Matthew 23

Matthew 23:1

ઈસુ તેના અનુયાયીઓને ધાર્મિક આગેવાનો જેવા ન બનવા સાવધાન કરે છે.

મૂસાના આસન પર બેસે છે

“મૂસાના જેવો અધિકાર ધરાવે છે” અથવા “મૂસાનો નિયમ શું કહે છે તે કહેવાનો અધિકાર ધરાવે છે.” (જુઓ: રૂપક)

જે કંઈ પણ

“કશું પણ” અથવા “સઘળું”

Matthew 23:4

ઈસુ તેના અનુયાયીઓને ધાર્મિક આગેવાનો જેવા ન બનવા સાવધાન કરે છે.

તેઓ મોટા બોજા લાદે છે જે ઊંચકવા સારુ મુશ્કેલ હોય

“તેઓ તમારી પર એવા નિયમો થોપે છે જે પાળવા અઘરા હોય.” (જુઓ: રૂપક)

તેઓ પોતે તો આંગળી પણ અડાડતા નથી

“તેઓ થોડી ઘણી પણ મદદ કરતા નથી” (જુઓ: રૂપક)

સ્મરણપત્રો

નાનું ચામડાનું પેટી જેવું પત્રક જેમાં નિયમ લખેલાં હોય જે યહૂદી પુરુષ પહેરે

Matthew 23:6

ઈસુ તેના અનુયાયીઓને ધાર્મિક આગેવાનો જેવા ન બનવા સાવધાન કરે છે.

Matthew 23:8

ઈસુ તેના અનુયાયીઓને ધાર્મિક આગેવાનો જેવા ન બનવા સાવધાન કરે છે.

પૃથ્વી પર કોઈને તમારો બાપ ન કહો

“આ પૃથ્વી પર કોઈ માણસને તમારો બાપ ન કહો” અથવા “કોઈને તમારો બાપ ન કહો”

Matthew 23:11

ઈસુ તેના અનુયાયીઓને ધાર્મિક આગેવાનો જેવા ન બનવા સાવધાન કરે છે.

પોતાને ઉંચો કરે છે

“પોતાને મોટો મનાવે છે”

ઉંચો કરાશે

“માનવંત થશે”

Matthew 23:13

તેમના ઢોંગ બદલ ઈસુ ધાર્મિક આગેવાનો વિરુદ્ધ બોલે છે.

તેમાં તમે પ્રવેશ કરતા નથી

“તમે દેવને તમારી પર રાજ કરવા દેતાં નથી”

વિધવા નું ઘર ખાઈ જાઓ છો

“એ સ્ત્રીનું બધું ચોરી લો છો જેને રક્ષણ પૂરું પાડનાર પુરુષ નથી”

નરકનો દીકરો

“જે નરકને સ્વાધીન છે” અથવા “એવું વ્યક્તિ કે જે નરકમાં જવું જોઈએ” (જુઓ: રૂઢિપ્રયોગ)

Matthew 23:16

તેમના ઢોંગ બદલ ઈસુ ધાર્મિક આગેવાનો વિરુદ્ધ બોલવાનું જારી રાખે છે.

આંધળા દોરનારા...મૂર્ખો

જો કે આગેવાનો શારીરિક રીતે આંધળા નથી પણ તેઓ પોતે કેવા ખોટા છે તે તેઓ જોઈ શકતા નથી. (જુઓ: રૂપક)

તેના સમથી બંધાયેલો છે

એટલે: “તેને જે કરવાને વચન આપ્યું તે પૂરું કરવું” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)

કયું મોટું છે, સોનું કે સોના ને પવિત્ર કરનાર મંદિર?

ઈસુ આ પ્રશ્ન દ્વારા ફરોશીઓને ધમકાવે છે. (જુઓ: વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન)

Matthew 23:18

તેમના ઢોંગ બદલ ઈસુ ધાર્મિક આગેવાનો વિરુદ્ધ બોલવાનું જારી રાખે છે.

આંધળા લોક

આત્મિક રીતે અંધ લોક (જુઓ: રૂપક)

કયું મોટું છે, ભેટ કે ભેટ ને પવિત્ર કરનાર વેદી?

ઈસુ આ પ્રશ્ન થી જે બાબત તેઓ પહેલેથી જ જાણે છે તેને રજુ કરે છે. (જુઓ: વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન)

ભેટ

પ્રાણીનું અર્પણ અથવા અનાજ જે દેવને અર્પણ તરીકે વેદી પર મુકેલ હોય. એકવાર વેદી પર મુકાય એટલે એ અર્પણ/ભેટ બની જાય છે. (જુઓ; )

Matthew 23:20

તેમના ઢોંગ બદલ ઈસુ ધાર્મિક આગેવાનો વિરુદ્ધ બોલવાનું જારી રાખે છે.

Matthew 23:23

તેમના ઢોંગ બદલ ઈસુ ધાર્મિક આગેવાનો વિરુદ્ધ બોલવાનું જારી રાખે છે.

તમને અફસોસ

જુઓ: ૨૩:૧૩.

ફુદીનો, સુવા અને જીરા

એના પત્તા અને દાણા/બીજ જે ખોરાકને સ્વાદિષ્ટ બનાવે. (જુઓ: )

તમે આંધળા દોરનારા

તેઓ શારીરિક રીતે આંધળા નથી પણ તેમના આત્મિક અંધાપાને ઈસુ દૈહિક અંધાપા સાથે સરખાવે છે. (જુઓ: રૂપક)

તમે જેઓ મસી ને ગાળી લો છો પણ ઊંટ ને ગળી જાઓ છો

ઓછા મહત્વપૂર્ણ નિયમને બહુ કાળજીપૂર્વક પાળવાના અને વધુ મહત્વપૂર્ણ નિયમને અવગણવા એ એટલું જ મૂર્ખતા ભર્યું છે જાણે કે એક નાનાં અશુદ્ધ પ્રાણીને ગળી ન જવાય તેની બહુ તકેદારી રાખવી પણ સૌથી મોટા અશુદ્ધ પ્રાણીને અજાણતા કે જાણી જોઇને ખાઈ જવું. એટલે: “તમે એવા મુર્ખ વ્યક્તિના જેવા છો કે જે તેના પીણાં માંથી મસી નીતારી કાઢે છે પણ ઊંટને ગળી જાય છે.” (જુઓ: રૂપક અને અતિશયોક્તિ)

મસી ને ગાળી કાઢો

ઝીણાં કપડાં થી શરબત ગાળી લેવું કે જેથી મસી મોમાં ન આવે

મસી

એક નાની ઉડતી જીવાત

Matthew 23:25

તેમના ઢોંગ બદલ ઈસુ ધાર્મિક આગેવાનો વિરુદ્ધ બોલવાનું જારી રાખે છે.

તમને અફસોસ

જુઓ: ૨૩:૧૩.

કેમ કે તમે થાળી અને વાટકાને બહારથી સાફ કરો છો

“શાસ્ત્રીઓ” અને “ફરોશીઓ” બીજાઓની સામે પોતાને “બહાર થી બહુ શુદ્ધ” દેખાડે છે. (જુઓ: રૂપક)

માંહે તેઓ જુલમ અને અત્યાચારથી ભરેલા છે

“તેમની પાસે અતિ ઘણું હોવા છતા અન્યનું તેઓ બળજબરીથી પડાવી લે છે”

તમે આંધળા ફરોશીઓ

ફરોશીઓ સત્યને સમજતા નથી. તેઓ જોકે દૈહિક રીતે આંધળા નથી. (જુઓ: રૂપક)

પહેલા તમે થાળી અને વાટકાને અંદરથી સાફ કરો જેથી તેઓ બહારથી પણ સાફ થશે

જો તેમનાં હૃદય દેવ સાથે હશે તો તેમનું જીવન તે બતાવી આપશે. (જુઓ: રૂપક)

Matthew 23:27

તેમના ઢોંગ બદલ ઈસુ ધાર્મિક આગેવાનો વિરુદ્ધ બોલવાનું જારી રાખે છે.

Matthew 23:29

તેમના ઢોંગ બદલ ઈસુ ધાર્મિક આગેવાનો વિરુદ્ધ બોલવાનું જારી રાખે છે.

Matthew 23:32

તેમના ઢોંગ બદલ ઈસુ ધાર્મિક આગેવાનો વિરુદ્ધ બોલવાનું જારી રાખે છે.

તમારા બાપદાદા ના પાપ તમે ભરી આપો છો

“તમારા બાપદાદાએ જે પાપ આચર્યા તમે પણ એમાં જ લાગુ રહ્યાં છો. (જુઓ: )

ઓ સર્પોના વંશ

“તમે બધા ભૂંડા, ખતરનાક, અને ઝેરીલા સાપ છો” (જુઓ: રૂપક)

નરક ના દંડમાંથી તમે કેવી રીતે બચશો?

“નરકના દંડમાંથી બચવાનો તમારી પાસે કોઈ જ રસ્તો નથી!” (જુઓ: વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન)

Matthew 23:34

તેમના ઢોંગ બદલ ઈસુ ધાર્મિક આગેવાનો વિરુદ્ધ બોલવાનું જારી રાખે છે.

હાબેલ થી... તે ઝખાર્યા

હાબેલ એ પ્રથમ વ્યક્તિ હતો જે મરણનો ભોગ બન્યો અને ઝખાર્યા કદાચ ને છેલ્લો વ્યક્તિ હતો જે યહુદીઓ દ્વારા મંદિરમાં મરાયો.

ઝખાર્યા

યોહાન બાપ્તિસ્મીના પિતા એ આ ઝખાર્યા નહોતા.

Matthew 23:37

ઈસુ કહે છે કે તે પોતે એટલા માટે દુઃખી છે કેમ કે યરુશાલેમ ના લોકોએ દેવનો નકાર કર્યો છે.

યરુશાલેમ, યરુશાલેમ

ઈસુ યરુશાલેમ ના લોકોની સાથે એવી રીતે વાત કરે છે જાણે કે તેઓ પોતે જ શહેર હોય.

તારા બાળકોને

સમગ્ર ઇસ્રાએલ (જુઓ: )

તારે સારુ તારું ઘર ઉજ્જડ મુકાયું છે

એટલે: “દેવ તારા ઘરનો ત્યાગ કરશે અને તે ખાલી થઇ પડશે” (જુઓ: )

તારું ઘર

શક્ય અર્થ: ૧) યરુશાલેમ નગર (જુઓ), અથવા ૨) મંદિર. (જુઓ: )