Matthew 24

Matthew 24:1

પોતાના બીજા આગમન પહેલા શું શું બનશે તે સબંધી ઈસુ અહીં શિષ્યોને કહેવાની શરૂઆત કરે છે.

શું તમે આ સર્વ જોતા નથી?

શક્ય અર્થ: ઈસુ વાત કરી રહ્યાં છે ૧) મંદિર ની ઇમારત સબંધી (એટલે: “આ બધા ભવ્ય બાંધકામ સબંધી મને તમને કહેવા દો.”) અથવા ૨) થોડી જ વાર પહેલા જે વિનાશનું જે વર્ણન કર્યું તે (તમારે સમજવું જોઈએ કે થોડી જ વાર પહેલા મેં તમને શું કીધું પણ તમેં સમજતા નથી!). (જુઓ: વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન)

Matthew 24:3

પોતાના બીજા આગમન પહેલા શું શું બનશે તે સબંધી ઈસુ અહીં શિષ્યોને કહી રહ્યાં છે.

સાવચેત રહો રખેને કોઈ તમને ગેરમાર્ગે દોરે

“સાવચેત રહો કે જે આ બાબતો સબંધી જુઠ્ઠું બોલે છે તેના પર તમે વિશ્વાસ ન મૂકી દો.”

Matthew 24:6

પોતાના બીજા આગમન પહેલા શું શું બનશે તે સબંધી ઈસુ અહીં શિષ્યોને કહી રહ્યાં છે.

તમે આથી ગભરાતા નહીં

“આ બધી બાબતો તમને ડરાવી ન દે” (જુઓ; પ્રત્યક્ષ યાં પરોક્ષ)

Matthew 24:9

ઈસુ પોતાના શિષ્યોને અંત સમય વિશે કહેવાનું ચાલુ રાખે છે.

તેઓ તમને સોંપી દેશે

“જેઓ તમને સતાવણી કરવા ચાહે છે તેઓ તમને પકડાવી દેશે”

સોંપી દેશે

જુઓ: ૧૦:૧૭.

Matthew 24:12

ઈસુ પોતાના શિષ્યોને અંત સમય વિશે કહેવાનું ચાલુ રાખે છે.

ઘણાં બધાનો પ્રેમ ઠંડો થઈ જશે

શક્ય અર્થ: ૧) “ઘણાં લોક એકબીજાને પ્રેમ કરશે નહીં” (જુઓ ) અથવા ૨) ઘણાં બધા લોક દેવને પ્રેમ કરવાનું પડતું મુકશે” (જુઓ: રૂઢિપ્રયોગ)

બધા દેશો

એટલે: “બધા દેશોના બધા લોકો” (જુઓ: )

Matthew 24:15

પોતાના બીજા આગમન પહેલા શું શું બનશે તે સબંધી ઈસુ અહીં શિષ્યોને કહી રહ્યાં છે.

જેમ દાનીયેલ પ્રબોધક દ્વારા કહેવામાં આવ્યું

એટલે: “જે વિશે દાનીયેલ પ્રબોધકે લખ્યું છે તે” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)

Matthew 24:19

પોતાના બીજા આગમન પહેલા શું શું બનશે તે સબંધી ઈસુ અહીં શિષ્યોને કહી રહ્યાં છે.

જેઓ ગર્ભવતી હોય

જેઓ ભારે પગે હોય. (જુઓ: )

શિયાળો

“ઠંડી ની ઋતુ” દેહ

લોકો (જુઓ: )

Matthew 24:23

પોતાના બીજા આગમન પહેલા શું શું બનશે તે સબંધી ઈસુ અહીં શિષ્યોને કહી રહ્યાં છે.

તે માનતા નહીં

“તેઓ તમને જે અસત્ય બાબતો કહે તે પર વિશ્વાસ કરતા નહીં”

Matthew 24:26

પોતાના બીજા આગમન પહેલા શું શું બનશે તે સબંધી ઈસુ અહીં શિષ્યોને કહી રહ્યાં છે.

જેમ વીજળી ચમકે...તેમ જ માણસના...

તે બહુ ઝડપથી આવશે અને સહેલાઈથી જોઈ શકાશે. (જુઓ ઉપમા)

જ્યાં કહીં મૃત જનાવર હશે, ત્યાં જ ગીધ એકઠા થશે

શક્ય અર્થ: ૧) જ્યારે માણસનો દીકરો આવશે ત્યારે બધા તેને જોશે અને જાણશે કે તે આવ્યો છે (જુઓ ) અથવા ૨) જ્યાં આત્મિક રીતે મૃત લોકો હોય છે ત્યાં જુઠા પ્રબોધકો પણ હોય છે. (જુઓ: રૂપક)

ગીધ

મરી રહેલા અથવા મૃત જાનવરને ખાતા મોટા પક્ષીઓ

Matthew 24:29

પોતાના બીજા આગમન પહેલા શું શું બનશે તે સબંધી ઈસુ અહીં શિષ્યોને કહી રહ્યાં છે.

તરત

“સત્વરે”

તે દહાડાઓમાં

જે દિવસો ૨૪: ૨૩

૨૮ માં દર્શાવ્યા છે તેમાં.

સૂર્ય અંધારીઓ થઈ જશે

“દેવ સૂર્યને અંધારીઓ કરી દેશે” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)

આકાશના પરાક્રમો હલાવાશે

“દેવ આકાશમાં અને આકાશ ઉપર બધી વસ્તુઓને હલાવશે” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)

Matthew 24:30

પોતાના બીજા આગમન પહેલા શું શું બનશે તે સબંધી ઈસુ અહીં શિષ્યોને કહી રહ્યાં છે.

તેઓ છાતી કૂટશે

આવનારી શિક્ષાથી ગભરાઈને તેઓ પોતાની છાતી ફૂટશે

એકઠા કરશે

“તેના દૂતો એકઠા કરશે”

તેના પસંદ કરેલા

એ લોકો જેમણે માણસના દીકરાએ પસંદ કર્યા છે

ચાર દિશાઓથી

એટલે: “ઉત્તરથી, દક્ષિણથી, પૂર્વથી અને પશ્ચિમથી” (જુઓ: ) અથવા “સર્વત્ર થી.” (જુઓ)

Matthew 24:32

પોતાના બીજા આગમન પહેલા શું શું બનશે તે સબંધી ઈસુ અહીં શિષ્યોને કહી રહ્યાં છે.

દરવાજા આગળ

જાણે કે ચઢાઈ કરવા અને નગરમાં ઘુસવા માટે સૈન્ય તૈયાર હોય (જુઓ: રૂપક)

Matthew 24:34

પોતાના બીજા આગમન પહેલા શું શું બનશે તે સબંધી ઈસુ અહીં શિષ્યોને કહી રહ્યાં છે.

આ પેઢી ગુજરી જશે નહીં

“આજે જેઓ હયાત છે તેઓ મરશે નહીં” (જુઓ: )

જ્યાં સુધી આ બધી બાબતો બનશે

એટલે: “જ્યાં સુધી દેવ આ બધી બાબતો કરે નહીં”

આકાશ તથા પૃથ્વી જતા રહેશે

“આકાશ અને પૃથ્વીનું અસ્તિત્વ મટી જશે”

Matthew 24:36

પોતાના બીજા આગમન પહેલા શું શું બનશે તે સબંધી ઈસુ અહીં શિષ્યોને કહી રહ્યાં છે.

દીકરો પણ નહીં

“હાં, દીકરો પણ નહીં”

Matthew 24:37

પોતાના બીજા આગમન પહેલા શું શું બનશે તે સબંધી ઈસુ અહીં શિષ્યોને કહી રહ્યાં છે.

જેમ નૂહના સમયમાં થયું તેમ જ માણસના દીકરાનું આવવું થશે

એટલે: “માણસનો દીકરો જ્યારે પાછો આવશે ત્યારે જેમ નૂહ ના દિવસોમાં થયું તેવું થશે ” કારણ કે લોકોને ખબર પડશે જ નહીં ને ભૂંડાઈ તેમનાં પર અચાનક આવી પડશે.

કેમ કે જળપ્રલય પહેલાં તેઓ ખાતા પીતાં હતાં...સહુને તાણીને લઇ ગયો

માણસના દીકરાનું આવવું પણ એવું થશે

એટલે: “માણસના દીકરાના આવવા અગાઉના દિવસો જળપ્રલયના દિવસો પહેલા જેવા હશે કે જ્યારે લોકો ખાશે અને પીશે...સહુને તાણીને લઇ ગયો”

Matthew 24:40

પોતાના બીજા આગમન પહેલા શું શું બનશે તે સબંધી ઈસુ અહીં શિષ્યોને કહી રહ્યાં છે.

પછી

જ્યારે માણસનો દીકરો આવશે

એક ને લેવાશે અને બીજાને પડતો મુકાશે

શક્ય અર્થ: ૧)દેવ એકને આકાશમાં લેશે ને બીજાને પૃથ્વી પર શિક્ષાને સારુ છોડી દેશે (જુઓ) અથવા ૨) દૂતો એકને શિક્ષાને સારુ લઇ જશે ને બીજાને આશીર્વાદને સારુ છોડી દેશે (જુઓ: ૧૩:૪૦

૪૩)

ઘંટી

દળવા માટેનું સાધન

માટે

“મેં તમને જે કીધું એ માટે”

જાગૃત રહો

“ધ્યાન રાખો”

Matthew 24:43

પોતાના બીજા આગમન માટે કેવી રીતે તૈયાર રહેવું તે સબંધી ઈસુ અહીં શિષ્યોને કહી રહ્યાં છે.

ચોર

ઈસુ કહી રહ્યાં છે કે તે એવા સમયે આવશે કે ક્યારે લોકો તેમનાં આવવાની આશા નથી રાખતા, ઈસુ ચોરી કરવા આવશે એવું નથી.

તો તે ચોકી કરત

“તે પોતાના ઘરની ચોકી કરત” કે જેથી તે સુરક્ષિત રહે

તે પોતાના ઘરમાં ચોરી ન થવા દેત

“તે કોઈને પણ ચોરી કરવા પોતાના ઘરમાં ઘુસવા ન દેત” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)

Matthew 24:45

પોતાના બીજા આગમન માટે કેવી રીતે તૈયાર રહેવું તે સબંધી ઈસુ અહીં શિષ્યોને કહી રહ્યાં છે.

તો તે વિશ્વાસુ તથા ડાહ્યો ચાકર કોણ છે કે જેને તેનો માલિક...?

એટલે: “તો તે વિશ્વાસુ અને ડાહ્યો ચાકર કોણ છે? તે એ છે જેને તેનો માલિક...” (જુઓ: વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન)

તેમને ખાવાનું આપે

માલિકના ઘરના સભ્યોને તેમનું ખાવાનું આપે”

Matthew 24:48

પોતાના બીજા આગમન માટે કેવી રીતે તૈયાર રહેવું તે સબંધી ઈસુ અહીં શિષ્યોને કહી રહ્યાં છે.

તેના મનમાં કહે છે

“તેના મન માં વિચાર કરે છે”

તેનું ભાગ્ય ઘડશે

“તેની સાથે સારો વ્યવ્હાર કરશે”