John 6

John 6:1

ગાલીલના સમુદ્રનું બીજું નામ શું છે?

ગાલીલનો સમુદ્ર તિબેરિયાસનો સમુદ્ર પણ કહેવાતો હતો.

John 6:2

લોકોનો મોટો સમુદાય ઇસુની પાછળ કેમ ચાલતો હતો.

તેઓ તેની પાછળ ગયા કારણકે તેઓએ ઇસુએ માંદાઓ પર જે ચમત્કારો કર્યા હતા તે તેઓ જોઈ રહ્યા હતા.

John 6:4

ઇસુ પહાડ પર પોતાના શિષ્યો સાથે બેઠો અને નજર ઊંચી કરી ત્યારે તેણે શું જોયું?

તેણે મોટો સમુદાય પોતાની પાસે આવતો જોયો.

John 6:5

ઇસુ પહાડ પર પોતાના શિષ્યો સાથે બેઠો અને નજર ઊંચી કરી ત્યારે તેણે શું જોયું?

તેણે મોટો સમુદાય પોતાની પાસે આવતો જોયો.

ઇસુ ફિલિપને કેમ પૂછે છે, “તેમને ખાવાને માટે આપણે રોટલી ક્યાંથી વેચાતી લઈએ?”

ઇસુએ ફિલિપને પારખવા સારુ એ કહ્યુ.

John 6:6

ઇસુ ફિલિપને કેમ પૂછે છે, “તેમને ખાવાને માટે આપણે રોટલી ક્યાંથી વેચાતી લઈએ?”

ઇસુએ ફિલિપને પારખવા સારુ એ કહ્યુ.

John 6:7

ઈસુના પ્રશ્ન “તેમને ખાવાને માટે આપણે રોટલી ક્યાંથી વેચાતી લઈએ?” નો ફિલિપનો જવાબ કયો હતો?

ફિલિપે કહ્યું, “બસો દીનારની રોટલી તેઓને સારું બસ નથી કે તેઓમાંના દરેકને થોડું થોડું મળે.”

John 6:8

ઈસુના પ્રશ્ન “તેમને ખાવાને માટે આપણે રોટલી ક્યાંથી વેચાતી લઈએ?” નો અન્દ્રિયાનો જવાબ શું હતો?

આન્દ્રિયાએ કહ્યું, “એક જુવાન અહીં છે તેની પાસે જવની પાંચ રોટલી અને બે માછલી છે, પણ તે આટલા બધાને કેમ પહોંચે?”

John 6:9

John 6:10

તે જગ્યાએ લગભગ કેટલા માણસો હતા?

ત્યાં લગભગ ૫૦૦૦ માણસો હતા.

John 6:11

ઇસુએ રોટલીઑ અને માછલીઓનું નું શું કર્યું?

ઇસુએ રોટલીઓ લીધી અને સ્તુતિ કરીને બેઠેલાઓને પીરસી, માછલીઓમાંથી પણ જેટલું જોઈતું હતું તેટલું તેજ રીતે આપ્યું.

લોકોને કેટલું ખાવા મળ્યું?

તેમને જેટલું ખાવું હતું તેટલું ખાવા મળ્યું.

John 6:13

ભોજન બાદ કેટલી રોટલી એકઠી કરવામાં આવી?

જેઓએ ખાધું તેમણે છાંડેલા કકડા માંથી-શિષ્યોએ જવની પાંચ રોટલીમાંથી કકડા ની ૧૨ ટોપલીઓ ભરી

John 6:14

ઇસુ ફરીથી કેમ પહાડ પર એકલો ચાલ્યો ગયો?

ઇસુ ચાલ્યો ગયો કારણકે તેને ખબર પડી કે લોકો, તેણે જે ચમત્કાર કર્યો હતો તે જોઈને (૫૦૦૦ને જમાડવા) તેને રાજા બનાવવા જબરદસ્તીથી પકડવાના છે.

John 6:15

ઇસુ ફરીથી કેમ પહાડ પર એકલો ચાલ્યો ગયો?

ઇસુ ચાલ્યો ગયો કારણકે તેને ખબર પડી કે લોકો, તેણે જે ચમત્કાર કર્યો હતો તે જોઈને (૫૦૦૦ને જમાડવા) તેને રાજા બનાવવા જબરદસ્તીથી પકડવાના છે.

John 6:18

જ્યારે શિષ્યો હોડીમાં બેઠો અને કફર-નહૂમ જવાને નીકળ્યો ત્યારે વાતાવરણને શું થયું?

એક જોરદાર પવન ફૂંકાવા લાગ્યો અને સમુદ્ર ઊછળવા લાગ્યો.

John 6:19

શિષ્યો કેમ બીવા લાગ્યા?

તેઓ બીવા લાગ્યા કારણકે તેમણે ઇસુને સમુદ્ર પર ચાલતો અને હોડી પાસે આવતો દીઠો.

John 6:20

ઇસુએ શિષ્યોને શું કહ્યું જેથી તેઓએ તેને હોડીમાં લીધો?

ઇસુએ તેમણે કહ્યું, “ એ હું છુ! બિહો માં.”

John 6:26

ઇસુએ શું કહ્યું તે કયું કારણ હતું કે જેથી લોકો તેને શોધતા હતા?

ઇસુએ કહ્યું કે તેઓએ ચમત્કારો જોયા માટે તેને શોધતા નહોતા પણ તેઓ રોટલી ખાઈને ધરાયા હતા માટે તેને શોધતા હતા.

John 6:27

ઇસુએ શું કહ્યું કે લોકોએ શાના માટે કાર્ય કરવું જોઈએ અને શાના માટે કાર્ય ના કરવું જોઈએ.

ઇસુએ તેમને જે અન્ન નાશ પામે છે તેના માટે કામ કરવાનું બંધ કરવા, પણ જે અન્ન અનંતજીવન સુધી ટકે છે તેને માટે કામ કરવા કહ્યું.

John 6:29

ઇસુએ લોકો માટે દેવના કામ ની કઈ વ્યાખ્યા આપી?

ઇસુએ લોકોને કહ્યું, “આ જ દેવનું કામ છે: જેને તેને મોકલ્યો છે તેના પર તમે વિશ્વાસ કરો.

John 6:35

જીવનની રોટલી શું છે તેના વિષે ઇસુએ શું કહ્યું?

ઇસુએ કહ્યું કે તે જીવનની રોટલી છે.

John 6:37

ઇસુ પાસે કોણ આવશે?

દરેક જેને બાપ ઇસુને આપશે તે તેની પાસે આવશે.

John 6:39

બાપ જેણે ઇસુને મોકલ્યો તેની ઇચ્છા શું છે?

બાપની ઇચ્છા છે કે ઇસુ જે કોઈ બાપે તેને આપ્યા છે તેમાંથી કોઈને ખુએ નહીં અને તે કે દરેક જે દીકરાને જુવે છે અને તેના પર વિશ્વાસ કરે છે તેને અનંતજીવન મળે: અને ઇસુ તેને છેલ્લા દિવસે પાછું ઉઠાડશે.

John 6:40

John 6:44

કઈ રીતે એક માણસ ઇસુ પાસે આવી શકે?

એક માણસ તો જ ઇસુ પાસે આવી શકે જો તેનો બાપ તેને ખેંચે.

John 6:46

બાપને કોણે જોયો છે?

દેવની પાસેથી જે આવ્યો છે તેણે જ બાપને જોયો છે.

John 6:51

જીવનની રોટલી શું છે કે જે ઇસુ જગતના જીવનને માટે આપશે.

રોટલી કે જે ઇસુ જગતના જીવનને માટે આપશે તે તેનું પોતાનું માંસ છે.

John 6:53

તમારે તમારામાં જીવન રાખવા શું કરવું જોઈએ?

તમારા પોતાનામાં જીવન રાખવા માટે, તમારે માણસના દીકરાનું માંસ ખાવું જ જોઈએ અને તેનું રક્ત પીવું જ જોઈએ.

John 6:56

આપણે કઈ રીતે ઇસુમાં રહી શકીએ અને ઇસુ આપણામાં રહી શકે?

જો આપણે તેનું માંસ ખાઈએ અને તેનું રક્ત પીએ, તો આપણે ઇસુમાં રહી શકીએ અને તે આપણામાં રહી શકે.

John 6:57

ઇસુ કેમ જીવે છે?

ઇસુ બાપને આશરે જીવે છે.

John 6:60

ઇસુનું તેનું માંસ ખાવાનું અને તેનું રક્ત પીવાનું શિક્ષણ મેળવ્યા પછી તેના શિષ્યોએ કેવો પ્રતીભાવ આપ્યો?

જ્યારે શિષ્યોએ આ શિક્ષણ સાંભળ્યુ, તેમાના ઘણાએ કહ્યું, “આ અઘરું શિક્ષણ છે, તે કોણ સ્વીકારી શકે?”

John 6:64

ઇસુ લોકો વિષે અગાઉથી શું જાણતો હતો?

ઇસુ અગાઉથી જાણતો હતો કે કોણ અવિશ્વાસીઓ છે અને કોણ તેને પરસ્વાધીન કરવાનો છે.

John 6:67

જ્યારે ઇસુએ બાર શિષ્યોને પૂછ્યું, “શું તમે પણ જતા રહેવા માંગો છો?” કોણે જવાબ આપ્યો અને તેણે શું કહ્યું?

સિમોન પિતરે તેને જવાબ આપ્યો અને કહ્યું, “પ્રભુ, અમે કોની પાસે જઈએ, અનંતજીવનની વાતો તારી પાસે છે, અને અમે વિશ્વાસ કર્યો છે અને જાણીએ છીએ કે, દેવનો પવિત્ર તે તું જ છે.”

John 6:68

John 6:70

જ્યારે ઇસુએ કહ્યું કે બારમાનો એક તો શેતાન છે ત્યારે તેનો અર્થ કોને કહેવાનો હતો?

ઇસુ યહુદા વિષે, સિમોન ઈશ્કરીઓતના દીકરા, વિષે બોલ્યો, કારણકે તે, બારમાનો એક છતાં, ઇસુને પરસ્વાધીન કરનાર હતો.

John 6:71

જ્યારે ઇસુએ કહ્યું કે બારમાનો એક તો શેતાન છે ત્યારે તેનો અર્થ કોને કહેવાનો હતો?

ઇસુ યહુદા વિષે, સિમોન ઈશ્કરીઓતના દીકરા, વિષે બોલ્યો, કારણકે તે, બારમાનો એક છતાં, ઇસુને પરસ્વાધીન કરનાર હતો.