John 11

John 11:1

આ લાજરસ કોણ હતો? અને મરિયમ કોણ હતી?

લાજરસ બેથનિયાનો એક માણસ હતો. તેની બહેનો મરિયમ અને માર્થા હતી. આ તે જ મરિયમ હતી જેણે પ્રભુને અત્તર ચોળ્યું હતું અને તેના પગ પોતાને ચોટલે લૂંછયા હતા.

John 11:2

આ લાજરસ કોણ હતો? અને મરિયમ કોણ હતી?

લાજરસ બેથનિયાનો એક માણસ હતો. તેની બહેનો મરિયમ અને માર્થા હતી. આ તે જ મરિયમ હતી જેણે પ્રભુને અત્તર ચોળ્યું હતું અને તેના પગ પોતાને ચોટલે લૂંછયા હતા.

John 11:4

ઇસુએ લાજરસ અને તેની માંદગી વિષે શું કહ્યું જ્યારે ઇસુએ સાંભળ્યુ કે તે માંદો છે?

ઇસુએ કહ્યું, “જેથી મરણ થાય એવો આ મંદવાડ નથી, પણ તે દેવના મહિમાને અર્થે છે કે જેથી દેવના દીકરાનો મહિમા થાય”

John 11:6

જ્યારે ઇસુએ સાંભળ્યુ કે લાજરસ માંદો છે ત્યારે ઇસુએ શું કર્યું?

ઇસુ પોતે જે ઠેકાણે હતો તે જ ઠેકાણે બે દહાડા રહ્યો.

John 11:8

જ્યારે ઇસુએ કહ્યું, “ચાલો યહુદીયા પાછા જઈએ,” ત્યારે તેના શિષ્યોએ શું કહ્યું?

શિષ્યોએ ઇસુને કહ્યું, “રાબ્બી, હમણાં જ યહુદીઓ તને પથ્થર મારવાની કોશિશ કરતાં હતા, તે છતાં તું ત્યાં પાછો જાય છે.”

John 11:9

ઇસુએ દિવસમાં ચાલવા વિષે શું કહ્યું?

ઇસુએ કહ્યું, “દિવસે જો કોઈ ચાલે, તો તે ઠોકર ખાતો નથી કારણકે તે દિવસના પ્રકાશમાં જુએ છે”

John 11:10

ઇસુ રાતમાં ચાલવા વિષે શું કહે છે?

જો કોઈ રાતે ચાલે, તે ઠોકર ખાશે કારણકે તેનામાં પ્રકાશ નથી.

John 11:12

#શિષ્યોએ કેવી રીતે વિચાર્યું કે લાજરસ ઊંઘી ગયો છે?

શિષ્યોએ વિચાર્યું કે લાજરસ આરામ કરવા ઊંઘી ગયો છે.

John 11:13

#શિષ્યોએ કેવી રીતે વિચાર્યું કે લાજરસ ઊંઘી ગયો છે?

શિષ્યોએ વિચાર્યું કે લાજરસ આરામ કરવા ઊંઘી ગયો છે.

જ્યારે ઇસુએ કહ્યું કે લાજરસ ઊંઘી ગયો છે ત્યારે તેના કહેવાનો અર્થ શું હતો?

જયારે ઇસુએ કહ્યું કે લાજરસ ઊંઘી ગયો છે, ત્યારે તે લાજરસ ના મરણ વિષે વાત કરતો હતો.

John 11:15

ઇસુ કેમ હર્ષ પામ્યો કે જ્યારે લાજરસ મારી ગયો ત્યારે તે ત્યાં નહોતો.

ઇસુએ કહ્યું, “હું તમારી ખાતર હર્ષ પામું છું કે હું ત્યાં નહોતો, એટલા સારું કે તમે વિશ્વાસ કરો.”

John 11:16

થોમાએ શું વિચાર્યું કે જો તેઓ પાછા યહુદીયા જશે તો શું થશે?

થોમાએ વિચાર્યું કે તેઓ બધા મરી જશે.

John 11:17

જ્યારે ઇસુ આવ્યો ત્યારે લાજરસ કેટલા દિવસથી કબરમાં હતો.

લાજરસ ચાર દિવસથી કબરમાં હતો.

John 11:20

જ્યારે માર્થાએ સાંભળ્યુ કે ઇસુ આવી રહ્યો છે ત્યારે તેણે શું કર્યું?

જ્યારે માર્થાએ સાંભળ્યું કે ઇસુ આવી રહ્યો છે, ત્યારે તે ગઈ અને તેને મળી.

John 11:22

માર્થાએ શું વિચાર્યું કે ઈશ્વર ઇસુ માટે શું કરશે?

માર્થાએ કહ્યું, “હજુ પણ, દેવ પાસે તું જે કંઈ માંગશે, તે દેવ તને આપશે.”

John 11:24

જ્યારે ઇસુએ માર્થાને કહ્યું, “તારો ભાઈ પાછો ઉઠશે” તેનો પ્રતિભાવ કેવો હતો?

તેણે ઇસુને કહ્યું, “હું જાણું છું કે તે છેલ્લે દહાડે પુનરુત્થાનમાં પાછો ઉઠશે.”

John 11:25

ઇસુએ શું કહ્યું જેઓ તેના પર વિશ્વાસ કરે છે તેમનું શું થશે?

ઇસુએ કહ્યું, જે કોઈ ઇસુ પર વિશ્વાસ કરે છે, જોકે તે મરી જાય, છતાં તે જીવતો થશે, અને જે કોઈ જીવે છે અને ઇસુ પર વિશ્વાસ કરે છે તે ક્યારેય મરશે નહીં.

John 11:26

John 11:27

ઇસુ કોણ છે તે વિષે માર્થાની શું સાક્ષી હતી?

માર્થાએ ઇસુને કહ્યું, “હા, પ્રભુ, હું વિશ્વાસ કરું છું કે તું જ ખ્રિસ્ત, દેવનો દીકરો, જે જગતમાં આવનાર છે, તે જ છે.”

John 11:29

મરિયમ ક્યાં જતી હતી?

મરિયમ ઇસુને મળવા જતી હતી.

John 11:31

જ્યારે મરિયમ જલ્દીથી ઊઠીને બહાર ગઈ, ત્યારે જે યહુદીઓ તેની પાસે હતા તેમણે શું વિચાર્યું અને કર્યું?

જે યહુદીઓ ઘરમાં મરિયમ સાથે હતા તેમણે વિધાર્યું કે તે કબર પર વિલાપ કરવા જાય છે, તેથી તેઓ તેની પાછળ ગયા.

John 11:33

કઈ બાબતે ઇસુને આત્મામાં નિસાસો નાંખવા પ્રેર્યો અને તે વ્યાકુળ થયો અને રડ્યો?

ઇસુએ મરિયમને રડતી જોઈને અને જે યહુદીઓ તેની સાથે હતા તેઓને રડતાં જોયા પછી તે વ્યાકુળ થયો અને તેણે મનમાં નિસાસો નાંખ્યો.

John 11:34

કઈ બાબતે ઇસુને આત્મામાં નિસાસો નાંખવા પ્રેર્યો અને તે વ્યાકુળ થયો અને રડ્યો?

ઇસુએ મરિયમને રડતી જોઈને અને જે યહુદીઓ તેની સાથે હતા તેઓને રડતાં જોયા પછી તે વ્યાકુળ થયો અને તેણે મનમાં નિસાસો નાંખ્યો.

John 11:35

કઈ બાબતે ઇસુને આત્મામાં નિસાસો નાંખવા પ્રેર્યો અને તે વ્યાકુળ થયો અને રડ્યો?

ઇસુએ મરિયમને રડતી જોઈને અને જે યહુદીઓ તેની સાથે હતા તેઓને રડતાં જોયા પછી તે વ્યાકુળ થયો અને તેણે મનમાં નિસાસો નાંખ્યો.

John 11:36

યહુદીઓએ શું અનુમાન કર્યું જ્યારે તેમણે ઈસને રડતો જોયો?

તેમણે અનુમાન કર્યું કે ઇસુ લાજરસને પ્રેમ કરતો હતો.

John 11:39

ઇસુની જ્યાં લાજરસને મૂકવામાં આવ્યો હતો તે ગુફા ના મો પરથી પથ્થર ગબડાવી દેવાની આજ્ઞાનો માર્થાનો શું વિરોધ હતો?

માર્થાએ કહ્યું, “પ્રભુ, આ સમયે તો શરીર ગંધાતુ હશે કારણકે, તે મરી ગયો તેને ચાર દિવસ થયા.”

John 11:40

પથ્થર ગબડાવી દેવાના માર્થાના વિરોધનો ઇસુનો જવાબ શું હતો?

ઇસુએ માર્થાને કહ્યું, “શું મે તને એવું નથી કહ્યું કે, જો તું વિશ્વાસ કરશે તો તું દેવનો મહિમા જોશે.”

John 11:41

ગુફા પરથી પથ્થર હટાવી લેવામાં આવ્યો ત્યારબાદ તરતજ ઇસુએ શું કર્યું?

ઇસુએ પોતાની આંખો ઊંચી કરી અને મોટેથી તેમના પિતાને પ્રાર્થના કરી.

John 11:42

ઇસુએ કેમ મોટેથી પ્રાર્થના કરી અને તેમના પિતાને તેમણે જે કહ્યું તે મોટેથી કેમ કહ્યું?

તેણે તેમની આસપાસ જે લોકોનું ટોળું હતું તેમના કારણે મોટેથી પ્રાર્થના કરી અને તેમણે જે કર્યું તે કહ્યું, કે જેથી તેઓ વિશ્વાસ કરે કે બાપે તેને મોકલ્યો છે.

John 11:44

જ્યારે ઇસુએ ઊંચે સવારે પોકાર્યું, “લાજરસ, બહાર આવ!” ત્યારે શું બન્યું?

મરેલો માણસ બહાર આવ્યો, તેના હાથ અને પગ પર કફન વીંટાળેલું હતું, અને તેના મોં પર રૂમાલ બાંધેલો હતો.

John 11:45

જ્યારે યહુદીઓએ લાજરસને કબરમાંથી બહાર આવતો જોયો ત્યારે તેમનો પ્રત્યુત્તર કેવો હતો?

ઘણા યહુદીઓએ, જ્યારે તેમણે ઇસુએ જે કર્યું તે જોયું ત્યારે, તેના પર વિશ્વાસ કર્યો, પણ તેઓમાંના કેટલાએક ફરોશીઓની પાસે ગયા અને ઇસુએ જે કર્યું હતું તે તેમને કહી સંભળાવ્યું.

John 11:46

John 11:50

મુખ્ય યજકો અને ફરોશીઓની સભામાં, કાયાફાસે શું ભવિષ્યવાણી કરી?

કાયાફાસે કહ્યું કે લોકોની વતી એક માણસ મરે અને આખી પ્રજા નાશ ના પામે તે તેમણે સારું લાભકારક છે.

John 11:53

તે દહાડાથી માંડીને, સભામાના લોકો શું મસલત કરવા લાગ્યા?

તેઓ મસલત કરવા લાગ્યા કે કઈ રીતે ઇસુને મારી નાંખવો.

John 11:54

લાજરસને જીવતો કર્યા પછી ઇસુએ શું કર્યું?

ઇસુ ઉઘાડી રીતે યહુદીઓમાં ફર્યો નહીં, પણ તે બેથનિયાથી નીકળીને રાનની પાસે ના પ્રાંતના એફ્રાઇમ નામના શહેરમાં ગયો. ત્યાં તે પોતાના શિષ્યો સાથે રહ્યો.

John 11:57

મુખ્ય યાજકોએ અને ફરોશીઓએ કેવો હુકમ કર્યો હતો?

તેઓએ એવો હુકમ કર્યો હતો કે જો કોઈને ખબર હોય કે ઇસુ ક્યાં છે, તો તેણે તેની ખબર આપવી જેથી તેઓ તેણે પકડે.