John 5

John 5:2

યરૂશાલેમમાં મેંઢા ભાગળ પાસે જે કુંડ હતો કે જેને પાંચ પરસાળો હતી તેનું નામ શું હતું?

તે કુંડ બેથઝાથા કહેવાતો હતો.

John 5:3

બેથઝાથાએ કોણ હતું?

ઘણા રોગી, આંધળા, લંગડા, સુકાઈ ગયેલા અંગોવાળા માણસો બેથઝાથા ની પરસાળો માં પડી રહેલા હતા.

John 5:4

બેથઝાથાએ કોણ હતું?

ઘણા રોગી, આંધળા, લંગડા, સુકાઈ ગયેલા અંગોવાળા માણસો બેથઝાથા ની પરસાળો માં પડી રહેલા હતા.

John 5:5

બેથઝાથાએ, ઇસુએ કોને પુછ્યું, “શું તું સાજો થવા ચાહે છે?”

ઇસુએ કોઈ એક માણસને પુછ્યું કે જે ૩૮ વર્ષથી માંદો હતો અને લાંબા સમયથી ત્યાં પડેલો હતો.

John 5:6

બેથઝાથાએ, ઇસુએ કોને પુછ્યું, “શું તું સાજો થવા ચાહે છે?”

ઇસુએ કોઈ એક માણસને પુછ્યું કે જે ૩૮ વર્ષથી માંદો હતો અને લાંબા સમયથી ત્યાં પડેલો હતો.

John 5:7

ઈસુના પ્રશ્ન, “શું તું સાજો થવા ચાહે છે?” નો માંદા માણસનો જવાબ શો હતો?

માંદા માણસે જવાબ આપ્યો, “સાહેબ, જે વેળા પાણી હાલે છે, તે વેળા મને કુંડમાં ઉતરવાને મારી પાસે કોઈ હોતું નથી. જ્યારે હું પ્રયત્ન કરું છું, બીજો મારી અગાઉ ઉતારી પડે છે.”

John 5:8

જ્યારે ઇસુએ માંદા માણસ ને કહ્યું, “ઉઠ, તારૂ બિછાનું ઊંચક, અને ચાલ” ત્યારે શું થયું?

તરતજ તે માણસ સાજો થયો, તેનું બિછાનું ઊંચક્યું, અને ચાલતો થયો.

John 5:9

જ્યારે ઇસુએ માંદા માણસ ને કહ્યું, “ઉઠ, તારૂ બિછાનું ઊંચક, અને ચાલ” ત્યારે શું થયું?

તરતજ તે માણસ સાજો થયો, તેનું બિછાનું ઊંચક્યું, અને ચાલતો થયો.

John 5:10

જ્યારે યહૂદી આગેવાનોએ તે માંદા માણસને તેનું બિછાનું લઈને ચાલતો જોયો ત્યારે તેઓ કેમ ખીજવાયા?

તેઓ ખીજવાયા કારણકે તે દિવસે વિશ્રામવાર હતો, અને તેઓએ તે માણસને કહ્યું કે તેણે વિશ્રામવારે બિછાનું ઊંચકવું ઉચિત નથી.

John 5:14

ઇસુએ જે માંદા માણસને સાજો કર્યો હતો તેને સાજો કર્યા પછી મંદિરમાં મળીને શું કહ્યું?

ઇસુએ તેને કહ્યું, “જો તું સાજો થયો છે! હવેથી પાપ ન કર, રખેને તારા પર વિશેષ વિપત્તિ આવી પડે.”

John 5:15

ઇસુએ સાજા થયેલા માણસને કહયું કે હવેથી પાપ ન કર ત્યાર પછી તેણે શું કર્યું?

તે માણસ ગયો અને યહૂદી આગેવાનોને કહ્યું કે જેણે મને સાજો કર્યો તે ઇસુ છે.

John 5:17

કઈ રીતે ઇસુએ યહૂદી આગેવાનોને ઉત્તર આપ્યો કે જેમણે તેને હેરાન કારો કારણકે તે આ બાબતો (સાજપણું આપવું) વિશ્રામવારે કરતો હતો.

ઇસુએ તેમણે કહ્યું, “મારો બાપ અત્યાર સુધી કામ કરે છે, અને હું, પણ, કામ કરું છુ.”

John 5:18

ઈસુના વિધાને યહૂદી આગેવાનોને કેમ ઇસુને મારી નાંખવા પ્રેરિત કર્યા?

આ બન્યું કારણકે ઇસુએ માત્ર વિશ્રામવારનો ભંગ જ નહોતો કર્યો(તેમના મનમાં), પણ દેવને તેનો બાપ કહીને પોતાને દેવ સમકક્ષ કર્યો હતો.

John 5:19

ઇસુએ શું કર્યું?

તેણે બાપને જે કરતો જોયો તે કર્યું.

John 5:20

બાપ શું કરશે કે જેથી યહૂદી આગેવાનો આશ્ચર્ય પામે?

બાપ દીકરાને તે કરતાં પણ મોટા કામો દેખાડશે જેથી યહૂદી આગેવાનો આશ્ચર્ય પામે.

John 5:22

બાપે કેમ સઘળો ન્યાય કરવાનું કામ દીકરાને આપ્યું છે?

બાપે સઘળો ન્યાય કરવાનું કામ દીકરાને આપ્યું છે, જેથી જેમ બધા બાપને માન આપે છે તેમ દીકરાને પણ માન આપે.

John 5:23

બાપે કેમ સઘળો ન્યાય કરવાનું કામ દીકરાને આપ્યું છે?

બાપે સઘળો ન્યાય કરવાનું કામ દીકરાને આપ્યું છે, જેથી જેમ બધા બાપને માન આપે છે તેમ દીકરાને પણ માન આપે.

જો તમે દીકરાને માન ના આપો તો શું થાય છે?

જો તમે દીકરાને માન નથી આપતા તો તમે તેને મોકલનાર બાપને પણ માન નથી આપતા.

John 5:24

જો તમે ઈસુના વચનો પર અને તેને મોકલનાર બાપ પર વિશ્વાસ કરો છો તો શું થાય છે?

જો એમ છે તો, તમને અનંત જીવન છે અને તને અપરાધી નહીં ઠરો, પણ તમે મરણમાંથી જીવનમાં આવ્યા છો.

John 5:26

બાપે દીકરાને જીવનને લગતું શું આપ્યું છે?

બાપે દીકરાને પોતાનામાં જીવન રાખવાનું આપ્યું છે.

John 5:28

જેઓ કબરમાં છે તેઓ જ્યારે બાપની વાણી સંભાળશે ત્યારે શું બનશે?

તેઓ ઉઠશે. જેઓએ સારા કામ કર્યાં છે તેઓ જીવનનું ઉત્થાન પામવા સારું અને જેઓએ ભૂંડા કામ કર્યાં છે તેઓ દંડનું ઉત્થાન પામવા સારું.

John 5:29

જેઓ કબરમાં છે તેઓ જ્યારે બાપની વાણી સંભાળશે ત્યારે શું બનશે?

તેઓ ઉઠશે. જેઓએ સારા કામ કર્યાં છે તેઓ જીવનનું ઉત્થાન પામવા સારું અને જેઓએ ભૂંડા કામ કર્યાં છે તેઓ દંડનું ઉત્થાન પામવા સારું.

John 5:30

ઇસુનો ન્યાય કેમ અદ્દલ છે?

તેનો ન્યાય અદ્દલ છે કારણકે તે પોતાની ઇચ્છા નહીં પણ જેણે તેને મોકલ્યો છે તે બાપની ઇચ્છા પૂરી કરવા ચાહે છે.

John 5:36

ઇસુ પાસે, યોહાનના કરતાં, કઈ મોટી શાહેદી હતી, કે જેના દ્વારા તે સાબિત થયું કે તેને બાપ દ્વારા મોકલવામાં આવ્યો હતો?

ઇસુએ જે કામો કર્યા તેમણે શાહેદી આપી કે તેને બાપ દ્વારા મોકલવામાં આવ્યો હતો.

John 5:37

કોણે કદી બાપની વાણી સાંભળી નહોતી અને તેનું રૂપ કદી દીઠું નહોતું?

યહૂદી આગેવાનોએ કદી બાપની વાણી સાંભળી નહોતી અને તેનું રૂપ કદી દીઠું નહોતું.

John 5:39

યહૂદી આગેવાનો કેમ શાસ્ત્ર તપાસતા હતા?

તેઓ શાસ્ત્ર તપાસતા હતા કારણકે તેમણે વિચાર્યું કે તેનાથી તેમને અનંતજીવન છે.

શાસ્ત્ર કોના વિષે સાક્ષી આપે છે?

શાસ્ત્ર ઇસુ વિષે સાક્ષી આપે છે.

John 5:44

યહૂદી આગેવાનો કોના તરફથી માન શોધતા નહોતા?

તેઓ એકલા દેવથી જે માન છે તે શોધતા નહોતા.

John 5:45

બાપ આગળ યહૂદી આગેવાનોને કોણ દોષિત ઠરાવવાનું હતું?

મૂસા યહૂદી આગેવાનોને બાપ આગળ દોષિત ઠરાવવાનો હતો.

John 5:46

ઇસુએ શું કહ્યું કે જો યહૂદી આગેવાનોએ મૂસા પર વિશ્વાસ કર્યો હોત તો તેઓ શું કરત?

તે કહે છે કે જો યહૂદી આગેવાનોએ મૂસા પર વિશ્વાસ કર્યો હોત તો તેઓ ઇસુ પર પણ વિશ્વાસ કરત કારણકે મૂસાએ ઇસુ વિષે લખ્યું હતું.

John 5:47

ઇસુએ શું કહ્યું કે જો યહૂદી આગેવાનોએ મૂસા પર વિશ્વાસ કર્યો હોત તો તેઓ શું કરત?

તે કહે છે કે જો યહૂદી આગેવાનોએ મૂસા પર વિશ્વાસ કર્યો હોત તો તેઓ ઇસુ પર પણ વિશ્વાસ કરત કારણકે મૂસાએ ઇસુ વિષે લખ્યું હતું.