહ્યું?

ઇસુએ તેમણે જવાબ આપ્યો અને કહ્યું કે, “માણસના દીકરાને મહિમાવાન થવાની ઘડી આવી છે.”

John 12:24

ઇસુએ શું કહ્યું કે જો ઘઉંનો દાણો જો જમીનમાં પડે અને મરી જાય છે તો શું થાય છે?

ઇસુએ કહ્યું કે જો તે મરી જાય તો તે ઘણા ફળ ઉપજાવશે.

John 12:25

ઇસુએ શું કહ્યું કે જે પોતાના જીવ પર પ્રીતિ રાખે છે અને જે આ જગતમાં પોતાના જીવ જો દ્વેષ કરે છે તેમનું શું થશે?

ઇસુએ કહ્યું કે જે કોઈ પોતાના જીવ પર પ્રીતિ રાખે છે તે તેને ખુએ છે, પણ જે આ જગતમાં પોતાના જીવ પર દ્વેષ કરે છે તે અનંતજીવનને સારું તેને બચાવી રાખશે.

John 12:26

જે કોઈ ઇસુની સેવા કરતો હોય તેની સાથે ઈશ્વર કેવો વ્યવહાર કરશે?

બાપ તેને માન આપશે.

John 12:28

જ્યારે ઇસુએ કહું, “હે બાપ, તારા નામનો મહિમા પ્રગટ કર,” ત્યારે શું થયું?

આકાશમાંથી એવી વાણી થઈ અને કહ્યું, “મે તેનો મહિમા પ્રગટ કર્યો છે અને ફરી કરીશ”

John 12:30

ઇસુએ શું કહ્યું કે આકાશમાંથી જે વાણી થઈ તેનું કારણ શું હતું?

ઇસુએ કહ્યું કે તે વાણી તેના પોતાના માટે નહીં, પણ યહુદીઓ માટે થઈ હતી.

John 12:31

ઇસુએ શું કહ્યું કે હવે શું બનવાનું છે?

ઇસુએ કહ્યું, “હવે આ જગતનો ન્યાય કરવામાં આવે છે; હવે આ જગતના અધિકારીને કાઢી નાંખવામાં આવશે.

John 12:32

ઇસુએ કેમ કહ્યું, “જો મને પૃથ્વી પરથી ઊંચો કરવામાં આવશે, તો હું સર્વને મારી તરફ ખેંચીશ.”

પોતાનું મૃત્યુ શી રીતે થવાનું છે તેવું સૂચવીને ઇસુએ આ પ્રમાણે કહ્યું.

John 12:33

ઇસુએ કેમ કહ્યું, “જો મને પૃથ્વી પરથી ઊંચો કરવામાં આવશે, તો હું સર્વને મારી તરફ ખેંચીશ.”

પોતાનું મૃત્યુ શી રીતે થવાનું છે તેવું સૂચવીને ઇસુએ આ પ્રમાણે કહ્યું.

John 12:34

જ્યારે લોકોએ ઇસુએ શું કહ્યું તે વિષે પૂછ્યું, શું ઇસુએ તેમને પ્રત્યક્ષ જવાબ આપ્યો?

ના, તેણે તેમના પ્રશ્નોનો પ્રત્યક્ષ જવાબ આપ્યો નહીં.

John 12:35

જ્યારે લોકોએ ઇસુએ શું કહ્યું તે વિષે પૂછ્યું, શું ઇસુએ તેમને પ્રત્યક્ષ જવાબ આપ્યો?

ના, તેણે તેમના પ્રશ્નોનો પ્રત્યક્ષ જવાબ આપ્યો નહીં.

ઇસુએ પ્રકાશ વિષે શું કહ્યું?

ઇસુએ કહ્યું, “હજી થોડીવાર તમારી પાસે પ્રકાશ છે; જ્યાં સુધી તમારી પાસે પ્રકાશ છે, ત્યાં સુધી ચાલો...” તેણે એમ પણ કહ્યું, “જ્યાં સુધી તમારી પાસે પ્રકાશ છે, ત્યાં સુધી પ્રકાશ પર વિશ્વાસ રાખો, જેથી તમે પ્રકાશના દીકરા થાઓ.”

John 12:36

John 12:37

લોકોએ કેમ ઇસુ પર વિશ્વાસ ના કર્યો?

તેઓએ વિશ્વાસ કર્યો નહીં જેથી યશાયા પ્રબોધકનું વચન પૂરું થાય, જે તેણે કહ્યું, “પ્રભુ, અમને જે કહેવામા આવ્યું છે તે કોણે માન્યું છે? અને પ્રભુનો ભુજ કોની આગળ પ્રગટ થયો છે?”

John 12:38

John 12:39

લોકો કેમ ઇસુ પર વિશ્વાસ ના કરી શક્યા?

તેઓ વિશ્વાસ ના કરી શક્યા કારણકે જેમ યશાયાએ કહ્યું, “તેઓ આંખોથી ન દેખે, અને અંત:કરણથી ન સમજે અને પાછા ન ફરે, અને હું તેઓને સારા ન કરું; માટે તેણે તેઓની આંખો આંધળી કરી છે, અને તેઓના મન જડ કર્યા છે.”

John 12:40

લોકો કેમ ઇસુ પર વિશ્વાસ ના કરી શક્યા?

તેઓ વિશ્વાસ ના કરી શક્ય કારણકે જેમ યશાયાએ કહ્યું, “તેઓ આંખોથી ન દેખે, અને અંત:કરણથી ન સમજે અને પાછા ન ફરે, અને હું તેઓને સારા ન કરું; માટે તેણે તેઓની આંખો આંધળી કરી છે, અને તેઓના મન જડ કર્યા છે.”

John 12:41

યશાયાએ કેમ આ વાતો કહી?

તેણે આ વાતો કહી કારણકે તેણે ઇસુનો મહિમા જોયો અને તેના વિષે વાત કરી.

John 12:42

જે અધિકારીઓએ ઇસુ પર વિશ્વાસ કર્યો તેમણે કેમ તેને કબૂલ ના કર્યો?

તેમણે તે કબૂલ ન કર્યો, કારણકે તેઓ ફરોશીઓથી ડરતા હતા અને તેઓ સભાસ્થાનમાંથી બહિષ્કૃત થવા ઇચ્છતા ન હતા. તેઓ દેવ તરફથી થતી પ્રસંશા કરતાં માણસો તરફથી થતી પ્રસંશા વધારે ચાહતા હતા.

John 12:43

John 12:44

ઇસુ પોતાના વિષે અને પોતાના બાપ વિષે કયું વિધાન કરે છે?

ઇસુએ કહ્યું, “જે મારા પર વિશ્વાસ રાખે છે, તે એકલા મારા પર નહીં પણ જેણે મને મોકલ્યો છે તેના પર વિશ્વાસ રાખે છે, અને જે મને દેખે છે તે જેણે મને મોકલ્યો છે તેને દેખે છે.”

John 12:45

John 12:47

ઇસુએ શું કહ્યું કે તે જગતમાં કેમ કેમ આવ્યા હતા?

ઇસુએ કહ્યું કે તે જગતને બચાવવા આવ્યા હતા.

John 12:48

જેઓ ઇસુનો ઇનકાર કરે છે અને તેમની વાતો માનતા નથી તેમનો ન્યાય શું કરશે?

ઇસુએ જે વાત કહી તેજ છેલ્લે દહાડે તેમનો ન્યાય કરશે.

John 12:49

શું ઇસુ પોતા તરફથી બોલ્યો?

ના. બાપ જેણે ઇસુને મોકલ્યો તેણે ઇસુને શું કહેવું અને શું બોલવું તે વિષે આજ્ઞા આપી.

John 12:50

ઇસુને જે બાપે કહ્યું હતું તે જ તેણે લોકોને કેમ કહ્યું?

ઇસુએ આ કર્યું કારણકે તે જાણતો હતો કે તેના બાપ ની આજ્ઞા અનંતજીવન છે.